Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 રૂપાળું મારું ગામડું

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 રૂપાળું મારું ગામડું Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 3 રૂપાળું મારું ગામડું

ભાષાસજતા

સમાનાર્થી શબ્દો આપો :

  • હેત – સ્નેહ, ભાવ
  • રૂપાળું – સુંદર
  • નીર – જળ, પાણી
  • ધંધો – રોજગાર
  • પ્રકાશ – તેજ, ઉજાશ
  • અમી – અમૃત
  • વાણી – વાચા, બોલી

વિરુદ્ધાર્થી શબ્દો આપઃ

  • હેત × ધૃણા
  • નાનું × મોટું
  • રૂપાળું × કદરૂપું
  • ધીમું × ઝડપી
  • મીઠું × કડવું
  • સુખી × દુઃખી
  • ધરતી × આકાશ
  • પ્રકાશ × અંધકાર
  • અમૃત × ઝેર, વિષ
  • જય × પરાજય

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 રૂપાળું મારું ગામડું

નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:

  • રુપાળુ – રૂપાળું
  • દૂખ – દુઃખ
  • રેટીયો – રેટિયો
  • પૃજવું – પૂજવું

નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો :

  • સૂતર કાંતવાનું સાધન – રેટિયો
  • કાપડ વણવાનું ઓજાર – સાળ
  • મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય – કામધેનુ

પ્રસ્નોત્તર

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
ગામની નદીમાં કેવાં નીર વહે છે?
ઉત્તર :
ગામની નદીમાં ધીમાં અને મીઠાં નીર વહે છે.

પ્રશ્ન 2.
ગામના લોકો સુખ-દુઃખમાં કેવી રીતે રહે છે ?
ઉત્તર :
ગામના લોકો સુખ-દુઃખમાં હળીમળીને રહે છે.

પ્રશ્ન 3.
રેટિયાનો રણકાર કેવો છે?
ઉત્તર :
રેટિયાનો રણકાર મીઠો છે.

પ્રશ્ન 4.
સાળ કેવો અવાજ કરે છે?
ઉત્તર :
સાળ ‘ખટક ખટુક’ એવો અવાજ કરે છે.

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 રૂપાળું મારું ગામડું

પ્રશ્ન 5.
ગામની ગાયોને કવિ કેવી કહે છે?
ઉત્તર :
ગામની ગાયોને કવિ કામધેનુ સમાન કહે છે.

પ્રશ્ન 6.
ગામડાના લોકોની આંખોમાંથી શું નીતરે છે?
ઉત્તર :
ગામડાના લોકોની આંખોમાંથી સ્નેહ નીતરે છે.

નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો:

પ્રશ્ન 1.
સુખમાં સુખિયા ……………
……… આખું ગામ રે…..
ઉત્તરઃ
સુખમાં સુખિયા સૌ સાથમાં રે,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
દુઃખમાં ભેળું છે આખું ગામ રે…

પ્રશ્ન 2.
ઘેર ઘેર ……….
……… રણકાર રે……
ઉત્તર :
ઘેર – ઘેર ઘંટીઓ ગાજતી રે,
રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું.
રેંટિયાનો મીઠો રણકાર રે…

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:

પ્રશ્ન 1.
‘રૂપાળું મારું ગામડું’ ભાવગીતના કવિનું નામ જણાવો.
A. હાનાલાલ
B. જયંતીલાલ માલધારી
C. રાજેન્દ્ર શાહ
D. ઝવેરચંદ મેઘાણી
ઉત્તર :
B. જયંતીલાલ માલધારી

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 રૂપાળું મારું ગામડું

પ્રશ્ન 2.
કવિએ ગામડાને કેવું કહ્યું છે ?
A. મોટું અને વિશાળ
B. રંગભર્યું, નાનું અને રૂપાળું
C. અતિશય સાંકડું
D. સતરંગી
ઉત્તર :
B. રંગભર્યું, નાનું અને રૂપાળું

પ્રશ્ન ૩.
‘સુખમાં ……………. સૌ સાથમાં રે, દુઃખમાં ભેળું છે આખું ગામ રે…’ – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
A. સુખિયા
B. દુખિયા
C. રાજી
D. નારાજ
ઉત્તર :
A. સુખિયા

પ્રશ્ન 4.
ગામડામાં વહેલી સવારે ધેર – ઘેર શું ગાજે છે?
A. ઢોલકનો નાદ
B. ડાકલાંનો નાદ
C. તબલાંનો નાદ
D. ઘંટીનો નાદ
ઉત્તર :
D. ઘંટીનો નાદ

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 રૂપાળું મારું ગામડું

પ્રશ્ન 5.
ગામડામાં શાનો મીઠો રણકાર સંભળાય છે?
A. રેંટિયાનો
B. સિક્કાનો
C. વાસણનો
D. મશીનનો
ઉત્તર :
A. રેંટિયાનો

પ્રશ્ન 6.
કાપડ વણવાની સાળ કેવી ચાલે છે?
A. ખટક ખર્ક
B. બાળક બબૂકે
C. દળક દેબૂક
D. બક બૂક
ઉત્તર :
A. ખટક ખર્ક

પ્રશ્ન 7.
ગામડામાં કેવા ભેદભાવ નથી?
A. લાંબા – ટૂંકાના
B. જાડા – પાતળાના
C. ઊંચ – નીચના
D. ખાવા – પીવાના
ઉત્તર :
C. ઊંચ – નીચના

પ્રશ્ન 8.
‘………. સમાણી ગાવડી રે, ધીંગી ધૂરાના ધરનાર રે…’ – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
A. ધરતી
B. આકાશ
C. રામધેનું
D. કામધેનુ
ઉત્તર :
D. કામધેનુ

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 રૂપાળું મારું ગામડું

પ્રશ્ન 9.
ગામડાના લોકોની આંખો શાનાથી છલકાય છે?
A. પાણી
B. ઝેર
C. અમૃત
D. ઈર્ષા
ઉત્તર :
C. અમૃત

પ્રશ્ન 10.
‘સંત વિનોબાની વાણીએ રે, ………….. નો જયજયકાર રે…’ – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
A. રાજાબાબુ
B. ગાંધીબાપુ
C. નાથાલાલ
D. જીવણલાલ
ઉત્તર :
B. ગાંધીબાપુ

રૂપાળું મારું ગામડું Summary in Gujarati

રૂપાળું મારું ગામડું કાવ્ય-પરિચય :

શહેરીકરણની સમસ્યાના સંદર્ભે ‘રૂપાળું મારું ગામડું’ એ ગીત શાતા આપે છે. ‘ગાજે છે ગીત જ્યાં હેતનાં રે… થી શરૂ થતા આ ગીતમાં મામસંસ્કૃતિનાં સુંદર પાસાંઓનો તાદૃશ્ય ચિતાર રજૂ થયો છે. રળિયામસા ગામડાની સરસ તસવીર આલેખાઈ છે. સુખ અને દુઃખના પ્રસંગોએ આખું ગામ એકબીજને મદદ કરે છે. ભેદ વગરની આ દુનિયાની શહેરમાં કલ્પના કરવી મુશ્કેલ છે. ગામ છોડી શહેર તરફ આંધળી દોટ મૂકતા લોકો માટે, આ ગીત પ્રેરક્ષા પૂરી પાડે છે.

Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 રૂપાળું મારું ગામડું

કાવ્યની સરળ સમજૂતી

  • જયાં ઇતનાં ગીતો ગવાય છે એવું રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું છે. ત્યાંની નદીઓમાં ધીમાં મીઠાં નીર વહે છે.
  • ગામડાના લોકો સૌના સુખે સુખી છે અને દુઃખમાં પણ હંમેશાં એકબીજાની સાથે છે.
  • બધાં સાથે મળી ધરતી ખેડે છે ને ખેતી કરે છે. ગામડામાં કોઈ ધંધા વગરનું નથી. સૌ નાનો-મોટો ધંધો કરે છે.
  • ઘેર ઘેર વહેલી સવારે ઘંટીઓ ગાજે છે. રેંટિયા ચાલવાથી મીઠો રણકાર ગુંજે છે.
  • અહીં કાપડ વણવાની સાળ ખટક ખટ્રક ચાલે છે. ત્યાં ઊંચનીચના કોઈ ભેદભાવ નથી.
  • મનોકામના પૂરી કરે એવી કામધેનુ જેવી ગાયો અ છે. હળ કાંધે લઈ ખેડનારા બળદો) પણ અહીં છે.
  • અહીંના લોકોની આંખોમાં મનનું તેજ છે. જેમનાં પગલાંથી ધરતી પૂજે છે એવા વીર લોકો પણ અહીં વસે છે.
  • અહીંના લોકોની સામે નજર કરો તો એમની આંખોમાંથી હેત નીતરતું લાગે. સૌની આંખોમાંથી અમૃત છલકાય છે.
  • સંત વિનોબાની વાણી અહીં પહોંચી છે. અહીં ગાંધી બાપુનો જય જયકાર થાય છે. એવું રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું છે.

રૂઢિપ્રયોગઃ અર્થ અને વાક્યપ્રયોગ

અમી છલકાવું – હેત ઊભરાવું.
વાક્ય : દીકરીને જોતાં જ માની આંખોમાં અમી છલકાય છે.

રૂપાળું મારું ગામડું શબ્દાર્થ :

  • હેત – ભાવ, સ્નેહ
  • રૂપાળું – સુંદર
  • નીર – પાણી
  • ભેળું – ભેગું, સાથે
  • જોડે ધંધો – રોજગાર
  • રેટિયો – સૂતર કાંતવાનું સાધન
  • સાળ – કાપડ વણવાનું ઓજાર
  • ભેદ – તફાવત, જુદાપણું
  • કામધેનુ – મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય
  • સમાણી – સમાન, સરખી
  • ગાવડી – ગાય
  • ધીંગી – મજબૂત
  • ધુરા – ધૂંસરી
  • અંતરપ્રકાશ – મનનું તેજ
  • પાય – પગ
  • વાણી – વાચા, વચન, બોલી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *