Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે ?
ઉત્તર :
નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે.

પ્રશ્ન 2.
નર્મદાનો શો અર્થ થાય છે?
ઉત્તર :
‘નર્મ’ એટલે આનંદ. ‘નર્મદા’ એટલે આનંદ આપનારી.

પ્રશ્ન 3.
ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે?
ઉત્તર :
ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ ‘કબીરવડ’ નામે ઓળખાય છે.’

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

પ્રશ્ન 4.
નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે?
ઉત્તર :
નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું ?
ઉત્તર :
‘પંખીની પાંખે પ્રવાસ કરવો’ એટલે ઊડતા પક્ષી જેવી ઝડપથી પ્રવાસ કરવો.

પ્રશ્ન 2.
નર્મદા ભારતના ક્યા બે ભાગ પાડે છે ?
ઉત્તર :
નર્મદા ભારતના આ બે આડા ભાગ પાડે છે : ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત.

પ્રશ્ન 3.
નર્મદાને ‘રેવા’ શા માટે કહે છે ?
ઉત્તર :
‘રેવા’ એટલે ‘કૂદનારી’. નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતીકૂદતી વહે છે. ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીરગંભીર પ્રવાહ. માટે એને ‘રેવા’ કહે છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

પ્રશ્ન 4.
બંદરકૂદ વિશેની વાતમાં સાહસની શી વાત આવે છે ?
ઉત્તર :
એક ઠેકાણે નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ ક્યાં કરે. આ જગ્યાને ‘બંદરકૂદ’ કહે છે. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત આવે છે : જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કુદાવી જતા.

3. નીચેના શબ્દોની જોડણી સુધારો :

પ્રશ્ન 1.

  1. નઉકાવીહાર ……………
  2. શુરવિર ……………
  3. પત્થર ……………
  4. અણિદાર ……………
  5. આજ્ઞાકિત ……………
  6. જિવાદોરી ……………

ઉત્તર :

  1. નઉકાવીહાર – નૌકાવિહાર
  2. શુરવિર – શૂરવીર
  3. પત્થર – પથ્થર
  4. અણિદાર – અણીદાર
  5. આજ્ઞાતિ – આજ્ઞાંકિત
  6. જિવાદોરી – જીવાદોરી

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

પ્રશ્ન 1.

  1. પર્વત ……………
  2. નજીક ……………
  3. કિનારો ……………
  4. શિલા ……………
  5. લાભ ……………
  6. જળ ……………

ઉત્તર :

  1. પર્વત : ડુંગર
  2. નજીક : પાસે
  3. કિનારો : તટ
  4. શિલા : પથ્થર
  5. લાભ : ફાયદો
  6. જળ : પાણી

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

5. નીચેના શબ્દોના વિરુદ્ધાથી શબ્દો આપો :

પ્રશ્ન 1.

  1. પૂર્વ × ……….
  2. સુંદર × ……….
  3. ઊંચે × ……….
  4. અજવાળું × ……….
  5. લાંબી × ……….
  6. સુખ × ……….

ઉત્તર :

  1. પૂર્વ × પશ્ચિમ
  2. સુંદર × કદરૂપું
  3. ઊંચે × નીચે
  4. આશા × નિરાશા
  5. લાંબી × ટૂંકી
  6. લાભ × ગેરલાભ

નીચેના દરેક શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :

પ્રશ્ન 1.

  1. હોડીમાં બેસીને ફરવું-સહેલગાહ કરવી તે …………………….
  2. સાંબેલા જેવી જાડી ધાર …………………….
  3. ધનુષ્યના જેવું અર્ધગોળ, સપ્તરંગી દેશ્ય …………………….
  4. નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન-ભાગ …………………….
  5. લોકોનું ભરણપોષણ કરનાર, ઉછેરનાર માતા …………………….

ઉત્તર :

  1. હોડીમાં બેસીને ફરવું-સહેલગાહ કરવી – નૌકાવિહાર
  2. સાંબેલા જેવી જાડી ધાર – મુશળધાર
  3. ધનુષ્યના જેવું અર્ધગોળ, સપ્તરંગી દશ્ય – મેઘધનુષ્ય
  4. જેની ચારેકોર પાણી હોય તેવો જમીનનો ભાગ – બેટ
  5. લોકોનું ભરણપોષણ કરનાર, ઉછેરનાર માતા – લોકમાતા

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

7. વિચારીને લખો :

પ્રશ્ન 1.
સરદાર સરોવરથી શા ફાયદા થશે ?
ઉત્તર :
સરદાર સરોવરથી આ ફાયદા થશે :

સરદાર સરોવરથી 1450 મેગાવૉટ જેટલી જળવિદ્યુત ઉત્પન્ન કરી શકાશે.
ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવાનું પાણી મળશે.
લગભગ 19 લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે.

પ્રશ્ન 2.
નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે ?
ઉત્તર :
નર્મદાનાં પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાતો માટે, તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાનાં પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ દૂર કરશે. તેથી નર્મદાને ‘ગુજરાતની જીવાદોરી’ કહી છે.

8. ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો :
ઉદાહરણ :
નર્મ- નર્મદા- આનંદ આપનારી
પ્રશ્ન 1.
Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા 2
ઉત્તર :

  1. સુખ – સુખદા – સુખ આપનારી
  2. વર – વરદા – વરદાન આપનારી
  3. શુભ શુભદા – શુભ આપનારી
  4. હર્ષ – હર્ષદા – આનંદ આપનારી પ્રશ્ન છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

9. નીચેના શબ્દોનો વાક્યપ્રયોગ કરો :

પ્રશ્ન 1.

  1. લીલોતરી : ………………………….
  2. જીવાદોરી : ………………………….
  3. બેટ : ………………………….

ઉત્તર :

  1. લીલોતરી – ચોમાસામાં ધરતી પર લીલોતરી ઊગી નીકળે છે.
  2. જીવાદોરી -નર્મદા ગુજરાતની જીવાદોરી છે.
  3. બેટ – કબીરવડની આસપાસ નર્મદાએ બેટ બનાવ્યો છે.

10. તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.

પ્રશ્ન 1.
તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.
ઉત્તર :
બી / 8, કલ્પતરુ, ઘાટલોડિયા,
અમદાવાદ – 380 061.
તા. 12-2-2014
પ્રિય મિત્ર રાકેશ,
તારો ફોન કે પત્ર નથી. તું પત્ર લખજે. ગઈકાલે સવારે અમે સૌ પ્રવાસેથી પરત ફર્યા છીએ. પ્રવાસમાં અમને બહુ જ મજા પડી. તું આ પ્રવાસમાં જોડાઈ ન શક્યો, તેથી મને થયું કે તને પ્રવાસ વિશે પત્ર લખું!

નર્મદામૈયાનો પ્રવાસ કરતાં લાગ્યું કે આ નદી ખરેખર ગુજરાતના લોકોની જીવાદોરી છે. આ નદી મધ્ય પ્રદેશના અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે. કેટલાય કિલોમીટર સુધી એની બંને બાજુએ બે ઊંચા પર્વતો છે. એનો પ્રવાહ ધસમસતો, ઊછળતો, કૂદતો વહે છે, એના કિનારા પરની કુદરતી શોભા અનેરી છે.

જબલપુર પાસે ભેડાઘાટમાં અમે ચાંદની રાતે નૌકાવિહારની મજા માણી. – બંદરકૂદવાળી જગ્યા જોવાની અમારી ઇચ્છા પૂરી થઈ. ધુંવાધાર ધોધ જોવો એ એક લહાવો છે. સરદાર સરોવર એટલે માનવીનું અદ્ભુત ભગીરથ કાર્ય ! માણસ ધારે તો કેવાં ઉત્તમ કાર્યો કરી શકે છે તેનો આ બંધ ઉત્તમ નમૂનો છે!
આ બધાં સ્થળોના અમે ફોટા પણ પાડેલા છે. આપણે મળીશું ત્યારે હું તને એ બતાવીશ. તારાં મમ્મીપપ્પાને મારાં વંદન.

લિ.
તારા મિત્ર
પ્રતીકના પ્રણામ

11. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.

પ્રશ્ન 1.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
સુંદર, સરસ, સૈનિક, સફેદ, સિંચાઈ, સ્નાન
1. ……….., 2. …………, 3. ……….., 4. ……….., 5. …………
ઉત્તર :
1. સફેદ, 2. સરસ, 3. સિંચાઈ, 4. સુંદર, 5. સૈનિક, 6. સ્નાન.

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

Std 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા Additional Important Questions and Answers

પ્રશ્ન 1.
નીચેનાં વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો :

  1. એક મોચી હતો. તે બહુ પ્રમાણિક હતો.
  2. રાધિકા મારી બહેન છે. તેને રસોઈ કરવી ગમે છે.
  3. આ કપડાં તમારાં છે, તેમને તમારી પાસે રાખો.
  4. હું જાણું છું. મને ગુલાબજાંબુ ભાવે છે. મારી બા મને પીરસે છે.
  5. અમને અમારું ગામ ખૂબ વહાલું છે.
  6. તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી.
  7. તેઓ હવે શું બોલે? તેમને તેમનો હિસ્સો અમે આપી દીધો છે.

ઉત્તરઃ

  1. તે
  2. તેને
  3. તમારાં, તેમને, તમારી
  4. હું, મને, મારી, મને
  5. અમને, અમારું
  6. તું, તેને, તેનો
  7. તેઓ, તેમને, તેમનો, અમે

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

પ્રશ્ન 2.
ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકોઃ

  1. …………….. સામેની દુકાનેથી પરચૂરણ લઈ આવું. (મેં, મને, હું)
  2. ……………. મુંબઈથી ક્યારે આવ્યા? (તમે, હું, મને)
  3. ઈશ્વર ……………. ભલું કરે. (તેને, સૌનું, હુનું)

ઉત્તર :

  1. હું
  2. તમે
  3. સૌનું

વિશેષ પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
‘નર્મદામૈયા’ પાઠના લેખક કોણ છે?
A. રમણ પાઠક
B. રમણલાલ સોની
C. રમણલાલ જોશી
D. કાકા કાલેલકર
ઉત્તર :
B. રમણલાલ સોની

પ્રશ્ન 2.
નર્મદા ક્યા પ્રદેશમાંથી નીકળે છે?
A. ગુજરાતમાંથી
B. મહારાષ્ટ્રમાંથી
C. મધ્ય પ્રદેશમાંથી
D. હિમાલયમાંથી
ઉત્તર :
C. મધ્ય પ્રદેશમાંથી

પ્રશ્ન 3.
નર્મદાકિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે?
A. શુક્લતીર્થ
B. ગલતેશ્વર
C. સોમનાથ
D. દ્વારકા
ઉત્તર :
A. શુક્લતીર્થ

પ્રશ્ન 4.
‘નર્મદા’ શબ્દનો અર્થ શો થાય છે?
A. પૈસા આપનાર
B. ધન આપનાર
C. સમૃદ્ધિ આપનાર
D. આનંદ આપનાર
ઉત્તર :
D. આનંદ આપનાર

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

પ્રશ્ન 5.
ગૌરીશંકર મંદિરને કેટલાં પગથિયાં છે?
A. 101
B. 105
C. 108
D. 110
ઉત્તર :
C. 108

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો?

પ્રશ્ન 1.
ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે?
ઉત્તર :
ગુજરાતની પૂર્વ દિશાએ મધ્ય પ્રદેશ આવેલું છે.

પ્રશ્ન 2.
નર્મદામૈયાનું ઉદ્ભવસ્થાન કયું છે?
ઉત્તર :
નર્મદામૈયાનું ઉદ્ભવસ્થાન મધ્ય પ્રદેશના માઈકલ પર્વતની તળેટીમાં આવેલું અમરકંટક સરોવર છે.

પ્રશ્ન 3.
નર્મદાનાં વખાણ કરવામાં કોણ થાકતું નથી?
ઉત્તર :
આપણા ઋષિમુનિઓ નર્મદાનાં વખાણ કરવામાં થાકતા નથી.

પ્રશ્ન 4.
‘ધુંવાધાર’ એટલે શું?
ઉત્તર :
‘ધુંવા’ એટલે ધુમાડો અને ‘ધાર’ એટલે પાણીની ધારા; ધુંવાધાર’ એ નર્મદાએ બનાવેલા ધોધનું નામ છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

પ્રશ્ન 5.
સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે?
ઉત્તર :
સરદાર સરોવર બંધની ઊંચાઈ 163 મીટર છે.

પ્રશ્ન 6.
ગુજરાત ઉપરાંત બીજા કયા રાજ્યને નર્મદાનાં નીર મળશે?
ઉત્તર :
ગુજરાત ઉપરાંત રાજસ્થાનને નર્મદાનાં નીર મળશે.

વ્યાકરણ

પ્રશ્ન 1.
નીચેના શબ્દોની સાચી જોડણી લખો:

  1. કીલોમીટર
  2. કૂદાકુદ
  3. સૈનીક
  4. મંદીર
  5. જળરાશિ
  6. શુકલતિર્થ
  7. મૂશળધાર

ઉત્તર :

  1. કિલોમીટર
  2. કુદાકુદ
  3. સૈનિક
  4. મંદિર
  5. જળરાશિ
  6. શુક્લતીર્થ
  7. મુશળધાર

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

  • દૂર × નજીક
  • ઉત્તર × દક્ષિણ
  • કુદરતી × કૃત્રિમ
  • આનંદિત × શોકાતુર
  • શુભ × અશુભ

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યોમાં પ્રયોગ કરો:

પંખીની પાંખે ને પાણીના પ્રવાહે જવું-શીધ્ર પ્રવાસ કરવો
વાક્ય : લેખકે નર્મદામૈયાનો પ્રવાસ પંખીની પાંખે ને પાણીના પ્રવાહે કર્યો છે.

જીવાદોરી હોવી – જીવનનો મુખ્ય આધાર હોવો
વાક્ય : નર્મદા ગુજરાતની જીવાદોરી છે.

સ્વપ્ન ફળવાં – ઇચ્છા પૂરી થવી
વાક્ય : દીકરો ડૉક્ટર થતાં મોહનલાલનાં સ્વપ્ન ફળ્યાં.

સર્વનામનો ઉપયોગ કરી નીચેનો ફકરો ફરીથી લખો:

પ્રશ્ન 1.
સર્વનામનો ઉપયોગ કરી નીચેનો ફકરો ફરીથી લખો:
રાજુ વૅકેશનમાં આબુના પ્રવાસે ગયો હતો. ત્યાં રાજુને નખી તળાવમાં – નૌકાવિહાર કરવાની બહુ મજા પડી. રાજુએ તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. રાજુએ પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટાઓ પણ બધાંને બતાવ્યા. રાજુના મિત્રોને રાજુના પ્રવાસનું વર્ણન સાંભળવાની ખૂબ મજા પડી. મિત્રોને ફોટાઓ પણ બહુ જ ગમ્યા.
ઉત્તર :
રાજુ વૅકેશનમાં આબુના પ્રવાસે ગયો હતો. ત્યાં તેને નખી તળાવમાં નૌકાવિહાર કરવાની બહુ મજા પડી. તેણે તે વાત શાળામાં આવીને મિત્રોને કહી. તેણે પ્રવાસ દરમિયાન પાડેલા જુદા જુદા ફોટાઓ પણ બધાંને બતાવ્યા. તેના મિત્રોને તેના પ્રવાસનું વર્ણન સાંભળવાની ખૂબ મજા પડી. તેમને ફોટાઓ પણ બહુ જ ગમ્યા.

નીચેના શબ્દોનો વાક્યપ્રયોગ કરો:

  • મુસાફરી – પિતાજી લાંબી મુસાફરી કરીને રાતે જ આવ્યા છે.
  • ધુંવાધાર – ધુંવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે.
  • અખાત – ખંભાતના અખાતમાં નર્મદા સમુદ્રમાં ભળી જાય છે.
  • નર્મદા – ‘નર્મદા’નો અર્થ છે : આનંદ આપનારી.
  • ગુજરાત – ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

નર્મદામૈયા Summary in Gujarati

નર્મદામૈયા પાઠ-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા 1

નર્મદામૈયા શબ્દાર્થ :

  • નર્મદા – આનંદ આપનાર (અહીં) નદીનું નામ પંખીની પાંખે ને પાણીના
  • પ્રવાહે – ઊંચેથી વહેતા પાણી પર નજર રાખીને, પ્રવાહની જેમ ધસમસતાં
  • ધસમસતી – વેગથી દોડતી, ઉતાવળે વહેતી
  • રેવા – કૂદનારી, નર્મદાનું બીજું નામ
  • સ્તોત્ર – છંદોબદ્ધ સ્તુતિ
  • ત્વદીય – તારાં
  • પાદપંકજ – ચરણકમળ
  • નૌકાવિહાર – (કોઈ જળાશયમાં) હોડીમાં બેસીને ફરવું
  • ચોસઠ જોગણી – ચોસઠ યોગિની, જોગણીની સંખ્યા ચોસઠ છે એવી માન્યતા છે
  • શૂરવીર – બહાદુર
  • ઠેર ઠેર – ઠેકાણે ઠેકાણે
  • પ્રચંડ – કદાવર
  • મુશળધાર – સાંબેલા જેવી જાડી ધારે પડતો વરસાદ
  • મેઘધનુષ્ય – ધનુષ્યના જેવું અર્ધગોળ, સાત રંગોમાં દેખાતું રમણીય દશ્ય
  • શંખજીરુ – સફેદ, કોમળ ચળકતો પથ્થર
  • વિદ્યુત -વીજળી
  • બેટ – નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન-ભાગ
  • સુખાકારી – તંદુરસ્તી, સુખી હાલત
  • ભગીરથ – ભારે પરિશ્રમ (રાજા ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા માટે કર્યો હતો એવો)
  • ભાસ્યો – દેખાયો
  • લોકમાતા – લોકોનું ભરણપોષણ જેનાથી શક્ય બને છે તે નદી
  • જીવાદોરી – જીવનનો મુખ્ય આધાર
  • ચીલો – રસ્તો
  • શૂલપાણેશ્વર – ત્રિશૂળધારી શંકર

Class 5 Gujarati Textbook Solutions Chapter 6 નર્મદામૈયા

રૂઢિપ્રયોગ

  • વાતે વળગવું – વાતો કરવામાં મગ્ન થઈ જવું વ્યર્થ
  • વહી જવું – અર્થ વિના પસાર થઈ જવું
  • સ્વપ્ન ફળવું – ઇચ્છા પૂરી થવી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *