This GSEB Class 7 Science Notes Chapter 16 પાણી એક અમૂલ્ય સ્ત્રોત covers all the important topics and concepts as mentioned in the chapter.
પાણી એક અમૂલ્ય સ્ત્રોત Class 7 GSEB Notes
→ 22 માર્ચનો દિવસ “વિશ્વ જળ દિવસ’ તરીકે ઉજવાય છે.
→ સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા ભલામણ કરવામાં આવેલ પાણીની ન્યૂનત્તમ માત્રા પ્રતિ દિન 50 લિટર પ્રતિ વ્યક્તિ છે.
→ પાણીની તંગી સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.
→ પૃથ્વીની સપાટી પર લગભગ 71 % ભાગ પાણીથી ઢંકાયેલો છે. પૃથ્વી’ પર ઉપસ્થિત લગભગ બધું પાણી સમુદ્ર, મહાસાગરો, નદીઓ, સરોવરો, ધ્રુવીય બરફ, ભૂમિ, જળ અને વાતાવરણમાં જોવા મળે છે. પરંતુ તેમાંથી મોટા ભાગનું પાણી મનુષ્યના વપરાશ માટે યોગ્ય નથી. વપરાશ માટે ઉપલબ્ધ પાણી મીઠું પાણી છે.
→ જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી ત્રણ સ્વરૂપો જેવા કે ઘન, પ્રવાહી અને વાયુમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં પૃથ્વી પર ક્યાંક જોવા મળે છે. ઘનસ્વરૂપમાં પાણી બરફ સ્વરૂપે ધ્રુવો પર, બરફથી ઢંકાયેલા પર્વતો અને હિમનદીઓમાં જોવા મળે છે. પ્રવાહી સ્વરૂપમાં પાણી મહાસાગરો, ઝરણાઓ, નદીઓ અને ભૂતલમાં જોવા મળે છે. વાયુ સ્વરૂપમાં પાણી આપણી આસપાસ વાતાવરણમાં પાણીની વરાળ સ્વરૂપે હોય છે. પાણી તેના આ ત્રણ સ્વરૂપમાં સતત ચક્રીય પરિવર્તન પામતું રહે છે, જેના દ્વારા પૃથ્વી પરના પાણીનો કુલ જો અચળ રહે છે.
→ ઉદ્યોગોનો વિકાસ, વસ્તીવધારો, સિંચાઈ પદ્ધતિની જરૂરિયાતો અને અવ્યવસ્થાપન એ પાણીની અછતનાં કારણો છે.
→ ભૂમિમાં પાણી નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને અનુસ્ત્રવણ કહે છે. આ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળસ્તરના પાણીની પુનઃપૂર્તિ (Recharge) થઈ જાય છે. કેટલાક સ્થાનોએ સ્થિત કઠણ ખડકોના સ્તરોની વચ્ચે ભૂમિ જળ સંચિત થઈ જાય છે. આ રીતે સંચિત ભૂમિ જળના ભંડારોને “જલભર (જળ સંગ્રાહકો) (Aquifer)’ કહે છે. જલભરોમાંના પાણીને સામાન્ય રીતે બોરકૂવા અથવા હેન્ડપંપોની મદદથી બહાર કાઢવામાં આવે છે.
→ ભૂમિની નીચેથી કાઢવામાં આવેલ ભૂમિ જળની પુનઃપૂર્તિ પ્રાપ્ય વરસાદના પાણીના અનુસવણ દ્વારા થઈ જાય છે. જો પાણીની પર્યાપ્તરૂપે પુનઃપૂર્તિ ન થાય તો ભૂમિ જળસ્તર નીચે ઉતરી જાય છે. * ઉદ્યોગો ભૂમિય જળ સ્તરના ઘટાડા માટે જવાબદાર છે. કૃષિ પ્રવૃત્તિઓ પણ તે માટે જવાબદાર છે.
→ અત્યંત ભારે વરસાદથી પૂર (Flood) આવે છે, જ્યારે વરસાદના ઘટાડાથી દુષ્કાળ (Drought) પડે છે.
→ વરસાદનું મોટા ભાગનું પાણી વહી જાય છે. આ આપણા બહુમૂલ્ય કુદરતી સ્ત્રોતનો વ્યય છે. વરસાદના પાણીનો ઉપયોગ એ ભૂમિ જળની સપાટી વધારવા માટે થઈ શકે છે. જેને “જળ સંગ્રહણ (Water Harvesting!’ અથવા “વર્ષાજળ સંગ્રહણ’ કહે છે. જળ સંગ્રહણ અને જળની પુનઃપૂર્તિ માટે વાવ’ની વ્યવસ્થા હોય છે. ખેડૂતો એ પાણીનો ઉપયોગ ઓછા વ્યય સાથે કરી શકે તે માટે “ટપકસિંચાઈ પદ્ધતિ (Drip Irrigation) ઉપયોગી છે.