Gujarat Board GSEB Solutions Class 7 Sanskrit Chapter 7 सूक्तयः Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 7 Sanskrit Chapter 7 सूक्तयः
GSEB Solutions Class 7 Sanskrit सूक्तयः Textbook Questions and Answers
सूक्तयः स्वाध्यायः
1. નીચે આપેલી સૂક્તિઓ પૂર્ણ કરો :
- ………………………………….. क्रियां विना।
- ………………………………….. मित्रपरीक्षा।
- ………………………………….. लभते ज्ञानम्।
- ………………………………….. बलं तस्य।
- ………………………………….. धर्मसाधनम्।
उत्तर :
- ज्ञानं भारः क्रियां विना।
- आपदि मित्रपरीक्षा।
- श्रद्धावान् लभते ज्ञानम्।
- बुद्धिः यस्य बलं तस्य।
- शरीरमाद्यं खलु धर्मसाधनम्।
2. આવી અન્ય ત્રણ સૂક્તિઓ શોધીને લખો :
(१) यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।
(જ્યાં નારીઓ આદર મેળવે છે ત્યાં દેવો નિવાસ કરે છે.)
(२) नास्ति विद्यासमं चक्षुः।
(વિદ્યા સમાન નેત્ર નથી.)
(३) सर्वतीर्थमयी माता सर्वदवमयः पिता।
(મા સર્વતીર્થસ્વરૂપ છે; પિતા સર્વદેવયુક્ત છે.)
3. શ્રદ્ધાવાન્ તૈમતે જ્ઞાનમ્ સૂક્તિને સમજાવો.
ઉત્તર :
માટે જુઓ સૂક્તિ (૪) નો ભાવાર્થ.
4. જન્મભૂમિ વિશે સૂક્તિમાં શું કહેવામાં આવ્યું છે ? પાંચ વાક્યો ગુજરાતીમાં લખો.
ઉત્તર :
જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય અને જ્યાં આપણું જીવનઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ આપણી “માતા” છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે. જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપી દેવા પણ તત્પર રહેવું જોઈએ. અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય તિળક, ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યાં હતાં.
सूक्तयः પ્રવૃત્તિ:
- તમારા વિસ્તારમાં આવેલી કોઈ જાહેર કે ખાનગી સંસ્થાઓમાં જોવા મળતી સૂક્તિઓ શોધીને લખો.
Sanskrit Digest Std 7 GSEB सूक्तयः Important Questions and Answers
सूक्तयः વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો:
પ્રશ્ન 1.
જ્ઞાન ક્યારે બોજા(ભાર)રૂપ બને છે?
उत्तर:
ક્રિયા વિનાનું એટલે કે અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજા(ભાર) રૂપ બને છે.
પ્રશ્ન 2.
માતા અને માતૃભૂમિ કોનાથી ચઢિયાતી (શ્રેષ્ઠ) છે?
ઉત્તરઃ
માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતી (શ્રેષ્ઠ) છે.
પ્રશ્ન 3.
મિત્રની પરીક્ષા ક્યારે થાય છે?
ઉત્તર :
આફતના સમયે મિત્રની પરીક્ષા થાય છે.
પ્રશ્ન 4.
શ્રદ્ધાવાન શું મેળવે છે?
ઉત્તરઃ
શ્રદ્ધાવાન (મનુષ્ય) જ્ઞાન મેળવે છે.
પ્રશ્ન 5.
જેની પાસે બુદ્ધિ છે, તેની પાસે શું છે?
ઉત્તરઃ
જેની પાસે બુદ્ધિ છે, તેની પાસે બળ (શક્તિ) છે.
પ્રશ્ન 6.
કળિયુગમાં શેમાં શક્તિ રહેલી છે?
ઉત્તરઃ
કળિયુગમાં સંગઠન, સમૂહમાં શક્તિ રહેલી છે.
પ્રશ્ન 7.
શરીર શેનું પ્રથમ સાધન છે?
उत्तर:
શરીર ધર્મનું પ્રથમ સાધન છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:
પ્રશ્ન 1.
જ્ઞાન બોજારૂપ ક્યારે બને છે?
