Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
વૉલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ?
ઉત્તર :
લકવાને લીધે વૉલ્ટરના હાથપગ કામ કરતા બંધ થઈ ગયા.

પ્રશ્ન 2.
દાક્તરોએ વૉલ્ટરના રોગ વિશે શો અભિપ્રાય આપ્યો?
ઉત્તરઃ
દાક્તરોએ વૉલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપતાં કહ્યું કે તે જાતે હાથપગ હલાવી શકશે નહિ, તેણે જિંદગીભર વહીલચેરની સહાય લેવી પડશે.

પ્રશ્ન 3.
વૉલ્ટરે એના પગને શું કહ્યું?
ઉત્તરઃ
વૉલ્ટરે એના પગને કહ્યું કે તમે મૂંઝાશો નહિ, ગભરાશો નહિ, સહેજે હિંમત હારશો નહિ, આજ ભલે તમે ચાલી શક્તા ન હો, પણ એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશો.

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

પ્રશ્ન 4.
માતાએ પુત્રને શી પ્રેરણા આપી?
ઉત્તર :
માતાએ પુત્રને પ્રેરણા આપતાં કહ્યું, “તું હિંમત નહિ હારે, તો જે ધારીશ તે કરી શકીશ.”

પ્રશ્ન 5.
ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વૉલ્ટરે શો સંકલ્પ કર્યો?
ઉત્તરઃ
ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વૉલ્ટરે સંકલ્પ કર્યો, “ભલે મારું શરીર આજે અપંગ હોય, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહિ.”

પ્રશ્ન 6.
ઑલિમ્પિક સ્પર્ધામાં વૉલ્ટરને કઈ સિદ્ધિ મળી?
ઉત્તર :
ઑલિમ્પિક સ્પર્ધામાં વૉલ્ટરે 2 મીટર અને 4 સેન્ટિમીટર ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો.

2. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો:

પ્રશ્ન 1.
“પગ સાથે? પગ તે કંઈ સાંભળતા હશે?”
ઉત્તરઃ
આ વાક્ય વૉલ્ટરની માતા બોલે છે અને વૉલ્ટરને કહે છે.

પ્રશ્ન 2.
“જો તું હિંમત નહિ હારે, તો તું જે ધારીશ તે કરી શકીશ.”
ઉત્તર :
આ વાક્ય વૉલ્ટરની માતા બોલે છે અને વૉલ્ટરને કહે છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

પ્રશ્ન 3.
“અરે! હું વિશ્વવિક્રમ સ્થાપીશ.”
ઉત્તર :
આ વાક્ય વૉલ્ટર મનોમન બોલે છે.

3. નીચેનાં કારણો આપોઃ

પ્રશ્ન 1.
વૉલ્ટરે વિશ્વવિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો, કારણ કે…
ઉત્તર :
વૉલ્ટરે વિશ્વવિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો, કારણ કે તેનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું, સંકલ્પ ઘણો બળવાન હતો.

પ્રશ્ન 2.
દાક્તરો પણ મોંમાં આંગળાં નાખી ગયા, કારણ કે….
ઉત્તર :
દાક્તરો પણ મોંમાં આંગળાં નાખી ગયા, કારણ કે દઢ મનોબળને સહારે વૉલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી હતી.

4. જેમાં રેફ’ આવતો હોય તેવા નવા શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો:

પ્રશ્ન 1.
જેમાં રેફ’ આવતો હોય તેવા નવા શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો:
ઉદાહરણ : કેલિપર્સ …………… ……………
……….. ………….. …………
……….. ………….. …………
ઉત્તર :

  1. પુરુષાર્થ આદર્યો
  2. રસપૂર્વક નિર્ધાર નિર્બળ
  3. સ્પર્ધા વર્ષ સુવર્ણ

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :

પ્રશ્ન 1.

