Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 16 પ્રાણનો મિત્ર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Chapter 16 પ્રાણનો મિત્ર
Class 10 Gujarati Textbook Solutions Chapter 16 પ્રાણનો મિત્ર Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1.
‘પ્રાણનો મિત્ર’ વાર્તા આપણને શેની માવજત માટે જાગૃત કરે છે ?
(a) તંદુરસ્તીની
(b) પ્રાણીની
(c) પર્યાવરણની
(d) પાણીની
ઉત્તર :
(c) પર્યાવરણની
પ્રશ્ન 2.
બલાઈને સૌથી વધુ આકર્ષણ કયા વૃક્ષનું હતું ?
(a) દેવદાર
(b) ગુલમહોર
(c) શીમળો
(d) પીપળો
ઉત્તર :
(c) શીમળો
પ્રશ્ન 3.
બલાઈને ઉછેરીને કોણે મોટો કર્યો હતો?
(a) દાદીએ
(b) માસીએ
(c) કાકીએ
(d) ફોઈએ
ઉત્તર :
(c) કાકીએ
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બલાઈની પ્રતિક્રિયા કેવી હતી ?
ઉત્તર :
છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બલાઈ ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો હતો.
પ્રશ્ન 2.
મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈને શી લાગણી થતી ?
ઉત્તર :
iમજૂર ઘાસ કાપવા આવ્યો ત્યારે બલાઈને માટે એ દિવસ સૌથી વધુ દુ:ખનો દિવસ હતો; કારણ કે ઘાસને તેણે ફરી ફરીને. જોયું હતું. આ બધું કપાઈ જશે, તેથી દુઃખી હતો.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે?
ઉત્તર :
બલાઈને પ્રકૃતિ સાથે ગાઢ લાગણી છે. નાનો હતો ત્યારે ધાબે વરસાદમાં ખુલ્લા ડિલે જાય છે. સૂર્યના તાપમાં ખુલ્લા ડિલે ફરે છે, ઘાસમાં ગલોટિયાં ખાય છે. ઘાસ ગળાને અડીને ગલીપચી કરે ત્યારે ખડખડાટ હસે છે. શીમળાના ઝાડને પાણી પાઈ ઉછેરે છે, કોઈ ઘાસ કાપે, ઝાડ કાપે કે ફૂલ તોડે કે ઝાડને પથરા મારે તે તેને ગમતું નથી. ઘાસ કે ઝાડ ન કપાય તે માટે કાકા અને કાકીને વિનંતી કરે છે. વિલાયત જતાં પહેલાં તે કાકી પાસે પોતાના પ્રિય શીમળાના વૃક્ષનો ફોટો પણ મંગાવે છે, આમ, બલાઈન પ્રકૃતિપ્રેમ ગાઢ જણાય છે.
પ્રશ્ન 2.
મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ અને કાકી વચ્ચે શી વાત થતી ?
ઉત્તર :
મજૂરો ઘાસ કાપવા આવતા તે બલાઈને ગમતું નથી. પોતાની કાકી પાસે જઈને કહે છે : ‘પેલા મજૂરોને કહોને, મારાં આ વૃક્ષને ન કાપે ?’ કાકી ઉત્તરમાં કહે છે, ‘બલાઈ, તું કેવી ગાંડા જેવી વાત કરે છે ! આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે ‘ કેવી રીતે ?’ આમ, બલાઈનો વૃક્ષપ્રેમ વ્યક્ત થાય છે.
4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
બલાઈનો પ્રકૃતિપ્રેમ વર્ણવો.
ઉત્તર :
બલાઈને પ્રકૃતિ તરફ કુદરતી રીતે ખૂબ જ લાગણી છે. નાનપણથી જ વરસાદમાં ન્હાવું તેને ગમે છે. ખુલ્લા શરીરે તડકામાં ફરે છે. પાસના મેદાનમાં આળોટે છે, પાસ ગળાને અડે ત્યારે ગલીપચી અનુભવે છે અને ખડખડાટ હસે છે. કોઈ ફૂલ તોડે, ઝાડને પથ્થરો મારે, વૃક્ષને કાપે, ઘાસ કાપે, તે તેને જરાપણ ગમતું નથી. શીમળાના વૃક્ષને પાણી પાઈ ઉછેરે છે. શીમળાને કાપવાની વાત સાંભળી કાકા અને કાકીને વિનંતી કરીને મનાવે છે. વિલાયત જતાં પહેલાં શીમળાનો ફોટો સાથે લઈ જવા કાકીને લખે છે; પણ કાકાએ આ વૃક્ષ કપાવી નાખેલું, તેથી આ ફોટો ન લઈ જવાયો. આમ, બલાઈને ઝાડ, પાન, ઘાસ, ફૂલ અને વૃક્ષ તરફ ખૂબ જ પ્રેમ છે.
પ્રશ્ન 2.
બલાઈ કયું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે ? શા માટે ?
ઉત્તર :
બલાઈ શીમળાનું વૃક્ષ ન કાપવાનું કહે છે અને એને માટે કાકીને ખાસ વિનંતી કરે છે. શીમળાનો અંકુર ફૂટ્યો ત્યાંથી શરૂ કરીને તે મોટું વૃક્ષ બન્યું ત્યાં સુધી બલાઈએ તેના ઉછેરની ખૂબ જ કાળજી લીધેલી છે, દરરોજ થોડું થોડું પાણી પાય, સવાર-સાંજ તપાસ કરે કે શીમળાનો છોડ કેટલો મોટો થયો, કોઈ તેને કાપે નહિ તેનું ધ્યાન રાખે, તેનાં પાન તેને આકર્ષિત કરે છે. એટલે શીમળાનું વૃક્ષ તેનું પ્રિય પાત્ર બને છે અને કાકા તથા કાકીને ખાસ વિનંતી કરે છે, પગે પડે છે, એ તેનો શીમળા તરફનો ગાઢપ્રેમ બતાવે છે.
Std 10 Gujarati Textbook Solutions Chapter 16 પ્રાણનો મિત્ર Additional Important Questions and Answers
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી કોઈ એક સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
પ્રશ્ન 1.
મૂળ સ્વરો જ કેવા બની ગયા છે ?
(A) પ્રબંધ
(B) પ્રબળ
(C) સબળ
(D) નિર્બળ
ઉત્તર :
(B) પ્રબળ
પ્રશ્ન 2.
શું ઝમઝમ પડે છે ?
(A) તમરાં
(B) પાંદડાં
(C) ટીપાં
(D) વરસાદ
ઉત્તર :
(D) વરસાદ
પ્રશ્ન 3.
તેનું આખું શરીર વરસાદનો શું સાંભળે છે ?
(A) અવાજ
(B) ધડાકો
(C) ધ્વનિ
(D) સાદ
ઉત્તર :
(C) ધ્વનિ
પ્રશ્ન 4.
સાંજનો તડકો ક્યાં પડ્યો છે ?
(A) અગાશીમાં
(B) ઓરડામાં
(C) પાણી ઉપર
(D) ગાય ઉપર
ઉત્તર :
(A) અગાશીમાં
પ્રશ્ન 5.
તેમાં એ કેવા શરીરે ફરે છે ?
(A) કપડાં સાથે
(B) ઉઘાડા ડિલે
(C) તાવવાળા
(D) ધ્રુજતા ધ્રુજતા.
ઉત્તર :
(B) ઉઘાડા ડિલે
પ્રશ્ન 6.
લેખકે એકવાર તેને ક્યાં લઈ ગયા ?
(A) ટેકરા ઉપર
(B) પહાડ ઉપર
(C) તળાવ કિનારે
(D) બાગમાં
ઉત્તર :
(B) પહાડ ઉપર
પ્રશ્ન 7.
લેખકના ઘર સામે ઢોળાવ પર લીલું શું હતું ?
(A) વૃક્ષ
(B) તળાવ
(C) ઘાસ
(D) મેઘન
ઉત્તર :
(C) ઘાસ
પ્રશ્ન 8.
ગબડતાં ધાસના તણખલામાંથી કયાં ગલીપચી થાય છે ?
(A) પગમાં
(B) હાથમાં
(C) ડોકમાં
(D) કેડ પર
ઉત્તર :
(C) ડોકમાં
પ્રશ્ન 9.
એને ક્યારે લાગી આવે છે ?
(A) કોઈ ફૂલ તોડે ત્યારે
(B) કોઈ બોલાવે ત્યારે
(C) કોઈ તેને મારે ત્યારે
(D) કોઈ એની સાથે રમે નહિ ત્યારે
ઉત્તર :
(A) કોઈ ફૂલ તોડે ત્યારે
પ્રશ્ન 10.
છોકરાઓ ઝાડ પર પથરા કૈકીને શું પાડે છે ?
(A) કોઠા
(B) ડાળખા
(C) પાંદડાં
(D) કાતરાં
ઉત્તર :
(D) કાતરાં
પ્રશ્ન 11.
કોણ ઘાસ કાપવા આવતું ?
