Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી Textbook Questions and Answers

મજા કરીએ? ગીતડું ગાઈએ ! :

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 1

તમે ‘હુતુતુ’ વિશે શું જાણૉ છૉ? કહો :

‘હુતુતુ’ એક પ્રાચીન રમત છે. આ રમત માટે એક નાનકડા મેદાનજિગ્યા)ની જરૂર હોય છે. આ રમતમાં સામાન્ય રીતે એક ટીમમાં સાત ખેલાડીઓ રમી શકે છે. રમતા સમયે મેદાનની વચ્ચે એક રેખા ખેંચી લેવામાં આવે છે. એક ટીમના ખેલાડી રેખાની એક તરફ અને બીજી ટીમના ખેલાડી બીજી તરફ ઊભા રહે છે. એક ટીમનો ખેલાડી બીજી ટીમના ક્ષેત્રમાં હુતુતુહુતુતુહુતુતુ (કબડ્ડી-કબડ્ડી-કબડ્ડી) બોલતો બોલતો જાય છે. એ તેમાંથી કોઈ ખેલાડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ ખેલાડીને સ્પર્શીને એક ચાસમાં જ મધ્યરેખાને સ્પર્શી લે અથવા પોતાના ક્ષેત્રમાં આવી જાય તો એ ટીમને અંક મળે છે. આ પ્રકારે રમતનો ક્રમ ચાલે છે. જે ટીમના અંક વધારે હોય છે, તે ટીમ વિજેતા થાય છે. જો અંક બરાબર રહે તો કોઈ ટીમ વિજેતા ન બનતાં રમત પૂરી કરવામાં આવે છે.

ઉપરનાં ચિત્ર જોઈને રમત ઓળખો. શિક્ષક કે તમારા ઘરનાં મોટેરાંઓને પૂછી તેના વિશે બેં-બે વાકયો લખો :

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 2

ગિલ્લી-દંડો : આ ‘ગિલ્લી-દડો’ની રમતનાં સાધનો ગિલ્લી અને દંડો છે. આ જૂની રમત છે. ગામડાનાં બાળકો આજે પણ આ રમત રમે છે. સાધનોનો કોઈ ખર્ચ થતો નથી. તે બે કે તેથી વધારે બાળકો રમી શકે છે. તેમાં ગિલ્લી આંખ ૫૨ ના વાગી જાય તેની કાળજી રાખવી પડે છે.

સાતોડિયું: “સાતોડિયું” રમતમાં સાત સપાટ નાના પથ્થર હોય છે. તે એકબીજા પર ગોઠવવામાં આવે છે. તેમાં બે ટીમ હોય છે. એક ટીમ બૉલ નાખીને ગોઠવેલા પથ્થર પાડી નાખે છે. બીજી ટીમ તે ગોઠવવા પ્રયત્ન કરે છે. પથ્થર ગોઠવવાના સમયે જ ગોઠવનારને બૉલ વડે સામેની ટીમ સ્પર્શ કરી દે તો તે આઉટ થઈ જાય છે. આ રમત રમવાની મજા આવે છે.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

ચહેરા પર જુદા જુદા ભાવ લાવીને ફોટો (સેલ્ફી) પાડવાનો અભિનય કરો. પલક અને રુદ્ર તેમનાં દાદા-દાદી સાથે વાતો કરે છે. તે ધ્યાનથી સાંભળોઃ

[નોંધ : વિદ્યાર્થીઓએ ‘મારદડી માસ્ટર’ સંવાદ સાંભળવા અને વાંચવો.].

વાતચીત :

પ્રશ્ન 1.
આ સંવાદમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગી?
ઉત્તર :
મારદડીમાં માસ્ટર એવા દાદાને દાદીએ (છોકરી) મારેલો દડો વાગ્યો હતો. આ વાતે સૌથી વધુ નવાઈ લાગી.

પ્રશ્ન 2.
તમે ઘરે કઈ કઈ રમતો રમો છો?
ઉત્તર :
હું ઘરે ચેસ, કૅરમબોર્ડ, સાપ-સીડી, પત્તાં, નદી કે પર્વત, મોબાઇલ ગેમ્સ જેવી રમતો રમું છું.

પ્રશ્ન 3.
તમને સૌથી વધુ કઈ રમત ગમે છે? શા માટે?
ઉત્તર :
મને સૌથી વધુ કેરમબોર્ડની રમત રમવી ગમે છે, કારણ કે તેમાં એકાગ્રતા કેળવાય છે.

પ્રશ્ન 4.
તમે કોઈ નવી. રમત બનાવી છે? કઈ? કહો.
ઉત્તર :
હા, મેં નવી શબ્દ-૨મત બનાવી છે. ૧૦૦ શબ્દો જોડણી ભૂલ વગર સારા અક્ષરે કોણ, કેટલા સમયમાં લખી શકે?

પ્રશ્ન 5.
તમારા ઘરે દાદા-દાદી કે વડીલો એમના સમયની કોઈ રમતોની વાત કરે છે? તમને યાદ હોય તે રમત વિશે કહો.
ઉત્તર :
મારા દાદા “ચોર-સિપાઈ” રમતની વાત કરે છે. તેમાં સંતાવાની અને શોધવાની મજા આવતી.

પ્રશ્ન 6.
તમને રમત રમવાનું ગમે કે રમત જોવાનું? કેમ?
ઉત્તર :
મને ‘ઇનડોર રમતો’ રમવાનું ગમે, પણ ‘આઉટડોર’ રમતો જોવાનું ગમે, કારણ કે બહાર રમતાં થાકી જવાય છે.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

પ્રશ્ન 7.
મેદાનમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે?
ઉત્તર :
મેદાનમાં રમાતી મેં જોયેલી રમતો : કબડ્ડી, ખો- ખો, વૉલીબૉલ, ફૂટબૉલ, ક્રિકેટ, ટેનિસ વગેરે.

પ્રશ્ન 8.
ઘરમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે?
ઉત્તર :
ઘરમાં રમાતી મેં જોયેલી રમતોઃ સાપ-સીડી, પત્તાં, ચેસ, વેપાર, મોબાઇલ ગેમ્સ વગેરે.
[નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]

મને ઓળખો :

ઉદાહરણ તું મોટો થઈશ એટલે તારે પણ મારા જેવી મૂછ આવશે. – દાદા

  1. હું નાનો હતો ત્યારે મારદડી રમવામાં એક્કો હતો. – દાદા
  2. હું તો બીજા ગામમાં જાઉં તોય મારદડી રમવા માંડું. – દાદા
  3. મને તમારા કરતાં પણ વધુ સારી રીતે મારદડી રમતાં આવડતું હતું. – દાદી
  4. ભાઈ તો આખો દિવસ મોબાઇલ પર રમે છે, હું તો સાંજે જ મોબાઇલ રમું છું. – પલક
  5. તારા પપ્પા નાના હતા ત્યારે હું રોજ એમને મેદાનમાં લઈ જતો. – દાદા
  6. તમે ત્રણેય જણ અત્યારે થોડી પેટપૂજા કરી લો, પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો. – દાદી

આપેલો શબ્દ કયા વાકયમાં યોગ્ય રીતે વપરાયો છેતે વાક્ય લખો :

તાકોડી:

  1. ઈજુબહેન ભારે તાકોડી, જેટલી તક મળે એ બધી જ લઈ લે.
  2. મારે એક બે કોડી ન ચાલે, હું તાકોડી છું એટલે ત્રણ કોડી લઈશ.
  3. વાહ! એક જ પથ્થર ફેંક્યો ને કેરી પાડી દીધી તે, તું તો સરસ તાકોડી છે ને!

ઉત્તર :
વાહ ! એક જ પથ્થર ફેંક્યો ને કેરી પાડી દીધી તેં, તું તો સરસ તાકોડી છે ને!

જીવનભર :

  1. આજની મૅચ તો મને જીવનભર યાદ રહેશે.
  2. મારા જીવનભરમાં તો ઘણી વાતો છે.
  3. તમારા જીવનભરમાં કેટલાં વર્ષ ભરેલાં છે?

ઉત્તર :
આજની મૅચ તો મને જીવનભર યાદ રહેશે.

ઘરકૂકડી :

  1. એય ઘરકૂકડી, આમ આખો દિવસ મરઘી સાથે શું રમે છે?
  2. ઘરકૂકડીની જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે !
  3. ધરમાં દાણા નાખીએ તો ઘરકૂકડી ઘરમાં આવી જાય.

ઉત્તર :
ઘરકૂકડીની જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે!

ચસકોઃ

  1. મને તો ગળ્યું ખાવાનો એવો ચસકો કે હું તો ગળ્યું કશું ખાઉં જ નહીં.
  2. એને ક્રિકેટનો ભારે ચસકો, આખો દિવસ રમ રમ કરે.
  3. જરા સંભાળજે, ચસકો લાગી જશે પછી સાબુથી ધોઈશ તોપણ જશે નહીં.

ઉત્તર :
એને ક્રિકેટનો ભારે ચસકો, આખો દિવસ રમ રમ કરે.

માસ્ટરઃ

  1. સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે, એટલે કોઈ દિવસ રમતા જ નથી.
  2. સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે, એટલે દરરોજ રમે છે.
  3. સુરેશભાઈ તો કબરીના માસ્ટર છે, એટલે એમની ટીમ જ જીતશે.

ઉત્તર :
સુરેશભાઈ તો કબરીના માસ્ટર છે, એટલે એમની ટીમ જ જીતશે.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

ગીતડું ગાઈશું ને ફરીથી? ‘હુતુતુ..! જાણે રમવાની ઋતુ ….’

મિત્રો સાથે ચર્ચા કરો, ઉત્તર લખો : (ત્રણનાં જૂથમાં)

પ્રશ્ન 1.
‘મારદડી માસ્ટર’ સંવાદમાં કેટલા સભ્યો જોડાયેલા છે? કોણ કોણ?
ઉત્તર :
‘મારદડી માસ્ટર’ સંવાદમાં ચાર સભ્યો જોડાયેલા છે. દાદા, દાદી, પલક, રુદ્ર.

પ્રશ્ન 2.
ભાઈબહેનમાં કોણ નાનું અને કોણ મોટું હશે? કેમ ખબર પડી?
ઉત્તર :
ભાઈબહેનમાં રુદ્ર નાનો હશે અને પલક મોટી હશે. સંવાદમાં મોટા ભાગના પ્રશ્નો રુદ્ર પૂછે છે, જ્યારે પલક ઉત્તર આપે છે. તેથી કહી શકાય કે પલક મોટી હશે, રુદ્ર નાનો હશે.

પ્રશ્ન 3.
મારદડી રમતમાં વિજેતા કોણ કહેવાય?
ઉત્તર :
મારદડી રમતમાં જે છેલ્લે દડો મારીને હરાવે તે વિજેતા કહેવાય.

પ્રશ્ન 4.
દાદીને મારદડી રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય.’ આ વિધાન સાચું છે કે ખોટું? શા માટે?
ઉત્તર :
‘દાદીને માદડી રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય.’ આ વિધાન ખોટું છે, કારણ કે દાદી જબરાં તાકોડી હતાં એટલે જેને તાકે તેને પાડી જ દેતાં, પણ એથી એમને રમતમાં ક્યારેય દડો વાગ્યો નહિ હોય એમ કહી શકાય નહિ.

પ્રશ્ન 5.
ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી કઈ કઈ રમતોનાં નામ આ સંવાદમાં આવે છે?
ઉત્તર :
ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી આ : સંવાદમાં આવતી રમતોનાં નામ: ક્રિકેટ, ફૂટબૉલ, પકડદાવ, મારદડી, ગિલ્લી-દડો, આંબલીપીપળી.

આ કામ તમારે ઘરે કરવાનું છે. તમારાં દાદા-દાદી અથવા માતા-પિતાને પૂછો કે તેઓ બાળપણમાં કઈ કઈ રમતો રમતાં હતાં? એ રમતો કેવી રીતે રમી શકાય તેની વિગતો જાણો. કોઈ એક રમત પસંદ કરી એના વિશે લખો :

  • રમતનું નામ : લંગડી
  • ખેલાડીઓની સંખ્યાઃ 7, 9 કે 11
  • મેદાનનું માપ: સંખ્યા પર આધારિત વર્તુળાકાર મેદાન દોરવું.

સાધન-સામગ્રી :

  • રમવાની રીતઃ એક પગે લંગડી લેવાની અને દાવ લેનાર જેને અડે તે આઉટ થાય.
  • આઉટ ક્યારે થવાય?: લંગડી લેનાર જેને અડકે તે આઉટ થાય.
  • રમત પૂરી થયેલી ક્યારે ગણાય? : સમયમર્યાદામાં કેટલા ખેલાડી આઉટ થાય તે પરથી બંને ટીમને દાવ લેવાનો.
  • તમને આ રમત ગમી? શા માટે? : હા, કસરત થાય, ગમ્મત થાય.

[નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવો.]

અહીં લીટી કરેલા શબ્દો શાના વિશેના છે? કહો :

  • જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની અંદર રહે, બાકીના બહાર જાય.
  • ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે.
  • બે કોથળાની વચ્ચે મારો હાથ ફસાઈ ગયો.
  • સસલાભાઈ તો દોડીને બધાંથી આગળ થઈ ગયા.
  • શિયાળવીબહેન આળસુ હતાં, એ બધાંથી પાછળ રહી ગયાં.
  • મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યાં છે કે દરેક પાઠ્યપુસ્તકની નીચે એ વિષયની નોટબુક હોય.
  • ઘરની અંદર શું કામ બેસી રહેવું ? બહાર નીકળીએ તો ભીંજાવાની પણ મજા પડે ને!
  • આપણા વર્ગખંડની અંદર કઈ કઈ વસ્તુઓ લાકડાની બનેલી છે?
  • તમે ક્યારેય જિલ્લા બહાર ગયા છો ?

ઉપરનાં વાક્યોમાં લીટી દોરેલા શબ્દો નામયોગીઓ છે, તે દિશાસૂચક છે. તે નામ પછી આવે છે. વળી આવા નામયોગીઓના વાક્યપ્રયોગ વખતે લિંગ કે વચન અનુસાર તેમાં કોઈ પરિવર્તન થતું નથી.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

ચિત્ર જુઓ :

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 3

ઊભા થાઓ. બંને હાથ પીઠ પાછળ લઈ જાઓ અને જમણા હાથે ડાબા હાથની તથા ડાબા હાથે જમણા હાથની કોણી પકડો. ડબુભાઈએ આ ચિત્ર પરથી નીચે વર્ણન લખ્યું છે. વર્ણનમાં જ્યાં ભૂલ છે તે સુધારીને લખો.

દા. ત., ‘ખાટલા નીચે બે વડીલો બેઠા છે’, ને બદલે “ખાટલા ઉપર બે વડીલો બેઠા છે” એમ સુધારવાનું છે.
ઉત્તર :
એક બહેન (માથામાં) માથા ઉપર ટોપલો ઉપાડીને ઘરે જાય છે. ખાટલા (નીચે) ઉપર બેઠેલાં બાળકો વડીલોની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે. ગાયના (મોઢા) (પાછળ) પગ નજીક પોદળો પડયો છે. ત્રણ છોકરા લખોટી રમે છે. એક છોકરી પણ લખોટી રમવા માટે છોકરાઓ (પાછળ) નજીક આવી રહી છે. છોકરાઓની (આગળ) પાછળ ગાય બાંધેલી છે, તેથી છોકરાઓને બીક લાગતી નથી. કૂકડો (નીચે) સામે જોઈ રહ્યો છે,

જ્યારે મરધી (વચ્ચે) નીચે જોઈને ચણ ચણે છે. નીરણકુંડ (ઉપરથી) અંદરથી ગાય ખાણ ખાય છે. નીરણકુંડની (વચ્ચે) નજીક ત્રણ ઈંટો મૂકેલી છે, ખાટલા (વચ્ચે) ઉપર બેઠેલા છોકરા વિચાર કરે છે કે હમણાં કોઈક આવીને (લોટામાંથી માટલામાં) માટલામાંથી લોટા વડે પાણી કાઢીને આપે તો સારું !

ખરું હોય તો “ખારું” અને ખોટું હોય તો ‘ખાટું’ લખો.

[નોંધઃ વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તક પાન નંબર ૧૪૪ પરનો ફકરો વાંચવો.]

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 4

વિધાનો ખારાં છે કે ખાટાં?

પ્રશ્ન 1.

  1. મીઠું દરિયાની અંદર પાકે છે. ( )
  2. સાગરનાં પાણીમાં મીઠું પહેલેથી હોય છે. ( )
  3. મીઠાની ખેતી કોઈ પણ જગ્યાએ થઈ શકે, ( )
  4. મીઠું પકવનાર સૂરજબારીની નજીક રહે કારણ કે ત્યાં સૂરજનો તડકો સારો મળે. ( )
  5. દરિયાકિનારે ભવનમાં વરાળ થાય તેને બાષ્પીભવન કહેવાય. ( )
  6. ચિત્રમાં મીઠાની છ ઢગલી છે. ( )

ઉત્તર :

  1. મીઠું દરિયાની અંદર પાકે છે. (ખાટું)
  2. સાગરનાં પાણીમાં મીઠું પહેલેથી હોય છે. (ખારું)
  3. મીઠાની ખેતી કોઈ પણ જગ્યાએ થઈ શકે, (ખાટું)
  4. મીઠું પકવનાર સૂરજબારીની નજીક રહે કારણ કે ત્યાં સૂરજનો તડકો સારો મળે. (ખાટું)
  5. દરિયાકિનારે ભવનમાં વરાળ થાય તેને બાષ્પીભવન કહેવાય. (ખા)
  6. ચિત્રમાં મીઠાની છ ઢગલી છે. (ખાટું)

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

તમને રમવાની મજા પડે એવી એક રમત વિશે જાણો અને રમો.

તમે મેદાનમાં કઈ કઈ ૨મતો રમો છો? કબડ્ડી? ક્રિકેટ? ખોખો? ફૂટબૉલ? આંધળો પાટો? આવી ઘણી રમતો તમે રમતા જ હશો. આજે એક નવી રમત વિશે જાણીએ, આમ તો આ રમત ઘણી જૂની છે, પણ તમારા માટે નવી હશે. રમતનું નામ પણ નવું જ છે. દાંડીકૂચ” ચાલો જાણીએ કે આ ૨મત કેવી રીતે રમાય.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 5

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 9

દાંડીકૂચ રમવા બે ટીમ બનાવવી પડે. દરેક ટીમમાં પાંચથી દસ ખેલાડી હોઈ શકે, ખેલાડીની સંખ્યા મુજબ મેદાનમાં પાટા વધુ ઓછા કરવા પડે, એક ટીમમાં જેટલા ખેલાડી હોય તેટલા પાટા દોરવા.

જેનો દાવ આવે તે ટીમનું નામ “અંગ્રેજ ટીમ’ (ચિત્રમાં લાલ ટી-શર્ટમાં છે તે.) તેઓ માત્ર આડા અને ઊભા પાટા ઉપર જ દોડી શકે. બીજી ટીમ ‘ગાંધી ટીમ’ (ચિત્રમાં વાદળી ટી-શર્ટ છે તે). તે ટીમના બધા સભ્યો ‘શરૂ’ લખેલા ખાનામાં ઊભા રહે, તે તેમનું ઘર કહેવાય. ગાંધી ટીમ આખા મેદાનમાં કોઈ પણ જગ્યાએ જઈ શકે. તેમનું કામ છે અંગ્રેજ ટીમનો ખેલાડી તેમને અડકી ન જાય એ રીતે “શરૂવાળા છેડેથી મીઠાની ઢગલીવાળા ખાનામાં પહોંચી જવું.

ગાંધી ટીમના સભ્યો જ્યારે મીઠાની ઢગલી તરફ જવાનો પ્રયાસ કરે ત્યારે અંગ્રેજ ટીમના ખેલાડીઓ પાટા પર જ દોડી તેમને આઉટ કરવાનો પ્રયત્ન કરશે. અંગ્રેજ ટીમનો ખેલાડી ગાંધી ટીમના જે ખેલાડીને અડકી જાય તે આઉટ ગણાશે. ગાંધી ટીમના જેટલા ખેલાડીઓ મીઠાની ઢગલી સુધી પહોંચી જાય તેટલા પૉઇન્ટ તેમને મળે. ત્યારબાદ ઘવ બદલાય. અંગ્રેજ ટીમ હવે ગાંધી ટીમ બને અને ગાંધી ટીમ અંગ્રેજ ટીમ. આ રીતે રમત આગળ ચાલે. તમારા શિક્ષકની મદદ લઈને આ રમત મેદાનમાં જઈને ૧૦ મિનિટ સુધી રમો. તમે રમતના અને ભાગમાં રમશો.

ચોથી વાર ગીત ગાઈએ : ‘હુતુતુ … ! જાણે રમવાની ઋતુ …’

વાતચીત :

પ્રશ્ન 1.
તમારે ફરીથી આ રમત રમવી હોય તો ગાંધી ટીમમાં રહો કે અંગ્રેજ ટીમમાં? શા માટે?
ઉત્તર :
અમારે ફરીથી આ રમત રમવી હોય તો અંગ્રેજ ટીમમાં રહીએ જેથી ખબર પડે કે અમારાથી કેટલા આઉટ થઈ શકે.

પ્રશ્ન 2.
પહેલો દાવ કોનો હતો?
ઉત્તર :
પહેલો દાવ અંગ્રેજ ટીમનો હતો.

પ્રશ્ન 3.
સૌથી પહેલાં મીઠાની ઢગલી સુધી કોણ પહોંચ્યું?
ઉત્તર :
સૌથી પહેલાં મીઠાની ઢગલી સુધી અશોક પહોંચ્યો.

પ્રશ્ન 4.
કોણ કોણ આઉટ થયાં?
ઉત્તર :
હરેશ, ધ્રુવ અને આલોક આઉટ થયા.

પ્રશ્ન 5.
તમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે તમે શું કર્યું હતું?
ઉત્તર :
અમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે અમે સતર્ક રહ્યા હતા.

પ્રશ્ન 6.
ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા તમે શું કર્યું હતું?
ઉત્તર :
ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા અમે પાટા પર જ દોડીને આઉટ કર્યા. તેમને ખાનામાંથી બહાર ન નીકળવા દીધા અને નીકળે તો તેમને અડકી જવાનો પ્રયત્ન કર્યો હતો.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

પ્રશ્ન 7.
શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો? ઘરે કઈ કઈ રમતો રમો છો?
ઉત્તર :
શાળામાં અમે ટોપીદાવ, લંગડી, ખોખો, નદી કે પર્વત જેવી રમતો રમીએ છીએ. ઘરે અમે કેરમ, ચેસ, વેપાર તથા મોબાઇલ ગેમ્સ રમીએ છીએ.

પ્રશ્ન 8.
વિડીયો ગેમ કે મોબાઇલમાં જે રમીએ છીએ એને રમત કહેવાય? શા માટે?
ઉત્તર :
વિડીયો ગેમ કે મોબાઇલમાં જે રમીએ છીએ એને રમત ના કહેવાય, કારણ કે, તેનાથી આપણને ખરો આનંદ આવતો નથી. વળી, આપણા શરીરની તંદુરસ્તી પણ જળવાતી નથી.

પ્રશ્ન 9.
બે કરતાં વધારે ખેલાડીઓની જરૂર પડે તેવી રમતો કઈ?
ઉત્તર :
બે કરતાં વધારે ખેલાડીઓની જરૂર પડે તેવી
રમતો : કબડી, ખોખો, વૉલીબૉલ, લંગડી, ચોર-સિપાઈ – વગેરે.

પ્રશ્ન 10.
૨મતમાં બે ટુકડી પાડવા માટેની કોઈ પણ ત્રણ રીત વિશે કહો.
ઉત્તર રમતમાં બે ટુકડી પાડવાની રીત :

  1. ખેલાડીઓનાં નામોની ચિઠ્ઠીઓ બનાવવી, બે ટીમના કૅપ્ટન એક-એક ચિઠ્ઠી ઉપાડીને બે ટીમ બનાવે.
  2. બે ટીમના કૅપ્ટન ચિઠ્ઠી વગર વારાફરથી નામ બોલીને બે ટીમ બનાવે.
  3. હથેળીઓ ઊંચી-નીચી કરીને પણ બે ટીમ બનાવાય.

[નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]

જૂથમાં કામ કરો. કોઈ એક પ્રશ્ન પર ચર્ચા કરો, તમે શું વાતો કરી તે વર્ગસમક્ષ રજૂ કરો :

  1. મીઠું ન હોય તો આ રમત રમી શકાય? કેવી રીતે?
  2. આ રમત ૧૬ સભ્યો રમતા હોય તો કેટલાં ખાનાં રાખવાં જોઈએ? શા માટે?
  3. આ રમતનું નામ ‘દાંડીકૂચ’ કેમ પાડ્યું હશે?
  4. આ રમતમાં જીતવા માટે કઈ કઈ આવડતની જરૂર પડે?

[નોંધ : વિદ્યાર્થીઓએ ઉપરના પ્રશ્નોની ચર્ચા જૂથમાં કરવી.]

પાઠયપુસ્તકના પાન નંબર ૧૪૬ પરના કોઠામાં ધોરણ ૪માં ભણતાં કેટલાંક બાળકોની વિગતો આપી છે. ઍના આધારે જૂથમાં ચર્ચા કરીને નકકી કરો કે દાંડીકૂચની રમત સૌથી સારી કોણ રમી શકે? શા માટે? તમારો ઉત્તર કારણો સહિત વર્ગમાં રજૂ કરો :

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 6

[નોંધ : વિદ્યાર્થીઓએ વર્ગમાં ચર્ચા કરવી.]

તમે કેપ્ટન છૉ. પાઠયપુસ્તકના પાન નંબર ૧૪૭ પરની રમત માટે તમારી ટીમમાં કયા ખેલાડીને લેશો? પાઠયપુસ્તકના પાન નંબર ૧૪૬ પરના કોઠા પરથી નકકી કરો :

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 7

કેપ્ટનનું નામ : ઓમ
[નોધ : વિધાર્થીઓએ પાઠચપુસ્તકના પાન નંબર ૧૪૬ પરના કોઠા પરથી ચર્ચા કરી નક્કી કરવું.]

ઉદાહરણ વાંચો. વાક્યોને ‘તેથી”, “કારણ કે, કેમ કે શબ્દો વડે જૉડી ઍક વાક્ય બનાવો, નવું વાક્ય વર્ગ સમક્ષ વાંચો :
ઉદાહરણ :

પ્રશ્ન 1.
ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે. મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે.
ઉત્તર :
ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે, તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે.

પ્રશ્ન 2.
પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહિ. તેનાથી તેમને રોગ થાય છે.
ઉત્તર :
પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહિ, કેમ કે તેનાથી તેમને રોગ થાય છે.
અથવા
પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહિ, કારણ કે તેનાથી તેમને રોગ થાય છે.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

પ્રશ્ન 1.
બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે. તેમાં ફિનાઇલની ગોળી મુકવી જોઈએ.
ઉત્તર :
બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ.

પ્રશ્ન 2.
મને ઘણી બધી વાર્તાઓ આવડે છે. મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે.
ઉત્તર :
મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, કેમ કે (કારણ કે મારા પપ્પા રોજ મને વાત કહે છે.

પ્રશ્ન 3.
બધો કપાસ બગડી ગયો. છોડ પર ઈયળો પડી ગઈ હતી.
ઉત્તર :
બધો કપાસ બગડી ગયો, કારણ કે (કેમ કે) છોડ પર ઈયળો પડી ગઈ હતી.

પ્રશ્ન 4.
કાચબાએ તેનાં અંગો ઢાલમાં લઈ લીધાં. એને કંઈક અવાજ સંભળાયો.
ઉત્તર :
કાચબાએ તેનાં અંગો ઢાલમાં લઈ લીધાં, કેમ કે (કારણ કે) એને કંઈક અવાજ સંભળાયો.

પ્રશ્ન 5.
મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે. ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે.
ઉત્તર :
મોટા ભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે, કેમ કે (કારણ કે) ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે.

પાસનમાં બેસો, પાંચ વાર ઊંડા શ્વાસ લો. ઉદાહરણ મુજબ શબ્દોને ગોઠવી વાક્ય બનાવો :

બને છે પૌષ્ટિક આહાર દૂધ છે તે મજબૂત પીવાથી છે કેમ કે હાડકાં
ઉત્તર :
દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે, કેમ કે તે પૌષ્ટિક આહાર છે.

પ્રશ્ન 1.
ત્રણ રંગો છે કહેવામાં આવે છે તેને ત્રિરંગો તેથી આપણા રાષ્ટ્રધ્વજમાં.
ઉત્તર :
આપણા રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગો છે, તેથી તેને ત્રિરંગો કહેવામાં આવે છે.

પ્રશ્ન 2.
કારણ કે ઈજા થઈ શબાનાને પગે રમતાં રમતાં પાટો બાંધ્યો તેના પગમાં.
ઉત્તર :
શબાનાને પગે પાટો બાંધ્યો, કારણ કે રમતાં રમતાં તેના પગમાં ઈજા થઈ.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

પ્રશ્ન 3.
વર્ગમાં આગળ છે સાહિદને ચશ્માંના નંબર બેસાડે છે વધુ તેથી શિક્ષક તેને.
ઉત્તર :
સાહિદને ચશ્માંના વધુ નંબર છે, તેથી શિક્ષક છે તેને વર્ગમાં આગળ બેસાડે છે.

પ્રશ્ન 4.
પેનથી લખે છે ભૂલી ગયો કારણ કે ડેવિડ આજે તે પેન્સિલ છે ઘરે.
ઉત્તર :
ડેવિડ આજે પેનથી લખે છે, કારણ કે તે પેન્સિલ ઘરે ભૂલી ગયો છે.

યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો :

(કેમ કે, પણ, તેથી, પરંતુ, અથવા)

પ્રશ્ન 1.

  1. દાદા ગુસ્સે થાય, ……………….. કદી મારે નહીં.
  2. રુદ્ર તો ઠીક, પલકને ……………. દાદીની આ વાતની ખબર નહોતી,
  3. આજે મારે વહેલા ઘરે જવું પડશે, ……………. અમારે બહારગામ જવાનું છે.
  4. હું …………… મારી બહેન, કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ.
  5. પવન જોરદાર છે, ………….. પતંગ ચગાવવાની મજા પડશે.
  6. મારે તો રમવું જ હતું, ………. બાપુજીએ પરાણે ભણવા બેસાડ્યો.
  7. હવે વધારે વાંચવું પડશે, ……………… પરીક્ષા નજીક આવી રહી છે.
  8. સાંજે હું મેદાનમાં હોઉં, …………… નદીકિનારે ફરતો હોઉં.
  9. આજે વાત સાંભળવાની ખૂબ મજા આવતી. હતી, ………….. ઘંટ વાગ્યા પછી પણ કોઈ ઊભું ન થયું.
  10. મારે …………….. દાદીની જેમ રમતમાં એક્કો બનવું છે.

ઉત્તર :

  1. પણ
  2. પણ
  3. કેમ કે
  4. અથવા
  5. તેથી
  6. પરંતુ
  7. કેમ કે
  8. અથવા
  9. તેથી
  10. પણ

અલ્યા, ઊભા થાઓ. છેલ્લીવાર ગાઈએ ગીતડું ‘હુતુતુ … ! જાણે રમવાની ઋતુ ..’

‘આ’ અને ‘ક’ને “બ” વડે જોડી વાક્યો – ડપથી બનાવી બોલો અને લખો :

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 8

  1. મને રમવાનું ગમે છે, પરંતુ મને કોઈ રમાડતું નથી.
  2. મને રમવાનું ગમે છે, તેથી હું તારાથી પહેલો આવી ગયો હતો.
  3. મારે તો કબડ્ડી રમવી છે, પણ મને કોઈ રમાડતું નથી.
  4. મારે તો કબડ્ડી રમવી છે, તેથી હવે રમવા જઈશ.
  5. લખવાનો કંટાળો આવે છે, તેથી હવે રમવા જઈશ.
  6. એ ભલે મોટા હોય, પણ મારા જેવું રમી ન શકે.
  7. તું જીત્યો નથી, કેમ કે હું તારાથી પહેલાં આવી ગયો હતો.
  8. મને રમવાનું ગમે છે એટલે હું ક્રિકેટ રમીશ.
  9. લખવાનો કંટાળો આવે છે એટલે હું ક્રિકેટ રમીશ.
  10. એ ભલે મોટા હોય, પરંતુ મારા જેવું ૨મી ન શકે.

ઘાટા છપાયેલા શબ્દો તમને યોગ્ય લાગે છે? નહીં ને? તો સુધારો અને ફરીથી લખૉ,

એક હતાં રમતુબહેન. એમના ભાઈનું નામ રમતાભાઈ. રમતુબહેન માથા આગળ વાળની ચોટલી વાળે. રમતાભાઈ માથા એટલે ટોપી પહેરે. ભાઈબહેન દરરોજ મેદાન જેથી રમવા જાય. રમતુબહેન ઉપર ચાલે અને રમતાભાઈ એમની પાછળ, મેદાન કારણ કે પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે. રમતાભાઈને સારું રમતાં ન આવડે, ઉપર કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે. રમતુબહેન સરસ રમે મા બધાં એમના હરીફ થવામાં બધાં ગભરાય. રમતાભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં, માં બધાં મને તેમનો સાથીદાર બનાવે. રમતુબહેન એને સમજાવે કે એ પોતે સારી ખેલાડી છે તેથી એ રોજ કસરત કરે છે.
ઉત્તર :
એક હતાં રમતુબહેન. એમના ભાઈનું નામ રમતાભાઈ. રમતુબહેન માથા પાછળ વાળની ચોટલી વાળે. રમતાભાઈ માથા ઉપર ટોપી પહેરે. ભાઈબહેન દરરોજ મેદાન પર રમવા જાય. રમતુબહેન આગળ ચાલે અને રમતાભાઈ એમની પાછળ, મેદાન ઉપર પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે. રમતાભાઈને સારું રમતાં ન આવડે, તેથી કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે, રમતુબહેન સરસ રમે, તેથી એમના હરીફ થવામાં બધાં ગભરાય. રમતાભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં, જેથી બધાં મને તેમના સાથીદાર બનાવે. રમતુબહેન એને સમજાવે કે પોતે સારી ખેલાડી છે, કારણ કે એ રોજ કસરત કરે છે.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

બે મિનિટ વજાસનમાં બેસો. વાંચો :

તેજસ્વિની ગોધરામાં રહે છે. એક દિવસ તેના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો. તે તેને લેવા માટે બસ-સ્ટેશન ગઈ. તેઓ ઘરે પાછાં આવ્યાં. તેજસ્વિનીએ બારણું ખોલ્યું.

હવે વાંચો, આગળ શું થયું…

  • તેજસ્વિની : આવ, હેપ્પી … આવ … અરે ! આ શું?
  • ગીતાંશ : અરે… આ આપણું જ ઘર છે ને?
  • તેજસ્વિની : હા…પણ…
  • ગીતાંશ : મને નથી લાગતું કે તું ઘરમાં બધી વસ્તુઓને આ રીતે ગોઠવી શકે! આ તો માત્ર વાંદરો કરી શકે છે, અને હું તો હમણાં જ આવ્યો. (બંને હસી પડે છે.)
  • તેજસ્વિની : શું કપાળ! આ રૂમનો પાછળનો દરવાજો બંધ કરવાનું હું ભૂલી ગઈ હતી.
  • ગીતાંશ : ઈ … અને ત્યાં જો પાછળ લીમડાના ઝાડ પર તારો બીજો ભાઈ. અને જો કેવી મસ્તીથી તારી વેફર ખાઈ રહ્યો છે.
  • તેજસ્વિની : દોઢ ડાહ્યા… એ વેફર મેં તારા માટે બનાવી હતી.
  • ગીતાંશ : ભલે … એમ પણ મને તો કાકી બનાવે એ જ ભાવે … (તેજસ્વિની તેની સામે ડોળા કાઢે છે.)
  • તેજસ્વિની : અચ્છા, એમ ! મમ્મી તો હવે છેક સાંજે આવશે… ત્યાં સુધી ખાજે આ પંખાની વા.
  • ગીતાંશ : મજાક કરું છું … બાબા … ચાલ પહેલાં આ રૂમને માણસની જેમ ગોઠવી દઈએ.
  • તેજસ્વિની : (હસીને …) : હા … ચાલ … હુપ હૂપ …

કંઈક ખૂટતું હતું તોપણ વાંચી શકાયું ને! હવે ફરીથી વાંચો મોટેથી વાંચો. હવે વાંચો વાંદરાએ શું કરેલું?

વાંદરો પાછળના દરવાજેથી રૂમમાં આવ્યો. બાજુબાજુમાં મૂકેલી ખુરશીઓમાંથી એક ખુરશી પાડી દીધી, ટેબલ ફેન ટેબલ પર હતો તે ઉઠાવી સોફા પર નાખ્યો. ટેબલ પર મૂકેલો પૈસાનો ગલ્લો લઈ જમીન પર નાખ્યો. તે તૂટી ગયો અને તેમાં રહેલા સિક્કા ભોંયતળિયા પર વેરાઈ ગયા. શુઝ ટૂંકમાં મૂકેલાં ચંપલ ફેંક્યાં. એક ચંપલ ખુરશીની નજીક પડવું. બીજું ચંપલ છેક બારણા પાસે ગયું. કબાટમાંથી એક માસ્ક લઈ ખુરશી પર ફેંક્યું. ચશમાં આડી પડેલી ખુરશી પાસે ફેંક્યો, તેથી તેનો એક કાચ નીકળી ગયો. નાના ટેબલ પર મૂકેલી ફૂલદાની લઈ સોફા પર ફેંકી દીવાલ પર ટંગાડેલું ઘડિયાળ નીચે પડ્યું.

તેજસ્વિનીના ઓરડાને વાંદરાએ કેવી રીતે ગોઠવ્યો છે, તે તમે વાંચ્યું ને? તો તે પ્રમાણે ચિત્ર દોરો.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 10

[નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે નોટબુકમાં ચિત્ર દોરવું.]

ટમેટું દૂજે છે કેમ, ભાઈ ? સાંભળો, ગાઑ, વારંવાર ધૂજો.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 11

[વિદ્યાર્થીઓએ પાન નંબર 151 પરનું ગીત સાંભળવું, ગાવું.]

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

વાતચીત

પ્રશ્ન 1.
ટમેટાને શું થયું ત્યારે તમને મજા પડી? ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું?
ઉત્તર :
ટમેટાએ બારીમાંથી સૂરજનો તડકો જોયો ત્યારે મને મજા પડી, ટમેટાને ઠંડી લાગી ત્યારે મને દુ:ખ થયું.

પ્રશ્ન 2.
તમે ફ્રીઝ જોયું છે ? ક્યાં? ફ્રીઝમાં કઈ કઈ વસ્તુઓ હોય છે?
ઉત્તર :
મેં ફ્રીઝ ઘણી જગ્યાએ જોયું છે, ઘરમાં, દવાખાનામાં, દવાની દુકાને, તેમાં પાણી, દૂધ, દહીં, આઇસક્રીમ, શાકભાજી, દવાઓ વગેરે વસ્તુઓ હોય છે.

પ્રશ્ન 3.
ફ્રીઝ વગર શાકભાજી, દહીં, દૂધ કેવી રીતે સાચવી શકાય?
ઉત્તર :
ફ્રીઝ વગર શાકભાજી, દહીં, દૂધ બરફમાં રાખીને સાચવી શકાય.

પ્રશ્ન 4.
ફ્રીઝમાં રહેલાં શાકભાજી ફળ શું વાતો કરતાં હશે?
ઉત્તર :
ફ્રીઝમાં રહેલાં શાકભાજી / ફળ પોતાને ઠંડી ખૂબ લાગે છેની વાતો કરતાં હશે. તેઓ ફ્રીઝમાંથી ક્યારે બહાર નીકળાશે તેની વાતો કરતાં હશે.

પ્રશ્ન 5.
તમને ફ્રીઝ બનવું ગમે કે ફ્રીઝમાં રહેલી વસ્તુ બનવું ગમે? કેમ?
ઉત્તર :
મને ફ્રીઝ બનવું ગમે કેમ કે હું ફ્રીઝ બનું તો હું અન્યને સાચવી શકું, માણસોની સેવા કરી શકું.

પ્રશ્ન 6.
ફ્રીઝમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે?
ઉત્તર :
ફ્રીઝમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં બોલ્યું હશે કે હાશ, છૂટ્યાં જેલમાંથી.

પ્રશ્ન 7.
હવે પછી તમે કોઈને ટમેટું કાપતાં જુઓ ત્યારે તમને શું થાય?
ઉત્તર :
હવે પછી હું કોઈને ટમેટું કાપતાં જોઉં ત્યારે મને થાય કે બિચારું ટમેટું ફ્રીઝમાં ઠંડીથી દુ:ખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યું. એને તો ક્યાંય સુખ જ ના મળ્યું.

[નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]

જવાબ તો તમને આવડશે જ. લખી લો.

પ્રશ્ન 1.
ટમેટાએ બંડી કેમ માગી?
ઉત્તર :
ટમેટાને ફ્રીઝમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માગી.

પ્રશ્ન 2.
ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું?
ઉત્તર :
ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતાં હતાં તે અને સવારનો મીઠો તડકો યાદ આવ્યાં.

પ્રશ્ન 3.
ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું?
ઉત્તર :
ટમેટું દડદડ કરતું ફ્રીઝની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું.

પ્રશ્ન 4.
ટમેટાને ફ્રીઝમાં કોની યાદ આવે છે?
ઉત્તર :
ટમેટાને ફ્રીઝમાં પોતે ડાળ પર અડકો દડકો રમતાં તે અને સવારનો મીઠો તડકો યાદ આવે છે.

પ્રશ્ન 5.
ટમેટાએ કોની પાસે મદદ માગી હતી?
ઉત્તર :
ટમેટાએ દૂધીમાસી પાસે મદદ માગી હતી.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

પ્રશ્ન 6.
ટમેટાને ફ્રીઝ ગમે છે? કેમ ખબર પડી?
ઉત્તર :
ટમેટાને ફ્રીઝ ગમતું નથી. ફ્રીઝમાં તેને ખૂબ ઠંડી લાગતી હતી. મૂળાભાઈએ ટમેટાને ટપલી મારી અને ટમેટું ફ્રીઝની બહાર આવી ગયું. તે વખતે ટમેટાએ બારીમાંથી સૂરજ જોયો અને એની ખુશીનો પાર ન રહ્યો. આ ઉપરથી કહી શકાય કે ટમેટાને ફ્રીઝ ગમતું નથી.

પ્રશ્ન 7.
ટમેટું કોને કોને “થેંક યુ કહેશે? શા માટે?
ઉત્તર :
ટમેટાને મૂળાભાઈએ ટપલી મારી ને તે બહાર આવી શક્યું, તેથી તે મૂળાભાઈને ‘પૅન્ક યુ’ કહેશે. સડકો પાર કરીને બે કિરણો આવ્યાં અને ટમેટાને તડકો પહોરાવ્યો, તેથી તે કિરણોને પણ ‘બૅન્ક યૂ’ કહેશે.

પ્રશ્ન 8.
ટમેટું સૂર્યપ્રકાશ છે તડકો શા માટે ઇચ્છે?
ઉત્તર :
ટમેટું સૂર્યપ્રકાશ તડકો ઠંડીથી બચવા ઇચ્છે.

કવિતાના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા

પ્રશ્ન 1.

  1. …………. નો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટબિલ વધારે આવે.
  2. સૂરજનાં …… ગરમી આપે છે.
  3. સુરતની ………… ખૂબ વખણાય છે.
  4. મારા મામાના લગ્નમાં ………….. નો હલવો બનાવ્યો હતો.
  5. બોરડી જોરથી હલાવી એટલે ટપ ટપ ………… દઈને બોર પડ્યાં.
  6. ઉનાળામાં ડામરની ……….. પર ચાલવું અઘરું છે.

ઉત્તર :

  1. ફ્રીઝ
  2. કિરણો
  3. ધારી
  4. દૂધી
  5. ટપાક
  6. સડક

તમે ફ્રીઝમાં બિરાજેલા ટમૅટારાજ છો, તમારી વાત ઘરના કોઈ એક સભ્યને કહો :

મમ્મી, હું ફ્રીઝમાં હતું. મને ખૂબ જ ઠંડી લાગતી હતી. મેં દુધીમાસીને કહ્યું, “દૂધીમાસી, મને ખૂબ જ ઠંડી લાગે છે. તમે મને જલદી જલદી ગરમ બંડી પહેરાવો. આના કરતાં પહેલાં જ્યારે હું ડાળ પર હતું ત્યારે મને અડકો દડકો રમવાની ખૂબ જ મજા પડતી હતી અને સવારનો તડકો પણ મને ખૂબ જ મીઠો લાગતો હતો.”

મને થતું કે આ ફ્રીઝ કોણે બનાવ્યું હશે? અહીં તો ચારે તરફ ઠંડી જ ઠંડી, જરા પણ ગરમાવો નહિ. સારું થયું કે ભાઈએ ધારી લેવા માટે ફ્રીઝનો દરવાજો ખોલ્યો અને મૂળાભાઈએ મને ધીમેથી ટપલી મારી. ટપલી વાગતાં જ હું દડદડ કરતું ફ્રીઝની બહાર નીકળી ગયું. મેં બારીમાંથી સૂરજને જોયો અને મારી ખુશીનો પાર ન રહ્યો. એટલામાં સૂરજદાદાનાં બે કિરણો સડકો પાર કરીને મારી પાસે આવી પહોંચ્યો અને મને કહેવા લાગ્યા, ‘હે ટમેટારાજા ! તમે અમારો આ આનંદ આપતો તડકો પહેરી લો.’

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

વાંચો, સમજો અને નવી પંકિતઓ બનાવો:

કહે ટમેટું મને ફ્રીઝમાં બહુ લાગે છે ઠંડી,
દૂધીમાસી, દૂધીમાસી ઝટ પહેરાવો બંડી.
ટમેટું કહે, ‘મને ફ્રીઝમાં બહુ ઠંડી લાગે છે.
દૂધીમાસી દૂધીમાસી ઝટ બંડી પહેરાવો’

જોયું? અહીંયાં પંક્તિમાં શબ્દોની જગ્યા બદલાવી તો વાક્ય બની ગયું!
તેથી ઊલટું કરો અને વાક્ય પરથી પંક્તિ બનાવો.
આ પંક્તિ કવિતામાંથી શોધો અને સરખામણી કરો.
ત્યાં નાનાં બે કિરણો સડકો પાર કરીને આવ્યાં,

(અને) કહે ટમેટારાજા મીઠો મીઠો તડકો પહેરો.
ઉત્તર :
ત્યાં નાનાં બે કિરણો આવ્યાં પાર કરીને સડકો, કહે ટમેટારાજા પહેરો, મીઠો મીઠો તડકો.

આ વાક્યોને તમે ગાઈ શકો તેવાં બનાવી શકો?

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 12

પ્રશ્ન 1.
મારું નામ ધમાચકડી ધમાચકડી ધમાચકડી છે.
તારું કામ તો ડાહ્યું ડાહ્યું કહેવાનું કે કરવાનું છે.
ઉત્તર :
ધમાચકડી ધમાચકડી ધમાચકડી મારું નામ, ડાહ્યું ડાહ્યું કહેવાનું ને કરવાનું એ તારું કામ.

કઈ પંક્તિઓ ગાવાની મજા પડે તેવી છે? શા માટે? એવું કેમ લાગે છે?
ઉત્તર :
ઉત્તર’માંની પંક્તિઓ ગાવાની મજા પડે તેવી છે. તેમાં પ્રાસ છે, લય છે. ‘મારું નામ’, ‘તારું કામ’માં પ્રાસ અને લય છે.

આ વાક્યોને ગાઈ શકાય તેવી પંક્તિઓમાં લખો:

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 13

પ્રશ્ન 1.
ટપુ નામનો એક કાચબો હતો, તેની અટક લપલપિયા હતી. એ આખો દી’ પાણીમાં રહીને છબછબિયાં ક્યાં કરે.
ઉત્તર :
ટપુ નામનો હતો એક કાચબો, હતી અટક તેની લપલપિયા, આખો દી’ એ રહે પાણીમાં, કર્યા કરે છબછબિયાં.

પ્રશ્ન 2.
તારી લંકા સળગી ગઈ, પણ મારી પૂંછડી સાજી જ રહી. તારાં તેલ, ગાભા અને દીવાસળી બગડી ગયાં પણ મારી પૂંછડી સાજી રહી.
ઉત્તર :
લંકા તારી સળગી ગઈ પૂંછડી મારી સાજી રહી તેલ પણ તારું, ગાભા તારા દીવાસળી પણ તારી બગડી ગઈ પૂંછડી મારી સાજી રહી.

પ્રશ્ન 3.
હે જૂતાજીના દાક્તર, જરાક નાડી માપો.
મારું ચંપલ બીમાર પડ્યું છે, એની સારી દવા કરો.
ઉત્તર :
જૂતાજીના દાક્તર, જરાક નાડી માપો.
બીમાર પડયું ચંપલ મારું, સારી દવા આપો.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

ગણિત પણ સમજીએ :

નીચેનો કોઠો અને તેની નીચે આપેલા પ્રશ્નો જુઓ: તમારા જૂથમાં ચર્ચા કરી, તમારો ઉત્તર લખો અને વર્ગમાં રજૂ કરો:

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 14

[નોંધઃ વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તક પાન નંબર ૧૫૪ પર આપેલો કોઠો વાંચી ચર્ચા કરીને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખી વર્ગમાં રજૂ કરવા.]

લગભગ સરખા

  • ભેરુ – સાથી, ઘેસ્ત
  • ધમાલ – ધમાચકડી
  • એક્કો – સૌથી બાહોશ
  • પેટપૂજા – ભોજન
  • કોડી – એક જાતનું છીપલું
  • જવનભર – જીવે ત્યાં સુધી
  • ધ્યાનપૂર્વક – એકાગ્રતાથી
  • કયારી – નાનો ક્યારો, પાણી ભરાઈ રહે એવી જમીન
  • બાષ્પીભવન – પ્રવાહીની વરાળ થવી-તેમ થઈને ઊડી જવું તે
  • જગપ્રસિદ્ધ – જગતમાં બધે જાણીતું
  • રસપ્રદ – રસદાયી, રસ પડે તેવું
  • ચપળતા – તરવરાટ
  • આવડત – કુશળતા
  • નિર્ણયશક્તિ – નિર્ણય કરવાની શક્તિ
  • તાલ – યુદ્ધ સમયે રક્ષણ મેળવવાનું સાધન
  • પાચન – પચાવવું તે
  • પૌષ્ટિક – પોષણ મળી રહે તેવો ખોરાક
  • આહાર – ખોરાક
  • પરાણે – મહામહેનતે
  • ઘાટું – ગાઢ
  • ટીંગાડવું – લટકાવવું
  • ઝટ – તરત
  • હૂંફ – ગરમાવો, ઉખા
  • પાર – છેડો, અંત

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

[નોંધ: વિધાર્થીઓએ લગભગ સરખા (શાર્થ) તૈયાર કરવા અને તેના વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં.].

હસવું છે? તો વાંચો

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 15

  • ટિકુ ડૉક્ટર સાહેબ, એક બીમારી થઈ છે.
  • ડૉક્ટર : શું થાય છે?
  • ટિકઃ મને રોજ સપનામાં ક્રિકેટ મૅચ જ દેખાય છે.
  • ડૉક્ટર : ભલે, આ ગોળી લઈ જાઓ, રાત્રે જમ્યા પછી લેવાની.
  • ટિક: સાહેબ, કાલથી લઉં તો ચાલે?
  • ડૉક્ટર: કેમ? આજે શું વાંધો છે?
  • ટિકઃ આજે ફાઇનલ છે, સાહેબ,

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 16

Std 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી Additional Important Questions and Answers

વિશેષ પ્રબનોત્તર,

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
દાદાનું નામ ‘મારદડી માસ્ટર’ કેમ પડ્યું?
ઉત્તર :
મારદડીની રમતમાં દાદાને કદી દડો વાગ્યો નથી અને તે નિશાન ચૂક્યા નથી, તેથી દાદાનું નામ “મારદડી માસ્ટર’ પડ્યું.

પ્રશ્ન 2.
તાકોડી એટલે શું?
ઉત્તર :
તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને એ તાકે તેને પાડી જ દે.

પ્રશ્ન 3.
કઈ છોકરી જબરી તાકોડી હતી?
ઉત્તર :
બહારગામની છોકરી (દાદી) જબરી તાકોડી હતી.

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

નીચેના વિધાનોમાંથી ખરાં વિધાનો સામે જ ✓ની અને ખોટાં વિધાનો સામે ✗ની નિશાની કરોઃ

  1. દાદી ક્રિકેટ રમતાં. ✗
  2. ફૂટબૉલ દેશી રમત છે.✗
  3. દાદીએ મારેલો દો ઘડાને વાગેલો. ✓
  4. દૂધીમાસીએ ટમેટાને બંડી પહેરાવી. ✗
  5. મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. ✓

કસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.

  1. આપણે જીત્યા એટલે આપણા …………. ની ટીમ જીતી. (ગામ, દેશ)
  2. …………… દેશી રમત છે. (મારદડી, ફૂટબૉલ)
  3. ધદા …………… ની રમતમાં એક્કો હતા. (પકડદાવ, મારડી)
  4. દાદી દાદાની જીવનભરની …………. (દુશ્મન, સાથીદાર)
  5. ટમેટાએ બારીમાંથી ………… જોયો. (સૂરજ, ચંદ્ર)

ઉત્તરઃ

  1. દેશ
  2. મારદડી
  3. મારદડી
  4. સાથીદાર
  5. સૂરજ

કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :

  1. મેં ભૂલ કરી, ………… પપ્પા ગુસ્સે થયા નહિ. (તિથી, પણ)
  2. આજે મારો જન્મદિવસ છે, …………. હું ખુશ છું.(તિથી, પણ)
  3. હું મારું ઘરકામ રાત્રે પૂરું કરીશ …………….. સવારે (તિથી, અથવા)
  4. મેહુલે આ પ્રશ્નનો ઉત્તર લખ્યો નહિ, …………… તે પ્રશ્ન બરાબર સમજ્યો નહિ. (તેથી, કેમ કે)
  5. મને ગીતો ગાવાં ગમે છે, …………… હું સંગીતના વર્ગમાં જાઉં છું. (પરંતુ, એટલે)

ઉત્તરઃ

  1. પણ
  2. તેથી
  3. અથવા
  4. કેમ કે
  5. એટલે

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી

નીચેના કોષ્ટકમાં કેટલીક રમતોનાં નામ છે. તેની ફરતે [] કરો અને નીચે લખો:

Class 4 Gujarati Textbook Solutions Chapter 8 ટામેટાની દડી, રમે દાદા-દાદી 17

  1. અલંગડી…
  2. …………
  3. ………….
  4. …………..
  5. …………..
  6. …………
  7. …………
  8. ………….
  9. …………
  10. ……………

ઉત્તર :

  1. લંગડી
  2. પકડદાવ
  3. કબડ્ડી.
  4. સંતાકુકડી
  5. ખોખો
  6. મારદડી
  7. ક્રિકેટ
  8. ફૂટબૉલ
  9. હુતુતુ
  10. ચેસ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *