Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ઝબક જ્યોત Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Chapter 12 ઝબક જ્યોત
Class 10 Gujarati Textbook Solutions Chapter 12 ઝબક જ્યોત Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1.
‘ઝબક જ્યોત’ – એકાંકીના કેન્દ્રમાં કઈ ઘટના છે ?
(a) પિતાની બીક
(b) પિતાની જોહુકમી
(c) સ્વાતંત્ર્યસંગ્રામ
(d) આંદોલન
ઉત્તર :
(c) સ્વાતંત્ર્યસંગ્રામ
પ્રશ્ન 2.
ઘવાયેલો દીપક કોનું સ્મરણ કરે છે?
(a) ઈશ્વરનું
(b) રાષ્ટ્રધ્વજનું
(c) અંગ્રેજોનું
(d) ડૉક્ટરોનું
ઉત્તર :
(b) રાષ્ટ્રધ્વજનું
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ઘવાયેલા દીપકની પાસે કોણ કોણ વ્યાકુળ ચિત્તે બેઠાં છે ?
ઉત્તર :
ઘવાયેલા દીપકની પાસે માતા મેનાબેન, બહેન ઊર્મિ, પિતા સર અમલ દેરાસરી, ડૉકટ૨, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો બાકુળ ચિત્તે બેઠાં છે.
પ્રશ્ન 2.
દીપક બાને કોને કાગળ લખવા કહે છે ? અને કાગળમાં શું લખવા કહે છે ?
ઉત્તર :
દીપક બાને ગાંધીજીને જેલમાં કાગળ લખવા કહે છે. કાગળમાં લખવાનું કે દીપકે જ્યાં હશે ત્યાં વાવટો ફરકતો રાખશે !
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે ?
ઉત્તર :
અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક એવી કલ્પના કરે છે કે મારો આ પાટો જ રાષ્ટ્રધ્વજ જેવો દેખાય છે. મારું લાલ લોહી, પાટો સફેદ અને મારાં વાળ લીલા; એટલે રાષ્ટ્રધ્વજ થઈ ગયો.
પ્રશ્ન 2.
દીપક કેવી રીતે ઘવાયો ?
ઉત્તર :
દીપકને બંગલા ઉપર આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હતો. પણ પોતાના પિતાશ્રી અમલ દેરાસરીની બીકને કારણે જલદી જલદી આ કામ પતાવવા ગયો તેથી પડી ગયો અને ધાયલ થયો.
4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
એકાંકીને આધારે માતૃહૃદયની વ્યથા આલેખો.
ઉત્તર :
‘ઝબક જ્યોત’ એકાંકીમાં માતૃહૃદયની વ્યથાનું ખૂબ સચોટ અને ઘેરું દર્શન થાય છે, મેનાબેનના માતૃપ્રેમ આગળ આપણે પણ લાગણીશીલ બની જઈએ છીએ. તેઓ દીપકને બચાવવા ખૂબ પ્રેમ આપે છે. શાંત રહેવા, આરામ કરવા અને રાષ્ટ્રધ્વજને ભૂલી જવા પણ વારંવાર વિનવે છે. પોતાના પતિને પણ દીપકના અવસાનના જવાબદાર તરીકે વર્ણવે છે અને પોતાને જે દુ:ખ થાય છે તે માત્ર માતા જ સમજી શકે એમ કહે છે. દીપકની સરઘસ જોવાની ઇચ્છા તેઓ પૂરી કરે છે. આમ, મેનાબેનનું માતૃહૃદય પોતાના દુ:ખી અને ઘાયલ પુત્ર દીપક તરફ અત્યંત કોમળ અને દર્દભર્યું રહે છે.
પ્રશ્ન 2.
દીપકના પિતાનું હૃદયપરિવર્તન તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તર :
‘દીપકના પિતા’ નું હૃદય પરિવર્તન થાય છે, પણ એમાં ભોગ તો દીપકનો લેવાય છે. દીપકના પિતા’ એમ અવતરણ ચિનથી જ આપણને ખ્યાલ આવે છે કે આ ખરેખર ‘પિતા ની પદવીને લાયક છે ? અંગ્રેજ સરકારના અધિકારી હોવાને લીધે પહેલાં તેઓ અંગ્રેજ સરકારના વફાદાર નોકર છે અને પછી પિતા છે, દીપકના અવસાન પછી તેમનું હૃદય પરિવર્તન થાય છે. પોતાને મળેલ ખિતાબખતે તોડી નાખે છે, વડાલા રેડ પાડવાની તૈયારી કરે છે. તેથી આપણને ખ્યાલ આવે છે કે હવે તેઓ ખરેખર ‘દીપકના પિતા’ સાબિત થાય છે.
Std 10 Gujarati Textbook Solutions Chapter 12 ઝબક જ્યોત Additional Important Questions and Answers
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો :
પ્રશ્ન 1.
‘ઝબક જ્યોત’ એકાંકીની કઈ તારીખ છે ?
(A) 17 જૂન, 1930
(B) 17 એપ્રિલ, 1930
(C) 17 મે, 1930
(D) 18 મે, 1930
ઉત્તર :
(C) 17 મે, 1930
પ્રશ્ન 2.
કયા ગામનો રસ્તો છે ?
(A) સામવેનું
(B) ગામદેવી
(C) ગામદેવ
(D) ગ્રામમાતા
ઉત્તર :
(B) ગામદેવી
પ્રશ્ન 3.
કોનો બંગલો છે ?
(A) સર અમલ દેરાસરીનો
(B) સર જ્હૉનનો
(C) નંદરાયનો
(D) રામાનો
ઉત્તર :
(A) સર અમલ દેરાસરીનો
પ્રશ્ન 4.
બંગલા ત્રીજા માળે શું છે ?
