This GSEB Class 7 Maths Notes Chapter 9 સંમેય સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter.
સંમેય સંખ્યાઓ Class 7 GSEB Notes
→ \(\frac{p}{q}\) સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓ સંમેય સંખ્યાઓ છે જ્યાં n એ શૂન્ય, ધન કે ઋણ પૂણક હોઈ શકે પણ q ≠ 0 હોવા જોઈએ.
→ બધા જ પૂર્ણાકો અને અપૂર્ણાંકો સંમેય સંખ્યાઓ છે.
→ જો n એ ધન પૂર્ણાક હોય, તો તે ધન સંમેય સંખ્યા કહેવાય.
→ જો n એ ઋણ પૂર્ણાક હોય, તો તે ઋણ સંમેય સંખ્યા કહેવાય.
→ જો n એ શૂન્ય હોય, તો તે શૂન્ય સંમેય સંખ્યા કહેવાય. તે ધન કે ત્રણ સંમેય સંખ્યા નથી.
→ “સંમેય સંખ્યાના અંશ અને છેદને કોઈ સામાન્ય અવયવ ન હોય, તો તે સંમેય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે. એમ કહેવાય.
→ દરેક સંમેય સંખ્યાને સંખ્યારેખા ઉપર દર્શાવી શકાય છે.
→ સંખ્યારેખા ઉપર અસંખ્ય સંમેય સંખ્યાઓ છે વળી બે સંમેય સંખ્યાઓ વચ્ચે પણ અસંખ્ય સંમેય સંખ્યાઓ છે.
→ સમચ્છેદી અપૂર્ણાકોમાં જે અપૂર્ણાકનો અંશ મોટો તે અપૂર્ણાક મોટો અને જેનો અંશ નાનો તે અપૂર્ણાંક નાનો.
→ સમચ્છેદી અપૂર્ણાંકોનો સરવાળો કરવા તેમના અંશનો સરવાળો કરી અંશમાં મૂકવામાં આવે છે અને છેદ તે જ રાખવામાં આવે છે.
→ સમચ્છેદી અપૂર્ણાકોની બાદબાકી કરવા તેમના અંશની બાદબાકી કરી અંશમાં મૂકવામાં આવે છે અને છેદ તે જ રાખવામાં આવે છે.
→ અપૂર્ણાકોનો ગુણાકાર એટલે
→ એક અપૂર્ણાકનો બીજા અપૂર્ણાક વડે ભાગાકાર કરવા બીજા અપૂર્ણાકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે.