Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 1 મેળામાં Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 7 Gujarati Textbook Solutions Chapter 1 મેળામાં
Class 7 Gujarati Textbook Solutions Chapter 1 મેળામાં Textbook Questions and Answers
મેળામાં અભ્યાસ
1. નીચેના શબ્દજૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો.
ઉત્તરઃ
રમકડાં – રકમડાં
મેરો – મેળો
ચકરડી – ચકરડી
ચગડોર – ચગડોળ
આઇસક્રીમ – આસકરીમ
ફરકડી – ફળકરી
મદારી – મદાડી
લાકરી – લાકડી
2. આ ચિત્રપાઠના આધારે શિક્ષકે બોલેલાં વાક્યો ફરી લખો.
પ્રશ્ન 1.
લઈ જાઉં આજે મેળામાં ચાલો હું તમને.
ઉત્તરઃ
ચાલો, આજે હું તમને મેળામાં લઈ જાઉં.
પ્રશ્ન 2.
મેળામાં મજા કરીશું જઈ.
ઉત્તર :
મેળામાં જઈ મજા કરીશું.
પ્રશ્ન 3.
દુકાનો છે મેળામાં ઘણી.
ઉત્તર :
મેળામાં ઘણી દુકાનો છે.
પ્રશ્ન 4.
ચકર ચકર ફરતી છે ચગડોળ મેળામાં.
ઉત્તર :
મેળામાં ચકર ચકર ફરતી ચગડોળ છે.
પ્રશ્ન 5.
એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી.
ઉત્તરઃ
એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે.
પ્રશ્ન 6.
દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને.
ઉત્તરઃ
નટ લાકડી લઈને દોરડા પર ચાલે છે.
પ્રશ્ન 7.
સાપનો ખેલ બતાવે મદારી છે.
ઉત્તર :
મદારી સાપનો ખેલ બતાવે છે.
પ્રશ્ન 8.
આઇસક્રીમની માણી રહ્યા છે મજા લોકો કેટલાક.
ઉત્તરઃ
કેટલાક લોકો આઇસક્રીમની મજા માણી રહ્યા છે.
પ્રશ્ન 9.
વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં.
ઉત્તરઃ
મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે.
પ્રશ્ન 10.
રમકડાં ખરીદી રહ્યાં છે. બાળકો કેટલાંક.
ઉત્તર :
કેટલાંક બાળકો રમકડાં ખરીદી રહ્યાં છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
પ્રશ્ન 1.
મેળામાં કેટલી દુકાનો દેખાય છે ? તેનાં નામ કહો.
ઉત્તરઃ
મેળામાં ત્રણ દુકાનો દેખાય છે :
(1) સોનુ મીઠાઈની દુકાન,
(2) હર્ષ આઇસક્રીમ સેન્ટર,
(3) પ્રણામ રમકડાંની દુકાન.
પ્રશ્ન 2.
દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે ?
ઉત્તર :
દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે.
પ્રશ્ન 3.
મદારી શું વગાડે છે ?
ઉત્તર :
મદારી ડુગડુગી વગાડે છે.
પ્રશ્ન 4.
કેટલાં બાળકો રમકડાં ખરીદી રહ્યાં છે ?
ઉત્તર :
બે બાળકો રમકડાં ખરીદી રહ્યાં છે.
મેળામાં સ્વાધ્યાય
પ્રશ્ન 1.
તમને મનપસંદ ચિત્રની મદદથી આઠ-દસ વાક્યો લખો.
ઉત્તર :
આ ચિત્ર બાગનું છે. બાગનો દરવાજો ખુલ્લો છે. ખુલ્લા દરવાજાની બંને બાજુ ખીલેલાં ફૂલો છે. દરવાજા પાસે ત્રણ વૃક્ષો છે. વૃક્ષો નીચે બે બાંકડા છે. બાગની વચ્ચે ફુવારો છે. ફુવારા પાસે નાનું તળાવ છે. એમાં ત્રણ બતક તરે છે.
ચાર બાળકો શેતરંજી ઉપર બેઠાં છે. બે છોકરીઓ હીંચકા ઉપર હીંચે છે. બે બાળકો દડાથી રમે છે. બે છોકરા લપસણી ખાય છે. બે બાળકો આઇસક્રુટ ખાય છે. ઝાડની નીચે એક કૂતરું બેઠું છે. બાંકડા પર એક પુરુષ અને એક સ્ત્રી બેઠાં છે.
પ્રશ્ન 2.
વર્તમાનપત્રો કે સામયિકોમાંથી વાર્તાચિત્રો મેળવી તેના પરથી એક વાર્તા લખો.
ઉત્તર :
કાનમાં શું કહ્યું?
કનુ અને મનુ મિત્રો હતા. એક વખત તેઓ ગીચ જંગલમાંથી પસાર થતા હતા. જંગલમાં એકબીજાનો સાથ નહિ છોડવાનું તેમણે નક્કી કર્યું હતું. રસ્તામાં તેઓ ચાલતા હતા. ત્યાં તેમણે એક રીંછને એમની તરફ આવતું જોયું.
કનુએ મનુને કહ્યું, ‘જો, રીંછ આપણી તરફ આવે છે.’ મનુ ઝડપથી દોડીને પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો, એણે કનુને છોડી દીધો.
કનુને ઝાડ પર ચડતાં આવડતું નહોતું, તેથી તે જમીન ઉપર ચત્તો સૂઈ ગયો. રીંછ કનુ પાસે આવ્યું, તેને સૂંધ્યો. કનુએ થોડો સમય પોતાનો શ્વાસ રોકી દીધો. રીંછને લાગ્યું કે કનુ મરી ગયો છે, તેથી તે ચાલ્યું ગયું. મનુ ઝાડ પરથી ઊતર્યો ને કનુને પૂછ્યું,
“તને રીંછે કાનમાં શું કહ્યું?” કનુએ કહ્યું, “રીંછે મને કહ્યું કે જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને ભાગી જાય એમનો વિશ્વાસ ન કરવો.”
મેળામાં પ્રવૃત્તિઓ
શાળા પુસ્તકાલયમાંથી ચિત્રવાર્તાની પુસ્તિકાઓ મેળવી વાંચો.
કોઈ એક મેળાની મુલાકાત લો અને જુદી જુદી જગ્યાએ ભરાતા મેળાઓ વિશે અંક તૈયાર કરો. ‘ચાલો જોવા જઈએ મેળો’ કાવ્યનું સમૂહગાન કરો.
Std 7 Gujarati Textbook Solutions Chapter 1 મેળામાં Additional Important Questions and Answers
મેળામાં વિશેષ પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
સ્વાધ્યાયના પ્રશ્ન 2.નાં ચિત્રો ધ્યાનથી જુઓ અને નીચેનાં વાક્યો જે ચિત્રને લાગુ પડતાં હોય, તે ચિત્રનો નંબર ડાબી બાજુના ચોરસમાં લખો:
ઉત્તર :
[4] કનુને ઝાડ પર ચડતાં આવડતું નહોતું, તેથી તે જમીન ઉપર ચત્તો સૂઈ ગયો.
[2] રસ્તામાં તેઓ ચાલતા હતા. ત્યાં તેમણે એક રીંછને એમની તરફ આવતું જોયું. કનુએ મનુને કહ્યું, ‘જો, રીંછ આપણી તરફ આવે છે.’
[1] કનુ અને મનુ મિત્રો હતા. એક વખત તેઓ ગીચ જંગલમાંથી પસાર થતા હતા. જંગલમાં એકબીજાનો સાથ નહિ છોડવાનું તેમણે નક્કી કર્યું હતું.
[8] મનુ ઝાડ પરથી ઊતર્યો ને કનુને પૂછ્યું, “તને રીંછે કાનમાં શું કહ્યું?” કનુએ કહ્યું, “રીંછે મને કહ્યું કે જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને ભાગી જાય એમનો વિશ્વાસ ન કરવો.”
[3] મનુ ઝડપથી દોડીને પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો, એણે કનુને છોડી દીધો.
[5] રીંછ કનુ પાસે આવ્યું, તેને સુંધ્યો. કનુએ થોડો સમય પોતાનો શ્વાસ રોકી દીધો. રીંછને લાગ્યું કે કનુ મરી ગયો છે, તેથી તે ચાલ્યું ગયું.
સાચા ઉત્તર સામે જ નિશાની કરોઃ
પ્રશ્ન 1.
કનુ અને મનુ ક્યાંથી પસાર થતા હતા?
(ક) જંગલમાંથી જે [ ]
(ખ) ગામમાંથી [ ]
(ગ) શહેરમાંથી [ ]
ઉત્તર :
(ક) જંગલમાંથી જે [ ✓ ]
(ખ) ગામમાંથી [ ]
(ગ) શહેરમાંથી [ ]
પ્રશ્ન 2.
કનુએ મનુને કહ્યું, ‘જો,
(ક) ગધેડો આપણા તરફ આવે છે…. [ ]
(ખ) દોડ, ઝાડ પર ચઢી જઈએ. [ ]
(ગ) રીંછ આપણી તરફ આવે છે.’ [ ]
ઉત્તર :
(ક) ગધેડો આપણા તરફ આવે છે…. [ ]
(ખ) દોડ, ઝાડ પર ચઢી જઈએ. [ ]
(ગ) રીંછ આપણી તરફ આવે છે.’ [ ✓ ]
પ્રશ્ન 3.
મનુ ઝડપથી દોડીને
(ક) પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો. [ ]
(ખ) કૂવામાં કૂદી પડ્યો. [ ]
(ગ) ઝાડ પાછળ છુપાઈ ગયો. [ ]
ઉત્તર :
(ક) પાસેના ઝાડની ઊંચી ડાળ પર પહોંચી ગયો. [ ✓ ]
(ખ) કૂવામાં કૂદી પડ્યો. [ ]
(ગ) ઝાડ પાછળ છુપાઈ ગયો. [ ]
પ્રશ્ન 4.
કનુએ શું કર્યું?
(ક) જમીન ઉપર ચત્તો સૂઈ ગયો. [ ]
(ખ) મનુની પાછળ દોડ્યો. [ ]
(ગ) રીંછને કહેતો હતો, “મને મારી નાખીશ નહિ.” [ ]
ઉત્તર :
(ક) જમીન ઉપર ચત્તો સૂઈ ગયો. [ ✓ ]
(ખ) મનુની પાછળ દોડ્યો. [ ]
(ગ) રીંછને કહેતો હતો, “મને મારી નાખીશ નહિ.” [ ]
પ્રશ્ન 5.
રીંછ આવ્યું અને
(ક) કનુને એની બોડમાં લઈ ગયું. [ ]
(ખ) તેણે કનુના શરીરને સૂછ્યું. [ ]
(ગ) તેણે કનુના કાનમાં કંઈક કહ્યું. [ ]
ઉત્તર :
(ક) કનુને એની બોડમાં લઈ ગયું. [ ]
(ખ) તેણે કનુના શરીરને સૂછ્યું. [ ✓ ]
(ગ) તેણે કનુના કાનમાં કંઈક કહ્યું. [ ]
રીંછ વિશે સાત-આઠ વાક્યો લખો :
પ્રશ્ન 1.
રીંછ જંગલમાં રહે છે. તે માંસાહારી પ્રાણી છે. તેના આખા શરીર
ઉપર :
બરછટ વાળ હોય છે. મધમાખી અને ઊધઈ તેનો પ્રિય ખોરાક છે. તેને મધ બહુ ભાવે છે. મીઠાં ફળ અને ફૂલ ખાવા તે ઝાડ પર ચઢે છે. ઝાડ પરથી તે ઊંધું નીચે ઊતરે છે. ગુજરાતનાં જેસ્સોર અને રતનમહાલ રીંછ માટેનાં અભયારણ્યો છે. સામાન્ય રીતે રીંછ ચાળીસ-પચાસ વર્ષ જીવે છે.