(A) મોટો હૉલ
(B) ડાન્સબાર
(C) મંદિર
(D) દીવાનખાનું
ઉત્તર :
(D) દીવાનખાનું
પ્રશ્ન 5.
કાચનાં ઝુમ્મરો વચ્ચે શું બળે ?
(A) મીણબત્તીઓ
(B) કોડિયાં
(C) વીજળીના દીવા
(D) મશાલ
ઉત્તર :
(C) વીજળીના દીવા
પ્રશ્ન 6.
ખોરડાની લાદી ઉપર શું પાથરેલું છે ?
(A) ઈરાનનો ગાલીચો
(B) કાશ્મીરી ગાલીચો
(C) ઈરાકનો ગાલીચો
(D) બનારસનો ગાલીચો
ઉત્તર :
(B) કાશ્મીરી ગાલીચો
પ્રશ્ન 7.
ખૂણાની ઘોડીઓ પર કોનાં પૂતળાં ગોઠવ્યાં છે ?
(A) સૈનિકના
(B) રાણીઓના
(C) જર્મનીના
(D) ગ્રીકના
ઉત્તર :
(D) ગ્રીકના
પ્રશ્ન 8.
સોનાની ફેઈમમાં કયો ઈલકાબખતું મઢેલો છે ?
(A) સરનો
(B) વીરચક્રનો
(C) નાઈટહૂડનો
(D) મેજિસ્ટ્રેટનો
ઉત્તર :
(C) નાઈટહૂડનો
પ્રશ્ન 9.
સર અમલ દેરાસરીના દીકરાનું શું નામ છે ?
(A) કપિલ
(B) જતીન
(C) નયન
(D) દીપક
ઉત્તર :
(D) દીપક
પ્રશ્ન 10.
દીપકની ઉંમર કેટલા વર્ષની છે ?
(A) છ વર્ષ
(B) સાત વર્ષ
(C) આઠ વર્ષ
(D) નવ વર્ષ
ઉત્તર :
(C) આઠ વર્ષ
પ્રશ્ન 11.
દીપકની કપાળે શું બાંધેલું છે ?
(A) પાટો
(B) લૂગડું
(C) લાલ
(D) સોનાનું તાવીજ
ઉત્તર :
(A) પાટો
પ્રશ્ન 12.
દોરો ધપકની માતાનું શું નામ છે ?
(A) નિર્મળા
(B) મેના
(C) અરુણા
(D) ઉષા
ઉત્તર :
(B) મેના
પ્રશ્ન 13.
દીપકની બહેનનું શું નામ છે ?
(A) ખેતી
(B) વંશિકા
(C) તૃપ્તિ
(D) ઊર્મિ
ઉત્તર :
(D) ઊર્મિ
પ્રશ્ન 14.
પોલીસ ઉપરીનું શું નામ છે ?
(A) લાલચંદ
(B) ગોપાલરાવ
(C) નંદરાય
(D) નંદલાલ
ઉત્તર :
(C) નંદરાય
પ્રશ્ન 15.
કોની સામે જોઈને ડૉક્ટર ઊભા થાય છે ?
(A) દીપક
(B) મેના
(C) ઊર્મિ
(D) હસ્તધડી
ઉત્તર :
(D) હસ્તધડી
પ્રશ્ન 16.
ડૉક્ટર મેનાબહેનને શું લઈ લેવાનું કહે છે ?
(A) દવા
(B) ઓશીકું
(C) પાટો
(D) ખાતા નથી
ઉત્તર :
(D) ખાતા નથી
પ્રશ્ન 17.
મેના ક્યાંથી થર્મોમિટર લઈને ડૉક્ટરને આપે છે ?
(A) ઊર્મિની બગલમાંથી
(B) સર અમલના માથેથી
(C) નંદરાયના હાથેથી
(D) થર્મોમિટર
ઉત્તર :
(D) થર્મોમિટર
પ્રશ્ન 18.
દીપકને કેટલો તાવ છે ?
(A) ત્રણ ડિગ્રી
(B) ચાર ડિગ્રી
(C) પાંચ ડિગ્રી
(D) દીપકની બગલમાંથી
ઉત્તર :
(B) ચાર ડિગ્રી
પ્રશ્ન 19.
ચાર ડિગ્રી તાવ હોય તો કપા, માથે શું મૂકવું જોઈએ ?
(A) મીઠાનું પોતું
(B) થર્મોમિટર
(C) બરફ
(D) બે ડિગ્રી
ઉત્તર :
(C) બરફ
પ્રશ્ન 20.
દીપકનું શું બહુ દુ:ખે છે ?
(A) પગ
(B) હાથ
(C) કેડ
(D) હળદરનો લેપ
ઉત્તર :
(D) હળદરનો લેપ
પ્રશ્ન 21.
દીપક કોને બોલાવવાનું કહે છે ?
(A) મમ્મીને
(B) પપ્પાને
(C) રામાને
(D) માથું
ઉત્તર :
(D) માથું
પ્રશ્ન 22.
દીપક શું ચડાવતા પડી જાય છે ?
(A) પતંગ
(B) પથ્થર
(C) રાષ્ટ્રધ્વજ
(D) ઊર્મિને
ઉત્તર :
(C) રાષ્ટ્રધ્વજ
પ્રશ્ન 23.
દીપકને તારલાઓમાં શું દેખાય છે ?
(A) પરી
(B) પ્રકાશ
(C) રાષ્ટ્રધ્વજ
(D) તુક્કલ
ઉત્તર :
(D) તુક્કલ
પ્રશ્ન 24.
કયા દેશના હજારો બાળકોને વાવટા માટે પ્રાણ આપ્યા હતા ?
(A) જાપાન
(B) ભારત
(C) જર્મની
(D) રેંટિયો
ઉત્તર :
(D) રેંટિયો
પ્રશ્ન 25.
બાપુએ કોને મારીને પૂરી દીધો છે ?
(A) શંકરને
(B) સુંદરને
(C) રામાને
(D) કોરિયા
ઉત્તર :
(B) સુંદરને
પ્રશ્ન 26.
સુંદરની મા અને રામ શું કરે છે ?
(A) બગીચામાં પાણી પાય છે
(B) ઓરડો ધુવે છે
(C) ૨૩ છે
(D) ગણપતને
ઉત્તર :
(C) ૨૩ છે
પ્રશ્ન 27.
દીપક કેટલા વાગ્યે ફરવા જવાનો છે ?
(A) આઠ વાગ્યે
(B) સાત વાગ્યે
(C) છ વાગ્યે
(D) નવ વાગ્યે
ઉત્તર :
(D) નવ વાગ્યે
પ્રશ્ન 28.
ડૉક્ટર શું બોલતા અસ્વસ્થ થઈ ઓરડામાં ટહેલવા લાગે છે ?
(A) ‘શિવ ! શિવ !’
(B) ‘રાધે ! રાધ !’
(C) ‘રામ ! રામ !’
(D) ‘હરિ ! હરિ !’
ઉત્તર :
(D) ‘હરિ ! હરિ !’
પ્રશ્ન 29.
‘મનાની’ આંખમાં શું છે ?
(A) આંજણી
(B) કાજલ
(C) જેઠ-વૈશાખ
(D) શ્રાવણ-ભાદરવો
ઉત્તર :
(D) શ્રાવણ-ભાદરવો
પ્રશ્ન 30.
દીપક હવે ક્યાં જઈને વાવટો ખોડવાનું કહે છે ?
(A) બંગલા ઉપર
(B) જંગલમાં
(C) બાગમાં
(D) નિશાળ ઉપર
ઉત્તર :
(B) જંગલમાં
પ્રશ્ન 31.
નંદરાય સર અમલને જતાં જતાં શું કરવાનું કહે છે ?
(A) માથાકૂટ
(B) ટેલિફોન
(C) દવા કરવાનું
(D) દાન કરવાનું
ઉત્તર :
(B) ટેલિફોન
પ્રશ્ન 32.
દૂરથી કોનાં પગલાંનો અવાજ ધીરે ધીરે આવે છે ?
(A) પોલીસના
(B) સૈનિકના
(C) સ્વયંસેવકોના
(D) સરઘસના
ઉત્તર :
(D) સરઘસના
પ્રશ્ન 33.
કેટલા કોટિ શીશ તને પ્રણમે છે ?
(A) વીસ
(B) ત્રીસ
(C) ચાલીસ
(D) દસ
ઉત્તર :
(B) ત્રીસ
પ્રશ્ન 34.
ત્રીસ કોટિ શીશ ભારતની કઈ ધજાને પ્રણમે છે ?
(A) ધર્મ-ધજાને
(B) વાવટાને
(C) તિરંગાને
(D) કર્મ-ધજાને
ઉત્તર :
(A) ધર્મ-ધજાને
પ્રશ્ન 35.
નવલખ તારા ભારતની કઈ ધજાને આશિષ જપે છે ?
(A) ધર્મ-ધજા
(B) કર્મ-ધજા
(C) વાવટાને
(D) રાષ્ટ્રધ્વજને
ઉત્તર :
(B) કર્મ-ધજા
પ્રશ્ન 36.
દીપક શોમાં સૂતો છે ?
(A) પલંગમાં
(B) શેટ્ટીમાં
(C) ખાટ ઉપર
(D) ખાટલામાં
ઉત્તર :
(D) ખાટલામાં
પ્રશ્ન 37.
કેવો ધ્વજ ફરકે છે ?
(A) તિરંગો
(B) સફેદ
(C) નાનો
(D) પડછંદ
ઉત્તર :
(D) પડછંદ
પ્રશ્ન 38.
કોણે આ ઝંડાને સ્ફટિક હૃદયથી ધવલ કીધો છે ?
(A) જવાહરલાલ નેહરુએ
(B) લાલબહાદુર શાસ્ત્રીએ
(C) ડૉ. રાજેન્દ્ર પ્રસાદએ
(D) ગાંધીજીએ
ઉત્તર :
(D) ગાંધીજીએ
પ્રશ્ન 39.
કોણે આ ઝંડાને રુધિર રંગે રંગી દીધો છે ?
(A) શહીદોએ
(B) નેતાઓએ
(C) જતીન-ભગતસિંહે
(D) વીરાંગનાઓએ
ઉત્તર :
(C) જતીન-ભગતસિંહે
પ્રશ્ન 40.
લીલા શાંતિની નેજા એ ભારતની કેવી ધજા છે ?
(A) કર્મ-ધજા
(B) ધર્મ-ધજા
(C) વાવટો
(D) ભક્તિ ધજા
ઉત્તર :
(B) ધર્મ-ધજા
પ્રશ્ન 41.
વાનર સેના કોની ‘જય’ પોકારે છે ?
(A) અંગ્રેજોની
(B) ભારતની
(C) ત્રિરંગાની
(D) દીપકની
ઉત્તર :
(D) દીપકની
પ્રશ્ન 42.
આકાશમાં શું ઊગે છે ?
(A) સુર્ય
(B) ચંદ્ર
(C) તારા
(D) મેઘધનુષ
ઉત્તર :
(C) તારા
પ્રશ્ન 43.
દીપક પોતાનું મોઢું જોવા શું મંગાવે છે ?
(A) મોબાઈલ
(B) અરીસો
(C) પાણીની થાળી
(D) સ્ટીલની થાળી
ઉત્તર :
(B) અરીસો
પ્રશ્ન 44.
ગાંધીજીને ક્યાં કાગળ લખવાનો છે ?
(A) પોરબંદર
(B) દિલ્લી
(C) અમદાવાદ
(D) જેલમાં
ઉત્તર :
(D) જેલમાં
પ્રશ્ન 45.
દીપકની છાતીની શું ઊપડતી જાય છે ?
(A) ધમણ
(B) નસ
(C) પાંસળી
(D) ચામડી
ઉત્તર :
(A) ધમણ
પ્રશ્ન 46.
ડૉકટર મેનાબેનને કોના ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે ?
(A) અંગ્રેજ સરકાર
(B) સર અમલ
(C) ઈશ્વર
(D) કુદરત
ઉત્તર :
(C) ઈશ્વર
પ્રશ્ન 47.
મેનાબેનને હવે શું રહ્યું નથી ?
(A) ન
(B) મન
(C) ધન
(D) કીર્તિ
ઉત્તર :
(B) મન
પ્રશ્ન 48.
દીપકનું આખરે શું થાય છે ?
(A) હોલવાઈ જાય છે
(B) વધારે પ્રકાશે છે
(C) આછો ઉજાસ પાથરે છે
(D) તેલ ખૂટી જાય છે
ઉત્તર :
(A) હોલવાઈ જાય છે
પ્રશ્ન 49.
સર અમલ કયો ટેલિફોન નંબર જોડે છે ?
(A) વન, ફોર, નોટ, સેવન
(B) ટૂં, ફોર, સેવન, નોટ
(C) વન, ફાઈવ, નોટ, નોટ
(D) વન, ફોર, નોટ, નાઈન
ઉત્તર :
(A) વન, ફોર, નોટ, સેવન
પ્રશ્ન 50.
સર અમલ કઈ સંસ્થાને ફોન જોડે છે ?
(A) એલચી કચેરી
(B) કલેક્ટર
(C) કોંગ્રેસ હાઉસ
(D) સંગ્રામ સમિતિ
ઉત્તર :
(C) કોંગ્રેસ હાઉસ
પ્રશ્ન 51.
સર અમલ ફોન પર કઈ વ્યક્તિને બોલાવે છે ?
(A) શિશિર કુમાર
(B) પારુલકુમાર
(C) નીતિનકુમાર
(D) બિપીનકુમાર
ઉત્તર :
(A) શિશિર કુમાર
પ્રશ્ન 52.
સર અમલ એક મુક્કાથી શેના ચૂરા કરી નાખે છે ?
(A) પોતાના ફોટાના
(B) ખિતાબખતના
(C) અરીસાના
(D) ટેલિફોનના
ઉત્તર :
(B) ખિતાબખતના
પ્રશ્ન 53.
આવતીકાલે સર અમલ દેરાસરી કઈ રેઈડ લીડ કરશે ?
(A) ખંડાલા
(B) બટાલા
(C) વડાલા
(D) ધજાળા
ઉત્તર :
(C) વડાલા
પ્રશ્ન 54.
ઝબક જ્યોતના લેખક કોણ છે ?
(A) ઉમાશંકર જોશી
(B) ‘ધૂમકેતુ’
(C) ચુનીલાલ મડિયા
(D) કૃષ્ણલાલ શ્રીધરાણી
ઉત્તર :
(D) કૃષ્ણલાલ શ્રીધરાણી
પ્રશ્ન 55.
ઝબક જ્યોતનો સાહિત્યપ્રકાર કયો છે ?
(A) નાટક
(B) ખંડકાવ્ય
(C) એકાંકી
(D) નવલિકા
ઉત્તર :
(C) એકાંકી
પ્રશ્ન 56.
ઝબક જ્યોતમાં નીચેનામાંથી કયું પાત્ર નથી આવતું ?
(A) નંદરાય
(B) મેના
(C) ઊર્મિ
(D) બાહુબલી
ઉત્તર :
(D) બાહુબલી
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
સર અમલ દેરાસરીના બંગલાની દીવાલો પર કોની છબીઓ દેખાય છે ?
ઉત્તર :
સર અમલ દેરાસરીના બંગલાની દીવાલો પર ગવર્નર અને વાઈસરૉયની છબીઓ દેખાય છે.
પ્રશ્ન 2.
બંગલાની પશ્ચિમની દીવાલે ઊંચે કોનું તૈલચિત્ર છે ?
ઉત્તર :
બંગલાની પશ્ચિમની દીવાલે ઊંચે મહારાણી વિક્ટોરિયાનો ઝભો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તૈલચિત્ર છે.
પ્રશ્ન 3.
સર અમલ દેરાસરીને અંગ્રેજ સરકારે કયો ઈલકાબખત આપેલો ?
ઉત્તર :
સર અમલ દેરાસરીને અંગ્રેજ સરકારે ‘નાઈટહૂડ’ નો ઈલકાબખત આપેલ છે.
પ્રશ્ન 4.
પશ્ચિમના ઝરૂખા પાસે દીપક માં સૂતો છે ?
ઉત્તર :
પશ્ચિમના ઝરૂખા પાસે દીપક એક પલંગમાં સૂતો છે.
પ્રશ્ન 5.
દીપકની ઉંમર કેટલી છે ? કેમ પલંગમાં સૂતો છે ?
ઉત્તર :
દીપકની ઉમર આઠ વર્ષની છે, બહુ તાવ આવવાથી સૂતો છે.
પ્રશ્ન 6.
દીપકના કપાળે શું છે ?
ઉત્તર :
દીપકના કપાળ ઉપર સફેદ પાટો બાંધ્યો છે અને પાટામાં લોહીના ડાઘ દેખાય છે.
પ્રશ્ન 7.
દીપકની બહેનનું શું નામ છે ? તેણીની ઉંમર કેટલી છે ?
ઉત્તર :
દીપકની બહેનનું નામ ઊર્મિ છે. તેણી નવ વર્ષની ઉમરની છે.
પ્રશ્ન 8.
દીપકના માતા અને પિતાનાં શું નામ છે ?
ઉત્તર :
દીપકની માતાનું નામ મેનાબેન છે અને પિતાનું નામ સર અમલ દેરાસરી છે.
પ્રશ્ન 9.
દીપકના પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના શું છે ?
ઉત્તર :
દીપકના પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે.
પ્રશ્ન 10.
દીપક ક્યાં પડીને ઘાયલ થાય છે ? શું કારણ છે ?
ઉત્તર :
દીપક અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવતાં પડી જાય છે અને ઘાયલ થાય છે.
પ્રશ્ન 11.
પુત્રના મૃત્યુથી દેરાસરીને શું ભાન થાય છે ?
ઉત્તર :
પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખૂલે છે અને હૃદય પરિવર્તન થાય છે.
પ્રશ્ન 12.
દીપક મૃત્યુ પામીને પિતામાં શું જગાવતો જાય છે ?
ઉત્તર :
દીપક મૃત્યુ પામીને પિતામાં દેશપ્રેમની જ્યોત જગાવતો જાય છે.
પ્રશ્ન 13.
આ એકાંકીમાં પિતા-પુત્રની કઈ વાત દષ્ટિગોચર થાય છે ?
ઉત્તર :
આ એકાંકીમાં પિતા-પુત્રના સંઘર્ષ અને દેશપ્રેમની વાત આપણને દૃષ્ટિગોચર થાય છે.
પ્રશ્ન 14.
દીપકના મૃત્યુ સુધી કઈ બાબત અખંડ રહે છે ?
ઉત્તર :
દીપકના મૃત્યુ સુધી તેની ખુમારી અને દેશપ્રેમની વાત અખંડ રહે છે.
પ્રશ્ન 15.
ઝબક જયોત’માં કઈ ઘટનાનું વર્ણન આવે છે ?
ઉત્તર :
‘ઝબકે જ્યોત’ માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની ઘટનાનું વર્ણન આવે છે.
પ્રશ્ન 16.
ડૉક્ટર બરફ મૂકવાની કેમ ના પાડે છે ?
ઉત્તર :
દીપકનો માથાનો ઘા બહુ ઊંડો છે, તેથી બરફ મૂકવાની ના પાડે છે.
પ્રશ્ન 17.
ઊર્મિની સ્થિતિનું વર્ણન કરો.
ઉત્તર :
ઊર્મિ દીપકની પડખે જ ઊભી છે. દીપક પડી ગયો ત્યારથી તેણે આંસુ સૂકવ્યા જ નથી અને મેનાબાની છાતીમાં મોટું ઢાંકીને રડે છે.
પ્રશ્ન 18.
દીપક ઊર્મિને છાની રાખવા શું કહે છે ?
ઉત્તર :
દીપક ઊર્મિને છાની રાખવા કહે છે કે રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાશીએ ચડયો, બાપુ દેખી જ શે એ બીકે ઉતાવળ કરવા ગયો અને પડી ગયો, એમાં તારો વાંક નથી, તું ૨ નહિ.
પ્રશ્ન 19.
પોલીસ અધિકારી નંદરાયની હૈયાવરાળ શી છે ?
ઉત્તર :
પોલીસ અધિકારી નંદરાય અંગ્રેજ સરકારના નોકર છે, એટલે આ પ્રમાણે હયાવરાળ ઠાલવે છે : ‘રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે, હજારોનાં માથાં ફૂટ્યાં તોય લો કોનો થડસ ખૂટતો નથી, નેતાઓ તો બધા જેલમાં બેસીને બગાસાં ખાય છે અને આવા હૈયાફૂટાઓ હોમાય છે.’
પ્રશ્ન 20.
દીપક નંદકાકાને શું કહે છે ?
ઉત્તર :
દીપક નંદકાકાને કહે છે, ‘રખેવું ન બોલો, નંદકાકા, તમે બોલો છો ત્યારે મને એમ થાય છે કે જાણે મારા માથાનો પોટો ફૂટી ગયો અને સવારની જેમ દડદડ લોહી દડવા માંડ્યું.’
પ્રશ્ન 21.
સર અમલ દીપકને શું સમજાવે છે ?
ઉત્તર :
સર અમલ દીપકને સમજાવતાં કહે છે, “દીપક, હવે રાષ્ટ્રધ્વજની વાત છોડે છે કે નહિ ? તે પાપ કર્યું અને પ્રભુએ તને તેની સજા કરી. તું કેમ કાંઈ સમજતો નથી ?’
પ્રશ્ન 22.
ડૉક્ટર સર અમલ દેરાસરીને શું સલાહ આપે છે ?
ઉત્તર :
ડૉક્ટર સર અમલ દેરાસરીને કહે છે કે ‘સાહેબ, આપ અત્યારે સંભાળીને બોલો. આપ ધારો છો તેથી કેસ વધારે ગંભીર છે. આપની વાતોથી દીપક વધારે ઉશકેરાશે, અત્યારે તો પ્રભુ ઉપર……’
પ્રશ્ન 23.
કોરિયા દેશના બાળકોએ શું કર્યું ?
ઉત્તર :
કોરિયા દેશના હજાર બાળકોએ પોતાના દેશના વાવટા માટે પ્રાણ આપ્યા હતા.
પ્રશ્ન 24.
સર અમલ દેરાસરીએ કોને મારીને પૂરી દીધો છે ?
ઉત્તર :
સર અમલ દેરાસરીએ રામાના સુંદરને મારીને પૂરી દીધો છે.
પ્રશ્ન 25.
સર અમલ દેરાસરી કોને રજા આપવાનું કહે છે ?
ઉત્તર :
સર અમલ દેરાસરી રામાને અહીંથી રજા આપવાનું કહે છે.
પ્રશ્ન 26.
સુંદર શા માટે વાવટો લેવા ગયો ?
ઉત્તર :
દીપકે સુંદર સાથે અબોલા લેવાની વાત કરી એટલે તે વાવટો લેવા ગયો.
પ્રશ્ન 27.
દીપકને શેનું સ્વપ્ન આવે છે ?
ઉત્તર :
દીપકને એવું સ્વપ્ન આવે છે કે બાપુ વાવટો ઉતારી લેવા આવ્યા છે.
પ્રશ્ન 28.
બંગલો ક્યારે અડગ ઊભો રહેશે ?
ઉત્તર :
બાપુ, તમે આપણા બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ચડાવો તો આપણો બંગલો અડગ રહેશે.
પ્રશ્ન 29.
દીપક કેટલા વાગ્યે ફરવા જવાનો છે ?
ઉત્તર :
દીપક બરાબર નવના ટકોરે ફરવા જવાનો છે.
પ્રશ્ન 30.
નંદરાય શું કહીને બંગલેથી વિદાય લે છે ?
ઉત્તર :
નંદરાય સર અમલ દેરાસરીને એમ કહીને વિદાય લે છે કે જરૂર પડે ત્યારે ટેલિફોન કરીને મને બોલાવજો.
પ્રશ્ન 31.
સાયરીમાં કોણ સામેલ થયું છે ?
ઉત્તર :
સાપંફેરીમાં વાનરસેના અને માંજરસેના સામેલ થયેલ છે.
પ્રશ્ન 32.
સાયફેરીમાં કોનું ગીત ગવાય છે ?
ઉત્તર :
સાયંફેરીમાં રાષ્ટ્રધ્વજનું અને ગાંધીજીનું ગીત ગવાય છે.
પ્રશ્ન 33.
દીપકને પોતાનો પાટો કેવો જણાય છે ?
ઉત્તર :
દીપકને પોતાનો પાટો રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે. લોહીનો લાલ રંગ, કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે તેના વાળ.
પ્રશ્ન 34.
અત્યારે ગાંધીજી ક્યાં છે ?
ઉત્તર :
અત્યારે ગાંધીજી જેલમાં છે,
પ્રશ્ન 35.
ડૉક્ટર મેનાબેનને કોના ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે ?
ઉત્તર :
ડૉક્ટર મેનાબેનને અત્યારે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે.
પ્રશ્ન 36.
મેના દીપકની આવી દશા માટે કોને દોષિત માને છે ?
ઉત્તર :
મેના દીપકની આવી દશા માટે પોતાના પતિ સર અમલ દેરાસરીને દોષિત માને છે અને કહે છે કે આ બધું તમારા પ્રતાપે
થયું છે.
પ્રશ્ન 37.
દીપકના અવસાનથી કોનું હૃદય પરિવર્તન થાય છે ?
ઉત્તર :
દીપકના અવસાન પછી તેના પિતા સર અમલ દેરાસરીનું હૃદયપરિવર્તન થાય છે.
પ્રશ્ન 38.
સર અમલ દેરાસરી હદય પરિવર્તન પછી શું કરે છે ?
ઉત્તર :
સર અમલ દેરાસરી હદય પરિવર્તન પછી ખિતાબખતને તોડી નાખે છે અને વડાલા રેઈડ પાડવા તૈયાર થાય છે.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
દીપકના કુટુંબનો પરિચય આપો.
ઉત્તર :
દીપકના માતુશ્રીનું નામ મેનાબેન છે, પિતાશ્રીનું નામ અમલ દેરાસરી છે. મોટી બહેનનું નામ ઊર્મિ છે. આવું દીપકનું કુટુંબ છે. માતા અને બહેનને દીપક પ્રિય છે, તેથી રાષ્ટ્રધ્વજ ચડાવતાં ઘાયલ થાય છે ત્યારે દુઃખી થાય છે, જ્યારે પિતાશ્રી અંગ્રેજ સરકારના અધિકારી છે; તેથી પોતાના બંગલા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવાથી નારાજ થાય છે.
પ્રશ્ન 2.
દીપકને રામાં અને તેના પરિવાર તરફ કેમ લાગણી થાય છે ?
ઉત્તર :
દીપકને રામા અને તેના પરિવાર ત૨ફ એટલા માટે લાગણી થાય છે કે પોતાના કહેવાથી અને અબોલા લેવાની ધમકીથી સુંદર રાષ્ટ્રધ્વજ લેવા જાય છે, પિતાશ્રીને આ વાતની ખબર પડે છે એટલે સુંદરને મારીને પૂરી દે છે, રામાને, સુંદરને અને તેની મમ્મીને પણ કાઢી મૂકવાની વાત સાંભળીને દયાળુ દીપકને રામાના પરિવાર સાથે લાગણી ઊભી થાય છે. ખરેખર, દીપકને આ કારણથી રામાના પરિવાર પ્રત્યે લાગણી થાય છે.
પ્રશ્ન 3.
ડૉક્ટર સાહેબની દીપકની સારવાર કેવી લાગે છે ?
ઉત્તર :
ડૉક્ટર સાહેબની દીપકની સારવાર કરવાની રીત સારી લાગે છે. પોતે સમયસર હાજર થયા છે અને ઠેઠ સુધી સાથે રહ્યા છે. સર અમલ દેરાસરીને પણ સલાહ આપે છે કે તમે દીપકને ખોટું લાગે તેવું બોલો નહિ, એ દર્દ છે, તેથી ઉશ્કેરાય તેવી વાત ન કરો, દીપકનો દીપક ઓલવાઈ જવાની એમને ખબર છે; તેથી ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું સૌને સમજાવે છે. જો કે આવી સારી સારવાર છતાં દીપક બચી શકતો નથી.
પ્રશ્ન 4.
મેનાબેન અને ઊર્મિ દીપક માટે શું કરે છે ?
ઉત્તર :
મેનાબેન અને ઊર્મિ દીપકને માટે અનેકવાર આંસુ સારે છે, ઊર્મિ તો ૨ડડ્યા જ કરે છે, મેનાબેન વારંવાર તેને શાંત રહેવા અને આરામ કરવાનું કહે છે, રાષ્ટ્રધ્વજની વાત ભૂલી જવાનું કહે છે. દીપકની દરેક વાત માને છે. આમ, બંનેને દીપકે તેરે ફ ખૂબ જ લાગણી અને સહાનુભૂતિ છે. પિતાશ્રી તો નારાજ છે જ !
પ્રશ્ન 5.
‘ઝબક જયોત’ માં આવતા ગીતની ચર્ચા કરો.
ઉત્તર :
‘ઝબક જ્યોત’ માં આવતા ગીત પ્રસંગને અનુરૂપ છે અને રાષ્ટ્રધ્વજ તેમજ ગાંધીજી અને આપણા દેશ માટે શહીદ થયેલા જવાનોની વાત કહે છે. ત્રીસ કરોડ લોકોએ ધર્મ-ધજા અને કર્મ-ધજા માટે પ્રાણ અર્પણ કરેલ છે, ભગતસિંહ અને શહીદ જતીને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. આપણો રાષ્ટ્રધ્વજ આકાશમાં ફરકે છે, અને આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજને કારણે દીપકનું અવસાન થાય છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
‘ઝબકે જ્યોત’ એકાંકીના શીર્ષકની ચર્ચા કરો.
ઉત્તર :
‘ઝબક જ્યોત’ એકાંકીનું શીર્ષક યથાર્થ અને બહુ જ માર્મિક છે. દીવો જ્યારે રામ થવાનો હોય ત્યારે વધુ પ્રકાશિત બને છે એ ન્યાયે આપણો દીપક પણ પોતાનું બલિદાન આપીને ઝબકીને જ્યોત રૂપે પિતાના હૃદયનું પરિવર્તન કરવામાં કારણરૂપ બને છે. પોતે બુઝાઈ જાય છે, પણ પોતાના પિતાના હૃદયમાં પ્રકાશ ફેલાવે છે. પિતાનું હૃદય પરિવર્તન જ આ જ્યોતનું ઝબ કેવું કારરૂપે બને છે. દીપક પણ આ રીતે પોતાના રાષ્ટ્રધ્વજ પ્રેમને કારણે ઝબકીને જ્યોત રૂપ બને છે અને આપણને રાષ્ટ્ર અને રાષ્ટ્રધ્વજ માટે બલિદાન આપવાનું શાન આપે છે. પુત્રનું અવસાન એળે જતું નથી. પિતાશ્રી સર અમલ દેરાસરીના દિલ અને દિમાગમાં દીપકની આ આહુતિ ઝબક જ્યોત થઈને ઝબકે છે અને પશ્ચાત્તાપ પામીને રાષ્ટ્રને માટે કામ કરવા તૈયાર થાય છે.
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સૂચના પ્રમાણે આપો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો.
- પ્લાન – પડી ગયેલ, ઉદાસ
- કષ્ટ – દુઃખ, પીડા
- વદન – ‘ ચહેરો, મોટું
- કલ્પાંત – અતિશય રડવું
- બીડેલા – બંધ
- રુધિર – ૨ક્ત, લોહી
- ધવલ – ધોળું, સ્વચ્છ, શ્વેત
- વ્યોમ – આકાશ, આાભ
- હરતાડી – કાંડા ઘડિયાળ
- પડછંદ – પ્રચંડ શરીરનું, મહાકાય
- ગહન – ઊંડું, ગાઢ
- નેજા – વાવટો, આગેવાની
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો.
- પાપ × પુણ્ય
- આકાશ × પાતાળ
- સંભવ × અસંભવ
- ૨ડવું × હસવું
- આભ × ધરતી
- અસહ્ય × સહ્ય
- ફિકર × બેફિકર
- બીડેલું × ખુલ્લું
- સ્વસ્થ × અસ્વસ્થ
- સંધ્યા × ઉષા
નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો :
આંખો મીંચી જવી, અર્થ : મૃત્યુ થયું.
વા. પ્ર. – લાલબહાદુર શાસ્ત્રીએ આંખો મીંચી તો દેશને ખૂબ દુ:ખ થયું.
છાતીમાં મોં ઘાલવું. અર્થ છુપાઈ જવું.
વા. પ્ર. – શરમાળ છોકરી માની છાતીમાં મોં ઘાલીને બેસે છે.
ગળગળું થઈ જવું, અર્થ : ૨ડું રડું થઈ જવું.
વા. પ્ર. – ઘણાં વર્ષે માને જોઈને મુકેશ ગળગળો થઈ ગયો.
શ્રાવણ-ભાદરવો વહેવો. અર્થ : ચોધાર આંસુએ રડવું.
વા. પ્ર. – જુવાન દીકરાના મોતથી માની આંખમાં શ્રાવણ-ભાદરવો વહેતો થયો.
આંખ ઊઘડવી. અર્થ : જાગવું, સાવધાન કે સતેજ થઈ જવું.
વા. પ્ર. – એક વાર છેતરાયા પછી જ લોકોની આંખ ઊઘડે છે.
ધમણ ઉપડવી. અર્થ : જોશભેર શ્વાસ ચાલવો, હાંફ ચડવી.
વા. પ્ર. – દમનો દર્દી થોડું જ ચાલે ત્યાં ધમણ ઉપડે છે.
ઢગલો થઈ જવું. અર્થ : થાકીને લોથપોથ થઈ જવું.
વા. પ્ર. – શ્રમિકો માટીકામ કરી સાંજે ઢગલો થઈને ઘેર જાય છે.
દીપક હોલવાઈ જવ. અર્થ : મરણ પામવું.
વા. પ્ર. – રમેશનો દીપક અકાળે હોલવાઈ ગયો.
માથું વધેરવું. અર્થ : બલિદાન આપવું.
વા. પ્ર. – વીર ભગતસિંહે દેશને માટે માથું વધેરી દીધું.
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
- જે ડગે નહિ તેવું – અડગ
- સહન ન થઈ શકે તેવું – અસહ્ય
- પૂર્વગ્રહરહિત છે તે – તટસ્થ
- ઉષ્ણતામાન માપવાનું સાધન – થમમિટર
- સામાના કલ્યાણની ભાવના – આશિષ
- એકી નજરે જોયા કરવું – તાકવું
- ચોવીસ મિનિટનો સમય – ઘડી
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
- મીનીટ – મિનિટ
- નીસાની – નિશાની
- શ્રિધરાશિ – શ્રીધરાણી
- આહૂતી – આહુતિ
- મુત્યુ – મૃત્યુ
- કુટુંબિયા – કુટુંબીઓ વિજળિ
- વીજળી કારિરિ – કાશમીરી
- ધુપસળિ – ધૂપસળી
- રેટીયા – રેટિયો
- તેલચીતર – તૈલચિત્ર
- ઉર્મિ – ઊર્મિ
- થરમોમીટર – થરમૉમિટર
- છંદગિ – જિંદગી
ઝબક જ્યોત Summary in Gujarati
ઝબક જ્યોત કાવ્ય-પરિચય :
‘લેખક પરિચય’ : કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણીનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા ગાર્મ થયો હતો. તેમણે દક્ષિણામૂર્તિ, ગુજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓમાં કેળવણી લીધી હતી. ‘કોડિયા’ અને ‘પુનરપિ’ તેમના કાવ્યસંગ્રહો છે. ‘વડલો’, ‘મોરનાં ઈંડા’, ‘પિયોગોરી’ તેમનાં જાણીતા નાટકો છે. તેમણે કેટલાંક બાળનાટકો પણ આપ્યાં છે. ‘ઇન્સાન મિટા દૂગા’ સંગ્રહમાં તેમની આઠ વાર્તાઓ છે, પત્રકારત્વ ક્ષેત્રે તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.
પાઠનો સારાંશ : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની ધટના વર્ણવતું આ એકાંકી છે. એ કાળે અનેક કુટુંબમાં પુત્ર-પિતા કે કુટુંબીઓ વચ્ચે આવો સંઘર્ષ થયો હતો, યુવાનો પોતાની આહુતિ આપીને પરિવારને સાચી વાત સમજાવે છે તેનું આ એકાંકીમાં ઉત્તમ રીતે આલેખન થયું છે.
પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે અને અંગ્રેજોનો ખિતાબ મેળવીને રાજી છે, પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે, અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવતાં પડી જાય છે અને ઘાયલ થાય છે. સારવાર કારગત નીવડતી નથી, પરંતુ મૃત્યુ સુધી તેનાં ખુમારી અને દેશપ્રેમ અખંડ રહે છે. પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખુલે છે અને તેમનો દેશપ્રેમ જાગ્રત થાય છે. જાણે તેમનો નવો જન્મ થાય છે. દીપક મૃત્યુ પામીને પણ દેશપ્રેમની જ્યોત પિતામાં જ ગાવતો જાય છે. પિતા-પુત્રના સંધર્ષ અને દેશપ્રેમને ઉજાગર કરતું આ હૃદયસ્પર્શી એકાંકી છે.
ઝબક જ્યોત શબ્દાર્થ :
- પ્લાન – ફીકું પડી ગયેલ, ઉદાસ
- હસ્તઘડી – કાંડા ઘડિયાળ
- રુધિર – રક્ત, લોહી
- વદન – ચહેરો, મોટું
- ગહન – ઊંડું, ગાઢ
- વ્યોમ – આકાશ, આભ
- બીડેલા – બંધ
- કષ્ટ – દુ:ખ, પીડા
- પડછંદ – પ્રચંડ શરીરનું, મહાકાય
- ધવલ – ધોળા રંગનું, શ્વેત
- કલ્પાંત – અતિશય રડવું, રુદન
- ખિતાબખત – માનદ્ પદવી
- તટસ્થતા – નિષ્પક્ષતા, તટસ્થપણું, ભગતસિહ
- જતીન – શહીદ ભગતસિંહ અને જતીનદાસે બે ક્રાંતિકારીઓ
- ઇન્કલાબ – આઝાદી, સ્વતંત્રતા
- નેજા – વાવટ, (અર્ધી) આગેવાની
- સાયંકેરી – સાંજનું સરઘસ
- કોટિ – કરોડ
ઝબક જ્યોત તળપદા શબ્દો
- અલી – અડીને, લગોલગ
- લપાવું – છુપાવું
- વિસરવું – ભૂલવું
- ચડસ – ઇર્ષ્યા
- વાચાળ – બટકબોલું, વાતોડિયું
- ભાળવું – જોવું, અવલોકવું
- પતાકા – નાની ધજા
- વધેરવું – (માથું ફોડવું, બલિદાન આપવું
- ઝૂલ્ફાં – વાળની લટ
- વાવટો – ઝંડો, નેજો
- વાંક – ગુનો
- ઉચાટ – ચિતા.