Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 7 ખોટો જાદુ, ખોટો બાવો? Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 4 Gujarati Textbook Solutions Chapter 7 ખોટો જાદુ, ખોટો બાવો?
Class 4 Gujarati Textbook Solutions Chapter 7 ખોટો જાદુ, ખોટો બાવો? Textbook Questions and Answers
ચાલો, ગાઈએ ગીતડું
થોડું હસો ને ! ચિત્રો જુઓ અને હસતાં હસતાં પ્રશ્નોના ઉત્તર આપો
પ્રશ્ન 1.
આ ચિત્રમાં તમને સૌથી વધુ શું ગમ્યું?
ઉત્તર :
આ ચિત્રમાં મને બાળાનું હાસ્ય સૌથી વધુ ગમ્યું.
પ્રશ્ન 2.
કોણ કોણ ખુશ દેખાય છે?
ઉત્તર :
સૂરજ, વાદળાં, ફૂલ, પતંગિયાં, પક્ષી, બિલાડી અને વૃક્ષો ખુશ દેખાય છે.
પ્રશ્ન 3.
આ ચિત્ર કયા સમયનું હોય એવું લાગે છે?
ઉત્તર :
આ ચિત્ર સવારના સમયનું હોય એવું લાગે છે.
પ્રશ્ન 4.
પતંગિયાં ઊડીને ક્યાં જશે?
ઉત્તર :
પતંગિયાં ઊડીને ફૂલ ઉપર જશે.
પ્રશ્ન 5.
આ છોકરી અને બિલાડીનાં નામ પાડો.
ઉત્તર :
છોકરીનું નામ રીંકુ અને બિલાડીનું નામ પીંકી.
પ્રશ્ન 6.
ઉપરનાં સ્માઇલી જોતાં તમને કોણ યાદ આવ્યું? કેમ?
ઉત્તર :
ઉપરનાં સ્માઇલી જોતાં મને મારો ભાઈ યાદ આવ્યો. તે નકામા કાગળોમાં આવાં બધાં સ્માઇલી દોય કરે છે.
‘ચિત્ર’ શબ્દનો ઍક જ વાર ઉપયોગ કરીને ચિત્ર વિશે લખો :
આ વર્ગખંડ છે. તેમાં એક બારણું છે. એક બારી છે. બુલેટિન બૉર્ડ પર ચિત્ર અને કંઈક લખાણ ચોંટાડેલાં છે. વર્ગખંડમાં નવ બૅન્ચ છે. દરેક બૅન્ચ પર બે બાળકો છે. વર્ગખંડમાં કુલ અઢાર બાળકો બેઠું છે. એક બાળક જાદુનો ખેલ બતાવતો જણાય છે.
તમને નવા નવા વેશ ભજવવા ગમે? અહીંયાં કોણે કયો વેશ ભજવ્યો તે સાંભળો, ગાઓ, સમજો અને ભજવો ?
[નોંધ: પ. પુ. પાન નંબર 122 પરનું ગત ‘બમ બમ બોલા’ સાંભળો, ગાઓ, સમજો અને ભજવો.]
વાતચીત :
પ્રશ્ન 1.
તમને આ ગીત સાંભળતાં જ્યારે ક્યારે મજા પડી?
ઉત્તર :
મને આ ગીત સાંભળતાં ખાખી બાવો જ્યારે બોલે છે, ‘બમ બમ ભોલા…’ અને બા આજીજી કરતી બોલે છે, ‘ચીપિયો ના ખખડાવો…’ ત્યારે ત્યારે મજા પડી.
પ્રશ્ન 2.
તમારે ત્યાં માગવા આવનારને મમ્મી પપ્પા શું શું આપે છે?
ઉત્તર :
મારે ત્યાં માગવા આવનારને મમ્મી લોટ, પૈસા, જૂનાં કપડાં આપે છે. કોઈકવાર ભોજન પણ કરાવે છે.
પ્રશ્ન 3.
બાવો કોને કહેવાય?
ઉત્તર :
જે કુટુંબ છોડીને સાધુનો વેશ લઈ ભિક્ષા પર જ પોતાનું ગુજરાન ચલાવે છે તેને બાવો કહેવાય.
પ્રશ્ન 4.
ભિખારીને બાવાને ભીખ / વસ્તુઓ આપવી જોઈએ? શા માટે?
ઉત્તર :
ભિખારીને / બાવાને બરાબર ઓળખીને ભીખ / વસ્તુઓ આપવી જોઈએ. તેઓ ભિક્ષા પર જ નભતા હોય છે, ઢોંગીને નહિ.
પ્રશ્ન 5.
તમારા ગામમાં ભિક્ષા કે જમવાનું માગવા કોણ કોણ આવે છે? ક્યારે ?
ઉત્તર :
અમારા ગામમાં વાર-તહેવારે તેમજ સામાજિક પ્રસંગે ભિક્ષા કે જમવાનું માગવા આજુબાજુમાં રહેતાં ગરીબ, ભૂખ્યાં લોકો આવે છે.
પ્રશ્ન 6.
ભિક્ષા માગવા આવતાં સાધુ, બાવા કે ફકીરનો પહેરવેશ કેવો હોય છે?
ઉત્તર :
ભિક્ષા માગવા આવતાં સાધુ, બાવા કે ફકીર લાંબો ભગવો ઝભ્ભો અને ભગવા રંગની લુંગી પહેરતા હોય છે.
પ્રશ્ન 7.
તમને બાવાની બીક લાગે કે બાવીની? કેમ?
ઉત્તર :
મને બાવાની કે બાવીની બીક લાગતી નથી, કારણ કે હું બહાદુર છું.
પ્રશ્ન 8.
બાવા અને ફકીર ભિક્ષા માગવા આવે ત્યારે કેવું કેવું બોલે છે?
ઉત્તર :
બાવા અને ફકીર ભિક્ષા માગવા આવે ત્યારે નીચે જણાવ્યા પ્રમાણે બોલે છે :
- “બચ્ચા, કુછ દે દે… તેરા કલ્યાણ હો જાયેગા.”
- “અલખ નિરંજન… બાબા કો કુછ દે દે.”
પ્રશ્ન 9.
તમને આ ગીતમાંથી કયા શબ્દો અને વાક્યો યાદ રહ્યાં તે બોલો.
ઉત્તરઃ
મને નીચેનાં વાક્યો યાદ રહ્યાં :
- બમ બમ ભોલા અલખ નિરંજન હું છું ખાખી બાવો!
- “અચ્છા મૈયા હમ ચલતે હૈ”
- “ચીપિયો ના ખખડાવો…”
[નોંધઃ વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]
આપેલાં વાક્યો જેવો અર્થ ધરાવતી પંકિત ગીતમાંથી શોધીને બાજુમાં લખો
- મને ડરાવશો નહીં. મુજને ના બિવડાવો!
- મમ્મીએ વિનંતી કરતાં કહ્યું. બા બોલી આજીજી કરતી
- મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને બા બેઠી’તી રસોઈ કરવા લઈ એ પળનો લહાવો
- કપડાં બદલી પહેલાં જેવો જ થઈને વેશ હટાવી થઈને ડાહ્યો
- મારે ગળી વસ્તુઓ જોઈતી નથી નહીં મીઠાઈમાવો
‘બમ બમ ભોલા’ કવિતાની વાર્તા બનાવો અને કહો :
પ્રશ્ન 1.
બમ બમ ભોલા’ કવિતાની વાર્તા બનાવો અને કહો :
ઉત્તર :
બા રસોઈ કરવા બેઠી હતી. બચુ એ ક્ષણનો લાભ લઈ, માથે જટા બનાવી, શરીરે ભસ્મ લગાવી અને બાવો બની ગયો. તે બા આગળ જઈને બોલ્યો, “બમ બમ ભોલા, અલખ નિરંજન, હું ખાખી બાવો છું. હે મૈયા! તમારી પાસે ભિક્ષા માટે આવ્યો છું. ચપટી આટો લાવો.” – “હું તો વૈરાગી સાધુ છું. મારે મીઠાઈ-માવો નહીં, પણ સાદુ ભોજન – ખીચડી અને આટો – જોઈએ.”
“મારે કપડાં કે પૈસા કંઈ જ જોઈતું નથી, મારે કોઈ ભેટ કે બક્ષિસ પણ જોઈતી નથી. અમે તો મનમોજી. અમારે ગિરધર(શ્રીકૃષ્ણ)નો જ મહિમા ગાવો છે.”
બા આજીજી કરતાં બોલી, “હે બાવાજી ! તમે ચીપિયો ના ખખડાવો. અત્યારે ઘરમાં કોઈ નથી, મને બિવડાવો નહિ.” અચ્છા મૈયા! હમ ચલતે હૈ!” એવું કહીને બાવો ચાલ્યો. થોડી જ વારમાં બાવાજીનો વેશ દૂર કરી, ડાહ્યોડમરો બનીને બચુ આવ્યો અને બોલ્યો, “બા, હું જ બન્યો તો બાવો !”
કવિતાના આધારે સંવાદ પૂર્ણ કરો અને તમારા મિત્રો સામે ભજવો.
(મમ્મી રસોઈ કરતી હતી એ તકનો લાભ લઈને એમનું બાળક છાનુંમાનું ભભૂત લગાવે તથા જટા બાંધે છે. સાધુ જેવાં કપડાં પહેરે છે. પછી ઘરના દરવાજે જઈ ચીપિયો ખખડાવે છે.)
- ખાખી બાવો : બમ બમ ભોલા. અલખ નિરંજન છે માતાજી! ભિક્ષામ્ દેહી મૈયા
- મમ્મી : ઊભા રો મહારાજ, રોટલી શાક આપું?
- ખાખી બાવોઃ હે મૈયા, અમારે એવી રસોઈ કે મીઠાઈમાવો ખપે નહિ.
- મમ્મી : તો મહારાજ, કોઈ કપડાં લત્તાં !
- ખાખી બાવોઃ હે માતે ! અમારે કોઈ વસ્તુ જોઈતી નથી માત્ર લોટ આપો. ચોખા આપો. પૈસા, કપડાં કંઈ ન જોઈએ. બમબમ ભોલે! અલખ નિરંજન
- મમ્મી : (બંને કાન પર હાથ મૂકીને) મહારાજ ! મહેરબાની કરીને ચીપિયો ન ખખડાવશો. હમણાં ઘરમાં કોઈ નથી. મને ના બિવડાવો.
- ખાખી બાવો : સુખી રહો ! તેરા કલ્યાણ હો મૈયા! (બાવો બહાર જાય છે.)
- મમ્મી : હાશ ! ગયા. લાવ, દરવાજો બંધ કરી દેવા દે!
- બાળક : (હાથમાં જય લઈ, મોં લૂછતાં લૂછતાં) હેય મોમ! જોયું? હું જ તો બન્યો’તો બાવો.
વાંચો અને સમજો.
ભિક્ષા : દાન
- શિષ્યો આશ્રમમાં રહેતા અને ભિક્ષામાં મળેલું ભોજન આરોગતા.
- કર્ણ પાસે ભિક્ષા માંગવા આવેલ કોઈ ખાલી હાથે પાછું જતું નહિ.
આજીજી: વિનંતી, સવિનય પ્રાર્થના
- દર્દી પોતાનો રોગ મટાડવા ડૉક્ટરને આજીજી કરવા લાગ્યો.
- બાળકોએ પરીને આજીજી કરી કે અમને રાક્ષસથી બચાવો.
વેશ: દેખાવ
- જન્મદિવસે મીનાક્ષી પરી જેવો વેશ પહેરીને નિશાળમાં આવી.
- ફેન્સી ડ્રેસની સ્પર્ધામાં મેં સૈનિકનો વેશ કાઢેલો.
નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો એ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લખો:
(આટો, સરપાવ, વેશ, આજીજી, ભિક્ષા)
- પપ્પાએ તમારો કાન જોરથી ખેંચ્યો. પછી મેં આજીજી કરીને મારી ભૂલ સ્વીકારી.
- તમે બીજા ગામમાં ખોવાઈ ગયા છો. ત્યાં ખાવાનું મળતું નથી, તમને ખૂબ જ ભુખ લાગી છે. હું ભિક્ષા માગીશ.
- તમારા ઘરની પાછળ કીડીનું દર (કીડિયારું) છે. ત્યાં આયથી કીડિયારું પૂરીશ.
- પ્રજાસત્તાક દિને તમે નાટકમાં ગાંધીજી બન્યા છો. હું ગાંધીજીનો વેશ ધારણ કરીશ.
- નાટકમાં સરસ કામ કરવાને કારણે તમને ઇનામ મળવાનું છે. સરપાવથી હું રાજી થઈશ.
હવે તો ગીત તમને બરાબર યાદ રહી ગયું હશે. એકવાર ફરીથી ગાઓ સાચો ઉત્તર પસંદ કરી સામે ✓ ની નિશાની કરો :
પ્રશ્ન 1.
બાવો કોણ બન્યું?
1. નિરંજન
2. બચુ છે
3. અલખ
4. કવિ
ઉત્તર :
2. બચુ છે [✓]
પ્રશ્ન 2.
બચુ બાવો ક્યારે બન્યો?
1. રાત્રે
2. બપોરે
3. રસોઈ વેળાએ
4. રવિવારે
ઉત્તર :
3. રસોઈ વેળાએ [✓]
પ્રશ્ન 3.
બચુએ બાવો બનવા શું શું કર્યું?
1. તપ કર્યું
2. ઘર છોડી દીધું
3. જટા બનાવી, ભભૂત લગાવી
4. ટકોમંડો કરાવ્યો
ઉત્તર :
3. જટા બનાવી, ભભૂત લગાવી [✓]
પ્રશ્ન 4.
બાવો શું લેવાની ના પાડે છે?
1. સાદું ભોજન
2. પૈસા-કપડાં છે
3. ખીચડી
4. આટો
ઉત્તર :
2. પૈસા-કપડાં છે [✓]
પ્રશ્ન 5.
બાવો કેમ જતો રહ્યો?
1. સાદું ભોજન મળી ગયું એટલે
2. બા ડરી ગઈ એટલે
3. પૈસા આપવાની ના પાડી એટલે
4. બાએ વિનંતી કરી એટલે
ઉત્તર :
2. બા ડરી ગઈ એટલે [✓]
પ્રશ્ન 6.
મમ્મીને ક્યારે નવાઈ લાગી હશે?
1. બચુડાને બાવા તરીકે જોઈને
2. બાવાને બચુડા તરીકે જોઈને
3. બચુડાને ઘરમાં ન જોઈને
4. બાવાને ઘરમાં જોઈને
ઉત્તર :
2. બાવાને બચુડા તરીકે જોઈને [✓]
આ વાકયો મોટેથી બોલી બતાવોઃ
- બમ બમ ભોલા, અલખ નિરંજન!
- અચ્છા મૈયા, હમ ચલતે હૈ!
- હું જ બન્યો’તો બાવો!
- મુજને ના બીવડાવો!
ગીતડું ગાઈશુંને ફરીથી? ‘અંતર મંતર જંતર ..’
અહીં પહોંચતા સુધીમાં આ એકમમાં જાદુની વાત આવી હતી? કહો, તે પછી ‘આવ-જાની વાત ‘આવ, આવ’ – ‘જા, જા” પાઠ સાંભળો, વાંચો.
[નોંધઃ વિદ્યાર્થીઓએ પાઠ સાંભળવો, વાંચવો.]
વાતચીત :
પ્રશ્ન 1.
તમને કયો જાદુ સૌથી વધુ ગમ્યો?
ઉત્તરઃ
મને જામફળ, રબર, ચાવી ખસ્યાં, તે જાદુ સૌથી – વધુ ગમ્યો.
પ્રશ્ન 2.
આ પહેલાં તમે કયા કયા જાદુ જોયા છે?
ઉત્તર :
આ પહેલાં મેં ઘણા જાદુ જોયા છે. કેટલાક નીચે પ્રમાણે છે :
- ખાલી બૉક્સમાંથી પુષ્પગુચ્છ નીકળવું.
- મજબૂત પેટીમાં પૂરેલા માણસને બહારથી આવતો જોવો.
પ્રશ્ન 3.
હવે તમને કોઈ જાદુ બતાવે ત્યારે શું વિચાર આવશે?
ઉત્તર :
હવે મને કોઈ જાદુ બતાવે ત્યારે હું તેને કરામત અને ચાલાકી સમજીશ, જાદુ કે ચમત્કાર નહીં.
પ્રશ્ન 4.
જાદુ કે ચમત્કાર હોય?
ઉત્તર :
જાદુ કે ચમત્કાર હોય નહિ.
પ્રશ્ન 5.
હવે તમે જાદુ કે ચમત્કારમાં માનશો? શા માટે?
ઉત્તર :
હવે હું જાદુ કે ચમત્કારમાં માનીશ નહિ, કારણ કે આ પાઠમાં જાણવા મળ્યું તેમ તેમાં કોઈ જાદુ કે ચમત્કાર હોતો નથી.
પ્રશ્ન 6.
તમે જાદુ કે ચમત્કારથી કોઈ વખત છેતરાયા છો?
ઉત્તર :
ના, હું ક્યારેય જાદુ કે ચમત્કારથી છેતરાયો છેતરાઈ નથી.
પ્રશ્ન 7.
આવું બધું જોતી વખતે આપણે કેમ છેતરાઈ જઈએ છીએ?
ઉત્તર :
આવું બધું જોતી વખતે આપણે છેતરાઈ જઈએ છીએ, કારણ કે આપણને તેમાં રહેલી ચાલાકીનો ! કરામતનો ખ્યાલ આવતો નથી.
પ્રશ્ન 8.
જાદુગરની ચાલાકી પકડવી હોય તો શું કરવું પડે?
ઉત્તર :
જાદુગરની ચાલાકી પકડવી હોય તો આપણે કહીએ તે કરી બતાવવા તેને જણાવવું જોઈએ, જેમ કે, મારા હાથમાંની પેન્સિલની પેન બનાવી આપો.
પ્રશ્ન 9.
આ પાઠમાં આપેલા જાદુઓમાં કઈ કઈ યુક્તિઓ / ટ્રિક હતી?
ઉત્તરઃ
આ પાઠમાં આપેલા જાદુઓમાં નીચે પ્રમાણેની ટ્રીક હતી :
- બંગડીને એક છેડે સફેદ દોરો બાંધેલો હતો. બીજે છેડે ધોળું ઇલેસ્ટિક, સફેદ દુપટ્ટા પર હોવાથી તે દેખાતાં ન હતાં.
- ‘ઘકણ’ના જાદુમાં છરી પર કપાસના જીંડવાનો રસ લગાડેલો હતો.
- માતાજીનાં પગલાં પાડતાં જાદુમાં દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો અને પગના તળિયે હળદરનો લેપ કર્યો હતો.
નોંધ: વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]
પાઠના આધારે વિધાનો સાચાં હોય તો ‘વિદ્યા’ અને ખોટાં હોય તો ‘જાદુ’ લખો :
- [જાદુ] લાકડીમાં ફસાયેલું ઇલેસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું.
- [જાદુ] તૃપ્તિને સફેદ રંગ ગમતો હોવાથી તે સફેદ દુપટ્ટો લાવી હતી.
- [જાદુ] તૃપ્તિ અને અંશુલ ચમત્કારિક શક્તિવાળાં હતાં.
- [જાદુ] તૃપ્તિ અને અંશુલ ખરેખર જાદુઈ મંત્ર જાણતાં હતાં.
- [જાદુ] તૃપ્તિ દુપટ્ટાને ચૂનાના પાણીમાં બોળીને લાવી હતી.
એક… બે… ત્રણ … ગીતવા માટે તૈયાર … ? ‘અંતર મંતર જંતર ..’
‘આવ, આવ’ – ‘જા, જા’ પાઠમાં એકવાર પગલાં પાડી આવો પછી પ્રસ્નોના ઉત્તર લખો:
[નોંધ: વિદ્યાર્થીઓએ પાઠ વાંચવો.]
પ્રશ્ન 1.
ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ શા માટે વાતો કરતો હતો?
ઉત્તર :
ટેબલ પર દુપટ્ટો પાથરતી વખતે અંશુલ વાતો કરતો હતો, કારણ કે તે વખતે તૃપ્તિએ પેલા ઇલેસ્ટિકને ટેબલ પરની ખીલીમાં ફસાવી દેવાનું હતું, જેની કોઈને ખબર ના પડે.
પ્રશ્ન 2.
વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા માટે તૃપ્તિ “આવ, આવ” કે “જા, જા” ન બોલી હોત તો શો ફેર પડ્યો હોત?
ઉત્તર :
વસ્તુને પોતાની તરફ બોલાવવા અને પાછી મોકલવા માટે તૃપ્તિ “આવ, આવ” કે “જા, જા” ના બોલી હોત તો જાદુ જેવું લાગ્યું ના હોત.
પ્રશ્ન 3.
તૃપ્તિ મંત્ર શા માટે બોલી હશે?
ઉત્તર :
પોતે જાદુની વિદ્યા જાણે છે તેવું સાબિત કરવા માટે તૃપ્તિ મંત્ર બોલી હશે.
પ્રશ્ન 4.
તૃપ્તિએ શું ન કર્યું હોત તો ડાકણ ન કપાઈ હોત?
ઉત્તર :
તૃપ્તિએ કપાસના જીંડવાનો રસ છરી પર લગાવ્યો ના હોત તો ડાકણ ન કપાઈ હોત.
પ્રશ્ન 5.
લીંબુમાંથી લોહી / લાલ પ્રવાહી શા માટે નીકળે
ઉત્તર :
લીંબુને કાપતાં કપાસના જીંડવાનો રસ લીંબુના રસ સાથે ભળી જાય છે, તેથી લીંબુમાંથી લોહી / લાલ પ્રવાહી નીકળે છે.
પ્રશ્ન 6.
ડાકણ કપાઈ ત્યારે ચીસ કોણે પાડી હશે?
ઉત્તર :
ડાકણ કપાઈ ત્યારે ડાકણથી ડરતાં હોય અને જે ચમત્કારમાં માનતાં હોય તેઓએ ચીસ પાડી હશે.
પ્રશ્ન 7.
દુપટ્ટા પર કંકુ જેવા રંગનાં પગલાં શા માટે પડ્યાં?
ઉત્તર :
દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો. તૃપ્તિએ પોતાના પગના તળિયે હળદરનો લેપ કર્યો. પછી તેણે દુપટ્ટા પર ચાલવાનું શરૂ કર્યું. હળદર અને ચૂનાનો ઝીણો ભૂકો ભેગો થતાં તેનો રંગ કંકુ જેવો થઈ ગયો. આથી દુપટ્ટા પર કંકુ જેવા રંગનાં પગલાં પડ્યાં.
પ્રશ્ન 8.
કમુએ તાળીઓ શા માટે પાડી?
ઉત્તર :
દુપટ્ટા પર મયૂર, નફીસા અને સાગરે પગલાં પાડ્યાં. તે જોઈને આખા વર્ગે તાળીઓ પાડી તેથી કમુએ પણ તાળીઓ પાડી ને પછી પગલાં પણ !
સમાન અર્થ ધરાવતાં વાક્યો પાઠમાંથી શોધીને લખો :
1. જામફળ અને બંગડી તૃપ્તિથી વિરુદ્ધ દિશામાં જવા લાગ્યાં.
પાઠનું વાક્ય : જામફળ અને બંગડી સટાક કરતાં સામે છેડે પહોંચી ગયાં.
2. ઓઢણી સરખી કરવાનો ડોળ કરતાં તેણે ઇલૅસ્ટિકને ખીલીમાં ભેરવ્યું હતું.
પાઠનું વાક્યઃ તે દુપટ્ટા ઉપર પોતાનો હાથ ફેરવતી હતી.
3. ખીલીમાં ભેરવેલું ઈલેસ્ટિક બંગડીને આકર્ષતું હતું.
પાઠનું વાક્ય ખીલીમાં ફસાયેલું ઇલૅસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું.
4. વસ્તુઓ ખરેખર (સાચેસાચ) ખસી, પણ ચમત્કારથી નહીં.
પાઠનું વાક્ય : જામફળ, રબર અને ચાવી ખસ્યાં તે સાચું, પણ તે કોઈ જાદુ નથી.
5. તૃપ્તિની સખીઓ આશ્ચર્યચકિત થઈ ગઈ.
પાઠનું વાક્ય : ઓ મા! ડાણ મરી ગઈ?
6. એ ચૂંદડી પર ચાલી અને ખુશી પણ વ્યક્ત કરી.
પાઠનું વાક્ય : કમુએ પણ તાળીઓ પાડી ને પછી પગલાં પણ !
‘અંતર મંતર જંતર ….’ કરી લઈએ ફરી એકવાર?
અહીં ત્રણેય જાદુની ક્રિયાઓ ભેગી થઈ ગઈ છે તેમને છૂટી પાડી જુદાં જુદાં ખાનાંમાં લખો, પછી એના ક્રમ લખો. આ જાદુ કરવા માટે જરૂરી વસ્તુઓની નીચે લીટી કરો.
દુપટ્ટા પર સફેદ બંગડી મુકવી, કપાસના જીડવાનો રસ ચપ્પ પર લગાવવો. પગના તળિયે હળદર ઘસવી, ચૂનાના ઝીણા ભુકાને દુપટ્ટા (ઓઢણી) પર છાંટવો, ચપ્પ લેવું, લાલ રંગનું પ્રવાહી ટપકવું, કંકુ જેવાં પગલાં પડવાં, બંગડી અને રબરનું ખસવું, જમીન પર દુપટ્ટો પાથરવો, ઇલૅસ્ટિકને ખીલીમાં ફસાવવું, દુશ્મ પર ચાલવું, એક લીંબુ લેવું, ટેબલ પર દુપટ્ટો પાથરવો.
પ્રશ્ન 1. ઉત્તર :
કાપો ડાકણ | ‘આવ, આવ’ – ‘જા, જા’ | કંકુપગલાં |
3. કપાસના જીંડવાનો રસ ચખુ પર લગાવવો. | 2. દુપટ્ટા પર સફેદ બંગડી મૂકવી | 3. પગના તળિયે હળદર ઘસવી |
2. ચપ્પ લેવું | 4. બંગડી અને રબરનું ખસવું | 1. ચૂનાના ઝીણા ભૂકાને દુપટ્ટા (ઓઢણી) પર છાંટવો |
4. લાલ રંગનું પ્રવાહી ટપકવું | 3. ઇલૅસ્ટિકને ખીલીમાં ફસાવવું | 5. કંકુ જેવાં પગલાં પડવાં |
1. એક લીંબુ લેવું | 1. ટેબલ પર દુપટ્ટો પાથરવો | 2. જમીન પર દુપટ્ટો પાથરવો |
4. દુપટ્ટા પર ચાલવું |
આ એકમમાં આપેલા મંત્રો ઝડપથી બોલો. તમે પણ મંત્રો બનાવો. વર્ગમાં મોટેથી વાંચી સંભળાવોઃ
- જાદુમંતર… છૂમંતર. હું બોલું તે થઈ જા.
- અલા જાય, બલા જાય, મારો જાદુ સફળ થાય.
- હરરર ફટ્ટ. સર22 સટ્ટ, જાદુ થઈ જા ઝટ્ટ
તમને કોનો બનાવેલો મંત્ર સૌથી વધુ ગમ્યો તે કહો.
પ્રશ્ન 1.
તમને કોનો બનાવેલો મંત્ર સૌથી વધુ ગમ્યો તે કહો
ઉત્તર :
મને તૃપ્તિએ બનાવેલો મંત્ર “નખ્ખમ્ ધબ્બમ્ ધડાપડાબૂમ” સૌથી વધુ ગમ્યો.
ગૃહકાર્ય :
હું પણ જાદુગર ! બે-ત્રણ બાળકો ભેગાં થઈને નાળિયેરમાંથી ચૂંદડી કાઢવાનો જાદુ શીખો. વડીલોને બતાવો. શું થયું એ વર્ગમાં કહો.
નોંધ : વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ જાતે કરવી.]
જૂથમાં બેસો. ફકરો વાંચો. કંઈક ખૂટતું લાગે તો લખી દો.
અમારા ગામમાં એક ડૉક્ટર હતા. આનંદ એમનું નામ. તેઓ સફેદ કોટ પહેરતા. ડૉક્ટરને દર્દીના અવાજ પરથી એની તક્લીફની ખબર પડી જતી. એક વર્ષ પહેલાં ડૉક્ટર આનંદ દવાખાનું છોડી મંદિરમાં જતા રહ્યા. તેમણે સાધુનો વેશ ધારણ કર્યો છે. હવે તેઓ સ્વામી પરમાનંદ તરીકે ઓળખાય છે. સ્વામી પરમાનંદ લોકોને કથા તથા ભજનો સંભળાવે છે. સ્વામી પરમાનંદ ભિક્ષામાં જે મળે એ ખાય છે. એ મને પરમ દિવસે મળ્યા હતા. ત્યારે કહેતા હતા કે હવે પછી તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે. ત્યાં ભાડાના મકાનમાં રહેશે. આવતી કાલથી એમનું નામ વિવેકાનંદ થઈ જશે. વિવેકાનંદ નામે શિક્ષક બનીને તેઓ બાળકોને ગણિત શીખવશે. તેઓ સારાં પેન્ટ-શર્ટ પહેરશે. વિવેકાનંદ કદાચ તમને ભણાવવા તમારા ગામમાં પણ આવી પહોંચે તો તમે એમને ઓળખી જશો ને?
કયું વાક્ય કોને લાગુ પડે છે?
- આનંદઃ ડૉક્ટર હતા. સફેદ કોટ પહેરતા. ડૉક્ટરને દર્દીના અવાજ પરથી એની તકલીફની ખબર પડી જતી. એક વર્ષ પહેલાં ડૉક્ટર આનંદ દવાખાનું છોડી મંદિરમાં જતા રહ્યા. એમણે સાધુનો વેશ ધારણ કર્યો.
- સ્વામી પરમાનંદ : સ્વામી પરમાનંદ લોકોને કથા તથા ભજનો સંભળાવે છે. સ્વામી પરમાનંદ ભિક્ષામાં જે મળે એ ખાય છે. તેઓ બીજા ગામમાં રહેવા જવાના છે. ત્યાં ભાડાના મકાનમાં રહેશે.
- વિવેકાનંદઃ વિવેકાનંદ નામે શિક્ષક બનીને તેઓ બાળકોને ગણિત શીખવશે. તેઓ સારાં પેન્ટ-શર્ટ પહેરશે.
ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ ‘પહેલાં, હમણાં, હવે પછી’માંથી કોઈ એક વિકલ્પ લખો :
ઉદાહરણ: હમણાં લીલાને ફટાકડા બનાવતાં આવડે છે.
પહેલાં લીલા તેના પપ્પાને ફટાકડા બનાવતાં જોતી હતી.
હવે પછી લીલા ખૂબ સારી ફટાકડા બનાવનારબનશે.
1. હમણાં આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે.
હવે પછી આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે.
પહેલાં આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી.
2. હવે પછી લોકો ઊડતા બાઇક પર નોકરીએ જશે.
પહેલાં લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા.
હમણાં લોકો સ્કૂટર, બાઇક, રિક્ષા, ટ્રેન,
બસ વિમાનમાં મુસાફરી કરે છે.
3. પહેલાં જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા.
હવે પછી વાર્ષિક પરીક્ષા પહેલાં અમે દસમો પાઠ ભણીશું.
હમણાં અમે સાતમો પાઠ ભણીએ છીએ.
4. હવે પછી મને અંગ્રેજી વાંચતાં આવડતું હશે.
હમણાં મને ગુજરાતી વાંચતાં આવડે છે.
પહેલાં મને કશું પણ વાંચતાં આવડતું ન હતું.
5. પહેલાં હું ત્રીજા ધોરણમાં હતી / હતો.
હવે પછી હું પાંચમા ધોરણમાં આવીશ.
હમણાં હું ચોથા ધોરણમાં છું.
6. હવે પછી પર્યાવરણનો તાસ હશે.
હમણાં ગુજરાતીનો તાસ છે.
પહેલાં ગણિતનો તાસ હતો.
રમતાં રમતાં શીખીએ :
જમીન પર ત્રણ કંડાળાં દોરો. એમાં (અગાઉ), (અત્યારે) અને (હવે પછી) લખો. ક્રિયાચિઠ્ઠીઓ બનાવી એક વિદ્યાર્થી ઊભો થઈ ચિઠ્ઠી વાંચશે. વર્ગના બાકીના વિદ્યાર્થીઓ “અગાઉ’, અત્યારે અથવા ‘હવે પછી’ એમ બોલશે એ વખતે ઊભેલો વિદ્યાર્થી ચિઠ્ઠીમાં લખેલી ક્રિયા કરીને એને લગતું વાક્ય બોલશે.
ઉદાહરણ તરીકે ચિત્રમાં લખ્યું છે: “ઠેકડા મારવા’ બાકીના વિદ્યાર્થીઓ ‘અગાઉ’ કહે તો અગાઉના કુંડાળામાં જઈ ઠેકડા માર્યા પછી બોલશે: “ઠેકડા માય’, જો “અત્યારે બોલે તો “અત્યારે લખેલા કુંડાળામાં જઈ ઠેકડા મારતાં મારતાં બોલશે, “હું ઠેકડા મારી રહી છે રહ્યો છું. જો વિદ્યાર્થીઓ હવે પછી’ એમ કહે તો હવે પછીના કુંડાળામાં ઠેકડા માર્યા પહેલાં બોલશે, ‘હું ઠેકડા મારીશ.’ આ ચોકઠામાં ક્રિયાચિઠ્ઠીઓનાં ઉદાહરણો આપ્યાં છે.
- કૂદકા મારવા
- તાળી પાડવી
- ઊઠબેસ કરવી
- કચરો વાળવો
- ગીતડું ગાવું
- ખડખડાટ હસવું
- લંગડી કૂદવી
- ફેરફૂદરડી ફરવી
- ચપટી વગાડવી
વધુ મહાવરા માટે જરૂરિયાત મુજબ શિક્ષકે પોતાની અન્ય ક્રિયાચિઠ્ઠીઓ બનાવવી.
હવે આ શબ્દો કયા કુંડાળામાં લખાય તે કહો :
- ગયા રવિવારે (અગાઉ)
- અત્યારે (અત્યારે)
- બે દિવસ પછી જ (હવે પછી)
- ઈ. સ. 2034, (હવે પછી)
- 2016 (અગાઉ).
- હમણાં (અત્યારે)
આ શબ્દો કંડાળામાં લખી, ચોકઠામાંથી એક ક્રિયા પસંદ કરી વાક્યો બોલો અને લખો:
- ક્રિયા : કચરો વાળવો
- (અગાઉ) વાક્ય : ગયા રવિવારે મેં કચરો વાળ્યો હતો.
- (અત્યારે) વાક્ય : અત્યારે હું કચરો વાળી રહ્યો
- (હવે પછી) વાક્ય : બે દિવસ પછી હું કચરો વાળીશ.
ખાલી જગ્યા પૂરી વાક્યો બનાવો. તમારો ઉત્તર બીજા મિત્રો સાથે સરખાવો. એમના ઉત્તરો જુદા છે? પણ ઉત્તરો ખોટા છે? બે ઉત્તર જુદા હોય તોપણ સાચા હોય ! :
કેટલાક મહિના પહેલાં :
- હું મોડો ઊતો હતો.
- હું ચા પીતો હતો.
અત્યારે :
- મારા પાડોશી રેડિયો પરનાં ગીતો સાંભળે છે.
- બધાં ઘુવડ ઘરના છાપરા પર હારબંધ બેસી રહ્યાં છે.
કેટલાંક વર્ષો પછી :
- હું શહેરમાં ભણવા જઈશ.
- મારો પ્રિય દોસ્ત ? બહેનપણી મારી સાથે શહેરમાં ભણવા આવશે.
બંને પગના પંજા પર ઊભા રહો. હાથ ઊંચા કરો. આખું શરીર ખેંચાઈ જાય ઍ રીતે હાથને ઉપર કરો. સમય અને ક્રિયા સૂચવતાં વાક્યો બનાવૉ
પ્રશ્ન 1.ઉત્તર :
જૂથમાં કામ કરો… દરેક ખાનામાંથી શબ્દો અને શબ્દજૂથ પસંદ કરી વાક્ય બનાવી લખો :
- ગઈ કાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા.
- ગઈ કાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતાં હતાં.
- આજે મારે ઘણું લેસન છે.
- આજે બધાં પ્રવાસીઓ બગીચામાં છે.
- આવતી કાલે મારે ઘણું લેસન હશે.
આ વાત બીજી કોઈ સમયે કહેવાની થાય તો કેવી રીતે કહેવાય ? લખો :
પ્રશ્ન 1.
ઉત્તર :
ખાલી જગ્યા પૂરી ઘણાં બધાં વાક્યો બનાવો ; (આજે, હમણાં, પરમ દિવસે)
ઉદાહરણ:
ગઈ કાલે બધાં પ્રવાસીઓ બગીચામાં હતાં.
આજે બધાં પ્રવાસીઓ બગીચામાં છે.
આવતી કાલે બધાં પ્રવાસીઓ બગીચામાં હશે.
- પરમ દિવસે અમે નવાં કપડાં ખરીદવા જઈશું.
- આજે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા.
- હમણાં નૈયાની ફોઈનાં લગ્ન છે.
વાક્યો :
- ગઈ કાલે અમે નવાં કપડાં ખરીદવાં ગયાં હતાં. આજે અમે નવાં કપડાં ખરીદવાં જઈએ છીએ. આવતી કાલે અમે નવાં કપડાં ખરીદવાં જઈશું.
- ગઈ કાલે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા હતા. આજે બજારમાં ઘણા માણસો ભેગા થઈ ગયા છે, આવતી કાલે બજારમાં ઘણા માણસો ભેગા થઈ જશે.
- ગઈ કાલે નૈયાની ફોઈનાં લગ્ન હતાં. આજે નૈયાની ફોઈનાં લગ્ન છે. આવતી કાલે નૈયાની ફોઈનાં લગ્ન હશે.
આપેલાં વાક્યોમાં જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો બાજુમાં આપેલા ચોરસમાં [←], હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો [↔], અને જો હવે પછી ક્રિયા થવાની હોય તો [→]ની નિશાની કરો.
ઉદાહરણ : તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો. [←]
- સ્વામી અમારો જાગશે. [→]
- મને જાદુ આવડે છે. [↔]
- બા બેઠી’તી રસોઈ કરવા. [←]
- સિંહ જંગલમાં જતો રહેશે. [→]
- છે નાજુક ને નમણાં હરણાં! [↔]
- ફરફરતી મૂછ ઊગી એક. [←]
- પછી ઝગમગ ઝગમગ થતા સુરજદાદા આવ્યા. [←]
- ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લહાવો લુંટીશું. [→]
- ધોળાં ધોળાં સસલાં, તમે જાઓ છો ક્યાં? [↔]
- બોધરાજ એમ માનતો કે શાહી પીવાથી બુદ્ધિ તેજ થાય છે. [↔]
વર્ગના બધા વિદ્યાર્થીઓના ‘અગાઉ’, ‘અત્યારે’ અને ‘હવે પછી’ જેવાં ત્રણ જૂથ બનાવો. પછી તમે ગમે તે એક ક્યિા બોલો :
‘અગાઉ” જૂથ બોલશે : ખાધું.
“અત્યારે’ વાળા કહેશે : ખાઉં છું.
તથા
‘હવે પછી’વાળા બોલે : ખાઈશ.
આ વાક્યો બોર્ડ પર આ રીતે લખવાં.
પ્રશ્ન 1.
ઉત્તર :
ક્રિયા | અગાઉ | અત્યારે | હવે પછી |
1. ખાવું | ખાધું. | ખાઉં છું. | ખાઈશ. |
2. તરવું | તર્યા. | તરું છું. | તરીશ. |
3. રમવું | રમ્યા. | રમુ છું. | રમીશ. |
4. વીણવું | વીયાં. | વીણું છું. | વીણીશ. |
5. ગાવું | ગાયું. | ગાય છે. | ગાઈશ. |
6. દોડવું | દોડ્યો. | દોડે છે. | દોડીશ. |
7. પીવું | પીધું. | પીએ છે. | પીશ. |
8. લખવું | લખ્યું. | લખે છે. | લખીશ. |
લગભગ સરખા :
- તક – લાગ, કોઈ કાર્યનો અનુકૂળ સમય
- ચટપટી થવી – તાલાવેલી થવી
- ત્રાટક – તાકીને એક જ સ્થાને જોવું
- ગાયબ – ગુમ
- સાધના – કોઈ કાર્યને સફળ કરવા માટે જરૂરી મહેનત
- મતવાલી – મસ્ત
- બાથ ભીડવી – મોટું કામ હિંમતભેર ઉપાડવું
- પળ – સમય, (અહીં) તક
- લા’વો – લહાવો (અહીં) લાભ,
- ભભૂત – રાખ
- આટો – લોટ
- રસોઈ – (અહીં) રાંધેલી વસ્તુ
- ખપે – જોઈએ
- વૈરાગી – સાધુ
- સરપાવ – ઇનામ
- મનમોજીલા – આનંદમાં
- જશ – પરાક્રમો, ગુણ
[નોંધઃ વિદ્યાર્થીઓએ લગભગ સરખા (શબ્દાર્થ) તૈયાર કરવા અને તેનો વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં.]
હસીએ :
- નીતા : એક જાદુગર પાસે અબળા ભરેલો ડબ્બો છે. તેને ખોલવા માટે તે શું કરશે?
- ગીતા : આબરાકા ડાબરા?
- નીતા : ના ઢાંકણ ખોલશે.
Std 4 Gujarati Textbook Solutions Chapter 7 ખોટો જાદુ, ખોટો બાવો? Additional Important Questions and Answers
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
વર્ગમાં કોણે જાદુ રજૂ કર્યા?
ઉત્તર :
વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુ રજૂ કર્યો.
પ્રશ્ન 2.
તૃપ્તિ ટેબલની પાછળ શું કરતી હતી?
ઉત્તર :
તૃપ્તિ ટેબલની પાછળ મંત્ર જેવું બબડતી હતી અને દુપટ્ટા ઉપર પોતાના હાથ ફેરવતી હતી.
પ્રશ્ન 3.
તૃપ્તિની બહેનપણીઓ આભી બનીને શું જોઈ રહી?
ઉત્તર :
તૃપ્તિ “આવ, આવ” બોલી તે સાથે જ જામળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યાં, તે તૃપ્તિની બહેનપણીઓ આભી બનીને જોઈ રહી.
પ્રશ્ન 4.
તૃપ્તિએ “જા, જા!” કહેતાં શું થયું?
ઉત્તર :
તૃપ્તિએ “જા, જા!” કહેતાં જામફળ અને બંગડી સટાક કરતાં ટેબલને સામે છેડે પહોંચી ગયાં.
પ્રશ્ન 5.
સફેદ દુપટ્ટાને લીધે શું શું દેખાતું ન હતું?
ઉત્તર :
સફેદ દુપટ્ટાને લીધે બંગડીને એક છેડે બાંધેલો સફેદ દોરો અને બીજે છેડે બાંધેલું ધોળું ઇલેસ્ટિક દેખાતાં ન હતાં.
પ્રશ્ન 6.
છરી પર શું લગાવેલું હતું?
ઉત્તર :
છરી પર કપાસના જીંડવાનો રસ લગાવેલો હતો.
પ્રશ્ન 7.
તૃપ્તિએ પગના તળિયે શાનો લેપ કર્યો?
ઉત્તર :
તૃપ્તિએ પગના તળિયે હળદરનો લેપ કર્યો.
પ્રશ્ન 8.
દુપટ્ટા પર શું છાટેલું હતું?
ઉત્તર :
દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
તૃપ્તિ અને અંશુલે વર્ગમાં કયા કયા જાદુ બતાવ્યા?
ઉત્તર :
તૃપ્તિ અને અંશુલે વર્ગમાં નીચેના જાદુ બતાવ્યા:
- જામફળ, રબર અને ચાવીને ટેબલની એક બાજુથી બીજી બાજુ ખસતાં બતાવ્યાં,
- લીંબુને કાપતાં તેમાંથી લોહી ટપકવાનો જાદુ બતાવ્યો.
- દુપટ્ટા પર માતાજીનાં પગલાં-કંકુ પગલાં પડવાનો જાદુ બતાવ્યો.
પ્રશ્ન 2.
બંગડીમાં મૂકેલી વસ્તુઓ કેમ ખસતી હતી?
ઉત્તર :
“આવ-આવ” કહેતાં તૃપ્તિ હાથમાં ઘેરો લઈ બંગડીને પોતાની તરફ ખેંચતી, એટલે બંગડી અને તેની અંદર મૂકેલી વસ્તુ એના તરફ ખસતાં. પછી ઘેરો ઢીલો મૂકી ‘જા, જા” કહેતી એટલે બીજે છેડે ખીલીમાં ફસાયેલું ઇલેસ્ટિક બંગડીને પોતાના તરફ ખેંચતું એટલે વસ્તુ તે બાજુ જતી.
નીચેનાં વિધાનોમાંથી ખરાં વિધાનો સામે [✓] ની અને ખોટાં વિધાનો સામે [✗] ની નિશાની કરોઃ
- ધારિકા અને પ્રશંશે વર્ગમાં જાદુના ખેલ બતાવ્યા. – [✗]
- જ્યોત્સનાની પેન્સિલ અંશુલના ખિસ્સામાંથી નીકળી. [✗]
- તૃપ્તિ “નખમ્ ધબ્બ ધડાપડાબૂમ” મંત્ર બોલી. [✓]
- છરી પર લીંબુનો રસ લગાવેલો હતો. [✗]
- દુપટ્ટા પર લોટનો ઝીણો ભૂકો છાંટેલો હતો. [✗]
નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો:
- “ચીપિયો ના ખખડાવો.” – બચની બા
- “અચ્છા મૈયા હમ ચલતે હૈ.” – બચુ
- “જામફળ, રબર અને ચાવી ખસ્યાં તે સાચું, પણ તે જાદુ નથી.” – શિક્ષક
- “ડાકણ મરી ગઈ?” – ઋતુ
- “માતાજી મારી રક્ષા કરજો.” – કમ્
કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
- ………….. ને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધું હતું. (દોરા, ઇલેસ્ટિક)
- …………. પર કપાસના જીંડવાનો રસ લગાવ્યો હતો. (લીંબુ, છરી)
- તૃપ્તિએ પગના તળિયે …………… નો લેપ ક્ય. (હળદર, ચૂના)
- ……………… પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો હતો. (ચાદર, દુપટ્ટા)
- …………… શબ્દ સાંભળતાં જયા, મયુર અને ઋતુ, ગભરાઈ ગયાં. (ડાકણ, માતાજી)
ઉત્તરઃ
- ઇલેસ્ટિક
- છરી
- હળદર
- દુપટ્ટા
- ડાકણ
સાચી જોડણીવાળો શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
- ડોપલી / ટોપલી
- નીરંજન / નિરંજન
- પેન્સિલ / પેન્સીલ
- ચિપિયો / ચીપિયો
- વીધ્યા / વિદ્યા
- શરમ / સરમ
- હાર્દીક / હાર્દિક
- તુપ્તી / તૃપ્તિ
- લીબુ / લીંબુ
- હળદર / હરદળ
ઉત્તર :
- ટોપલી
- નિરંજન
- પેન્સિલ
- ચીપિયો
- વિઘા
- શરમ
- હાર્દિક
- તૃપ્તિ
- લીંબુ
- હળદર
‘હતા’, ‘છે’ કે ‘હશે’ વડે ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
- અત્યારે રમેશ ક્રિકેટ રમે …………..
- ગઈ કાલે વિદ્યાર્થીઓ વર્ગમાં …………
- મારા કાકા આવતી કાલે મુંબઈ …………..
- આવતી કાલે શિક્ષક કવિતા ભણાવતા ………….
- અત્યારે માધવી રસોઈ બનાવે : ………….
ઉત્તર :
- છે
- હતા
- હશે
- હશે
- છે