(A) મશીનો
(B) માળી
(C) મજૂરો
(D) સ્ત્રીઓ
ઉત્તર :
(C) મજૂરો
પ્રશ્ન 12.
પક્ષીઓએ શું ખાધેલું છે ?
(A) ફળ (ચરણ
(B) ચણ
(C) ટેટાં
(D) લિંબોળીનો
ઉત્તર :
(D) લિંબોળીનો
પ્રશ્ન 13.
ઘાસ અને ફૂલછોડ શેનાથી કપાઈ જશે ?
(A) ઘતરડાથી
(B) મજૂરોથી
(C) માળીથી
(D) કુહાડીથી
ઉત્તર :
(A) ઘતરડાથી
પ્રશ્ન 14.
બાળક કોના ખોળામાં આવીને બેસે છે ?
(A) કાકાના
(B) કોઈના
(C) કાકીના
(D) માસીના
ઉત્તર :
(C) કાકીના
પ્રશ્ન 15.
તે બાળકનું શું નામ હતું ?
(A) મલાઈ
(B) જતીન
(C) બલાઈ
(D) દેવદાસ
ઉત્તર :
(C) બલાઈ
પ્રશ્ન 16.
એક દિવસ લેખક શું વાંચતા હતા ?
(A) પત્ર
(B) લેખ
(C) સમાચારપત્ર
(D) દસ્તાવેજ
ઉત્તર :
(C) સમાચારપત્ર
પ્રશ્ન 17.
એક દિવસ બલાઈ લેખકને શેનો છોડ બતાવે છે ?
(A) વડનો
(B) બોરસલીનો
(C) શીમળાનો
(D) આંબલીનો
ઉત્તર :
(C) શીમળાનો
પ્રશ્ન 18.
બલાઈ છોડને શું કરે છે ?
(A) પાણી પાય છે
(B) વહાલ કરે છે
(C) માટી નાખે છે
(D) ક્યારો કરે છે
ઉત્તર :
(C) માટી નાખે છે
પ્રશ્ન 19.
ધું વૃક્ષ ઝડપથી ઊગે છે ?
(A) લીંબડાનું
(B) ગુલમહોરનું
(C) શીમળાનું
(D) પીપરનું
ઉત્તર :
(A) લીંબડાનું
પ્રશ્ન 20.
લેખક શીમળાના વૃક્ષને ઉખાડીને ફેંકી દેવા કોને કહેવાના હતા ?
(A) બલાઈને
(B) કાકીને
(C) માળીને
(D) મજૂરોને
ઉત્તર :
(C) માળીને
પ્રશ્ન 21.
શીમળાનું વૃક્ષ રસ્તાની કઈ બાજુએ ઊગ્યું હતું ?
(A) એક કિનારે
(B) ડાબી બાજુએ
(C) વચ્ચોવચ
(D) સાવછેલ્લે
ઉત્તર :
(C) વચ્ચોવચ
પ્રશ્ન 22.
વ૨સ દહાડામાં શીમળાનું ઝાડ કોની જેમ ખૂબ વધી ગયું ?
(A) છોકરીની જેમ
(B) વાવાઝોડાની જેમ
(C) મોંઘવારીની જેમ
(D) નિર્લજ્જની જેમ
ઉત્તર :
(D) નિર્લજ્જની જેમ
પ્રશ્ન 23.
લેખકને દરરોજ આ ઝાડ કેવું લાગે છે ?
(A) ગૂઢ જેવું
(B) ભૂત જેવું.
(C) મૂઢ જેવું
(D) લૂંટ જેવું
ઉત્તર :
(C) મૂઢ જેવું
પ્રશ્ન 24.
લેખકે બલાઈને શીમળાના ઝાડને બદલે શું લાવી આપવાની વાત કરી ?
(A) બૉલબૅટ
(B) રાતરાણીના છોડ
(C) ગુલાબના છોડ
(D) ચંપાના છોડ
ઉત્તર :
(C) ગુલાબના છોડ
પ્રશ્ન 25.
લેખકના ભાભીના અવસાન સમયે આ છોકરો કેવો હતો ?
(A) મોટો
(B) કાળો
(C) ધાવણો
(D) તોફાની
ઉત્તર :
(C) ધાવણો
પ્રશ્ન 26.
મોટા ભાઈ અભ્યાસને માટે ક્યાં જાય છે ?
(A) વિલાયત
(B) જર્મની
(C) જાપાન
(D) અમેરિકા
ઉત્તર :
(A) વિલાયત
પ્રશ્ન 27.
મોટા ભાઈ શેના અભ્યાસ માટે વિલાયત જાય છે ?
(A) ડૉક્ટરના
(B) સિવિલ સર્જનના
(C) એન્જિનિયરીંગના
(D) બાળઉછેરના
ઉત્તર :
(C) એન્જિનિયરીંગના
પ્રશ્ન 28.
લેખકનું ઘર કેવું હતું ?
(A) મોટું
(B) સુંદર
(C) નિઃસંતાન
(D) ભર્યુંભાદ
ઉત્તર :
(C) નિઃસંતાન
પ્રશ્ન 29.
દસેક વર્ષ પછી બલાઈને શિક્ષણ લેવા ક્યાં મોકલ્યો ?
(A) દેહરાદૂન
(B) સિમલા
(C) ઋષિકેશ.
(D) દિલ્લી
ઉત્તર :
(B) સિમલા
પ્રશ્ન 30.
એક દિવસ લેખક શીમળાના વૃક્ષનું શું કરે છે ?
(A) પુજન
(B) કપાવે છે
(C) પાણી પાય છે
(D) દેવદાસની ચોપડી
ઉત્તર :
(B) કપાવે છે
પ્રશ્ન 31.
સિમલાથી બલાઈએ કાકી પાસે શું મંગાવ્યું ?
(A) સિમલાનો ફોટોગ્રાફ
(B) સંદેશ મીઠાઈ
(C) દેવદાસની ચોપડી
(D) થોડાં રૂપિયા
ઉત્તર :
(A) સિમલાનો ફોટોગ્રાફ
પ્રશ્ન 32.
બલાઈ સિમલાથી આગળ અભ્યાસ માટે ક્યાં જવાનો હતો ?
(A) ફ્રાંસ
(B) ઓસ્ટ્રેલિયા
(C) વિલાયત
(D) સ્વીડન
ઉત્તર :
(C) વિલાયત
પ્રશ્ન 33.
બલાઈને વિલાયત શું લઈ જવું હતું ?
(A) પોતાના મિત્રનો ફોટો
(B) તૂટેલાં જૂતાં
(C) ફાટેલો રબરનો દડો
(D) પોતાની વહાલી કાકીને
ઉત્તર :
(A) પોતાના મિત્રનો ફોટો
પ્રશ્ન 34.
કાકીએ કાકાને કોને બોલાવી લાવવા કહ્યું ?
(A) માળીને
(B) મજૂરને
(C) ફોટોગ્રાફરને
(D) દરજીને
ઉત્તર :
(C) ફોટોગ્રાફરને
પ્રશ્ન 35.
કાકી બલાઈનું શું કાકાને બતાવે છે ?
(A) ચિત્રની ચોપડી
(B) પત્ર
(C) ફોટો
(D) ફાટેલો દડો
ઉત્તર :
(B) પત્ર
પ્રશ્ન 36.
બલાઈની કાકી કેટલા દિવસ અન્ન ખાતા નથી ?
(A) એક દિવસ
(B) બે દિવસ
(C) ત્રણ દિવસ
(D) ચાર દિવસ
ઉત્તર :
(B) બે દિવસ
પ્રશ્ન 37.
ઘણાં દિવસ સુધી કાકીએ લેખક સાથે શું ન કરી ?
(A) સંધિ
(B) વાત
(C) ચર્ચા
(D) મુલાકાત
ઉત્તર :
(B) વાત
પ્રશ્ન 38.
શીમળાનું વૃક્ષ કાકી માટે કેવું હતું ?
(A) પ્રાણનું મિત્ર
(B) નકામું
(C) અડચણરૂપ
(D) અપ્રિય
ઉત્તર :
(A) પ્રાણનું મિત્ર
પ્રશ્ન 39.
‘પ્રાણનો મિત્ર’ પાઠના લેખક કોણ છે ?
(A) દેવેન્દ્રનાથ
(B) રવીન્દ્રનાથ
(C) ફણીશ્વરનાથ
(D) બિમલ રોય
ઉત્તર :
(B) રવીન્દ્રનાથ
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
વરસતા વરસાદમાં બલાઈ શું કરે છે ?
ઉત્તર :
વરસતા વરસાદમાં તે જાય છે અને એકલા બેઠા બેઠા પોતાના મન સાથે વાતો કરવાની ઇચ્છા થાય છે,
પ્રશ્ન 2.
બલાઈ ઘાસના પુંજ સાથે કઈ રમત રમે છે ?
ઉત્તર :
બલાઈ ઘાસના પુંજ સાથે ઢોળાવ પરથી ગબડવાની રમત રમે છે. ડોકમાં ગલીપચી અનુભવે છે અને ખડખડાટ હસે છે,
પ્રશ્ન 3.
કોઈ છોડ પરથી ફૂલ તોડે તો બલાઈને શું લાગે છે ?
ઉત્તર :
કોઈ છોડ પરથી ફૂલ તોડે તો બલાઈને ખૂબ લાગી આવે છે. બીજા લોકોને આવી લાગણી નહીં થાય એની એને ખબર છે.
પ્રશ્ન 4.
કાકીના ખોળામાં બેસીને તે કાકીને શું કહે છે?
ઉત્તર :
કાકીના ખોળામાં બેસીને તે કાકીને કહે છે : ‘પેલા મજૂરોને કહોને, મારાં આ વૃક્ષને ન કાપે !’
પ્રશ્ન 5.
કાકી બલાઈને શો જવાબ આપે છે ?
ઉત્તર :
કાકી બલાઈને જવાબમાં કહે છે, “બલાઈ, તું કેવી ગાંડા જેવી વાત કરે છે ! આ બધું જો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે ?”
પ્રશ્ન 6.
એક દિવસ લેખક ધ્યાનપૂર્વક શું વાચતા હતા ?
ઉત્તર :
એક દિવસ લેખક ધ્યાનપૂર્વક સમાચારપત્ર વાંચતા હતા.
પ્રશ્ન 7.
એક દિવસ બલાઈ લેખકને શું બતાવે છે ?
ઉત્તર :
એક દિવસ બલાઈ લેખકને શીમળાનો છોડ બતાવે છે.
પ્રશ્ન 8.
બલાઈ શીમળાના છોડનું શું કરે છે ?
ઉત્તર :
બલાઈ શીમળાના છોડને રોજ થોડું થોડું પાણી પાય છે. સવાર-સાંજ કેટલો વધ્યો તેની વ્યાકુળ બની તપાસ કરતો. બે હાથ ઊંચો થયો ત્યારે તેનાં પાંદડાં જોઈ રાજી થર્યા.
પ્રશ્ન 9.
લેખકે શીમળાના છોડને કાપવાનું કહ્યું, તો બલાઈએ શું કર્યું?
ઉત્તર :
લેખકે શીમળાના છોડને કાપવાનું કહ્યું તો બલાઈએ કહ્યું, ‘ના, કાકા, તમારા પગે પડું, તેને ઉખાડી નાખશો નહિ.’
પ્રશ્ન 10.
શીમળાના છોડ વિશે કાકીને જઈને શું કહે છે ?
ઉત્તર :
શીમળાના છોડ વિશે કાકીને જઈને કહે છે, ‘કાકી, તમે કાકાને રોકો, કહો કે ઝાડ ન કાપે.’
પ્રશ્ન 11.
કાકીએ કાકાને બોલાવીને શું કહ્યું?
ઉત્તર :
કાકીએ કાકાને બોલાવીને કહ્યું, ‘અરે સાંભળો છો કે ? એનું ઝાડ રહેવા દેજો.’
પ્રશ્ન 12.
બબાઈને કયું ઝાડ વધુ ગમતું હતું ?
ઉત્તર :
બલાઈને બીજા ઝાડ કરતાં શીમળાનું આ ઝાડ સૌથી વધુ ગમતું હતું,
પ્રશ્ન 13.
લેખકે બલાઈના શીમળાના ઝાડને બદલે શું લાવી આપવાનું કહ્યું ?
ઉત્તર :
લેખકે બલાઈના શીમળાના ઝાડને બદલે ગુલાબના કેટલાક સુંદર છોડ લાવી આપવાનું કહ્યું.
પ્રશ્ન 14.
આ ઉપરાંત બીજો કયો પ્રસ્તાવ ૨જૂ કર્યો ?
ઉત્તર :
આ ઉપરાંત બીજો પ્રસ્તાવ રજૂ કર્યો, બલાઈને કહ્યું, ‘તને જો શીમળાનું વૃક્ષ જ પસંદ હોય તો એનો એક રોપો લાવી હું વડા પાસે રોપાવું સુંદર લાગશે.’
પ્રશ્ન 15.
કોનું અવસાન થાય છે ?
ઉત્તર :
લેખકના ભાભીનું અવસાન થાય છે.
પ્રશ્ન 16.
ભાભીના અવસાન સમયે બલાઈ કેવડો હતો ?
ઉત્તર :
ભાભીના અવસાન સમયે બલાઈ બહુ નાનો હતો, ધાવણો હતો.
પ્રશ્ન 17.
મો ભાઈ શેના અભ્યાસ માટે ક્યાં જાય છે ?
ઉત્તર :
તું મોટા ભાઈ આ શોક ભૂલાવા એન્જિનિયરિંગના અભ્યાસ માટે વિલાયત જાય છે.
પ્રશ્ન 18.
લેખક અને તેમનાં પત્ની કેવાં હતાં ?
ઉત્તર :
લેખક અને તેમનાં પત્ની નિઃસંતાન હતાં.
પ્રશ્ન 19.
મલાઈ કોના ખોળામાં ઉછરીને મોટો થયો ?
ઉત્તર :
બલાઈ કાકીના ખોળામાં ઉછરીને મોટો થયો.
પ્રશ્ન 20.
બલાઈને શિક્ષણ લેવા માં મોકલ્યો ?
ઉત્તર :
ભલાઈને શિક્ષણ લેવા સિમલા મોકલ્યો અને પછી તે વધુ અભ્યાસ કરવા વિલાયત પણ ગયો.
પ્રશ્ન 21.
બલાઈનો કયો સામાન કાકીના ઘરમાં હતો ?
ઉત્તર :
બલાઈના તૂટેલાં જૂતાં, તેનો ફાટેલો રબરનો દડો અને જાનવરોની વાર્તાઓવાળી સચિત્ર ચોપડી જેવો સામાન કાકીના ઘરમાં હતો. કાકી આ સામાન જોઈને વિચારમાં ડૂબી જતો.
પ્રશ્ન 22.
સિમલાથી બલાઈએ કાકી પાસે શું મંગાવ્યું? કેમ ?
ઉત્તર :
સિમલાથી બલાઈએ કાકી પાસે પોતાના પ્રિય વૃક્ષ શીમળાનો એક ફોટોગ્રાફ મંગાવ્યો હબતો. વિલાયતમાં તે સાથે લઈ જવા
માગતો હતો.
પ્રશ્ન 23.
લેખકે આખરે શીમળાના વૃક્ષનું શું કર્યું?
ઉત્તર :
લેખકે ખાખરે શીમળાના વૃક્ષને કપાવી નાખ્યું હતું.
પ્રશ્ન 24.
શીમળાના વૃક્ષના કપાવ્યા બાદ કાકી ઉપર શી અસર પડી ?
ઉત્તર :
શીમળાના વૃક્ષના કપાવ્યા બાદ કાકી બે દિવસ ભૂખ્યા રહ્યા અને ઘણા દિવસ સુધી લેખક સાથે વાત સુદ્ધાં ન કરી.
પ્રશ્ન 25.
કાકીને કયા બે આઘાત લાગ્યાં ?
ઉત્તર :
કાકીને બે આધાત લાગ્યા. પ્રથમ તો બલાઈના પિતા તેને તેના ખોળામાંથી લઈ ગયા છે અને બીજો તેના પતિએ બલાઈનું પ્રિય વૃક્ષ શીમળાને કાપી નાંખ્યું છે. કાકીને સમગ્ર સંસાર મિથ્યા લાગ્યો.
પ્રશ્ન 26.
કાકીને મન શીમળાનું વૃક્ષ કેવું હતું ?
ઉત્તર :
કાકીને મન આ વૃક્ષ તેના બલાઈનું પ્રતિરૂ૫, તેના પ્રાણનું મિત્ર સમાન હતું.
પ્રશ્ન 27.
‘પ્રાણનો મિત્ર’ પાઠના લેખક કોણ છે ?
ઉત્તર :
‘પ્રાણનો મિત્ર’ પાઠના લેખક રવીન્દ્રનાથ ટાગોર છે.
નીચેના પ્રખોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કાકીનો બલાઈ તરફનો પ્રેમ વર્ણવો.
ઉત્તર :
પોતાની જેઠાણીના અવસાન બાદ ધાવણા ભલાઈને ઉછેરવાની જવાબદારી કાકી એક માની જેમ અદા કરે છે. તેને ખૂબ લાડકોડમાં
ઉછેરે છે, મોટો કરે છે. ખૂબ વહાલ વરસાવે છે. પોતે નિઃસંતાન છે, એટલે બલાઈને જ પોતાનો પુત્ર માનીને મોટો કરે છે. શીમળાના વૃક્ષને ન કાપવા તે પોતાના પતિને ભલામણ અને વિનંતી કરે છે. વિલાયત જતા બલાઈના માટે શીમળાનો ફોટોગ્રાફ મોકલવા ચાહે છે, પણ અફસોસ ! કાકાએ શીમળાને કપાવી નાખ્યો હતો. શીમળાનું વૃક્ષ બલાઈમાં પ્રતિરૂપ હતું. પોતાના પ્રાણનું કે મિત્ર હતું. કાકી આને કારણે બે દિવસ જમતા નથી અને ઘણાં દિવસ કાકા સાથે વાત સુદ્ધાં કરતાં નથી. આમ, કાકીને બલાઈ ખૂબ જ પ્રિય હતો. બલાઈ સિમલા અને વિલાયત ભણવા ગયો, તેથી કાકી ખૂબ જ દુ:ખી પણ થયેલા છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
લેખકનું વૃક્ષ, ઘાસ, બલાઈ અને પત્ની તરફ કેવું વર્તન રહે છે ?
ઉત્તર :
લેખકને વૃક્ષ બહુ ગમતા નથી, શીમળાને વૃક્ષને શરૂથી જ કાપવાની વાચ વિચારે છે અને છેવટે કાપીને – કપાવીને હાશ ! કરે છે, ઢોળાવ પરના ધાસને પણ મજૂરો પાર્સ કપાવે છે અને શાંતિ મેળવે છે. બલાઈ તરફ બહુ પ્રેમ નથી. નિઃસંતાન હોવાને કારણે અને પોતાની ભાભીનો ધાવણ દીકરી હોવાને કારણે તેને ઉછેરે છે. ભાભીના અવસાનથી આ દીકરો તેમને સંભાળવો પડે છે. પોતાની પત્ની ત૨ફ મર્યાદિત પ્રેમ રાખે છે. પત્નીના કહેવાથી બલાઈની વાતો માને છે; પણ પત્ની તરફ બહુ લાગણી દેખાતી નથી, આમ, લેખકને વૃક્ષ, ઘાસ, બલાઈ કે પત્ની તરફ ખાસ આકર્ષણ કે લાગણી જેવું દેખાતું નથી.
નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે ઉત્તર લખો ?
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
- ઉપસંહાર – સારાંશ
- પ્રકૃતિ – સ્વભાવ
- ધ્વનિ – સ્વર, નાદ
- ઘુલોક – સ્વર્ગ
- પ્રલાપ – અસંગત બબડાટ
- અરણ્ય – જંગલ, વન
- વયસ્યભાવ – મિત્રતા, મિત્રભાવ
- પ્રસન્ન – આનંદિત
- પદાર્થ – વસ્તુ, દ્રવ્ય
- નવાંકુર – નવો ફણગો
- સ્મૃતિ – સ્મરણ, યાદ
- પુંજ – ઢગલો
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
- ભીતર × બહાર
- યોગ્ય × અયોગ્ય
- ધ્યાન × બેધ્યાન
- ખોટી × ખરી
- જન્મ × મરણ
- ઉત્સાહ × નિરુત્સાહ
- નિષ્ફર × દયાળુ
- સવાર × સાંજ
નીચેના રૂઢિપ્રયોગના અર્ધ આપી વાક્યપ્રયોગ કરો :
લાગ આવવું. અર્થ: દુઃખ થવું.
વા. પ્ર. – રમાને કોઈ કડવાં વચન કહે તો લાગી આવે છે.
હૃદયમાં ધા થવો. અર્ધ : દુઃખની તીવ્ર અનુભૂતિ થવી.
વા. પ્ર. – યૌવનાવસ્થામાં દીકરીને વિધવા થયેલી જોઈ માતાના હૃદયમાં ઘા થાય છે.
અન્નનો દાણો મોંમાં ન નાખવો. અર્ધ : ખાવું નહિ
વા. પ્ર. – સુરેશે બે દિવસ સુધી અન્નનો દાણો મોંમાં નાખ્યો નથી.
નસ કપાવી, અર્થ : દુઃખ થવું.
વા. પ્ર. – યુવાન પુત્રના અવસાનથી માતાની નસ કપાઈ ગઈ.
આકાશ-પાતાળ એક કરવા, અર્થ : કોઈ પ્રયાસ બાકી ન રાખવો.
વા. પ્ર. – પી.એચડી.ની ડિગ્રી મેળવવા અલકેશે આકાશ-પાતાળ એક કર્યા છે.
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
- કાયમ મુસાફરી કરનાર – ચિરપથિક
- જેમાં સમયની મર્યાદા ન હોય એવું – નિરવધિ, અનંત
- સમાન ગુણ લક્ષણ હોવાપણું – પ્રતિરૂપ
- ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
- હવાઈ કિલ્લા બાંધનાર – શેખચલ્લી
- પોતાના હાથે લખાયેલું પોતાનું જીવનવૃત્તાંત – આત્મકથા
- જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણિ – પારસમણિ
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
- મીત્ર – મિત્ર
- સિમળ – શીમળો
- રવિન્દ્ર – રવીન્દ્ર
- નીર્લજ – નિર્લજ્જ
- લીંબોળિ – લિંબોળી ઉડિ , ઊંડી
- શિમલા – સિમલા
- ઉર્મી – ઊર્મિ
- પ્રકૃતી – પ્રકૃતિ અંકુર
- અંકુર નીરાળુ – નિરાળું
- એજીનયરીંગ – એન્જિનિયરિંગ
નીચેના શબ્દોના વિશેષણ બનાવો :
- લંબાઈ – લાંબુ
- લેખ – લિખિત
- વિચાર – વિચારશીલ
- પસંદગી – પસંદ
- વરસ – વાર્ષિક
- જંગલ – જંગલી
- ઇચ્છા – ઇચ્છનીય
- માસ – માસિક
પ્રાણનો મિત્ર Summary in Gujarati
પ્રાણનો મિત્ર કાવ્ય-પરિચય :
લેખક પરિચય : રવીન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, ચરિત્ર લેખો અને નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ સર્જન કર્યું છે. ‘પોસ્ટમાસ્તર’, ‘કાબુલીવાલા’, ‘દીદી’, ‘નષ્ટનીડ’, ‘યુધિત પાષાણ’ એમની ઉત્તમ વાર્તાઓ છે. ‘ઘરે બાહિરે’ અને ‘ગોરા’ તેમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે. ‘માનસી’, ‘ચિત્રો’, ‘ચૈતાલી’, ‘ભલાકા’ એમના ઉત્તમ કાવ્યસંગ્રહો છે. એમનું સર્જન ગુજરાતીમાં તથા અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ રૂપે સુલભ છે. ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહ માટે તેમને વિશ્વવિખ્યાત ‘નોબેલ પારિતોષિક’ પ્રાપ્ત થયું હતું. ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિવેચક પ્રસાદ બ્રહ્મભટ્ટ ‘બલાઈનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
પાઠનો સારાંશ વૃક્ષો દ્વારા પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી અનુભવતા છોકરા બલાઈનું, વૃક્ષ કપાઈ જાય છે ત્યારે પ્રાણ કાંઈક ગુમાવી દે છે એવું હૃદયંગમ આલેખન રવીન્દ્રનાથે આ વાર્તામાં કર્યું છે. વૃક્ષો અને પુષ્પો સાથેના બલાઈના હૃદયસંબંધનું ચિત્ર નિરાળું છે. સાવ નાની જણાતી વિગતો પણ વાર્તાના ઘડતરમાં કેવો ફાળો આપે છે તે દૃષ્ટિએ પણ આ વાર્તા નોંધપાત્ર છે. બલાઈ સીમલાથી પોતાના પ્રિય વૃક્ષની તસવીર મંગાવે છે ત્યારે સમજાય છે કે કેવળ એક વૃક્ષ નથી કપાયું, કાકીએ તો બલાઈ પણ ગુમાવ્યો છે. કાકીનાં ડૂસકાં સાથે પૂરી થતી વાર્તામાં સંબંધોની સૂક્ષ્મતા વેધક રીતે પ્રગટ થઈ છે. ગદ્ય સ્વરૂપે જાણે ઊર્મિકાવ્ય હોય તેવી ટાગોર આ વાર્તાની માવજત કરી છે.
પ્રાણનો મિત્ર શબ્દાર્થ :
- ઉપસંહાર – સારાંશ
- પદાર્થ – વસ્તુ, દ્રવ્ય
- અરણ્ય – જંગલ, વન
- ધ્વનિ – સ્વર, નાદ
- પ્રસન – આનંદિત, ખુશખુશાલ
- પ્રલાપ – અસંગત, બબડાટ
- પ્રકૃતિ – સ્વભાવ
- નવાંકુર – નવો ફણગો
- વયસ્યભાવ – મિત્રતા, મિત્રભાવ
- બકુલવૃક્ષ – બોરસલીનું ઝાડ
- ઘુલોક, . – સ્વર્ગ
- બલાઈ – પાત્રનું બંગાળી નામ
- ધાત્રી – પાલન કરનાર
- પૂંજ – ઢગલો
- ભીતર – અંદરની બાજુએ
- શ્રેષ્ઠ – ઉત્તમ
- પ્રાણ – જીવ, અત્યંત કિંમતી વસ્તુ