This GSEB Class 6 Maths Notes Chapter 5 પાયાના આકારોની સમજૂતી covers all the important topics and concepts as mentioned in the chapter.
પાયાના આકારોની સમજૂતી Class 6 GSEB Notes
→ રેખાખંડ એ રેખાનો ભાગ છે.
→ રેખાખંડનાં બે અંત્યબિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે.
→ રેખાખંડની લંબાઈ માપપટ્ટીથી માપી શકાય છે. રેખાખંડનું ચોક્કસ માપન કરવા દ્વિભાજક અને માપપટ્ટીનો ઉપયોગ વધુ ચોક્કસ માપ આપે.
→ માત્ર અવલોકનથી રેખાખંડની લંબાઈનું અનુમાન ન થઈ શકે.
→ રેખાખંડના માપનમાં માપપટ્ટીની વધુ પડતી જાડાઈ ખોટું માપ આપે. વળી, – છે. આપણી આંખ પણ લંબ દિશામાં રાખી માપન કરે એ જરૂરી છે.
→ રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજકનો ઉપયોગ વધુ સારો.
→AB ઉપર બિંદુ C હોય, તો AC + CB = AB થાય.
→ કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓનાં માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે.
→ ચાર મુખ્ય દિશાઓ છે. ઉત્તર (N), દક્ષિણ (S), પૂર્વ (E) અને પશ્ચિમ (W).
→ પાસપાસેની બે દિશાઓ કાટખૂણે હોય છે.
→ ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે, પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે, દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે, પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો રચાય છે. (કાટખૂણો = 90°).
→ ઘડિયાળના કાંટાનું બે કાટખૂણા જેટલું ફરવું એટલે એક સરળકોણ જેટલું – ફરવું. (સરળ કોણ = 180°)
→ ઘડિયાળના કાંટાનું એક ચક્ર એ એક પરિભ્રમણ છે, ઘડિયાળના કાંટાનું પરિભ્રમણ એટલે કાટખૂણો, કે પરિભ્રમણ એટલે સરળકોણ.
→ એક પરિભ્રમણથી રચતો ખૂણો સંપૂર્ણ ખૂણો કહેવાય.
→ ઘડિયાળમાં કાંટાનું એક ચક્ર એ એક આંટો છે.
→ \(\frac{1}{2}\) આંટાથી ઓછું પરિભ્રમણ એટલે લઘુકોણ, \(\frac{1}{4}\) તે આંટા જેટલું પરિભ્રમણ એટલે કાટકોણ, \(\frac{1}{4}\) આંટાથી વધારે અને \(\frac{1}{2}\) આંટાથી ઓછું પરિભ્રમણ એટલે ગુરુકોણ, \(\frac{1}{2}\) આંટાનું પરિભ્રમણ એટલે સરળકોણ, \(\frac{1}{2}\) આંટાથી વધારે પરિભ્રમણ એટલે પ્રતિબિંબકોણ.
→ કોઈ પણ ખૂણાનું માપ કોણમાપકથી માપી શકાય છે.
→ કોણમાપક વડે 0થી 180° સુધીના ખૂણાનું માપ જાણી શકાય.
→ લઘુકોણનું માપ 90થી ઓછું, કાટખૂણાનું માપ 90°, ગુરુકોણનું માપ 90°થી વધારે અને 180થી ઓછું, સરળકોણનું માપ 180° તથા પ્રતિબિંબકોણનું માપ 1800થી વધારે હોય છે.
→ બે રેખાઓ એવી રીતે છેદે છે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90°નો હોય, તો આ રેખાઓ પરસ્પર લંબરેખાઓ છે. તેને સંકેતમાં 1થી દર્શાવાય છે.
→ પોસ્ટકાર્ડની પાસપાસેની બે ધારો પરસ્પર લંબ છે.
→ ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ એ ત્રિકોણ છે.
→ ત્રિકોણને ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ હોય છે. બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર:
→ જે ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી ન હોય તે ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય.
→ જે ત્રિકોણમાં બે બાજુઓ સરખી હોય, તેને સમઢિબાજુ ત્રિકોણ કહેવાય.
→ જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય, તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. ખૂણાને આધારે ત્રિકોણના પ્રકારઃ
→ 90° કરતાં દરેક ખૂણો નાનો હોય તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય.
→ જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય, તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય.
→ જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90° કરતાં વધુ હોય, તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય.
→ કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે ખૂણા લઘુકોણ હોય જ.
→ ચતુષ્કોણ એ ચારેબાજુ ધરાવતો બહુકોણ છે.
→ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય, તે ચતુષ્કોણને સમાંતરબાજુ ચતુષ્કોણ કહેવાય છે.
→ જે સમાંતરબાજુ ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી હોય, તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય છે.
→ જે ચતુષ્કોણની ચારેય બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય, તે ચતુષ્કોણને ચોરસ કહેવાય છે.
→ જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી અને ચારે ખૂણા કાટખૂણા હોય, તે ચતુષ્કોણને લંબચોરસ કહેવાય છે.
→ જો ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની ફક્ત એક જ જોડની બાજુઓ સમાંતર હોય, તો તે ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ કહેવાય છે.
→ ત્રણ બાજુઓ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહેવાય.
→ ચાર બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહેવાય.
→ પાંચ બાજુઓ ધરાવતા બહુકોણને પંચકોણ કહેવાય.
→ છ બાજુઓ ધરાવતા બહુકોણને પટ્ટણ કહેવાય.
→ આઠ બાજુઓ ધરાવતા બહુકોણને અષ્ટકોણ કહેવાય.
→ જેને લંબાઈ અને પહોળાઈ જેવાં બે જ માપ હોય છે તેને ક્રિપરિમાણીય આકાર કહેવાય. આ આકૃતિઓ જગા રોકતી નથી. ટૂંકમાં, તેમને 2D કહે છે. દા. ત., ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ એ દ્રિપરિમાણીય આકારો છે.
→ જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ (અથવા ઊંડાઈ અથવા જાડાઈ) જેવાં ત્રણ માપ હોય છે તેને ત્રિપરિમાણીય આકાર કહેવાય. આવી ઘન આકૃતિઓ જગ્યા રોકે છે. ટૂંકમાં, તેમને 3D કહે છે. દા. ત., ઘન, લંબઘન, નળાકાર, શંકુ એ ત્રિપરિમાણીય આકારો છે.
→ કેટલાક ત્રિપરિમાણીય આકારો ફલક, ધાર અને શિરોબિંદુ ધરાવે છે.
→ ઘનને સપાટ સપાટી છે. તેને ફલક કહે છે. ઘનની બે સપાટી મળે છે તેને ધાર કહેવાય. આ ધારો જે બિંદુમાં મળે છે તેને શિરોબિંદુ કહેવાય.
→ ત્રિકોણીય પ્રિઝમનો આધાર ત્રિકોણ હોય છે. પિરામિડનો આધાર ચોરસ કે લંબચોરસ હોય છે.
→ નળાકાર, શંકુ અને ગોળાની ધાર સીધી હોતી નથી.