Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 5 પવન ખિજાય, તો ગોળ ઝાપટો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 4 Gujarati Textbook Solutions Chapter 5 પવન ખિજાય, તો ગોળ ઝાપટો
Class 4 Gujarati Textbook Solutions Chapter 5 પવન ખિજાય, તો ગોળ ઝાપટો Textbook Questions and Answers
તૈયાર જ હશો તમે ગીતડા માટે !:
ગૉળની ભીલી પર મંકોડા ચિતરો :
ઉત્તર :
નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે મંકોડા ચીતરવા.]
“ઊંધું ઊંધું” ખિસકોલીને તો મળ્યા, ચાલો મંકોડાભાઈને પણ મળી. ‘મિન્દુ ભાઈ ગોળવાળા’ :
વાતચીત :
પ્રશ્ન 1.
પાઠમાં કયાં વાક્યો વાંચવાની ખૂબ મજા આવી? શા માટે? ત્યાં હું દોરો.
ઉત્તર :
‘મિજું તો ગોળના થપ્પા જોતો જાય’થી ‘ગળ્યો ગળ્યો ગોળ.’ વાંચવાની ખૂબ મજા આવી, કારણ કે તે વખતે મિજું નાચતો હતો.
[નોંધઃ વિદ્યાર્થીઓએ પાઠમાં ત્યાં દોરવું.]
પ્રશ્ન 2.
તમે ક્યારે ક્યારે રિસાઓ છો? શા માટે?
ઉત્તર :
મારી મનગમતી વસ્તુ ના મળે ત્યારે તે મેળવવા હું રિસાવું છું.
પ્રશ્ન 3.
રિસાવાથી તમને તમારી ઇચ્છા મુજબની વસ્તુ સરળતાથી મળી જાય છે? ત્યારે તમે શું કરો?
ઉત્તર :
રિસાવાથી મને મારી ઇચ્છા મુજબની વસ્તુ ક્યારેક સરળતાથી મળી જાય છે અને ક્યારેક મળતી જ નથી. હું વસ્તુ મળી જતાં ખુશ થાઉં અને વસ્તુ ન મળતાં ઉદાસ થાઉં.
પ્રશ્ન 4.
જો તમે મિજુ હો, તો કઈ વાતે રિસાવાનું પસંદ કરશો? તમે કેવી રીતે રિસાઓ?
ઉત્તર :
જો હું મિન્દુ હોઉં અને મને શેરડીના સાંઠા ચિચોડામાં નાખવાની કોઈ ના પાડે તો હું રિસાવાનું પસંદ કરીશ. હું બધાં સાથે વાતચીત કરવાનું બંધ કરી દઉં.
પ્રશ્ન 5.
તમે રિસાઈ જાવ ત્યારે તમને કોણ મનાવે છે? કેવી રીતે?
ઉત્તર :
હું રિસાઈ જાઉં ત્યારે મને મમ્મી કે પપ્પા સમજાવીને મનાવે છે.
પ્રશ્ન 6.
તમારા નાના ભાઈ કે બહેન કોઈ વસ્તુની જીદ કરે અને તે ઘરમાં ન હોય તો તમે શું કરશો?
ઉત્તર :
મારા નાના ભાઈ કે બહેન કોઈ વસ્તુની જીદ કરે અને તે ઘરે ન હોય તો હું જો તેની વાત યોગ્ય હોય તો તેને લાવી આપવાની ખાતરી આપીશ; પરંતુ તેની જીદ ખોટી હોય તો તેને અન્ય રીતે સમજાવીશ.
પ્રશ્ન 7.
ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે તે જાણ્યા પછી મિજું હવે ગોળ ખાવાની જીદ કરશે? શા માટે?
ઉત્તર :
ગોળ બનાવવામાં ઘણી મહેનત થાય છે તે જાણ્યા પછી પણ મિર્ ગોળ ખાવાની જીદ તો કરશે, કારણ કે તેને ગોળ ખૂબ ભાવે છે.
પ્રશ્ન 8.
મિર્ડાના બીજાં બે-ત્રણ નામ પાડી લાવજો. કાલે વર્ગમાં કહેજો.
ઉત્તર :
વિદ્યાર્થીઓએ મિર્ડાનાં પોતાને મનપસંદ હોય તેવાં નામ પાડવાં અને વર્ગમાં કહેવાં.
(નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે પ્રશ્નોના ઉત્તર આપવા.)
ગીતડું ગાઈશુંને ફરીથી? ‘ખિસકોલીબહેન ઊચાં …’
વાક્ય સાચું બનાવવા શું કરવું પડશો? તેમ કરો. તે પહેલાં ડાબો હાથ ઊંચો કરો અને મનમાં 1 થી 100 ગણો :
- મિર્ડો અકળાઈ જાય ત્યારે પોતાની પીઠ પેટને બચકું ભરે.
- મંછીબહેને મિર્ડાનું બચકુ છોડાવવા મહામહેનતે બે આંકડા / અંકોડા છૂટા પાડ્યા.
- મિદ્ ગોળ ખાવા માટે એટલું બધું ખિજાયો રિસાયો કે તેણે ભાખરી-શાક ખાવાની ના પાડી દીધી.
- રામજીબાપાના ખેતરમાં શેરડીનો ઊંચો વાટ / વાઢ જોઈને મિન્દુ નવાઈ પામી ગયો.
સંવાદ વાંચી રૂઢિપ્રયોગનો અર્થ લખો
જોયા જેવી થવી – ફજેતી થવી
- ચેતના : કેતન, જો આ વખતે તું મૂખમી કરીશ તો જોવા જેવી થશે.
- કેતન : ચેતના, તું ચિંતા ન કર. હું મારી ફજેતી થાય એવું વર્તન ક્યારેય નહીં કરું.
ઝાપટી જવું – બધું જ ખાઈ જવું
- આરોન : જોયું, આથી બધો શીરો ઝાપટી ગઈ.
- આરોની : એ ખૂબ ભૂખી હશે. એટલે જ તો બધું ખાઈ ગઈ.
તલપાપડ થઈ જવું – આતુર થઈ જવું, અધીરા થઈ જવું
- જયેશ : જનકદાદાની વાત સાંભળવા હું તલપાપડ થઈ જાઉં છું.
- સેરેના : હું પણ . એમ થાય કે ક્યારે સાંજ પડે ! વાર્તા સાંભળવા માટે ખૂબ ઉતાવળા (અધીરા) થઈ જવાય છે.
રાજીના રેડ થઈ જવું – ખૂબ ખુશ થઈ જવું
- બસ્કી : વાર્તાની નવી ચોપડી? માસી, તમે તો મને રાજીના રેડ કરી દીધી.
- કીર્તિબહેન : લે, તું તો ખૂબ ખુશ થઈ ગઈ ને ! ફરી આવીશ ત્યારે બીજી લાવીશ.
મોંમાં પાણી છૂટવું – ખાવાની તીવ્ર ઇચ્છા થવી
- નીલ : જલેબી જોતાં જ મારા મોંમાં પાણી છૂટવા લાગે છે.
- પ્રિનલ : તારી જલેબી ખાવાની તીવ્ર ઇચ્છાની મને ખબર છે.
મિર્ઝાને તમારે જે કહેવું હોય તે કહો. પણ મજા પડે તેવું :
ઉદાહરણ : તું ગોળ ખાવાની આ જીદ નહીં છોડે, તો હું તારી કિટ્ટા કરી દઈશ.
- જો મિર્ડ, આ લીલોછમ શેરડીનો પાક લહેરાય, તારે ગોળ ખાવો હોય તો અહીં બાપા પાસે જ રહી જા.
- મંછીબહેન, એને અહીં મૂકતાં જાઓ. હું એને ધરાઈને ગોળ ખવડાવીશ, પરંતુ એને મારી સાથે કામ કરવું પડશે.
- ગોળના રવા જોઈને મિન્ના મોંમાં પાણી આવી ગયું, કારણ કે મઘમઘતા ગોળની સુગંધ એનાં ફેફસાંમાં ભરાઈ ગઈ હતી.
- મિર્ડો મિત્રો સાથે ગોળ બનાવવાની વાતો કરવા લાગ્યો ને મસ્ત બનીને ગાવા લાગ્યો ચિચડૂક …. ચિચડૂક ધલુલુલુ ધ …. ધ …. લે … લ.
- જોજે મિડું, સાંઠાને બદલે તારો હાથ ચિચોડામાં ન આવી જાય, નહીં તો સાંઠાની જેમ તારો હાથ પિલાઈ જશે પણ એમાંથી ગોળ નહીં બને.
તમને શું લાગે છે? આવું કોણ બોલી શકે? તેમનું નામ લખો :
- અમે તો પોતાના વજન કરતાં પાંચ ગણું વજન ઊંચકી શકીએ છીએ.- [મજૂર].
- જે રંધાયું છે તે જ ખાવાનું છે. તારી જીદ હું પૂરી કરવાની નથી. – [મંછીબહેન].
- મમ્મી, મારે તો પાંખોવાળી પેન્સિલ જોઈએ. – મિત્સુડો).
- જો ભાઈ, સ્વાદના ચટાકા પૂરા કરવા હોય તો ખેતરમાં કામ પણ કરવું પડે. – [રામજીબાપા]
- અરે, વાહ ! આટલો બધો ગોળ … ગોળ … જ ગોળ … હવે તો મજા પડી જશે. – [મિન્ટ્ર]
- રામજીબાપા, આને કાંઈ સમજાવો ને ! – [મંછીબહેન].
- લો, અમારે ત્યાંથી આ ખાંડ લઈ જાઓ. એક દિવસ ગોળના બદલે એને ખાંડ ખવડાવો. – [કીડીકાકી]
- હૈં રામજીબાપા, આ ગોળ કેવી રીતે બને? – [મિર્]
વાહ ! ચોથીવાર ગીતડું: ‘ખિસકોલીબહેન ઊડ્યાં …’
તમારો મિત્ર લીટી કરેલ પાત્ર બને, પછી નીચે જેવી ઘટનાનો અભિનય કરો
- તમારી જોડીદાર બાલમંદિરમાં ભણે છે. તેને કહો કે મિર્ કેવો છે.
- તમારો જોડીદાર મમ્મી બને, તેને મંછીબેન વિશે કહો.
- તમારા મિત્ર છે સખી રામજીબાપાને ઓળખતાં નથી, તમે તેમને રામજીબાપાની વાત કરો.
- તમે મિટુના પપ્પા. નવું પેન્ટ લેવા મિર્ તમારી સામે રિસાયો છે.
[નિોંધ: વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ વર્ગમાં કરવી.]
શામાંથી શું બને ? તમે શું બનાવશો? લખો :
પ્રશ્ન 1.
ઉત્તર :
મિજુભાઈની વાત તો તમને ખબર છે. તે વાત ખૂબ ટૂંકમાં લખો :
પ્રશ્ન 1.
મિદ્ નામનો ખૂબ જ જિદી એવો મંકોડો હતો. તેને ગોળ ખૂબ જ ભાવતો હતો.
………………………………………………………………………………………………………………………..
………………………………………………………………………………………………………………………..
………………………………………………………………………………………………………………………..
ઉત્તર :
મિદ્ નામનો ખૂબ જ જિદી એવો મંકોડો હતો. તેને ગોળ ખૂબ જ ભાવતો હતો. એક દિવસ તે ગોળ માટે રિસાયો. તેની મમ્મી કીડીકાકીના ઘેર ગોળ ઉછીનો લેવા ગયાં, પરંતુ કીડીકાકી પાસે ગોળ નહોતો. એ તો મિન્ટ્રને લઈને રામજીબાપાના ખેતરે પહોંચ્યાં. શેરડીનો ઊંચો ઊંચો વાઢ અને ગોળના રવા જોઈ મિટ્ટે ખુશ થઈ નાચવા લાગ્યો. રામજીબાપાએ તેને કામ કરવાની શરતે રાખ્યો. મિત્સુએ તો ધરાઈને શેરડીનો રસ પીધો અને તાજો ગરમ ગોળ ખાધો.
રાત્રે સૂતાં સૂતાં મિન્દુ રામજીબાપા સાથે વાતો કરવા લાગ્યો. મિન્ટેએ શેરડીમાંથી ગોળ કેવી રીતે બનાવાય તે વિશે રામજીબાપાને પૂછ્યું. રામજીબાપાએ તેને સમજાવ્યો. સવાર થઈ. મિજુ બીજા મજૂરો સાથે કામે વળગ્યો. શેરડી વઢાય અને તેના ઢગલા થાય. કારીગરો સાંઠા ચિચોડામાં મૂકતા જાય; શેરડી પિલાતી જાય; રસની ડોલો ભરાતી જાય; રસ મોટા તાવડામાં લવાતો જાય; કારીગર મોટા તવેથાથી રસ હલાવતા જાય; ફીણ થાય તો તે કાઢતા જાય. રસ ઊકળે. બળતણમાં શેરડીના સુકાયેલા કૂચાનો પણ ઉપયોગ થાય ! ગોળ તૈયાર થાય.
લસલસતો ગોળ નાની મોટી ડોલમાં – ડબલામાં
ઠાલવવામાં આવતો. તેમાંથી ગોળના રવા તૈયાર થતા.
ચાર દિવસમાં મિદ્ ગોળ બનાવતાં શીખી ગયો.
આવ્યો રે વારો ગીતકાનો ‘ખિસકોલીબહેન ઊડ્યાં …’
રમત રમવા તૈયાર છો ને ! તો જૂથમાં ગોઠવાઈ જાઓ
- ત્રણ મિનિટમાં લખો કે વર્ગમાં કઈ કઈ વસ્તુઓ છે. જૂથમાંથી એક સભ્ય લખે, બાકીના તેને લખાવે.
- તમને ગમતો વર્ણ પસંદ કરો. જેમ કે, ‘ગ’. તેનાથી શરૂ થતાં માણસોનાં નામ એક મિનિટમાં લખો. જેમ કે, ગગન, ગીતા, ગૌરાંગ …
- તમને મળેલા કુટુંબમાં આવતી વસ્તુઓ કે જીવોનાં નામ લખો, પાંચ મિનિટમાં. જેમ કે, ‘રમકડાં’ કુટુંબ હોય તો દડો, ભમરડો,લખોટી, બૅટ … આ રમત માટેના કુટુંબનાં નામ છે : કપડાં, રમત, ગામ, પ્રાણી, જીવજંતુ, મીઠાઈ
- બે જૂથ ભેગાં થઈ પોતાના નામની યાદીમાંથી એક-એક નામ પસંદ કરી, બંને શબ્દોનો ઉપયોગ થાય તેવું વાક્ય બનાવો.
વાક્ય : રાજકોટ જાઉં એટલી વાર પૈડા ખાઉં.
[નોંધ : વિદ્યાર્થીઓએ ઉપરની રમત જૂથમાં રમવી.]
દસ વાર હથેળી ઘસો. આપેલાં વાક્યો વાંચો અને તેવાં વાક્યો બનાવીને લખો:
- મેં એક પર્વત જોયો છે, એનું નામ ગિરનાર છે.
- હું એક ઍક્ટરને ઓળખું છું, એનું નામ અમિતાભ
- મેં એક પોપટ જોયો છે, તેનું નામ બાદશાહ છે.
- મેં એક બિલાડી પાળી છે, તેનું નામ સ્વીટી છે.
- મેં એક નદી જોઈ છે, તેનું નામ નર્મદા છે.
- મેં સમુદ્રકિનારે એક ભવ્ય મંદિર જોયું છે, તેનું નામ સોમનાથ છે.
ઉપરનાં વાક્યો પરથી ઉદાહરણ પ્રમાણે કોઠો ભરોઃ
પ્રશ્ન 1.
ઉત્તર :
શું / કોણ | નામ |
1. પર્વત | ગિરનાર |
2. એક્ટર | અમિતાભ |
3. પોપટ | બાદશાહ |
4. બિલાડી | સ્વીટી |
5. નદી | નર્મદા |
6. મંદિર | સોમનાથ |
મૂળ નામને ( ) માં મૂકો, પાડેલા નામને [ ] માં મૂકો :
ઉદાહરણ : મારા (ગામ)નું નામ (આણંદ) છે.
- મારી નાની બહેન)નામ [‘જિજ્ઞાસા’] રાખ્યું છે, પણ હું તેને [‘ચકુ’] કહું છું.
- દાદા જે (ઓશીકુ) વાપરે છે તેનું નામ અમે [‘દાદશિકું] પાડ્યું છે.
- મોટા (દવાખાના)નું નામ [‘ગાંધી હૉસ્પિટલ’] છે.
- મારી શાળાનું નામ [‘વિકાસ વિદ્યાલય’] છે.
- તમને ખબર છે નેહાને ક્યો (વિષય) ગમે? : [ગુજરાતી]
- સરપંચનું (ઘર) [વિજય સોસાયટી] માં છે.
તમને ગમતું હોય એવું નામ આપો :
પ્રશ્ન 1.
ઉત્તર :
કોણ / શું? | મૂળ નામ | હું આવું નામ પાડીશ. |
નાની બેન | અભિલાષા | અભુડી, નાનુની, બકુડી |
શેરીનો કૂતરો | લાલિયો | ટોમી |
ગલુડિયું | ટીકુ | શરુ |
બિલાડી | માંજરી | ભૂરી |
ગુજરાતીના શિક્ષક | ભીખાભાઈ | વિદ્યાવાન |
ભાઈબંધ / બહેનપણી | માધુરી | બબલી |
બંદર | કંડલા | શીપ સ્ટેશન |
શહેર | અમદાવાદ | કર્ણાવતી |
તમારું ગામ | સરગાસણ | લીલેરું |
ત્રીજા ધોરણનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક | કલશોર | ટહુકો |
લીટી દોરેલા શબ્દો માટે પ્રશ્નોના ઉત્તર તરીકે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
- જૂઈ પાસે એક જ ચાવી છે, જ્યારે નિવેદિતા પાસે ચાવીઓનું ઝૂમખું છે. ઝૂમખામાં કેટલી ચાવીઓ હશે? એક / સાત
- બાગમાં ઘણાં છોકરાને રમતાં જોઈ દાદા ખુશ થઈ ગયા. બાગમાં કેટલાં છોકરાં હશે? ઘણાં બધાં / એક પણ નહીં
- ભારત દેશનું લશ્કર ખૂબ જ શક્તિશાળી છે. લશ્કરમાં કેટલા સૈનિક હોય? દસ / હજારો
- મિરઝાપુરના બજારમાં લોકોની ભીડ જામી હતી. ભીડમાં કેટલા લોકો હશે? પ્રાંચ / પાંચ સો
- રામજીભાઈ ગાયોનું ધણ લઈને સવારે ખેતરે જાય છે. ખેતરમાં કેટલી ગાયો હશે? દસ-બાર કે તેથી વધારે / એક કે તેથી ઓછી.
- પક્ષીઓએ બાજરીનો ઢગલો જોયો ને આનંદમાં આવી ગયાં. ઢગલામાં કેટલી બાજરી હશે? પાંચ કાણાં / પાંચ કિલો.
આપેલા શબ્દો સમૂહ માટે છે કે એક-એક વસ્તુ, વ્યક્તિ માટે પાડેલાં નામ છે? કહો :
પ્રશ્ન 1.
આપેલા શબ્દો સમૂહ માટે છે કે એક-એક વસ્તુ, વ્યક્તિ માટે પાડેલાં નામ છે? કહો :
લૂમ, વરરાજા, જાન, દાંતનું ચોકઠું, ગાય, પુષ્પગુચ્છ, તાળું, ટ્રેન, રૂમ, થોકડી, વરઘોડો, કૂતરું, સંભા, ટોળું, છોકરી, ઝૂડો, ચકલી, ધણ, જૂથ, મયુર, ઘર
ઉત્તર :
- સમૂહ માટેના શબ્દો : ધૂમ, જાન, દાંતનું ચોકઠું, પુષ્પગુચ્છ, થોકડી, વરઘોડો, સભા, ટોળું, ઝૂડો, ધણ, જૂથ
- એક-એક વસ્તુ, વ્યક્તિ માટે પાડેલાં નામ : વરરાજા, ગાય, તાળું, ટ્રેન, રૂમ, કૂતરું, છોકરી, ચકલી, મયૂર, ઘર
અટકચાળામાં શું કરવાનું હોય? આવો જોઈએઃ ‘અટકચાળો પવન’
વાતચીત :
પ્રશ્ન 1.
તમને કઈ પંક્તિ ગાવાની સૌથી મજા આવી?
ઉત્તર :
મને નીચેની પંક્તિ ગાવાની સૌથી મજા આવી : દુનિયા આખી ઓછી પડી કે ઘર મારું ખખડાવે?
પ્રશ્ન 2.
પવન તમને કયા કયા સમયે સારો લાગે છે?
ઉત્તર :
ગરમીમાં, પતંગ ચગાવવો હોય ત્યારે મને પવન સારો લાગે છે.
પ્રશ્ન 3.
તમને કેવો પવન ગમે? કેવો પવન નથી ગમતો? કેમ?
ઉત્તર :
મને મંદમંદ વાતો પવન ગમે. મને જોરથી ફૂંકાતો પવન નથી ગમતો. મંદમંદ વાતો પવન તન-મનને તાજગી આપે. જોરથી ફૂંકાતો પવન ધૂળ ઉડાડે.
પ્રશ્ન 4.
આ કવિતામાં પવન જે કાંઈ કરે છે તે સારું લાગે તેવું છે કે તકલીફ કરે તેવું?
ઉત્તર :
આ કવિતામાં પવન જે કાંઈ કરે છે તે તકલીફ કરે તેવું છે.
પ્રશ્ન 5.
આમાં પવને શું કર્યું તેમાંથી તમને સૌથી વધારે ડર લાગ્યો?
ઉત્તર :
આમાં પવને ઝાપટ મારી દીવો ઠારી અંધારું કર્યું ત્યારે મને સૌથી ડર લાગ્યો.
પ્રશ્ન 6.
‘આ જો પવન બહુ હેરાન કરે છે.’ – એવું આપણે ક્યારે કહીએ છીએ?
ઉત્તર :
‘આ જો પવન બહુ હેરાન કરે છે.’ – એવું આપણે આપણને પવન અનુકૂળ ન હોય, આપણે હેરાન થતા હોઈએ ત્યારે કહીએ છીએ. દા. ત., દીવો કે અગ્નિ પ્રગટાવવો હોય, પતંગ ચગાવવો હોય ત્યારે.
પ્રશ્ન 7.
મમ્મી પપ્પા તમને એવું ક્યારે કહે છે કે, હવે હેરાન ન કર?
ઉત્તર :
મમ્મી પપ્પા મારી જીદથી કે તોફાનથી કંટાળી જાય ત્યારે કહે છે કે, હવે હેરાન ના કર!
પ્રશ્ન 8.
તમારે કોઈને હેરાન કરવા હોય તો તમે શું શું કરો?
ઉત્તર :
કોઈને હેરાન કરવા હોય તો હું તેને ચિડાવું, તેની કોઈ વસ્તુ છૂપાવી દઉં, તેને ખૂબ ગલીપચી કરું, તેની પાસેથી કોઈ વસ્તુ ઝૂંટવી લઉં.
પ્રશ્ન 9.
તમારા ઘરમાં સૌથી વધુ અટકચાળા કોણ કરે છે? તે શું કરે છે?
ઉત્તર :
અમારા ઘરમાં કોઈ અટકચાળા કરતું નથી.
પ્રશ્ન 10.
“મારા વર્ગનો જયેશ એટલો મસ્તીખોર છે કે, જ્યાં બધાં શાંતિથી બેઠાં હોય ત્યાં પણ તે કંઈ ને કંઈ અટકચાળા કરતો જ હોય છે, એટલે અમે તેને અટક્યાળો જયેશ‘ કહીને બોલાવીએ છીએ.” વાક્યમાં જરૂરી ફેરફાર કરીને લીટી કરેલ શબ્દોને સ્થાને તમારા મિત્ર અથવા વિદ્યાર્થીનું નામ બોલો. તેને તમે અટક્યાળો ! અટકચાળી શા માટે કહો છો? જણાવો.
મનુ બધાંની વસ્તુઓ સંતાડી દે છે.
પાયલ શિક્ષક બોર્ડમાં લખતા હોય ત્યારે ચૉક ફેંકે છે.
[નોંધ: વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.].
તેમને તો આ પ્રશ્નોના ઉત્તર ખબર જ છે. લખી નાખો ત્રણ-ત્રણના જૂથમાં સાથે મળીને :
પ્રશ્ન 1.
ઉત્તર :
ડાહ્યો પવન શું કરે? | અટકચાળો પવન શું કરે ? |
1. સુગંધ ફેલાવે | 1. ધૂળ ઉડાડે |
2. ઠંડક કરે | 2. પાંદડાં ઉડાડે |
3. હવા શુદ્ધ કરે | 3. છાપરા-પતરાં ઉડાડે |
4. થાક દૂર કરે | 4. છોડ-વૃક્ષ ધરાશાયી કરે |
5. મન પ્રફુલ્લિત કરે | 5. દીવા ઓલવે |
6. દરિયામાં સઢવાળી હોડીને સાથ આપે. | 6. વાતાવરણ અંધારા જેવું થઈ જાય |
અલ્યા, ઊભા થાવ, આવ્યું હવે ગીતડુંઃ ‘ખિસકોલીબહેન ઊયાં ………..’:
કાવ્યમાં કેટલીક ચીજવસ્તુઓ એવી છે જેમનો અવાજ સંભળાય, પણ તે દેખાય નહીં અથવા દેખાય તો અવાજ સંભળાય નહીં. ઉદાહરણ પરથી તેવી વસ્તુઓનાં નામ લખો અને યોગ્ય રીતે નિશાની કરો :
પ્રશ્ન 1.ઉત્તર :
નામ | અવાજ સંભળાય | વસ્તુ દેખાય |
1. નળિયાં | ✓ | ✓ |
2. સાંકળ | ✓ | ✓ |
3. તાળું | ✓ | ✓ |
4. પવન | ✓ | ✗ |
5. દીવો | ✗ | ✗ |
(ધ્યાન રહે: ‘પવન’ વસ્તુ કહી શકાય નહિ.)
વાક્યો સાચાં હોય તો ‘સૂ… સૂ..’ ઍવૉ અવાજ કરો. ખોટાં હોય તો ‘કુરરર …’ બૉલૉ. ખોટાં વાક્યો સુધારીને ફરીથી લખો :
- ધીમે પગલે ઘરમાં પ્રવેશતો પવન કોઈને ગમતો નથી, ફૂરરર … ધીમે પગલે ઘરમાં પ્રવેશતો પવન સૌને ગમે છે.
- પોતાના દોસ્તને મળવા માટે પવને બારણું ખખડાવ્યું. ફૂરરર …. બાળકને હેરાન કરવા માટે પવને બારણું ખખડાવ્યું.
- જોર-જોરથી ફૂંકાતા પવનથી બચવા બાળક ઘરનાં બારી-બારણાં બંધ કરી દે છે. સૂ … સૂ …
- પવનના આવવાથી વૃક્ષો ડોલવા લાગ્યાં. સૂ … સૂ …..
- પવનની બીકથી દીવો ઘૂજવા લાગ્યો. સૂ…
- પોતાના ઘર સુધી પહોંચતાં પવનને રોકવા માટે બાળક યુક્તિ વિચારે છે. ફુરરર ….. પવનથી બચવા બાળક ઘર બંધ કરે છે.
- ફક્ત બાળકને હેરાન કરવા માટે જ પવન રાત્રે ફૂંકાય છે. સૂ … સૂ …
- ડરના લીધે બાળક ઘરની છત પર સંતાઈ ગયું. ફુર22 … ડરના લીધે બાળકે ઘર બંધ કર્યું.
- પવન ક્યાંથી આવે છે તેની કોઈને કંઈ જ ખબર નથી. સૂ … સૂ …
- ઘરમાં અંધારું પવનને કારણે થાય છે. સૂ… સૂ….
સંવાદ મોટેથી વાંચો. જોડીમાં ભજવો. તે પહેલાં તમારા જોડીદાર સાથે હથેળી ઊંધી કરીને તાળી પાકો :
રાધા : શું ખખડે છે તારા ખિસ્સામાં?
જયા : તું ઓળખી કાઢે તો તારું.
રાધા : પથ્થર, ફૂકા, પૈસા .. ?
જયા ના … કચૂકા. લે ખા.
પ્રવીણ : સાપને કાન ના હોય, તો તે બીન વાગતાં કેમ ડોલે છે?
મૂકેશ : અરે, એ તો મદારી બીન ફેરવે તે જોઈજોઈ સાપ મોં ફેરવે.
મોહન : બહેન, આ રાધા મને સતાવે છે.
રાધા : ના બહેન, હું એને હેરાન નથી કરતી.
હું તો એને રમવા આવવાનું પૂછતી હતી.
ગીતડું, ગાઓ : ‘ખિસકોલીબહેન ઊઠયાં …’
ત્રણના જૂથમાં વહેંચાઈ જાઓ. આપેલ ચિત્ર જ ઉત્તર બને તેમ ઉખાણાં બનાવો :
ઉદાહરણ :
માટીમાંથી જન્મે છે. : (કોડિયું, માટલું, નળિયું)
લાલ રંગે રંગાય છે. (કોડિયું, માટલું, નળિયું)
ધરને માથે રહે છે, બોલો તે શું? (નળિયું)
અજવાળું આપે છેઃ (સૂરજ, બલ્બ, મીણબત્તી, દીવો)
ઘર ઘરમાં હોય છે. (દીવો, ટેબલ, પલંગ)
ઘી, તેલથી ચાલે છે. (બલ્બ, સાઇકલ, દીવ)
બોલો તે શું છે? (દીવો)
નાનું પણ મજબૂત છે. (તાળું, સ્ટોપર, મિજાગરું)
પિત્તળ-સ્ટીલનું બનેલું છે. (તપેલું, તાળું, માટલું)
ચાવી હોય તો ખુલે છે. (કબાટ, દરવાજો, તાળું)
બોલો તે શું છે? (તાળું)
આખી દુનિયાને ઠંડક આપે છે. (વરસાદ, વૃક્ષ, વાદળ)
પથ્થર ફેંકતાં ફળ આપે છે. (સૂરજ, ચાંદો, વૃક્ષ)
ઘર-સજાવટ માટે લાકડું આપે છે. વૃક્ષ, લોખંડ, નદી)
બોલો તે શું છે? (વૃક્ષ)
બારીઓ છે, બારણાં છે. (શાળા, દવાખાનું, ઘર)
મમ્મી રહે, પપ્પા રહે. (મંદિર, ઘર, ધર્મશાળા)
ભાઈ રહે, બહેન રહે. (બગીચો, શાળા, ઘર)
બોલો તે શું છે? (ઘર)
લાકડામાંથી બનેલું છું. ગમતા રંગે રંગેલું છું. (બારણું, રસોડું, ટેબલ)
દિવસે હું ખૂલું છું, રાત્રે બંધ થાઉં છું. મંદિર, શાળા, બારણું)
બોલો હું કોણ છું? (બારણું)
જૉડીમાં કામ કરૉ. પાઠ્યપુસ્તકના પાન નંબર 126 પરથી સળંગ પાંચથી સાત વાક્ય જોડીદારને લખાવો, સાથે મળી તપાસો :
અંશુલ જયોના પાસે ગયો. આખો વર્ગ ઊંચા જીવે અંશુલને જોઈ રહ્યો. અંશુલે જયોના પાસે જઈ પોતાનાં ખિસ્સાં ઊંધો કર્યા. તેમાંથી કશું ન નીકળ્યું. અંશુલ કહે, “મેં અત્યારે તો કાંઈ લીધું નથી. કેમ કે, હજી મંત્ર ભણવાનું પૂરું નથી થયું. જયોસ્ના, મારી વિદ્યા કહે છે કે તું પેન્સિલ ઘરે ભૂલી ગઈ છે.” [નોંધ: વિદ્યાર્થીઓએ વર્ગમાં જોડીમાં પોતાની રીતે પ્રવૃત્તિ કરવી.]
પવન કોને શું કરાવે છે? લખો. વાક્ય બનાવો :
વાક્યો :
- પવન ભીનાં કપડાંને સુકવી નાંખે છે.
- પવન વાતાવરણમાં ઠંડક પ્રસરાવે છે.
- પવન ધૂળ ઉડાડે છે.
- જોરથી વાતો પવન ઝાડ પાડી નાંખે છે.
- પવન ફૂંકાવાથી દીવો ઓલવાઈ જાય છે, તેથી ઘરમાં અંધારું થઈ જાય છે.
- ઠંડો પવન માણસોને થથરાવે છે.
પ્રશ્નોના ઉત્તર લખો
પ્રશ્ન 1.
રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને પવન વિશે શું વિચાર આવે છે?
ઉત્તર :
રાત્રે ઘર બંધ કરતી વખતે બાળકને વિચાર આવે છે કે એવું તે શું થાય છે કે રાત પડે ને પવન સૂ… સૂ… કરતો ફૂંકાય છે.
પ્રશ્ન 2.
પવન ઘરની અંદર કયા અટકચાળા કરે છે?
ઉત્તર :
પવન બંધ ઘરની સાંકળ ખખડાવે છે, બંધ ઘરનું તાળું ખખડાવે છે. તે નાનકડા દીવાને થથરાવે છે.
પ્રશ્ન 3.
પવન ઘરની બહાર કયા અટકચાળા કરે છે?
ઉત્તર :
પવન ઘરની બહાર ઝાડોને ડોલાવી મૂકે છે, નળિયાંને ખખડાવે છે.
પ્રશ્ન 4.
કેમ પવનને વારુ !’ એવું કવિ પૂછે છે, તેમને યુક્તિ બતાવો.
ઉત્તર :
‘કેમ પવનને વારું !’ એવું કવિ પૂછે છે. કુદરતી ઘટનાને રોકી શકાય નહિ, તેને અનુકૂળ અગમચેતી રાખવી, થોડી સાવધાની રાખવી.
બાળક પવનથી કંટાળીને જે કહે છે તે સરસ રીતે કહી બતાવો, પછી એ લખી લો :
અરે ! ફરી પાછી આ આફત શરુ. કોણ જાણે ક્યાંથી આ સુ … સૂ… કરતો પવન ફૂંકાય છે ! તેના ત્રાસથી હું તો થાકી ગયો, કેટાળી ગયો. ઘર બંધ કરું તો ઘરની સાંકળ ખખડાવે, ઘરનું તાળું ખખડાવે ! અરે ! દીવો પણ ઓલવી નાંખે ! મારે અંધારામાં કરવું શું ! ઘરમાં રહેવાય નહિ, બહાર જવાય નહિ.
બહાર પણ આફત ! આ પવન તો વૃક્ષો ડોલાવી મૂકે અને ઘરનાં નળિયાં પણ ખખડાવે ! અરે, પવનભાઈ ! શું તમને આખી દુનિયામાં મને જ હેરાન કરવાનું ગમે છે? જા, ભાઈ જા, બીજો ક્યાંક જા !
આખી વાત ફરિયાદ તરીકે વર્ગમાં / જૂથમાં રજૂ કરવાની છે, પહેલાં ઍ લખી લો :
અરે ! આ અટકચાળા પવનિયાથી તો હું હેરાન થઈ ગઈ છે. એ તોફાની રોજ રાતે સૂ … સૂ .. કરતો દોડી આવે છે. ઘર બંધ કરું તો ઘરની સાંકળ ખખડાવે છે, તાળું ખખડાવે છે. એની ઝાપટથી દીવો ઓલવાઈ જાય છે. ઘરનાં નળિયાં ખખડાવે છે. અરે, વૃક્ષો ડોલાવી નાખે છે ! હવે મારે કરવું શું?
વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો
મંકોડો કહે, “ફળફૂલ કાંઈ પંખીડાંનાં એકલાંનાં જ છે? આપણાં પણ છે.” મંકોડી કહે, “સાચી વાત ! આપણા મંકોડાંનેય રસ ભાવે જ છે.” ચાલો છોકરાં, મારી પાછળ. કહેતાં મંકોડો તો ચડ્યો આમલીની ડાળે. તે દિવસે મંકોડું ત્રણ, મંકોડું બાર અને મંકોડું બાવીસ પેટ ફાટી જાય એટલો રસ પીધો. અને બાકીનાં મંકોડાં? એ બિચારાં આમલી ખાવા આવેલા છોકરાના પગ તળે …
આમલીની ડાળે સૌથી પહેલાં કોણ ચઢયું ? મંકોડો
પરિવારના સભ્યોનાં નામ લખો :
- મંકોડા : મકોડો, મંકોડી, મંકોડું
- છોકરાં છોકરી, છોકરી, છોકરું
ઓળખ લખો : બિચારો મંકોડો
- બિચારી મંકોડી, બિચારું મંકોડું, બિચારાં મંકોડાં
- તોફાની છોકરું, તોફાની છોકરી, તોફાની છોકરાં
ખોટો વિકલ્પ છેકો : મંકોડો બોલી / બોલ્યો, “ચાલો મારી પાછળ,” બધાં મંકોડાં આમલીએ ચહેર્યો / ચડ્યા / ચડ્યાં.
હસો :
- સંતા : હું વીસ વર્ષથી એકની એક વાત જોઉં છું.
- બંતા : એ શું?
- સંતા : જ્યારે ફાટક બંધ હોય છે ત્યારે જ ટ્રેન આવે છે.
લગભગ સરખા
- કંપળ – નવું ફૂટતું પાંદડું
- કેવળ – ફક્ત;
- લોહીલુહાણ – લોહીના રેલાથી ખરડાઈ ગયેલું;
- બચકું- કડવું તે;
- વાઢ – શેરડીનું ખેતર કે વાવેતર;
- ચિચોડો – શેરડીનું કોલું, ગોળ બનાવવા વપરાતું સાધન;
- બળતણ – બાળવા માટેની સામગ્રી;
- કૂચા – (અહીં) શેરડીમાંથી રસ કાઢ્યા પછી જે વધે તે.
[નોંધ: વિદ્યાર્થીઓએ લગભગ સરખા (શબ્દાર્થ) તૈયાર કરવા અને તેનો વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં.]
Std 4 Gujarati Textbook Solutions Chapter 5 પવન ખિજાય, તો ગોળ ઝાપટો Additional Important Questions and Answers
વિશેષ પ્રૉત્તર
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
મિજુભાઈ શાના માટે રિસાયા?
ઉત્તર :
મિર્જુભાઈ ગોળ માટે રિસાયા.
પ્રશ્ન 2.
રામજીબાપાના ખેતરમાં શું જોઈને મિર્જુભાઈ ખુશ ખુશ થઈને નાચવા લાગ્યા?
ઉત્તર :
રામજીબાપાના ખેતરમાં ગોળના રવાના થપ્પથપ્પા જોઈને મિર્જુભાઈ ખુશ ખુશ થઈને નાચવા લાગ્યા.
પ્રશ્ન 3.
રામજીબાપાએ કઈ શરતે મિજુને પોતાની પાસે રહેવા કહ્યું?
ઉત્તરઃ
રામજીબાપાએ પોતાની સાથે કામ કરવાની શરતે મિર્જુને પોતાની પાસે રહેવા કહ્યું.
પ્રશ્ન 4.
મિજુભાઈ કામ કરતાં કરતાં શું ગાતા હતા?
ઉત્તર :
મિટુભાઈ કામ કરતાં કરતાં ગાતા હતા –
ચિ … ચ … ડૂ … ક, ચિ… … ટૂં… ક
ધ … હું … હું … લ, ધ … હું … હું … લ.
પ્રશ્ન 5.
કેટલાક મજૂરો ભટ્ટામાં શું નાખતા હતા?
ઉત્તર :
કેટલાક મજૂરો તડકે સૂકાયેલા શેરડીના કૂચા ટોપલામાં ભરીને ભત્રામાં નાખતા હતા.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
મિટુભાઈ શું હતા? તે કોના દીકરા હતા?
ઉત્તર :
મિર્જુભાઈ મકોડો હતા. તે મંકોડીબહેન મંછીના દીકરા હતા.
પ્રશ્ન 2.
મિજુભાઈ સ્વભાવે કેવા હતા? રીસ ચડે ત્યારે તે શું કરતા?
ઉત્તર :
મિર્જુભાઈ સ્વભાવે રીસવાળા, હઠીલા અને ગુસ્સાવાળા હતા. રીસ ચડે ત્યારે તે પોતાની જ પૂંઠ ઉપર બચકું ભરતા અને મોટો ભેંકડો તાણીને જોરજોરથી રડતા.
પ્રશ્ન 3.
શેરડીમાંથી ગોળ કેવી રીતે બને છે?
ઉત્તર :
શેરડીના સાંઠામાંથી રસ નીકળે. આ રસ મોટા તાવડામાં ઠાલવવામાં આવે, ભઠ્ઠો સળગાવવામાં આવે. રસને મોટા તવેથા વડે હલાવવામાં આવે. રસ ઊકળે, ફીણ થાય તેને કાઢી નાખવામાં આવે. લસલસતો ગોળ નાની-મોટી ડોલોમાં ઠલવાય. આ રીતે શેરડીમાંથી ગોળ બને.
નીચેનાં વિધાનોમાંથી ખરાં વિધાનો સામે [✓] ની અને ખોટાં વિધાનો સામે [✗] ની નિશાની કરો :
- મિન્દુ મંછીબહેનનો દીકરો હતો. [✓]
- મિર્જુભાઈ ધોળા હતા. [✗]
- મિન્દુભાઈને રીસ ચડે ત્યારે ઘરમાંથી જતા રહેતા. [✗]
- ડીકાકીએ મિન્ને થોડો ગોળ આપ્યો. [✗]
- મંછીબહેન મિર્જુને રામજીબાપાના ખેતરે લઈ ગયાં. [✓]
- ચાર દિવસમાં મંકોડાભાઈ ગોળ બનાવતાં શીખી યા. [✓]
કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
પ્રશ્ન 1.
- મિદ્ ……………. હતો. (કીડી, મંકોડો)
- ……………… ચિચડૂક ચિચડૂક બોલે. (હચકો, ચિચોડો)
- ગોળ ………… માંથી બને. (કપાસ, શેરડી)
- શેરડીના કૂચાનો ………… માટે ઉપયોગ થાય, (બળતણ, કાપડ)
- કારીગર શેરડીના રસને ………… વડે હલાવતા. (લાકડી, તવેથા)
ઉત્તર :
- મંકોડો
- ચિચોડો
- શેરડી
- બળતણ
- તથા
નીચેના શબ્દોનું એક વસ્તુ કે વ્યક્તિ અને સમૂહમાં વર્ગીકરણ કરો :
પ્રશ્ન 1.
નીચેના શબ્દોનું એક વસ્તુ કે વ્યક્તિ અને સમૂહમાં વર્ગીકરણ કરો :
યેળું, શિક્ષક, લશ્કર, સૈનિક, ઢગલો, ડોલ, સરઘસ, ડઝન, પેન્સિલ, ભારો, છોકરી, ખુરશી, પુસ્તક, સોસાયટી
ઉત્તર :
એક વસ્તુ જે વ્યક્તિ | સમૂહું |
શિક્ષક, સૈનિક, ડોલ, પેન્સિલ, છોકરી, ખુરશી, પુસ્તક | ટોળું, લશ્કર, ઢગલો, સરઘસ, ડઝન, ભારો, સોસાયટી |
સાચી જોડણીવાળો શબ્દ સામે લખો :
પ્રશ્ન 1.
- ખિસકોલી / ખીશ કોલી – …………
- સાક / શાક – …………
- લીલોછમ / લીલોસમ – …………
- ચિચોડો / ચીરોઠો – …………
- સેરડી / શેરડી – …………
- સુગંધ / શુગંદ – …………
- મીત્ર / મિત્ર – …………
- ખૂસ / ખુશ – …………
- વિજળી / વીજળી – …………
- સાંઠા / શાઢા – …………
ઉત્તર :
- ખિસકોલી
- શાક
- લીલોછમ
- ચિચોડો
- શેરડી
- સુગંધ
- મિત્ર
- ખુશ
- વીજળી
- સાંઠાx