A. સમજ ન હોય ત્યારે
B. ક્રિયા કે કર્તુત્વ વગર
C. તે ઉપરચોટિયું હોય ત્યારે
D. આચરણ પ્રમાણેનું
उत्तर:
B. ક્રિયા કે કર્તુત્વ વગર
પ્રશ્ન 2.
જનની અને જન્મભૂમિ શેના કરતાં પણ મહાન છે?
A. વિશ્વનાં અન્ય સુખો કરતાં
B. સર્વશ્રેષ્ઠ પદ કરતાં
C. સ્વર્ગ કરતાં
D. બધાં સુખ આપનાર વ્યક્તિ કરતાં
उत्तर:
C. સ્વર્ગ કરતાં
પ્રશ્ન 3.
સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે?
A. સંકટ સમયે
B. સુખની પળોમાં
C. અન્ય મિત્રોની તુલના વખતે
D. જાહેર કાર્યક્રમમાં
उत्तर:
A. સંકટ સમયે
પ્રશ્ન 4.
કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે?
A. સમજદાર
B. ધન ખરચી શકે તેવો
C. વિશ્વપ્રવાસી
D. શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો
उत्तर:
D. શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો
પ્રશ્ન 5.
ધર્મનું પહેલું સાધન છે.
A. ધ્યાન
B. શરીર
C. ત્યાગ
D. બુદ્ધિ
उत्तर:
B. શરીર
પ્રશ્ન 6.
ક્રિયા વગર ભારરૂપ છે.
A. જ્ઞાન
B. કાર્ય
C. શક્તિ
D. શ્રમ
उत्तर:
A. જ્ઞાન
પ્રશ્ન 7.
માં સંગઠનમાં શક્તિ હોય છે.
A. સતયુગ
B. દ્વાપરયુગ
C. ત્રેતાયુગ
D. કળિયુગ
उत्तर:
D. કળિયુગ
પ્રશ્ન 8.
આપણી પવિત્ર ફરજ કઈ છે?
A. માતાનું રક્ષણ
B. જનની, જન્મભૂમિનું રક્ષણ
C. જ્ઞાનનું રક્ષણ
D. પત્નીનું રક્ષણ
उत्तर:
B. જનની, જન્મભૂમિનું રક્ષણ
પ્રશ્ન 9.
કયા યુગમાં સંપ અને એકતા જરૂરી છે?
A. સતયુગ
B. ત્રેતાયુગ
C. દ્વાપરયુગ
D. કળિયુગ
उत्तर:
D. કળિયુગ
પ્રશ્ન 10.
વધારે મહાન’ શબ્દનો સંસ્કૃત અર્થ આપો.
A. गरीयसी
B. आद्यम्
C. सङ्के
D. स्वर्गात्
उत्तर:
A. गरीयसी
પ્રશ્ન 11.
કળિયુગમાં શામાં શક્તિ હોય છે?
A. સમજદારીમાં
B. રાજનીતિમાં
C. સંગઠનમાં
D. ઉદ્યોગ-ધંધામાં
उत्तर:
C. સંગઠનમાં
પ્રશ્ન 12.
તાલીમિત્રો કેવા હોય છે?
A. સાચા
B. ગરજવાન
C. વિશ્વાસુ
D. મદદરૂપ
उत्तर:
B. ગરજવાન
પ્રશ્ન 13.
अपादि’ શબ્દનો શો અર્થ થાય?
A. આસનમાં
B. શ્રદ્ધામાં
C. આફતમાં
D. સુખમાં
उत्तर:
C. આફતમાં
પ્રશ્ન 14.
कस्य बलम् अस्ति?
A. यस्य धनम्
B. यस्य शीलम्
C. यस्य विद्या
D. यस्य बुद्धिः
उत्तर:
D. यस्य बुद्धिः
પ્રશ્ન 15.
‘खलु’ નો ગુજરાતી અર્થ લખો.
A. વીણા
B. ખરે જ
C. ખરેખર
D. દુર્જન
उत्तर:
C. ખરેખર
પ્રશ્ન 16.
जननी जन्मभूमिः च कस्मात् अपि गरीयसी?
A. गृहात्
B. देशात्
C. स्वर्गात्
D. धर्मात्
उत्तर:
C. स्वर्गात्
પ્રશ્ન 17.
‘कलौ युगे’ શબ્દનો શો અર્થ થાય છે?
A. કળિયુગમાં
B. આ જમાનામાં
C. આજકાલ
D. કોઈ પણ યુગમાં
उत्तर:
A. કળિયુગમાં
પ્રશ્ન 18.
‘आद्यम्‘ શબ્દનો શો અર્થ થાય છે?
A. શરૂઆત
B. પહેલું, પ્રથમ
C. આદતનું
D. આદુવાળું
उत्तर:
B. પહેલું, પ્રથમ
3. નીચે આપેલ વિધાનોની સામે [ ] માં પાઠને આધારે જો સાચું હોય તો “आम्” અને ખોટું હોય તો “ર’ લખો:
- दानं भारः क्रियां विना। [ ]
- जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। [ ]
- रणाङ्गणे मित्रपरीक्षा भवति। [ ]
- श्रद्धावान् लभते धनम्। [ ]
- बुद्धिः यस्य बलं तस्य। [ ]
- सङ्के शक्तिः कृतयुगे। [ ]
- शरीरमाद्यं खलु धर्मसाधनम्। [ ]
उत्तर:
- दानं भारः क्रियां विना। [ न ]
- जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। [ आम् ]
- रणाङ्गणे मित्रपरीक्षा भवति। [ न ]
- श्रद्धावान् लभते धनम्। [ न ]
- बुद्धिः यस्य बलं तस्य। [ आम् ]
- सङ्घ शक्तिः कृतयुगे। [ न ]
- शरीरमाद्यं खलु धर्मसाधनम्। [ आम् ]
4. પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરોઃ
- ज्ञानं भारः ………………………………………. विना।।
- जननी जन्मभूमिश्च ………………………………………. अपि गरीयसी।
- श्रद्धावान् ज्ञानं ……………………………………….।
- सङ्के ………………………………………. कलौ युगे।
- शरीरमाद्यं खलु ……………………………………….।
उत्तर:
- क्रियां
- स्वर्गात्
- लभते
- शक्तिः
- धर्मसाधनम्
5. નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો:
- जननी – મા, માતા
- जन्मभूमिः – માતૃભૂમિ, સ્વદેશ
- आपदि – આપત્તિમાં, આફતમાં
- विना – વિના, વગર, સિવાય
- सङ्घः – સમૂહ, સંગઠન
- लभते – મેળવે છે. પ્રાપ્ત કરે છે.
सूक्तयः Summary in Gujarati
સંસ્કૃત સાહિત્યમાં એવા ઉત્તમ વિચારો મળે છે, જે આપણા જીવનમાં પથપ્રદર્શક બની રહે છે. નાનાંનાનાં સંસ્કૃત વાક્યો પણ અમૂલ્ય રત્નો જેવાં હોય છે. આ પાઠમાં સંસ્કૃત સાહિત્યમાંથી આવાં સાત સુંદર વાક્યો આપવામાં આવ્યાં છે.
1. ज्ञानं भार : क्रियां विना
શબ્દાર્થઃ क्रियां विना – ક્રિયા (કર્તુત્વ) વગર; અહીં ‘विना‘ અવ્યય સાથે જેના વિના – વગર કહ્યું હોય તે દર્શાવતા શબ્દને દ્વિતીયા, તૃતીયા અને પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. તેથી સરળતા માટે અહીં વિના’ અવ્યય સાથે “क्रियां/क्रियाम्‘ એમ દ્વિતીયા વિભક્તિ વાપરવામાં આવી છે, જેમ કે, ‘पुस्तकं‘ વિના ન પડે નર્ત વિના નવિનમ્ ગચા ‘ વગેરે.
અનુવાદ : ક્રિયા (કર્તુત્વ) વિનાનું જ્ઞાન ભારરૂપ છે. અર્થાત્ અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજારૂપ બને છે.
ભાવાર્થ : જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે, બોજારૂપ છે. મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય અર્થાત્ તેનાં કર્મ તેના જ્ઞાનને અનુસરતાં હોય તો તેનું જ્ઞાન શોભી ઊઠે છે. પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે, તે જ ખરો જ્ઞાની છે.
2. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।
શબ્દાર્થ : स्वर्गादपि – स्वर्गात् + अपि – સ્વર્ગ કરતાં પણ. गरीयसी – વધારે મહાન.
અનુવાદ: માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે.
ભાવાર્થ : દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે. ખરેખર તો અશક્ય છે. જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તે ભાગ્યશાળી ગણાય છે; સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતાં સુખ આગળ ફિક્કુ ગણાય. એ જ રીતે, જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય તથા જ્યાં આપણું જીવનઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ પણ આપણી “માતા” જ છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. કેટલાક દેશભક્તો જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દે છે. અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય તિળક, ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યાં હતાં.
આમ, પ્રત્યેક વ્યક્તિ માટે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાંય અધિક છે.
3. आपदि मित्रपरीक्ष।
શબ્દાર્થ : आपदि – આપત્તિમાં, આક્ત વખતે. मित्रपरीक्ष – મિત્રની પરીક્ષા; સાચા-ખોટા મિત્રનું પારખું.
અનુવાદઃ આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે.
ભાવાર્થ : સાચો મિત્ર સુખમાં, દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી; તેને સદા સાથ-સહકાર આપે છે. માથું આપે તે મિત્ર, તાલીમિત્ર અનેક. અર્થાત્ મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર હોય તે જ સાચો મિત્ર કહેવાય છે. પરંતુ માર્ગમાં મળતાં જે તાલી આપી પોતાની મિત્રતાની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર નથી. આવા તાલીમિત્રો તો પોતાની ગરજ સરી જતાં મિત્રને છોડી દે છે. આવા મિત્રોનો કદી પણ વિશ્વાસ ન કરવો.
4. श्रद्धवान् लभते ज्ञानम्।
શબ્દાર્થ : श्रद्धवान् – શ્રદ્ધાવાળો પુરુષ; જેને પોતાનામાં વિશ્વાસ હોય તેવો માણસ. लभते – મેળવે છે, પ્રાપ્ત કરે છે.
અનુવાદઃ શ્રદ્ધાવાળો (આત્મવિશ્વાસવાળો) માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ : જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ (Self-confidence) હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં કહ્યું છે કે “યો છૂદ્ધઃ સ વ :’ અર્થાત્ જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે. આમ, ગુરુમાં કે તત્ત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે.
5. बुद्धि यस्य बलं तस्य।
શબ્દાર્થ : यस्य – જેની, જેની પાસે. तस्य – તેનું, તેની પાસે.
અનુવાદઃ જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે.
ભાવાર્થ : આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બોદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. બુદ્ધિશાળી માણસ જ હિંસા આચર્યા વિના પોતાની બુદ્ધિના ઉપયોગથી ગમે તેવી મુશ્કેલ સમસ્યામાંથી બહાર નીકળી શકે છે. ગુજરાતીમાં પણ કહેવત છે કે, બુદ્ધિ આગળ બળ પાણી ભરે’. આથી મુશ્કેલીના સમયે માણસે ગભરાયા વગર બળથી નહિ પણ કળથી એટલે કે બુદ્ધિથી કામ લેવું જોઈએ.
6. सङघे शक्तिः कलौ युगे।
શબ્દાર્થ : सङघे-સમૂહમાં, સંગઠનમાં. कलौ युगे – કળિયુગમાં.
અનુવાદઃ કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે.
ભાવાર્થ : કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે. કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. સંપીને એક થઈને કોઈ પણ કઠિન કાર્યને સફળ બનાવી શકાય છે. (સમાનાર્થી ગુજરાતી કહેવતો ઝાઝા હાથ રળિયામણા., ઝાઝી કીડીઓ સર્પને તાણે, સંપ ત્યાં જંપ., સંગઠનમાં બળ છે. વગેરે.)
7. शरीरमाघं खलु धर्मसाधनम्।
શબ્દાર્થ : शरीरमाघम् – शरीरम् + आद्यम् – શરીર પહેલું. खलु – ખરેખર. धर्मसाधनम् – ધર્મનું સાધન.
અનુવાદઃ ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે.
ભાવાર્થ : પ્રસ્તુત સૂક્તિ શરીરસ્વાથ્યનું મહિમાગાન કરે છે અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. આ દુનિયામાં મનુષ્યને તેનાં માતાપિતા, ગુરુજનો, દેશબાંધવો વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે. આ ફરજો જ “ધર્મ છે. આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે. આથી મનુષ્ય શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ.