Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 3 શંખલાની બહેન છીપલી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 4 Gujarati Textbook Solutions Chapter 3 શંખલાની બહેન છીપલી
Class 4 Gujarati Textbook Solutions Chapter 3 શંખલાની બહેન છીપલી Textbook Questions and Answers
ગાઈએ નાનકડું ગીતડું :
પાટીમાં મેં દરિયો દોર્યો,
દરિયા વચ્ચે ટાપુ દોય;
ટાપુ ઉપર ઝાડ ઊભું છે,
ઝાડની ઉપર બંદર દોય.
બંદર ડાળી ઉપર કૂદે,
ડાળીનો મેં ઝૂલો દોય;
ડાળી ઝાલી પાંદડાં તોડે,
એ બંદરનો છાયો દોર્યો.
– ભગીરથ બ્રહ્મજ્જુ
ઝીણી નજરે જુઓ, શું શું દેખાય છે? તેના વિશે વાત કરો – લખો.
પ્રશ્ન 1.
ઝીણી નજરે જુઓ, શું શું દેખાય છે? તેના વિશે વાત કરો – લખો.
ઉત્તર :
ચિત્રમાં એક વૃક્ષ છે. વૃક્ષનાં પાન લીલાં છે. વૃક્ષની ડાળીઓ પર કોયલ અને બિલાડી છે. વૃક્ષના થડ પરથી મંકોડો અને ખિસકોલી વૃક્ષ ઉપર ચડે છે. વૃક્ષની નીચે બે બાળકો ફેરફુદરડી રમે છે. વૃક્ષની એક બાજુ ગોવાળ લાકડી પકડીને બે ગાયો સાથે ઊભો છે. વૃક્ષની બીજી બાજુ બે સ્ત્રીઓ વાંસની ટોપલી બનાવે છે. વૃક્ષના મૂળ પાસે નાના-નાના કાંકરા સુંદર રીતે ગોઠવેલા છે.
તમારા જેવડા દિવ્યેશની વાત ‘કલાકારની ઢીંગલી’ તમને સાંભળવી, વાંચવી ગમશે :
[નોંધ : વિદ્યાર્થીઓએ ધ્યાનથી વાર્તા વાંચવી, સાંભળવી.]
વાતચીતઃ
પ્રશ્ન 1.
ઉપરની વાતમાં તમને ગમેલાં ત્રણ વાક્યો નીચે લીટી કરો.
ઉત્તર :
ઉપરની વાતમાં મને ગમેલાં ત્રણ વાક્યો :
- રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો.
- દિવ્યશની આંખોમાં આંસુ આવી ગયાં.
- રિયા બોલી, ‘લે તારો હાથ ખાલી?”
પ્રશ્ન 2.
દિવ્યેશ તમારા વર્ગમાં ભણતો હોય તો તે તમારા માટે કેવી રાખડી બનાવે?
ઉત્તર :
દિવ્યેશ મારા વર્ગમાં ભણતો હોય તો તે મારા માટે મને ગમતી મારા નામવાળી રાખડી બનાવે.
પ્રશ્ન 3.
તમને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે? કેમ?
ઉત્તર :
હા, મને દિવ્યેશ સાથે મૈત્રી કરવી ગમે, કેમ કે તે હોશિયાર છે અને સૌને મદદ કરે છે.
પ્રશ્ન 4.
જો દિવ્યેશ તમારો મિત્ર હોય તો.
ઉત્તર :
જો દિવ્યેશ મારો મિત્ર હોય તો હું તેની પાસેથી નકામી ચીજોમાંથી અવનવી વસ્તુઓ બનાવવાનું જરૂર શીખી
પ્રશ્ન 5.
વાર્તા વાંચતી વખતે તમારી શાળા, ફળિયા, ગામ, સગાં-સંબંધીમાંથી તમને કોણ યાદ આવતું હતું? તેનામાં અને દિવ્યેશમાં શું સમાનતા છે?
ઉત્તર :
વાર્તા વાંચતી વખતે મારા ગામમાંથી મને એક મિત્ર યાદ આવતો હતો. તે દિવ્યેશ જેવો હોશિયાર છે. તે કાગળમાંથી અવનવી વસ્તુઓ બનાવે છે.
પ્રશ્ન 6.
નકામી પેનનાં ઢાંકણાં, પાણીની બૉટલ, જૂનાં સ્પીકર, ખોખાં, પૂંઠાં જેવી વસ્તુઓમાંથી શું શું બનાવી શકાય?
ઉત્તર :
ઉપર જણાવેલી વસ્તુઓમાંથી વૉલપીસ, ફૂલદાની, પેન-બૉક્સ, પક્ષીનો માળો, કચરાપેટી, ઘર જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય.
પ્રશ્ન 7.
નકામી વસ્તુઓમાંથી તમને શું શું બનાવતાં આવડે છે?
ઉત્તર :
નકામી વસ્તુઓમાંથી મને ફૂલદાની, વૉલપીસ અને ઘર બનાવતાં આવડે છે
પ્રશ્ન 8.
આ વાતનો કયો ફકરો તમને વારંવાર વાંચવો ગમે?
ઉત્તર :
આ વાર્તાનો છેલ્લો ફકરો મને વારંવાર વાંચવો ગમે.
પ્રશ્ન 9.
તમને ઘરમાં કયા નામથી બોલાવે છે? તમે તમારાં ભાઈ-બહેનોને કયા નામે બોલાવો છો?
ઉત્તર :
મને ઘરમાં ‘બિકુ’ નામથી બોલાવે છે. મારે ભાઈબહેન નથી પરંતુ મામાની દીકરીને ‘મોટી’ નામે બોલાવું છું.
પ્રશ્ન 10.
તમારા કોઈ બે મિત્રો બહેનપણી માટે તમારે રાખડી બનાવવી હોય તો કેવી બનાવશો?
ઉત્તર :
મારે મારા કોઈ બે મિત્રો બહેનપણી માટે રાખડી બનાવવી હોય તો તેમની પસંદગીની જ બનાવું, તેમાં શુભ સંદેશ અવશ્ય લખું.
પ્રશ્ન 11.
વાર્તામાં તમને ગમતા વાક્ય નીચે લીટી દોરો.
ઉત્તર :
તહેવારના દિવસોમાં દિવ્યેશ હાથબનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો.
ત્રીસ સેકન્ડ માટે વૃક્ષાસનમાં ઊભા રહો :
દિવ્યશને લગતી ત્રણ બાબતો : (1) લાગણી (2) આવડત (3) ઘરની સ્થિતિ. જે વાક્ય કે શબ્દખંડને લાગુ પડે તેની પાછળના કૌંસમાં લખો :
પ્રશ્ન 1.
- ભૂખને રોકી લેતો. (…………)
- કારીગરી વડે અજબ સર્જન, (…………)
- રંગોનાં છાંટણાંથી સજાવવું. (…………)
- રિયાને કારેલાંનું શાક ભાવે. (…………)
- ઢીંગલીની યાદ. (…………)
- આંખમાં આંસુ ધસી આવ્યાં. (…………)
- તારા માટે મારા ચિત્રકાર, (…………)
- મજા કરવી એ સપનાં સમાન, (…………)
- સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવે. (…………)
- કારેલાંની રાખડી. (…………)
- રાખડી પરનું ‘દિવ્યેશ’ નામ ભીંજાઈ ગયું! (…………)
ઉત્તર :
- ભૂખને રોકી લેતો. (ઘરની સ્થિતિ)
- કારીગરી વડે અજબ સર્જન, (આવડત)
- રંગોનાં છાંટણાંથી સજાવવું. (આવડત)
- રિયાને કારેલાંનું શાક ભાવે. (લાગણી)
- ઢીંગલીની યાદ. (લાગણી)
- આંખમાં આંસુ ધસી આવ્યાં. (લાગણી)
- તારા માટે મારા ચિત્રકાર, (આવડત)
- મજા કરવી એ સપનાં સમાન, (ઘરની સ્થિતિ)
- સજાવેલી વસ્તુઓ વેચી નફો મેળવે. (આવડત)
- કારેલાંની રાખડી. (આવડત)
- રાખડી પરનું ‘દિવ્યેશ’ નામ ભીંજાઈ ગયું! (લાગણી)
ચાલૉ, ગાઈએ ગીડું : ‘પાટીમાં મેં દરિયૉ દૉર્યો …’
આપેલ શબ્દ કે શબ્દસમૂહ માટેનો અર્થ શોધો અને લખો :
ઉદાહરણ:
1. ટેકો કરવો – મદદ કરવી
મમ્મી : તેલ મૂકી દીધું છે. વિવેક, ટેકો કરવા રસોડામાં આવે.
વિવેક : હા, આવું જ છું મદદ કરવા. મારેય પૂરી વણતાં શીખવું જ છે.
2. ફુરસદ – નવરાશ
ભરતભાઈ : તમને મળવા કાલે આવીશ. આજે મને ફુરસદ નથી.
સૌરભભાઈ : મારેય નવરાશ નથી, કાલે જ આવજો. ઠીક રહેશે.
3. કારીગરી – કળાકૌશલ્ય, રચના, બનાવટ
જયમિન : મમ્મી, આ ઢીંગલીઓ તમે બનાવી?
મમ્મી : ના, પ્રદીએ. એમના જેવી બનાવટ મને ક્યાં આવડે છે!
4. પ્રવીણ – હોશિયાર, કાબેલ, કુશળ
જયંતભાઈ : આપણે કોઈ દશ્ય વિશે બોલીએ કે જિગીષા તે તરત જ દોરી દે.
મનીષભાઈ : હા, જિગીષા ચિત્ર દોરવામાં કુશળ છે:
વર્ગમાં ચર્ચા કરશે અને ઉત્તર લખો:
- દિવ્યશનું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી : …………………
અમારું મકાન બનાવવામાં વપરાયેલી સામગ્રી : ………………………. - દિવ્યેશ રહેતો હતો તેવા મકાનમાં રહેવામાં કેવી કેવી મુશ્કેલીઓ પડે?
- નવ વર્ષનો દિવ્યેશ એવાં ક્યાં કયાં કામ કરે છે જે તમે નથી કરતાં?
- દિવ્યશના પપ્પા તેનાં વખાણ કેવી રીતે કરતા હશે?
[નોંધઃ વિદ્યાર્થીઓએ વર્ગમાં ચર્ચા કરી, તેના ઉત્તર પોતાની નોટબુકમાં લખવા.]
નજીકના અર્થવાળા વાક્ય સામે [✓] કરો:
1. દિવ્યેશ ગરીબ મા-બાપનું હવે એકમાત્ર સંતાન.
(અ) દિવ્યેશને એકપણ ભાઈ-બહેન નહોતાં. [✓]
(બ) દિવ્યેશની બહેનનું મૃત્યુ થયું હતું. [ ]
(ક) તેને ભાઈ-બહેન હતાં, પરંતુ હવે સાથે રહેતાં નહોતાં. [ ]
2. પેટ ભૂખથી બૂમો પાડતું હોય છતાં કુલફીને મોં સુધી લઈ ન જવા જેટલો સંયમ તેણે કેળવી લીધો હતો.
(અ) ગરીબીને કારણે દિવ્યેશે પોતાની ઇચ્છાઓ પર કાબૂ મેળવી લીધો હતો. [✓]
(બ) ઘરમાં વધુ પૈસા આપી શકાય તેથી દિવ્યેશે કુલફી ખાવાની ઇચ્છા મારી નાખી. [ ]
(ક) બહુ ભૂખ લાગે ત્યારે દિવ્યશને કુલફી ખાવાની તીવ્ર ઇચ્છા થતી. [ ]
3. દિવ્યેશ ઘણી હોંશથી પોતાની કલા-કારીગરી વડે અજબ સર્જન કરતો.
(અ) દિવ્યેશ ઘણાં ઉમંગથી નવાં નવાં ચિત્રો દોરતો. [ ]
(બ) દિવ્યેશ ઉત્સાહભેર નવી નવી વસ્તુઓ બનાવતો. [ ]
(ક) દિવ્યેશ ખુશ હોય ત્યારે નવાઈ લાગે તેવી વસ્તુઓ બનાવતો. [✓]
4. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો.
(અ) રક્ષાબંધનના લીધે શાળામાં ખૂબ ભીડ થઈ હતી. [✓]
(બ) રક્ષાબંધનને કારણે શાળામાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. [ ]
(ક) રક્ષાબંધનના દિવસે શાળામાં મોટી સંખ્યામાં બાળકો આવીને આનંદ કરતાં હતાં. [ ]
જાનકી કારીગર છે તેની વાત મોટેથી વાંચોઃ
મારું નામ જાનકી છે. હું ચોથા ધોરણમાં ભણું છું. એક દિવસ મેં દીવાસળી અને પતંગના દોરા વડે કંઈક નવું બનાવવા વિચાર્યું. સૌપ્રથમ મેં પાંચ દીવાસળી લીધી. એક દીવાસળીને ઊભી રાખી તેનું મોં બને તે રીતે કાળો ભાગ છોડી દોરો લપેટવાની શરૂઆત કરી. બીજી બે દીવાસળીનો કાળો ભાગ કાઢી દરેકના બે ટુકડા જોડાઈ રહે તે રીતે ગળાથી બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી ફરીથી દોરો લપેટવાનું શરૂ કર્યું.
ખભો અને હાથ બને તે રીતે બંને તરફ ઉપર નીચે વટતા હોય તેમ લછીની જેમ દોરો લપેટ્યો. ત્યારબાદ બંને હાથ બહારની તરફ રહે તેમ અંદર દોરો વીંટટ્યો. ઊભો સળીનો થોડો ભાગ બાકી રહે ત્યાં બીજી બે સળીનું મોં કાઢી, ગોઠવી પણ બનાવ્યા. તેની ફરતે દોરો વીંટાળવાનું ચાલુ રાખ્યું. કમર બને તેમ ગોળ દોરો વીંટાળ્યા બાદ બંને પગની ફરતે ફરીથી બરછી વીંટતા
હોય તેમ દોરી લપેટ્યો. દોરાના છેડાને વળ ચઢાવી પગ બનાવેલ સળીને પગનો પંજો બને તેમ વાળી દીધી. જાનકીએ શું બનાવ્યું? તે ઓળખો. આવું રમકડું બનાવવા પહેલાં શું કરશો? તે વિચારો અને કહો.
[નોંધ : વિદ્યાર્થીઓએ ઉપર આપેલ નમૂના મુજબનું રમકડું બનાવવું અને તે બનાવવાની રીત પોતાની નોટબુકમાં લખવી.]
તમારા શિક્ષકના ઉચ્ચાર ધ્યાનથી સાંભળો અને ‘મારું નામ જાનકી …’ ફકરાનું શ્રુતલેખન કરો :
એક મિનિટ માટે આંખ બંધ કરીને બેસો અને સૂચના મુજબ કરો :
પ્રશ્ન અ.
દિવ્યશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ ? તમારા શબ્દોમાં લખો :
ઉત્તર :
દિવ્યેશે મોતી, ચણોઠી, કારેલાંનાં બી, લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નકામા તાર જેવી પરચૂરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને, રૂને મેઘધનુષના રંગનું કરીને જાતજાતની અને ભાતભાતની રાખડીઓ બનાવી હતી. રક્ષાબંધનના દિવસે દિવ્યેશ આ રાખડીઓનું બૉક્સ લઈને શાળાએ આવ્યો અને શાળામાં આવેલા વડ ફરતેના ઓટલે બૉક્સ ખોલીને બધાં જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી.
તેના મિત્રો તેની રાખડીઓ જોવા, ખરીદવા ટોળે વળી ગયા. રિયા, નેહા, શરીફા, ભવ્યા વગેરેને મનગમતી રાખડીઓ મળી ગઈ. સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત્ રાખડીઓ બાંધી. દિવ્યેશને રિયાએ રાખડી બાંધી. દિવ્યશને આ દુનિયા છોડી ગયેલી બે વર્ષની નાની બહેન યાદ આવતાં તેની આંખોમાં પાણી આવી ગયાં હતાં.
પ્રશ્ન બ.
દિવ્યેશની બહેન વિશે તમે શું જાણો છો? લખો.
ઉત્તર :
દિવ્યેશને ઢીંગલી જેવી બે વર્ષની નાની બહેન હતી. દિવ્યેશ એને ખૂબ લાડ લડાવતો હતો. તે થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી. રક્ષાબંધનના દિવસે દિવ્યશને પોતાની બહેન યાદ આવતાં તેની આંખોમાં પાણી આવી ગયાં હતાં.
પ્રશ્ન ક.
દિવ્યેશ તમારો મિત્ર છે. તમે તેનો પરિચય મહેમાનને આપો :
ઉત્તર :
દિવ્યેશ મારો મિત્ર છે. તે નવ વર્ષનો છે. તેનાં મા-બાપ ખૂબ ગરીબ છે. તે ગવર્નમેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ફુરસદના સમયમાં તે તેના પિતાને ચાની લારીએ મદદ કરે છે. તે સંયમી છે. તે ભણવામાં હોશિયાર છે. તે હોંશથી પોતાની કલા-કારીગરી વડે અજબ ચીજોનું સર્જન કરે છે. રક્ષાબંધનના દિવસે તે સૌને ગમતી રાખડીઓ બનાવી લાવ્યો હતો.
ત્રણ-ત્રણના જૂથમાં કામ કરો. પાઠના બે ભાગ અહીં આપ્યા છે તેમાંથી એક ભાગ પસંદ કરી તેના પરથી નાટક ભજવો :
1. રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જામ્યો હતો. બાળકો આજે વર્ગના બદલે મેદાનમાં ઘૂમતાં હતાં. ……………… રાખડીઓ ખરીદી સી ખુશખુશાલ થઈ ગયાં.
2. રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ. …………….. ‘દિવ્યેશ’ નામ ભીંજાયેલું હતું.
[નોંધ: વિદ્યાર્થીઓએ જૂથ બનાવવું, ઉપરનામાંથી કોઈ એક ભાગ પસંદ કરવો અને તેને નાટ્યાત્મક બનાવીને ભજવવો.]
દરેક શબ્દ બૂમ પાડીને, વાત કરતાં હોય તેમ, ખાનગી વાત કહેતાં હોય એ રીતે એમ ત્રણ વાર બોલો અને એક વખત લખો
- હરખઘેલી…
- પ્લાસ્ટિક….
- ગિલ્લીદંડા..
- ઑક્ટોપસ…
- પર્યાવરણ…
- આઇસક્રીમ…
- ધીંગામસ્તી…
- શક્તિશાળી…
[નોંધ : વિદ્યાર્થીઓએ ઉપરની સૂચના મુજબ શબ્દો બોલવા અને પોતાની નોટબુકમાં લખવા.]
અ. તમને તાળી પાડવી ગમે છે ને? અહીં જેટલી તાળી તેટલા અક્ષર. જેમ કે;
- એક તાળી હોય તો – હું, તે, મેં, જે, હૈં, છે, છું, શું, તું.
- બે તાળી માટે – મારું, મારી, તમે, સારું, ફર્યા.
- ત્રણ તાળી હોય તો – સવાર, બપોર, જયંત, જમાડે, કુદીને.
તમારા શિક્ષક તાળી પાડે તે પ્રમાણે શબ્દ બોલો.
બ. તમને તાળીના આધારે શબ્દો બનાવતાં આવડી ગયું છે. ચાલો, આ જ રીતે વાક્યો બનાવીએ. મહાવરો કરાવવા તમારા શિક્ષક તાળી પાડે તે મુજબ શબ્દો બનાવો :
[નોંધ: વિદ્યાર્થીઓએ (એ) અને (બ) ની પ્રવૃત્તિ શિક્ષક ભાઈ-બહેનની મદદથી કરવી.]
ક. જોડીમાં કામ કરો. એક જોડીદાર તાળી પાડે, બીજો વાંચે તે રીતે ‘મારું નામ જાનકી છે …’ ફકરો વાંચો ;
ડ. તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્ર સાથે આ રમત રમો :
આ શબ્દો કયા કુટુંબના છે? જરૂર પડ્યે શબ્દકોશનો ઉપયોગ કરો કે વડીલોની મદદ લો. તેમને યોગ્ય ખાનામાં લખો. તેમાંથી તમને ગમતા શબ્દની અક્ષર સંખ્યા ગણીને લખો :
પ્રશ્ન 1.
નાસપતી, તુરિયું, અશોક, કૅળ, વાંસ, રામફળ, કિવી, ફણસી, વડ, જૂઈ, અળવી, રજકો, અનનાસ, કરણ, ખાખરો, બાવળ, ગલકું, સ્ટ્રોબેરી, વટા તરબૂચ, કોળું, રાતરાણી, ગુલાબ, કોરાજી, તુલસી, સીતાફળ, દૂવા, ડમરો, સાદડ, કેરી, મેથી, પારિજાત, કુશ.
ઉત્તર :
કુટુંબનો ન હોય તેવો શબ્દ કયો ? તેના ફરતે વર્તુળ દોરો.
ઉદાહરણ : સ્કૂટર, બસ, વિમાન, ટેબલ), સાઇકલ અક્ષર : 3, 2, 3, 3, 4
પ્રશ્ન 1.
- દીપડો, વાઘ, સિંહ, ડુક્કર, જિરાફ અક્ષર : …………..
- લીમડો, કેળ, પીપળો, આંબો, વડ અક્ષર : …………..
- ટીવી, મોબાઇલ, લૅપટૉપ, કમ્યુટર, ઇસ્ત્રી અક્ષર : …………..
- તુરિયું, કોબીજ, ફુલેવર, જામફળ, દૂધી અક્ષર : …………..
- વહાણ, સ્ટીમર, હોડી, હેલિકૉપ્ટર), સબમરીન અક્ષર : …………..
ઉત્તર :
- દીપડો, વાઘ, સિંહ, ડુક્કર, જિરાફ અક્ષર : 3, 2, 2, 3, 3
- લીમડો, કેળ, પીપળો, આંબો, વડ અક્ષર : 1, 2, 3, 2, 2
- ટીવી, મોબાઇલ, લૅપટૉપ, કમ્યુટર, ઇસ્ત્રી અક્ષર : 2, 4, 4, 4, 2
- તુરિયું, કોબીજ, ફુલેવર, જામફળ, દૂધી અક્ષર : 3, 3, 4, 4, 2
- વહાણ, સ્ટીમર, હોડી, હેલિકૉપ્ટર), સબમરીન અક્ષર : 3, 3, 2, 5, 5
કુટુંબના સભ્યો હોય તેવા શબ્દો લખો :
ઉદાહરણ :
પ્રશ્ન 1.
- શાળા: ઘંટ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા, મિત્ર, ………………………
- ખેતર : ………………………………
- ગાય : ………………………………
- ડૉક્ટર : ………………………………
- કુટુંબ : ………………………………
ઉત્તર :
- શાળા: ઘંટ, રિસેસ, પરીક્ષા, મસ્તી, રજા, મિત્ર, શિક્ષક, આચાર્ય, વર્ગખંડ, પુસ્તકાલય, ચૉક
- ખેતર : હળ, ટ્રેક્ટર, બી, કૂવો, કરબ, વાવણિયું, પાવડો, કોદાળી, દાતરડું, દોરડું, પાણી, બળદુ
- ગાય : વાછરડું, ઘાસ, કોઢ, ખાણ, દૂધ, કૅન, પાણી, દોરડું, છાણ, ગૌમૂત્ર
- ડૉક્ટર : થમમિટર, સ્ટેથેસ્કૉપ, બેડ, ખુરશી, ટેબલ, દવાઓ, ઑપરેશન થિયેટર, ઈંજેક્શન, નર્સ, પાટો
- કુટુંબ : મમ્મી, પપ્પા, દાદા, દાદી, કાકા, કાકી, ભાઈ, બહેન, ભત્રીજો, ભત્રીજી, પિતરાઈ
ચાલો, ગાઈએ ગીતડું … ‘પાટીમાં મેં દરિયો દોર્યો …?
તમારાથી ઊભું રહેવાય તેટલીવાર પગની આંગળીઓ પર ઊભા રહો ચાલો, આપણે સૌ ‘સ’ અને ‘શ’ ઓળખવાની શરૂઆત કરીએ
શિક્ષક વાંચે ત્યારે ધ્યાન આપો કે તેઓ કેવી રીતે ‘શ’ અને ‘સ’ બોલે છે ?
- સંધ્યાટાણે મંદિરમાંથી શંખનો નાદ સંભળાયો.
- સરિતાએ સાંજે શીરો બનાવ્યો.
- દોડતાં સાબરનાં શિંગડાં ઝાડીમાં ભરાયાં.
- શંકરલાલે સૂડી વડે સોપારી કાપી.
- સપનાને શમણું આવતાં તે સફાળી જાગી ગઈ.
- સૌરાષ્ટ્ર ઘણો રળિયામણો પ્રદેશ છે.
- પુસ્તકાલયમાં વધુ સમય પસાર થઈ જતાં અંશુલ ઘરે પહોંચ્યો.
[નોંધ: વિદ્યાર્થીઓએ પણ શિક્ષક ભાઈ-બહેન વેચાવે ત્યારે ‘શ’ અને ‘સ’નો શુદ્ધ ઉચ્ચાર કરવો. ]
આપેલ જગ્યામાં ‘શ’ કે ‘સ’ લખવાનો છે. શિક્ષક શબ્દ બોલશે. ખાલી જગ્યામાં તમે આવા ખૂટતા અક્ષરો ઉમેરો :
- ….. ઠ – શેઠ
- ….. ….. લું – સસલું
- આ િ….ષ – આશિષ
- ….. ગડી – સગડી,શગડી
- ….. ોય – સોય
- …..દર સુંદર
- ….. કોરું – શકોરું
- આકા ….. – આકાશ
- ….. બુદાણા – સાબુદાણા
- અતિ ….. ય – અતિશય
- રિ ….. – રિસેસ
- અદ ….. ય – અદશ્ય
- ….. તળ શીતળ
- ….. કવાર – શુક્રવાર
- …..2….. વતી-સરસ્વતી
- ….. ફળ – સફળ
- આં ….. – આંસુ
- ….. મશાન – સમશાન
જૂથમાં કામ કરો. જૂથમાં બેસીને ઉપરના શબ્દોમાંથી કોઈ પણ ચાર શબ્દો બોલો. જેમાં બે વખત સાચો અને બે વખત ખોટો ઉચ્ચાર કરો. બાકીના જોડીદારો તમે જે શબ્દ ખોટો બોલ્યા હો તે નોંધી સાચો બોલી બતાવે :
[નોંધઃ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ વર્ગમાં કરવી.]
જયાં ‘સ’ અને ‘શ’ની ભૂલ થઈ છે તે શોધો. ભૂલ સુધારીને શબ્દ ફરીથી લખો :
પ્રશ્ન 1.
- શગડી – ………….
- પ્રકાસ – ………….
- સનિવાર – ………….
- સાંતિ – ………….
- શુષ્ટિ – ………….
- સરશ – ………….
- આસીર્વાદ – ………….
- શૈનિક – ………….
- ઑગસ્ટ – …………..
ઉત્તર :
- શગડી – સગડી (બંને સાચા)
- પ્રકાસ – પ્રકાશ
- સનિવાર – શનિવાર
- સાંતિ – શાંતિ
- શુષ્ટિ – સૃષ્ટિ
- સરશ – સરસ
- આસીર્વાદ – આશીર્વાદ
- શૈનિક – સૈનિક
- ઑગસ્ટ – ઑગસ્ટ
આપેલ શબ્દો માંથી કયો શબ્દ સાચો છે તે શોધો, લખો અને મોટેથી વાંચો :
પ્રશ્ન 1.
- પાસે – પાશે : ……………
- સ્ટેસન – સ્ટેશન : ……………
- ઑફિસ – ઑફિશ : ……………
- પૈસા – પૈશા : ……………
- શાવરણી – સાવરણી : ……………
- શાબાશ – સાબાસ – સાબાશ : ……………
ઉત્તર :
- પાસે – પાશે : પાસે
- સ્ટેસન – સ્ટેશન : સ્ટેશન
- ઑફિસ – ઑફિશ : ઑફિસ
- પૈસા – પૈશા : પૈસા
- શાવરણી – સાવરણી : સાવરણી
- શાબાશ – સાબાસ – સાબાશ : શાબાશ
‘આ’ અને માંથી એક-એક શબ્દ પસંદ કરી વાક્ય બનાવો:
પ્રશ્ન 1.
ઉત્તર :
1. સરળ – દિશા
વાક્ય : પૂર્વ દિશાની મદદથી અન્ય દિશાઓ જાણવી સરળ છે.
2. સુંદર – શુભ
વાક્ય : દરેક દિશાએથી અમને સુંદર અને શુભ વિચાર પ્રાપ્ત થાઓ.
3. સારસ – શેઠાણી
વાક્ય : મારાં શેઠાણીને સારસ બેલડી ખૂબ ગમે.
4. સંપ – શાળા
વાક્ય : શાળામાં બધા વિદ્યાર્થીઓએ એકબીજા સાથે સંપ રાખવો જોઈએ.
5. સાગર – પ્રકાશ
વાક્ય : સંધ્યાનો પ્રકાશ સાગરની શોભા વધારે છે.
ત્રણ-ત્રણના જૂથમાં કામ કરો. આપેલ વાક્યો વાંચો. ખાલી જગ્યામાં ‘શ’ કે ‘સ’ લખો. દરેક વાક્ય મોટેથી અને ઝડપથી ત્રણ વાર વાંચો.
‘શ’ અને ‘સ’નો ઉચ્ચાર ચોકકસાઈથી કરોઃ
પ્રશ્ન 1.
કડી ‘રીમાં ગાડી અટવાઈ જાય તેમાં જે નવાઈ!
ઉત્તર :
સાંકડી શેરીમાં ગાડી અટવાઈ જાય તેમાં શી નવાઈ!
પ્રશ્ન 2.
“વાદિષ્ટ ‘ક ખાતાં મોંમાં 2 ના ફુવારા ઊઠ્યા.
ઉત્તર :
સ્વાદિષ્ટ શાક ખાતાં મોંમાં રસના ફુવારા ઊઠ્યા.
પ્રશ્ન 3.
અમારે ગામડે દિવ માં એકવાર ‘કભાજીવાળો આવે.
ઉત્તર :
અમારે ગામડે દિવસમાં એકવાર શાકભાજીવાળો આવે.
પ્રશ્ન 4.
રાજાએ 2 ઈયાઓને આદે’ આપ્યો.
ઉત્તર :
રાજાએ રસોઈયાઓને આદેશ આપ્યો.
પ્રશ્ન 5.
કાર્યની ……. રૂઆત કરવા માટે દરેક …….. મય ……. અભ હોય છે.
ઉત્તર :
કાર્યની શરૂઆત કરવા માટે દરેક સમય શુભ હોય છે.
મોટેથી અને ઝડપથી વાંચો:
1. રશ્મિ રોજ સવારે સાત મિનિટ શીર્ષાસન કરે છે.
2. આસપાસ આકાશમાં, અંતરમાં આભાસ.
ઘાસચાસની પાસે પણ વિશ્વપતિનો વાસ.
[નોંધ: વિદ્યાર્થીઓએ ઉપરનાં વાક્યો મોટેથી અને ઝડપથી વાંચવાં.].
ભાઈ-બહેન
[નોંધ: વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકમાંની કવિતા શિક્ષક ભાઈ-બહેનની મદદથી સમૂહમાં અભિનય સાથે ગાવી.]
વાતચીતઃ
પ્રશ્ન 1.
કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું?
ઉત્તર :
કવિતા સાંભળતી વખતે મને નીચે પ્રમાણેનું દશ્ય દેખાતું હતું. – અમે ભાઈ-બહેન મજાક-મસ્તી કરીએ છીએ તે. – વનનું પ્રાકૃતિક સૌંદર્ય. – અંધારી રાતનું આકાશનું સૌંદર્ય.
પ્રશ્ન 2.
હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાયું?
ઉત્તર :
આ ગીત સાથે ગાયા પછી આભ અને ધરતીનું રમણીય દશ્ય દેખાય છે. ઘરમાં પુરાઈ રહેવું ગમતું નથી.
પ્રશ્ન 3.
સૌથી વધુ કઈ પંક્તિ ગમી? ગાઈ સંભળાવો.
ઉત્તર :
મને સૌથી વધુ નીચેની પંક્તિ ગમી :
ખોળો ભરી વીણી શંખલાં ને છીપલાં,
આખાય વાદળમાં વેરવાં જી રે.
સોનેરી કોરની લાવીને વાદળી
ચંદરવા ચારે કોર બાંધશું જી રે;
પ્રશ્ન 4.
રમવા માટે તમારે ક્યારેય ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે? કેમ?
ઉત્તર :
રમવા માટે મારે ઘણીવાર ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે; કારણ કે ઘરકામ અધૂરું હોવાથી મમ્મી રમવા જવાની ના પાડતી હતી.
પ્રશ્ન 5.
તમારાં ભાઈ-બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયાં છો? ત્યાં શું કરેલું?
ઉત્તર :
અમારાં ભાઈ-બહેન સાથે અમે ગામડે તથા દરિયાકિનારે ગયાં છીએ. ત્યાં અમે ખૂબ રમ્યાં હતાં.
પ્રશ્ન 6.
તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં અને કેવું બનાવશો?
ઉત્તર :
અમારે અમારું ઘર બનાવવું હોય તો ગામડાના ખેતરમાં બનાવીશું. ત્યાં મોટું પણ સાદું ઘર બનાવીશું.
પ્રશ્ન 7.
તમે ક્યારેય રમતાં રમતાં ઘર બનાવ્યું છે? તેમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો?
ઉત્તર :
અમે ઘણી વાર રમતાં રમતાં ઘર બનાવ્યાં છે. તેમાં પૂંઠું, દીવાસળીનાં ખાલી ખોખાં, દીવાસળીની સળીઓ, રંગ વગેરેનો ઉપયોગ કર્યો છે.
[નોંધ: વિદ્યાર્થીઓએ ઉપરના પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે આપવા. ]
કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ, અડી શકીએ તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય? શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો :
સૂચનાની અક્ષરસંખ્યા = [ અડસઠ]
ભાઈ-બહેને કરેલી ક્રિયાની બાજુમાં (કરેલી) અને તે જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં (ઈચ્છા) લખો :
પ્રશ્ન 1.
- ઓશીકાં ઉપર ધાબળા ઢાંક્યા. ……….
- ખેતર, કોતર પગપાળા ચાલ્યાં. ……….
- આંબાવાડિયાં ફરી વળ્યાં. ……….
- ભાવતી રસોઈ બનાવવી છે. ……….
- ઝાકળને ઊડી જતું રોકવું છે. ……….
- ધીમેથી બારણું ઉઘાડ્યું. ……….
- ઝાકળની ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે. ……….
- ઝાકળના બનાવનારને મળવું છે. ……….
- ઘરની બહારના વાતાવરણની હવાની મજા માણી. ……….
- શંખલા અને છીપલાં વીણી વાદળમાં વેરવાં છે. ……….
- આકાશથી તારા લાવી ધરતી પર ખંખેરવા છે. ……….
- ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ-બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યાં. ……….
ઉત્તર :
- ઓશીકાં ઉપર ધાબળા ઢાંક્યા. (કરેલી)
- ખેતર, કોતર પગપાળા ચાલ્યાં. (કરેલી)
- આંબાવાડિયાં ફરી વળ્યાં, (કરેલી)
- ભાવતી રસોઈ બનાવવી છે. (ઇચ્છા)
- ઝાકળને ઊડી જતું રોકવું છે. (ઇચ્છ)
- ધીમેથી બારણું ઉઘાડ્યું. (કરેલી)
- ઝાકળની ચૂંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે. (ઇચ્છા).
- ઝાકળના બનાવનારને મળવું છે. (ઇચ્છા).
- ઘરની બહારના વાતાવરણની હવાની મજા માણી. (કરેલી)
- શંખલા અને છીપલાં વીણી વાદળમાં વેરવાં છે. (ઇચ્છ)
- આકાશથી તારા લાવી ધરતી પર ખંખેરવા છે. (ઇચ્છા)
- ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ-બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યાં. (કરેલી)
જોડીમાં કામ કરો. વાકય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી [✓] ની નિશાની કરો :
1. ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે.
પહોર છાંયો સમય છે રસ્તો
2. પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ તેને આઇસક્રીમ ખાવાની ના પાડી દીધી, પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈને બે આઇસક્રીમ ખાઈ ગઈ.
બિલ્લી પગેઃ છાનામાના / ધીરે ધીરે / ‘મ્યાઉં’ બોલીને
3. નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે
લાવવી મુશ્કેલ થઈ પડી.
વહેણ : જોરદાર પ્રવાહ / દિશા
4. મમ્મીની સાડી વચ્ચેથી સારી છે, પરંતુ એની કોર
ઘસાઈ ગઈ છે. કોરઃ વચ્ચે જે ધાર રે છેડે છેડે ! ચારે બાજુ
વાક્ય વાંચો, [✓] કે [✗] કરો, ખોટું હોય તો સુધારીને બોલો
1. ભાઈ-બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યાં. [✗]
સુધારેલ વાક્ય : ભાઈ-બહેન ઓશીકાં ઉપર બે ધાબળા ઓઢાડી ઘરમાંથી ભાગ્યાં.
2. કોઈ ઊઠી ન જાય તે માટે ભાઈ-બહેને કાળજી લીધી. [✓]
3. ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું. [✗]
સુધારેલ વાક્યઃ ઘરની બહારના આકાશમાં ચંદ્રનું અજવાળું હતું.
4. ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ-બહેને નિરાંત અનુભવી. [✗]
સુધારેલ વાક્ય : ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈબહેને ખુલ્લી હવાની મોજ માણી.
5. ઠંડા પવનથી ભાઈ-બહેન થીજી ગયાં. [✗]
સુધારેલ વાક્યઃ ઠંડા પવનમાં ભાઈ-બહેન ખેતર અને કોતર વટાવીને ચાલ્યાં.
6. ખુલ્લી જગ્યામાં પહોંચ્યાં તેથી ભાઈ-બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી. [✓]
7. ખેતર વટાવતાં ભાઈ-બહેન ડરી ગયાં. [✗]
સુધારેલ વાક્યઃ ખેતર વાવતાં ભાઈ-બહેન આંબાવાડિયાં ખૂંદી વળ્યાં.
8. ઝાકળને પકડી રાખવાની ભાઈ-બહેનની ઇચ્છા છે. [✓]
9. ભાઈ-બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે. [✓]
10. તારા અને શંખલાની જગ્યા બદલી નાખવી છે. [✓]
વાક્યો વાંચો અને સાચુકલું છે કે કલ્પના છે તે લખો :
પ્રશ્ન 1.
- ખૂબ ઠંડો પવન વાય છે. – (……………)
- ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે. – (……………)
- અજવાળી રાતે ખેતર ફરવાં છે. – (……………)
- ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે / આવે છે. – (……………)
- પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે. – (……………)
- ભાઈ-બહેન ભાગ્યાં તે બા-બાપુને ખબર નથી. – (……………)
- સોનેરી કોરવાળી વાદળી લાવવી છે. – (……………)
ઉત્તર :
- ખૂબ ઠંડો પવન વાય છે. – સાચુકલું
- ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે. – કલ્પના
- અજવાળી રાતે ખેતર ફરવાં છે. – કલ્પના
- ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે / આવે છે. – સાચુકલું
- પથરાયેલું ઝાકળ ચૂંદડી જેવું લાગે છે. – સાચુકલું
- ભાઈ-બહેન ભાગ્યાં તે બા-બાપુને ખબર નથી. – સાચુકલું
- સોનેરી કોરવાળી વાદળી લાવવી છે. – કલ્પના
કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને લખો :
દા. ત., જાગતાં – ભાગતાં
પ્રશ્ન 1.
- આગળા – ………..
- જાણતાં – ………..
- વાકડું – ………..
- ખાળવી – ………..
- અજવાળિયાં – ………..
- બાંધશું – ………..
ઉત્તર :
- આગળા – ધાબળા
- જાણતાં માણતાં
- વાકડું – સાંકડું
- ખાળવી – સાળવી
- અજવાળિયાં – આંબાવાડિયાં
- બાંધશું – રાંધશું.
જૉડીમાં કામ કરૉ. કવિતાના આધારે લખો. દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને બોલો :
પ્રશ્ન 1.
ઉત્તર :
વાક્યો :
- ખુલ્લી હવામાં ફરવાની મજા આવે.
- ટાઢો હિમ જેવો વહાલો વાયરો વાય છે.
- ચાંદની રાતનું ધોળું અજવાળું તન-મનને તાજગી આપે છે.
- દરિયાકિનારાની સ્વચ્છ ચાંદી જેવી રેતીમાં રમવાની મજા આવે છે.
- સાંકડું ઘર છોડીને વનનું મોકળું રહેઠાણ મને ખૂબ ગમે છે.
- અમે સંધ્યાટાણે આકાશમાં સોનેરી કોરવાળી વાદળી જોઈ.
- અમે ભાવતી રસોઈ જમ્યાં અને પાછલા પહોરની મીઠી નીંદરા માણી.
[નોંધ: વિદ્યાર્થીઓ પોતાની રીતે અન્ય વાક્યો બનાવી શકશે.]
નીચેના પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાકયોમાં લખો :
પ્રશ્ન 1.
ભાઈ-બહેને ઘરેથી ભાગી જવા શી યુક્તિ કરી?
ઉત્તર :
ભાઈ-બહેનની પાછલા પહોરની નીંદરા ઊડી ગઈ હતી. તેઓએ ઓશીકાં ઉપર બે ધાબળા ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયાં.
પ્રશ્ન 2.
ભાઈ-બહેન ભાગ્યાં તેની મા-બાપને કેમ ખબર ન પડી?
ઉત્તર :
રાત્રિના પાછલા પહોરનો સમય હતો. ભાઈબહેનની નીંદર ઊડી ગઈ હતી. તેમનાં મા-બાપ ઊધતાં હતાં તેવા સમયે ઓશીકાં ઉપર બે ધાબળા ઓઢાડીને ભાઈ-બહેન ચૂપચાપ ભાગ્યાં તેથી મા-બાપને ખબર ન પડી.
પ્રશ્ન 3.
ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ-બહેનને ખૂબ ગમે છે?
ઉત્તર :
ઘરની બહાર ખુલ્લી હવા છે, ઠંડો વાયરો વાય છે, અજવાળી રાત્રિ છે અને મોકળાશ છે. ભાઈ-બહેનને આ બધું ખૂબ ગમે છે.
પ્રશ્ન 4.
ચુંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે?
ઉત્તર :
ચૂંદડી ઝાકળની બનેલી છે. આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચૂંદડીનો છેડો ઝાલીને આકાશમાં જશે અને જોશે કે એનો સાળવી (વણકર) કોણ છે!
પ્રશ્ન 5.
ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ-બહેન શું કરશે?
ઉત્તર :
ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ-બહેન આભથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે. તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે.
ભાઈ-બહેને જે કર્યું, જોયું, અનુભવ્યું તે લખો :
પ્રશ્ન 1.
ઉત્તર :
કવિતાના આધારે ફકરો પૂરો કરો :
પ્રશ્ન 1.
મારી અને મારા ભાઈ / બહેન (નામ) ………… ની એકાએક ઊંઘ ઊડી ગઈ. પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો. સૌથી પહેલાં એક યુક્તિ વિચારી. ……………………………………………………………
…………………………………………………….
…………………………………………………….
ઉત્તર :
મારી અને મારા ભાઈ / બહેન શાલીન ની એકાએક ઊંઘ ઊડી ગઈ. પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો. સૌથી પહેલાં એક યુક્તિ વિચારી. અમે ઓશીકાં ઉપર બે ધાબળા ઓઢાડ્યા અને ચુપચાપ ઘરમાંથી બહાર ભાગી ગયાં. બહાર ઠંડો પવન વાતો હતો તેની મોજ માણી. અજવાળી રાત્રે ખેતર અને કોતર વટાવતાં અમે આખું આંબાવાડિયું ખુંદી વળ્યાં. રૂપેરી રેતી વેરાયેલી હતી. તેની પાસે ઝરણું વહેતું હતું. અમને સાંકડું ઘર છોડીને આ મોકળું રૂપાળું રહેઠાણ ખૂબ ગમી ગયું.
જોડીમાં કામ કરો. ઍકબીજાની સામે બૅસૉ અને એક મિનિટ સુધી જોયા કરો. તે પછી નીચેની શબ્દ-જોડ મોટેથી વાંચો :
શબ્દોમાં અક્ષરો સાથે જોડાયેલી નિશાનીઓ જુઓ :
કોષ્ટકમાં લીટી કરેલ અક્ષરને માંથી યોગ્ય નિશાની લગાડો. બનેલા શબ્દનો ઉપયોગ કરી વાઉચ બનાવો :
વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો :
જમણી બાજુએથી પોપટ અને ડાબેથી પોપટી આવ્યાં, માળામાં બચ્ચાં તેમની રાહ જોતાં હતાં. પોપટું એક જરાક તોફાની હતું. તે બધાંને ખસેડને આગળ આવી ગયું. પોપટીએ તેની ચાંચમાં ઇયળ મૂકી. પછી તેને પગ વડે ખસેડ્યું. પોપટીએ પોપટું બે, પોપટું ચારને ખાવાનું આપ્યું. પોપટે પોપટું પાંચ અને ત્રણને.
પ્રશ્ન 1.
કોણ તોફાની હતું?
ઉત્તર :
પોપટું એક તોફાની હતું.
પ્રશ્ન 2.
પપ્પાએ કયાં બચ્ચાંને ખાવાનું આપ્યું?
ઉત્તર :
પપ્પાએ પોપટું પાંચ અને ત્રણને ખાવાનું આપ્યું.
પ્રશ્ન 3.
ઇયળનાં બચ્ચાંનું નામ શું હશે?
ઉત્તર :
ઇયળનાં બચ્ચાંનું નામ ઇળી, ઇળું હશે.
પ્રશ્ન 4.
આ કુટુંબમાં કેટલા સભ્યો છે?
ઉત્તર :
આ કુટુંબમાં સાત સભ્યો છે.
પ્રશ્ન 5.
ખોટો વિકલ્પ છેકો.
ઉત્તર :
જમણેથી પોપટ આવ્યું / આવી / આવ્યો, ડાબેથી પોપટી આવ્યું / આવી / આવ્યો. તેમને જોતાં જ પોપટું એક આગળ આવ્યું / આવી / આવ્યો.
હસીએ………..
- શિક્ષક : પાંડવો વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા?
- ચિંતન : સાહેબ, સવા નવ વાગ્યે.
- શિક્ષક : આવું કેવી રીતે કહી શકે?
- ચિંતન : સાહેબ, ‘વનવાસ’નું ઊલટું વાંચો.
લગભગ સરખા :
- ઝૂલો – હીંચકો
- માંજવું – ઘસીને સાફ કરવું
- હોંશ – ઉમંગ
- અનોખી – બધાંથી જુદી
- કૌશલ્ય – કળા કરવાની આવત
- પારો – લાકડાનો કાણાવાળો નાનો મણકો
- ચણોઠી – એક વેલનું બી
- આગળ ધસી આવવું – પહેલી હરોળમાં આવવું;
- વિધિવત્ – નિયમ પ્રમાણે;
- લાડ લડાવવા – વહાલ કરવું;
- અજબ સર્જન – નવાઈ લાગે એવી બનાવટ;
- આંખમાં આંસુ ધસી આવવાં – દુઃખ અનુભવવું
- મુશ્કેલી – તકલીફ;
- મેળો જામવો – ઘણા લોકો ભેગા થવા;
- લચ્છી – દોરાની ઝૂડી
- ઝીણવટપૂર્વક – ખૂબ જ બારીકાઈથી;
- પરસાળ – ગામડાના ઘરોમાં પહેલા ઓરડાની આગળનો ખુલ્લી જગ્યાવાળો ભાગ;
- શીર્ષાસન – ઊંધા માથે થવું
[નોંધ: વિદ્યાર્થીઓએ લગભગ સરખા (શબ્દાર્થ) તૈયાર કરવા અને તેના વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં.].
Std 4 Gujarati Textbook Solutions Chapter 3 શંખલાની બહેન છીપલી Additional Important Questions and Answers
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
દિવ્યેશ કઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો?
ઉત્તર :
દિવ્યેશ ગવર્નમેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.
પ્રશ્ન 2.
દિવ્યેશ નવરાશના સમયમાં શું કરતો?
ઉત્તર :
દિવ્યેશ નવરાશના સમયમાં ચાની લારીએ વાસણ માંજવાં, ચા આપવી, કુલફી વેચવી જેવાં કામોમાં પિતાને મદદરૂપ થતો.
પ્રશ્ન 3.
તહેવારોના દિવસોમાં દિવ્યેશ શું કરતો
ઉત્તર :
તહેવારોના દિવસોમાં દિવ્યેશ હાથબનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો.
પ્રશ્ન 4.
દિવ્યેશે રાખડીઓનું બૉક્સ શાનાથી બનાવેલું હતું?
ઉત્તર :
દિવ્યેશે રાખડીઓનું બૉક્સ કુલફીઓની પટ્ટીઓથી બનાવેલું હતું.
પ્રશ્ન 5.
રક્ષાબંધનની ઉજવણી વખતે દિવ્યશની આંખોમાં આંસુ કેમ આવી ગયાં?
ઉત્તર :
રક્ષાબંધનની ઉજવણી વખતે દિવ્યશની આંખોમાં આંસુ આવી ગયાં, કારણ કે એની બે વર્ષની ઢીંગલી જેવી બહેન થોડા સમય પહેલાં જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી તેની તેને યાદ આવી હતી.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
દિવ્યેશ કેવા ઘરમાં રહેતો હતો?
ઉત્તર :
દિવ્યેશનું ઘર ઝુંપડીઓના વિસ્તારમાં હતું. તે કાણાં પડેલાં જૂનાં પતરાં, લાકડાં, પ્લાસ્ટિકની થેલીઓ, કોથળા અને કાપડથી બનેલા ઝૂંપડામાં રહેતો હતો.
પ્રશ્ન 2.
તહેવારોના દિવસોમાં દિવ્યેશ શું શું બનાવી વેચતો?
ઉત્તર :
તહેવારોના દિવસોમાં દિવ્યેશ હાથબનાવટની અવનવી વસ્તુઓ બનાવી વેચતો. તે છીપલાંમાંથી હાર, બુટ્ટી અને ઝાંઝર તથા દીવાલો શોભાવે તેવાં કાથી કામનાં ચિત્રો બનાવતો. તે તૂટેલી બંગડીઓમાંથી તોરણ તેમજ કુલફીની પટ્ટીઓમાંથી વિમાન, ઘર, હોડી વગેરે બનાવી, રંગોનાં છાંટણાંથી સજાવી વેચતો.
નીચેનાં વિધાનોમાંથી ખરાં વિધાનો સામે [✓] ની અને ખોટાં વિધાનો સામે [✗] ની નિશાની કરો :
- દિવ્યેશ અભ્યાસમાં હોશિયાર હતો. [✓]
- રક્ષાબંધનના દિવસે સૌએ દિવ્યેશે બનાવેલી રાખડીઓ જ ખરીદી. [✓]
- દિવ્યેશે શાળાના સભાખંડમાં બધી રાખડીઓ ગોઠવી. [✗]
- રક્ષાબંધનના દિવસે દિવ્યશની આંખોમાં હરખનાં આંસુ આવ્યાં. [✗]
- દિવ્યેશને રિયાએ રાખડી બાંધી. [✓]
નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો :
- ‘મને કારેલાનું શાક ખૂબ ભાવે છે.’ – રિયા
- ‘આ રાખડી તો બારેમાસ પહેરવી ગમે એવી કડા જેવી છે.’ – નેહા
- ‘દિવ્યશ, આ મેઘધનુષ જેવી રાખડી. કોના માટે?’ – ધૈર્ય
- ‘લે, તારો હાથ કેમ ખાલી?’ – રિયા
કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
- ……………. પ્રાર્થના સંમેલનમાં દિવ્યશને જન્મદિવસના અભિનંદન આપ્યા. (વર્ગશિક્ષકે, આચાર્યએ)
- દિવ્યેશે …………….. ની પટ્ટીઓથી રાખડીઓનું બૉક્સ બનાવેલું. (આઇસક્રીમ, કુલફી)
- દિવ્યેશે પર્યાવરણના શિક્ષક માટે ની રાખડી બનાવેલી. (બી, ચણોઠી)
- દિવ્યેશ …………….. વર્ષનો હતો. (આઠ, નવ)
ઉત્તર :
- પાચાર્યએ
- કુલફી
- ચણોઠી
- નવ
નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધીને સામે લખો :
પ્રશ્ન 1.
- પ્રવીણ / પ્રવિણ – …………..
- કૌસલ્ય / કૌશલ્ય – ………..
- અભીનંદન / અભિનંદન – ………
- આર્કષક / આકર્ષક – ………
- સ્મિત ! સ્મિત – …………..
- મેઘધનુષ / મેઘધનુસ – ………
- શામગ્રી / સામગ્રી – ………….
- હીંગલી / ડીંગલી – ……………
- દિવાલ / દીવાલ – ………….
- સંયમ / સંયમ – …………..
ઉત્તર :
- પ્રવીણ
- કૌશલ્ય
- અભિનંદન
- આકર્ષક
- સ્મિત
- મેઘધનુષ
- સામગ્રી
- ઢીંગલી
- દીવાલ
- સંયમ