Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 2 તેને તે ઊગશે? Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 4 Gujarati Textbook Solutions Chapter 2 તેને તે ઊગશે?
Class 4 Gujarati Textbook Solutions Chapter 2 તેને તે ઊગશે? Textbook Questions and Answers
1. તમારા શિક્ષક પાસેથી ગીતડું સાંભળો, ઝીલગાન કરો અને જાતે ગાઓ.
ચાલ, આપણે ફરવા જઈએ,
ઝાડ-પહાડને મળવા જઈએ,
ચાલ આપણે ફરવા જઈએ.
હરણાં પાસે હળવા જઈએ,
ઝરણા પાસે દોડી જઈએ,
ફૂલડાં સાથે રમવા જઈએ. ચાલ.
આંબાડાળે ઝૂલવા જઈએ
નદીકિનારે ભમવા જઈએ.
હામ ભરીને, તવા જઈએ, ચાલ.
2. ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે. ચાલો, એક રમત રમીએ.
શિક્ષક કે રમાડનાર જ્યારે કહે, ‘ગાય ઊડે’ તો તમારે ‘ફર૨૨….’ કહી બે હાથ વડે ઊડવાનો અભિનય કરવો. પણ રમાડનાર બોલે, ‘કાબર ઊડે’ તો તમારે ‘ફર૨૨…’ બોલવાનું નથી કે અભિનય પણ કરવાનો નથી. રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ‘ફ૨૨૨…’ નહિ કરવાનું, પ્રાણીનું નામ બોલે ત્યારે જ ફ૨૨૨ કરવાનું. જે ભૂલ કરે તેણે તે વખતે જે પશુ-પક્ષીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો. દા.ત. રમાડનાર કહે કે, ‘ચકલી ઊડે…’ ત્યારે જે વિદ્યાર્થી ‘ફરરર…’ બોલે તેણે ચકલી બોલે એવું ચી..ચી…. બોલી બતાવવાનું રહેશે. (જરૂર પડે તો જ શિક્ષકે મદદ કરવી.)
3. જુઓ અને કહો.
પ્રશ્ન 1.
કોની કલગી સૌથી સારી લાગી?
ઉત્તર :
મોરની કલગી સૌથી સારી લાગી.
પ્રશ્ન 2.
આ પક્ષીઓમાંથી તમે ક્યાં કયાં પક્ષીઓ જોયાં છે?
ઉત્તર :
આ પક્ષીઓમાંથી મેં મોર, ફૂડો, કાગડો, કાબર, ચકલી, કબૂતર જેવાં પક્ષીઓ જોયાં છે. કે
પ્રશ્ન 3.
તેઓ શું ખાતાં હોય છે? કોઈ પણ બે પક્ષી વિશે કહો. કે
ઉત્તર :
1. મોર દાણા અને જીવડાં ખાય છે.
2. કાગડો એંઠવાડ અને જીવજંતુ ખાય છે.
પ્રશ્ન 4.
કોઈ પણ બે પક્ષીઓનો અવાજ કાઢો.
ઉત્તર :
ચકલી : ‘ચીં … ર્થી …’; કાગડો : ‘કા … કા …’ (વિદ્યાર્થીએ પક્ષીઓનો અવાજ કાઢવો.).
પ્રશ્ન 5.
કાબર અને ચકલીની જેમ ચાલી બતાવો.
ઉત્તર :
(વિદ્યાર્થીએ કાબર અને ચકલીની જેમ ચાલી બતાવવું.)
પ્રશ્ન 6.
તમારાં આંગણાંમાં કયાં કયાં પક્ષીઓ આવે છે?
ઉત્તર :
અમારા આંગણાંમાં મોર, પોપટ, કાબર, કાગડો, ચક્લી, કબૂતર, કૂકડો વગેરે પક્ષીઓ આવે છે.
4. એક કૂકડીને એવું કંઈક શીખવાનું મન થયું જે બીજાં પક્ષીઓ વિચારી પણ શકતાં ન હતાં. તેની વાર્તા “કૂકડીને કલગી ઊગે?” સાંભળો અને વારંવાર વાંચો:
[નોંધ: વિદ્યાર્થીઓએ વાર્તા સાંભળવી અને વાંચવી.].
વાતચીત :
પ્રશ્ન 1.
કૂકડીએ શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું?
ઉત્તર :
સાંજ સુધી કૂકડીએ પથરા પર ઊડ-ઊતર, ઊંડઊતર કર્યા કર્યું એ મને સૌથી વધુ ગમ્યું.
પ્રશ્ન 2.
તમને શું લાગે છે? તેને તે ઊગશે?
ઉત્તર :
કૂકડીને કલગી ઊગશે નહિ.
પ્રશ્ન 3.
આ વાર્તામાં તમને ક્યારે ક્યારે મજા આવી? કયારે ક્યારે ઉદાસ થવાયું?
ઉત્તર :
આ વાતમાં જ્યારે જ્યારે કૂકડીએ સફળતા મેળવી ત્યારે ત્યારે મને મજા આવી. કૂકડાએ જ્યારે જ્યારે કૂકડીને હતાશ થવાય તેવી વાતો કહી ત્યારે ત્યારે મારાથી ઉદાસ થવાયું.
પ્રશ્ન 4.
કૂકડો અને કૂકડી બંને સાથે હોય તો તમે તેમને કેવી રીતે ઓળખશો?
ઉત્તર :
કૂકડો અને કૂકડી બંને સાથે હોય તો જેના માથે કલગી હોય તે કૂકડો અને માથે કલગી ન હોય તે કૂકડી, આ રીતે તેમને ઓળખી શકાય.
પ્રશ્ન 5.
તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ છોડી દો કે કરો? કેમ?
ઉત્તર :
મને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી હું દોડવાનું કામ છોડી ના દઉં, કારણ કે જે સતત પુરુષાર્થ કરે છે તેને સફળતા મળે જ છે.
પ્રશ્ન 6.
એવાં ક્યાં ક્યાં કામ છે જે તમારે કરવાં છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે? ત્યારે તમને કેવું થાય?
ઉત્તર :
એવા ઘણાં કામ છે જે મારે કરવાં છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે, જેમ કે.
- સાઇકલ ચલાવવી.
- અંધારામાં બહાર જવું.
- જાતે સ્નાન કરવું.
- રસ્તો ઓળંગવો વગેરે. આવા સમયે મને ગમતું નથી.
પ્રશ્ન 7.
તમારે કશુંક નવું શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલાં કોની મદદ લો છો?
ઉત્તર :
મારે કશુંક નવું શીખવું હોય ત્યારે હું સૌથી પહેલાં મારા મિત્રની મદદ લઉં છું.
પ્રશ્ન 8.
કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ કઈ રીતે શિખાય?
ઉત્તર :
કોઈ કામ જાતે શીખવું હોય તો તેની પૂરી માહિતી મેળવવી જોઈએ; કોઈનું માર્ગદર્શન લેવું જોઈએ; જાતે પણ પ્રયત્ન કરવો જોઈએ અને જ્યાં સુધી બરાબર ન શિખાય ત્યાં સુધી હતાશ થયા વિના સતત પ્રયત્ન કરવો જોઈએ.
પ્રશ્ન 9.
એવું કોઈ કામ ખરું જે તમે આપમેળે શીખ્યા હો?
ઉત્તર :
હું સાઇકલ ચલાવવાનું કામ આપમેળે શીખ્યો છું.
પ્રશ્ન 10.
આ વાર્તામાં પછી શું થયું હશે? શું કૂકડીને રંગીન પીંછાં મળ્યાં હશે?
ઉત્તર :
આ વાર્તામાં કૂકડીને રંગીન પીંછાં મળ્યાં નહિ હોય પણ તેનો પ્રયત્ન ચાલુ જ રહ્યો હશે.
[નોંધઃ વિઘાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]
5. જૉડકાં જોડો
પ્રશ્ન 1.
પાત્રનું નામ | વિધાન |
1. કાગડો | 1. ઊડવાનું શીખતી વખતે પડાય પણ ખરું! |
2. કૂકડો | 2. વાહ! મારી દોસ્ત કૂકડીની મહેનત રંગ લાવી. |
3. કૂકડી | 3. મથી મથીને તારે શું કૂકડો બનવું છે? |
4. ચકલી | 4. કૂકડીએ નવા નવા અખતરા ન કરવા જોઈએ. |
ઉત્તર :
પાત્રનું નામ | વિધાન |
1. કાગડો | 4. કૂકડીએ નવા નવા અખતરા ન કરવા જોઈએ. |
2. કૂકડો | 2. વાહ! મારી દોસ્ત કૂકડીની મહેનત રંગ લાવી. |
3. કૂકડી | 1. ઊડવાનું શીખતી વખતે પડાય પણ ખરું! |
4. ચકલી | 3. મથી મથીને તારે શું કૂકડો બનવું છે? |
પ્રશ્ન 2.
કકડીના પ્રયત્નો | પરિણામ |
1. એકધ્યાનથી ઊડવાનું | 1. વંડી પર ચડવા કામ કરવા માંડ્યું. જેટલી હોશિયાર |
2. સાંજ સુધી પથરા પર થઈ ગઈ. ઊડ-ઊતર કર્યું. | 2. ઝાડ પર ચડી ગઈ. |
3. બી ગઈ ને જોર | 3. સાંજે આવી ત્યારે એ કરીને ઊડી. ખૂબ જ ખુશ હતી. |
4. પાસે પડેલા એક પથરા પર ચડી |
ઉત્તર :
કકડીના પ્રયત્નો | પરિણામ |
1. એકધ્યાનથી ઊડવાનું | 1. વંડી પર ચડવા કામ કરવા માંડ્યું. જેટલી હોશિયાર |
2. સાંજ સુધી પથરા પર થઈ ગઈ. ઊડ-ઊતર કર્યું. | 3. સાંજે આવી ત્યારે એ કરીને ઊડી. ખૂબ જ ખુશ હતી. |
3. બી ગઈ ને જોર | 4. પાસે પડેલા એક પથરા પર ચડી |
6. વાક્યના મોટા ભાગ નીચે લીટી કરો, તેટલો જ ભાગ સુધારીને લખો :
પ્રશ્ન 1.
- કૂકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી. ………………
- કૂકડી હોશિયાર અને મહેનતુ હતી. …………………..
- પક્ષી માને છે કે કૂકડી પ્રયત્ન કરે તો ક્લગી ઊગેય ખરી ! ……………
- કૂકડીને થતું કે કૂકડો કેવો નસીબદાર! …………………
- બિલાડીના ધક્કાથી કૂકડી ઊંચા પથ્થર સુધી ઊડી શકી. …………….
ઉત્તર :
- કૂકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી. તે ઘરે પાછી ફરતી.
- કૂકડી હોશિયાર અને મહેનતુ હતી.
- પક્ષી માને છે કે કૂકડી પ્રયત્ન કરે તો ક્લગી ઊગેય ખરી ! તોપણ તેના માથે કલગી ના ઊગે.
- કૂકડીને થતું કે કૂકડો કેવો નસીબદાર!
- બિલાડીના ધક્કાથી કૂકડી ઊંચા પથ્થર સુધી ઊડી શકી. બે બિલાડીઓ લડતા લડતી દોડી આવી, તેની બીકથી જોર કરીને કૂકડી ઊંચા પથ્થર સુધી ઊંડી શકી.
7. જોડી બનાવો. મુખ્ય શબ્દના અર્થ સમજે. વાતચીત કરીને મુખ્ય શાબ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલા હોય તેની સામે [✓]
1. ૨ઢ: હઠ, આગ્રહ, જીદ
(અ) મનોજ મામાના ઘરે જવાની રઢ લઈને બેઠો. [✓]
(બ) મમ્મીએ ચૉક્લેટ આપી પછી ઋત્વી ૨ઢ લઈને મજાથી ચૉકલેટ ખાય છે.
2. અભિલાષાઃ ઉત્કટ ઇચ્છા, તીવ્ર ઇચ્છા
(અ) વિક્રમને નાનપણથી આકાશમાં ઊડવાની અભિલાષા હતી. [✓]
(બ) સંગીતાને ભૂખ નહોતી લાગી એટલે જમવાની અભિલાષા હતી.
3. હરખઘેલું અતિશય આનંદથી ઘેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું.
(અ) મુમતાજને ગુસ્સો આવતાં હરખઘેલી થઈ ગઈ.
(બ) પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતાં તે હરખઘેલી થઈ ગઈ. [✓]
4. વંડી ખુલ્લી જમીનની આસપાસની નાની ભત
(અ) રુસ્તમની વડી પર વાંદરો બેઠો છે. [✓]
(બ) નીતાના ઘર પાસેની વંડી બહુ ઊંડી છે.
વાહ! આ તો ફરી આવ્યું. ‘ચાલ, આપણે ફરવા જઈએ …’
8. પાંચના જૂથમાં બેસો. ‘કૂકડીને કલગી ઊગે?’ વાર્તા વારાફરતી મોટેથી
વાંચોઃ [પાન નંબર ૨૭]
[નોંધઃ શિક્ષકમિત્રએ આ પ્રવૃત્તિ વર્ગમાં કરાવવી.]
9. કૂકડીને મળી આવ્યા? હવે પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
તમને કોનો સ્વભાવ ગમ્યો -કૂકડીનો કે કાગડાનો? કેમ?
ઉત્તર :
મને કુકડીનો સ્વભાવ ગમ્યો, કારણ કે કુકડીએ પોતાની ઇચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સતત મહેનત કરી અને સફળતા મેળવી.
પ્રશ્ન 2.
તમને કૂકડીની કઈ વાત સૌથી વધુ ગમી? કેમ?
ઉત્તર :
કૂકડી વડી પર ચડવા લાગી, તેને માથે કલગી ઊગી, ત્યાર પછી તે પોતાનાં બધાં કામ કરતાં કરતાં પણ બીજી કૂકડીઓનેય ઊંચું ઊડતાં શીખવવા મદદ કરતી, સમજાવતી. કૂકડીની આ વાત મને સૌથી વધુ ગમી કારણ કે તે સતત મહેનત કરતી રહી.
પ્રશ્ન 3.
કૂકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું?
ઉત્તર :
કૂકડીને પછીથી કાબરે પ્રોત્સાહન આપ્યું.
પ્રશ્ન 4.
કુકડી મહેનતુ છે કે આળસુ? તમને કઈ રીતે રે ખબર પડી?
ઉત્તરઃ
કુકડી મહેનતુ છે. કૂકડી પોતાની ઇચ્છા પૂરી કરવા સતત મહેનત કરે છે, તે કોઈની ટીકા-ટિપ્પણી પણ ધ્યાનમાં લેતી નથી. તે પોતે શીખ્યા પછી બીજી કૂકડીઓને પણ ઊંચું ઊડતાં શીખવવા મહેનત કરે છે, સમજાવે છે.
પ્રશ્ન 5.
વંડી પરથી કૂકડીને શું શું દેખાતું હતું?
ઉત્તર:
હંમેશાં નીચેથી જોયેલાં ઝાડને કૂકડીએ ઊંચેથી જોયાં. વડી પરથી ઝાડને નજર સામે જોયાં. નીચેથી ઝાડનાં ડાળ-પાંદડાં માંડ જોવા મળતાં તે હવે નજર સામે હતાં. ઝાડની ડાળે ઝૂલતાં પંખીઓ પણ દેખાતાં હતાં.
પ્રશ્ન 6.
મોત થઈને તમારે શું બનવું છે? આ માટે તમારે શું શું કરવું પડશે?
ઉત્તર :
મોટા થઈને મારે ક્રિકેટર બનવું છે. આ માટે મારે અત્યારથી જ ક્રિકેટ રમવાની તાલીમ લેવી પડશે; દરરોજ વહેલા ઊઠી કસરત કરવી પડશે; પૌષ્ટિક આહાર લેવો પડશે; ટીવી પર પ્રસારિત ક્રિકેટ મૅચ જોવી પડશે.
[નોંધઃ વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવો.]
10. કૂકડીને પીંછાં આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો (પીંછાં આવે તે માટે કૂકડી શું કરશે તે વિચારો અને લખો.)
પ્રશ્ન 1.
“મને પીંછાં ઊગતાં તો હજી કેટલાં વર્ષ થવાનાં ! શી ખબર?” કૂકડી મનમાં એવું વિચારતી હતી.
…………………………………………………
…………………………………………………
…………………………………………………
…………………………………………………
ઉત્તર :
“મને પીંછાં ઊગતાં તો હજી કેટલાં વર્ષ થવાનાં ! શી ખબર?” કૂકડી મનમાં એવું વિચારતી હતી. કુકડી પીંછાંવાળાં પક્ષીઓને મળવા લાગી. દરેકને તે પૂછતી, “તમારી પાસે મને પીંછા ઊગે તેવો કોઈ ઉપાય છે ખરો?” કોઈ પક્ષી એની હાંસી ઉડાડતું. કહેતું, “ઈશ્વરે કરેલી રચનામાં કોઈ કંઈ ફેરફાર ન કરી શકે !” કોઈ પક્ષી કહેતું, “તને ઊડીને વડીએ બેસતાં આવડી ગયું, તેનાથી સંતોષ માન. કોઈ પાસે આનો કોઈ ઉપાય નહિ હોય !” પણ કૂકડીને સંતોષ થયો નહિ. છેવટે કૂકડાએ જ એક યુક્તિ કરી. તેણે બધાં પક્ષીઓને સમજાવ્યાં અને બધાં પક્ષીઓ એક પછી એક કૂકડીને કહેવા લાગ્યાં, “અરે વાહ ! વાહ, કૂકડીબહેન, તમને તો કેવાં સુંદર પીંછાં આવ્યાં ! તમે કેટલાં સુંદર લાગી કે છો !” અને કૂકડી રાજી થઈ ગઈ.
11. જૉડીમાં બેસો, ચિત્રો ધ્યાનથી જુઓ, જે શબ્દોમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો :
શૌર્યના ચિત્રમાં નાળિયેરીનું એક ઝાડ છે. તે ઊંચું છે તેમજ થોડાંક નાયિળેર (નાળિયેર) પણ છે. તે મોટાં છે. ઋત્વીના ચિત્રમાં આંબાના (આંબાનાં) બે જાડ (ઝાડ) છે. પણ નીચા નીચા) છે. જોકે કેરીઓ ઘણી છે. તે નાની અને પાકી છે. શૌર્યના ચિત્રમાં બે ગાય છે ઃ એક ધોળી ગાય અને એક કાળી યગા (ગાય). ઋત્વીના ચિત્રમાં ત્રણ ધોળિ (ધોળી) ગાય છે, પરંતુ કાળી ગાય નથી. જોકે, તેની પાસે શૌર્ય કરતાં એક ગાય વધુ છે.
શૌર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને ધારેવ (વધારે) પાણી છે. ઋત્વીના ચિત્રમાં પણ તળાવ તો છે; પરંતું (પરંતુ) ગંદુ છે અને તેમાં પાળી (પાણી) થોડુંક જ છે. શૌર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બેઢા (બા) છે અને થોડાંક પક્ષીઓ આકાશમાં ઊડી રહ્યાં છે. ઋત્વીના ચિત્રમાં પોપટ, કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા બેઠાં) છે અને શૌર્યના ચિત્ર કરતાં વધારે પક્ષીઓ આકાશમાં ઊડી રહ્યાં છે. શૌર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે. ઋત્વીના ચિત્રમાં બે છોકરાં (છોકરો) છે, એક પાતડો (પાતળો) છોકરો છે. તે ઊંચો છે. બીજો ડોજા (જાડો) છોકરો છે.
બંને ચિત્રોનું વર્ણન વાંચ્યું ને? તે’ વાંચવામાં શું મજા પડી કહૉ.
પ્રશ્ન 1.
બંને ચિત્રોનું વર્ણન વાંચ્યું ને? તે’ વાંચવામાં શું મજા પડી કહૉ.
ઉત્તર :
બંને ચિત્રો જોવાની અને તેનું વર્ણન વાંચવાની, ભૂલો શોધીને એકબીજા સાથે સરખામણી કરવાની મજા પડી.
12. ફકરાના આધારે વસ્તુ- કે નામની સામે સંખ્યા, માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખૉ.
પ્રશ્ન 1.
ઉત્તર :
વાહ ! આ તો ત્રીજી વાર આવ્યું ‘ચાલ, આપણે ફરવા જઈએ ……..’
13. ચિત્રો ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો :
બંને ચિત્રો જોયાં ને? તેમાં શું સરખું છે? શું જુદું છે? લખો:
ઉત્તર :
બંને ચિત્રોમાં સરખી બાબતો (સરખું):
– આકાશમાં પતંગ ઊડે છે.
– ફળોની લારી છે.
– ઝાડ છે.
– ઘર છે.
બંને ચિત્રોમાં જુદી બાબતો (જુદું):
પહેલું ચિત્ર | બીજું ચિત્રી |
– ધાબાવાળું મકાન છે. – છોકરાં ધાબા પરથી પતંગ ચગાવે છે. – ઝાડ પર કેસરી ફૂલ છે. – આકાશમાં થોડા પતંગ ચગે છે. – ચાર છોકરાં છે. |
– નળિયાંવાળાં મકાનો છે. – છોકરાં જમીન પરથી પતંગ ચગાવે છે. – ઝાડ પર લાલ ફૂલ છે. – આકાશમાં ઘણા પતંગ ચગે છે. – ત્રણ છોકરાં છે. |
14. તમારા નામમાં જેટલા અક્ષર હોય તેટલા કૂદકો મારો. જો તમારા નામમાં અડધો અક્ષર આવતો હોય તો તે માટે એક પગે કૂદકો મારો. ત્યારબાદ, જૂથમાં બેસો, વિચારો અને ઉદાહરણ મુજબ કામ કરૉ
પ્રશ્ન 1.
ઉત્તર :
[નોંધ: વિદ્યાર્થીઓએ કૂદકા મારવાની પ્રવૃત્તિ કરવી.]
15. શિક્ષક પાસેથી કવિતા સાંભળો, ઝીલગાન કરો અને ત્યાર બાદ જાતે પણ ગાઓ.
[નોંધ: વિદ્યાર્થીઓએ કવિતા સાંભળવી, ઝીલગાન કરવું અને જાતે પણ ગાવી.].
વાતચીત
પ્રશ્ન 1.
કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો?
ઉત્તર :
‘પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથયાં રૂમાલ?’ કવિતામાંનો આ સવાલ મને સૌથી વધુ ગમ્યો.
પ્રશ્ન 2.
કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવી?
ઉત્તર :
મને નીચેની પંક્તિ ગાવાની બહુ મજા આવી :
‘મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ?
મારે પૂછવા છે એક બે સવાલ.’
પ્રશ્ન 3.
કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે?
ઉત્તર :
કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શરીર પરથી ચામડી ઉતારવા જેવી પીડા થતી હશે.
પ્રશ્ન 4.
વરસાદમાં નાહવા જાઓ ત્યારે મોટેરાં તમને શું કહે છે?
ઉત્તર :
વરસાદમાં નાહવા જઈએ ત્યારે મોટેરા અમને શરદી થશે, પાછાં આવો એવું કહે છે.
પ્રશ્ન 5.
છુટા થવા માટે ‘કિટ્ટા’ કરાય, સાથે થવા માટે? તમારો અનુભવ કહો.
ઉત્તર :
છુટા થવા માટે ‘કિટ્ટા’ કરાય, સાથે થવા માટે ‘બુચ્ચા’ કરાય.
પ્રશ્ન 6.
ઊંચે ઊડતાં પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય?
ઉત્તર :
ઊંચે ઊડતાં પંખીને મારું ગામ કે શહેર તેનું ચિત્ર દોર્યું હોય તેવું દેખાય.
પ્રશ્ન 7.
તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા બે સવાલ કહો.
ઉત્તર :
મારા મનમાં સવાલો થાય છે કે (1) ઘણા ખૂબ મહેનત કરે તો પણ તેમને સફળતા કેમ મળતી નથી? (2) શિક્ષક બધાને સરખું ભણાવે તોપણ બધાંને પરીક્ષામાં એકસરખા ગુણ કેમ આવતા નથી?
16. કલ્પના કરો, પંક્તિ લખો :
ઉદાહરણ : ભારની અસર : પાણીના ભારથી આ વાંદળાંઓ કોઈ દિવસ થાય નહીં ભફ? એવું કેમ?
પ્રશ્ન 1.
- રમવાની અસર : ……………………………………
- છોલવાની અસર : ……………………………………
- ખરવાની અસર : ……………………………………
- ધુમાડાની અસર : ……………………………………
- ઊંચે ચડવાની અસર : ……………………………..
ઉત્તર :
- રમવાની અસર : રમતમાં ને રમતમાં છોકરાંનો દિ’ થાય કેમ ટૂંકોટ? એવું કેમ?
- છોલવાની અસર : છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના? એવું કેમ?
- ખરવાની અસર : ખરે પાંદડાં ત્યારે, આ ઝાડ ઝૂરે નહીં કેમ? એવું કેમ?
- ધુમાડાની અસર : કોઈને નહિને આંખોને આ ધુમાડાથી થાય કેમ ઘણું દરદ? એવું કેમ?
- ઊંચે ચડવાની અસર : ઊંચે ચડવાથી નીચેનાં સૌ દેખાય છે કેમ નાનાં? એવું કેમ?
17. સાચું હોય તો ‘ઝરમર’ બોલો, ખોટું હોય તો ‘મરઝર’ બૉલૉ. સુધારીને લખો :
પ્રશ્ન 1.
- પપ્પા લાંબો ચોટલો રાખે છે. …………………………
- પાણીના ભારથી વાદળ પડી જાય છે. ……………………..
- રાકેટ આકાશમાં ઊડે ત્યારે લીટા દેખાય છે. ……………….
- ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. ………………………
- ઉનાળામાં વાદળાંઓને શરદી-કફ થાય છે. …………………….
ઉત્તર :
- પપ્પા લાંબો ચોટલો રાખે છે. મરઝર સુધારેલ વાક્ય: મમ્મી લાંબો ચોટલો રાખે છે.
- પાણીના ભારથી વાદળ પડી જાય છે. મરઝર સુધારેલ વાક્ય : પાણીના ભારથી વાદળ પડી જતાં નથી.
- રાકેટ આકાશમાં ઊડે ત્યારે લીટા દેખાય છે. ઝરમર
- ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. મરઝર સુધારેલ વાક્ય : પર્વત પરથી ખેતર જોઈએ ત્યારેતે રૂમાલ પાથર્યો હોય તેવું લાગે છે.
- ઉનાળામાં વાદળાંઓને શરદી-કફ થાય છે. મરઝર સુધારેલ વાક્ય : ઉનાળામાં વાદળાંઓને શરદી-કફ થાય નહિ.
18. ચોકઠાંમાં સાચો ક્રમ લખો :
પ્રશ્ન 1.
ઉત્તર :
19. આવું થાય તો કોણ શું બોલે? તેને કેવું લાગે? સાથે મળીને વિચારો અને વાક્ય પૂરું કરો ?
ઉદાહરણ : શિયાળામાં ટુવાલને તડકે સૂકવીએ તો ટુવાલ કહે, “આ છોકરો રોજ કેમ નહાતો નથી?”
પ્રશ્ન 1.
- ટાયરમાં પંક્યર પડે તો સાઇક્લ ……………………………….
- બરફને તડકામાં મૂકો તો બરફ ……………………………….
- આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો ……………………………….
- ધૂળ પર વરસાદનાં ટીપાં પડતાં ધૂળ ……………………………….
- ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતાં રોટલો ……………………………….
ઉત્તર :
- ટાયરમાં પંક્યર પડે તો સાઇક્લ કહે, “હું એક પગે લંગડી થઈ ગઈ, હવે નહીં ચાલી શકું.”
- બરફને તડકામાં મૂકો તો બરફ કહે, “મને ક્યાં ઠંડી લાગે છે કે મને અહીં તડકામાં મૂક્યો?”
- આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો “કહે, કેમ અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ?”
- ધૂળ પર વરસાદનાં ટીપાં પડતાં ધૂળ કહે, “હાશ! કાળઝાળ ગરમીથી હું તો કંટાળી ગઈ હતી, હવે ટાઢક થઈ.”
- ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતાં રોટલો કહે, “આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકી કાવ્યો?”
20. શબ્દ શોધો, વાક્ય બનાવોઃ (શબ્દોના અર્થ જાણવા ‘લગભગ સરખા’ જુઓ.)
1. નવ, દસ, ચૌદ અને બીજા અક્ષરથી બનતો શબ્દ – કલરવ
વાક્ય : પંખીઓ બગીચામાં કલરવ કરે છે.
2. તેરમા અને પંદરમા અક્ષરથી બનતો શબ્દ – ચણ
વાક્ય : મારાં દાદી દરરોજ સવારે પંખીને ચણ નાખે છે.
3. નવ, દસ અને સત્તરમાં અક્ષરથી બનતો શબ્દ – કલગી
વાક્ય : મોરની કલગી મોરની શોભામાં વધારો કરે છે.
4. અગિયાર, ચૌદ, સાત અને આઠમા અક્ષરથી બનતો શબ્દ – પોરસાય
વાક્ય : આલાપે રૉકેટ બનાવ્યું અને એના પપ્પા પોરસાયા.
5. પહેલા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ – રાજીની રેડ
વાક્ય : ફોરમનો પરીક્ષામાં પ્રથમ નંબર આવતાં તે રાજીના રેડ થઈ ગઈ.
ગીતડું આવ્યું ભાઈ ગીતવું. ‘ચાલ, આપણે કરવા જઈએ ….’
21. મજા પડે તેવા પ્રશ્નો બનાવો, વર્ગમાં રજૂ કરો. ખૂબ મજા પડે તેવા પ્રશ્નો નોટિસ-બોર્ડ પર મૂકોઃ
ઉદાહરણ: ઘંટને જોરથી વગાડવામાં આવે છે.
પ્રશ્ન 1: એ બિચારો બહેરો નહિ થઈ જાય?
પ્રશ્ન 2: એણે શું ખોટું કર્યું કે એને રોજ માર ખાવો પડે છે?
(અ) સાબુથી ગંદાં કપડાં ધોવામાં આવે છે.
પ્રશ્ન 1: એ બિચારાં ફાટી નહીં જાય?
પ્રશ્ન 2: કપડાંને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદાં થાય?
(બ) અંધારું હોય ત્યારે દીવો પ્રગટાવવામાં આવે છે.
પ્રશ્ન 1: એ બિચારો દાઝશે નહિ?
પ્રશ્ન 2: દીવાની શી ભૂલ કે એને સળગાવવામાં આવે છે?
(ક) મીઠાનો સ્વાદ ખારો હોય છે.
પ્રશ્ન 1: એ બિચારાને ખોટું નહિ લાગે?
પ્રશ્ન 2: એનો સ્વાદ ખારો હોવા છતાં એ રસોઈમાં કેમ વપરાય છે?
22. તમારી કોણીને જીભ અડકાડવાનો પ્રયત્ન કરો. જૂથમાં બેસીને પ્રશ્નોના ઉત્તરની ચર્ચા કરશે અને લખો :
- જીભ કોણી સુધી કેમ અડતી નથી?
- ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી કેવી વાતચીત થતી હશે? વાદળાંને શરદી કેમ ન થાય?
- સાબુ કેમ ગંદો ન થાય?
- તમને આવા કોઈ પ્રશ્ન થાય છે? કોઈ પણ ત્રણ પ્રશ્નો લખો.
(નોંધઃ વિદ્યાર્થીઓએ જૂથમાં ચર્ચા કરવી, ઉત્તર મેળવવા.)
23. ગાવાની મજા પડે એ રીતે પંકિતઓ ગોઠવી ગાઓ:
પ્રશ્ન 1.
- કૂકડો વહેલો વહેલો જાગે, ………………………
- ચિન્હ ઝટપટ જાગી જાય. ………………………
- જગતને જગાડવા એ તો બાંગે ……………………..
- કૂકડો ગીત મજાનું ગાય …………………………
ઉત્તર :
- કૂકડો વહેલો વહેલો જાગે, અંધારું ઝટપટ ભાગે.
- ચિન્હ ઝટપટ જાગી જાય. સીધો એ નાહવા જાય.
- જગતને જગાડવા એ તો બાંગે, કદી ન મહેનતાણું માંગે.
- કૂકડો ગીત મજાનું ગાય, સુણી નાનાં-મોટાં સૌ હરખાય.
24. બંને ફકરાના લખાણમાં શું તફાવત છે? લખો:
‘અ’ | ‘બ’ |
અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. અનિરુદ્ધના દોસ્ત ભદ્રેશને જીવજંતુનો ડર લાગે છે. ભદ્રેશ કહે, ભદ્રેશને જીવજંતુ કરડી જાય તો?” અનિરુદ્ધ કહે, “જીવજંતું તો કેટલાં નાનાં નાનાં હોય! જીવજંતુઓને ભદ્રેશ અનિરુદ્ધની ડબ્બીમાં મૂકીને જો. ભદ્રેશને જીવજંતુ બધાં ગમી જશે.” | અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે છે. તેના ઘેસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તે કહે, “મને તે કરડી જાય તો?” અનિરુદ્ધ કહે, “તે તો કેટલાં નાનાં નાનાં હોય! એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો. તને તે બધાં ગમી જશે.” |
પ્રશ્ન 1.
‘અ’ સારો લાગ્યો કે ‘બ’? શા માટે ?
ઉત્તર :
‘બ’ સારો લાગે. ‘બ’માં નામને બદલે સર્વનામ વપરાયું છે તેથી.
પ્રશ્ન 2.
પહેલા ફકરામાં ‘અનિરુદ્ધ’ નામ કેટલી વખત આવે છે?
ઉત્તર :
પહેલા ફકરામાં ‘અનિરુદ્ધ’ નામ ચાર વખત આવે છે.
પ્રશ્ન 3.
બીજા ફકરામાં આપેલાં નામોને બદલે કયા કયા શબ્દો વાપર્યા છે?
ઉત્તર :
બીજા ફકરામાં આપેલાં નામોને બદલે નીચે મુજબ શબ્દો વાપર્યા છે :
જીવજંતુ : તેમનો, તે, એમને અનિરુદ્ધ : તેના, મારી
ભદ્રેશ : તે, મને, તું, તને ૨૫.
25. ‘ઈનામ’ અને ‘સર્વનામ’ બે મિત્રો છે. તેમની વાતચીત જોડીમાં બેસી વાંચો. તે પછી એક જોડીદાર ‘સર્વનામ’ બને અને બીજો ‘ઈનામ’ બને એમ સંવાદ ભજવો :
- સર્વનામ : તે આવે પછી આપણે ત્યાં જઈશું.
- ઇનામ : શ્યામ આવે પછી તું અને હું મેદાનમાં જઈશું, એમ ?
- સર્વનામ : હા, ત્યાં જઈને તેઓની સાથે તે રમીશું.
- ઇનામ : મેદાનમાં જઈને વિક્ટર, હરપાલ, રફીક સાથે ખો-ખો રમીશું, બરાબર ને !
- સર્વનામ : જો તેઓ આવશે તો તેઓને પણ રમતમાં જોડી દઈશું.
- ઇનામ : જો ડાયના, સોનલ, મિત્તલ આવશે તો ડાયના, સોનલ, મિત્તલને પણ રમતમાં જોડી દઈશું, એમ?
- સર્વનામ : હા, પછી ત્યાં આપણે ભેગાં મળી ખો-ખો રમીશું.
26. ઘાટા કરેલા શબ્દની જગ્યાએ તમને ગમતું નામ લખો :
પ્રશ્ન 1.
ઉત્તર :
વાક્ય | કોઈ પણ માટેનો શબ્દ | તમે મૂકેલો શબ્દ |
1. સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો. | તેનો | પંકજનો |
2. આજે મેં તેમાં મસાલો નાખી ખાધું. | તેમાં | ટમેટામાં |
3. ગઈ કાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો. | તેના | રશ્મિકાન્તના |
4. આ દફતર તેનું છે. | તેનું | પાર્થનું |
5. પગે વાગ્યું હોવાથી તેનાથી નહિ દોડાય. | તેનાથી | ચેતનાથી |
27. વાંચો અને ઉત્તર લખો :
પ્રશ્ન 1.
- કલમલ કબૂતર ઘૂ… ઘૂ… કરે છે. તે ચણ ચણે છે. (અહીં ‘તે’ એટલે કોણ ?) …………..
- …………….. ઝાડ પર બેઠો છે. તે હૃપ … હુપ… કરે છે. (ખાલી જગ્યામાં શું આવી શકે ?)
- મારું નામ શ્રેય છે. શ્રેય ચોથા ધોરણમાં ભણું છું. (શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને?) ………..
- હર્ષિલ હોશિયાર છે. તેને ? તે શિક્ષક બનવું છે. (ખોટો વિકલ્પ છેકી વાક્ય નવેસરથી લખો.) …………….
- આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે. તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે. તેઓ હંમેશાં સાચું બોલતા. (કોણ સાચું બોલતું? બીજા વાક્યમાં એમના નામને બદલે ક્યો શબ્દ વાપર્યો છે?) …………
ઉત્તર :
- કલમલ કબૂતર ઘૂ… ઘૂ… કરે છે. તે ચણ ચણે છે. (અહીં ‘તે’ એટલે કોણ ?) કબૂતર
- વાંદરો ઝાડ પર બેઠો છે. તે હૃપ … હુપ… કરે છે. (ખાલી જગ્યામાં શું આવી શકે ?)
- મારું નામ શ્રેય છે. શ્રેય ચોથા ધોરણમાં ભણું છું. (શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને?) હું
- હર્ષિલ હોશિયાર છે. તેને ? તે શિક્ષક બનવું છે. (ખોટો વિકલ્પ છેકી વાક્ય નવેસરથી લખો.)
હર્ષિલ હોશિયાર છે. તેને શિક્ષક બનવું છે. - આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે. તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે. તેઓ હંમેશાં સાચું બોલતા. (કોણ સાચું બોલતું? બીજા વાક્યમાં એમના નામને બદલે ક્યો શબ્દ વાપર્યો છે?) મોહનદાસ – તેઓ
થાઓ ઊભા … રેડી … વન … ટૂં… થી … “ચાલ, આપણે ફરવા જઈએ.
28. પહેલા ફકરાને આધારે બીજા ફકરાની ખાલી જગ્યા પૂરો ?
પ્રશ્ન અ.
1. એક તપેલી લો. તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો. તપેલીમાં એક ચમચી ખાંડ નાખો. ખાંડને હલાવીને ઓગાળો. એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો. તપેલીમાં એક ચપટી મીઠું નાખો.
2. એક તપેલી લો. …… એક ગ્લાસ પાણી રેડો. ……. એક ચમચી ખાંડ નાખી ઓગાળો. એક લીંબુ કાપી લીંબુનો રસ ……. નાંખો. ……….. એક ચપટી મીઠું નાખો.
ઉત્તર :
1. એક તપેલી લો. તપેલીમાં એક ગ્લાસ પાણી રેડો. તપેલીમાં એક ચમચી ખાંડ નાખો. ખાંડને હલાવીને ઓગાળો. એક લીંબુ કાપી લીંબુનો રસ તપેલીમાં નાખો. તપેલીમાં એક ચપટી મીઠું નાખો.
2. એક તપેલી લો. તેમાં એક ગ્લાસ પાણી રેડો. તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો. એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો. તેમાં એક ચપટી મીઠું નાખો.
પ્રશ્ન બ.
1. બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા. પતંગની કન્ના બાંધી. પતંગને ફૂમતું લગાવ્યું. પતંગને આકાશમાં ચગાવ્યા. પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા. આખો દિવસ પતંગ સાથે ખૂબ મજા કરી. સાંજે પતંગ ઉતારી લીધા.
2. બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા. ………. કન્ના બાંધી. ………. ફૂમતું લગાવ્યું. ………. આકાશમાં ચગાવ્યા. ………. આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા. આખો દિવસ ………….. સાથે ખૂબ મજા કરી. સાંજે …………. ઉતારી લીધા.
ઉત્તર :
1. બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા. પતંગની કિન્ના બાંધી. પતંગને ફૂમતું લગાવ્યું. પતંગને આકાશમાં ચગાવ્યા. પતંગને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા. આખો દિવસ પતંગ સાથે ખુબ મજા કરી. સાંજે પતંગ ઉતારી લીધા.
2. બજારમાંથી પતંગ ખરીદ્યા, દોરા ખરીદ્યા. તેની કિન્ના બાંધી. તેને ફૂમતું લગાવ્યું. તેને આકાશમાં ચગાવ્યા, – તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા. આખો દિવસ તેની – સાથે ખુબ મજા કરી. સાંજે તેને ઉતારી લીધા.
29. ત્રણના જૂથમાં કામ કરો. આપેલાં વાક્યો વાર્તામાંથી શોધો. જે શબ્દ બધાં માટે વપરાય તેવાં હોય એની નીચે વાર્તામાં લીટી કરો. અહીં તે શબ્દ તથા તે શબ્દ કોના / શાના માટે વપરાયો છે તે લખો ?
પ્રશ્ન 1.
ઉત્તર :
વાક્ય | બધાં માટે | પાઠમાં કોના શાના માટે |
1. એમને ચણ વીણતાં શીખવવામાં હોશિયાર | એમને | કૂકડી |
2. એ ઊડીને ફૂકડીની પાસે આવી. | એ | કાબર |
3. અહીં જમીન પર આપણે રમીએ. | આપણે | કુકડી અને બહેનપણીઓ |
4. શું કામ છે તારે આવા શોખ કરીને? | તારે | કૂકડી |
5. મને કલગી ઊગે – ન ઊગે, તારે શું? | મને, તારે | કૂકડી, કાગડો |
6. ત્યાં એણે શું જોયું? | એણે | કુકડો |
30. જૂથમાં કામ કરો. રમત પાસિંગ ધ પાર્સલ
પ્રશ્ન 1.
જૂથમાં કામ કરો. રમત પાસિંગ ધ પાર્સલ
ઉત્તર :
વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જૂથ બનાવી વર્તુળાકારે બેસવું. એક વિદ્યાર્થી ઢોલ કે અન્ય કોઈ સાધનની મદદથી સંગીત વગાડશે. આ દરમિયાન બધા વિદ્યાર્થીઓ એક બૉલ કે ડસ્ટર કે કોઈ પણ વસ્તુ એકબીજાને પાસ કરશે. સંગીત વગાડનાર વિદ્યાર્થી સંગીત વગાડવાનું બંધ કરી દેશે. આ વખતે બૉલ કે ડસ્ટર જેના હાથમાં હોય તે વિદ્યાર્થી બૉલ કે ડસ્ટર આપનાર મિત્ર સાથે ઊભો થશે. તે પોતાના પરિવાર વિશે પાંચ વાક્ય બોલશે. તેનો મિત્ર તે વાક્યો ફરીથી બોલશે. દા. ત.,
નવીન : “મારી મમ્મીનું નામ સવિતાબહેન છે. મારા પપ્પાનું નામ “………” નિમિષા: “આ નવીન છે. તેની મમ્મીનું નામ સવિતાબહેન છે. તેના પપ્પાનું નામ ………..” પરિચય દરમિયાન પરિવારના જે સભ્યનો પરિચય આપવામાં આવે છે તે વ્યક્તિના નામને બદલે ‘તે’, ‘તેને’, ‘તેમને’ વગેરે જેવા શબ્દો આવે ત્યારે બધા વિદ્યાર્થીઓએ તાલી પાડવાની રહેશે. ત્યારબાદ પહેલાની જેમ જ રમત આગળ વધારવી.
(નોંધ : વિદ્યાર્થીઓએ આ રમત વર્ગમાં રમવી.)
31. મોટેથી ગાઓ :
વાંદરાભાઈ તો બોલે બોલે,
છુપ છુપ છુપ છુપ છુપ છૂપ
ઝાડ-પાન ખાય, તોડે તોડે
હૂપ હૂપ હૂપ હૂપ હૂપ હૂપ
32. વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો :
કાગડીએ પૂરી પગ નીચે દબાવી. કાગડાએ આંખ એક વાર ડાબા કાગડું તરફ અને બીજી વાર જમણા કાગડું તરફ ફેરવી બંને કાગડુંએ તરત જ પોતપોતાની પૂરી પગ નીચે દબાવી. પછી ચારે જણ જોર જોરથી “કા … કા …” ગાવા લાગ્યાં. શિયાળ, શિયાળવી, શિયાળવું એ ત્રણેય કાન દાબીને ઊભી પૂંછડીએ નાઠાં.
પ્રશ્ન 1.
કાગડા પરિવારના સભ્યોનાં નામ લખો.
ઉત્તર :
કાગડા પરિવારના સભ્યોના નામ આ પ્રમાણે છે :
1. કાગડો 2. કાગડી અને 3. કાગડું.
પ્રશ્ન 2.
પૂરી કુટુંબના સભ્યોનાં નામ લખો.
ઉત્તર :
પૂરી કુટુંબના સભ્યોનાં નામ આ પ્રમાણે છે :
1. ઘઉંનો લોટ 2. તેલ 3. મીઠું અને 4. પાણી.
પ્રશ્ન 3.
ખોટો વિકલ્પ છેકો – કાગડો, કાગડી અને બંને કાગડુંઓ જોરજોરથી ગાવા લાગ્યું ? લાગ્યો કે લાગ્યાં.
ઉત્તર :
લાગ્યું લૂછ્યું કે લાયાં
33. હસો :
શિક્ષક : કયું પક્ષી ઝડપથી ઊડે છે?
વિદ્યાર્થી : જેને ઉતાવળ હોય એ.
34. લગભગ સરખા :
- ચણ – પંખીઓને ખાવા માટે નખાતું અનાજ ;
- બિચારું -દુ:ખી;
- ‘લી – અલી;
- ભટકાવું – અથડાવું;
- રાજીના રેડ
- થવું – ખૂબ ખુશ થવું;
- નિહાળવું – ધારી ધારીને જોવું;
- પોરસાવું – આનંદથી ઊભરાવું, જુસ્સો ચડવો;
- ખીજ – ચીડ, ગુસ્સો;
- દી – દિવસ;
- પાટી – સ્લેટ;
- ૨ઢ – જીદ, હઠ.
[નોંધ : વિદ્યાર્થીઓએ લગભગ સરખા (શબ્દાર્થ) તૈયાર કરવા અને તેના વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં.]
Std 4 Gujarati Textbook Solutions Chapter 2 તેને તે ઊગશે? Additional Important Questions and Answers
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કૂકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી?
ઉત્તર :
કૂકડી ઈંડાં સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચાં સાચવવામાં અને એમને ચણ વીણતાં શીખવવામાં હોશિયાર હતી.
પ્રશ્ન 2.
કૂકડીને કઈ બે વાતે દુઃખ હતું?
ઉત્તર :
કુકડીને બે વાતે દુઃખ હતું : એક તો એ કે એનાથી ઊંચું ઊડાતું ન હતું અને બીજું એ કે એને રંગીન પીંછાં ન હતાં, માથે કલગી ન હતી અને ગળે લાલ-પીળા રંગો ન હતા.
પ્રશ્ન 3.
સાંજે પાછી ફરી ત્યારે થાકેલી હોવા છતાં કૂકડી કેમ ખુશ હતી?
ઉત્તર :
સાંજે પાછી ફરી ત્યારે થાકેલી હોવા છતાં કુકડી ખુશ હતી, કારણ કે એને ઊડીને પથરા પર બેસતાં, ઊડઊતર કરતાં આવડી ગયું હતું.
પ્રશ્ન 4.
કુકડીએ પોતાની કઈ અભિલાષા કૂકડાને કહી?
ઉત્તર :
‘મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે.’ – કૂકડીએ પોતાની આ અભિલાષા કૂકડીએ કૂકડાને કહી.
પ્રશ્ન 5.
કુકડાને કેમ નવાઈ લાગી?
ઉત્તર :
એક સવારે કૂકડાએ કૂકડીને વંડી પર જોઈ ત્યારે તેને નવાઈ લાગી, કારણ કે કૂકડી વંડી પર ચડવા જેટલી . હોશિયાર થઈ ગઈ હતી.
પ્રશ્ન 6.
કાબરે કૂકડીને શા સમાચાર આપ્યા?
ઉત્તર :
કાબરે કૂકડીને સમાચાર આપ્યા કે એ કૂકડી, જો તો ખરી, તનેય માથે કલગી ઊગી છે !
નીચેના પ્રશ્નોના બે-ત્રશ્ન વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કૂકડી કોને ધારી ધારીને જોયા કરતી? શું જોયા કરતી?
ઉત્તર :
કૂકડી કૂકડાને ધારી ધારીને જોયા કરતી. કુકડો કેમ પાંખો ફેલાવે છે, પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઊડે છે એ નીરખ્યા કરતી.
પ્રશ્ન 2.
કૂકડીએ વંડી પર ચડવા માંડ્યું પછી શું કરવાનું ચાલુ રાખ્યું?
ઉત્તર :
કૂકડીએ વંડી પર ચડવા માંડ્યું, પછી પણ જમીન પર આવીને એના જેવી બીજી કૂકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. એનું ઈંડાં સેવવાનું, બચ્ચાંને ચણતાં શીખવવાનું અને કુકડીઓને ઊંચું ઊડતાં શીખવવાનું ચાલું રાખ્યું.
નીચેના વિધાનોમાંથી ખરાં વિધાનો સામે [✓] ની અને ખોટાં વિધાનો સામે [✗] ની નિશાની કરો :
પ્રશ્ન 1.
નીચેના વિધાનોમાંથી ખરાં વિધાનો સામે [✓] ની અને ખોટાં વિધાનો સામે [✗] ની નિશાની કરો :
ઉત્તર :
- કૂકડીને કોઈ વાતનું દુઃખ ન હતું. [✗]
- કૂકડીએ કૂકડાને પોતાના પથરા પર ચડવાના અનુભવની વાત કરી. [✓]
- કૂકડો ફૂકડીની વાતને હસી કાઢતો હતો. [✓]
- કાબરે કાગડાને ‘દોઢડાહ્યો’ કહ્યો. [✓]
- કૂકડીને માથે કલગી ના ઊગી. [✗]
નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો :
પ્રશ્ન 1.
નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો :
ઉત્તર :
- ‘કૂકડીને માથે કલગી ન હોય !’ – કૂકડીની મા
- ‘કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે કે રાજીના રેડ છે?’ – કૂકડો
- ‘રહેવા દે ને હવે, શું કામ છે તારે આવા શોખ કરીને?’ – કૂકડો .
- ‘મને કલગી ઊગે ના ઊગે તારે શું?’ – કૂકડી
- ‘કૂકડી તો તું કૂકડી જ રહેવાની ને?’ – કાગડો
કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પુરો :
પ્રશ્ન 1.
- કૂકડી ……….. હતી. (હોશિયાર, ઠોઠ).
- કૂકડી ………. માં ચણ વીણતી હતી. ખેતર, ઉકરડા)
- ……….. ને માથે કલગી ઊગી. (કાગડા, કૂકડી)
- કાબરે ……………….અને દોઢડાહ્યો કહ્યો. (કાગડા, ઘુવડ)
- કૂકડી … પર ચડી. (ઝાડ, વડી)
ઉત્તર :
- હોશિયાર
- ઉકરડા
- કૂકડી
- કાગડા
- વંડી
સાચો શબ્દ શોધીને સામે લખો :
પ્રશ્ન 1.
- ઝાડ / ઝાટ ………….
- નાળીયેર / નાળિયેર ……………
- હોંશીયાર / હોશિયાર ………….
- પીછાં / પીંછાં ……………
- રંગીન / રંધીન ………….
- ચકીત / ચક્તિ ……………
- અભીલાષા / અભિલાષા ……….
- પાંદડું / પાંડદુ …………..
- પાંખ / પાખ ……………
- ઊંચું / ઊંચું ……………
ઉત્તર :
- ઝાડ
- નાળિયેર
- હોશિયાર
- પીંછાં
- રંગીન
- ચકિત
- અભિલાષા
- પાંદડું
- પાંખ
- ઊંચું.
લીટી દોરેલા શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરી લખો :
- આ સંગીતા છે. સંગીતાને એક ભાઈ છે. (તે, તેને)
- પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે. પ્રણવ અને પ્રવીણ હોશિયાર છે. (અમે, તેઓ)
- શોકભાઈ શિક્ષક છે. અશોકભાઈ ગુજરાતી શીખવે છે. તિ, તમે
- મારું નામ આશા છે. આશા સંગીત શીખું છું.
- તમે હરેશ અને નરેશ છો. હરેશ અને નરેશ ઊંચા છો. (અમે, તમે)
ઉત્તર :
- આ સંગીતા છે. તેને એક ભાઈ છે.
- પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે. તેઓ હોશિયાર છે.
- અશોકભાઈ શિક્ષક છે. તે ગુજરાતી શીખવે છે.
- મારું નામ આશા છે. હું સંગીત શીખું છું.
- તમે હરેશ અને નરેશ છો. તમે ઊંચા છો.