Gujarat Board GSEB Class 7 Social Science Important Questions Chapter 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાનાં-નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું?
A. રાજરાજ પહેલાના
B. પુલકેશી પહેલાના
C. પુલકેશી બીજાના
D. હર્ષવર્ધનના
ઉત્તર:
C. પુલકેશી બીજાના
પ્રશ્ન 2.
રાજપૂતોએ કેટલાં વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો?
A. 200 વર્ષ
B. 300 વર્ષ
C. 400 વર્ષ
D. 500 વર્ષ
ઉત્તર:
D. 500 વર્ષ
પ્રશ્ન 3.
સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો?
A. સામંતશાહી
B. લોકશાહી
C. સામ્યવાદી
D. રાજાશાહી
ઉત્તર:
A. સામંતશાહી
પ્રશ્ન 4.
ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
A. ગોવિંદચંદ્ર
B. મિહિરભોજે
C. યશોવર્મને
D. ચંદ્રદેવે
ઉત્તર:
D. ચંદ્રદેવે
પ્રશ્ન 5.
ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઈ રાજધાની હતી?
A. વૈશાલી
B. અણહિલવાડ પાટણ
C. ભોજપુર
D. કાશી
ઉત્તર:
D. કાશી
પ્રશ્ન 6.
ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો?
A. ગોવિંદચંદ્ર
B. કીર્તિવર્મન
C. પરમર્ણિદેવ
D. કૃષ્ણરાજ
ઉત્તર:
A. ગોવિંદચંદ્ર
પ્રશ્ન 7.
કયા રાજાએ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું?
A. મદનચંદ્ર
B. ચંદ્રદેવે
C. ગોવિંદચંદ્ર
D. કીર્તિવર્મને
ઉત્તર:
C. ગોવિંદચંદ્ર
પ્રશ્ન 8.
નીચેના પૈકી કયા રાજાએ અનેક બોદ્ધવિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો?
A. યશોવર્મને
B. ગોવિંદચંદ્ર
C. કીર્તિવર્મને
D. મદનચંદ્ર
ઉત્તર:
B. ગોવિંદચંદ્ર
પ્રશ્ન 9.
બુંદેલખંડના ચંદેલોના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી?
A. યશોવર્મન
B. મિહિરભોજ
C. પરમર્ણિદેવ
D. કીર્તિવર્મન
ઉત્તર:
B. મિહિરભોજ
પ્રશ્ન 10.
ખજૂરાહોનાં ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યાં હતાં?
A. પરમારવંશના
B. સોલંકીવંશના
C. ચંદેલવંશના
D. ચોહાણ વંશના
ઉત્તર:
C. ચંદેલવંશના
પ્રશ્ન 11.
ચંદેલવંશનાં – ચંદેલોનાં મુખ્ય નગરોમાં ક્યા નગરનો સમાવેશ થતો નથી?
A. ખજૂરાહો
B. મહોબા
C. ભોજપુર
D. કાલિંજર
ઉત્તર:
C. ભોજપુર
પ્રશ્ન 12.
નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીનકાળથી અવંતિ અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે?
A. બુંદેલખંડ
B. મારવાડ
C. વાતાપી
D. માળવા
ઉત્તર:
D. માળવા
પ્રશ્ન 13.
ઉજ્જૈનમાં પરમારવંશની સ્થાપના કોણે કરી હતી?
A. સીયકે
B. મુંજે
C. ભોજે
D. કૃષ્ણરાજે
ઉત્તર:
D. કૃષ્ણરાજે
પ્રશ્ન 14.
પરમારવંશના શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?
A. મુંજ
B. ભોજ
C. વાસુદેવ
D. સીયક
ઉત્તર:
C. વાસુદેવ
પ્રશ્ન 15.
ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો?
A. પરમાર
B. ચંદેલ
C. ચૌહાણ
D. સોલંકી
ઉત્તર:
A. પરમાર
પ્રશ્ન 16.
શાકંભરીમાં ચાહમાન(ચૌહાણ)વંશની સ્થાપના કોણે કરી હતી?
A. ચંદ્રદેવે
B. વાસુદેવે
C. મદનચંદ્ર
D. અજયરાજે
ઉત્તર:
B. વાસુદેવે
પ્રશ્ન 17.
ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના ક્યા રાજાએ કરી હતી?
A. મુંજે
B. સીયકે
C. ભોજે
D. કુમારપાળે
ઉત્તર:
C. ભોજે
પ્રશ્ન 18.
રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે?
A. અમદાવાદ
B. અજમેર
C. અણહિલવાડ પાટણ
D. ભોપાલ
ઉત્તર:
D. ભોપાલ
પ્રશ્ન 19.
બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદી ઉપર કોણ બેઠું હતું?
A. કુમારપાળ
B. અજયપાળ
C. પૃથ્વીરાજ ચૌહાણ
D. અજયરાજ
ઉત્તર:
D. અજયરાજ
પ્રશ્ન 20.
સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો?
A. સોલંકી
B. ચોહાણ
C. વાઘેલા
D. ચાવડા
ઉત્તર:
A. સોલંકી
પ્રશ્ન 21.
સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનાં લગ્ન ચૌહાણવંશના કયા રાજા સાથે થયાં હતાં?
A. પૃથ્વીરાજ
B. ધનરાજ
C. વનરાજ
D. અર્ણોરાજ
ઉત્તર:
D. અર્ણોરાજ
પ્રશ્ન 22.
ચૌહાણવંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે?
A. પૃથ્વીરાજ પ્રથમ
B. પૃથ્વીરાજ ત્રીજો
C. સોમેશ્વર
D. મૂળરાજ બીજો
ઉત્તર:
B. પૃથ્વીરાજ ત્રીજો
પ્રશ્ન 23.
આઠમી સદીમાં કયા સરોવર નજીક શાકંભરી આવેલું હતું? ?
A. સાંભર
B. પુષ્કર
C. ઢેબર
D. સરદાર
ઉત્તર:
A. સાંભર
પ્રશ્ન 24.
પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો?
A. પાણિપતના મેદાનમાં
B. હલદીઘાટના મેદાનમાં
C. તરાઈના મેદાનમાં
D. પ્લાસીના મેદાનમાં
ઉત્તર:
C. તરાઈના મેદાનમાં
પ્રશ્ન 25.
કઈ સાલમાં દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તા સ્થપાઈ?
A. ઈ. સ. 1182માં
B. ઈ. સ. 188માં
C. ઈ. સ. 1191માં
D. ઈ. સ. 1192માં
ઉત્તર:
D. ઈ. સ. 1192માં
પ્રશ્ન 26.
ઈ. સ. 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી?
A. અણહિલ ભરવાડે
B. વનરાજ ચાવડાએ
C. કુમારપાળે
D. મૂળરાજ સોલંકીએ
ઉત્તર:
B. વનરાજ ચાવડાએ
પ્રશ્ન 27.
કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે?
A. સોલંકી
B. ચૌહાણ
C. ચાવડા
D. વાઘેલા
ઉત્તર:
A. સોલંકી
પ્રશ્ન 28.
પાટણમાં વિશ્વપ્રસિદ્ધ ‘રાણીની વાવ’ કોણે બનાવડાવી હતી?
A. રાજમાતા મીનળદેવીએ
B. રાણી નાયકાદેવીએ
C. રાણી ઉદયમતિએ
D. રાણી રૂડાદેવીએ
ઉત્તર:
C. રાણી ઉદયમતિએ
પ્રશ્ન 29.
કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે?
A. રૂડાદેવીની વાવને
B. દાદા હરિની વાવને
C. અડીકડીની વાવને
D. રાણીની વાવને
ઉત્તર:
D. રાણીની વાવને
પ્રશ્ન 30.
ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે?
A. વિરમગામમાં
B. ધોળકામાં
C. પાટણમાં
D. ડિસદ્ધપુરમાં
ઉત્તર:
B. ધોળકામાં
પ્રશ્ન 31.
ક્યા રાજાના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય થઈ ગયા?
A. કુમારપાળના
B. સિદ્ધરાજ જયસિંહના
C. ભીમદેવ સોલંકીના
D. મૂળરાજ સોલંકીના
ઉત્તર:
B. સિદ્ધરાજ જયસિંહના
પ્રશ્ન 32.
સિદ્ધરાજ જયસિંહે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી?
A. હેમચંદ્રાચાર્યજી પાસે
B. નરસિંહ મહેતા પાસે
C. પાણિનિ પાસે
D. પ્રેમાનંદ પાસે
ઉત્તર:
A. હેમચંદ્રાચાર્યજી પાસે
પ્રશ્ન 33.
સોલંકીયુગના કયા રાજાએ રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી?
A. સિદ્ધરાજ જયસિંહે
B. અજયપાળે
C. મૂળરાજ બીજાએ
D. કુમારપાળે
ઉત્તર:
D. કુમારપાળે
પ્રશ્ન 34.
ઈ. સ. 1178ની આસપાસ સોલંકીવંશના કયા રાજાએ શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો?
A. મૂળરાજ બીજાએ
B. સિદ્ધરાજ જયસિંહ
C. કુમારપાળે
D. અજયપાળે
ઉત્તર:
A. મૂળરાજ બીજાએ
પ્રશ્ન 35.
સોલંકીવંશની સત્તા નબળી પડતાં ગુજરાતની ગાદી પર કયા વંશનું શાસન આવ્યું?
A. ચાવડાવંશનું
B. વાઘેલાવંશનું
C. મૈત્રકવંશનું
D. ચૌહાણવંશનું
ઉત્તર:
B. વાઘેલાવંશનું
પ્રશ્ન 36.
સોલંકીઓએ કયું ગામ અણોરાજને ભેટમાં આપ્યું હતું?
A. દેવપલ્લી
B. સિંહદ્વાર
C. વ્યાધ્રપલ્લી
D. દેવગિરિ
ઉત્તર:
C. વ્યાધ્રપલ્લી
પ્રશ્ન 37.
સોલંકીવંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ – તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા?
A. સારંગદેવ
B. વીસળદેવ
C. વીર ધવલ
D. અર્જુનદેવ
ઉત્તર:
C. વીર ધવલ
પ્રશ્ન 38.
વાઘેલાવંશના છેલ્લા શાસકનું નામ શું હતું?
A. સારંગદેવ
B. વીર ધવલ
C. વીસળદેવ
D. કર્ણદેવ
ઉત્તર:
D. કર્ણદેવ
પ્રશ્ન 39.
ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી?
A. ઈ. સ. 1290ની આસપાસ
B. ઈ. સ. 1296ની આસપાસ
C. ઈ. સ. 1298ની આસપાસ
D. ઈ. સ. 1304ની આસપાસ
ઉત્તર:
D. ઈ. સ. 1304ની આસપાસ
પ્રશ્ન 40.
બંગાળમાં પાલવંશની સ્થાપના કોણે કરી હતી?
A. ધર્મપાલે
B. દેવપાલે
C. ગોપાલે
D. નરપાલે
ઉત્તર:
C. ગોપાલે
પ્રશ્ન 41.
બંગાળમાં પાલવંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ?
A. પલ્લવવંશની
B. હૈયકવંશની
C. ચોલવંશની
D. સેનવંશની
ઉત્તર:
D. સેનવંશની
પ્રશ્ન 42.
ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું?
A. મુઝફ્ફરશાહ
B. અહમદશાહ
C. બહાદુરશાહ
D. મહંમદશાહ
ઉત્તર:
A. મુઝફ્ફરશાહ
પ્રશ્ન 43.
કઈ નદીની દક્ષિણમાં આવેલાં રાજ્યોને દક્ષિણનાં રાજ્યો કહેવામાં આવે છે?
A. ગોદાવરી
B. તુંગભદ્રા
C. નર્મદા
D. કાવેરી
ઉત્તર:
C. નર્મદા
પ્રશ્ન 44.
ચાલુક્યવંશનો પ્રથમ રાજા કોણ હતો?
A. પુલકેશી પ્રથમ
B. જયસિંહ
C. કીર્તિવર્મન
D. પુલકેશી બીજો
ઉત્તર:
B. જયસિંહ
પ્રશ્ન 45.
વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી?
A. પુલકેશી પ્રથમે
B. પુલકેશી બીજાએ
C. કીર્તિવર્મને
D. ગોવિંદ ત્રીજાએ
ઉત્તર:
A. પુલકેશી પ્રથમે
પ્રશ્ન 46.
વેંગીના પૂર્વીય ચાલુક્યોનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો હતો?
A. નર્મદા અને ગોદાવરી
B. તુંગભદ્રા અને કૃષ્ણા
C. કૃષ્ણા અને ગોદાવરી
D. પૂર્ણ અને અંબિકા
ઉત્તર:
C. કૃષ્ણા અને ગોદાવરી
પ્રશ્ન 47.
રાષ્ટ્રકૂટવંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો?
A. ગોવિંદ પ્રથમ
B. ઇન્દ્ર પ્રથમ
C. ગોવિંદ ત્રીજો
D. ઈન્દ્ર દ્વિતીય
ઉત્તર:
C. ગોવિંદ ત્રીજો
પ્રશ્ન 48.
દેવગિરિવર્તમાન સમયમાં દોલતાબાદ)માં કોનું શાસન હતું?
A. હોયસલવંશનું
B. યાદવોનું
C. ચોલવંશનું
D. વરંગલવંશનું
ઉત્તર:
B. યાદવોનું
પ્રશ્ન 49.
કઈ નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલવંશનું રાજ્ય હતું?
A. કૃષ્ણા અને કાવેરી
B. કૃષ્ણા અને ગોદાવરી
C. નર્મદા અને ગોદાવરી
D. ગોદાવરી અને કાવેરી
ઉત્તર:
A. કૃષ્ણા અને કાવેરી
પ્રશ્ન 50.
દક્ષિણ ભારતમાં પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી?
A. સારંગદેવે
B. અર્જુનદેવે
C. વીસળદેવે
D. બપ્પદેવે
ઉત્તરઃ
D. બપ્પદેવે
પ્રશ્ન 51.
પલ્લવવંશની રાજધાની કઈ હતી?
A. વરંગલ
B. કાંચીપુરમ
C. તાંજોર
D. દેવગિરિ
ઉત્તર:
B. કાંચીપુરમ
પ્રશ્ન 52.
ચોલમંડળની રાજધાની કઈ હતી?
A. ત્રિચિનાપલ્લી
B. પદુકોટ્ટઈ
C. તાંજોર
D. કાંચીપુરમ
ઉત્તર:
C. તાંજોર
પ્રશ્ન 53.
કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે?
A. પલ્લવનું
B. વરંગલનું
C. ચોલનું
D. ચેરનું
ઉત્તર:
D. ચેરનું
પ્રશ્ન 54.
ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક ક્યો હતો?
A. સેતુંગવન
B. રાજેન્દ્ર પ્રથમ
C. અયન
D. બપ્પદેવ
ઉત્તર:
A. સેતુંગવન
પ્રશ્ન 55.
કોની સભાએ કશ્મીરના યશસ્કરની પસંદગી કરી હતી?
A. કૃષિકારોની
B. બ્રાહ્મણોની
C. ક્ષત્રિયોની
D. વેપારીઓની
ઉત્તર:
B. બ્રાહ્મણોની
પ્રશ્ન 56.
રાજપૂતયુગની શાસનવ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો?
A. સરપંચ
B. સચિવ
C. અમાત્ય
D. રાજા
ઉત્તર:
D. રાજા
પ્રશ્ન 57.
રાજપૂતયુગનાં રાજ્યોમાં મુખ્ય કરરૂપે જમીનની ઊપજનો કેટલામાં ભાગ લેવામાં આવતો હતો?
A. સાતમો
B. પાંચમો
C. છઠ્ઠો
D. ચોથો
ઉત્તર:
C. છઠ્ઠો
પ્રશ્ન 58.
ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈ. સ. 1000થી ઈ. સ. 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચડાઈઓ કરી હતી?
A. શિહાબુદ્દીન ઘોરીએ
B. ઇબ્રાહીમ લોદીએ
C. અલાઉદ્દીન ખિલજીએ
D. મહંમદ ગઝનીએ
ઉત્તર:
D. મહંમદ ગઝનીએ
પ્રશ્ન 59.
મહંમદ ગઝનીએ કઈ સાલમાં સોમનાથ મંદિર પર ચડાઈ
કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી?
A. ઈ. સ. 1026માં
B. ઈ. સ. 1010માં
C. ઈ. સ. 1015માં
D. ઈ. સ. 1028માં
ઉત્તર:
A. ઈ. સ. 1026માં
પ્રશ્ન 60.
તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્લીમાં સત્તા સ્થાપી?
A. મહંમદ ગઝનીએ
B. અલાઉદ્દીન ખિલજીને
C. પૃથ્વીરાજ ચૌહાણને
D. સોમેશ્વર ચૌહાણને
ઉત્તર:
C. પૃથ્વીરાજ ચૌહાણને
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. ઈ. સ. 700થી 1200 વચ્ચેના ……………………………. વર્ષના સમયગાળાને રાજપૂતયુગ કહેવામાં આવે છે.
ઉત્તર:
500
2. સાતમી સદીમાં ………………………. ના અવસાન પછી ઉત્તર ભારતમાં તેના સામ્રાજ્યનું નાનાં-નાનાં સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું.
ઉત્તર:
હર્ષવર્ધન
૩. …………………….. ના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.
ઉત્તર:
પુલકેશી બીજા
4. રાજપૂતો …………………………. પ્રતિપાલક હતા.
ઉત્તર:
ગોબ્રાહ્મણ
5. ભારતની રાજપૂતાણીઓ તેમના …………………………… માટે પ્રખ્યાત હતી.
ઉત્તર:
વીરત્વ
6. ………………………….. રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી.
ઉત્તર:
ગઢવાલ
7. ………………………….. ગઢવાલવંશનો પ્રતાપી અને પરાક્રમી રાજા હતો.
ઉત્તર:
ગોવિંદચંદ્ર
8. ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી ………………………….. ના નામથી ઓળખાયું હતું.
ઉત્તર:
એજાકભુક્તિ
9. …………………………… નાં ભવ્ય મંદિરો તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયાં ન હતાં.
ઉત્તર:
ખજૂરાહો
10. ઈ. સ. 820માં ……………………………… ઉજ્જૈનીમાં પરમારવંશની સ્થાપના કરી હતી.
ઉત્તર:
કૃષ્ણરાજે
11. ………………………….. પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો.
ઉત્તર:
ભોજ
12. રાજા ભોજે ………………………. માં એક મહાશાળા સ્થાપી હતી.
