Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે? Important Questions and Answers.
GSEB Class 6 Science Important Questions Chapter 1 ખોરાકઃ ક્યાંથી મળે છે?
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રોઃ
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
સામાન્ય રીતે કયા રાજ્યના લોકોનો મુખ્ય ખોરાક દાળ, ભાત, રોટલી અને શાક છે?
A. ગુજરાત
B. રાજસ્થાન
C. પશ્ચિમ બંગાળ
D. ઉત્તર પ્રદેશ
ઉત્તરઃ
ગુજરાત
પ્રશ્ન 2.
ભાત રાંધવા માટે કઈ ખાદ્યસામગ્રી જરૂરી છે?
A. ચોખા અને દાળ
B. ચોખા અને પાણી
C. ઘઉં અને પાણી
D. ચોખા અને મીઠું
ઉત્તરઃ
ચોખા અને પાણી
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ વનસ્પતિજ પેદાશ છે?
A. મધ
B. ઘી
C. સરસવ
D. દૂધ
ઉત્તરઃ
સરસવ
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયો ખાદ્ય પદાર્થ પ્રાણિજ પેદાશ છે?
A. રાજમા
B. મીઠું
C. મસાલા
D. માખણ
ઉત્તરઃ
માખણ
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયો પદાર્થ વનસ્પતિ પેદાશ નથી તેમજ પ્રાણિજ પેદાશ પણ નથી?
A. ખાંડ
B. મીઠું
C. મધ
D. મરચું
ઉત્તરઃ
મીઠું
પ્રશ્ન 6.
શાકભાજી અને ફળો કોણ આપે છે?
A. પ્રાણીઓ
B. વનસ્પતિઓ
C. પ્રાણીઓ અને વનસ્પતિઓ
D. આપેલ તમામ
ઉત્તરઃ
વનસ્પતિઓ
પ્રશ્ન 7.
ગાજરના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે?
A. મૂળ
B. પ્રકાંડ
C. પર્ણ
D. પુષ્પ
ઉત્તરઃ
મૂળ
પ્રશ્ન 8.
બટાટાના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે?
A. મૂળ
B. પ્રકાંડ
C. પર્ણ
D. ફૂલ
ઉત્તરઃ
પ્રકાંડ
પ્રશ્ન 9.
નીચેના પૈકી કઈ દૂધની બનાવટ નથી?
A. દહીં
B. માખણ
C. ચીઝ
D. ચિકન-કરી
ઉત્તરઃ
ચિકન-કરી
પ્રશ્ન 10.
ગાય કયા પ્રકારનું પ્રાણી છે?
A. તૃણાહારી
B. માંસાહારી
C. મિશ્રાહારી
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
તૃણાહારી
પ્રશ્ન 11.
મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે?
A. તૃણાહારી
B. માંસાહારી
C. મિશ્રાહારી
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
મિશ્રાહારી
પ્રશ્ન 12.
ગરોળી ક્યા પ્રકારનું પ્રાણી છે?
A. તૃણાહારી
B. માંસાહારી
C. મિશ્રાહારી
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
માંસાહારી
પ્રશ્ન 13.
નીચેના પૈકી મિશ્રાહારી પ્રાણી કયું છે?
A. બિલાડી
B. બકરી
C. જિરાફ
D. મગર
ઉત્તરઃ
બિલાડી
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
મસાલા ………. પેદાશ છે.
ઉત્તરઃ
વનસ્પતિજ
પ્રશ્ન 2.
મધ …….. પેદાશ છે.
ઉત્તરઃ
પ્રાણિજ
પ્રશ્ન 3.
શેરડીમાંથી ……. અને ……….. બનાવવામાં આવે છે.
ઉત્તરઃ
ગોળ, ખાંડ
પ્રશ્ન 4.
મરઘી આપણને …….. અને …… આપે છે.
ઉત્તરઃ
ઈંડાં, માંસ
પ્રશ્ન 5.
મધમાખી પુષ્પો પરથી …….. એકઠો કરે છે.
ઉત્તરઃ
મધુરસ
પ્રશ્ન 6.
સસલું ફક્ત વનસ્પતિના ભાગો ખાય છે, તેથી તેને ……….. પ્રાણી કહે છે.
ઉત્તરઃ
તૃણાહારી
પ્રશ્ન 7.
……… નાં બીજમાંથી તેલ નીકળે છે અને તેનાં પાંદડાં ભાજી તરીકે ખાવામાં વપરાય છે.
ઉત્તરઃ
સરસવ
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
રોટલી કયા અનાજમાંથી બને છે?
ઉત્તરઃ
ઘઉં
પ્રશ્ન 2.
ઈડલી કયા અનાજમાંથી બને છે?
ઉત્તરઃ
ચોખા
પ્રશ્ન 3.
ભાત સાથે વપરાતી દાળની સામગ્રીમાં મુખ્ય ઘટક ક્યો છે?
ઉત્તરઃ
કઠોળ
પ્રશ્ન 4.
ઈંડાં વનસ્પતિજ પેદાશ છે કે પ્રાણિજ?
ઉત્તરઃ
પ્રાણિજ
પ્રશ્ન 5.
મધમાખી મધ શામાંથી બનાવે છે?
ઉત્તરઃ
ફૂલોના રસમાંથી
પ્રશ્ન 6.
ખોરાકની દષ્ટિએ હરણ કયા પ્રકારનું પ્રાણી છે?
ઉત્તરઃ
તૃણાહારી
પ્રશ્ન 7.
ખોરાકની દષ્ટિએ સાપ ક્યા પ્રકારનું પ્રાણી છે?
ઉત્તરઃ
માંસાહારી
પ્રશ્ન 8.
ખોરાકની દષ્ટિએ બિલાડી ક્યા પ્રકારનું પ્રાણી છે?
ઉત્તરઃ
મિશ્રાહારી
પ્રશ્ન 9.
ખોરાક રાંધવા વપરાતા કયા બે પદાર્થો વનસ્પતિજ પેદાશ નથી તેમજ પ્રાણિજ પેદાશ પણ નથી?
ઉત્તરઃ
મીઠું, પાણી
પ્રશ્ન 10.
લીલાં પાંદડાંવાળી શાકભાજીનાં બે નામ આપો.
ઉત્તરઃ
પાલક અને તાંદળજો
પ્રશ્ન 11.
અનાજનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ
પ્રશ્ન 12.
કઠોળનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
તુવેર, મગ, અડદ, વાલ
પ્રશ્ન 13.
મસાલા તરીકે વપરાતા ખાદ્ય પદાર્થોનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
મરચું, હળદર, હિંગ, ધાણાજીરું
પ્રશ્ન 14.
ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાતી પ્રાણિજ પેદાશોનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
દૂધ, ઈંડાં, માંસ, માછલી
પ્રશ્ન 15.
જેનાં બીજમાંથી તેલ નીકળતું હોય તેવી વનસ્પતિનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
મગફળી, તલ, સરસવ, સોયાબીન
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
ભાત બનાવવા ફક્ત બે જ ખાદ્યસામગ્રી વપરાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
દાળ બનાવવા બેથી વધારે ખાદ્યસામગ્રી વપરાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
મીઠું વનસ્પતિજ પેદાશ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
તેલ પ્રાણિજ પેદાશ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
શાક તરીકે વપરાતી કોબીજ એ કોબીજના છોડનો પર્ણ ભાગ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
વનસ્પતિનાં મૂળ, પ્રકાંડ, પર્ણ અને ફૂલ ખોરાક તરીકે વપરાતાં નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
સરસવનાં પાંદડાંમાંથી તેલ નીકળે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
કેળના વિવિધ ભાગો ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
ભાતના ઓસામણમાં ડુબાડેલા કોળાના ફૂલને તળીને ખાઈ શકાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
હરણ મિશ્રાહારી છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો કયા છે?
ઉત્તરઃ
આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો બે છેઃ
- વનસ્પતિઓ
- પ્રાણીઓ.
પ્રશ્ન 2.
પ્રાણીઓ શક્તિ શામાંથી મેળવે છે?
ઉત્તરઃ
પ્રાણીઓ શક્તિ ખોરાકમાંથી મેળવે છે.
પ્રશ્ન ૩.
સામાન્ય રીતે ક્યા રાજ્યના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે?
ઉત્તર:
સામાન્ય રીતે પશ્ચિમ બંગાળના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે.
પ્રશ્ન 4.
કયાં શાકભાજી કાચાં પણ ખાઈ શકાય છે?
ઉત્તરઃ
ટામેટાં, ગાજર, મૂળા, બીટ, કાકડી વગેરે શાકભાજી કાચાં પણ ખાઈ શકાય છે.
પ્રશ્ન 5.
ખીચડી બનાવવા જરૂરી ખાદ્યસામગ્રી કઈ કઈ છે?
ઉત્તરઃ
ખીચડી બનાવવા જરૂરી ખાદ્યસામગ્રી ચોખા, દાળ અને પાણી છે.
પ્રશ્ન 6.
ભાત બનાવવા રાંધવાની કઈ રીતે વપરાય છે?
ઉત્તરઃ
ભાત બનાવવા રાંધવાની રીત પાણીમાં બાફવું’ વપરાય છે.
પ્રશ્ન 7.
રોટલી બનાવવા જરૂરી ખાદ્યસામગ્રી કઈ કઈ છે?
ઉત્તરઃ
રોટલી બનાવવા જરૂરી ખાદ્યસામગ્રી ઘઉંનો લોટ અને પાણી છે.
પ્રશ્ન 8.
બેથી વધારે ખાદ્યસામગ્રી વપરાતી હોય તેવી કોઈ પણ બે વાનગીઓનાં નામ આપો.
ઉત્તરઃ
બેથી વધારે ખાદ્યસામગ્રી વપરાતી હોય તેવી બે વાનગીઓ દાળ અને શાક છે.
પ્રશ્ન 9.
વનસ્પતિ આપણને કયા પ્રકારની ખાદ્યસામગ્રી પૂરી પાડે છે?
ઉત્તરઃ
વનસ્પતિ આપણને અનાજ (ધાન્યો), કઠોળ, શાકભાજી, ફળો અને મરીમસાલા પૂરાં પાડે છે.
પ્રશ્ન 10.
પ્રાણીઓ આપણને કયા પ્રકારની ખાદ્યસામગ્રી પૂરી પાડે છે?
ઉત્તર:
પ્રાણીઓ આપણને દૂધ, ઈંડાં, માંસ, માછલી અને મધ પૂરાં પાડે છે.
પ્રશ્ન 11.
દૂધનાં ઉત્પાદનો કયાં કયાં છે?
ઉત્તર:
દૂધનાં ઉત્પાદનો દહીં, છાશ, માખણ, ઘી, પનીર, ચીઝ, મલાઈ વગેરે છે.
પ્રશ્ન 12.
આપણને દૂધની જરૂરિયાત પૂરી પાડતાં પ્રાણીઓનાં ત્રણ નામ આપો.
ઉત્તરઃ
આપણને દૂધની જરૂરિયાત પૂરી પાડતાં પ્રાણીઓ ગાય, ભેંસ અને બકરી છે.
પ્રશ્ન 13.
તૃણાહારી પ્રાણીઓનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
તૃણાહારી પ્રાણીઓનાં ચાર નામ હરણ, સસલું, ઊંટ અને હાથી છે.
પ્રશ્ન 14.
માંસાહારી પ્રાણીઓનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
માંસાહારી પ્રાણીઓનાં ચાર નામ સિંહ, વાઘ, કાચિંડો અને સાપ છે.
પ્રશ્ન 15.
મિશ્રાહારી પ્રાણીઓનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
મિશ્રાહારી પ્રાણીઓનાં ચાર નામ મનુષ્ય, રીંછ, બિલાડી અને કૂતરો છે.
પ્રશ્ન 6.
વ્યાખ્યા આપો
- તૃણાહારી પ્રાણીઓ
- માંસાહારી પ્રાણીઓ
- મિશ્રાહારી પ્રાણીઓ
ઉત્તરઃ
- તૃણાહારી પ્રાણીઓ જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિ કે વનસ્પતિજ પેદાશોનો ઉપયોગ કરે છે તેને તૃણાહારી પ્રાણીઓ કહે છે.
- માંસાહારી પ્રાણીઓ જે પ્રાણીઓ ખોરાક તરીકે પ્રાણીઓ કે પ્રાણિજ પેદાશોનો ઉપયોગ કરે છે તેને માંસાહારી પ્રાણીઓ કહે છે.
- મિશ્રાહારી પ્રાણીઓ જે પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિજ તેમજ પ્રાણિજ પેદાશોનો ઉપયોગ કરે છે તેને મિશ્રાહારી પ્રાણીઓ કહે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
આપણે જુદા જુદા સમયે વિવિધતા ધરાવતો ખોરાક ખાઈએ છીએ. શા માટે?
ઉત્તરઃ
વિવિધતા ધરાવતો ખોરાક ખાવાથી ભોજનની રુચિ જળવાઈ રહે છે, બધા પ્રકારના પોષક દ્રવ્યો મળી રહે છે અને ભિન્ન સ્વાદને લીધે પાચક રસોનો સાવ જરૂરી પ્રમાણમાં થાય છે. જુદી જુદી ઋતુઓમાં થતાં વિવિધ શાકભાજી અને ફળફળાદિ ખાઈ શકાય છે. આથી આપણે જુદા જુદા સમયે વિવિધતા ધરાવતો :ખોરાક ખાઈએ છીએ.
પ્રશ્ન 2.
આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ તેવાં શાકભાજી અને ફળોની યાદી બનાવો.
ઉત્તરઃ
શાકભાજીની યાદી બટાટા, ડુંગળી, રીંગણ, ફુલેવર, કોબીજ, ભીંડા, કારેલાં, ટીંડોળા, ગલકાં, તુરિયાં, દૂધી, પરવર, ગવાર, ચોળી, પાપડી, સૂરણ, રતાળુ, શક્કરિયાં વગેરે.
ફળોની યાદીઃ કેળાં, સફરજન, પપૈયું, ચીકુ, જામફળ, મોસંબી, નારંગી, સીતાફળ, કેરી, તડબૂચ, ટેટી, દ્રાક્ષ વગેરે.
પ્રશ્ન ૩.
રાંધ્યા વિના કાચાં ખાઈ શકાય તેવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવો.
ઉત્તરઃ
બધાં જ ફળો, સૂકો મેવો તથા કેટલાંક શાકભાજી કાચાં ખાઈ શકાય છે. ફળો કેળાં, સફરજન, ચીકુ, પપૈયું, મોસંબી, નારંગી વગેરે.
સૂકો મેવોઃ બદામ, કાજુ, પિસ્તા, દ્રાક્ષ, અખરોટ, અંજીર વગેરે.
શાકભાજી: ટામેટાં, કોબીજ, બીટ, ગાજર, મૂળો વગેરે.
પ્રશ્ન 4.
મધમાખી કેવી રીતે મધ બનાવે છે?
ઉત્તર:
મધમાખી સુગંધીદાર ફૂલો પર બેસી તેમાંથી સુમધુર ફૂલોનો રસ ચૂસે છે. તેને મધુરસ (Nectar) કહે છે. ચૂસેલાં ફૂલોના રસને તે એક કોથળીમાં સંગ્રહ કરે છે. જ્યારે ફૂલોનો રસ અમુક પ્રમાણમાં એકઠો થાય ત્યારે તેને પોતાના મધપૂડામાં જઈ ત્યાં સંગ્રહ કરે છે. આમાંથી મધનું નિર્માણ થાય છે, જે મધપૂડામાં પોતાના ખોરાક તરીકે સંઘરાયેલું રહે છે.
[મધ મેળવવા માટે મધપૂડા પરથી મધમાખીઓ ઉડાડી દઈ તેમાંથી મધ લઈ લેવામાં આવે છે.].
પ્રશ્ન 5.
ખોરાકની દષ્ટિએ પ્રાણીઓને કયા ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે? તે દરેકનાં બે-બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ
ખોરાકની દષ્ટિએ પ્રાણીઓને નીચે મુજબ ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવે છે:
- શાકાહારી પ્રાણીઓઃ ઉદા., હરણ, સસલું
- માંસાહારી પ્રાણીઓ : ઉદા., ચિત્તો, સિંહ
- મિશ્રાહારી પ્રાણીઓઃ ઉદા., મનુષ્ય, રીંછ
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણ આપી સમજાવોઃ બિલાડી મિશ્રાહારી પ્રાણી છે.
ઉત્તરઃ
બિલાડી ઉંદર અને નાના પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વળી તે દૂધ, રોટલી અને અન્ય રાંધેલો ખોરાક પણ ખાય છે. આમ, બિલાડી ખોરાક તરીકે નાનાં પ્રાણીઓ અને વનસ્પતિજ પેદાશો એમ બંનેનો ઉપયોગ કરે છે. તેથી બિલાડી મિશ્રાહારી પ્રાણી છે.
પ્રશ્ન 3.
તફાવત આપોઃ
તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ
ઉત્તરઃ
તૃણાહારી પ્રાણીઓ |
માંસાહારી પ્રાણીઓ |
1. તેઓ વનસ્પતિ કે વનસ્પતિજ પેદાશોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. | 1. તેઓ પ્રાણીઓ કે પ્રાણિજ પેદાશોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. |
2. તે પ્રથમ કક્ષાના ઉપભોગીઓ છે. | 2. તે દ્વિતીય કક્ષાના કે તૃતીય કક્ષાના ઉપભોગીઓ છે. |
3. ઊંટ, હાથી, સસલું, જિરાફ વગેરે તૃણાહારી પ્રાણીઓ છે. | ૩. વાઘ, સિંહ, ગરોળી, બાજ, કરોળિયો વગેરે માંસાહારી પ્રાણીઓ છે. |
પ્રશ્ન 4.
વર્ગીકરણ કરોઃ
પ્રશ્ન 1.
નીચેના પદાર્થોનું વનસ્પતિજ પેદાશો અને પ્રાણિજ પેદાશોમાં વર્ગીકરણ કરોઃ
સરસવ, મધ, હળદર, ખાંડ, ઈંડાં, ઘી, રાજમા, દૂધ, ગુંદર, માંસ, દહીં, મગફળી, લોટ, સીંગતેલ, કૉડલિવર ઑઈલ, લાખ.
ઉત્તરઃ
વનસ્પતિજ પેદાશઃ સરસવ, હળદર, ખાંડ, રાજમા, ગુંદર, મગફળી, લોટ, સીંગતેલ.
પ્રાણિજ પેદાશ: મધ, ઈંડાં, ઘી, દૂધ, માંસ, દહીં, કૉડલિવર ઑઇલ, લાખ.
પ્રશ્ન 2.
નીચેનાં પ્રાણીઓનું તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો:
તીડ, કાચિંડો, મગર, હાથી, કબૂતર, વાંદરો, સિંહ, બાજ, હરણ, દીપડો, ઊંટ, કરોળિયો.
ઉત્તર:
તૃણાહારી પ્રાણીઓ તીડ, હાથી, કબૂતર, વાંદરો, હરણ, ઊંટ,
માંસાહારી પ્રાણીઓ: કાચિંડો, મગર, સિંહ, બાજ, દીપડો, કરોળિયો.
પ્રશ્ન ૩.
નીચેનાં પ્રાણીઓનું તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ અને મિશ્રાહારી પ્રાણીઓમાં વર્ગીકરણ કરો:
ગરોળી, સસલું, મનુષ્ય, જિરાફ, રીંછ, પતંગિયું, સમડી, ઘુવડ, બિલાડી, ચકલી, ખિસકોલી, વાઘ.
ઉત્તરઃ
તૃણાહારી પ્રાણીઓ: સસલું, જિરાફ, પતંગિયું, ખિસકોલી.
માંસાહારી પ્રાણીઓઃ ગરોળી, સમડી, ઘુવડ, વાઘ.
મિશ્રાહારી પ્રાણીઓ: મનુષ્ય, રીંછ, બિલાડી, ચકલી.
પ્રશ્ન 5.
જોડકાં જોડો:
વિભાગ “A” |
વિભાગ “B” |
(1) ઘઉં, બાજરી, મકાઈ | (a) કઠોળ |
(2) તજ, લવિંગ, મરી | (b) ખીરની ખાદ્યસામગ્રી |
(3) મગ, ચણા, તુવેર | (c) મસાલા |
(4) દૂધ, ચોખા, ખાંડ | (d) અનાજ |
ઉત્તરઃ
(1) → (d), (2) → (c), (3) → (a), (4) → (b).
(C) વિસ્તૃત પ્રશ્નો
પ્રશ્ન.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પ્રાણીઓના ખોરાકમાં જોવા મળતી વિવિધતા જણાવો.
ઉત્તર:
પ્રાણીઓના ખોરાકમાં નીચે મુજબ વિવિધતા જોવા મળે છે.
- ગાય, ભેંસ, બકરી જેવાં પશુઓ ઘાસ ચરે છે. પાળેલાં પશુઓ ઘાસ ઉપરાંત પૂળાં, તેલીબિયાંનો ખોળ તેમજ અન્ય ખાણ ખાય છે.
- પક્ષીઓ અનાજના દાણા ચરે છે, કેટલાંક પક્ષીઓ નાનાં જીવજંતુઓ ખાય છે.
- વાઘ, સિંહ, ચિત્તો જેવાં જંગલી પ્રાણીઓ અન્ય પ્રાણીઓને મારીને તેમનું માંસ ખાય છે.
- ગરોળી અને કાચિંડો નાનાં જીવજંતુઓનું ભક્ષણ કરે છે. સાપ ઉંદર અને દેડકાંને ગળી જઈ તેનું ભક્ષણ કરે છે, બાજ અને ગરુડ સાપનું ભક્ષણ કરે છે.
- પતંગિયાં અને મધમાખી ફૂલોમાંથી રસ ચૂસે છે.
પ્રશ્ન 2.
ફણગાવેલા મગ બનાવવાની રીતનું વર્ણન કરો.
ઉત્તરઃ
સાધન-સામગ્રીઃ મગ (અથવા ચણા), પાણી, બાઉલ, કાપડનો ટુકડો.
આકૃતિઃ
પદ્ધતિઃ
- મગ(અથવા ચણા)નાં સૂકા બીજ લો.
- તેને પાણી ભરેલા બાઉલમાં ડૂબાડો.
- તેને એક દિવસ માટે રહેવા દો.
- બીજા દિવસે પાણીને સંપૂર્ણ નિતારી લો.
- મગને ભીના કાપડના ટુકડામાં વીંટાળી એક દિવસ રહેવા દો.
- પછીના દિવસે બીજનું નિરીક્ષણ કરો.
અવલોકન : બીજમાંથી નાના સફેદ ભાગ જેવી રચના વિકાસ પામેલી જોવા મળે છે. આ રચના મગના બીજમાંથી ફૂટેલા ફણગા છે.
નિર્ણયઃ ફણગા ફૂટેલા મગને ફણગાવેલા મગ કહે છે.
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો:
પ્રશ્ન 1.
નીચેના પૈકી કયું ધાન્ય છે?
A. મગ
B. અડદ
C. મકાઈ
D. વટાણા
ઉત્તરઃ
C. મકાઈ
પ્રશ્ન 2.
જેમનાં બીજમાંથી ખાદ્ય તેલ મેળવી શકાય છે, તેમને તેલીબિયાં કહેવાય. નીચેનામાંથી શાનાં બીજને તેલીબિયાં કહી શકાય નહિ?
A. તલ
B. સરસવ
C. એરંડા
D. ચણા
ઉત્તરઃ
D. ચણા
પ્રશ્ન 3.
રસોઈમાં વપરાતા સાજીના ફૂલ એ શાની પેદાશ કહેવાય?
A. વનસ્પતિજ
B. પ્રાણિજ
C. વનસ્પતિજ તેમજ પ્રાણિજ
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
D. આપેલ પૈકી એકેય નહિ
પ્રશ્ન 4.
નીચે શાકભાજીનાં ચાર ચિત્રો આપેલાં છે. આ પૈકી કયું મૂળ કહેવાય?
ઉત્તરઃ
પ્રશ્ન 5.
બાજુમાં આપેલ ચિત્ર શાનું છે?
A. ફણગાવેલા મગ
B. મરચાં
C. માંસ
D. ઘઉં
ઉત્તરઃ
A. ફણગાવેલા મગ
પ્રશ્ન 6.
મિશ્રાહારી પ્રાણી કયું છે?
A. હરણ
B. સિંહ
C. રીંછ
D. સસલું
ઉત્તર:
C. રીંછ
[નોંધ: HOT એ Higher Order Thinking નું ટૂંકું રૂપ છે.]