Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 18 સુભાષિત Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Chapter 18 સુભાષિત
Class 6 Gujarati Textbook Solutions Chapter 18 સુભાષિત Textbook Questions and Answers
અભ્યાસ
1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો :
પ્રશ્ન 1.
‘આપ સમો નહિ મિત્ર’ એટલે…
(ક) આત્મશ્લાઘા
(ખ) આત્મચિંતન
(ગ) આપબળ
(ઘ) આત્મગૌરવ
ઉત્તર :
(ગ) આપબળ
પ્રશ્ન 2.
‘વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકાં.’ – આ પંકિતમાં તોલ શબ્દનો અર્થ…
(ક) ભલાઈ
(ખ) ફોગટ
(ગ) મીઠાશ
(ઘ) કિંમત
ઉત્તર :
(ઘ) કિંમત
પ્રશ્ન 3.
‘મૈત્રીભાવ સનાતન’ એટલે…
(ક) મિત્રતા વિના બધું જ નકામું
(ખ) સૌની સાથે હળીમળીને રહેવું
(ગ) કોઈની સાથે વેર ન રાખવું.
(ઘ) વધારે મિત્રો રાખવા.
ઉત્તર :
(ક) મિત્રતા વિના બધું જ નકામું
પ્રશ્ન 3.
વિચારવિસ્તાર એટલે..
(ક) સમજપૂર્વક વિચારને વિસ્તારવો.
(ખ) લંબાણથી લખવું.
(ગ) લખાણને વિસ્તારથી લખવું
(ઘ) વિચારને વિસ્તાર્યા જ કરવો.
ઉત્તર :
(ક) સમજપૂર્વક વિચારને વિસ્તારવો.
2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1.
મિત્ર કેવો હોવો જોઈએ ?
ઉત્તર :
આપણે પોતાની જાતને જ આપણો મિત્ર માનવો જોઈએ. કેમ કે આપબળથી સારો બીજો કોઈ પણ મિત્ર નથી.
પ્રશ્ન 2.
આપણે બીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ ?
ઉત્તર :
આપણે બીજા સાથે હંમેશાં મૈત્રીભાવપૂર્વક વર્તવું જોઈએ.
પ્રશ્ન 3.
મૈત્રીભાવને સર્વ દુઃખોનું ઔષધ શા માટે કહ્યું છે ?
ઉત્તર :
મૈત્રીભાવ આપણને વેરભાવ, પાપ જેવા દુષ્કર્મોથી બચાવે છે (દૂર રાખે છે), માટે મૈત્રીભાવને સર્વ દુઃખોનું ઔષધ કહ્યું છે.
પ્રશ્ન 4.
સંતપુરુષોનું જીવન કેવું હોય છે ?
ઉત્તર :
સંત પુરુષોનું જીવન પરોપકારી હોય છે. તે અન્ય લોકોની સેવામાં જ ધન્યતા અનુભવે છે.
પ્રશ્ન 5.
મીઠી વાણી માટે કોનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે ?
ઉત્તર :
મીઠી વાણી માટે પોપટ અને કોયલનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે.
પ્રશ્ન 6.
સંતો અન્યને કેવી રીતે સુખી કરે છે ?
ઉત્તર :
સંતો પોતે મુશ્કેલીઓ વેઠે છે અને બીજાને સુખી કરે છે.
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો :
પ્રશ્ન 1.
આપણી જાતે કામ કરવાથી શો ફાયદો થાય છે ?
ઉત્તર :
આપણી તે કામ કરવાથી કામ સારું અને ઝડપથી પૂર્ણ થાય છે તેમજ કામમાં કચાશ રહેતી નથી.
પ્રશ્ન 2.
જીવનમાં મૈત્રીભાવનું શું મહત્ત્વ છે ?
ઉત્તર :
જીવનમાં મૈત્રીભાવનું ખૂબ મહત્વ રહેલું છે. મૈત્રીભાવથી જીવનમાં આનંદ આવે છે અને સર્વ દુઃખોનું નિવારણ થાય છે.
2. આટલું શોધો અને લખો :
પ્રશ્ન 1.
પોતાની જાત (આપબળ)નો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો.
ઉત્તર :
- મન અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય નડતો નથી.
- અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં !
- આપ સમાન બળ નહિ, મેષ સમાન જળ નહિ.
પ્રશ્ન 2.
વાણીનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો.
ઉત્તર :
- વાણી અને પાણી વિવેકથી વાપરો.
- ન બોલવામાં નવ ગુણ.
- ઓછું પણ, મીઠું બોલો.
પ્રશ્ન 3.
મિત્રતાનો મહિમા દર્શાવતી કહેવતો કે પંક્તિઓ શોધીને લખો.
ઉત્તર :
- “શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક; જેમાં સુખ-દુઃખ પામીએ, તે લાખોમાં એક.”
- સમજુ શત્રુ સારો પણ મૂરખ મિત્ર ખોટો.
પ્રશ્ન 4.
અન્ય પાંચ સુભાષિતો મેળવીને લખો.
ઉત્તર :
- જાતે કરવું, જાતે રળવું, જાત વિના સૌ જુઠું જી; જાતે ઝૂઝવું, જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી.
- આવે નહિ, આદર નહિ, નહિ નયનમાં નેહ, તે ઘર કદી ન જઈએ, (ભલે કંચન વરસે મેહ.
- કડવા હોયે લીમડા શીતળ એની છાંય; બાંધવ હોય અબોલડા તોય પોતાની બાંય.
- ઊંચી-નીચી કર્યા કરે જીવનની ઘટમાળ; ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
- કીડી કણ સંગ્રહ કરે જુઓ, જંતુની જાત; વસે દરે સંપે સદા સર્વ મળી સંથાત.
પ્રશ્ન 5.
શાળાની દીવાલ પરથી તમને ગમતા પાંચ સુવિચાર લખો.
ઉત્તર :
- સુંદર અક્ષર એ હાથનું ઘરેણું છે.
- આવો ! એક વૃક્ષ વાવો.
- માનવી પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.
- બને ત્યાં સુધી હસતા રહો, આ સસ્તી દવા છે.
- સહનશીલતા અને વિશ્વાસ આત્મશક્તિના
3. નીચેના શબ્દ-ચોરસમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધો :
(પૃથ્વી, આભ, મિત્ર, પંથ, ઔષધ, સુવાસિત)
પ્રશ્ન 1.
નીચેના શબ્દ-ચોરસમાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધો :
(પૃથ્વી, આભ, મિત્ર, પંથ, ઔષધ, સુવાસિત)
ઉત્તર :
- પૃથ્વી – ધરતી
- આભ – નભ
- મિત્ર – ભેરુ
- પંથ – રસ્તો
- ઔષધ – દવા
- સુવાસિત – સુગંધિત
4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
પ્રશ્ન 1.
- આભ × ………….
- મિત્ર × ………….
- વર × ………….
- પાપ × ………….
- ફાયદો × ………….
- સુખિયાં × ………….
ઉત્તર :
- આભ × ધરા
- પાપ × પુણ્ય
- મિત્ર × દુશ્મન
- ફાયદો × ગેરફાયદો
- વેર × અવેર
- સુખિયાં × દુખિયાં
5. નીચેનાં સુવાક્યોનો વિચારવિસ્તાર કરો :
પ્રશ્ન 1.
આપસમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.
ઉત્તર :
ઉપરોક્ત પંક્તિમાં પોતાની જાત એટલે કે આત્મવિશ્વાસનો મહિમા ગવાયો છે. જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલી અને દુ:ખ આવે ત્યારે આપણે મદદ માટે અન્ય પાસે દોડી જઈએ છીએ. આવા સમયે ફક્ત નિરાશા જ સાંપડે છે. કારણ કે, આપણે આપણી જીતનો વિશ્વાસ કરતા નથી. આપણી દરેક મુશ્કેલીઓનું નિવારણ આપણી પાસે જ છે. એટલે જ કહેવાયું છે કે આપ સમાન બળ નહિ, મેઘ સમાન જળ નહિ.
પ્રશ્ન 2.
પાણી અને વાણી વિચારીને વાપરો.
ઉત્તર :
જીવનની બે મહત્ત્વની બાબતો પાણી અને વાણીને કેવી રીતે ઉપયોગમાં લેવી તે વિશે અહીં સલાહ આપવામાં આવી છે. પૃથ્વી પર પાણી ખૂબ જ ઓછું હોવાથી તે સમજી વિચારીને વાપરવું આપણા માટે હિતાવહ છે. એ જ રીતે વાણી એટલે કે ભાષાનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ. વાકબાણથી ઘાયલ થયેલો મનુષ્ય ફરીથી સાજો થઈ શકતો નથી. “આંધળાનો પુત્ર આંધળો” એટલું કહેવાથી જ જો મહાભારતનું યુદ્ધ થયું હોય તો તે વાણીના મહત્ત્વને આપણે સમજવું જોઈએ. કોઈ કવિએ કહ્યું છે, ચડે કે પડે, જીભ વડે જ માનવી” એ બિલકુલ સાચું છે.
6. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
વૃથા, છત્ર, કોયલ, વેર, ઔષધ, સુવાસિત, આભ, અંધકાર
પ્રશ્ન 1.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ઉત્તર :
શબ્દકોશના ક્રમ અનુસાર શબ્દોની ગોઠવણી : અંધકાર, આભ, ઔષધ, કોયલ, છત્ર, વૃથા, વેર, સુવાસિત.
Std 6 Gujarati Textbook Solutions Chapter 18 સુભાષિત Additional Important Questions and Answers
ભાષાસજજતા
સમાનાર્થી શબ્દો આપો?
- પ્રેમ – સ્નેહ
- વૃથા – ફોગટ
વિરુદ્ધાર્થી શબ્દો આપોઃ
- પ્રેમ × નફરત
- થોડું × વધારે
- ભલું × બૂરું
- લાંબો × ટૂંકો
- દુઃખ × સુખ
- સુવાસ × બદબો
નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો:
- સુંદર રીતે કહેવાયેલો નીતિવિચાર – સુભાષિત
- શાસ્ત્રમાં નિષ્ણાત પુરુષ – પંડિત
- લખવાનું કામ કરનારો માણસ – લહિયો
- ધર્મ વિરુદ્ધનું કૃત્ય – પાપ
- પ્રાચીનકાળથી ચાલ્યું આવતું – સનાતન
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો :
- પ્રીધ્ધિ – પૃથ્વી
- લહીયો – લહિયો
- ઔસધ – ઔષધ
- સૂવાસીત – સુવાસિત
- સુખિ – સુખી
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર પ્રશ્ન
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ
પ્રશ્ન 1.
સુભાષિતનો અર્થ જણાવો.
ઉત્તર :
સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિવિચાર.
પ્રશ્ન 2.
સૌથી સારું બેસણું કોને કહ્યું છે?
ઉત્તર :
સૌથી સારું બેસણું પૃથ્વીને કહ્યું છે.
પ્રશ્ન 3.
પોપટ અને કોયલ કેવું બોલે છે ?
અથવા
પોપટ અને કોયલની વાણી કેવી છે?
ઉત્તર :
પોપટ અને કોયલ ઓછું અને મીઠું બોલે છે.
પ્રશ્ન 4.
બહુ બોલીને પોતાનું મહત્ત્વ કોણ ગુમાવે છે?
ઉત્તર :
દેડકાં બહુ બોલીને પોતાનું મહત્ત્વ ગુમાવે છે.
પ્રશ્ન 5.
મૈત્રીભાવને શાનું ઔષધ કહ્યું છે?
ઉત્તર :
મૈત્રીભાવને સર્વ દુઃખોનું ઔષધ કહ્યું છે.
પ્રશ્ન 6.
પોતાની જાતને જલાવીને બધે સુવાસ કોણ ફેલાવે છે?
ઉત્તર :
ધૂપસળી પોતાની જાતને જલાવી, બધે સુવાસ ફેલાવે છે.
નીચેનાં સુવાક્યોનો વિચાર-વિસ્તાર કરોઃ
પ્રશ્ન 1.
હસતું હોય તે તો સૌને સોહામણું લાગે.
ઉત્તર :
આ સુવાક્ય જીવનવ્યવહારમાં હસતા રહેવાનો મહિમા કરે છે. તમારે ખૂબ સારા અને સુંદર દેખાવું છે? તો એને માટે કશો ખર્ચ કરવાની જરૂર નથી. એ માટે જરૂરી છે આખું સ્મિત. ભગવાને આપણને ‘હાસ્ય’ વરદાનરૂપે આપ્યું છે પણ આપણને હસતાં આવડતું નથી. જે હસતો રહે છે તે બધાને ગમે છે.
પ્રશ્ન 2.
વિધા વિનયથી શોભે છે.
ઉત્તર :
વિદ્યા નામના ધનને કોઈ ચોરી શકતું નથી. એ વાપરતાં વધે છે. વિદ્યા વાદ-વિવાદ માટે નથી. કોઈને હરાવવા માટે નથી, આપણા અહંકારને પ્રગટ કરવા માટે નથી. જેમ વૃા ફળોથી લચી જાય ત્યારે નીચેની તરફ નમે છે તેમ વિધા વધતાં આપણામાં નમ્રતા આવવી જોઈએ. વિઘા નમ્રતા કે વિનય-વિવેકથી શોભે છે. વિદ્યા અને વિનય એક જ સિક્કાની બે બાજુઓ છે, વિનય વિનાની વિદ્યા વાંઝણી છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
પ્રશ્ન 1.
‘………… સમી નહિ માધુરી, આપ સમો નહિ મિત્ર.’ – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
A. મધ
B. સાકર
C. ભાષા
D. પ્રેમ
ઉત્તર :
D. પ્રેમ
પ્રશ્ન 2.
પ્રથમ સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા શાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે ?
A. આપબળનું
B. સ્વભાવનું
C. ધર્મનું
D. પુણ્યનું
ઉત્તર :
A. આપબળનું
પ્રશ્ન 3.
બીજા સુભાષિતમાં પોપટ, કોયલ અને દેડકાના દાહરણ દ્વારા કઈ વાત સમજાવવામાં આવી છે?
A. રંગ અને રૂપની
B. ઓછું ખાવાની
C. ઓછું અને મધુર બોલવાની
D. વધુ બોલવાની
ઉત્તર :
C. ઓછું અને મધુર બોલવાની
પ્રશ્ન 4.
પંડિત કેવી રીતે થવાય છે?
A. આકરું તપ કરવાથી
B. મૌનવ્રત ધારણ કરવાથી
C. સમાધિ લેવાથી
D. ભણીગણીને આગળ વધવાથી
ઉત્તર :
D. ભણીગણીને આગળ વધવાથી
પ્રશ્ન 5.
‘ભણતાં પંડિત નીપજે, ……….. લહિયો થાય.’ – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
A. બોલતાં
B. વાંચતાં
C. લખતાં
D. સાંભળતાં
ઉત્તર :
C. લખતાં
પ્રશ્ન 6.
લાંબો પંથ કેવી રીતે કપાય છે?
A. સારા વિચારો કરવાથી
B. આખો દિવસ આરામ કરવાથી
C. થોડું થોડું ચાલતા રહેવાથી
D. મન ભરીને ઊંધ લેવાથી
ઉત્તર :
C. થોડું થોડું ચાલતા રહેવાથી
પ્રશ્ન 7.