  1. મહેનત : ……………..
  2. કૂદકો : ……………….
  3. સ્પર્ધા : ……………..
  4. શ્રદ્ધા : ……………..
  5. દોસ્ત : ……………..
  6. વિશ્વ : ………………

ઉત્તર :

  1. મહેનત : પુરુષાર્થ
  2. કૂદકો : છલાંગ
  3. સ્પર્ધા : હરીફાઈ
  4. શ્રદ્ધા : આસ્થા
  5. દોસ્ત : મિત્ર
  6. વિશ્વ : જગત

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

પ્રશ્ન 1.

  1. હાજર × ………………
  2. આશા × ……………..
  3. પહેલો × ……………..
  4. જીત × …………….
  5. સક્રિય × ……………
  6. મૂંગા × ……………..

ઉત્તર :

  1. હાજર × ગેરહાજર
  2. આશા × નિરાશા
  3. પહેલો × છેલ્લો
  4. જીત × હાર
  5. સક્રિય × નિષ્ક્રિય
  6. મૂંગા × બોલકા

7. નીચેના શબ્દોની સાચી જોડણી લખોઃ

પ્રશ્ન 1.

  1. જીંદગીભર
  2. શ્રધ્ધા
  3. હરિફાઈ
  4. સેન્ટીમીટર
  5. સિધ્ધાંત
  6. અભૂત

ઉત્તર :

  1. જિંદગીભર
  2. શ્રદ્ધા
  3. હરીફાઈ
  4. સેન્ટિમીટર
  5. સિદ્ધાંત
  6. અદ્ભુત

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

8. નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી, સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો

પ્રશ્ન 1.
નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી, સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો
વૉલ્ટરે કહ્યું મા મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહિ ગભરાશો નહિ સહેજે હિંમત હારશો નહિ આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું
ઉત્તર :
વૉલ્ટરે કહ્યું, મા, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહિ, ગભરાશો નહિ, સહેજે હિંમત હારશો નહિ, આજ ભલે તમે ચાલી
શકતા ન હો, પણ એક દિવસ આપણો જરૂચ | ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું.”

9. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો :

પ્રશ્ન 1.

  1. રાકેશ આવ્યો છે. ……………. કહો કે કશું બોલે નહિ. (એણે, એને)
  2. મનોજ, ધીરજ અને રેખા ભણે છે. ……………. કાલે પરીક્ષા આપશે. (બધા, બધાં)
  3. રોશની મારી બહેન છે. ………. વાંચવાની રીત મને ગમે છે. (તેની, તેણી)

ઉત્તરઃ

  1. અને
  2. બધાં
  3. તેની

10. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય, સત્તા

પ્રશ્ન 1.
નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો:
સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય, સત્તા

  1. ……………
  2. ……………
  3. …………..
  4. ……………
  5. …………..

ઉત્તર :

  1. સક્રિય
  2. સત્તા
  3. સહેજ
  4. સ્નાયુ
  5. સ્પર્ધા

Std 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ Additional Important Questions and Answers

વિશેષ પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
વૉલ્ટરના અંતરમાં ઊંડે ઊંડે શું ચમકી રહ્યું હતું?
A. ઑલિમ્પિક
B. વ્હીલચેર
C. આશા
D. ટપલી
ઉત્તરઃ
C. આશા

પ્રશ્ન 2.
વૉલ્ટર કોને પોતાના ‘શાંત મૂંગા દોસ્તો’ કહે છે?
A. પોતાના પગને
B. ભગવાનને
C. પોતાની માતાને
D. કેલિપર્સને
ઉત્તરઃ
A. પોતાના પગને

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

પ્રશ્ન 3.
વૉલ્ટર હરીફાઈ જોવા મેદાનમાં કોના સહારે ગયો?
A. માતાના સહારે
B. ઘોડીના સહારે
C. પટ્ટાને સહારે
D. કૂદકાને સહારે
ઉત્તરઃ
B. ઘોડીના સહારે

પ્રશ્ન 4.
‘અપંગનાં ઓજસ’ પાઠના લેખક કોણ છે?
A. કુમારપાળ દેસાઈ
B. પ્રકાશ લાલા
C. દોલત ભટ્ટ
D. રમણ સોની
ઉત્તરઃ
A. કુમારપાળ દેસાઈ

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો:

પ્રશ્ન 1.
બાળપણમાં વૉલ્ટરને કયા રોગે ઘેરી લીધો હતો?
ઉત્તર :
બાળપણમાં વૉલ્ટરને બાળલકવાના રોગે ઘેરી લીધો હતો.

પ્રશ્ન 2.
વૉલ્ટરે સ્નાયુઓને જીવંત કરવા શું કર્યું?
ઉત્તર :
વૉલ્ટરે સ્નાયુઓને જીવંત કરવા પાણીમાં કસરત તેમજ સતત મહેનત | શરૂ કરી.

પ્રશ્ન 3.
બોલતાં બોલતાં વૉલ્ટર પથારીમાં શાથી ઢળી પડ્યો?
ઉત્તર :
બોલતાં બોલતાં વૉલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવી બેઠો, તેથી પથારીમાં ઢળી પડ્યો.

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

પ્રશ્ન 4.
ઊંચા કૂદકાની હરીફાઈ કયા શહેરમાં યોજાઈ હતી?
ઉત્તર :
ઊંચા કૂદકાની હરીફાઈ બોમાન્ટ શહેરમાં યોજાઈ હતી.

પ્રશ્ન 5.
હરીફાઈના મેદાનમાં કઈ કઈ હરીફાઈઓ ચાલતી હતી?
ઉત્તર :
હરીફાઈના મેદાનમાં દોડ, ઊંચા કૂદકા તેમજ વાંસકૂદકાની હરીફાઈઓ ચાલતી હતી.

પ્રશ્ન 6.
પંદરમી ઑલિમ્પિક સ્પર્ધા ક્યાં યોજાઈ હતી?
ઉત્તર :
પંદરમી ઑલિમ્પિક સ્પર્ધા ફિનલૅન્ડ દેશના હેલસિક શહેરમાં યોજાઈ હતી.

નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

પ્રશ્ન 1.
વૉલ્ટરની માતા અપંગ પુત્ર માટે શું કરતી હતી?
ઉત્તર :
વૉલ્ટરની માતા અપંગ પુત્રની હિંમત જગાડતી. જીવનમાં પુત્ર હતાશ ન થાય એ માટે તેને પ્રેરણા અને પ્રોત્સાહન આપતી. તેને હૃદયમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. તેના પગ પર માલીશ કર્યા કરતી તેમજ દાક્તરોએ બતાવેલા ઉપચારો કર્યા કરતી.

પ્રશ્ન 2.
વાંસકૂદકામાં ખેલાડી વાંસને કેવી રીતે ઓળંગી જતો?
ઉત્તર :
વાંસકુદકામાં બે લાકડીઓ ઉપર એક વાંસ આડો મૂકવામાં આવતો. ખેલાડી દોડીને આવતો. વાંસની નજીક આવીને તે ઠેક લગાવતો. ઠેક લગાવીને તે હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જતો.

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

પ્રશ્ન 3.
વૉલ્ટરને, એની ઉંમરના છોકરા પાસેથી કેવી રીતે પ્રેરણા મળી?
ઉત્તર :
વૉલ્ટર આનંદથી હરીફાઈ જોતો હતો. ત્યાં એની ઉંમરના એક છોકરાએ કમાલ કરી. એણે સહુથી ઊંચો કૂદકો લગાવી, અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. સૌએ તાલીઓના ગડગડાટથી તેને વધાવી લીધો. એને વિજેતા તરીકે ઇનામ મળ્યું. એને ઇનામ લઈ જતાં જોઈ વૉલ્ટરને વિશ્વવિક્રમ સ્થાપવાની પ્રેરણા મળી.

નીચે ખરા વાક્ય સામે ની અને ખોટા વાક્ય સામે ૪ ની નિશાની કરોઃ

  • માએ વૉલ્ટરના નિચેતન મન પર હળવેથી ટપલી મારી.
  • વૉલ્ટરે પોતાનાં અંગોને ‘મુંગા શાંત મિત્રો’ કહ્યા છે.
  • ‘અપંગનાં ઓજસ’ પાઠના લેખક દોલત ભટ્ટ છે.
  • પંદરમી ઑલિમ્પિક સ્પર્ધા હેલસિંકી શહેરમાં યોજાઈ હતી.
  • વૉલ્ટર મનથી અપંગ હતો, શરીરથી નહિ.

કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.

  • એના બંને પગ ……………. હતા. (નિષ્ક્રિય, નિષ્ક્રિય)
  • વૉલ્ટરે અગાઉનો ………….. તોડી નાખ્યો. (વીક્રમ, વિક્રમ)
  • વૉલ્ટરનો ………….. અડગ હતો. (નીર્ધાર, નિર્ધાર)
  • વૉલ્ટરે એક અદ્ભુત ……………. મેળવી. (સીદ્ધિ, સિદ્ધિ)
  • એની માતાએ રોપેલી ……………. સાકાર બનવા માંડી. (શ્રધ્ધા, શ્રદ્ધા)

ઉત્તર :

  • નિષ્ક્રિય
  • વિક્રમ
  • નિર્ધાર
  • સિદ્ધિ
  • શ્રદ્ધા

કૌંસમાં આપેલાં સર્વનામોમાંથી યોગ્ય સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા પૂરી.

પ્રશ્ન 1.

  1. રોશન ……………… ભાઈ છે. ……………… વકીલ છે. (મારો, તે)
  2. ………….. ઉપર કોઈ ગુસ્સો કરે તો ……………… જાત ઉપર કાબૂ રાખવો જોઈએ. (તમારી, તમારા, તમારે)
  3. …………. કાલે મુંબઈ જવાનો છું. ………….. આવશો? (તમે, હ)
  4. ……………. બધાં ભાઈબહેન સંપીને રહીએ છીએ. (અમે, અમારાં)
  5. …………….. કામ જાતે કરવું જોઈએ. (આપણું, આપણે)

ઉત્તર :

  1. મારો, તે
  2. તમારા, તમારે, તમારી
  3. હું, તમે
  4. અમે
  5. આપણે, આપણું

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

કૌસમાં યોગ્ય સર્વનામ રાખી બાકીનાં છેકી નાખો :

પ્રશ્ન 1.

  1. (હું, અમે, બધાં) નિશાળ જાઉં છું.
  2. ભગવાન (સૌનું, તેઓ, કોઈનું) ભલું કરે.
  3. (એણે, એને) કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો.

ઉત્તર :

  1. હું
  2. સૌનું
  3. એણે

અપંગનાં ઓજસ Summary in Gujarati

અપંગનાં ઓજસ પાઠ-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ 1

અપંગનાં ઓજસ શબ્દાર્થ :

  • ઓજસ – બળ, પ્રતિભા
  • લકવો – શરીરનાં અંગો રહી જવાનો રોગ, પક્ષાઘાત
  • પુરુષાર્થ – પ્રયત્ન, મહેનત
  • ઘેરી – ઊંડી, ગહન
  • નિષ્ક્રિય – ક્રિયા ન કરતા હોય તેવા
  • આપમેળે – પોતાની જાતે
  • ઘોડી – (અહીં) જેનો ટેકો લઈ ચલાય એવી લાકડી
  • સહારે – મદદે
  • નિચેતન – ચેતન વિનાના
  • વિક્રમ – કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ
  • ઉપચાર – સારવાર
  • નિર્ધાર – નિશ્ચય, નિર્ણય
  • અડીખમ – મજબૂત
  • કેલિપર્સ – લકવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન
  • પારંગત – હોશિયાર, પ્રવીણ
  • ઑલિમ્પિક – દર ચાર વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ
  • ચુનંદા – ખાસ પસંદ કરેલા, ઉત્તમ

Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

રૂઢિપ્રયોગ

  • હાર ન ખાવી – હાર ન સ્વીકારવી
  • નજર પડવી – ધ્યાન જવું, દેખાવું
  • કમાલ કરવી – આશ્ચર્ય ઉપજાવે એ રીતે કંઈક કરવું મોંમાં આંગળાં
  • નાખવાં – નવાઈ પામવું
  • મેદાને પડવું – જાહેરમાં આવવું
  • વાતાવરણ ભરાઈ જવું – વાતાવરણ ગાજી ઊઠવું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *