Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા Textbook Questions and Answers

બિસ્મિલ્લાખા સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
બિસ્મિલ્લાખાને શરણાઈવાદન સિવાય શેનો શોખ હતો?
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાને શરણાઈવાદન સિવાય તે પોતાની શરણાઈ પોતે જ બનાવતા. આ ઉપરાંત હાર્મોનિયમ વગાડવાનો અને ગાવાનો શોખ હતો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

પ્રશ્ન 2.
બિસ્મિલ્લાખાને કઈ કઈ કલા હસ્તગત હતી?
ઉત્તરઃ
શરણાઈની અલગ અલગ રાગ-રાગિણી અને હાર્મોનિયમ વગાડવાની કલા હસ્તગત હતી.

પ્રશ્ન 3.
બિસ્મિલ્લાખાને મામાએ કઈ ત્રણ શીખ આપી?
ઉત્તરઃ
“કભી જૂઠ મત બોલો, તબિયત સંભાલો ઓર ઈજ્જત બચાવો.’ આ ત્રણ શિખામણ બિસ્મિલ્લાખાને મામાએ આપી.

પ્રશ્ન 4.
બિસ્મિલ્લાખાના ગુરુ કોણ હતા?
ઉત્તરઃ
શરણાઈ તો તેઓ મામા પાસેથી જ શીખ્યા. હાર્મોનિયમ લક્ષ્મણપ્રસાદ તથા ગાવાનું અને રાગ-રાગિણી એહમદ હુસેનખાં પાસેથી શીખ્યા.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
મામાએ બાળક બિસ્મિલ્લાખાને શા માટે ખૂબ માર્યો ? પછી કઈ શિખામણ આપી?
ઉત્તર :
બિસ્મિલ્લાખાં અઢી વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. એટલે તેઓ મામાને ઘેર જ ઉછર્યા. તેઓ છેસાત વર્ષના થયા ત્યારે શાળામાં મૂકવામાં આવ્યા પણ અભ્યાસમાં એમને રસ જ ન હતો. એમના મનમાં ગીતોનું ગુંજન ચાલ્યા કરતું.

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

વર્ગમાં પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેઓ જવાબ આપી શકતા નહીં. છોકરાઓની ફરિયાદને કારણે માસ્તરે ખૂબ માર્યો. જેથી ભાગીને ઘેર આવ્યા અને શાળાએ જવાની ના પાડી દીધી. છતાં મામાના આગ્રહ અને દબાણને કારણે તેઓને રોજ શાળાએ મોકલતા.

પણ તેઓ શાળાએ જવાને બદલે ગામમાં ભટકવા નીકળી પડતાં. એક દિવસ એક છોકરો – ઘણા દિવસોની ગેરહાજરીનું કારણ જાણવા ઘેર આવ્યો ત્યારે ચોરી પકડાઈ ગઈ. સાંજે ઘેર આવ્યો ત્યારે મામાએ શાળાએ ન જવા અને – જૂઠું બોલવાના આરોપસર ખૂબ માર્યો અને ભાર દઈને કહ્યું :

“કભી 3 જૂઠ મત બોલો, તબિયત સંભાલો ઔર ઇજ્જત બચાવો.”

પ્રશ્ન 2.
લાગણીવશ બિસ્મિલ્લાખાને મામાની સૂર વિશેની કઈ શિખામણ યાદ આવે છે?
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાં પાંચ વરસના હતા ત્યારથી જ શરણાઈ શીખવાનો પ્રયાસ કરતાં. એક વખત તેમના મામાએ પાસે બોલાવીને કહ્યું “તારે વગાડવું હોય તો સૂરમાં વગાડ, કાનને મીઠું લાગે ને 3 ફરીફરીને સાંભળવું ગમે તેવું વગાડ.’ તેઓ કહેતા કે “સૂર લેના હૈ તો સચ બોલો.’

તેઓ બિસ્મિલ્લાખાને વારંવાર ટોકતાં અને કહેતા “સૂર વચ્ચે રહી જાય છે તું આજુબાજુ ફર્યા કરે છે. સૂરમાં દાખલ થતો નથી.’ જીવનભર યાદ રહે એવી શિખામણ મામાએ તેને આપી હતી.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
બિસ્મિલ્લાખાને મન પોતાના જીવનના યાદગાર પ્રસંગો કયા કયા છે?
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાના જીવનના અમુક પ્રસંગોને તેઓ જીવનભર ભૂલી ન શકે એવા છે. તેઓ શરણાઈ વગાડે ત્યારે કદી મામા તેમના વખાણ ન કરે, હંમેશાં ટોક્યા કરે. એમને લાગતું કે પોતે ઘણું સારું વગાડે છે.

પણ એક દિવસ લેખક તિલક કામોદ’ વગાડતા હતા ત્યારે તેમના મામાએ બીજા ઓરડામાં બેસીને એ જ રાગ વગાડવા માંડ્યો. આ સાંભળીને બિસ્મિલ્લાખાનું અભિમાન ઊતરી ગયું.

એક બીજા પ્રસંગમાં મામાની પાર્ટી “અલીબલ ઍન્ડ પાર્ટી’ કહેવાતી. એક જગ્યાએ શરણાઈની સ્પર્ધા યોજાયેલી. મામા બીમાર હતા એટલે એમને બદલે બિસ્મિલ્લાખાને જવાનું હતું.

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

જતી વખતે મામાને પગે લાગ્યા ત્યારે એમણે આસમાન સામે જોઈ, ખુદાને યાદ કરીને તેમનાં વાંસા પર હાથ ફેરવ્યો ત્યારે એમને એવું લાગ્યું કે મામાનો એમનામાં પ્રવેશ થયો. આ હરીફાઈમાં તેઓ જીત્યા. મામાની શક્તિનો એમને પરિચય થયો.

છેલ્લો પ્રસંગ મામાના મૃત્યુનો જે કદી ન ભૂલી શકાય એવો છે. મામા છેક સુધી સાવ સાજા હતા. અચાનક બપોરે ચાર વાગ્યે તબિયત બગડી. બિસ્મિલ્લાખાં એમની પાસે જ બેઠા હતા. રાતે બે વાગ્યે તેમને ઉઠાડ્યા. મામા સાવ સાજા લાગ્યા.

આસમાન સામે જોઈને કંઈક બોલવા માંડ્યા. પછી એકદમ તેમને પાસે બોલાવ્યા અને ખૂબ ભેટ્યા, ખૂબ વહાલ કર્યું. પછી કહે “જાઓ ખુશ રહો’ સવારે સાત વાગ્યે એમણે દેહ છોડ્યો. બિસ્મિલ્લાખાં માને છે કે આજ જે એમની નામના છે એ એમની છેલ્લી દુઆને કારણે છે.

પ્રશ્ન 2.
બિસ્મિલ્લાખાના જન્મ, ઉછેર અને બાળપણ વિશે એકમને આધારે નોંધ તૈયાર કરો.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાં અઢી વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. એટલે તેઓ મામાને ઘેર જ ઉછર્યા. તેમના પિતા, દાદા, નાના, મામા બધા જ શરણાઈ વગાડતા. તેથી પાંચ વર્ષની ઉંમરે તેણે શરણાઈ વગાડવાનું શરૂ કર્યું.

તેઓ છ-સાત વર્ષના થયા ત્યારે શાળામાં મૂકવામાં આવ્યા પણ અભ્યાસમાં એમને રસ જ ન હતો. એમના મનમાં ગીતોનું ગુંજન ચાલ્યા કરતું. વર્ગમાં પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે તેઓ જવાબ આપી શકતા નહીં.

છોકરાઓની ફરિયાદને કારણે માસ્તરે ખૂબ માર્યો. જેથી ભાગીને ઘેર આવ્યા અને શાળાએ જવાની ના પાડી દીધી. છતાં મામાના આગ્રહ અને દબાણને કારણે તેઓને રોજ શાળાએ મોકલતા. પણ તેઓ શાળાએ જવાને બદલે ગામમાં ભટકવા નીકળી પડતાં.

એક દિવસ એક છોકરો ઘણા દિવસોની ગેરહાજરીનું કારણ જાણવા ઘેર આવ્યો ત્યારે ચોરી પકડાઈ ગઈ. સાંજે ઘેર આવ્યો ત્યારે મામાએ શાળાએ ન જવા અને જૂઠું ? બોલવાના આરોપસર ખૂબ માર્યો અને ભાર દઈને કહ્યું: “કભી જૂઠ મત બોલો, તબિયત સંભાલો ઓર ઈજ્જત બચાવો.’

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

પ્રશ્ન 3.
‘બિસ્મિલ્લાખાને સંગીત વારસામાં મળ્યું કહેવાય’ આ વિધાન સદૃષ્ટાંત સમજાવો.
ઉત્તર :
વિશ્વભરમાં શરણાઈનું ગુંજન કરીને, શરણાઈ જેવા સાદા વાદ્યને વિશ્વપ્રસિદ્ધ બનાવનારા બિસ્મિલ્લાખાના પિતા, દાદા, નાના, મામા બધા જ શરણાઈ વગાડતા. જુદા જુદા રાજાના દરબારમાં તેઓ નિશ્ચિત નોકરી કરતાં. આ કારણે ઘરમાં વાતાવરણ ગાવા-બજાવવાનું રહેતું.

તેથી તેમને જન્મથી જ આ સંસ્કારો વારસામાં મળ્યા હતા. પાંચ વર્ષની ઉંમરથી જ તેણે શરણાઈ વગાડવાનું શરૂ કર્યું. મામાએ બિસ્મિલ્લાખાને કહ્યું કે, “તારે વગાડવું હોય તો સૂરમાં વગાડ, કાનને મીઠું લાગે તેવું વગાડ.”

તેઓ કહેતા કે “સૂર લેના હૈ તો સચ બોલો ત્યારથી બિસ્મિલ્લાખાએ સૂરમાં વગાડવાનું શરૂ કર્યું. શરણાઈ વગાડતા તો બિસ્મિલ્લાખાં તેમના મામા પાસેથી જ શીખ્યા. મામાએ અંતિમ સમયે આપેલી દુઓને કારણે જ બિસ્મિલ્લાખાને સફળતા મળી, એવું તેઓ દઢપણે માને છે.

આમ, શરણાઈના સૂરથી માંડીને અલગ અલગ રાગ અને તેના માટેની રિયાઝ કરવાની તાલીમ પણ તેમને વારસામાં મળી હતી.

Std 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા Additional Important Questions and Answers

બિસ્મિલ્લાખા પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
બિસ્મિલ્લાખાં પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખા પાઠ મુલાકાત-લેખ છે.

પ્રશ્ન 2.
બિસ્મિલ્લાખાં પાઠ કોણે લખ્યો છે?
ઉત્તરઃ
બિસ્મિલ્લાખા પાઠ લાભુબહેન મહેતાએ લખ્યો છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

પ્રશ્ન 3.
બિસ્મિલ્લાખાં પાઠ કયા પુસ્તકમાંથી લેવાયો છે?
ઉત્તર :
બિસ્મિલ્લાખાં પાઠ કલા અને કલાકાર’ પુસ્તકમાંથી લેવાયો છે.

પ્રશ્ન 4.
“ખુદાને ચામ નહીં, પણ કામ પ્યારું છે.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર:
ખુદાને ચામ નહીં, પણ કામ પ્યારું છે.” આ વાક્ય લેખકના મામા અલીબલ બોલે છે.

પ્રશ્ન 5.
“રાગ, રસોઈ અને પઘડી, કભી કભી બનતી હૈનો સંદર્ભ કયા અર્થમાં આપે છે?
ઉત્તરઃ
હરહંમેશ બધું સરખું જ ઊતરે તેમ નથી બની શકતું. મૂડ : પર પણ આધાર હોય છે એવું બિસ્મિલ્લાખાં માનતા હતા.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
બિસ્મિલ્લાખા પાઠનો પ્રકાર જણાવો.
A. નવલકથા-ખંડ
B મુલાકાત-લેખ
C. ચરિત્રનિબંધ
D. ટૂંકી વાર્તા
ઉત્તરઃ
B. મુલાકાત-લેખ

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

પ્રશ્ન 2.
“બિસ્મિલ્લાખા’ પાઠના અનુવાદક કોણ છે?
A. મૃદુલાબહેન મહેતા
B. કુન્દનિકા કાપડિયા
C. લાભુબહેન મહેતા
D. ભારતી દવે
ઉત્તરઃ
C. લાભુબહેન મહેતા

પ્રશ્ન ૩.
બિસ્મિલ્લાખાને શરણાઈ ઉપરાંત શાનો શોખ હતો?
A. વાંસળી – વીણા
B. હામોનિયમ
C. હાર્મોનિયમ – તબલાં
D. સિતાર
ઉત્તરઃ
B. હાર્મોનિયમ

પ્રશ્ન 4.
ખુદાને ચામ નહિ, પણ કામ પ્યારું છે.’ આ વાક્ય કોણ બોલે છે?
A. બિસ્મિલ્લાખા
B. અલીબક્ષ
C. લાભુબહેન
D. જમનાબહેન
ઉત્તરઃ
B. અલીબક્ષ

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

પ્રશ્ન 5.
“બિસ્મિલ્લાખાં’ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
A. માનતા
B. બીજી થોડીક
C. સત્યના પ્રયોગો
D. કલા અને કલાકાર
ઉત્તરઃ
D. કલા અને કલાકાર

પ્રશ્ન 6.
“સૂર લેના હૈ તો સચ બોલો’ આ ઉક્તિ કોણ બોલે છે અને કોને કહે છે?
A. લેખકના નાના – લેખક
B. અલીબક્ષ – નાના મામા
C. અલીબક્ષ – બિસ્મિલ્લાખાં
D. બિસ્મિલ્લાખા – મોટા મામા
ઉત્તરઃ
C. અલીબક્ષ – બિસ્મિલ્લાખાં

પ્રશ્ન 7.
‘લ્યો, આ તમારી પૂરી રકમ ને ઉપર મારા તરફથી 11 રૂપિયા રોકડા’ આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
A. બિસ્મિલ્લાખાં – એક ભાઈ
B. બિસ્મિલ્લાખાં – નાના મામા
C. બિસ્મિલ્લાખા – ફકીર
D. બિસ્મિલ્લાખા – પિતા
ઉત્તરઃ
A. બિસ્મિલ્લાખાં – એક ભાઈ

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

બિસ્મિલ્લાખા (Vyakaran)

1. નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખો:

પ્રશ્ન  1.
બિસ્મિલ્લાખાં પરિવાર મુંબઈ રહેતો હતો.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાનો પરિવાર મુંબઈમાં રહેતો હતો.

પ્રશ્ન  2.
લેખક શરણાઈ વગાડવાની સ્પર્ધા ભાગ લીધો હતો.
ઉત્તરઃ
લેખકે શરણાઈ વગાડવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

પ્રશ્ન  3.
બિસ્મિલ્લાખાં પરીક્ષા પ્રથમ આવવું છે.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાને તો પરીક્ષામાં પ્રથમ આવવું છે.

પ્રશ્ન  4.
આકાશ ગરમી સેરો વરસાદ વરસતી હતી.
ઉત્તરઃ
આકાશમાંથી ગરમીની સેરો વરસાદરૂપે વરસતી હતી.

પ્રશ્ન  5.
મંદિર પાળ પક્ષી રળિયામણું લાગે છે.
ઉત્તરઃ
મંદિરની પાળ પક્ષીઓથી રળિયામણી લાગે છે.

2. નીચેનાં વાક્યોમાં ખોટા સંયોજકનો પ્રયોગ કર્યો છે તે સુધારી વાક્ય ફરીથી લખો:

પ્રશ્ન  1.
શરણાઈના અલગ-અલગ સૂર કારણે રિયાઝ કરવાની તાલીમ લીધી.
ઉત્તરઃ
શરણાઈના અલગ-અલગ સૂર અને રિયાઝ કરવાની તાલીમ લીધી.

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

પ્રશ્ન  2.
બિસ્મિલ્લાખાને શરણાઈ તેથી હામોનિયમ વગાડવાનો શોખ છે.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાને શરણાઈ અને હાર્મોનિયમ વગાડવાનો શોખ છે.

પ્રશ્ન  3.
બિસ્મિલ્લાખાને શરણાઈ વાદનને અને વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી.
ઉત્તરઃ
બિસ્મિલ્લાખાને શરણાઈ વાદનને કારણે વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવી.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ

પ્રશ્ન  1.
સરાણિયો
A. પાણી સરવાણી
B. સરાણ પર ધાર કાઢનાર
C. પ્રતિષ્ઠિત સ્થાન મેળવનાર
D. સરાણને વેચનાર
ઉત્તરઃ
B. સરાણ પર ધાર કાઢનાર

પ્રશ્ન  2.
રિયાઝ.
A. સંગીતના સૂરોનો મહાવરો
B. વિણાના સૂરોનો મહાવરો
C. પુસ્તક વાચનનો મહાવરો
D. બાણવિદ્યાનો મહાવરો
ઉત્તરઃ
A. સંગીતના સૂરોનો મહાવરો

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો:

પ્રશ્ન  1.
સુપ્રતિષ્ઠિત
A. બદનામ
B. મશહૂર
C. સત્તાધીશ
D. રાજકારણી
ઉત્તરઃ
B. મશહૂર

પ્રશ્ન  2.
ફિરસ્તો
A. ફકીર
B. સંન્યાસી
C. દેવદૂત
D. સંસારી
ઉત્તરઃ
C. દેવદૂત

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધોઃ

પ્રશ્ન  1.
મુશ્કેલ
A. સરળ
B. ઓછું
C. ઢીલું
D. હલકું
ઉત્તરઃ
A. સરળ

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

પ્રશ્ન  2.
દુવા
A. આશીર્વાદ
B. બદદુવા
C. શિખામણ
D. બોધ
ઉત્તરઃ
B. બદદુવા

4. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.

પ્રશ્ન  1.
A. ઓઝાર
B શિખામણ
C. નિર્દોષ
D. બુદ્ધિ
ઉત્તરઃ
A. ઓઝાર

બિસ્મિલ્લાખા Summary in Gujarati

બિસ્મિલ્લાખા પાઠ-પરિચય

કુશળ અનુવાદક તરીકે પ્રસિદ્ધિ મેળવનાર લાભુબહેન મહેતાએ સમગ્ર વિશ્વમાં જુદી જુદી કલાને વરેલા કલાકારોની મુલાકાતોના અનુવાદને ‘કલા અને કલાકાર’ ભાગ 1 -2માં સંગ્રહેલી છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા

પ્રસ્તુત પાઠમાં વિશ્વભરમાં શરણાઈનું ગુંજન કરીને શરણાઈ જેવા ભારતના સાદા વાદ્યને વિશ્વપ્રસિદ્ધ બનાવનાર બિસ્મિલ્લાખાની મુલાકાતને લેખિકાએ પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. આ મુલાકાતનું લખાણ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં શરણાઈ વિશેનો આ મહત્ત્વનો દસ્તાવેજ છે.

તેમના સમગ્ર જીવનનો પ્રેરણાદાયી ચિતાર આ મુલાકાત દ્વારા પ્રાપ્ત થાય છે.

[Labhuben has gained fame as an expert translator. Her translation of the visits to the artists of different arts have been collected in Kala and Kalakar’ Part 1-2.

In this lesson the writer has presented the visit to the artist Bismillakhan who has made the simple music instrument of India – Sharnai famous all over the world by playing on Sharnai.

The article of the classical music of Sharnai is an important document in Indian classical music. We get inspiring sketch of his whole life in this visit. )

બિસ્મિલ્લાખા શબ્દાર્થ (Meanings)

  • સુપ્રતિષ્ઠિત – મશહૂર; reputed.
  • કાર્યક્રમ (૫) – સમયપત્રક; programme.
  • મુલાકાત (સ્ત્રી.) – મેળાપ; interview.
  • અવસર (૫) – મોકો; occasion.
  • ખુદાપરસ્તી – ઈશ્વરપ્રેમ; love god.
  • ગદ્દગદ – ભાવુક; emotional.
  • મોજ (સ્ત્રી.) – આનંદ; joy.
  • વાર્તાલાપ (૫) -ચર્ચા; discussion.
  • વંશ (૫) – કુળ; pedigree.
  • પરંપરા (સ્ત્રી) – રિવાજ; tradition.
  • બજાવવું – વગાડવું; sound.
  • નિશ્ચિત – નક્કી; decided. Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા
  • રિયાસત – રજવાડું; kingdom.
  • કોશિશ (સ્ત્રી.) – પ્રયાસ; try.
  • ચિત્ત (નવું) – મન; mind.
  • ભટકવું – રખડવું; to wander.
  • જૂઠ (નવું) – અસત્ય; ie.
  • સીખ (સ્ત્રી.) – શિખામણ; admonition.
  • ઈજ્જત (સ્ત્રી.) – આબરૂ; reputation
  • સ્વગત – મનોમન; addressed to one self.
  • રિયાઝ (૫) – મહાવરો; rehears.
  • ગભરાટ (૫) – ભય; fright.
  • તાકાત (સ્ત્રી.) – શક્તિ; strength.
  • અદા – ઢબ; method, mode.
  • ફિરસ્તો – દેવદૂત; angel.
  • દુવા (સ્ત્રી.) – આશિષ; blessing.
  • ઇબાદત (સ્ત્રી.) -પ્રાર્થના; prayer.
  • તરબોળ – લાગણીવશ; emotion.
  • મોજ (સ્ત્રી.) – ખુશી; pleasure.
  • રાજી – પ્રસન્ન; willing, cheerful.
  • માલિક – ખુદા; god.
  • પ્રશંસા (સ્ત્રી.) – વખાણ; appreciation.
  • ટોકવું – સૂચન કરવું; to find faults.
  • ટીકા (સ્ત્રી.) – નિંદા; criticise.
  • ઉત્તમ – શ્રેષ્ઠ; best.
  • મદ (૫) – અભિમાન; pride.
  • હરીફાઈ (સ્ત્રી.) – સ્પર્ધા; competition.
  • ખુશબો (સ્ત્રી.) – સુગંધ, fragrance.
  • વિશિષ્ટતા (સ્ત્રી) – ખાસિયત; specialty, characteristic.
  • સાજ – સાધન, (અહીં) શરણાઈ; musical instrument.
  • ઓજાર (નવું) – હથિયાર; tool. Class 12 Gujarati Textbook Solutions Chapter 6 બિસ્મિલ્લાખા
  • સરાણિયો – સરાણ પર ધાર કાઢનાર; one who sharpens edged tools.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *