Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions ફરી એક લટાર – 2 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 4 Gujarati Textbook Solutions ફરી એક લટાર – 2
Class 4 Gujarati Textbook Solutions ફરી એક લટાર – 2 Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
પ્રશ્ન 1.
મિએ રામજીબાપાને ત્યાં કેવા કેવા પ્રકારનો ગોળ જોયો?
ઉત્તર :
મિન્ટ્રએ રામજીબાપાને ત્યાં તાજો, લસલસતો, ગરમ, રાતો, આછો પીળો, મધમધતો અને ગળ્યો જેવા પ્રકારનો ગોળ જોયો.
પ્રશ્ન 2.
મિજુ મંકોડો કેમ લોહીલુહાણ થઈ ગયો? તેને કોણે બચાવ્યો? કઈ રીતે?
ઉત્તર :
એક વાર સાંજે નિશાળેથી ઘરે આવીને મમ્મી પાસે ગોળ ખાવા માંગ્યો. મમ્મીએ ઘરમાં ગોળ ન હોવાથી ભાખરીશાક ખાવાનું કહ્યું. તેથી મિજું રિસાઈ અને ખિજાઈ ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની પૂંઠ પર બચકું ભર્યું. તેને પક્કડ છોડતાં ન આવડતા લોહીલુહાણ થઈ ગયો. તેને તેની મમ્મી મંછીએ માંડ માંડ બે અંકોડા છૂટા પાડી બચકું છોડાવીને બચાવ્યો.
પ્રશ્ન 3.
તૃપ્તિની બહેનપણીઓને શાની નવાઈ લાગી હશે?
ઉત્તર :
તૃપ્તિ “આવ, આવ” બોલી તે સાથે જ જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યાં. તૃપ્તિ જાદુ જાણે છે, તેવું લાગતાં તેની બહેનપણીઓને નવાઈ લાગી હશે.
પ્રશ્ન 4.
ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો?
ઉત્તર :
ભીખના નવા બંગલાની આસપાસ વનરાજી હતી. આથી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો. એને ત્યાંની વનરાજીમાં શિકાર કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું.
પ્રશ્ન 5.
ભીષ્મ તેના ગોદામને કબૂતરખાનું કેમ કહે છે?
ઉત્તર :
ભીષ્મ તેના ગોદામને કબૂતરખાનું કહે છે, કેમ કે તેના ગોદામમાં તેમનો વધારાનો સામાન પડ્યો રહેતો હતો. ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયો હતો, ત્યાં એક માળો હતો. ગોદામની જમીન પખીઓનાં પીંછાં અને હગારથી તેમજ માળામાંથી પડેલાં તણખલાં અને ફૂટેલાં ઈંડાંનાં કોચલાંથી છવાયેલી હતી.
પ્રશ્ન 6.
દેશી રમતો એટલે કેવી રમતો? ઓછામાં ઓછાં બે લક્ષણો લખો.
ઉત્તર :
દેશી રમતો એટલે પોતાના દેશની (સ્વદેશી) જૂની રમતો, તેનાં બે લક્ષણો આ પ્રમાણે છે :
- આ રમતોમાં / નિશ્ચિત જગ્યાની જરૂર પડતી નથી, ગમે ત્યાં રમી શકાય છે.
- આ રમતોમાં વિશેષ સાધન-સામગ્રીની જરૂર પડતી નથી, ખર્ચ બચે છે.
પ્રશ્ન 7.
કૃષ્ણનો બચાવ કોણ કરે છે? કૃષ્ણના બાપુજીનું નામ શું છે?
ઉત્તર :
કૃષ્ણનો બચાવ બળભદ્ર કરે છે. કૃષણના બાપુજીનું નામ વસુદેવ છે.
પ્રશ્ન 8.
ટૉમને ઊંઘમાંથી કોણે જગાડ્યો? કેમ?
ઉત્તર :
ટૉમને ઊંઘમાંથી પોલીમાસીએ જગાડ્યો, કેમ કે રવિવારનો દિવસ હતો. ટૉમને રજા હતી. આજે ઍમને બહારની દીવાલ રંગવાની હતી. પોલીમાસીએ ચૂનો અને પીંછી તૈયાર રાખ્યાં હતાં. આજે ટૉમે તે કામ પૂરું કરવાનું હતું.
પ્રશ્ન 9.
બપોર સુધીમાં આખી દીવાલ ત્રણ વાર કેવી રીતે રંગાઈ શકી?
ઉત્તર :
ટૉમે દીવાલ રંગવાનું કામ પૂરું કરવા માટે યુક્તિ – વિચારી. તેની યુક્તિ સફળ થઈ. બેને દીવાલ રંગવા દેવાના – બદલામાં વૈમને એક સફરજન આપ્યું. બિલી પાસેથી પતંગ = લઈ તેને દીવાલ પર ચૂનો લગાવવાનું કામ સોંપ્યું. એ જ : રીતે જોની પાસેથી લખોટીઓ લીધી. આમ, બપોર સુધીમાં આખી દીવાલ ત્રણ વાર રંગાઈ શકી.
પ્રશ્ન 10.
અટકચાળા પવનની આખી વાત ફરિયાદ તરીકે લખો.
ઉત્તર :
અરે ! આ અટકચાળા પવનિયાથી તો હું હેરાન = થઈ ગઈ છું. એ તોફાની રોજ રાતે સૂ… સૂ… કરતો ? દોડી આવે છે. ઘર બંધ કરું તો ઘરની સાંકળ ખખડાવે છે, હું તાળું ખખડાવે છે. એની ઝાપટથી દીવો ઓલવાઈ જાય છે. ? ઘરનાં નળિયાં ખખડાવે છે. અરે, વૃક્ષો ડોલાવી નાખે છે ! 3 હવે મારે કરવું શું?
પ્રશ્ન 11.
આખા પુસ્તકમાંથી તમે કઈ વાર્તા અને કઈ કવિતાને પહેલો નંબર આપો? કેમ?
ઉત્તર :
આખા પુસ્તકમાંથી હું…
‘આવ, આવ’ – ‘જા, જા’ વાતને પહેલો નંબર આપું, કેમ કે આ વાતમાં જાણવા મળ્યું તેમ કોઈ જાદુ કે ચમત્કાર હોતો 3 નથી. તેમાં માત્ર ચાલાકી અને કરામત હોય છે, તેથી હવે હું જાદુ કે ચમત્કારમાં માનીશ નહિ, ‘મોસમ આવી મહેનતની’ કવિતાને પહેલો નંબર આપું, કેમ કે આ કવિતામાં માણસ જેવી મહેનત કરશે તેવું કુદરત એને ફળ આપશે. આપણે સૌ સાથે મળીને કામ કરીશું, તો આપણો દેશ સુખી થશે ? એવી વાત કરવામાં આવી છે.
2. સંવાદ વાંચો. આપેલ શબ્દ માટેનો અર્થ શોધી લખો :
1. ખિજાવું : ચિડાવું સૌમિલ : અરે પૃથ્વી ! તું આટલો બધો ગુસ્સે કેમ થાય છે?
પૃથ્વી : જો ને, પેલો મૌલિક મને ‘ચોટલી… એ એય ચોટલી’ કહીને ખીજવે છે.
સૌમિલ : એ ભલે ને બોલે. તું અકળાવાનું છોડી દે એટલે એ પોતાની જાતે જ બોલતો બંધ થઈ જશે.
2. રિસાવું: ક્રોધથી નારાજ થવું સેરેના મુસ્કાન, આ રેયાંશ કેમ મોં ફુલાવીને બેઠો છે ને રમવા પણ આવતો નથી?
આરોન : એને નવી સાયકલ જોઈએ છે અને એના પપ્પાએ લાવવાની ના પાડતાં તે રિસાઈ ગયો છે.
સેરેના : તે નારાજ થવાથી સાયકલ થોડી મળી જાય !
3. અધૂરાં વાક્ય પૂરાં કરો :
પ્રશ્ન 1.
- શેરીને નાકે આવેલી દુકાનને અમે ……………………. .
- તે ખેલાડીનું નામ …………………. છે. પણ બધા તેને ……………… તરીકે ઓળખે છે.
- ચાર રસ્તા પર …………….. ની પ્રતિમા છે.
- રાજેશભાઈ પોતાની બાઈકને ………………. કહે છે.
- અમે એક કાચબી પાળી છે અને તેનું નામ …………….. રાખ્યું છે.
ઉત્તર :
- શેરીને નાકે આવેલી દુકાનને અમે ‘સુપર માર્કેટ’ કહીએ છીએ.
- તે ખેલાડીનું નામ રોહિત શર્મા છે. પણ બધા તેને ‘હિટમૅન’ તરીકે ઓળખે છે.
- ચાર રસ્તા પર ‘નેતાજી’ ની પ્રતિમા છે.
- રાજેશભાઈ પોતાની બાઈકને ‘મર્સિડીઝ’ કહે છે.
- અમે એક કાચબી પાળી છે અને તેનું નામ ‘હની’ રાખ્યું છે.
4. ચિત્ર જોઈ તે ખાનામાં ‘સવાર” કાવ્યની પંક્તિનો યોગ્ય ક્રમ લખો :
પ્રશ્ન 1.ઉત્તર :
5. લખો : સાંજ પછી …
પ્રશ્ન 1.
કૂતરાં શું કરે?
ઉત્તર :
કૂતરાં સુરક્ષિત જગ્યા શોધીને આરામ કરે.
પ્રશ્ન 2.
તમારા ફળિયા ! સોસાયટીમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય?
ઉત્તર :
અમારા ફળિયા ! સોસાયટીમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ થાય :
- લોકો કામધંધેથી ઘરે પાછા આવે છે.
- બાળકો જાતજાતની રમતો રમે છે.
- વૃદ્ધો શાંતિથી બેસીને વાતાવરણની મજા માણે છે.
- યુવાનો ભેગાં મળીને ચર્ચા કરે છે.
6. પક્ષીઓ વિશે બોધરાજને કઈ કઈ વાત ખબર હતી ? કેવી રીતે ? જોડકાં જોડો :
પ્રશ્ન 1.
‘અ’ | ‘બ’ |
1. કયું પક્ષી ક્યા વિસ્તારનું છે ? | (અ) તે ચણ લેવા ગયાં હશે. હમણાં પાછાં ફરશે. |
2. કયો માળો કયા પક્ષીનો છે ? | (બ) તેઓ શોધી કાઢશે. |
3. પક્ષી બચાં કઈ રીતે ઉછેરે ? | (ક) આ કાબરનો માળો છે. |
4. પક્ષીના બચ્ચાને આપણાથી અડાય નહીં. | (ડ) પોતે પણ હાથથી એમને અડક્યો નહીં. |
5. પક્ષીઓ પોતાનાં બચ્ચાને શોધી કાઢતાં હોય છે, | (ઈ) જો એ બ્રાહ્મણી કાબર છે. આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે. |
ઉત્તર :
‘અ’ | ‘બ’ |
1. કયું પક્ષી ક્યા વિસ્તારનું છે ? | (ઈ) જો એ બ્રાહ્મણી કાબર છે. આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે. |
2. કયો માળો કયા પક્ષીનો છે ? | (ક) આ કાબરનો માળો છે. |
3. પક્ષી બચાં કઈ રીતે ઉછેરે ? | (અ) તે ચણ લેવા ગયાં હશે. હમણાં પાછાં ફરશે. |
4. પક્ષીના બચ્ચાને આપણાથી અડાય નહીં. | (ડ) પોતે પણ હાથથી એમને અડક્યો નહીં. |
5. પક્ષીઓ પોતાનાં બચ્ચાને શોધી કાઢતાં હોય છે, | (બ) તેઓ શોધી કાઢશે. |
7. વાક્યોમાં જે ભૂલ છે તે સુધારીને લખો. ગાઢા અક્ષરે છાપેલ અક્ષર બદલવાનો નથી.
પ્રશ્ન 1.
જિગીષા ચેસ રમતું ત્યારે નાની જીગર લખોટી રમતું.
ઉત્તર :
જિગીષા ચેસ રમતી ત્યારે નાનો જીગર લખોટી રમતો.
પ્રશ્ન 2.
ભાઈ-બહેન બંને બિચારીએ ઘણું જોર કર્યું પણ તે કુદી ના શક્યું
ઉત્તર :
ભાઈ-બહેન બંને બિચારાંએ ઘણું જોર કર્યું પણ તે કૂદી ના શક્યાં,
પ્રશ્ન 3.
મોટાં બહેન આવી એટલે ઘરમાં બધાં વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ.
ઉત્તર :
મોટાં બહેન આવ્યા એટલે ઘરમાં બધાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયાં.
પ્રશ્ન 4.
કુંભાર થાકી ગઈ, પણ ગધેડો ટસનું મસ ના થયું.
ઉત્તર :
કુંભાર થાકી ગયો, પણ ગધેડો ટસના મસ ના થયો.
પ્રશ્ન 5.
મોટી ઘટાદાર પીપળા પર ઘણાં જીવજંતુ રહેતો હતો.
ઉત્તર :
મોટા ઘટાદાર પીપળા પર ઘણાં જીવજંતુ રહેતાં હતાં.
8. આ ચોપડીમાં અત્યાર સુધીમાં કેટલી વાર્તાઓ વાંચી? કહો. વાક્ય કઈ વાતનું છે ? ઓળખી કાઢો. તે વાર્તામાંથી તે વાક્ય શોધી અહીં લખો. બંને વાક્યો સરખાવો. તેમાં કયા શબ્દો બદલાયેલા હતા? કેમ? ચર્ચા કરો :
પ્રશ્ન 1.
ઉત્તર :
ભૂલવાળું વાક્ય | વાર્તા | વાર્તામાંનું વાક્ય |
1. એવામાં બકરીની એક બચ્ચું આમતેમ કૂદકા મારતી હતી. | સાચો બેટો – ખોટો બેટો | એવામાં એક બકરીનું બચ્ચું આમતેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું. |
2. રામજીબાપુએ હસીને કહ્યું, “એને મારી પાસે મૂકતી જા.” | મિર્જુભાઈ ગોળવાળા | રામજીબાપાએ હસીને કહ્યું, “એને મારી પાસે મુકતાં જાઓ.” |
3. કૂકડાં ચકિત થઈ ગયા. કૂકડાં ભણવાનું ભૂલી ગયાં. | કૂકડીને કલગી ઊગે? | કૂકડી ચક્તિ થઈ ગઈ. કૂકડી ચણવાનું ભૂલી ગઈ. |
4. સવાર થઈ મજૂર કામે લાગી ગયો. | મિડુભાઈ ગોળવાળા | સવાર થઈ. મજૂરો કામે લાગી ગયા. |
5. જેમ મારાં બચ્ચાં મને વહાલાં છે તેમ સૌને પોતપોતાનાં બચ્ચાં વહાલાં હોય. | સાચો બેટો – ખોયે બેટો | જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. |
[નોંધ : વિદ્યાર્થીઓએ બદલાયેલા શબ્દો વિશે ચર્ચા કરવી.]
કયો વિકલ્પ રાખીએ તો વાક્ય સાચું બને? ખોટો વિકલ્પ છેકો :
પ્રશ્ન 1.
ખૂબ જૂના સમયની વાત હર્તી છે.
ચેતન અને લીલા નામના ભાઈ-બહેન હતાં ! છે. તેઓ ધરના આંગણામાં રમતાં હતાં. રમતાં રમતાં બપોર થશે ? થઈ. તડકો વધી ગયો છે કર્યા છે. ચેતન અને લીલાને ગરમી લાગે છે કે લાગશે. ચેતન-લીલા કહે, “સૂરજદાદા, તમે બહુ તાકાતવાળા હતા / છો ?”
સૂરજ કહે, “હાસ્તો. જોયું નહીં ! તમે કેવાં દાઝયાં / દાઝધશો ?”
ચેતન-લીલા પૂછે, “હા, હોં! તો પછી વાદળ તમને કેમ ઢાંકે છે / ઢાંકતું હતું?”
સૂરજ કહે, ”ઓહ ! તો કદાચ વાદળ વધારે તાકાતવાળું હશે / હતું !”
ચેતન-લીલાએ વાદળને પૂછ્યું, “વાદળભાઈ, તમે બહુ તાકાતવાળા ગણાઓ કે ગમશો?”
વાદળ કહે, “હાસ્તો વળી! જોયું નહીં, સૂરજને કેવો ઢાંકી દઈશ / દીધો?”
ચેતન-લીલાએ પૂછયું, “તો પછી પવન વખતે તમે કેમ વેરાઈ જાય છે / જાઓ છો?”
વાદળ કહે, “એ સાચું ! તો કદાચ પવન વધારે તાકાતવાળો હશે / હતો.”
ચેતન-લીલાએ પવનને પૂછશો / પૂછ્યું, “પવનભાઈ, તમે બહુ શક્તિશાળી, કેમ?”
પવન કહે, “હાસ્તો ! જોયું નહીં, વાદળોને એક જ ઝપાટે ક્યાંનાં ક્યાં ઉડીને લઈ જાઉં છું / જઈશ.?”
ચેતન-લીલાએ કહ્યું, “તો પછી પર્વત આગળ તમે કેમ રોકાઈ જાઓ છો / જઈશ.?”
પવન કહે, “તો પછી પર્વત મારાથી વધુ બળવાન હશે / હતો !”
ચેતન-લીલાએ પર્વતને પૂછ્યું, “પર્વતદાદા, પર્વતદાદા તમે બહુ શક્તિશાળી?”
પર્વતે કહ્યું, “એમાં શું પૂછવાનું? જોયું નહીં, પવન જેવો પવન પણ મારી સાથે બાથ ભીડે છે ત્યારે હારી જાય છે!” ચેતન-લીલા કહે, “તો પછી નાનકડું બીજ તમારી જમીનની અંદર ઊંડે સુધી મૂળ જમાવીને કેવી રીતે ઊતરે છે / મુકશે? તે તમારી જમીન ફાડીને બહાર આવી મોટું વૃક્ષ કેવી રીતે બની જાય છે?”
પર્વતે કહ્યું, “તો પછી વૃક્ષ મારાથી વધુ બળવાન હશે !”
ચેતન-લીલાએ વૃક્ષને પૂછયું, “વૃક્ષભાઈ, તમે બાહુબલી જેવાં છો / હશે ?’
વૃક્ષ કહે, “ના રે હું તો સૂરજની ગરમી, વાદળનાં પાણી, પવનની હવા અને પર્વતની જમીનને લીધે ઊગીશ / ઊગું છું.”
ચેતન-લીલા કહે, “તો તો તમે બધાની શક્તિનો ઉપયોગ કરો / કરશો, એમ ને?”
વૃક્ષ કહે, “હા, સૂરજ, પવન, વાદળ અને જમીન ભેગાં મળીને મને ઉછેરે છે / ઉછેરશે.”
ઉત્તર :
કૌસમાંના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય પૂરું કરો :
વિશ, આજીજી, સરપાવ, ભિક્ષા, અપવાદ).
પ્રશ્ન 1.
- લીંબુ ચમચીની રમતમાં આરવ પહેલે નંબરે આવ્યો. તેથી ……………. .
- મોહનભાઈને પગે ખૂબ દુઃખતું હતું. પોતાને સાજા કરવા તેઓ ડૉક્ટરને ……………. .
- જૂના જમાનામાં વિદ્યાર્થીઓ ……………. .
- અમારા ઘરમાં બધાને કેરીનો રસ ભાવે, દુવને જરાય નહીં. ધ્રુવ ……………. .
ઉત્તર :
- લીંબુ ચમચીની રમતમાં આરવ પહેલે નંબરે આવ્યો. તેથી તેને સરપાવ મળ્યો.
- મોહનભાઈને પગે ખૂબ દુઃખતું હતું. પોતાને સાજા કરવા તેઓ ડૉક્ટરને આજીજી કરવા લાગ્યા.
- જૂના જમાનામાં વિદ્યાર્થીઓ ગુરુકુલમાંથી ભિક્ષા માંગવા જતા.
- અમારા ઘરમાં બધાને કેરીનો રસ ભાવે, દુવને જરાય નહીં. ધ્રુવ તેમાં અપવાદ.
“કેમ કે, તેથી” અથવા “કારણ કે’માંથી કોઈ એક શબ્દ વડે વાક્યો જોડોઃ
પ્રશ્ન 1.
માયા ખૂબ ઉતાવળથી લખતી હતી. તેના અક્ષર ખરાબ આવ્યા છે.
ઉત્તર :
માયા ખૂબ ઉતાવળથી લખતી હતી, તેથી તેના અક્ષર ખરાબ આવ્યા છે.
પ્રશ્ન 2.
આપણે પરસેવો થાય તેટલું તો દરરોજ રમવું જ જોઈએ. સ્વાથ્ય માટે તે જરૂરી છે.
ઉત્તર :
આપણે પરસેવો થાય તેટલું તો દરરોજ રમવું જ જોઈએ, કારણ કે (કેમ કે) સ્વાથ્ય માટે તે જરૂરી છે.
પ્રશ્ન 3.
જમ્યા પછી છાસ પીવી જોઈએ. તે પીવાથી પાચન જલદી થાય છે.
ઉત્તર :
જમ્યા પછી છાસ પીવી જોઈએ, કારણ કે કેમ કેતે પીવાથી પાચન જલદી થાય છે.
પ્રશ્ન 4.
હાથી ઝડપથી દોડી શકતો નથી. તેનું શરીર ખૂબ ભારે છે.
ઉત્તરઃ
હાથી ઝડપથી દોડી શક્તો નથી, કેમ કે (કારણ કે) તેનું શરીર ખૂબ ભારે છે.
પ્રશ્ન 5.
ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. ગંદા પાણીથી કૉલેરા, મલેરિયા જેવા રોગ થાય છે.
ઉત્તર :
ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ, કેમ કે (કારણ કે) ગંદા પાણીથી કૉલેરા, મલેરિયા જેવા રોગ થાય છે.
“કહે ટમેટું..” કવિતાના આધારે ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
- …………. પશ્ચિમમાં આથમે છે.
- નદી …………. કરીને સામે કાંઠે જઈએ ત્યારે બીજું ગામ આવે.
- સચિનને મામાના ઘરે જવા નાવડીમાં બેસીને નદી …………. કરવી પડે.
- જાડી રજાઈ ઓઢતાં એવી સરસ …………. મળી કે તરત જ ઊંઘ આવી ગઈ.
- ડૉક્ટરના હાથમાં ઇજેક્શન જોતાં જ રેખાની આંખમાંથી …………. …………. આંસુ પડ્યાં.
ઉત્તર :
- સૂરજ પશ્ચિમમાં આથમે છે.
- નદી પાર કરીને સામે કાંઠે જઈએ ત્યારે બીજું ગામ આવે.
- સચિનને મામાના ઘરે જવા નાવડીમાં બેસીને નદી પાર કરવી પડે.
- જાડી રજાઈ ઓઢતાં એવી સરસ હૂંફ મળી કે તરત જ ઊંઘ આવી ગઈ.
- ડૉક્ટરના હાથમાં ઇજેક્શન જોતાં જ રેખાની આંખમાંથી દડદડ આંસુ પડ્યાં.
અહીં દરેક વાક્યમાં બે વાક્યો ભેળસેળ થઈ ગયાં છે. તેમને છૂટા પાડી સાચાં વાક્યો બનાવો:
પ્રશ્ન 1.
શિક્ષકે બોક્યું બોર્ડ, શાક પરથી મમ્મીએ શબ્દો ભૂસ્યા.
ઉત્તર :
શિક્ષકે બોર્ડ પરથી શબ્દો ભૂસ્યા. મમ્મીએ શાક બાક્યું.
પ્રશ્ન 2.
ઇજેક્શન વાગ્યે ડ્રાઇવરને લગાવ્યું ડૉક્ટરે પગમાં.
ઉત્તર :
ઇવરને પગમાં વાગ્યું. ડૉક્ટરે ઇજેક્શન લગાવ્યું.
પ્રશ્ન 3.
ઊડાઊડ ખોદે પતંગિયું કરે અળસિયું જમીન.
ઉત્તર :
પતંગિયું ઊડાઊડ કરે. અળસિયું જમીન ખોદે.
પ્રશ્ન 4.
ભાવે મીઠાઈ અને ફરસાણ પપ્પાને મમ્મીને.
ઉત્તર :
પપ્પાને ફરસાણ ભાવે. મમ્મીને મીઠઈ ગમે.
પ્રશ્ન 5.
દાખલા ભણ્યા સંસ્કૃતમાં ગણિતમાં શ્લોક ગયા.
ઉત્તર :
સંસ્કૃતમાં શ્લોક ભણ્યા. ગણિતમાં દાખલા ગણ્યા.
સાતથી વધારે શબ્દોવાળું વાક્ય બનાવો. દરેક વાક્યમાં બંને શબ્દો આવવા જરૂરી છે.
પ્રશ્ન 1.
ડાકણ, લીંબુ
ઉત્તર :
કુણાલ કપાસના જીડવાનો રસ લગાડેલી છરી વડે લીંબુ કાપીને ‘કાપી ડાકણ’ જાદુ કર્યું.
પ્રશ્ન 2.
સમડી, આંબો
ઉત્તરઃ
સમડી આંબાના વૃક્ષ પરથી ઊડીને સામેના ઘર પરની છત પર જઈને બેઠી.
પ્રશ્ન 3.
સૈનિક, કસરત
ઉત્તર :
લશ્કરની છાવણીમાં સૈનિકોને દરરોજ સવારે અને સાંજે કસરત કરવી પડે છે.
પ્રશ્ન 4.
કવિતા, અભિનય
ઉત્તર :
અમારાં શિક્ષિકાબહેન અમને દરેક કવિતા અભિનય સાથે ગાઈને સમજાવે છે.
પ્રશ્ન 5.
દોસ્ત, મસ્તી
ઉત્તર :
કૃષ્ણ ભગવાન નાના હતા ત્યારે બધા દોસ્તો સાથે ભેગાં મળીને ખૂબ મસ્તી કરતા.
પ્રશ્ન 6.
ઘરકામ, વાર્તા
ઉત્તર :
મમ્મી મને ધરકામ કરવાનું કહે તો ન ગમે, પરંતુ વાર્તા કહે તો ખૂબ ગમે.