This GSEB Class 7 Science Notes Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત covers all the important topics and concepts as mentioned in the chapter.
પવન, વાવાઝોડું અને ચક્રવાત Class 7 GSEB Notes
→ હવા દબાણ (Pressure) કરે છે.
→ વનસ્પતિનાં પર્ણો, માથાના વાળ અને મંદિરની ધજા લહેરાય છે તે પવનને લીધે છે.
→ ગતિશીલ હવાને પવન કહે છે.
→ પવનની ઝડપ વધે તો ત્યાં હવાનું દબાણ ઘટે છે.
→ હવા હંમેશાં વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર , તરફ ગતિ કરે છે.
→ હવા ગરમ થતાં પ્રસરણ પામે છે અને ઠંડી થવાથી સંકોચન પામે છે.
→ વિષુવવૃત્ત અને ધ્રુવો વચ્ચે અસમાન ગરમીને લીધે તથા જમીન અને પાણી વચ્ચે અસમાન ગરમીને લીધે પવનના પ્રવાહ ઉત્પન્ન થાય છે.
→ ચક્રવાત (Cyclone) દુનિયાના જુદા જુદા ભાગોમાં જુદા જુદા નામે ઓળખાય છે. અમેરિકામાં ‘હરિકેન” (Hurricane) અને જાપાન તથા ફિલિપીમાં ‘ટાયફૂન’ (Typhoon) તરીકે ઓળખાય છે.
→ ચક્રવાત બનવામાં પવનની ઝડપ, પવનની દિશા, તાપમાન અને ભેજનું પ્રમાણ જેવાં પરિબળો ભાગ ભજવે છે.
→ દરિયાકિનારાના પ્રદેશોમાં ચક્રવાત આવવાની શક્યતા વધુ છે.
→ સન 1999ની 18મી ઑક્ટોબરે ઓડિશામાં ચક્રવાતને લીધે ઘણાં મકાનો જમીનદોસ્ત થયાં હતાં. કેટલાય લોકો બેઘર બન્યા હતા, તો કેટલાક લોકોએ જાન ગુમાવ્યા હતા.
→ ગરમ હવા ઠંડી હવાની સરખામણીમાં વધારે હલકી હોય છે.
→ વિષુવવૃત્ત પર ખૂબ ગરમી પડે છે. ત્યાંની ગરમ હવા હલકી હોવાથી ઊંચે ચડે છે અને તેનું સ્થાન લેવા 0થી 30° અક્ષાંશ ઉત્તરેથી અને 0થી 30° અક્ષાંશ દક્ષિણેથી વિષુવવૃત્ત તરફ પવનનો પ્રવાહ આવે છે. આ જ રીતે ધ્રુવ પ્રદેશ માટે પણ બને છે.
→ સમુદ્રકાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર તરફથી જમીન તરફ પવન વાય છે, જેને દરિયાઈ લહેરો કહે છે. રાત્રિના સમયે જમીન તરફથી સમુદ્ર તરફ પવન વાય છે, જેને જમીનની લહેરો કહે છે.
→ ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ પૂરની સ્થિતિ સર્જે છે. ખૂબ જ ઝડપી પવન ધરાવતો ચક્રવાત ઘર, વૃક્ષો, સંદેશાવ્યવહાર પ્રસારણનાં સાધનો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવન તથા માલ-મિલકતની મોટી હોનારત સર્જે છે.
→ ગાજવીજ સાથેનું વાવાઝોડું (Thunderstorm) તથા વંટોળ (Tornado) સપાટી અસમાન ગરમ થવાને કારણે બનતી ઘટનાઓ છે.