ઉત્તર:
ધારાનગરી
13. અજયરાજે અજમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, તે આજે ………………………… ના નામથી ઓળખાય છે.
ઉત્તર:
અજમેર
14 ચૌહાણવંશનો રાજા …………………………. ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે.
ઉત્તર:
પૃથ્વીરાજ
15. …………………………. ની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.
ઉત્તર:
તરાઈ
16. રાજપૂતયુગમાં આઠમી સદીમાં ગુજરાતમાં ગુર્જર ……………………………. નું રાજ્ય હતું.
ઉત્તર:
પ્રતિહારો
17. ઈ. સ. 756માં ………………………………. નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના થઈ હતી.
ઉત્તર:
સરસ્વતી
18. અણહિલવાડ પાટણની સ્થાપના …………………………….. એ કરી હતી.
ઉત્તર:
વનરાજ ચાવડા
19. ………………………… નો શાસનકાળ ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવાય છે.
ઉત્તર:
સોલંકીઓ
20. રાણી ………………………….. એ પાટણમાં વિશ્વપ્રસિદ્ધ વાવ બંધાવી હતી.
ઉત્તર:
ઉદયમતિ
21. પાટણની ………………………… ને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો છે.
ઉત્તર:
રાણીની વાવ
22. સિદ્ધરાજ જયસિંહની માતા …………………………….. આદર્શ રાજમાતા હતાં.
ઉત્તર:
મીનળદેવી (મયણલદેવી)
23. સિદ્ધરાજ જયસિંહે ‘કલિકાલસર્વજ્ઞ’ હેમચંદ્રાચાર્યજી પાસે ‘……………………………..’ નામના સમૃદ્ધ ગ્રંથ(વ્યાકરણ ગ્રંથ)ની રચના કરાવી હતી.
ઉત્તર:
સિદ્ધહેમશબ્દાનુશાસન
24. ‘કુમારપાળચરિત્ર’ નામના ગ્રંથની રચના …………………….. એ કરી હતી.
ઉત્તર:
હેમચંદ્રાચાર્યજી
25. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર …………………………. હતા.
ઉત્તર:
સરદાર
26. …………………………. વાઘેલાવંશનો છેલ્લો શાસક હતો.
ઉત્તર:
કર્ણદેવ
27. આઠમી સદીના મધ્ય ભાગમાં ………………………… માં પાલવંશનું શાસન હતું.
ઉત્તર:
બંગાળ
28. બંગાળમાં પાલવંશની સ્થાપના ………………………. નામના રાજાએ કરી હતી.
ઉત્તર:
ગોપાલ
29. બંગાળમાં પાલવંશના પતન પછી ……………………… વંશની સ્થાપના થઈ.
ઉત્તર:
સેન
30. સેનવંશના રાજા ……………………….. સેને ‘દાનસાગર’ અને અદ્ભુતસાગર’ નામના ગ્રંથો લખ્યા હતા.
ઉત્તર:
બલ્લાલ
31. ઈ. સ. ……………………. માં મુઝફ્ફરશાહ ગુજરાતનો સુલતાન બન્યો.
ઉત્તર:
1407
32. ………………………. નદીની દક્ષિણમાં આવેલાં રાજ્યોને “દક્ષિણનાં રાજ્યો’ કહેવામાં આવે છે.
ઉત્તર:
નર્મદા
૩૩. ઈ. સ. 540માં ………………………. પ્રથમે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું.
ઉત્તર:
પુલકેશી
34 રાષ્ટ્રકૂટવંશના શાસકોમાં ………………………… ત્રીજો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો.
ઉત્તર:
ગોવિંદ
35. યાદવોની રાજધાની ………………………. હતી; જ્યારે હોસલોની રાજધાની ………………………. હતી.
ઉત્તર:
દેવગિરિ (દોલતાબાદ), વારસમૂહ
36. પલ્લવવંશની સ્થાપના ………………………. કરી હતી.
ઉત્તર:
બપ્પદવે
37. પલ્લવવંશની રાજધાની ……………………… માં હતી.
ઉત્તર:
કાંચીપુરમ
38. ચોલમંડળ રાજ્યની રાજધાની ……………………….. માં હતી.
ઉત્તર:
તાંજોર
39. ચેરનું બીજું નામ …………………………. અથવા ……………………… છે.
ઉત્તર:
કેરલ, મલયાલમ
40. ચેરવંશના શાસકોમાં ………………………….. સર્વશ્રેષ્ઠ શાસક હતો.
ઉત્તરઃ
સેતુંગવન
41. રાજપૂતયુગમાં રાજાનું પદ …………………………….. હતું.
ઉત્તર:
વંશપરંપરાગત
42. કશમીરના રાજા …………………….. ની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી.
ઉત્તર:
યશસ્કર
43. રાજપૂતયુગના રાજ્યમાં મુખ્ય કર જમીનની ઊપજનો …………………………. ‘ભાગ’ હતો.
ઉત્તર:
છઠ્ઠો
44 રાજપૂતયુગમાં જમીન પરના કરને ………………………. ના નામથી ઓળખવામાં આવતો.
ઉત્તર:
ભાગ
45. રાજપૂતયુગ દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતનાં ………………………….. અને ………………………….. બંદરો જાણીતાં હતાં.
ઉત્તર:
સ્તંભતીર્થ (ખંભાત), ભૃગુકચ્છ (ભરૂચ)
46. ઈ. સ. 1000થી ઈ. સ. 1026ના સમયગાળા દરમિયાન સલતાન ………………………… એ ભારત પર અનેક વખત ચડાઈઓ કરી હતી.
ઉત્તર:
મહંમદ ગઝની
47. મહંમદ ગઝનીની ચડાઈઓનું મુખ્ય કારણ ભારતની ………………………… હતી.
ઉત્તર:
અઢળક સંપત્તિ
48. ઈ. સ. 1026માં મહંમદ ગઝનીએ ગુજરાતના …………………………. મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી.
ઉત્તર:
સોમનાથ
49. બારમી સદીના અંત ભાગમાં ……………………….. એ ભારત પર આક્રમણ કર્યું હતું.
ઉત્તર:
શિહાબુદ્દીન ઘોરી
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. રાજપૂતયુગ દરમિયાન રાજપૂત રાજાઓએ ભારતીય હિંદુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી હતી.
ઉત્તર:
ખરું
2. રાજપૂતો યુદ્ધમાં ધર્મનું આચરણ કરતા ન હતા.
ઉત્તર:
ખોટું
૩. ગઢવાલ રાજ્યની બે રાજધાનીઓ હતી : કનોજ અને ઉજ્જૈની.
ઉત્તર:
ખોટું
4. ચંદેલોએ બુંદેલખંડમાં મોટાં ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું.
ઉત્તર:
ખરું
5. પરમારવંશના રાજા મુંજ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે પ્રખ્યાત હતો.
ઉત્તર:
ખોટું
6. અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે.
ઉત્તર:
ખોટું
7. પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે.
ઉત્તર:
ખરું
8. તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.
ઉત્તર:
ખરું
9. ઈ. સ. 756માં સિદ્ધરાજ જયસિંહે સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખોટું
10. સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે.
ઉત્તર:
ખરું
11. રાણી ઉદયમતિએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું.
ઉત્તર:
ખોટું
12. રાજમાતા મીનળદેવીએ દ્વારકાધીશ મંદિરનો યાત્રાળુવેરો બંધ કરાવ્યો હતો.
ઉત્તર:
ખોટું
13. સિદ્ધરાજ જયસિંહે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ ગ્રંથની પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી.
ઉત્તર:
ખરું
14. હેમચંદ્રાચાર્યજીની પ્રેરણાથી રાજા ભીમદેવ બીજાએ અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી.
ઉત્તર:
ખોટું
15. વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા.
ઉત્તર:
ખોટું
16. કર્ણદેવ વાઘેલા વાઘેલાવંશના પ્રથમ શાસક હતા.
ઉત્તર:
ખોટું
17. જયસિંહ ચાલુક્યવંશનો પ્રથમ રાજા હતો.
ઉત્તર:
ખરું
18. દક્ષિણ ભારતમાં ચાલુક્યવંશના પતન બાદ રાષ્ટ્રકૂટવંશની સત્તાનો ઉદય થયો.
ઉત્તર:
ખરું
19. તાંજોર એ પલ્લવવંશની રાજધાની હતી.
ઉત્તર:
ખોટું
20. કાંચીપુરમ એ ચોલવંશની રાજધાની હતી.
ઉત્તરઃ
ખોટું
21. પાંચાનું રાજ્ય નાનું હતું, પણ તે વેપારનું મોટું મથક હતું.
ઉત્તર:
ખરું
22. સેતુંગવન એ ચેરવંશનો પ્રથમ શાસક હતો.
ઉત્તર:
ખોટું
23. રાજપૂતયુગની શાસનવ્યવસ્થામાં રાજ્યના અમાત્યનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું.
ઉત્તર:
ખોટું
24 રાજપૂતયુગમાં મુખી કે સરપંચને ગ્રામપંચાયતનો વડો કહેવામાં આવતો.
ઉત્તર:
ખરું
25. રાજપૂતયુગમાં જમીન પરનો કર ‘ટોલ’ નામે ઓળખાતો.
ઉત્તર:
ખોટું
26. આઠમીથી બારમી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયાં.
ઉત્તર:
ખરું
27. મહંમદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ગઢવાલવંશનો સ્થાપક | (1) ગોવિંદચંદ્ર |
(2) પરમારવંશનો સ્થાપક | (2) વાસુદેવ |
(3) ચૌહાણવંશનો સ્થાપક | (3) વનરાજ ચાવડા |
(4) અણહિલવાડ પાટણનો સ્થાપક | (4) કૃષ્ણરાજ |
(5) ચંદ્રદેવ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ગઢવાલવંશનો સ્થાપક | (5) ચંદ્રદેવ |
(2) પરમારવંશનો સ્થાપક | (4) કૃષ્ણરાજ |
(3) ચૌહાણવંશનો સ્થાપક | (2) વાસુદેવ |
(4) અણહિલવાડ પાટણનો સ્થાપક | (3) વનરાજ ચાવડા |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પાલવંશનો સ્થાપક | (1) બપ્પદેવ |
(2) પલ્લવવંશનો સ્થાપક | (2) કર્ણદેવ |
(3) ગઢવાલવંશનો પરાક્રમી રાજા | (3) જયસિંહ |
(4) વાઘેલાવંશનો છેલ્લો રાજા | (4) ગોપાલ |
(5) ગોવિંદચંદ્ર |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પાલવંશનો સ્થાપક | (4) ગોપાલ |
(2) પલ્લવવંશનો સ્થાપક | (1) બપ્પદેવ |
(3) ગઢવાલવંશનો પરાક્રમી રાજા | (5) ગોવિંદચંદ્ર |
(4) વાઘેલાવંશનો છેલ્લો રાજા | (2) કર્ણદેવ |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા | (1) ગોવિંદ ત્રીજો |
(2) ચાલુક્યવંશનો પ્રથમ રાજા | (2) સેતુંગવન |
(3) રાષ્ટ્રકૂટવંશનો શક્તિશાળી શાસક | (3) ભોજા |
(4) ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક | (4) વાસુદેવ |
(5) જયસિંહ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા | (3) ભોજા |
(2) ચાલુક્યવંશનો પ્રથમ રાજા | (5) જયસિંહ |
(3) રાષ્ટ્રકૂટવંશનો શક્તિશાળી શાસક | (1) ગોવિંદ ત્રીજો |
(4) ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક | (2) સેતુંગવન |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
કયા સમયગાળાને રાજપૂતયુગ કહેવામાં આવે છે?
ઉત્તર:
ઈ. સ. 700થી ઈ. સ.1200 વચ્ચેનાં 500 વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂતયુગ કહેવામાં આવે છે.
પ્રશ્ન 2.
સાતમી સદીમાં કોના કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં?
ઉત્તર:
સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.
પ્રશ્ન 3.
કયા સમયને મધ્યયુગ કહે છે?
ઉત્તર:
સાતમી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના-મોટા ભાગોમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે.
પ્રશ્ન 4.
મધ્યયુગના સમયને ભારતના ઇતિહાસમાં કયો યુગ કહેવામાં આવે છે?
ઉત્તરઃ
મધ્યયુગના સમયને ભારતના ઇતિહાસમાં ‘રાજપૂતયુગ’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 5.
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી કયાં કયાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં?
ઉત્તર:
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ, બુંદેલખંડ, માળવા, અણહિલવાડ પાટણ, ડાહલ, શાકંભરી, ગોહિલ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.
પ્રશ્ન 6.
ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તેણે કયાં કયાં સ્થળોને રાજધાની બનાવી હતી?
ઉત્તરઃ
ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. તેણે કનોજ અને કાશીને રાજધાની બનાવી હતી.
પ્રશ્ન 7.
ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? તેણે કયાં મહત્ત્વનાં કાર્યો કર્યા હતાં?
ઉત્તરઃ
ગોવિંદચંદ્ર ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે મહંમદ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું તેમજ તેણે અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
પ્રશ્ન 8.
ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?
ઉત્તર:
ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી ઉજાકભુક્તિ નામે ઓળખાયું હતું.
પ્રશ્ન 9.
બુંદેલખંડ રાજ્યમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા?
ઉત્તર:
બુંદેલખંડ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમહિંદવ (પરમાર) વગેરે મહાન શાસકો થઈ ગયા.
પ્રશ્ન 10.
ચંદેલોનાં મુખ્ય નગરો કયાં કયાં હતાં?
ઉત્તર:
ખજૂરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોનાં મુખ્ય કે નગરો હતાં.
પ્રશ્ન 11.
ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું?
ઉત્તર:
ચંદેલોએ ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને કે બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું.
પ્રશ્ન 12.
માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે?
ઉત્તરઃ
માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી અવંતિ અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે.
પ્રશ્ન 13.
પરમારવંશમાં કયા મહાન શાસકો થઈ ગયા?
ઉત્તરઃ
પરમારવંશમાં સીયક, મુંજ, ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા.
પ્રશ્ન 14.
પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? તેની ખ્યાતિ કેવી હતી?
ઉત્તર:
ભોજ પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની હતી.
પ્રશ્ન 15.
રાજા ભોજે કરેલાં બે કામો જણાવો.
ઉત્તર:
રાજા ભોજે કરેલાં બે કામો:
- રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી.
- ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર (ભોપાલ) નામનું સુંદર નગર વસાવ્યું હતું.
પ્રશ્ન 16.
આઠમી સદીમાં ચૌહાણવંશની એક શાખા રાજસ્થાનમાં ક્યાં રાજ્ય કરતી હતી?
ઉત્તરઃ
આઠમી સદીમાં ચોહાણવંશની એક શાખા રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી.
પ્રશ્ન 17.
બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદીએ કોણ બેઠું હતું? તેણે કયા નગરની સ્થાપના કરી હતી?
ઉત્તર:
બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદીએ અજયરાજ બેઠા હતા. તેણે અજમેરુ નામના નગરની સ્થાપના છે કરી હતી, જે હાલમાં અજમેર નામે ઓળખાય છે.
પ્રશ્ન 18.
સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનાં લગ્ન કોની સાથે થયાં હતાં?
ઉત્તર:
સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનાં લગ્ન શાકંભરીના ચૌહાણવંશના અરાજ સાથે થયાં હતાં.
પ્રશ્ન 19.
ચૌહાણવંશનો કયો રાજા ભારતના ઈતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? શા માટે?
ઉત્તર:
ચોહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, કારણ કે તેણે ઈ. સ. 1191માં થાણેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી.
પ્રશ્ન 20.
તરાઈનું યુદ્ધ ભારતના ઈતિહાસમાં શાથી સીમાચિહ્નરૂપ ગણાય છે?
ઉત્તર:
ઈ. સ. 1192માં તરાઈના યુદ્ધમાં ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્લી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્લીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. તેથી તરાઈનું યુદ્ધ ભારતના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.
પ્રશ્ન 21.
વનરાજ ચાવડાએ કયા નવા નગરની સ્થાપના કરી? ક્યાં અને ક્યારે કરી?
ઉત્તર:
વનરાજ ચાવડાએ ઈ. સ. 756માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ નામના નવા નગરની સ્થાપના કરી.
પ્રશ્ન 22.
વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું શું નામ પાડ્યું?
ઉત્તર:
દુઃખમાં સાથ આપનાર પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ ‘અણહિલવાડ પાટણ’ પાડ્યું.
પ્રશ્ન 23.
ચાવડા વંશના શાસકો ગુજરાતમાં ક્યાં ક્યાં રાજ્ય કરતા હતા? તેમાં કયા પ્રદેશોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ચાવડાવંશના શાસકો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજ્ય કરતા હતા. તેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ (લખપત), ભદ્રાવતી (કચ્છ) વગેરે પ્રદેશોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 24.
સોલંકીવંશમાં કયા કયા શક્તિશાળી શાસકો થઈ ગયા?
ઉત્તરઃ
સોલંકીવંશમાં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા.
પ્રશ્ન 25.
ભીમદેવ પ્રથમનાં લગ્ન કોની સાથે થયાં હતાં?
ઉત્તર:
ભીમદેવ પ્રથમનાં લગ્ન જૂનાગઢના શાસક રા’ખેંગારની રાજકુમારી ઉદયમતિ સાથે થયાં હતાં.
પ્રશ્ન 26.
રાણી ઉદયમતિએ કઈ વાવ બંધાવી હતી? ક્યાં બંધાવી હતી?
ઉત્તર:
રાણી ઉદયમતિએ પાટણમાં વિશ્વપ્રસિદ્ધ “રાણીની વાવ’ બંધાવી હતી.
પ્રશ્ન 27.
રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે?
ઉત્તર:
રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે.
પ્રશ્ન 28.
અણહિલવાડ પાટણનાં આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું?
ઉત્તર:
સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી (મયણલ્લદેવી) અણહિલવાડ પાટણનાં આદર્શ રાજમાતા કહેવાતાં હતાં.
પ્રશ્ન 29.
સિદ્ધરાજ જયસિંહે કોની પાસે, કયા ગ્રંથની રચના કરાવી હતી?
ઉત્તરઃ
સિદ્ધરાજ જયસિંહે ‘કલિકાલસર્વજ્ઞ’ હેમચંદ્રાચાર્યજી પાસે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી.
પ્રશ્ન 30.
સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો? તેમની પ્રેરણાથી કુમારપાળે શું શું કર્યું?
ઉત્તર:
સોલંકી રાજા કુમારપાળ પર ‘કલિકાલસર્વજ્ઞ’ હેમચંદ્રાચાર્યજીનો ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમજ તેણે અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી.
પ્રશ્ન 31.
સોલંકી રાજા મૂળરાજ બીજાએ નાની ઉંમરે કયા મુસ્લિમ શાસકને હરાવ્યો હતો? આ લડાઈમાં તેને કોની કોની મદદ મળી હતી?
ઉત્તર:
સોલંકી રાજા મૂળરાજ બીજાએ નાની ઉંમરે ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો. આ લડાઈમાં તેને નાડોલના ચાહમાન (ચૌહાણ) રાજા કલ્હણ અને તેના ભાઈ કિર્તિપાલની મદદ મળી હતી.
પ્રશ્ન 32.
સોલંકીઓએ વ્યાઘપલ્લી (વાઘેલ) ગામ અર્ણોરાજને ભેટમાં કેમ આપ્યું હતું?
ઉત્તરઃ
વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની વફાદારીરૂપ સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાઘપલ્લી (વાઘેલ) ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું.
પ્રશ્ન 33.
વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા? તેઓ વાઘેલાઓ શાથી કહેવાયા?
ઉત્તરઃ
વાઘેલાઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા. સોલંકીઓએ વ્યાધ્રપલ્લી ગામ અણરાજને ભેટમાં આપ્યું હતું. તે ગામના નામ પરથી અર્ણોરાજના વંશજો વાઘેલાઓ કહેવાયા.
પ્રશ્ન 34.
વાઘેલાવંશના કયા કયા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું?
ઉત્તર:
વાઘેલાવંશના વીર ધવલ, વીસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ વગેરે શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું.
પ્રશ્ન 35.
વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા?
ઉત્તરઃ
વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ નામના બે સમર્થ મંત્રીઓ મળ્યા હતા.
પ્રશ્ન 36.
કોના સમયમાં અને ક્યારે ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ?
ઉત્તરઃ
વાઘેલાવંશના છેલ્લા શાસક કર્ણદેવના સમયમાં ઈ. સ. 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ.
પ્રશ્ન 37.
બંગાળના પાલવંશને શા માટે પાલવંશ’ કહેવામાં આવે છે?
ઉત્તરઃ
પાલવંશના સ્થાપક (ગોપાલ) અને તેના વંશજોનાં નામોના પાછળના ભાગમાં ‘પાલ’ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને ‘પાલવંશ’ કહેવામાં આવે છે.
પ્રશ્ન 38.
પાલવંશના પતન બાદ બંગાળમાં કયા વંશની સ્થાપના થઈ? ક્યારે?
ઉત્તરઃ
પાલવંશના પતન બાદ બંગાળમાં ઈ. સ. 1095માં સેનવંશની સ્થાપના થઈ.
પ્રશ્ન 39.
સેનવંશના શાસક બલ્લાલ સેને કયા બે ગ્રંથો રચ્યા હતા?
ઉત્તર:
સેનવંશના શાસક બલ્લાલ સેને ‘દાનસાગર’ અને ‘અદ્ભુતસાગર’ નામના બે ગ્રંથો રચ્યા હતા.
પ્રશ્ન 40.
દિલ્લીના સુલતાનો ગુજરાતનો વહીવટ કરવા કોની નિમણૂક કરતા?
ઉત્તર:
દિલ્લીના સુલતાનો ગુજરાતનો વહીવટ કરવા નાઝિમો(સૂબાઓ)ની નિમણૂક કરતા.
પ્રશ્ન 41.
ગુજરાતમાં સલ્તનતકાળ ક્યારે પૂરો થયો હતો?
ઉત્તરઃ
સોળમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો.
પ્રશ્ન 42.
દક્ષિણનાં રાજ્યો કોને કહેવામાં આવે છે?
ઉત્તર:
નર્મદા નદીની દક્ષિણે આવેલાં રાજ્યોને દક્ષિણનાં રાજ્યો કહેવામાં આવે છે.
પ્રશ્ન 43.
પુલકેશી પ્રથમે ક્યારે અને ક્યાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું?
ઉત્તરઃ
પુલકેશી પ્રથમે ઈ. સ. 540માં વાતાપી(વર્તમાન સમયમાં બાદામી)ને રાજધાની બનાવીને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું.
પ્રશ્ન 44.
ચાલુક્યવંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા?
ઉત્તરઃ
ચાલુક્યવંશમાં પુલકેશી પ્રથમ, કીર્તિવર્મન, પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા.
પ્રશ્ન 45.
લેંગીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા? કેવી રીતે?
ઉત્તર:
વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખાએ ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ તેમની રાજધાની વૃંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો’ના નામે ઓળખાયા.
પ્રશ્ન 46.
કલ્યાણીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા? કેવી રીતે?
ઉત્તર:
ચાલુક્યવંશની એક બીજી શાખાએ કલ્યાણીમાં તેની સત્તા સ્થાપી હોવાથી એ ચાલુક્યો ‘કલ્યાણીના ચાલુક્યો’ તરીકે ઓળખાયા.
પ્રશ્ન 47.
ચાલુક્ય વંશના પતન પછી દક્ષિણમાં ક્યા વંશની સત્તાનો ઉદય થયો? આ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો?
ઉત્તરઃ
ચાલુક્યવંશના પતન પછી દક્ષિણમાં રાષ્ટ્રકૂટવંશની સત્તાનો ઉદય થયો. આ વંશના શાસકોમાં ગોવિંદ ત્રીજો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો.
પ્રશ્ન 48.
રાજપૂતયુગમાં યાદવવંશનાં કયાં બે રાજ્યો અસ્તિત્વમાં હતાં?
ઉત્તરઃ
રાજપૂતયુગમાં યાદવવંશનાં આ બે રાજ્યો અસ્તિત્વમાં હતાં:
- દેવગિરિ અને
- ધારસમૂહ.
પ્રશ્ન 49.
દેવગિરિ અને દ્વારસમૂહમાં કોનાં કોનાં શાસનો હતાં? તેમની રાજધાનીઓ કઈ કઈ હતી?
ઉત્તર:
દેવગિરિમાં યાદવોનું શાસન હતું અને દ્વારસમૂહમાં હોયસલવંશનું શાસન હતું. યાદવોની રાજધાની દેવગિરિ (દોલતાબાદ) હતી; જ્યારે હોસલોની રાજધાની કારસમૂહ હતી.
પ્રશ્ન 50.
વરંગલના કાકતીયોનું રાજ્ય ક્યાં હતું? એ રાજ્યની રાજધાની કઈ હતી?
ઉત્તર:
વરંગલના કાકતીયોનું રાજ્ય કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર હતું. વરંગલ એ રાજ્યની રાજધાની હતી.
પ્રશ્ન 51.
પલ્લવવંશની સ્થાપના કોણે કરી હતી? આ વંશની રાજધાની ક્યાં હતી?
ઉત્તર:
પલ્લવવંશની સ્થાપના બuદેવે કરી હતી. આ વંશની રાજધાની કાંચીપુરમમાં હતી.
પ્રશ્ન 52.
પલ્લવવંશના મહાન શાસકો કયા કયા હતા?
ઉત્તર:
મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, નરસિંહવર્ધન બીજો વગેરે પલ્લવવંશના મહાન શાસકો હતા.
પ્રશ્ન 53.
મધ્યયુગમાં ચોલવંશનું રાજ્ય ક્યાં હતું? તેમની રાજધાની કઈ હતી?
ઉત્તર:
તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલાં છે ત્યાં મધ્યયુગમાં ચોલવંશનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી.
પ્રશ્ન 54.
ચોલવંશના મહાન શાસકો કયા કયા હતા?
ઉત્તરઃ
રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ વગેરે ચોલવંશના મહાન શાસકો હતા.
પ્રશ્ન 55.
ચેરવંશનું શાસન ક્યાં હતું?
ઉત્તર:
તમિલથી સ્વતંત્ર થયેલા એક ભાગ પર ચેરવંશનું શાસન હતું.
પ્રશ્ન 56.
ચેરનું બીજું નામ શું હતું?
ઉત્તર:
ચેરનું બીજું નામ કેરલ અથવા મલયાલમ હતું.
પ્રશ્ન 57.
ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો?
ઉત્તરઃ
સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો.
પ્રશ્ન 58.
રાજપૂતયુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી?
ઉત્તરઃ
રાજપૂતયુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. એ યુવરાજ પાછળથી રાજા બનતો.
પ્રશ્ન 59.
કશ્મીરના રાજા તરીકે યશસ્કરની પસંદગી કોણે કરી છે હતી?
ઉત્તરઃ
કશ્મીરના રાજા તરીકે યશસ્કરની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી.
પ્રશ્ન 60.
રાજપૂતયુગમાં રાજ્યમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા? કયા કયા? તેમનાં કાર્યો શાં હતાં?
ઉત્તર:
રાજપૂતયુગમાં રાજ્યમાં મંત્રીઓના બે પ્રકાર હતા:
- અમાત્ય અને
- સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા હું અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું.
પ્રશ્ન 61.
રાજપૂતયુગના સમયમાં અમલદારોમાં કયા હોદ્દાઓ અમલમાં હતાં?
ઉત્તર:
રાજપૂતયુગના સમયમાં અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા.
પ્રશ્ન 62.
રાજપૂતયુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ શી વ્યવસ્થા ૨ કરતો હતો?
ઉત્તરઃ
રાજપૂતયુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ વિદેશો સાથેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, ચીજવસ્તુઓની કિંમતો નક્કી કરવાનું અને લોકોની જીવન-જરૂરિયાતની 3 ચીજવસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો.
પ્રશ્ન 63.
રાજપૂતયુગનાં રાજ્યોનો મુખ્ય કર શો હતો?
ઉત્તર:
રાજપૂતયુગનાં રાજ્યોના મુખ્ય કર જમીનની ઊપજનો છઠ્ઠો ‘ભાગ’ હતો.
પ્રશ્ન 64.
રાજપૂતયુગ દરમિયાન ગુજરાતમાં કયાં બે બંદરો જાણીતાં હતાં?
ઉત્તર:
રાજપૂતયુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ (ખંભાત) અને ભૃગુકચ્છ (ભરૂચ) આ બે બંદરો જાણીતાં હતાં.
પ્રશ્ન 65.
ગઝનીના સુલતાન મહંમદ ગઝનીએ ભારત પર ક્યારે, શા માટે આક્રમણો કર્યા હતાં?
ઉત્તર:
ભારતમાં અઢળક ધનસંપત્તિ હતી. એ સંપત્તિને લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે ગઝનીના સુલતાન મહંમદ ગઝનીએ ઈ. સ. 1000થી ઈ. સ. 1026ના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણો કર્યા હતાં.
પ્રશ્ન 66.
ઈ. સ. 1026માં મહંમદ ગઝનીએ ગુજરાતના કયા મંદિર ઉપર ચડાઈ કરી હતી?
ઉત્તર:
ઈ. સ. 1026માં મહંમદ ગઝનીએ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી.
પ્રશ્ન 67.
શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્લીમાં સત્તા સ્થાપી?
ઉત્તર:
શિહાબુદ્દીન ઘોરીએ તરાઈના મેદાનમાં, બીજી ચડાઈમાં, પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્લીમાં સત્તા સ્થાપી.
પ્રશ્ન 6.
કનોજના ગઢવાલ રાજ્યનો અને બુંદેલખંડ (જેજાકભુક્તિ) રાજ્યનો પરિચય આપો.
ઉત્તર:
ચંદ્રદેવે કનોજમાં ગઢવાલ રાજ્યની સ્થાપના કરી હતી. તેણે કાશીને પણ રાજધાની બનાવી હતી. ગઢવાલવંશમાં મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા. ગોવિંદચંદ્ર ગઢવાલવંશનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. તેણે મહંમદ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું. તેણે અનેક બૌદ્ધવિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
બુંદેલખંડમાં ચંદેલવંશનું શાસન હતું. બુંદેલખંડ રાજ્ય પાછળથી 5 જેજાકભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમહિંદવ (પરમાર) વગેરે મહાન શાસકો થઈ ગયા હતા. ખજૂરાહો, કાલિંજર અને મહોબા એ ચંદેલવંશનાં મુખ્ય નગરો હતાં. ખજૂરાહો તેનાં ભવ્ય મંદિરોને કારણે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત બન્યું હતું. બુંદેલખંડના શાસકોએ બુંદેલખંડમાં ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું.
પ્રશ્ન 7.
બંગાળના પાલવંશ અને સેનવંશનો પરિચય આપો.
ઉત્તર:
આઠમી સદીના મધ્યભાગમાં બંગાળમાં પાલવંશનું શાસન હતું. બંગાળમાં પાલવંશની સ્થાપના ગોપાલ નામના રાજવીએ કરી હતી. પાલવંશના સ્થાપક અને તેના વંશજોનાં નામોના પાછળના ભાગમાં ‘પાલ’ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને ‘પાલવંશ’ કહેવામાં આવે છે.
પાલવંશના પતન પછી બંગાળમાં ઈ. સ. 1095માં સેનવંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ પ્રભાવશાળી રાજા હતો. તેના અવસાન બાદ તેનો પુત્ર બલ્લાલ સેન ગાદીએ બેઠો. તેણે ‘દાનસાગર’ અને ‘અદ્ભુતસાગર’ નામના ગ્રંથો રચ્યા હતા.
પ્રશ્ન 8.
દક્ષિણ ભારતના ચાલુક્યવંશનો પરિચય આપો.
ઉત્તર:
ચાલુક્યવંશનું રાજ્ય દક્ષિણ ભારતનું એક મહત્ત્વનું રાજ્ય હતું. આ રાજ્યનો પ્રથમ રાજા જયસિંહ હતો. તેણે ઈ. સ. 540માં વાતાપી(વર્તમાન સમયમાં બાદામી)ને રાજધાની બનાવીને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. ચાલુક્યવંશમાં પુલકેશી પ્રથમ, કીર્તિવર્મન, પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડતાં તેમની એક શાખાએ ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા હૈ સ્થાપી. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ તેમની રાજધાની બેંગીમાં હું રાખી હોવાથી તેઓ કોંગીના ચાલુક્યો’ના નામે ઓળખાયા. ચાલુક્યવંશની એક બીજી શાખાએ કલ્યાણીમાં તેની સત્તા સ્થાપી હતી. તેથી એ ચાલુક્યો ‘કલ્યાણીના ચાલુક્યો’ના નામે ઓળખાયા.
પ્રશ્ન 9.
દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટવંશ અને યાદવવંશનો પરિચય આપો.
ઉત્તર:
દક્ષિણ ભારતમાં ચાલુક્યવંશના પતન પછી રાષ્ટ્રકૂટવંશની સત્તાનો ઉદય થયો. (રાષ્ટ્રકૂટનો અર્થ “રાષ્ટ્ર કે પ્રાંતનો વડો અધિકારી’ એવો થાય છે.) રાજા ઇન્દ્ર પ્રથમ આ વંશનો પહેલો રાજા હતો. રાષ્ટ્રકૂટવંશના શાસકોમાં ગોવિંદ ત્રીજો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો.
આઠમી સદીમાં યાદવવંશનાં બે રાજ્યો અસ્તિત્વમાં હતાં: (1) દેવગિરિ અને (2) ધારસમૂહ. દેવગિરિમાં યાદવોનું શાસન હતું અને દેવગિરિ (દોલતાબાદ) જ તેમની રાજધાની હતી. કારસમૂહમાં હોયસલવંશનું શાસન હતું અને તારસમૂહ જ હોયસલોની રાજધાની હતી.
પ્રશ્ન 10.
દક્ષિણ ભારતમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન પછી ઉદય પામેલાં નવા રાજ્યનો પરિચય આપો.
ઉત્તર:
- કૃષ્ણા અને કાવેરી નદીઓની વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલના કાકતીયોનું રાજ્ય હતું. વરંગલ તેમની રાજધાની
હતી. - પલ્લવવંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. આ વંશની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, નરસિંહવર્મન બીજો વગેરે આ વંશના મહાન શાસકો હતા.
- મધ્યકાળમાં તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલાં છે ત્યાં ચોલમંડળનું રાજ્ય હતું. તાંજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલવંશના મહાન શાસકો હતા.
- દક્ષિણમાં તમિલનાડુમાં હાલ મદુરાઈ અને તિરુનેલ્વલિ જિલ્લાઓ છે ત્યાં પાંડ્યવંશના શાસકોનું રાજ્ય હતું. પાંચ રાજ્યને પ્રાચીન રાજ્ય માનવામાં આવે છે. તે નાનું રાજ્ય હતું પણ વેપારનું મોટું મથક હતું.
- તમિલથી સ્વતંત્ર થયેલા એક ભાગ પર ચેરવંશનું શાસન હતું. ચેરનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે. અયન રાજા ચેરવંશનો પ્રથમ શાસક હતો. સેતુંગવન ચેર શાસકોમાં સર્વોપરી અને શક્તિશાળી શાસક હતો.
11. ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
રાજપૂતયુગની રાજપૂતાણીઓના ગુણો
ઉત્તર:
રાજપૂતયુગની રાજપૂતાણીઓના ગુણો નીચે પ્રમાણે હતા:
- રાજપૂતાણીઓ વીરતા, નીડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી.
- તેઓ હસતે મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી.
- તેઓ સત્ય માટે ઝઝૂમવા પ્રાણની પણ પરવા કરતી નહિ.
- જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી.
- યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી.
- શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એકસાથે ચિતામાં કૂદી જૌહર (પ્રાણ ત્યાગ) કરતી.
પ્રશ્ન 2.
ગુજરાતમાં સોલંકીઓનો શાસનકાળ
ઉત્તર:
સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. સોલંકીવંશમાં મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે સમર્થ શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દષ્ટિએ સમૃદ્ધ હતું. ભીમદેવ પ્રથમનાં રાણી ઉદયમતિએ પાટણની પ્રજાની પીવાના પાણીની સમસ્યા હલ કરવા વિશ્વપ્રસિદ્ધ વાવ બનાવી હતી, જે ‘રાણીની વાવ’ના નામે જાણીતી છે. સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી (મયણલ્લદેવી) આદર્શ રાજમાતા હતાં. તેમણે સોમનાથનો યાત્રાળુવેરો બંધ કરાવ્યો હતો. તેમના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં. સિદ્ધરાજ જયસિંહ ‘કલિકાલસર્વજ્ઞ’ હેમચંદ્રાચાર્યજી પાસે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના સમૃદ્ધ વ્યાકરણગ્રંથની રચના કરાવી હતી. પ્રજાકલ્યાણી કુમારપાળે હેમચંદ્રાચાર્યજીની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમજ તેણે અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી.
કુમારપાળના અવસાન પછી અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો. લગભગ ચાર વર્ષ પછી તેનું અવસાન થતાં તેનો પુત્ર મૂળરાજ બીજો પાટણની ગાદીએ આવ્યો. તેણે નાની ઉંમરે ઈ. સ. 1178ની આસપાસ ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો. આ લડાઈમાં મૂળરાજ બીજાને નાડોલના ચાહમાન ચૌહાણ) રાજા કલ્હણ અને તેના ભાઈ કીર્તિપાલે મદદ કરી હતી.
પ્રશ્ન 3.
ગુજરાતમાં વાઘેલાઓનો શાસનકાળ
ઉત્તર:
સોલંકી શાસકોની સત્તા નબળી પડતાં ગુજરાતની ગાદી પર વાઘેલાવંશની સત્તા સ્થપાઈ. વાઘેલાઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા. સોલંકીઓએ વ્યાધ્રપલ્લી (વાઘેલ) ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું. તે ગામના નામથી અણરાજના વંશજો દ્ર વાઘેલાઓ કહેવાયા. વાઘેલાવંશના વીર ધવલ, વીસળદેવ, છે અર્જુનદેવ, સારંગદેવ વગેરે શાસકોએ ગુજરાતનો વહીવટ સારી રીતે કર્યો હતો. વીર ધવલના સમયમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા મંત્રીઓ છે મળ્યા હતા. આ મંત્રીઓની કુનેહને લીધે ગુજરાત મુસ્લિમોનાં આક્રમણોથી બચ્યું હતું. કર્ણદેવ વાઘેલાવંશનો છેલ્લો શાસક હતો. તેના સમયમાં ઈ. સ. 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ.
પ્રશ્ન 4.
રાજપૂતયુગની શાસનવ્યવસ્થા
ઉત્તર:
રાજપૂતયુગની શાસનવ્યવસ્થા રાજાશાહી સ્વરૂપની હતી. રાજાનું પદ વંશપરંપરાગત હતું. રાજાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરેલા પુત્રને યુવરાજ ગણવામાં આવતો. એ યુવરાજ પાછળથી રાજા બનતો. જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું નહોતું. કેટલીક વાર લોકો કે રાજદરબારીઓ રાજાને ચૂંટતા અથવા પસંદ કરતા. દા. ત., કશ્મીરના રાજા યશસ્કરને બ્રાહ્મણોની સભાએ ગાદીએ બેસાડ્યો હતો. રાજાને વહીવટમાં મદદ કરવા માટે મંત્રીઓ નીમવામાં આવતા. એ મંત્રીઓ બે પ્રકારના હતા: (1) અમાત્ય અને (2) સચિવો. અમાત્ય મંત્રણા અને રાજનીતિ કરતા; જ્યારે સચિવો લડાઈ અને સુલેહનો નિર્ણય કરતા. રાજ્યવહીવટની દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. આ સમયે રાજ્યવહીવટ માટે મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદા ધરાવતા અમલદારો હતા. રાજ્યની નગરસભાનો વડો નગરપતિ કહેવાતો.
રાજપૂતયુગમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામપંચાયતો અને ગ્રામસભાઓ દ્વારા વહીવટ કરવામાં આવતો. ગ્રામપંચાયતનો વડો મુખી કે સરપંચ કહેવાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી. પરંતુ રાજપૂતયુગના રાજ્યવહીવટમાં રાજા ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો હતો.
પ્રશ્ન 5.
ભારત પર વિદેશી આક્રમણો
ઉત્તર:
આઠમીથી બારમી સદી દરમિયાન ભારત પર વિદેશી આક્રમણો થયાં. આઠમી સદીમાં ભારતમાં આરબ રાજ્યસત્તાનો વિસ્તાર કરવાના ઉદ્દેશથી મુહમ્મદ ઇબ્ન-કાસીમે ભારતના ઉત્તરપશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું હતું. એ સમયે સબુક્ત ગીનના લશ્કરે ભારતના વાયવ્ય ખૂણામાંથી ભારત પર આક્રમણ કર્યું હતું. ઈ. સ. 1000થી ઈ. સ. 1026ના સમયગાળા દરમિયાન ગઝનીના સુલતાન મહંમદ ગઝનીએ ભારતની અઢળક સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી હતી. તે દરેક ચડાઈમાં પુષ્કળ ધનસંપત્તિ લઈને પાછો ફરતો. ઈ. સ. 1026માં તેણે પ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી. મહંમદ ગઝનીની ચડાઈઓ બાદ આશરે દોઢ સો વર્ષ પછી ફરીથી ભારત પર વાયવ્ય દિશામાંથી આક્રમણ થયું. ઈ. સ. 1191માં શિહાબુદ્દીન ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું. પરંતુ તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણે તેને હરાવ્યો હતો. એ પછી ઈ. સ. 1192માં શિહાબુદીન ઘોરીએ ફરીથી આક્રમણ કર્યું. દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણે તરાઈના મેદાનમાં તેનો સામનો કર્યો, પરંતુ તેનો પરાજય થતાં દિલ્લીની ગાદી પર મુસ્લિમ સત્તા સ્થપાઈ.
પ્રશ્ન 12.
પરિચય આપો:
(1) રાજા ભોજ
(2) પૃથ્વીરાજ ચૌહાણ
(3) ઉદયમતિ રાણી
(4) મીનળદેવી
(5) હેમચંદ્રાચાર્યજી
ઉત્તર:
(1) રાજા ભોજ : ભોજ પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તે ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની ખ્યાતિ ધરાવતો હતો. રાજા ભોજે ધારાનગરીમાં ઉજ્જૈનીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર (ભોપાલ) નામનું નવું નગર વસાવ્યું હતું.
(2) પૃથ્વીરાજ ચૌહાણ ચૌહાણવંશના શાસકોએ તોમરની ? રાજધાની ઢિલ્લક (દિલ્લી) પર વિજય મેળવી ત્યાં પોતાનું સ્થાન સ્થાપ્યું. આ વંશમાં પૃથ્વીરાજ ચૌહાણ નામનો પ્રતાપી રાજા થઈ ગયો. યુદ્ધના મેદાનમાં કરેલાં પરાક્રમોને કારણે તે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈ. સ. 1191માં થાણેશ્વર અને કર્નાલ વચ્ચે તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણે ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી. તે પછી ઈ. સ. 1192માં તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન સાથેની બીજી લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થયો હતો.
(૩) ઉદયમતિ રાણી ઉદયમતિ સોલંકી રાજા ભીમદેવ પહેલાનાં રાણી હતાં. તેણે અણહિલવાડ પાટણના લોકોની પાણીની સમસ્યા હલ કરવા પાટણમાં વાવ બંધાવી હતી. તે ‘રાણીની વાવ’ નામે વિશ્વમાં પ્રસિદ્ધ છે. એ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે.
(4) મીનળદેવીઃ રાજમાતા મીનળદેવી પ્રજાવત્સલ હતાં. તે પ્રજાના કલ્યાણનાં કામો કરવા માટે હંમેશાં તત્પર રહેતાં હતાં. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્રો કામો કર્યા હતાં. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં.
ખરેખર, મીનળદેવી આદર્શ રાજમાતા હતાં.
(5) હેમચંદ્રાચાર્યજીઃ હેમચંદ્રાચાર્યજી સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબારના પ્રખર વિદ્વાન હતા. તેઓ ‘કલિકાલસર્વજ્ઞ’ તરીકે જાણીતા હતા. સિદ્ધરાજ જયસિંહ હેમચંદ્રાચાર્યજી પાસે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. એ ગ્રંથની પાટણ શહેરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી. એ શોભાયાત્રામાં સિદ્ધરાજ જયસિંહ લોકોની સાથે પગપાળા ચાલ્યો હતો.
રાજા કુમારપાળ પણ હેમચંદ્રાચાર્યજીથી પ્રભાવિત હતો. હેમચંદ્રાચાર્યજીએ ‘કુમારપાળચરિત્ર’ નામનો ગ્રંથ લખીને કુમારપાળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો.
પ્રશ્ન 13.
નીચેનાં રાજ્યોને ઉત્તર ભારતનાં રાજ્યો અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વર્ગીકરણ કરો:
માળવા, અણહિલવાડ પાટણ, કલ્યાણી, પાંડ્ય, ગઢવાલ, વરંગલ, બંગાળ, ચોલમંડળ, બુંદેલખંડ, ચેર, વંગી, શાકંભરી, વાતાપી (બદામી)
ઉત્તરઃ
ઉત્તર ભારતનાં રાજ્યો: ગઢવાલ, બુંદેલખંડ, માળવા, શાકંભરી, અણહિલવાડ પાટણ, બંગાળ. – દક્ષિણ ભારતનાં રાજ્યો વાતાપી (બદામી), વેંગી, કલ્યાણી, 3 વરંગલ, ચોલમંડલ, પાંદ્ય, ચેર.
વિચારો/પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હતી? આજની મહિલાઓએ કયાં કયાં ક્ષેત્રમાં અભ્યાસ કરવો જોઈએ? શા માટે?
ઉત્તરઃ
રાજપૂતાણીઓ વીર અને નીડર બને, સંસ્કારી બને તેમજ અણીના સમયે પોતાનો બચાવ કરી શકે અને હાથમાં શસ્ત્રો લઈને રણમેદાનમાં પહોંચી જાય એ માટે રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ કરતી હતી.
આજની મહિલાઓએ પોતાની બુદ્ધિક્ષમતા, કૌશલ, અભિરુચિ, પસંદગી મુજબ નોકરી કે વ્યવસાયના ક્ષેત્રમાં અભ્યાસ કરવો જોઈએ. વિજ્ઞાન, ઇતિહાસ, રાજનીતિશાસ્ત્ર, સરકારી ઉચ્ચ હોદાઓ, રમતગમત, કલા, સંગીત વગેરેમાંથી ક્ષેત્રની પસંદગી કરીને ઉચ્ચ અભ્યાસ કરવો જોઈએ. આજના સમયમાં દરેક સ્ત્રીએ શિક્ષિત બનવું જોઈએ, કારણ કે એક સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને તો એક કુટુંબ, એક સમાજ અને અંતે એક રાષ્ટ્ર શિક્ષિત અને સશક્ત બને છે.
પ્રશ્ન 2.
સાચી મિત્રતાના પ્રસંગોની વર્ગખંડમાં ચર્ચા કરો.
ઉત્તર:
સાચી મિત્રતાના અનેક પ્રસંગો પ્રચલિત છે. જેમ કે, કૃષ્ણ અને સુદામાની મિત્રતા. આ બંને બાળમિત્રોની મિત્રતા વિશેની જાણકારી આપણને ગુજરાતીનાં પાઠ્યપુસ્તકો દ્વારા મળે છે.
વસંત-રજબની સાચી મિત્રતાનો એક વીરલ પ્રસંગ નીચે આપ્યો છે.
ઈ. સ. 1946ના વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી. એ રથયાત્રા કાલુપુર પહોંચી ત્યારે રાજમહેલ હોટલ પાસે અખાડાના પહેલવાનો અને મુસલમાન યુવકો વચ્ચે ઘર્ષણ થયું. તેમાંથી કોમી તોફાનો ફાટી નીકળ્યાં. એ કોમી હિંસાને રોકવા માટે બે મિત્રો આગળ આવ્યા : વસંતરાવ હેગિસ્ટે અને રજબઅલી લાખાણી. આ બંને હિંદુ-મુસ્લિમ મિત્રોએ હિંસક બનેલા તોફાની ટોળાને વિખેરવા માટે પ્રયત્નો કર્યા. પરંતુ તેમની હત્યા થઈ ગઈ. કોમી એકતા માટે આ બંને મિત્રોએ બલિદાન આપ્યું. આજે પણ દર અષાઢી બીજના દિવસે એ બંને મિત્રોની બલિદાન ગાથાને યાદ કરવામાં આવે છે.
પ્રશ્ન 3.
નવીન ગામ / શહેરોની સ્થાપનાને લગતા પ્રસંગો શોધીને વર્ગમાં ચર્ચા કરો.
ઉત્તર:
કોઈ ઘટના કે વ્યક્તિના નામ પરથી ગામનું કે શહેરનું નામ પડ્યું હોય એવા ઘણા પ્રસંગો છે. નીચે બે પ્રસંગો દર્શાવ્યા છે
(1) સુલતાન અહમદશાહ એક વખત શિકાર કરવા સાબરમતી = નદીના કિનારે ફરતો હતો ત્યારે એક કૂતરા ઉપર સસલાએ હુમલો કરીને કૂતરાને ભગાડી મૂક્યો. અહમદશાહે આ દશ્ય જોયું. તેણે વિચાર્યું કે આ સાબરમતીના કિનારાની માટીમાં ગજબની અદ્ભુત શક્તિ હોવી જોઈએ. તેથી તેણે સાબરમતી નદીના કિનારા પર અહમદાબાદ નામનું નગર વસાવ્યું, જે પછીના સમયમાં અમદાવાદના નામે ઓળખાયું. આ પ્રસંગ અંગે એક વિધાન પ્રચલિત છે: ‘જબ કુત્તે પર સસા આયા તબ બાદશાહને શહેર બસાયા.’
(2) એવું માનવામાં આવે છે કે, પાટણના સોલંકીવંશના સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુરમાં થયો હતો. એ પાલનપુરની સ્થાપના પરમારવંશના પ્રહલાદન નામના શાસકે કરી હોવાનું મનાય છે. એ સમયે તે આબુના શાસક હતા. શરૂઆતમાં એ નગર પ્રહલાદનપુરના નામે જાણીતું હતું. આ નગરને પછીના સમયમાં ‘પાલનપુર’ કહેવામાં આવ્યું.
પ્રશ્ન 4.
ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે. અદાલતમાં શા માટે સોગંદ લેવડાવવામાં આવે છે?
ઉત્તર:
અદાલતમાં આરોપી, ફરિયાદી, સાક્ષીઓ વગેરે પાસે તેમના ધર્મગ્રંથ પર હાથ મૂકીને સોગંદ લેવડાવવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાનો ધર્મ અને ધર્મગ્રંથ પોતાના પ્રાણ જેટલો વહાલો હોય છે. તેથી ધર્મગ્રંથ પર હાથ મૂકીને લીધેલા સોગંદમાં તે સત્ય ર અને પ્રામાણિકતા દર્શાવે છે. અદાલતની કાર્યવાહી સત્યના પાયા = પર ચાલતી હોય છે. તેથી ન્યાયની પ્રક્રિયા ઝડપથી ચાલે છે.
પ્રવૃત્તિઓ
1. તમારા શિક્ષક અને શાળા-પુસ્તકાલયની મદદથી ઉત્તર ભારતનાં અને દક્ષિણ ભારતનાં મધ્યયુગીન રાજ્યોની યાદી બનાવો. એ રાજ્યોના શાસકોનો સચિત્ર અંક તૈયાર કરો.
2. રાજપૂતયુગના કોઈ પણ બે રાજાઓ વિશે માહિતી મેળવો. બંને રાજાઓની મુખ્ય વિશેષતાઓ તમારી નોંધપોથીમાં નોંધો.
3. તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયનાં વાવ, કૂવા કે તળાવ હોય તો તેના વિશે માહિતી મેળવી તેની નોંધ
તમારી નોંધપોથીમાં કરો.
4. રાજપૂતયુગની રાજપૂતાણીઓ વિશે માહિતી મેળવો. તેમાંથી બે રાજપૂતાણીઓના જીવનપ્રસંગો તમારી નોંધપોથીમાં લખો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
રાજપૂતોના ગુણોમાં ક્યા એક ગુણનો સમાવેશ થતો નથી?
A. રાજપૂતો નીડર હતા.
B. રાજપૂતો એકવચની હતા.
C. રાજપૂતો રણભૂમિ પર પીછેહટ કરતા.
D. રાજપૂતો ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા.
ઉત્તર:
C. રાજપૂતો રણભૂમિ પર પીછેહટ કરતા.
પ્રશ્ન 2.
દક્ષિણમાં ચાલુક્યવંશના પતન બાદ કયા વંશની સત્તાનો ઉદય થયો?
A. સોલંકીવંશની સત્તાનો
B. રાષ્ટ્રકૂટવંશની સત્તાનો
C. વાઘેલાવંશની સત્તાનો
D. સેનવંશની સત્તાનો
ઉત્તર:
B. રાષ્ટ્રકૂટવંશની સત્તાનો
પ્રશ્ન 3.
ચાલુક્યવંશના મહાન શાસકોમાં ક્યા એક શાસકનો સમાવેશ થતો નથી?
A. નરસિંહ વર્મા
B. પુલકેશી પહેલો
C. પુલકેશી બીજો
D. કીર્તિવર્મા
ઉત્તર:
A. નરસિંહ વર્મા
પ્રશ્ન 4.
અણહિલવાડ પાટણની સ્થાપના વખતે કોનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો?
A. મૂળરાજનો
B. સિદ્ધરાજ જયસિંહનો
C. કુમારપાળનો
D. વનરાજનો
ઉત્તર:
D. વનરાજનો
પ્રશ્ન 5.
અવંતિ કે ઉજ્જૈનના પરમારવંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી?
A. ભોજ
B. મુંજ
C. અર્જુનદેવ
D. સીયક
ઉત્તર:
C. અર્જુનદેવ
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયા રાજાએ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી?
A. રાજા અને
B. રાજા મુંજે
C. રાજા સીયકે
D. રાજા ભોજે
ઉત્તર:
D. રાજા ભોજે
પ્રશ્ન 7.
સત્તરમી સદીમાં ગુજરાતમાં કોના શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો?
A. સોલંકીવંશના શાસનની
B. મુઘલ શાસનની
C. પાલવંશના શાસનની
D. વાઘેલાવંશના શાસનની
ઉત્તર:
B. મુઘલ શાસનની
પ્રશ્ન 8.
મહંમદ ગઝનીના આક્રમણનું મુખ્ય કારણ શું હતું?
A. ભારતની અઢળક સંપત્તિ
B. ભારતનો વૈભવ
C. દિલ્લીનું અસ્થિર શાસન
D. ભારતની નિર્બળ સૈન્યશક્તિ
ઉત્તર:
A. ભારતની અઢળક સંપત્તિ