Gujarat Board GSEB Class 7 Social Science Important Questions Chapter 5 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ) Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 5 આદિવાસી (અનુસૂચિત જનજાતિઓ)
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
ભારતની સંસ્કૃતિનું જતન કરનાર સમૂહોએ કઈ સંસ્કૃતિનું જતન કરેલ નથી?
A. ઋષિ સંસ્કૃતિનું
B. કૃષિ સંસ્કૃતિનું
C. નગર સંસ્કૃતિનું
D. વન સંસ્કૃતિનું
ઉત્તર:
C. નગર સંસ્કૃતિનું
પ્રશ્ન 2.
પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરનાર આદિવાસી જાતિઓને બંધારણમાં ક્યાં સામેલ કરવામાં આવેલ છે?
A. અનુસૂચિમાં
B. આમુખમાં
C. અનુચ્છેદમાં
D. મૂળભૂત હકોમાં
ઉત્તર:
A. અનુસૂચિમાં
પ્રશ્ન ૩.
આદિવાસી જાતિઓ ભારતના બંધારણમાં કયા નામે ઓળખાય છે?
A. વિચરતી જાતિઓના નામે
B. વિમુક્ત જાતિઓના નામે
C. બક્ષીપંચ જાતિઓ(SEBC)ના નામે
D. અનુસૂચિત જનજાતિઓના નામે
ઉત્તર:
D. અનુસૂચિત જનજાતિઓના નામે
પ્રશ્ન 4.
અનુસૂચિત જનજાતિઓને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે?
A. Schedule Tribes
B. Schedule Caste
C. Schedule Backward
D. SEC
ઉત્તર:
A. Schedule Tribes
પ્રશ્ન 5.
આદિવાસીઓની જીવનશૈલીની આગવી ઓળખ ક્યાં જોવા મળતી નથી?
A. વિવિધ ઉત્સવોમાં
B. રૂઢિ અને પરંપરાઓમાં
C. પહેરવેશમાં
D. આધુનિક શહેરી જીવનમાં
ઉત્તર:
D. આધુનિક શહેરી જીવનમાં
પ્રશ્ન 6.
આદિ એટલે ‘જૂના સમયથી’ અને વાસી એટલે ‘વસવાટ કરનાર’ – આવો અર્થ કોના માટે કરવામાં આવે છે?
A. દ્રવિડો માટે
B. આર્યો માટે
C. આદિવાસીઓ માટે
D. સાધુ-સંન્યાસીઓ માટે
ઉત્તર:
C. આદિવાસીઓ માટે
પ્રશ્ન 7.
પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા?
A. સમન્વયકારી પ્રથાથી
B. સાંસ્કૃતિક પ્રથાથી
C. વર્ણાશ્રમ પ્રથાથી
D. કબીલાઈ પ્રથાથી
ઉત્તર:
D. કબીલાઈ પ્રથાથી
પ્રશ્ન 8.
જનજાતિના સભ્યો નીચેનામાંથી કઈ એક પ્રવૃત્તિ સાથે જોડાયેલા ન હતા?
A. પશુપાલન
B. શિકાર
C. ભરતગૂંથણ
D. ખેતી
ઉત્તર:
C. ભરતગૂંથણ
પ્રશ્ન 9.
જનજાતિના સભ્યોના જીવન પર કયાં પરિબળોની સૌથી વધુ અસર હતી?
A. જંગલ અને પ્રકૃતિની
B. પ્રકૃતિ અને પશુઓની
C. જંગલ અને નદીઓની
D. જંગલ અને ગુફાની
ઉત્તર:
A. જંગલ અને પ્રકૃતિની
પ્રશ્ન 10.
જનજાતિના સભ્યોનાં ઘરો કયાં સંસાધનોથી બનેલાં હતાં?
A. આર્થિક
B. સાંસ્કૃતિક
C. સામાજિક
D. પ્રાકૃતિક
ઉત્તર:
D. પ્રાકૃતિક
પ્રશ્ન 11.
જનજાતિના લોકો શાની પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા?
A. કપડાં અને વાસણો પર
B. ઘેટાં-બકરાં અને બળદો પર
C. જમીન અને જમીનપેદાશો પર
D. દારૂગોળા અને તોપો પર
ઉત્તર:
C. જમીન અને જમીનપેદાશો પર
પ્રશ્ન 12.
જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે?
A. ખાનગીકરણનો
B. સામૂહિકતાનો
C. ઉદારીકરણનો
D. ઔદ્યોગિકીકરણનો
ઉત્તર:
B. સામૂહિકતાનો
પ્રશ્ન 13.
જનજાતિઓના લોકો કઈ જગ્યામાં નિવાસ કરતા જોવા મળ્યા નથી?
A. જંગલોમાં
B. દુર્ગમ વિસ્તારોમાં
C. ડુંગરોની તળેટીઓમાં
D. ધર્મશાળાઓમાં
ઉત્તર:
D. ધર્મશાળાઓમાં
પ્રશ્ન 14.
સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ કઈ જાતિઓ વિશે ઘણી ઓછી માહિતી આપી છે?
A. જનજાતિઓ
B. વિચરતી અને ગ્રામ્ય
C. વનવાસી અને ગુફાવાસી
D. વનવાસી અને શહેરી
ઉત્તર:
A. જનજાતિઓ
પ્રશ્ન 15.
વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે કઈ પરંપરાઓનો ઉપયોગ કરે છે?
A. લેખિત
B. મોખિક
C. સંગૃહીત
D. સંગઠિત
ઉત્તર:
B. મોખિક
પ્રશ્ન 16.
ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા શાનાથી તેમની વિશિષ્ટ ઓળખ ઊભી કરતી હતી?
A. વ્યવસાયોથી
B. મેળાઓથી
C. પોશાક અને ઘરેણાંથી
D. કલા-કૌશલોથી
ઉત્તર:
C. પોશાક અને ઘરેણાંથી
પ્રશ્ન 17.
ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષોનો પહેરવેશ શો હતો?
A. લેંઘો અને બંડી
B. ધોતિયું અને ખમીસ
C. પોતડી અને પહેરણ
D. ધોતિયું અને કાળી બંડી
ઉત્તર:
B. ધોતિયું અને ખમીસ
પ્રશ્ન 18.
વર્તમાન સમયમાં આદિવાસીઓ કયા પ્રસંગે તેમનો પરંપરાગત પોશાક પહેરે છે?
A. વિશિષ્ટ ઉત્સવો વખતે
B. લગ્નપ્રસંગે
C. બહારગામ જતી વખતે
D. દેવી-દેવતાઓના પૂજન વખતે
ઉત્તર:
A. વિશિષ્ટ ઉત્સવો વખતે
પ્રશ્ન 19.
આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે?
A. મેળાઓનો
B. રિવાજોનો
C. કલા-કૌશલનો
D. પ્રકૃતિનો
ઉત્તર:
D. પ્રકૃતિનો
પ્રશ્ન 20.
હાલના સમયમાં શાને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે?
A. ઉત્સવોને કારણે
B. શિક્ષણના વ્યાપને કારણે
C. કલા-કૌશલોને કારણે
D. ખેતીને કારણે
ઉત્તર:
B. શિક્ષણના વ્યાપને કારણે
પ્રશ્ન 21.
જનજાતિઓમાં ક્યો મુખ્ય સમૂહ છે?
A. ખેતી કરતો
B. પશુપાલન કરતો
C. વિશિષ્ટ કૌશલો ધરાવતો
D. વિશિષ્ટ રીતરિવાજો ધરાવતો
ઉત્તર:
C. વિશિષ્ટ કૌશલો ધરાવતો
પ્રશ્ન 22.
તેરમી-ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્ય હતી?
A. ખોખર અને બલોચ
B. નાગા અને અહોમ
C. ખોખર અને ગમ્બર
D. મુંડા અને સંથાલ
ઉત્તર:
C. ખોખર અને ગમ્બર
પ્રશ્ન 23.
મુઘલ બાદશાહ અકબરે કોને મનસબદાર બનાવ્યા હતા?
A. કમાલખાં ગખરને
B. કમાલખાં ખોખરને
C. કમાલખાં બલોચને
D. કમાલખાં મારવારને
ઉત્તર:
A. કમાલખાં ગખરને
પ્રશ્ન 24.
મુઘલો પહેલાં મુલતાન અને સિંધમાં કઈ જનજાતિઓનું આધિપત્ય હતું?
A. નાગા અને કૂકીનું
B. લંઘા અને અરઘુનનું
C. મુંડા અને સંથાલનું
D. કોરાગા અને વેતરનું
ઉત્તર:
B. લંઘા અને અરઘુનનું
પ્રશ્ન 25.
ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી?
A. બલોચ
B. લંઘા
C. સંથાલ
D. ગડી ગડરિયો
ઉત્તર:
A. બલોચ
પ્રશ્ન 26.
કઈ જનજાતિ વિવિધ નેતાઓ (આગેવાનો) ધરાવતાં નાનાંનાનાં કુળોમાં વિભાજિત હતી?
A. ખોખર
B. સંથાલ
C. મુંડા
D. બલોચ
ઉત્તર:
D. બલોચ
પ્રશ્ન 27.
પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ વસતી હતી?
A. અરઘુન
B. ચેર
C. ગડી ગડરિયો
D. મુંડા
ઉત્તર:
C. ગડી ગડરિયો
પ્રશ્ન 28.
ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં પ્રભુત્વ ધરાવતી જનજાતિઓ પૈકી કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી?
A. નાગા
B. કૂકી
C. મિઝો
D. સંથાલ
ઉત્તર:
D. સંથાલ
પ્રશ્ન 29.
હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું?
A. નટ સરદારોનું
B. ચેર સરદારોનું
C. મુંડા સરદારોનું
D. લંઘા સરદારોનું
ઉત્તર:
B. ચેર સરદારોનું
પ્રશ્ન 30.
ભારતના કયા ભાગમાં નાગા, કૂકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું?
A. ઉત્તર-પશ્ચિમ ભાગમાં
B. પશ્ચિમ-દક્ષિણ ભાગમાં
C. પૂર્વ-દક્ષિણ ભાગમાં
D. ઉત્તર-પૂર્વ ભાગમાં
ઉત્તર:
D. ઉત્તર-પૂર્વ ભાગમાં
પ્રશ્ન 31.
ઈ. સ. 1591માં અકબરના કયા સેનાપતિએ ચેરજાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી?
A. રાજા માનસિંહ
B. બહેરામખાને
C. સલીમે
D. રાજા ભગવાનદાસે
ઉત્તર:
A. રાજા માનસિંહ
પ્રશ્ન 32.
કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ સેનાએ ચેરજાતિના ઘણા કિલ્લાઓ કબર્જે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપ્યું હતું?
A. જહાંગીર
B. ઔરંગઝેબ
C. અકબર
D. હુમાયુ
ઉત્તર:
B. ઔરંગઝેબ
પ્રશ્ન 33.
હાલના બિહાર અને ઝારખંડ વિસ્તારની બે મહત્ત્વની જનજાતિઓ કઈ કઈ હતી?
A. કોરાગા અને મારવાર
B. નાગા અને કૂકી
C. ખોખર અને ગમ્બર
D. મુંડા અને સંથાલ
ઉત્તર:
D. મુંડા અને સંથાલ
પ્રશ્ન 34.
કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ રહેતી હતી?
A. કોળી અને બેરાદ
B. કોરાગા અને ભીલ
C. નાગા અને કૂકી
D. મુંડા અને સંથાલ
ઉત્તર:
A. કોળી અને બેરાદ
પ્રશ્ન 35.
પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં સૌથી મહત્ત્વની જનજાતિ કઈ હતી?
A. કોળી
B. સંથાલ
C. ભીલ
D. ગબ્બર
ઉત્તર:
C. ભીલ
પ્રશ્ન 36.
હાલના છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં કયા લોકોની વસ્તી વધારે છે?
A. મુંડા લોકોની
B. સંથાલ લોકોની
C. અહીમ લોકોની
D. ગોંડ લોકોની
ઉત્તર:
D. ગોંડ લોકોની
પ્રશ્ન 37.
દક્ષિણ ભારતની જનજાતિઓમાં કઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી?
A. કોરાગા
B. ચેર
C. વેતર
D. મારવાર
ઉત્તર:
B. ચેર
પ્રશ્ન 38.
જનજાતિઓનું જીવન મુખ્યત્વે કઈ પ્રવૃત્તિ પર આધારિત હતું?
A. પશુપાલન
B. ખેતી
C. ચીજવસ્તુઓનું ખરીદ-વેચાણ
D. લોકોનું મનોરંજન
ઉત્તર:
A. પશુપાલન
પ્રશ્ન 39.
પશ્ચિમ અને મધ્ય ભારતની જનજાતિઓમાં કઈ જાતિ સૌથી અગત્યની હતી?
A. મુંડા
B. સંથાલ
C. વણજારા
D. ભીલ
ઉત્તર:
D. ભીલ
પ્રશ્ન 40.
ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં કયા સરદારોનાં રજવાડાં હતાં?
A. ચેર સરદારોનાં
B. સંથાલ સરદારોનાં
C. ભીલ સરદારોનાં
D. મુંડા સરદારોનાં
ઉત્તર:
C. ભીલ સરદારોનાં
પ્રશ્ન 41.
ભારતની જૂની જનજાતિઓ પૈકીની કઈ જનજાતિ સૌથી જૂની છે?
A. અહોમ
B. ગોંડ
C. બેરાદ
D. સંથાલ
ઉત્તર:
B. ગોંડ
પ્રશ્ન 42.
ગોંડ જનજાતિના લોકો કઈ ખેતી કરતા હતા?
A. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી
B. સૂકી ખેતી
C. આદ્ર ખેતી
D. સઘન ખેતી
ઉત્તર:
A. સ્થળાંતરિત (ઝૂમ) ખેતી
પ્રશ્ન 43.
અકબરનામાની નોંધ પ્રમાણે ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં કુલ કેટલાં ગામડાં હતાં?
A. 70,000
B. 80,000
C. 90,000
D. 10,000
ઉત્તર:
A. 70,000
પ્રશ્ન 44.
ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેવી હતી?
A. પ્રાદેશિક
B. સમવાયી
C. પ્રાંતીય
D. કેન્દ્રીત
ઉત્તર:
D. કેન્દ્રીત
પ્રશ્ન 45.
ગોંડ રાજ્યનો દરેક ગઢ કેટલા ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો?
A. 12
B. 84
C. 24
D. 42
ઉત્તર:
B. 84
પ્રશ્ન 46.
ગોંડ રાજ્યમાં દરેક ચોર્યાસી કેટલાં ગામોના એક પેટા એકમમાં વહેંચાયેલી હતી?
A. બાર
B. દસ
C. ચોવીસ
D. બેતાલીસ
ઉત્તર:
A. બાર
પ્રશ્ન 47.
મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના ગોંડ રાજા અમનદાસે કઈ પદવી ધારણ કરી હતી?
A. સંગ્રામસિંહની
B. વિક્રમશાહની
C. સજ્જનશાહની
D. સંગ્રામશાહની
ઉત્તર:
D. સંગ્રામશાહની
પ્રશ્ન 48.
ગોંડ રાજા સંગ્રામશાહના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની કઈ રાજકુમારી સાથે લગ્ન કર્યા હતાં?
A. ભાનુમતિ
B. માયાવતી
C. દુર્ગાવતી
D. રૂપમતિ
ઉત્તર:
C. દુર્ગાવતી
પ્રશ્ન 49.
ગોંડ રાજા દલપતના અવસાન પછી દુર્ગાવતીએ પોતાના કયા પુત્રના નામથી શાસન સંભાળ્યું?
A. વીર જગદીશ
B. વીર નારાયણ
C. વીર અરવિંદ
D. વીર કેશવદાસ
ઉત્તર:
B. વીર નારાયણ
પ્રશ્ન 50.
ઈ. સ. 1565માં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને પરાજિત કરી?
A. આસીફખાન
B. યુસુફખાન
C. જલાલખાન
D. દિલેવરખાન
ઉત્તર:
A. આસીફખાન
પ્રશ્ન 51.
ગઢકઢંગા રાજ્ય શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું?
A. દારૂગોળાના
B. તોપોના
C. અનાજના
D. હાથીઓના
ઉત્તર:
D. હાથીઓના
પ્રશ્ન 52.
મુઘલોએ ગઢકઢંગા રાજ્ય પર વિજય મેળવી રાજ્યનો કેટલોક ભાગ વીર નારાયણના કયા કાકાને આપ્યો?
A. વિક્રમશાહને
B. ચંદરશાહને
C. જીતેન્દ્રશાહને
D. મનસુખશાહને
ઉત્તર:
B. ચંદરશાહને
પ્રશ્ન 53.
ગઢકઢંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય કોનાં આક્રમણો સામે ટકી શક્યું નહિ?
A. બુંદેલો અને મરાઠાઓનાં
B. રાજપૂતો અને મરાઠાઓનાં
C. ચંદેલો અને બુંદેલોનાં
D. મુઘલો અને મરાઠાઓનાં
ઉત્તર:
A. બુંદેલો અને મરાઠાઓનાં
પ્રશ્ન 54.
કયા લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની છે બ્રહ્મપુત્ર નદીના ખીણવિસ્તારમાં વસ્યા હતા?
A. ચેર
B. અહોમ
C. મુંડા
D. ગોંડ
ઉત્તર:
B. અહોમ
પ્રશ્ન 55.
અહોમ લોકોએ કોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી?
A. ભુઇયાની
B. સામૈયાની
C. ગઢકઢંગાની
D. મુલતાનની
ઉત્તર:
A. ભુઇયાની
પ્રશ્ન 56.
સત્તરમી સદીમાં કયા લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા?
A. સંથાલ લોકો
B. ગોંડ લોકો
C. ખોખર લોકો
D. અહોમ લોકો
ઉત્તર:
D. અહોમ લોકો
પ્રશ્ન 57.
ઈ. સ. 1662માં કોના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં અહોમ લોકો હારી ગયા હતા?
A. મીર કુકા
B. મીર કાસીમ
C. મીર જુમલા
D. મીર શાહિલ
ઉત્તર:
C. મીર જુમલા
પ્રશ્ન 58.
કયું રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ (Forced Labour) પર આધારિત હતું?
A. ગઢિયા
B. ગોંડ
C. અહોમ
D. મહોમ
ઉત્તર:
C. અહોમ
પ્રશ્ન 59.
અહોમ રાજ્યમાં બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા?
A. પાઇક
B. ગિરમીટિયા
C. વેઠિયા
D. બંધિત શ્રમિક
ઉત્તર:
A. પાઇક
પ્રશ્ન 60.
અહોમ રાજ્યમાં કઈ સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની?
A. અઢારમી
B. સોળમી
C. પંદરમી
D. સત્તરમી
ઉત્તર:
D. સત્તરમી
પ્રશ્ન 61.
અહોમ રાજ્યમાં સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની?
A. પ્રાંતીય
B. કેન્દ્રીત
C. પ્રાદેશિક
D. સમવાયી
ઉત્તર:
B. કેન્દ્રીત
પ્રશ્ન 62.
અહમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી?
A. ચોખાની
B. ચણાની
C. ઘઉંની
D. મકાઈની
ઉત્તર:
A. ચોખાની
પ્રશ્ન 63.
અહોમ રાજ્યના સમાજના કુળને શું કહેવામાં આવતું?
A. કુટુંબ
B. જૂથ
C. ખેલ
D. મંડળ
ઉત્તર:
C. ખેલ
પ્રશ્ન 64.
કયા અહોમ રાજા(ઈ. સ. 1714 – ઈ. સ. 1744)ના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો?
A. રાજસિંહ
B. માનસિંહ
C. સિબસિંહ
D. ગોપસિંહ
ઉત્તર:
C. સિબસિંહ
પ્રશ્ન 65.
અહોમ રાજ્યમાં કઈ ભાષાની સાહિત્યિક રચનાઓનો સ્થાનિક
ભાષામાં અનુવાદ કરવામાં આવતો?
A. અહોમ
B. સંસ્કૃત
C. હિન્દી
D. આસમી
ઉત્તર:
B. સંસ્કૃત
પ્રશ્ન 66.
કઈ ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી?
A. આસિકા
B. આલ્હા
C. અકબરનામા
D. બુરજી
ઉત્તર:
D. બુરજી
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ભારતના બંધારણમાં વિશિષ્ટ …………………….. ને અનુસૂચિમાં સામેલ કરી છે.
ઉત્તર:
આદિવાસી જાતિઓ
2. ભારતના બંધારણમાં વિશિષ્ટ આદિવાસી જાતિઓને ……………………….. માં સામેલ કરી છે.
ઉત્તર:
અનુસૂચિ
૩. ભારતની આદિવાસી જાતિઓને ………………………. તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
અનુસૂચિત જનજાતિઓ (Schedule Tribes)
4. સ્વતંત્રતા પૂર્વે ………………………… સમાજ કંઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો.
ઉત્તર:
આદિવાસી
5. દરેક જનજાતિના સભ્યો ………………………… પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા.
ઉત્તર:
કબીલા
6. જનજાતિના સમૂહના જીવન પર ……………………… અને ……………………….. ની સૌથી વધારે અસર હતી.
ઉત્તર:
જંગલ, પ્રકૃતિ
7. જનજાતિના સમૂહનાં ઘરો …………………………. સંસાધનોથી બનેલાં હતાં.
ઉત્તર:
પ્રાકૃતિક
8. સમકાલીન …………………………… અને ……………………….. એ જનજાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે.
ઉત્તર:
ઇતિહાસકારો, મુસાફરો
9. જનજાતિઓના લોકોનું જીવન …………………………… સ્વરૂપનું હતું.
ઉત્તર:
સામૂહિક
10. જનજાતિઓના સમૂહની અર્થવ્યવસ્થા …………………………. ના સિદ્ધાંત પર ગોઠવાયેલી હતી.
ઉત્તર:
સામૂહિકતા
11. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે. …………………………. દસ્તાવેજો મળતા નથી.
ઉત્તર:
લેખિત
12. જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ …………………….. નું અને ……………………….. પરંપરાઓનું રક્ષણ કરતી હતી.
ઉત્તર:
રીતરિવાજો, મૌખિક
13. વર્તમાન ઇતિહાસકારો ………………………. નો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે.
ઉત્તર:
જનજાતિઓ
14. ………………………… થી બનાવેલી ચીજવસ્તુઓ આદિવાસી સમૂહની આર્થિક આવકનું ખૂબ જ મહત્ત્વનું સાધન બન્યું હતું.
ઉત્તર:
કલા-કૌશલ
15. ……………………….. આદિવાસી સમૂહના જીવનનિર્વાહમાં અગત્યનું ભાગ ભજવતું હતું.
ઉત્તર:
પશુપાલન
16. ગુજરાતના જુદા જુદા ભાગોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાનાં ……………………… અને ………………………… થી વિશિષ્ટ ઓળખ ધરાવતી હતી.
ઉત્તર:
પોશાક, ઘરેણાં
17. ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ …………………….. પહેરતી હતી.
ઉત્તર:
ઝૂલડી
18. વર્તમાન સમયમાં આદિવાસી સમૂહો તેમના ઉત્સવો વખતે જ …………………………. પોશાક પહેરે છે.
ઉત્તર:
પરંપરાગત
19. આદિવાસી સમૂહ ………………………. નો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે.
ઉત્તર:
પ્રકૃતિ
20. આદિવાસી સમૂહ ……………………….. ને પ્રસન્ન કરવા વિધિવિધાનો કરે છે.
ઉત્તર:
દેવી-દેવતાઓ
21. દરેક જનજાતિના સમાજનું ……………………….. તેમના સમાજની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે.
ઉત્તર:
પંચ
22. જનજાતિઓમાં આવેલ ……………………… પરિવર્તનથી જનજાતિ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો.
ઉત્તર:
સાંસ્કૃતિક
23. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તનને લીધે વર્ણને બદલે ………………………….. સમાજના સંગઠનનો આધાર બની.
ઉત્તર:
જાતિ
24. ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ની ……………………….. વસ્તી જોવા મળે છે.
ઉત્તર:
જનજાતિ
25. તેરમી-ચૌદમી સદી દરમિયાન પંજાબમાં …………………………. જનજાતિઓ મુખ્ય હતી.
ઉત્તર:
ખોખર, ગબ્બર
26. મુઘલ બાદશાહ અકબરે ……………………….. ને મનસબદાર બનાવ્યા હતા.
ઉત્તર:
કમાલખાં ખમ્બર
27. ભારતના ……………………… ભાગમાં નાગા, કૂકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું.
ઉત્તર:
ઉત્તર-પૂર્વ
28. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં …………………………. જનજાતિ સૌથી શક્તિશાળી હતી.
ઉત્તર:
બલોચ
29. પશ્ચિમ હિમાલયમાં વસતી ………………………… નામની જનજાતિ મુખ્ય હતી.
ઉત્તર:
ગડી ગડરિયો
30. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ……………………………… નું આધિપત્ય હતું.
ઉત્તર:
ચેર સરદારો
31. ઈ. સ. 1591માં અકબરના સેનાપતિ ……………………… ચેરજાતિ પર હુમલો કરી તેને પરાજિત કરી હતી.
ઉત્તર:
રાજા માનસિંહે
32. મુઘલ બાદશાહ ………………………… ના સમયમાં મુઘલ સેનાએ ચેરજાતિના ઘણા કિલ્લાઓ જીત્યા હતા.
ઉત્તર:
ઔરંગઝેબ
33. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ………………………….. અને ……………………… નામની મહત્ત્વની જનજાતિઓ રહેતી હતી.
ઉત્તર:
મંડા, સંથાલ
34. ………………………. અને ……………………….. ના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને અન્ય કેટલીક જનજાતિઓ રહેતી હતી.
ઉત્તર:
કર્ણાટક, મહારાષ્ટ્ર
35. …………………….. માં કોરાગા, વેતર, મારવાર અને અન્ય જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં રહેતા હતા.
ઉત્તર:
દક્ષિણ ભારત
36. પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ……………………… જનજાતિના લોકો રહેતા હતા.
ઉત્તર:
ભીલ
37. ………………………… લોકોની વધુ વસ્તી હાલના છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં છે.
ઉત્તર:
ગોંડ
38. ……………………. પ્રજા ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે.
ઉત્તર:
ગોંડ
39. અકબરનામાની નોંધ મુજબ ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં ………………………. જેટલાં ગામડાં હતાં.
ઉત્તર:
70,000
40. ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા …………………………. હતી.
ઉત્તર:
કેન્દ્રીકૃત
41. ગોંડ રાજ્યની દરેક ચોર્યાસી બાર-બાર ગામના એક પેટા એકમ ……………………….. માં વહેંચવામાં આવતી.
ઉત્તર:
બારહોતો
42. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના ગોંડ રાજા અમનદાસે ……………………… ની પદવી ધારણ કરી હતી.
ઉત્તર:
સંગ્રામશાહ
43. સંગ્રામશાહના પુત્ર ……………………….. મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી ……………………….. સાથે લગ્ન કર્યા હતાં.
ઉત્તર:
દલપત, દુર્ગાવતી
44. ઈ. સ. 1565માં …………………….. ના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી હતી.
ઉત્તર:
આસીફખાન
45. ગઢકઢંગા રાજ્ય ……………………. ના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું.
ઉત્તર:
હાથીઓ
46. …………………………. પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા.
ઉત્તર:
ગઢકઢંગા
47. તેરમી સદીમાં ……………………….. લોકો હાલના મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવિસ્તારમાં વસ્યા હતા.
ઉત્તર:
અહોમ
48. અહોમ પ્રજાએ ……………………….. (ભૂસ્વામી / જમીનદાર)ની જૂની રાજ્યવ્યવસ્થાને બદલીને નવા અહોમ રાજ્યની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ભુઇયા
49. સોળમી સદીમાં અહોમ લોકોએ …………………………… અને ………………………….. રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવ્યાં હતાં.
ઉત્તર:
ચૂટિયો, કોચ-હાજો
50. સત્તરમી સદીમાં ……………………….. લોકો દારૂગોળો અને તોપો બનાવતા હતા.
ઉત્તર:
અહોમ
51. ઈ. સ …………………………….. માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ અહોમ લોકોને પરાજિત કર્યા હતા.
ઉત્તર:
1662
52. અહમ રાજ્ય ………………………. ના શ્રમ પર આધારિત હતું.
ઉત્તર:
બળજબરીપૂર્વક
53. અહોમ રાજ્યમાં રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો ‘………………………..’ કહેવાતા.
ઉત્તર:
પાઠક
54. સત્તરમી સદીના પ્રથમ દશકમાં અહોમની વહીવટી વ્યવસ્થા ………………….. બની હતી.
ઉત્તર:
કેન્દ્રીકૃત
55. અહોમ લોકોએ ………………………… ની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી.
ઉત્તર:
ચોખા
56. અહોમ સમાજના કુળને ‘…………………..’ કહેવામાં આવતું.
ઉત્તર:
ખેલ
57. શરૂઆતમાં અહોમ લોકો ………………………….. (પ્રકૃતિના દેવતાઓ)ની ઉપાસના કરતા હતા.
ઉત્તર:
જનજાતીય દેવતાઓ
58. અહોમ રાજ્યના રાજા મંદિરો અને બ્રાહ્મણોને ………………………. નું દાન આપતા.
ઉત્તર:
જમીન
59. અહોમ રાજા …………………….. ના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો.
ઉત્તર:
સિબસિંહ
60. અહોમ સમાજ અત્યંત …………………………. સમાજ હતો.
ઉત્તર:
સુસંસ્કૃત
61. …………………….. આધારિત સમાજ અને ………………………… સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું.
ઉત્તરઃ
વર્ણ, આદિવાસી
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ભારતમાં આદિવાસી જાતિઓને ‘અનુસૂચિત જાતિઓ’ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
2. દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા.
ઉત્તરઃ
ખોટું
૩. જનજાતિના સભ્યોના જીવન પર જંગલ અને પ્રકૃતિની ગાઢ અસર હતી.
ઉત્તરઃ
ખરું
4. જનજાતિના સભ્યોનાં ઘરો આધુનિક સંસાધનોથી બનેલાં હતાં.
ઉત્તરઃ
ખોટું
5. જનજાતિના લોકોની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત પ્રવર્તતો હતો.
ઉત્તરઃ
ખરું
6. જનજાતિઓ સામાન્ય રીતે જંગલો અને દુર્ગમ સ્થળોમાં રહેતી હતી.
ઉત્તરઃ
ખરું
7. જનજાતીય સમાજ પોતાની જરૂરિયાતો માટે સ્વાવલંબી હતો.
ઉત્તરઃ
ખોટું
8. જનજાતિના લોકોની માહિતી લેખિત દસ્તાવેજોમાં મળતી નથી.
ઉત્તરઃ
ખરું
9. આદિવાસી સમૂહ પોતાના જીવનનિર્વાહ માટે ખેતી, પશુપાલન, વન્યપેદાશો અને કલા-કોશલ પર નિર્ભર હતો.
ઉત્તરઃ
ખરું
10. ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, ખમીસ અને કાળી બંડી પહેરે છે.
ઉત્તરઃ
ખોટું
11. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું કે લેવો અને પહેરણ પહેરે છે.
ઉત્તરઃ
ખરું
12. ઉત્તર ગુજરાતમાં આદિવાસી સ્ત્રીઓ ઝૂલડી પહેરતી હતી.
ઉત્તરઃ
ખરું
13. વર્તમાન સમયમાં આદિવાસી સમુદાય લગ્નપ્રસંગે જ પરંપરાગત પોશાક પહેરે છે.
ઉત્તરઃ
ખોટું
14. આદિવાસી સમૂહ નૃત્યો-વાદ્યોનો પ્રેમી અને સંવર્ધક છે.
ઉત્તરઃ
ખોટું
15. દરેક જનજાતિમાં તેના સમાજનું પંચ તેમની પરંપરા જાળવવાનું કામ કરે છે.
ઉત્તરઃ
ખરું
16. અર્થવ્યવસ્થા બદલાતાં અને સમાજની જરૂરિયાતો વધતાં નવાં કલા-કૌશલો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ.
ઉત્તરઃ
ખરું
17. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તનને લીધે વર્ણને બદલે વિશિષ્ટ કૌશલ ધરાવતો સમૂહ સમાજના સંગઠનનો આધાર બન્યો.
ઉત્તરઃ
ખોટું
18. ભારતના માત્ર દક્ષિણ ભાગમાં જનજાતિની વસ્તી જોવા મળે છે.
ઉત્તરઃ
ખોટું
19. 13મી – 14મી સદી દરમિયાન મધ્ય પ્રદેશમાં ખોખર અને ખખ્ખર જનજાતિઓ રહેતી હતી.
ઉત્તરઃ
ખોટું
20. મરાઠાઓ પહેલાં મુલતાન અને સિંધમાં લંઘા અને અરઘુન જનજાતિઓનું આધિપત્ય હતું.
ઉત્તર:
ખોટું
21. અકબરે કમાલખાં અરઘુનને મનસબદાર બનાવ્યો હતો.
ઉત્તરઃ
ખોટું
22. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી જનજાતિ હતી.
ઉત્તરઃ
ખરું
23. પશ્ચિમ હિમાલયમાં મુખ્યત્વે ગડી ગડરિયો જનજાતિ રહેતી હતી.
ઉત્તરઃ
ખરું
24. હાલના બિહાર અને છત્તીસગઢના વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું પ્રભુત્વ હતું.
ઉત્તરઃ
ખોટું
25. ઈ. સ. 1775માં અકબરના સેનાપતિ રાજા માનસિંહ ચેર જાતિ પર હુમલા કરી તેને પરાજિત કરી હતી.
ઉત્તરઃ
ખોટું
26. ઓરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેરજાતિ પર આક્રમણ કરી તેમની સત્તા જમાવી હતી.
ઉત્તરઃ
ખરું
27. મુંડા અને સંથાલ જનજાતિઓ દક્ષિણ ભારતમાં રહેતી હતી.
ઉત્તરઃ
ખોટું
28. કર્ણાટક અને મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારોમાં કોળી, બેરાદ અને અન્ય જનજાતિઓ રહેતી હતી.
ઉત્તરઃ
ખરું
29. ભીલ જનજાતિ પશ્ચિમ અને મધ્ય ભારતમાં રહેતી મુખ્ય જનજાતિ હતી.
ઉત્તરઃ
ખરું
30. ભીલ કુળના કેટલાક લોકો પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા . હતા.
ઉત્તર:
ખોટું
31. ભારતના ગોંડવાના નામના વિશાળ નગર વિસ્તારમાં રહેનારી ગોંડ જનજાતિ ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે.
ઉત્તરઃ
ખોટું
32. ગોંડ જનજાતિ આદ્ર ખેતી કરતી હતી.
ઉત્તરઃ
ખોટું
33. ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો.
ઉત્તરઃ
ખરું
34. ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં 60,000 ગામડાંઓ હતાં.
ઉત્તરઃ
ખોટું
35. ગોંડ રાજ્ય ગઢમાં વહેંચાયેલું હતું.
ઉત્તરઃ
ખરું
36. દરેક ગઢ 84 ગામનો એક એકમ હતો, જેને ચોર્યાસી કહેવામાં આવતો.
ઉત્તરઃ
ખરું
37. ગઢકઢંગાના અહોમ રાજાએ સંગ્રામસિંહની પદવી ધારણ કરી હતી.
ઉત્તરઃ
ખોટું
38. ગઢકઢંગા રાજ્ય ઘોડાઓના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું.
ઉત્તરઃ
ખોટું
39. તેરમી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવિસ્તારમાં વસ્યા હતા.
ઉત્તરઃ
ખરું
40. અહોમ લોકોએ વણજારાઓની જૂની રાજકીય વ્યવસ્થા બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી.
ઉત્તર:
ખોટું
41. 17મી સદીમાં અહોમ લોકો બંદૂકો બનાવી શકતા હતા.
ઉત્તરઃ
ખોટું
42. ઈ. સ. 1662માં અહોમ લોકો મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે પરાજિત થયા હતા.
ઉત્તરઃ
ખરું
43. ગોંડ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ (Forced Labour) પર આધારિત હતું.
ઉત્તરઃ
ખોટું
44. જે લોકો પાસેથી રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવામાં આવતું તે ‘પાઇક’ કહેવાતા.
ઉત્તરઃ
ખોટું
45. સત્તરમી સદીના પ્રથમ દશકામાં અહોમ રાજ્યની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની હતી.
ઉત્તરઃ
ખરું
46. અહોમ લોકોએ શેરડીની નવી જાતો શોધી હતી.
ઉત્તરઃ
ખોટું
47. અહોમ સમાજ કુળમાં વિભાજિત હતો.
ઉત્તરઃ
ખરું
48. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ(પ્રકૃતિના દેવતાઓ)ને માનતા નહોતા.
ઉત્તરઃ
ખોટું
49. અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપતા.
ઉત્તરઃ
ખરું
50. અહીમ રાજા ચેતસિંહના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો.
ઉત્તરઃ
ખોટું
51. અહોમ સમાજ ખૂબ પછાત સમાજ હતો.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) જનજાતિઓની અર્થવ્યવસ્થા | (1) મનસબદાર |
(2) ખોખર અને ગબ્બર જનજાતિઓ | (2) મુલતાન અને સિંધ |
(3) લંઘા અને અરધુન જનજાતિઓ | (3) પંજાબ |
(4) કમાલખાં ખખ્ખર | (4) સામાજિકતાનો સિદ્ધાંત |
(5) સામૂહિકતાનો સિદ્ધાંત |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) જનજાતિઓની અર્થવ્યવસ્થા | (5) સામૂહિકતાનો સિદ્ધાંત |
(2) ખોખર અને ગબ્બર જનજાતિઓ | (3) પંજાબ |
(3) લંઘા અને અરધુન જનજાતિઓ | (2) મુલતાન અને સિંધ |
(4) કમાલખાં ખખ્ખર | (1) મનસબદાર |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) બિહાર અને ઝારખંડ | (1) ગોંડ |
(2) પશ્ચિમ અને મધ્ય ભારત | (2) હાથીઓનો વેપાર |
(3) ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક | (3) ઘોડાઓનો વેપાર |
(4) ગઢકઢંગા રાજ્ય | (4) ચેરજાતિ |
(5) ભીલ જનજાતિ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) બિહાર અને ઝારખંડ | (4) ચેરજાતિ |
(2) પશ્ચિમ અને મધ્ય ભારત | (5) ભીલ જનજાતિ |
(3) ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક | (1) ગોંડ |
(4) ગઢકઢંગા રાજ્ય | (2) હાથીઓનો વેપાર |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) અહમ લોકો | (1) કેન્દ્રીત |
(2) સિબસિંહ | (2) સુસંસ્કૃત |
(3) સુસંસ્કૃત સમાજ | (3) ચોખાની નવી પદ્ધતિઓ |
(4) અહોમ સમાજ | (4) હિંદુધર્મ |
(5) અહોમ સમાજ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) અહમ લોકો | (3) ચોખાની નવી પદ્ધતિઓ |
(2) સિબસિંહ | (4) હિંદુધર્મ |
(3) સુસંસ્કૃત સમાજ | (5) અહોમ સમાજ |
(4) અહોમ સમાજ | (2) સુસંસ્કૃત |
4.
વિભાગ ‘અ’ (પ્રદેશ) | વિભાગ ‘બ’ (પ્રજા) |
(1) પશ્ચિમ હિમાલય | (1) અહોમ |
(2) ઉત્તર-પશ્ચિમ ભારત | (2) મારવાર |
(3) દક્ષિણ ભારત | (3) ગોંડ |
(4) બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશ | (4) બલોચ |
(5) ગડી ગડરિયો |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (પ્રદેશ) | વિભાગ ‘બ’ (પ્રજા) |
(1) પશ્ચિમ હિમાલય | (5) ગડી ગડરિયો |
(2) ઉત્તર-પશ્ચિમ ભારત | (4) બલોચ |
(3) દક્ષિણ ભારત | (2) મારવાર |
(4) બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશ | (1) અહોમ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
ભારતના આદિવાસી સમૂહ સહિત અન્ય સમૂહોએ કઈ કઈ સંસ્કૃતિનું જતન કર્યું છે?
ઉત્તર:
ભારતના આદિવાસી સમૂહ સહિત અન્ય સમૂહોએ ઋષિ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિ અને વન સંસ્કૃતિનું જતન કર્યું છે.
પ્રશ્ન 2.
ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને શામાં સામેલ કરેલ છે?
ઉત્તર
ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં સામેલ કરેલ છે.
પ્રશ્ન 3.
આદિવાસી જનજાતિઓને કયા નામે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
આદિવાસી જનજાતિઓને અનુસૂચિત જનજાતિઓ(Schedule Tribes)ના નામે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 4.
ભારતના આદિવાસીઓની કઈ કઈ બાબતો તેમની આગવી ઓળખ ઊભી કરે છે?
ઉત્તર:
ભારતના આદિવાસીઓના વિવિધ ઉત્સવો, રૂઢિપરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલીઓ, ચિત્ર-સંગીત, નૃત્યો, મેળાઓ, વ્યવસાયો વગેરે બાબતો તેમની આગવી ઓળખ ઊભી કરે છે.
પ્રશ્ન 5.
આદિવાસી શબ્દનો શો અર્થ થાય?
ઉત્તરઃ
આદિવાસી શબ્દનો અર્થ આ પ્રમાણે થાય : આદિ એટલે ‘જૂના સમયથી’ અને વાસી એટલે ‘વસવાટ કરનાર’. (આમ, આદિવાસી એટલે જૂના સમયથી વસવાટ કરનાર.)
પ્રશ્ન 6.
પ્રત્યેક જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા?
ઉત્તર:
પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથા(પરિવાર અથવા કુટુંબઈથી એકબીજા સાથે જોડાયેલા હતા.
પ્રશ્ન 7.
જનજાતિના લોકો કઈ કઈ રીતે પોતાનું જીવન પસાર કરતા હતા?
ઉત્તર:
જનજાતિના લોકો શિકારી અને પશુપાલક તરીકે તેમજ ઓછાવત્તા અંશે ખેતી દ્વારા પોતાનું જીવન પસાર કરતા હતા.
પ્રશ્ન 8.
જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતાં પરિબળો કયાં હતાં?
ઉત્તર:
જંગલ અને પ્રકૃતિ જનજાતિઓના જીવન પર સૌથી વધુ અસર કરતાં પરિબળો હતાં.
પ્રશ્ન 9.
જનજાતિઓનાં મકાનો શાનાં બનેલાં હતાં?
ઉત્તર:
જનજાતિઓનાં મકાનો પ્રાકૃતિક સંસાધનોથી બનેલાં
હતાં.
પ્રશ્ન 10.
જનજાતિના લોકોનું જીવન સામૂહિક સ્વરૂપનું હતું એમ શાથી કહી શકાય?
ઉત્તરઃ
જનજાતિના લોકો જમીન અને જમીનપેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમો પ્રમાણે બધાં કુટુંબોમાં તેની વહેંચણી કરતા. આ પરથી કહી શકાય કે, જનજાતિના લોકોનું જીવન સામૂહિક સ્વરૂપનું હતું.
પ્રશ્ન 11.
જનજાતિઓની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે? શાથી?
ઉત્તર:
જનજાતિઓના લોકોનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે.
પ્રશ્ન 12.
જનજાતિઓ ક્યાં નિવાસ કરતી હતી?
ઉત્તરઃ
જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પહાડો, રણ અને દુર્ગમ સ્થળોએ નિવાસ કરતી હતી.
પ્રશ્ન 13.
જનજાતિઓ પોતાની જરૂરિયાતો કેવી રીતે મેળવતી?
ઉત્તરઃ
જનજાતિઓ પોતાની વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતી. તેથી તેઓ પોતાની જરૂરિયાતો એકબીજા પાસેથી મેળવતી.
પ્રશ્ન 14.
જનજાતિઓ વિશે બહુ ઓછી જાણકારી મળે છે. કેમ?
ઉત્તરઃ
સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ જનજાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. આ ઉપરાંત, આ જાતિઓના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. તેથી તેમના વિશે બહુ ઓછી જાણકારી મળે છે.
પ્રશ્ન 15.
વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે?
ઉત્તર:
વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા { માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે.
પ્રશ્ન 16.
આદિવાસી સમૂહનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું?
ઉત્તરઃ
આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્યપેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા-કૌશલથી બનાવેલી સાધનસામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું.
પ્રશ્ન 17.
ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતી આદિવાસી પ્રજાની વિશિષ્ટ ઓળખ કઈ કઈ હતી?
ઉત્તર:
ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતી આદિવાસી પ્રજાની વિશિષ્ટ ઓળખ તેમનો પોશાક અને ઘરેણાં હતી.
પ્રશ્ન 18.
ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષો કેવો પોશાક પહેરતા હતા?
ઉત્તર:
ઉત્તર ગુજરાતના આદિવાસી પુરુષો ધોતિયું, ખમીસ અને ફાળિયું પહેરતા હતા.
પ્રશ્ન 19.
દક્ષિણ ગુજરાતની કેટલીક જાતિઓમાં આદિવાસી પુરુષો કેવો પોશાક પહેરતા?
ઉત્તરઃ
દક્ષિણ ગુજરાતની કેટલીક જાતિઓમાં આદિવાસી પુરુષો ધોતિયું કે લેંઘો, પહેરણ અને ફાળિયું પહેરતા.
પ્રશ્ન 20.
આદિવાસી સમુદાયના લોકો તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે કેવો પોશાક પહેરે છે?
ઉત્તરઃ
આદિવાસી સમુદાયના લોકો તેમના વિશિષ્ટ ઉત્સવો વખતે તેમનો પરંપરાગત પોશાક પહેરે છે.
પ્રશ્ન 21.
આદિવાસી લોકોના વિવિધ પ્રસંગોએ કઈ બાબતો આજે પણ આકર્ષણ જન્માવે છે?
ઉત્તર:
આદિવાસી લોકોના વિવિધ પ્રસંગોએ તેમનાં વાદ્યો અને નૃત્યો આજે પણ આકર્ષણ જન્માવે છે.
પ્રશ્ન 22.
આદિવાસી સમૂહની મોટી ઓળખ ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ અને ઉત્સવોમાં જોવા મળે છે.
પ્રશ્ન 23.
આદિવાસી સમૂહ શાનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે?
ઉત્તર:
આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક રહ્યો છે.
પ્રશ્ન 24.
આદિવાસી સમૂહ કોની પર શ્રદ્ધા ધરાવે છે? તે માટે તેઓ શું કરે છે?
ઉત્તર:
આદિવાસી સમૂહ પ્રકૃતિનાં તત્ત્વો અને દેવી-દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે. તેઓ તેમને પ્રસન્ન કરવા વિધિવિધાનો કરે છે.
પ્રશ્ન 25.
આદિવાસી સમૂહની પરંપરાઓ જાળવવાનું કામ કોણ કરે છે?
ઉત્તરઃ
દરેક આદિવાસી સમૂહમાં તેમના સમાજનું પંચ હોય છે. તે તેમની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે.
પ્રશ્ન 26.
આદિવાસી સમાજમાં કયા કારણે પરિવર્તન આવ્યું છે? એ પરિવર્તન ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનિકી વિકાસ વગેરેને કારણે આદિવાસી સમાજમાં પરિવર્તન આવ્યું છે. એ પરિવર્તન તેમનાં ઝૂપડાંને સ્થાને પાકાં મકાનો, શિક્ષણની સુવિધાઓ, પહેરવેશ, સામાજિક ચેતના વગેરેમાં જોવા મળે છે.
પ્રશ્ન 27.
નવાં કલા-કૌશલો ધરાવતા લોકોની આવશ્યકતા શાથી ઊભી થઈ? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
અર્થવ્યવસ્થા બદલાતાં અને જરૂરિયાતોનું પ્રમાણ વધતાં નવાં કલા-કૌશલો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. પરિણામે સમાજ જુદી જુદી જાતિઓમાં વહેંચાઈ ગયો.
પ્રશ્ન 28.
જનજાતિઓમાં કયા સમૂહને મુખ્ય સ્થાન મળ્યું?
ઉત્તર:
જનજાતિઓમાં વિશિષ્ટ કલા-કૌશલ ધરાવતા સમૂહને મુખ્ય સ્થાન મળ્યું.
પ્રશ્ન 29.
13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે કઈ કઈ જનજાતિઓ રહેતી હતી?
ઉત્તર:
13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે ખોખર અને ગમ્બર નામની જનજાતિઓ રહેતી હતી.
પ્રશ્ન 30.
મોઘલો પહેલાં મુલતાન અને સિંધમાં કઈ કઈ જનજાતિઓનું આધિપત્ય હતું?
ઉત્તર:
મોઘલો પહેલાં મુલતાન અને સિંધમાં લંઘા અને અરઘુન જનજાતિઓનું આધિપત્ય હતું.
પ્રશ્ન 31.
પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ રહેતી હતી?
ઉત્તર:
પશ્ચિમ હિમાલયમાં ગડી ગડરિયો નામની જનજાતિ રહેતી હતી.
પ્રશ્ન 32.
ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં કઈ કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું?
ઉત્તર:
ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં નાગા, કૂકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું.
પ્રશ્ન 33.
બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારોમાં હતું?
ઉત્તર:
બારમી સદી સુધી હાલના બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળના કેટલાક વિસ્તારોમાં ચેર સરદારોનું આધિપત્ય હતું.
પ્રશ્ન 34.
ચેરજાતિ પર કોણે હુમલા કરી તેને પરાજિત કરી હતી?
ઉત્તર:
ચેરજાતિ પર અકબરના સેનાપતિ રાજા માનસિંહે હુમલા કરી તેને પરાજિત કરી હતી.
પ્રશ્ન 35.
ચેરજાતિ પર કોણે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું? કેવી રીતે?
ઉત્તર:
ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેરજાતિ પર હુમલા કરી, તેમના કિલ્લાઓ કબજે કરી, તેના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું.
પ્રશ્ન 36.
હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં કઈ મહત્ત્વની જનજાતિઓ રહેતી હતી?
ઉત્તર:
હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં મુંડા અને સંથાલ નામની બે મહત્ત્વની જનજાતિઓ રહેતી હતી.
પ્રશ્ન 37.
કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ કઈ જનજાતિઓ રહેતી હતી?
ઉત્તર:
કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને અન્ય કેટલીક જનજાતિઓ રહેતી હતી.
પ્રશ્ન 38.
દક્ષિણ ભારતમાં કઈ કઈ જનજાતિઓ રહેતી હતી?
ઉત્તર:
દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને અન્ય જનજાતિઓ રહેતી હતી.
પ્રશ્ન 39.
ભીલ જનજાતિ ક્યાં રહેતી હતી?
ઉત્તર:
ભીલ જનજાતિ પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં રહેતી હતી.
પ્રશ્ન 40.
ભારતની કઈ પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે?
ઉત્તર:
ભારતમાં ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેતી પ્રજા ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 41.
ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક જનજાતિ કિઈ છે?
ઉત્તરઃ
ગોંડ જનજાતિ એ ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક જનજાતિ છે.
પ્રશ્ન 42.
ગોંડ જનજાતિના લોકો કયા પ્રકારની ખેતી કરતા હતા?
ઉત્તર:
ગોંડ જનજાતિના લોકો સ્થળાંતરિત (ઝૂમ) ખેતી કરતા હતા.
પ્રશ્ન 43.
અકબરનામામાં ગોંડ રાજ્ય વિશે કઈ નોંધ થયેલી છે?
ઉત્તર:
અકબરનામામાં ગોંડ રાજ્ય વિશે નોંધ થયેલી છે કે, કે ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં લગભગ 70,000 જેટલાં ગામડાંઓ હતાં.
પ્રશ્ન 44.
ભારતમાં ગોંડ લોકોની વસ્તી ક્યાં ક્યાં વધુ છે?
ઉત્તર:
ભારતમાં હાલના છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે.
પ્રશ્ન 45.
ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેવી હતી?
ઉત્તર:
ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેન્દ્રીત હતી.
પ્રશ્ન 46.
ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થાનું માળખું કેવું હતું?
ઉત્તરઃ
ગોંડ રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને ‘ચોર્યાસી’ કહેવાતો અને દરેક ચોર્યાસી બાર-બાર ગામના એક પેટા એકમ ‘બારહોતો’માં વહેચાયેલો હતો.
પ્રશ્ન 47.
સંગ્રામશાહની પદવી કોણે ધારણ કરી હતી? શા માટે?
ઉત્તર:
મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના છે ગોંડ રાજા અમનદાસે સંગ્રામશાહની પદવી ધારણ કરી હતી.
પ્રશ્ન 48.
દુર્ગાવતી કોણ હતી? તેણે કોની સાથે લગ્ન કર્યું હતું?
ઉત્તર:
દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી (પુત્રી) હતી. તેણે ગઢકઢંગાના ગોંડ રાજા સંગ્રામશાહના પુત્ર દલપત સાથે લગ્ન કર્યું હતું.
પ્રશ્ન 49.
દુર્ગાવતીએ કોના નામથી શાસન સંભાળ્યું હતું? શા માટે?
ઉત્તર:
યુવાન વયે પોતાના પતિ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું.
પ્રશ્ન 50.
દુર્ગાવતીને કોણે પરાજિત કરી હતી? ક્યારે?
ઉત્તર:
આસીફખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ ઈ. સ. 1565માં દુર્ગાવતીને પરાજિત કરી હતી.
પ્રશ્ન 51.
ગઢકઢંગા રાજ્ય શાના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું?
ઉત્તર:
ગઢકઢંગા રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું હતું.
પ્રશ્ન 52.
મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ કેવી રીતે મેળવ્યા?
ઉત્તર:
ગઢકઢંગા રાજ્ય હાથીઓનો વેપાર કરીને પુષ્કળ ધન એકઠું કર્યું હતું. એ ગઢકઢંગા રાજ્ય પર વિજય મેળવીને મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા.
પ્રશ્ન 53.
ગઢકઢંગા રાજ્ય કોના આક્રમણ સામે ટકી શક્યું નહિ? છે શા માટે?
ઉત્તર:
મુઘલોના આક્રમણથી ગઢકઢંગા રાજ્ય ખૂબ નિર્બળ બન્યું હતું. તેથી તે શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહિ.
પ્રશ્ન 54.
અહોમ લોકો ક્યાંથી આવીને ભારતમાં ક્યાં વસ્યા?
ક્યારે?
ઉત્તર:
13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવિસ્તારમાં વસ્યા.
પ્રશ્ન 55.
અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કે કેવી રીતે કરી?
ઉત્તર:
16મી સદીમાં ચૂટિયો (ઈ. સ. 1523) અને કોચહાજો (ઈ. સ. 1581) રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવ્યાં તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી.
પ્રશ્ન 56.
17મી સદીમાં અહોમ લોકો શાનું નિર્માણ કરતા હતા?
ઉત્તર:
17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ કરતા હતા.
પ્રશ્ન 57.
અહોમ લોકોની કોની સામે હાર થઈ? ક્યારે?
ઉત્તર:
ઈ. સ. 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળના મુઘલ સૈન્ય સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકોની હાર થઈ.
પ્રશ્ન 58.
અહોમ રાજ્ય કયા શ્રમ પર આધારિત હતું?
ઉત્તર:
અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ (Forced 3 Labour) પર આધારિત હતું.
પ્રશ્ન 59.
રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા?
ઉત્તરઃ
રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો ‘પાઇક’ કહેવાતા.
પ્રશ્ન 60.
અહોમ કુળો ક્યારે વેરવિખેર થઈ ગયાં?
ઉત્તર:
વસ્તીગણતરીને આધારે વધારે વસ્તી ધરાવતા | વિસ્તારોમાંથી ઓછી વસ્તીગીચતા ધરાવતા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવતાં અહોમ કુળો વેરવિખેર થઈ ગયાં.
પ્રશ્ન 61.
ભારતમાં વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ શાથી ગુનો ગણાય છે?
ઉત્તરઃ
વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર ભારતમાં કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે.
પ્રશ્ન 62.
અહમ જનજાતિના તમામ પુરુષો ક્યાં કામ કરતા હતા?
ઉત્તરઃ
અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં સૈનિકો તરીકે કામ કરતા હતા; જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા હતા.
પ્રશ્ન 63.
અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ વિકસાવી હતી?
ઉત્તર:
અહોમ લોકોએ ચોખાની નવી પદ્ધતિઓ વિકસાવી હતી.
પ્રશ્ન 64.
અહોમ સમાજ શામાં વહેંચાયેલો હતો? તેને શું કહેવામાં આવતું?
ઉત્તરઃ
અહોમ સમાજ કુળોમાં વહેંચાયેલો હતો. તેમના દરેક કુળને ખેલ’ કહેવામાં આવતું.
પ્રશ્ન 65.
અહોમ સમાજમાં ખેડૂતને કયો અધિકાર મળેલો હતો?
ઉત્તરઃ
અહોમ સમાજમાં ખેડૂતને ગામના સમાજે આપેલી જમીન ગામના સમાજની મંજૂરી વિના રાજા પણ પડાવી શક્તો નહોતો.
પ્રશ્ન 66.
શરૂઆતમાં અહોમ લોકો કયા દેવતાઓની ઉપાસના કરતા હતા?
ઉત્તર:
શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ(પ્રકૃતિના દેવતાઓ)ની ઉપાસના કરતા હતા.
પ્રશ્ન 67.
અહોમ રાજા કોને જમીનનું દાન આપતો?
ઉત્તર:
અહોમ રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપતો.
પ્રશ્ન 68.
કોના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો?
ઉત્તર:
અહોમ રાજા સિબસિંહ (ઈ. સ. 1714થી ઈ. સ. 1744)ના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો.
પ્રશ્ન 69.
‘બુજી’ નામની ઐતિહાસિક કૃતિને કઈ કઈ ભાષામાં લખવામાં આવી હતી?
ઉત્તર:
બુરજી’ નામની ઐતિહાસિક કૃતિને પ્રથમ અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી.
પ્રશ્ન 70.
વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજમાં શાથી પરિવર્તન આવ્યું?
ઉત્તરઃ
વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા. તેથી બંને સમાજમાં પરિવર્તન આવ્યું.
પ્રશ્ન 71.
કેટલીક જનજાતિઓએ કેવાં રાજ્યોની સ્થાપના કરી? તેનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતાં મોટાં શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી. પરિણામે તેઓને તેમનાથી મોટાં સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ભારતની મુખ્ય જનજાતિઓ અને તેમનાં ક્ષેત્રો જણાવો. અથવા ટૂંક નોંધ લખો ભારતની મુખ્ય જનજાતિઓનાં ક્ષેત્રો
ઉત્તર:
ભારતની મુખ્ય જનજાતિઓ અને તેમનાં ક્ષેત્રો નીચે પ્રમાણે છે :
- 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં મુખ્યત્વે ખોખર અને ગમ્બર જનજાતિ રહેતી હતી.
- મુલતાન અને સિંધમાં મુખ્યત્વે લંઘા અને અરધુન જનજાતિ રહેતી હતી.
- ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ રહેતી હતી.
- પશ્ચિમ હિમાલયમાં ગડ્ડી ગડરિયો જનજાતિ રહેતી હતી.
- ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં નાગા, કૂકી, મિઝો, અહોમ વગેરે જનજાતિઓ રહેતી હતી.
- હાલના બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળના કેટલાક વિસ્તારોમાં ચેર, મુંડા અને સંથાલ જનજાતિઓ રહેતી હતી.
- કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાટ અને અન્ય કેટલીક જનજાતિઓ રહેતી હતી.
- દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, સારવાર અને અન્ય જનજાતિઓ રહેતી હતી.
- પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભીલ જનજાતિ રહેતી હતી.
- હાલના છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં ગોંડ જનજાતિ રહેતી હતી.
- ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વપટ્ટીના વિસ્તારમાં કેટલીક જનજાતિઓ રહે છે.
પ્રશ્ન 2.
અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી , રીતે કરી?
ઉત્તરઃ
13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશમાં સ્થાયી થયા હતા. તેમણે ભુઇયા(ભૂસ્વામી | જમીનદાર)ની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂટિયો (ઈ. સ. 1523) અને કોચ-હાજો (ઈ. સ. 1581) રાજ્યોને પોતાના રાજ્યમાં સમાવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ પ્રજાએ વિશાળ અહમ રાજ્યની સ્થાપના કરી હતી.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
ભારતની આદિવાસી જાતિઓ
ઉત્તરઃ
ભારતની આદિવાસી જાતિઓને ‘અનુસૂચિત જનજાતિઓ’ (Schedule Tribes) તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી શબ્દનો અર્થ આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર’ એવો થાય છે. આ નામમાં જ ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે તેમનો સંબંધ સ્પષ્ટ થાય છે.
આદિવાસી જનજાતિના વિવિધ ઉત્સવો, રૂઢિ-પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલીઓ, ચિત્ર-સંગીત, નૃત્યો વગેરે તેમની આગવી ઓળખ ઊભી કરે છે. દરેક જનજાતિના સભ્યો કબીલાઈ (પરિવાર અથવા કુટુંબ) પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકાર, પશુપાલન અને ખેતી દ્વારા જીવનનિર્વાહ કરતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતાં પરિબળો હતાં. તેમનાં ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલાં છે હતાં. જનજાતિના લોકો જમીન અને ખેતપેદાશો પર સંયુક્ત અધિકાર ધરાવતા હતા. તેથી, તેઓ પોતાના બનાવેલા નિયમો છે મુજબ બધાં કુટુંબો વચ્ચે ખેતપેદાશો વહેંચી લેતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હતું. તેથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત પ્રવર્તતો હતો. જનજાતિના બધા સમુદાયોમાં સામાજિક સમાનતા હતી. જનજાતિઓ સામાન્ય રીતે જંગલો, પર્વતો, રણપ્રદેશો અને દુર્ગમ સ્થળોમાં વસવાટ કરતી હતી.
આદિવાસી જનજાતિઓને કેટલીક વાર શાસકો સાથે સંઘર્ષ થતો, આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા અને સંસ્કૃતિ જાળવી રાખી હતી.
બધી જનજાતિઓ તેમની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતી. નિર્ભરતાના સંબંધને કારણે તેમનામાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. જનજાતિઓની જાણકારી વિશેના લેખિત દસ્તાવેજો મળતા નથી. જનજાતિઓ તેમના સમૃદ્ધ રીતરિવાજો અને મૌખિક પરંપરાઓ સાચવતી હતી અને તેને નવી પેઢીને વારસામાં આપતી હતી. ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે એ મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે.
પ્રશ્ન 2.
આદિવાસી સમૂહની જીવનશૈલી અને સંસ્કૃતિ
ઉત્તરઃ
આદિવાસી સમૂહ કેટલીક બાબતોમાં બીજા સમૂહ કે કરતાં ભિન્નતા ધરાવે છે, તો કેટલીક સાંસ્કૃતિક બાબતોમાં તેમની માન્યતાઓ બીજા સમાજ સાથે મળતી આવે છે.
આદિવાસી સમૂહનું જીવન શિકાર, એકઠી કરેલી વનપેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા-કૌશલથી બનાવેલી સાધનસામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું.
ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં રહેતી આદિવાસી પ્રજા પોતાનાં પોશાક અને ઘરેણાંથી વિશિષ્ટ ઓળખ ધરાવતી હતી. ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, પહેરણ અને ફાળિયું પહેરતા હતા, જ્યારે ગુજરાતી પૂર્વપટ્ટી(ડાંગ)માં પુરુષો પોતડી અને કાળી બંડી પહેરતા. દક્ષિણ ગુજરાતમાં પુરુષો ધોતિયું કે લેંઘો અને પહેરણ પહેરતા. ઉત્તર ગુજરાતમાં આદિવાસી મહિલાઓ ઝૂલડી પહેરતી હતી. આજે મોટા ભાગના આદિવાસી સમૂહોએ સામાન્ય સમાજનો પહેરવેશ અપનાવ્યો છે. તેઓ વિશિષ્ટ ઉત્સવોના પ્રસંગોએ જ પોતાનો પરંપરાગત પોશાક પહેરે છે. એ સમયે તેમનાં નૃત્યો અને વાદ્યો સોને આકર્ષિત કરે છે.
આદિવાસી સમૂહની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ અને ઉત્સવો એ તેમની મોટી ઓળખ છે. આદિવાસી સમૂહ પ્રકૃતિનો પ્રેમી અને સંવર્ધક છે. તે પ્રકૃતિનાં તત્ત્વો અને દેવી-દેવતાઓ પર શ્રદ્ધા ધરાવે છે. તેઓ તેમને પ્રસન્ન કરવા વિધિવિધાનો કરે છે. દરેક આદિવાસી સમૂહમાં તેમના સમાજનું પંચ હોય છે. તે તેમની પરંપરાઓ જાળવવાનું કામ કરે છે.
સરકારની વિવિધ યોજનાઓ, શિક્ષણનો વ્યાપ, તકનિકી વિકાસ વગેરેને કારણે આદિવાસી સમૂહમાં પરિવર્તન આવ્યું છે. એ પરિવર્તન તેમનાં ઝૂંપડાંને સ્થાને પાકાં મકાનો, શિક્ષણની સુવિધાઓ, પહેરવેશ, સામાજિક ચેતના વગેરેમાં જોવા મળે છે.
પ્રશ્ન 3.
જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન
ઉત્તરઃ
જનજાતિઓની અર્થવ્યવસ્થામાં પરિવર્તન આવતાં તેમજ સમાજની જરૂરિયાતો વધતાં નવાં નવાં કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યક્તા ઊભી થઈ. પરિણામે સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ, અનેક જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. એ જાતિઓમાં મુખ્યત્વે વિશિષ્ટ કૌશલ્યો ધરાવતા સમુદાયો છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની.
પ્રશ્ન 4.
ગોંડ રાજ્ય
ઉત્તર:
ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. તે દેશની જૂની જનજાતિઓ . પૈકીની એક છે. તે સ્થળાંતરિત (ઝૂમ) ખેતી કરતી. તે નાનાં નાનાં કુળોમાં વહેંચાયેલી હતી. ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામાની નોંધ મુજબ ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલાં ગામડાંઓ હતાં. ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળની સત્તા હતી. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને ‘ચોર્યાસી’ કહેવામાં આવતો હતો. દરેક ચોર્યાસીને બાર ગામના એક પેટા એકમ – ‘બારહો’માં વહેંચવામાં આવી હતી.
મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામશાહ’ની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતનાં લગ્ન મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી દુગદિવી સાથે થયાં હતાં. દલપતનું યુવાનીમાં અવસાન થતાં દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું. ઈ. સ. 1565માં આસીફખાનના નેતૃત્વ નીચે મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. દુર્ગાવતી અને તેનો પુત્ર યુદ્ધમાં લડતાં લડતાં મૃત્યુ પામ્યાં હતાં.
ગઢકઢંગાના ગોંડ રાજ્ય હાથીઓના વેપારમાં ઘણું ધન મેળવ્યું હતું. મુઘલોએ ગોંડ રાજ્યને હરાવીને તેની પાસેથી પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે ગોંડ રાજ્યના મોટા ભાગ પર સત્તા જમાવી રાખીને બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદરશાહને સોંપ્યો. મુઘલો સામેના પરાજય પછી નિર્બળ બનેલું ગોંડ રાજ્ય બુંદેલો અને મરાઠાઓના હુમલા સામે ટકી શક્યું નહિ.
પ્રશ્ન 5.
ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા
ઉત્તરઃ
ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. તે દેશની જૂની જનજાતિઓ . પૈકીની એક છે. તે સ્થળાંતરિત (ઝૂમ) ખેતી કરતી. તે નાનાં નાનાં કુળોમાં વહેંચાયેલી હતી. ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામાની નોંધ મુજબ ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલાં ગામડાંઓ હતાં. ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળની સત્તા હતી. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને ‘ચોર્યાસી’ કહેવામાં આવતો હતો. દરેક ચોર્યાસીને બાર ગામના એક પેટા એકમ – ‘બારહો’માં વહેંચવામાં આવી હતી.
મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામશાહ’ની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતનાં લગ્ન મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી દુગદિવી સાથે થયાં હતાં. દલપતનું યુવાનીમાં અવસાન થતાં દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું. ઈ. સ. 1565માં આસીફખાનના નેતૃત્વ નીચે મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. દુર્ગાવતી અને તેનો પુત્ર યુદ્ધમાં લડતાં લડતાં મૃત્યુ પામ્યાં હતાં.
ગઢકઢંગાના ગોંડ રાજ્ય હાથીઓના વેપારમાં ઘણું ધન મેળવ્યું હતું. મુઘલોએ ગોંડ રાજ્યને હરાવીને તેની પાસેથી પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે ગોંડ રાજ્યના મોટા ભાગ પર સત્તા જમાવી રાખીને બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદરશાહને સોંપ્યો. મુઘલો સામેના પરાજય પછી નિર્બળ બનેલું ગોંડ રાજ્ય બુંદેલો અને મરાઠાઓના હુમલા સામે ટકી શક્યું નહિ.
પ્રશ્ન 6.
રાણી દુર્ગાવતી
ઉત્તરઃ
રાણી દુર્ગાવતી મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી હતી. તેનાં લગ્ન ગઢકઢંગાના ગોંડ રાજા સંગ્રામશાહના રાજકુમાર દલપત સાથે થયાં હતાં. દલપતનું યુવાનીમાં જ અવસાન થતાં દુર્ગાવતીએ પોતાના પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનું શાસન સંભાળ્યું હતું. ઈ. સ. 1565માં આસીફખાનના સેનાપતિપદે મુઘલ સૈન્ય ગોંડ રાજ્ય પર હુમલો કર્યો. રાણી દુર્ગાવતીએ બહાદુરીપૂર્વક મુઘલ સૈન્યનો સામનો કર્યો. પરંતુ યુદ્ધમાં લડતાં લડતાં રાણી દુર્ગાવતી અને વીર નારાયણ મૃત્યુ પામ્યાં. આમ, રાણી દુર્ગાવતી વીર નારી તરીકે જાણીતા બન્યાં હતાં.
પ્રશ્ન 7.
અહોમ રાજ્ય
ઉત્તર:
13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમમાં બ્રહ્મપુત્ર નદીના ખીણપ્રદેશમાં વસ્યા હતા. તેમણે ભુઇયા(ભૂસ્વામી / જમીનદાર)ની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં યુટિયો (ઈ. સ. 1523) અને કોચ-હાજો (ઈ. સ. 1581) રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવીને તેમજ આસપાસની જનજાતિઓને જીતીને તેમણે એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવી શકતા હતા.
દક્ષિણ-પશ્ચિમ ભારત તરફથી અહોમ લોકો પર ઘણાં આક્રમણો થયાં હતાં. ઈ. સ. 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સામે બહાદુરીપૂર્વક લડવા છતાં અહોમ લોકોની હાર થઈ હતી.
અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ (Forced Labour) પર આધારિત હતું. રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો પાઇક’ કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં રાજ્યને ‘પાઈક’ મોકલવાના રહેતા. વસ્તીગણતરીને આધારે વધારે વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીગીચતા ધરાવતા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવતાં અહોમ કુળો વેરવિખેર થઈ ગયાં. અહમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સૈનિકો તરીકે કામ કરતા હતા; જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવાં સાર્વજનિક કામો કરતા હતા. અહમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી. અહોમ સમાજ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો હતો.
પ્રશ્ન 8.
અહોમ સમાજ
ઉત્તરઃ
અહોમ સમાજ કુળોમાં વહેંચાયેલો હતો. તેમના દરેક કુળને ‘ખેલ’ કહેવામાં આવતું. ઘણાં ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ગામના સમાજે ખેડૂતને આપેલી જમીન ગામના સમાજની મંજૂરી વિના રાજા પણ પાછી લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાઓ(પ્રકૃતિના દેવતાઓ)ની ઉપાસના કરતા હતા. રાજા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપતા હતા. અહોમ રાજા સિબસિંહ(ઈ. સ. 1714થી 1744)ના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો. હિંદુધર્મ અપનાવ્યા છતાં, અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહોતી. સમાજમાં કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપવામાં આવતું હતું. સમાજમાં નાટ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. એ સમયમાં સંસ્કૃતની મહત્ત્વની સાહિત્યિક રચનાઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરજી’ નામની ઐતિહાસિક કૃતિને પ્રથમ અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી. ખરેખર, અહોમ સમાજ સુસંસ્કૃત હતો.
પ્રશ્ન 9.
સ્થળાંતરિત (ઝૂમ) ખેતી
ઉત્તર:
ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરિત (ઝૂમ) ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોનાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. બે-ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને
‘સ્થળાંતરિત’ કે ‘ઝૂમ’ ખેતી કહે છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. આ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.
નીચેનાં વિધાનોનાં ઐતિહાસિક કારણો આપો:
પ્રશ્ન 1.
જનજાતિઓની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે.
ઉત્તરઃ
સામૂહિકતાનો સિદ્ધાંત સામૂહિક જીવન પર આધારિત છે. સમૂહમાં રહેવું, સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા; એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા. જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી. એ જમીન પર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા હતા. આમ, જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત પર આધારિત હતું. આ ઉપરાંત, તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે.
પ્રશ્ન 2.
વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે.
ઉત્તરઃ
કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે તેમના ઇતિહાસ વિશે લેખિત દસ્તાવેજો નહોતા. પરંતુ તેઓ તેમના સમૃદ્ધ રીતરિવાજો અને મૌખિક પરંપરાઓ સાચવતા હતા. $ એ સઘળું તેઓ નવી પેઢીને વારસામાં આપતા હતા. આમ, પેઢી દર પેઢી સચવાયેલી મૌખિક પરંપરાઓ જ તેમનો ઈતિહાસ બની હતી. તેથી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે.
પ્રશ્ન 3.
અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો.
ઉત્તરઃ
- અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો.
- સમાજમાં નાટ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું.
- એ સમયે સંસ્કૃતની મહત્ત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો.
- બુરજી’ નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી.
ઉપર્યુક્ત બાબતોના આધારે કહી શકાય કે, અહોમ સમાજ 3 સુસંસ્કૃત હતો.
પ્રવૃત્તિઓ
1. આ પ્રકરણમાં દર્શાવેલ જનજાતિઓનું સ્થાન ભારતના નકશામાં દર્શાવો. કોઈ પણ બે જનજાતિઓની તેમની આજીવિકા તેમજ તેમની ભૌગોલિક વિશેષતા અને પર્યાવરણની અનુકૂળતા સંદર્ભે ચર્ચા કરો.
2. હાલની સરકાર દ્વારા આદિવાસીઓ સંદર્ભે ઘડવામાં આવેલ નીતિઓ વિશે જાણો અને તે સંદર્ભે ચર્ચાનું આયોજન કરો.
3. તમારા વિષયશિક્ષકની મદદથી ગુજરાતમાં રહેતી આદિવાસી સમૂહોની યાદી બનાવો. ગુજરાતના રેખાંકિત નકશામાં એ જનજાતિઓના વિસ્તારો દર્શાવો.
4. શાળાના પુસ્તકાલય કે ઈન્ટરનેટની મદદથી જનજાતિઓના પોશાકો, વ્યવસાયો, તહેવારો, મેળાઓ, નૃત્યો વગેરેની માહિતી મેળવી એક હસ્તલેખિત અંક તૈયાર કરો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી 3 સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખોઃ
પ્રશ્ન 1.
મધ્યયુગમાં ખૂબ શક્તિશાળી જનજાતિમાં કોનો સમાવેશ થતો નથી?
A. ખોખર – પંજાબનો
B. બલોચ ઉત્તર – પશ્ચિમ ભાગનો
C. ડુંગરી ગરાસિયાનો
D. લંઘા – મુલતાનનો
ઉત્તરઃ
C. ડુંગરી ગરાસિયાનો
પ્રશ્ન 2.
બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય કયા વિસ્તારમાં હતું?
A. ગોવા અને કોંકણમાં
B. બિહાર અને ઝારખંડમાં
C. ઉત્તર પ્રદેશમાં
D. ગુજરાતમાં
ઉત્તરઃ
B. બિહાર અને ઝારખંડમાં
પ્રશ્ન ૩.
ભારતની સૌથી જૂની જનજાતિઓ પૈકીની એક જાતિ કઈ છે?
A. અહોમ
B. ગોંડ
C. ચેર
D. ખરેખર
ઉત્તરઃ
B. ગોંડ
પ્રશ્ન 4.
હાલના ભારતના નકશામાં અહોમ રાજ્યને કઈ દિશાના વિસ્તારમાં દર્શાવી શકાય?
A. પશ્ચિમ
B. દક્ષિણ
C. ઉત્તર-પૂર્વ
D. પૂર્વ-દક્ષિણ
ઉત્તરઃ
C. ઉત્તર-પૂર્વ
પ્રશ્ન 5.
ચેરજાતિને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી?
A. 12મી સદીમાં બિહાર અને ઝારખંડમાં તેમનું આધિપત્ય હતું.
B. મુંડા અને સંથાલ તેમની મુખ્ય જાતિઓ હતી.
C. તેઓ મ્યાનમારથી ભારત આવ્યા હતા.
D. ચેરજાતિ ઓડિશા અને બંગાળમાં પણ હતી.
ઉત્તરઃ
C. તેઓ મ્યાનમારથી ભારત આવ્યા હતા.
પ્રશ્ન 6.
વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે શાનો ઉપયોગ કરે છે?
A. જનજાતિઓની મૌખિક પરંપરાઓનો
B. જનજાતિઓના લેખિત દસ્તાવેજોનો
C. જનજાતિઓના વડીલોની મુલાકાતોનો
D. જનજાતિઓના ઉત્સવો અને મેળાઓનો
ઉત્તરઃ
A. જનજાતિઓની મૌખિક પરંપરાઓનો
પ્રશ્ન 7.
નીચેના મેળાઓ પૈકી કયો મેળો આદિવાસીઓનો મેળો છે?
A. મોઢેરાનો મેળો (મહેસાણા)
B. ભાદરવી પૂનમનો મેળો (બનાસકાંઠા)
C. બહુચરાજીનો મેળો (મહેસાણા)
D. શામળાજીનો મેળો (અરવલ્લી)
ઉત્તરઃ
D. શામળાજીનો મેળો (અરવલ્લી)