GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા

Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા Important Questions and Answers.

GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા

વિશેષ પ્રસ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
થરમૉમિટરમાં કર્યું પ્રવાહી વપરાય છે?
A. પાણી
B. સ્પિરિટ
C. મરક્યુરી
D. કેરોસીન
ઉત્તરઃ
મરક્યુરી

પ્રશ્ન 2.
ક્લિનિકલ થરમૉમિટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે?
A. 10°Cથી 30°C
B. 35 °Cથી 42 °C
C. 40°Cથી 50 °C
D. 40°Cથી 100 °C
ઉત્તરઃ
35 °Cથી 42 °C

પ્રશ્ન 3.
લેબોરેટરી થરમૉમિટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યા સુધીના હોય છે?
A. 0°Cથી 30 °C
B. 35 °Cથી 42 °C
C. –10 °Cથી 110 °C
D. 40 °Cથી 100 °C
ઉત્તરઃ
– 10 °Cથી 110 C

GSEB Class 7 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 4.
તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
A. 98.6 °C
B. 37 °F
C. 42 °C
D. 37 °C
ઉત્તરઃ
37 °C

પ્રશ્ન 5.
ઍલ્યુમિનિયમના સળિયાના એક છેડાને ગરમ કરતાં બીજે છેડે ઉષ્મા કઈ રીતે પ્રસરે છે?
A. ઉષ્માવહન
B. ઉષ્માનયન
C. ઉષ્મીય વિકિરણ
D. આપેલ તમામ
ઉત્તરઃ
ઉષ્માવહન

પ્રશ્ન 6.
કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે?
A. દૂધ
B. પાણી
C. હવા
D. લોખંડ
ઉત્તરઃ
લોખંડ

પ્રશ્ન 7.
નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે?
A. એબોનાઇટ
B. પ્લાસ્ટિક
C. તાંબું
D. લાકડું
ઉત્તરઃ
તાંબુ

પ્રશ્ન 8.
કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે?
A. ઘન
B. માત્ર પ્રવાહી
C. ઘન અને પ્રવાહી
D. પ્રવાહી અને વાયુ
ઉત્તરઃ
પ્રવાહી અને વાયુ

પ્રશ્ન 9.
કર્યું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે?
A. પાણી
B. કેરોસીન
C. મરક્યુરી
D. દૂધ
ઉત્તરઃ
મરક્યુરી

પ્રશ્ન 10.
સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે?
A. ઉષ્માવહન
B. ઉષ્માનયન
C. ઉષ્મીય વિકિરણ
D. આપેલ તમામ
ઉત્તરઃ
ઉષ્મીય વિકિરણ

પ્રશ્ન 11.
કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે?
A. સફેદ
B. લીલા
C. લાલ
D. કાળા
ઉત્તરઃ
કાળા

પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રાને ……….. કહે છે.
ઉત્તરઃ
તાપમાન

પ્રશ્ન 2.
દરદીનો તાવ માપવા માટે ……….. થરમૉમિટર વપરાય છે.
ઉત્તરઃ
ક્લિનિકલ

પ્રશ્ન 3.
તંદુરસ્ત માણસના શરીરનું સામાન્ય તાપમાન ………… °F હોય છે.
ઉત્તરઃ
98.6

GSEB Class 7 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 4.
શિયાળામાં તાપણાંની ગરમી આપણને ……….ની રીત વડે મળે છે.
ઉત્તરઃ
ઉષ્મીય વિકિરણ

પ્રશ્ન 5.
…………. રંગની સપાટી ઉષ્મીય વિકિરણનું શોષણ સૌથી ઓછું કરે છે.
ઉત્તરઃ
સફેદ

પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પદાર્થનું તાપમાન માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
થરમૉમિટર

પ્રશ્ન 2.
હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ તથા લઘુતમ તાપમાન , દર્શાવવામાં આવે છે તે કયા થરમૉમિટર વડે માપીને જણાવવામાં આવે છે?
ઉત્તરઃ
મહત્તમ – લઘુતમ થરમૉમિટર

પ્રશ્ન 3.
કઈ ધાતુમાં ઉષ્માવહનની રીતે ઉખાનું પ્રસરણ સૌથી વધુ ઝડપે થાય છે?
ઉત્તરઃ
તાંબુ

પ્રશ્ન 4.
પોટેશિયમ પરમેંગેનેટ ઓગાળેલા પાણીનો રંગ જણાવો.
ઉત્તરઃ
જાંબલી

પ્રશ્ન 5.
સમુદ્રકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમીય લહેરની ઘટના ઉષ્માના પ્રસરણની કઈ રીતને આભારી છે?
ઉત્તરઃ
ઉષ્માનયન

પ્રશ્ન 6.
તાપમાનનો એકમ જણાવો.
ઉત્તરઃ
અંશ સેલ્સિયસ (અંશ ફેરનહીટ તથા કેલ્વિન)

પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
ઉષ્માનો એકમ અંશ સેલ્સિયસ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
શૂન્યાવકાશમાં કોઈ પણ રીતે ઉષ્માનું પ્રસરણ થઈ શકતું નથી.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 3.
ઉષ્માનું પ્રસરણ ઘન પદાર્થોમાં થઈ શકતું નથી.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 4.
એબોનાઇટ ઉષ્માનું અવાહક છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 5.
તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકીએ છીએ ત્યારે તપેલી ઉષ્માવતનની રીતે ગરમ થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 6.
કાળા રંગની વસ્તુ કરતાં સફેદ રંગની વસ્તુ ઉષ્માનું શોષણ વધુ કરે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 7.
મરક્યુરી (પારો) ઉષ્માવહનની રીતે ગરમ થાય છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 7 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
થરમૉમિટરનો ઉપયોગ શો છે?
ઉત્તરઃ
થરમૉમિટરનો ઉપયોગ પદાર્થનું તાપમાન માપવા માટે થાય છે.

પ્રશ્ન 2.
માંદા માણસના શરીરનું તાપમાન માપવા નર્સ કયા પ્રકારના થરમૉમિટરનો ઉપયોગ કરે છે?
ઉત્તર:
માંદા માણસના શરીરનું તાપમાન માપવા માટે નર્સ ક્લિનિકલ થરમૉમિટરનો ઉપયોગ કરે છે.

પ્રશ્ન ૩.
તાવ આવ્યો હોય ત્યારે શરીરનું તાપમાન કેટલું હોય?
ઉત્તરઃ
તાવ આવ્યો હોય ત્યારે શરીરનું તાપમાન 35 °Cથી વધુ અને 42 °Cથી ઓછું હોય.

પ્રશ્ન 4.
શિયાળામાં કેવાં કપડાં પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે?
ઉત્તરઃ
શિયાળામાં ઊનનાં કપડાં પહેરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે.

પ્રશ્ન 5.
ઉનાળામાં આપણે સફેદ કે આછા રંગનાં સુતરાઉ કપડાં શા માટે પહેરીએ છીએ?
ઉત્તરઃ
સફેદ કે આછા રંગનાં સુતરાઉ કપડાં ઉષ્માનું શોષણ ઓછું અને પરાવર્તન વધુ કરતું હોવાથી ઉનાળામાં શરીર ઠંડું રહે છે.

પ્રશ્ન 6.
ક્લિનિકલ થરમૉમિટરમાં ખાંચનો ઉપયોગ શો છે?
ઉત્તરઃ
ક્લિનિકલ થરમૉમિટરમાં ખાંચ મરક્યુરીની સપાટીને નીચે ઊતરતી અટકાવે છે.

પ્રશ્ન 7.
ઉષ્માના પ્રસરણ(ઉષ્મા-સંચરણ)ની રીતો જણાવો.
ઉત્તરઃ
ઉષ્માના પ્રસરણની રીતો ત્રણ છેઃ

  1. ઉષ્માવહન
  2. ઉષ્માનયન અને
  3. ઉષ્મીય વિકિરણ.

પ્રશ્ન 8.
ઉષ્મા શું છે?
ઉત્તરઃ
ઉષ્મા એ ઊર્જાનું એક સ્વરૂપ છે.

પ્રશ્ન 9.
પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં કઈ રીત વડે ઉષ્માનું પ્રસરણ થાય છે?
ઉત્તરઃ
પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં ઉષ્માનયનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે.

પ્રશ્ન 10.
દરિયાઈ લહેર એટલે શું?
ઉત્તરઃ
સમુદ્રકાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે. આને દરિયાઈ લહેર કહે છે.

પ્રશ્ન 11.
ભૂમીય લહેર એટલે શું?
ઉત્તરઃ
સમુદ્રકાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ ગતિ કરે છે. આને ભૂમીય લહેર કહે છે.

પ્રશ્ન 12.
ગરમ ચા મૂકી રાખતાં કેમ ઠંડી થાય છે?
ઉત્તરઃ
ગરમ ચા મૂકી રાખતાં વાતાવરણમાં ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે છે તેથી તે ઠંડી થાય છે.

પ્રશ્ન 13.
તપેલીમાં દૂધ ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે?
ઉત્તરઃ
તપેલીમાં દૂધ ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે.

પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ

  1. તાપમાન
  2. ઉષ્માના સુવાહક
  3. ઉષ્માના અવાહક

ઉત્તરઃ

  1. તાપમાનઃ પદાર્થની ઠંડાપણા કે ગરમપણાની સ્થિતિ દર્શાવતા, માપનને તાપમાન કહે છે.
  2. ઉષ્માના સુવાહકઃ જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી અને ઝડપથી થવા દે છે, તેમને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે.
  3. ઉષ્માના અવાહકઃ જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી, તેમને ઉષ્માના અવાહક (કે મંદવાહક) પદાર્થો કહે છે.

(B) ટૂંકજવાબી પ્રોઃ

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
નીચેના પદાર્થો ગરમ છે કે ઠંડા છે તે નોંધોઃ
આઇસક્રીમ, ચા ભરેલો કપ, બરફવાળું પાણી, તડકામાં મૂકેલો પથ્થર, ભીનાં કપડાં અને બરફ.
ઉત્તર :
GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 1

પ્રશ્ન 2.
ક્લિનિકલ થરમૉમિટરનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં – રાખવી જોઈએ?
ઉત્તરઃ
ક્લિનિકલ થરમૉમિટરનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:

  1. થરમૉમિટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરવું જોઈએ.
  2. થરમૉમિટરના મરક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝાટકા મારી જેથી થરમૉમિટરની સાંકડી નળીમાં રહેલ મરક્યુરી 35 °Cના આંકથી નીચે ઊતરી જાય તેમ કરવું જોઈએ.
  3. થરમૉમિટરને તેના મરક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહિ.

GSEB Class 7 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન ૩.
ક્લિનિકલ થરમૉમિટર વડે તમારા શરીરનું તાપમાન કઈ રીતે માપશો તે જણાવો.
ઉત્તરઃ

  1. ક્લિનિકલ થરમૉમિટરને જંતુનાશક દવા વડે સાફ કરો.
  2. થરમૉમિટરને ઝાટકો મારી મરક્યુરીના દોરાનો છેડો 35°Cથી નીચે લાવો.
  3. હવે થરમૉમિટરના મરક્યુરીવાળા ભાગને મોઢામાં જીભની નીચે રહે તેમ એકાદ મિનિટ મૂકી રાખો.
  4. ત્યારબાદ થરમૉમિટરને બહાર કાઢી સ્કેલ પરનું તાપમાન વાંચો. આ તાપમાન તમારા શરીરનું તાપમાન છે.

પ્રશ્ન 4.
લેબોરેટરી થરમૉમિટર વડે પદાર્થનું તાપમાન માપતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ?
ઉત્તરઃ
લેબોરેટરી થરમૉમિટર વડે પદાર્થનું તાપમાન માપતી વખતે નીચેની બાબતોની કાળજી રાખવી જોઈએ:

  1. થરમૉમિટરનો મરક્યુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંસર્ગમાં રહેવો જોઈએ.
  2. થરમૉમિટર પદાર્થના સંસર્ગમાં હોય ત્યારે જ પદાર્થના તાપમાનનું વાંચન કરવું જોઈએ.
  3. થરમૉમિટરમાં તાપમાન દર્શાવતો આંક જોનારની આંખ સામે સીધી રેખામાં રહે તેમ રાખી વાંચન કરવું જોઈએ.

પ્રશ્ન 5.
ક્લિનિકલ થરમૉમિટરનો ઉપયોગ કરતાં પહેલા સાવચેતીથી થરમૉમિટરને ઝાટકો શા માટે આપવામાં આવે છે?
ઉત્તરઃ
ક્લિનિકલ થરમૉમિટરમાં મરક્યુરીવાળા ભાગની સહેજ ઉપર નળીમાં ખાંચ હોય છે. આથી અગાઉ થરમૉમિટરમાં મરક્યુરી જે તાપમાન દર્શાવતો હોય તે જ સ્થાને રહેલો હોય છે. મરક્યુરીને 35 °Cથી નીચે લાવીને પછી જ થરમૉમિટરનો – ઉપયોગ કરવો પડે. આથી મરક્યુરીને 35 °Cથી નીચે લાવવા થરમૉમિટરને ઝાટકો આપવામાં આવે છે.

પ્રશ્ન 6.
ઘન પદાર્થોમાં થતું ઉષ્માવહન સમજાવો.
ઉત્તરઃ
ઘન પદાર્થો ઉષ્માવતનની રીતે ગરમ થાય છે. ઘન પદાર્થને ગરમ કરવાથી ગરમ થતા અણુઓ તેની નજીકના અણુઓને ગરમ કરે છે. આ અણુઓ તેની નજીકના અણુઓને ગરમ કરે છે. આ રીતે ઉખાનું ક્રમશઃ એક અણુમાંથી સંપર્કમાં રહેલા બીજા અણુમાં વહન થાય છે અને પદાર્થના ગરમ થતા છેડા તરફથી. ગરમી બીજા છેડા સુધી પહોંચે છે.

પ્રશ્ન 7.
પ્રવાહી પદાર્થોમાં થતું ઉષ્માનયન સમજાવો.
ઉત્તરઃ
પ્રવાહી પદાર્થને વાસણમાં ગરમ કરવાથી તેના ગરમ થયેલા અણુઓ હલકા થતાં ઉપર તરફ જાય છે અને તેનું સ્થાન લેવા ઠંડા (ભારે) અણુઓ ઉપરથી, નીચે તરફ આવે છે. આ આવેલા ઠંડા અણુઓ વાસણને અપાતી ગરમીથી ગરમ થઈ હલકા બની ઉપર તરફ જાય છે. આ વખતે ઉપરના અણુઓ પ્રમાણમાં ઠંડા હોવાથી નીચે તરફ આવે છે. આ રીતે પ્રવાહીના અણુઓનું નીચેથી ઉપર તરફ અને ઉપરથી નીચે તરફ સ્થળાંતર ચાલુ રહેતાં પ્રવાહી ગરમ થાય છે. આમ, આ રીતે પ્રવાહી પદાથ ઉષ્માનયનની રીતે ગરમ થાય છે.

પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
ક્લિનિકલ થરમૉમિટરમાં મરક્યુરીવાળા ભાગની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે.
ઉત્તરઃ

  1. ક્લિનિકલ થરમૉમિટર વડે દરદીનું તાપમાન માપતાં મરક્યુરી સાંકડી નળીમાં ઉપર ચઢે છે.
  2. સાંકડી નળીમાંની ખાંચને લીધે નળીમાં ઉપર . ચઢેલો મરક્યુરી આપમેળે નીચે ઊતરતો નથી.
  3. આથી દરદીના શરીરના સંપર્કમાંથી થરમૉમિટર કાઢી લીધા પછી પણ નળીમાં મરક્યુરી તે જ સ્થાને રહે છે. તેથી દરદીના શરીરનું તાપમાન થોડી વાર પછી પણ વાંચી શકાય છે.

પ્રશ્ન 2.
ક્લિનિકલ થરમૉમિટરને ગરમ પાણી વડે સાફ કરવું જોઈએ નહિ.
ઉત્તરઃ

  1. ક્લિનિકલ થરમૉમિટર 35 °Cથી 42 °Cના ગાળાનું તાપમાન માપી શકે છે.
  2. ગરમ પાણીનું તાપમાન 42 °Cથી વધારે હોય છે.
  3. ક્લિનિકલ થરમૉમિટરને ગરમ પાણી વડે સાફ કરવા જતાં સાંકડી નળીમાં મરક્યુરી 42°Cથી આગળ પ્રસરણ પામી નળીને તોડી નાખે છે. તેથી ક્લિનિકલ થરમૉમિટરને ગરમ પાણી વડે સાફ કરવું જોઈએ નહિ.

પ્રશ્ન ૩.
રસોઈ બનાવવા માટે ધાતુનાં વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉત્તરઃ

  1. ધાતુનાં વાસણો ઉષ્માના સુવાહક હોવાથી સગડી(અથવા ચૂલા)ની ગરમીથી ઝડપથી ગરમ થાય છે. આથી વાસણમાં રાંધવા રાખેલા ખોરાકને વધારે પ્રમાણમાં ગરમી મળે છે.
  2. આથી રસોઈ જલદી તૈયાર થાય છે. તેથી રસોઈ બનાવવા માટે ધાતુનાં વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન 4.
બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે.
ઉત્તરઃ

  1. લાકડાનો વહેર ઉષ્માનો અવાહક છે.
  2. બરફને લાકડાના વહેરમાં રાખવાથી વાતાવરણની ગરમી બરફને મળતી અટકે છે અને બરફ જલદી પીગળી જતો નથી. તેથી બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 5.
પ્રેસરકરને એબોનાઈટના હાથા હોય છે.
ઉત્તરઃ

  1. પ્રેસર કુકર ખોરાક રાંધવા માટે વપરાતું હોવાથી તે ઉખાની – સુવાહક ધાતુનું બનેલું હોય છે.
  2. પ્રેસરકૂકરની ધાતું ખૂબ ગરમ થવાથી તેને હાથથી પકડી શકાતી નથી.
  3. પ્રેસરકૂકરના એબોનાઈટના હાથા અવાહક હોવાથી તે ગરમ થતા નથી. આથી એબોનાઈટના હાથા વડે પ્રેસરકૂકરને પકડી શકાય છે.
  4. તેથી પ્રેસરકૂકરને એબોનાઇટના હાથા હોય છે.

પ્રશ્ન 3.
તફાવતના મુદ્દા આપોઃ
(1) ઉષ્મા અને તાપમાન
(2) ક્લિનિકલ થરમૉમિટર અને લેબોરેટરી થરમૉમિટર
(૩) ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક
(4) ઉષ્માવહન અને ઉષ્માનયન
(5) ઉષ્માવહન અને ઉષ્મીય વિકિરણ
ઉત્તરઃ

(1) ઉષ્મા તાપમાન
1. ઉષ્મા એ ઊર્જાનું સ્વરૂપ છે. 1. તાપમાન એ પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની સ્થિતિનું માપ છે.
2. તેનો એકમ કૅલરી અને જૂલ છે. 2. તેનો એકમ અંશ સેલ્સિયસ છે.
(2) ક્લિનિકલ થરમૉમિટર

લેબોરેટરી થરમૉમિટર

1. તેમાં 35 °Cથી 42 °C સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે. 1. તેમાં – 10°Cથી 110°C સુધીના તાપમાન દર્શાવતા આંક છાપેલા હોય છે.
2. તેમાં ખાંચ હોય છે. 2. તેમાં ખાંચ હોતી નથી.
3. તે શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. 3. તે પદાર્થનું તાપમાન માપવા માટે વપરાય છે.

(૩) ઉષ્માના સુવાહક

ઉષ્માના અવાહક

1. આ પદાથોંમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકે છે. 1. આ પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થઈ શકતું નથી.
2. તાંબું, ચાંદી, ઍલ્યુમિનિયમ, લોખંડ વગેરે ધાતુઓ ઉષ્માની સુવાહક છે. 2. કાચ, પ્લાસ્ટિક, એબોનાઈટ, રબર, ચામડું વગેરે પદાથ ઉષ્માના અવાહક છે.
(4) ઉષ્માવહન

ઉષ્માનયન

1. ઉષ્માવતનમાં ગરમ થયેલા અણુઓ સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે. ગરમ થયેલો અણુ પોતે સ્થાનાંતર પામતો નથી. 1. ઉખાનયનમાં ગરમ થયેલા અણુઓ હલકા બની સ્થાનાંતર પામે છે અને તેનું સ્થાન ઠંડા અણુઓ લે છે. આમ,  અણુઓના સ્થાનાંતરથી ગરમી પ્રસરે છે.
2. ઘન પદાર્થો ઉષ્માવતનથી ગરમ થાય છે. 2. પ્રવાહી અને વાયુ પદાર્થો ઉખાનયનથી ગરમ થાય છે.
(5) ઉષ્માવહન

ઉષ્મીય વિકિરણ

1. ઉષ્માવતનમાં ગરમ થયેલા અણુઓ સ્થાનાંતર પામ્યા સિવાય સંપર્કમાં રહેલા અણુને ગરમી આપે છે. 1. ગરમ પદાર્થમાંથી ગરમી માધ્યમને ગરમ કર્યા સિવાય સીધી દૂર રહેલા ઠંડા પદાર્થને મળે છે.
2. આ રીતમાં માધ્યમ જરૂરી છે. 2. આ રીતમાં માધ્યમ જરૂરી નથી.

પ્રશ્ન 4.
નીચેનાનું ઉષ્માના સુવાહક પદાર્થો અને ઉષ્માના અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરોઃ
કાગળ, ચામડું, પ્લાસ્ટિક, લોખંડ, તાંબુ, સોનું, ઍલ્યુમિનિયમ, ઍમ્બેસ્ટૉસ, ઊન, સ્ટેઈનલેસ સ્ટીલ, પૂંઠું, બૂચ, એબોનાઇટ, પિત્તળ, હવા, ચાંદી, પાણી.
ઉત્તરઃ
ઉષ્માના સુવાહક પદાર્થો લોખંડ, તાંબું, સોનું, ઍલ્યુમિનિયમ, સ્ટેઈનલેસ સ્ટીલ, પિત્તળ, ચાંદી.
ઉષ્માના અવાહક પદાર્થો કાગળ, ચામડું, પ્લાસ્ટિક, ઍમ્બેસ્ટૉસ, ઊન, પૂંઠું, બૂચ, એબોનાઇટ, હવા, પાણી.

(C) વિસ્તૃત પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ક્લિનિકલ થરમૉમિટરની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવો.
ઉત્તર:
GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 2
રચનાઃ ક્લિનિકલ થરમૉમિટર એકસરખા બારીક વેહવાળી લાંબી સાંકડી કાચની નળીનું બનેલું છે. તેના એક છેડા પર નળીના અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી – રચના હોય છે. તેમાં મરક્યુરી (પારો) ભરેલો હોય છે. મરક્યુરી ભરેલા બલ્બની નજીક સહેજ ઉપર નળીમાં પાંચ હોય છે, જે મરક્યુરીના સ્તરને નીચે ઊતરી જતું અટકાવે છે. નળીના બીજા છેડાને સીલ કરેલ હોય છે. નળીના બહારના ભાગમાં ઉપર તાપમાને દર્શાવતા આંક 35 °Cથી 42 °C લખેલા હોય છે. 37 °C આંક આગળ લાલ તીરનું નિશાન હોય છે.

કાર્યઃ થરમૉમિટરમાં મરક્યુરીના દોરાનો છેડો 35 °Cથી નીચે છે તેની ખાતરી કરો. હવે થરમૉમિટરના મરક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકીને જીભની નીચે રહે તેમ રાખો. એકાદ મિનિટ પછી તેને બહાર કાઢીને માપક્રમ પરનું તાપમાન વાંચો. આ તાપમાન અંશ સેલ્સિયસ એકમમાં શરીરનું તાપમાન દર્શાવે છે.

પ્રશ્ન 2.
લેબોરેટરી થરમૉમિટરની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવો.
ઉત્તર:
પાતળો કાચ
GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 3
રચનાઃ લેબોરેટરી થરમૉમિટર એકસરખા બારીક વેહવાળી લાંબી કાચની નળીનું બનેલું છે. તેના એક છેડે નળીના અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી નળાકાર રચના હોય છે. તેમાં મરક્યુરી (પારો) ભરેલો હોય છે. થરમૉમિટરની કાચની નળી ઉપર તાપમાન દર્શાવતા આંક – 10 °Cથી 110 °C લખેલા હોય છે.

કાર્ય જે પદાર્થનું તાપમાન માપવું હોય તે પદાર્થના સંપર્કમાં મરક્યુરી ભરેલા – બલ્બવાળો ભાગ રહે તેમ થરમૉમિટર રાખવામાં આવે છે. નળીમાં પારો સ્થિર થાય ત્યારે તેનો તાપમાન દર્શાવતો આંક વાંચી લેવામાં આવે છે. આ આંક તે પદાર્થનું તાપમાન દર્શાવે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો દરિયાઈ લહેરો અને ભૂમીય લહેરો
ઉત્તર :
GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 4
સમુદ્રકાંઠાના વિસ્તારમાં વસતા લોકો ઉષ્માનયનને લીધે બનતી અદ્ભુત ઘટનાનો અનુભવ કરે છે.

દરિયાઈ લહેરોઃ દિવસે સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે. સમુદ્ર પરથી આવતી ઠંડી હવાને દરિયાઈ લહેરો કહે છે. ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા સમુદ્રકાંઠે રહેતા લોકોનાં મકાનોની બારી સમુદ્ર તરફની રાખવામાં આવે છે.

ભૂમીય લહેરોઃ રાત્રિના સમયે દિવસથી ઊલટી પરિસ્થિતિ સર્જાય છે. સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષે ઠંડું પડતા વાર લાગે છે. આથી સમુદ્ર પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે. તેની જગ્યા લેવા જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ ધસી આવે છે. જમીન પરથી આવતી ઠંડી હવાને ભૂમીય લહેરો કહે છે.

HOTs પ્રકારના પ્રોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 5 માં લખો

પ્રશ્ન 1.
ક્લિનિકલ થરમૉમિટર વડે કેટલા ગાળાનું તાપમાન માપી શકાય નહિ? GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 5
A. 35 °Cથી 42°C
B. 94 °Fથી 108°F
C. 95 °Fથી 105 °F
D. 45 °Cથી 60 °C
ઉત્તર:
D. 45 °Cથી 60 °C

પ્રશ્ન 2.
દર્દી શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થરમૉમિટરને જીભ નીચે બે મિનિટ મૂકી રાખે છે અને પછી થરમૉમિટરને બહાર કાઢી મૂકી રાખે છે. જ્યારે ડૉક્ટર આવે છે ત્યારે તે થરમૉમિટર બતાવે છે, તો થરમૉમિટર તે વખતે કેટલું તાપમાન બતાવશે? GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 5
A. વાતાવરણના તાપમાન જેટલું
B. દર્દીના શરીરના તાપમાન જેટલું
C. દર્દીના શરીરના તાપમાનથી ઓછું
D. દર્દીના શરીરના તાપમાનથી વધુ
ઉત્તર:
B. દર્દીના શરીરના તાપમાન જેટલું

પ્રશ્ન 3.
GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 6
ઉપર દર્શાવેલ આકૃતિમાં A પાત્રમાં 10 °C તાપમાનવાળું પાણી, B પાત્રમાં 50 °C તાપમાનવાળું અને C પાત્રમાં 30 °C તાપમાનવાળું પાણી ભરેલ છે. હવે A પાત્રમાં તમારો જમણો હાથ અને B પાત્રમાં તમારો ડાબો હાથ 5 મિનિટ માટે મૂકી રાખી બહાર કાઢો અને તરત જ પાત્ર માં બંને હાથ સાથે મૂકો. તમારા કયા હાથને પાણી ઠંડું લાગશે? GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 5
A. જમણા હાથને
B. ડાબા હાથને
C. બંને હાથને
D. ચોક્કસ કહી શકાય નહિ.
ઉત્તર:
B. ડાબા હાથને

પ્રશ્ન 4.
કર્યું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે? GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 5
A. પાણી
B. દિવેલ
C. દૂધ
D. મરક્યુરી
ઉત્તર:
D. મરક્યુરી

GSEB Class 7 Science Important Questions Chapter 3 રેસાથી કાપડ સુધી

પ્રશ્ન 5.
98.6 °F = ………………. °C GSEB Class 7 Science Important Questions Chapter 4 ઉષ્મા 5
A. 35
B. 37
C. 42
D. 60
ઉત્તર:
B. 37

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *