Gujarat Board GSEB Textbook Solutions Class 9 Social Science Chapter 15 જળ-પરિવાહ Textbook Exercise and Answers.
જળ-પરિવાહ Class 9 GSEB Solutions Social Science Chapter 15
GSEB Class 9 Social Science જળ-પરિવાહ Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
તફાવત આપો : હિમાલયની નદીઓ – દ્વીપકલ્પીય નદીઓ
અથવા
હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓનો તફાવત સ્પષ્ટ કરો.
ઉત્તર :
હિમાલયની નદીઓ | દ્વિીપકલ્પીય નદીઓ |
1. હિમાલયની નદીઓનાં બેસિન મોટાં છે. | 1. દ્વીપકલ્પીય નદીઓનાં બેસિન નાનાં છે. |
2. આ નદીઓનાં ઉદ્ગમસ્થાન ઊંચાં હોવાથી તે પર્વતાવસ્થામાં વેગથી વહે છે. તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યાં છે. તે ઊંડી ખીણોમાં થઈને વહે છે. | 2. આ નદીઓનાં ઉદ્ગમસ્થાન પ્રમાણમાં નીચાં હોવાથી તેનો વેગ ઓછો હોય છે. તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી તે છીછરી ખીણોમાં થઈને વહે છે. |
3. આ નદીઓ બારમાસી છે. તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયનાં શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે. | 3. આમાંની મોટા ભાગની નદીઓ હંગામી (મોસમી) છે. તેમાં માત્ર વરસાદનું પાણી આવે છે. તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જાય છે. |
4. તે પર્વતોમાં તીવ્ર ઘસારો કરી રેતી અને કાંપ મેદાનોમાં ઘસડી લાવે છે, જ્યાં નિક્ષેપણક્રિયાથી પૂરનાં મેદાનો, તબંધ વગેરે રચાય છે. પ્રમાણ ઓછું હોય છે. | 4. તે ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં રેતી અને કાંપનું આથી નિક્ષેપણ બહુ ઓછું થાય છે. |
5. મેદાનપ્રદેશમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ થયા કરે છે. | 5. નક્કર ખડકવાળું તળ, ઓછું પાણી અને પ્રવાહમાં નિક્ષેપના અભાવે પ્રવાહનું કોઈ નોંધપાત્ર વિસર્પણ થતું નથી. |
પ્રશ્ન 2.
સમજાવો જળપરિવાહ અને જળવિભાજક
ઉત્તર:
ભારતની ભૂપૃષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. એ પછી તેના પ્રવાહમાર્ગમાં તેને નાની-મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. એ નદીઓ મુખ્ય નદીની શાખા-નદીઓ કહેવાય છે. અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, મહાસાગર કે રણપ્રદેશને મળે છે. આ રીતે એક નદીતંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્ર-વિસ્તારમાંથી પસાર થાય છે, તેને નદીનું બેસિન ક્ષેત્ર’ કહે છે.
આમ, એક મોટી નદી અને તેની શાખા-પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર “જળપરિવાહ પ્રણાલી” કહેવાય છે. જળપરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા-નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય છે.
જે કોઈ પર્વતધાર કે ઉચ્ચભૂમિ વડે બે પડોશી જળપરિવાહ અલગ કે થાય છે, તે પર્વતધાર કે ઉચ્ચભૂમિને “જળવિભાજક’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 3.
સરોવરોની ઉપયોગિતા જણાવો.
ઉત્તરઃ
સરોવરોની ઉપયોગિતાઃ
- ભારતનાં કેટલાંક સરોવરો નદીઓનાં ઉદ્ભવસ્થાન છે; જેમ કે, અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે.
- વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલાં સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિચાઈમાં, પીવામાં, ઘર-વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે.
- સરોવરોનાં પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે.
- નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલાં સરોવરોનું પાણી સિંચાઈ, જળવિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે.
- ઘણાં સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારે કરતાં હોય છે. તેથી એ સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે.
આમ, સરોવરો અનેક રીતે ઉપયોગી છે.
પ્રશ્ન 4.
જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો.
ઉત્તર:
જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો
- જળ-પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું.
- રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના (NRCP) દ્વારા જળ શુદ્ધીકરણ માટે બનાવેલા નદીઓમાં ન ઠાલવે,
- ઔદ્યોગિક એકમો પોતા નદીઓમાં ન ઠાલવે, તે માટેના કડક કાયદા બનાવવ.
- ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતાં પહેલાં તેની પર જરૂરી શુદ્ધીકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલાં હાનિકારક તત્ત્વો નાબૂદ થાય.
- દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો.
- બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી.
પ્રશ્ન 5.
‘ગોદાવરીને દક્ષિણની ગંગા’ કહે છે.’ કારણ આપો.
ઉત્તર:
ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહમાર્ગ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. તેથી તેને દક્ષિણની ગંગા’ કહે છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો.
અથવા
ગંગા નદીતંત્ર વિશે નોંધ લખો.
ઉત્તર:
- હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ દેવપ્રયાગ પાસે થાય છે. ત્યાંથી તેમનો સંયુક્ત પ્રવાહ ‘ગંગા’ નામે ઓળખાય છે. તે હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે.
- મેદાનપ્રદેશમાં ઘણી નાની-મોટી નદીઓ ઉત્તર તરફથી આવી ગંગાને મળે છે. તેમાં નેપાળથી આવતી ઘાઘરા, ગંડક અને કોસી મુખ્ય છે.
- હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. ગંગાના જમણા કિનારે પ્રયાગ (અલાહાબાદ) પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને શોણ(સોન)નો સંગમ થાય છે.
- પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા બે ફાંટાઓમાં વહેચાઈ જાય છે. તેનો મુખ્ય ફાંટો દક્ષિણ-પૂર્વ દિશામાં આગળ વધી પદ્મા’ના નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. દક્ષિણ તરફનો બીજો ફાંટો “ભાગીરથી-હુગલી’ નામે પશ્ચિમ બંગાળમાં વહી બંગાળાની ખાડીને મળે છે.
- પવા બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રના પ્રવાહની સાથે ભળી જાય છે, જેને અહીં જમુના’ કહે છે. ત્યાંથી બંગાળની ખાડી સુધીનો તેનો સંયુક્ત પ્રવાહ “મેઘના’ નામે ઓળખાય છે.
- ગંગાની લંબાઈ 2500 કિમીથી વધારે છે. ભારતમાં તેનો બેસિન વિસ્તાર સૌથી મોટો છે. ઉત્તર ભારતનું મોટા ભાગનું પાણી ગંગાતંત્રમાં વહી બંગાળની ખાડીમાં જાય છે.
- ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખત્રિકોણપ્રદેશ ખૂબ જ : ફળદ્રુપ છે. તે “સુંદરવન’ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 2.
નર્મદા બેસિન વિશે જણાવો.
અથવા
નર્મદા બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ
- નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્ય પ્રદેશમાં એક ફાટખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિમી દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે.
- નર્મદાનું બેસિન મધ્ય પ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે.
- નર્મદા નદી મધ્ય પ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમર(આરસ)ના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુંઆધાર નામના ધોધની રચના થઈ છે.
- નર્મદાની ઘણી શાખા-નદીઓ છે, જેમાંની કોઈ 200 કિમીથી વધુ લાંબી નથી. મોટા ભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે.
- નર્મદા અને તેની શાખા-પ્રશાખાઓ મધ્ય પ્રદેશમાં – આયતાકાર જળપરિવાહ પ્રણાલી બનાવે છે.
પ્રશ્ન 3.
કૃષ્ણા અને કાવેરી બેસિનની વિસ્તૃત માહિતી આપો.
ઉત્તર:
કષ્ણા બેસિન:
- કૃષ્ણા નદી પશ્ચિમઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં થઈને બંગાળાની ખાડીને મળે છે.
- તેની લંબાઈ આશરે 1400 કિમી છે.
- કોયના, ઘાટપ્રભા, ભીમા, તુંગભદ્રા, મુસી વગેરે તેની શાખા-નદીઓ છે.
- તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે.
કાવેરી બેસિન:
- કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમઘાટની બ્રહ્મગિરિ શ્રેણીમાંથી નીકળે છે અને તમિલનાડુના કુડલૂરની દક્ષિણે જૂના કાવેરીપર્નમની પાસે બંગાળાની ખાડીને મળે છે.
- તેની લંબાઈ આશરે 700 કિમી છે.
- અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની વગેરે તેની શાખા-નદીઓ છે.
- તેનું બેસિન ક્ષેત્ર કેરલ, કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે.
3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
પ્રશ્ન 1.
નદીઓના વિસર્ષણને કારણે કેવાં સરોવરો રચાય છે?
A. લગૂન
B. ઘોડાની નાળ જેવાં
C. લંબગોળ
D. ચોરસ
ઉત્તર :
B. ઘોડાની નાળ જેવાં
પ્રશ્ન 2.
કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય?
A. જળરચના
B. જલવિભાજક
C. નદી પ્રણાલી
D. બેસિન
ઉત્તર :
B. જલવિભાજક
પ્રશ્ન 3.
નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી?
A. ગોદાવરી
B. કૃષ્ણા
C. કોસી
D. કાવેરી
ઉત્તર :
C. કોસી
પ્રશ્ન 4.
નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે?
A. ઢેબર
B. સાંભર
C. વુલર
D. નળ
ઉત્તર :
B. સાંભર
પ્રશ્ન 5.
ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે?
A. યમુના, ઘાઘરા, ગંડક અને કોસી
B. યમુના, ચંબલ, ઘાઘરા અને કોસી
C. યમુના, ઘાઘરા, શરાવતી અને કોસી
D. નર્મદા, ઘાઘરા, ગંડક અને કોસી
ઉત્તર :
A. યમુના, ઘાઘરા, ગંડક અને કોસી