વેર શાનાથી નથી શમતું?
A. મિત્રતાથી
B. વેરથી
C. પ્રેમથી
D. સમાવટથી
ઉત્તર :
B. વેરથી
પ્રશ્ન 8.
‘શમે ના વેર વેરથી, ટળે ના પાપ ………….. થી’. – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
A. પાપ
B. પુણ્ય
C. શ્રદ્ધા
D. ક્રોધ
ઉત્તર :
A. પાપ
પ્રશ્ન 9.
ચોથા સુભાષિતમાં સર્વ દુઃખોનું ઔષધ કોને ગણવામાં આવ્યું છે ?
A. વેરભાવને
B. મૈત્રીભાવને
C. ક્રોધને
D. શ્રદ્ધાને
ઉત્તર :
B. મૈત્રીભાવને
પ્રશ્ન 10.
પાંચમાં સુભાષિતમાં પરોપકારનો મહિમા દર્શાવવા કહ્યું ઉદાહરણ આપવામાં આવ્યું છે?
A. વૃક્ષ અને ફળનું
B. તડકા અને છાંયડાનું
C. ધૂપસળી અને સંતનું
D. ધરતી અને આકાશનું
ઉત્તર :
C. ધૂપસળી અને સંતનું
પ્રશ્ન 11.
‘જલાવી જાતને ……………., સુવાસિત બધું કરે.’ – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
A. લાકડું
B. દીવાસળી
C. દીવો
D. ધૂપ
ઉત્તર :
D. ધૂપ
પ્રશ્ન 12.
સંતો અને કેવી રીતે સુખી કરે છે?
A. પોતે મુશ્કેલીઓ વેઠીને
B. તપશ્ચર્યા કરીને
C. યજ્ઞ અને હવન કરીને
D. કથાઓ કરીને
ઉત્તર :
A. પોતે મુશ્કેલીઓ વેઠીને
સુભાષિત Summary in Gujarati
સુભાષિત પાઠ-પરિચય :
સુભાષિતોમાં જીવનનું અમૂલ્ય સત્ય હોય છે. સુભાષિતો અપક્ષને બોધ આપે છે. જીવનની વાસ્તવિકતાનો તેમાં સમાવેશ કરવામાં આવૈલો હોય છે, તેમાં અનુભવનો નિચોડ હોવાથી આપજને પ્રેરક્ષા અને પ્રોત્સાહન મળે છે. પ્રસ્તુત સુભાષિતોમાં આપબળનું મહત્વ, મીઠી વાણીનો મહિમા, પરિશ્રમ, મૈત્રીભાવ અને પરોપકારનો મહિમા ગાયો છે.
રૂઢિપ્રયોગ અર્થ અને વાક્યપ્રયોગ
જાત ઘસવી – બીજ માટે દુ:ખ વેઠવા
વાક્ય : રવિશંકર મહારાજે ગરીબો માટે પોતાની જાત ઘસી નાખી.
સુભાષિતો
પૃથ્વી સમું નહિ બેસણું આભ સમું નહિ છત્ર;
પ્રેમ સમી નહિ માધુરી, આપ સમો નહિ મિત્ર.
સમજૂતી : પૃથ્વી સમાન કોઈ સારી બેઠક નથી, આકાશ સમાન કોઈ આશ્રય નથી. પ્રેમ સમાન કોઈ મધુરતા નથી અને પોતાની જીત સમાન આપણો બીજો કોઈ મિત્ર નથી.
અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા આપબળ એટલે કે જીત-મહેનતનો મહિમા (મહત્ત્વ) દર્શાવવામાં આવ્યો છે.
પોપટ, કોયલ બોલે થોડું પણ લાગે ભલું
વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકાં.
સમજૂતી: પોપટ અને કોયલ ઓછું બોલે છે, પણ મીઠું બોલે છે. જયારે દેડકાં ખૂબ બોલી બોલીને ફોગટમાં પોતાનું મહત્ત્વ ગુમાવે છે. અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગાવામાં આવ્યો છે. મીઠી વાણી માટે પોપટ અને કોયલના ઉદાહરણ આપી તે દ્વારા આપણને ઓછું અને મધુર બોલવાની વાત સમજાવવામાં આવી છે.
ભણતાં પંડિત નીપજે, લખતાં લહિયો થાય;
ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબો પંથ કપાય.
સમજૂતી : જેમ ભણીને આગળ વધતાં પંડિત (વિદ્વાન) થવાય છે, લખતાં-લખતાં લહિયો થવાય છે, તે જ રીતે થોડું – થોડું ચાલતાં લાંબો પંથ કપાય છે.
અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત કરવામાં આવી છે. સતત પ્રયત્ન કરતા રહેવાથી વિવિધ ક્ષેત્રોમાં સફળતા ચોક્કસ મેળવી શકાય છે. તે વાત અર્ધી પંડિત અને લહિયા જેવા વ્યવસાયના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી છે.
શમે ના વેર વેરથી, ટળે ના પાપ પાપથી;
ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.
સમજૂતી: વેર સામે વેર રાખવાથી વેર શમતું શાંત થતું) નથી. પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું દૂર થતું) નથી. બધાં જ દુઃખોનું ઓસડ (દવા) પ્રાચીનકાળથી ચાલ્યો આવતો મૈત્રીભાવ છે.
અહીં ચોથા સુભાષિતમાં મૈત્રીભાવ (મિત્રતાનો મહિમા ગાવામાં આવ્યો છે. સર્વ સાથે મૈત્રીભાવ કેળવવાથી જીવનનાં બધાં જ દુઃખોનું નિવારણ થઈ જાય છે. એવી વાત અહીં રજૂ કરવામાં આવી છે.
જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે
ઘસી જાતને સંતો, અન્યને સુખિયા કરે.
સમજૂતી : ધૂપસળી પોતાની જાતને જલાવીને (બાળીને) બધે સુવાસ સુગંધ) ફેલાવે છે. તે જ રીતે સંતો પોતે મુશ્કેલી સહન કરીને પણ બીજાને સુખી કરે છે.
અહીં પાંચમા સુભાષિતમાં ધૂપસળીના ઉદાહરણ દ્વારા પરોપકારની વાત રજૂ કરવામાં આવી છે. ધૂપસળીને જલાવવાથી ફેલાતી સુવાસની માફક સંતો પણ પોતે કષ્ટ વેઠીને અન્યને સુખી કરી પોતાના પરોપકારી કાર્યોરૂપી સુવાસ બધે ફેલાવતા રહે છે.
સુભાષિત શબ્દાર્થ :
- સુભાષિત- સુંદર રીતે કહેલું વાક્ય કે પદ કે નીતિવિચાર
- સમું – સરખું
- બેસણું – બેઠક
- છત્ર – આશ્રય, રક્ષણ કરનાર
- માધુરી – માધુર્ય, મીઠાશ
- આપ સમો – પોતાની જાત સરખો
- ભલું – સારું
- વૃથા – ફોગટ
- તોલ – કિંમત, કદર, પ્રતિષ્ઠા
- પંડિત – વિદ્વાન, સાક્ષર
- નીપજે – ઉપજે
- લહિયો – લખવાનું કામ કરનારો માણસ
- ગાઉ – દોઢેક માઈલનું અંતર, આશરે સવા બે કિલોમીટર
- પંથ – માર્ગ
- શમવું – શાંત પડવું, ટાટું પડવું
- ટાળવું – દૂર થવું, હટવું
- ઔષધ – ઓસડ, દેવા
- સનાતન – પ્રાચીન કાળથી ચાલ્યું આવતું
- ધૂપ – સુગંધી દ્રવ્ય, (અહી) ધૂપસળી