Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં

Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
ઉગમણે આભમાં શું દેખાય છે?
ઉત્તર :
ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે.

પ્રશ્ન 2.
ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઊછળે છે?
ઉત્તર :
કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઊછળે છે.

પ્રશ્ન 3.
પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાનાં ગાન લહેરે છે?
ઉત્તર :
પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડાનાં અને ઝરણાંનાં ગાન લહેરે છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં

પ્રશ્ન 4.
મન ક્યાં આળોટે છે?
ઉત્તર :
દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે.

2. નીચેની પંક્તિઓનો ભાવાર્થ સમજાવો :

પ્રશ્ન 1.
ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર,
ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર.
મન એમાં આળોટે મારી છલંગ;
ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ.
ઉત્તર :
ધરતીની સોડમ પીને ચકચૂર બનેલો વાયરો વાય છે અને (ઘાસ તેમજ પાંદડાં પર પડેલા) ઝાકળમાં (સૂર્યનાં કોમળ) કિરણોના મૃદુ સૂર રેલાય છે. (આ દશ્ય જોઈને) મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે. અને (મારા) ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે.

3. નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક-એક વાક્ય લખો:

પ્રશ્ન 1.

  1. ઉમંગ : ………………………………
  2. ચોપાસ: ………………………………
  3. ચકચૂર : ………………………………
  4. સૂર : ………………………………
  5. છલંગ : ………………………………

ઉત્તર :

  1. ઉમંગ : વર્ગખંડમાં છોકરાં ઉમંગથી ભણે છે.
  2. ચોપાસ: મારી ચોપાસ ફૂલોના છોડ હતા.
  3. ચકચૂર : પૈસાના નશામાં તે ચકચૂર થઈ ગયો છે.
  4. સૂર : સંગીતના સૂર સાથે મંદિરમાં ભજન ગવાય છે.
  5. છલંગ : મોહને પાણીમાં છલંગ મારી.

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :

પ્રશ્ન 1.

  1. પૂર્વ – ……………….
  2. ગગન – ……………….
  3. ઠેકડો – ……………….
  4. પહાડ – ……………….
  5. વાયુ – ……………….
  6. પંખી – ……………….

ઉત્તર :

  1. પૂર્વ – ઉગમણું
  2. ગગન – આકાશ
  3. ઠેકડો – કૂદકો
  4. પહાડ – ડુંગર
  5. વાયુ – પવન
  6. પંખી – વિહંગ

Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં

5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

પ્રશ્ન 1.

  1. ઉગમણું × ………..
  2. પ્રકાશ × ………..
  3. નાનું × ………..
  4. આકાશ × ………..
  5. ઉત્સાહ × ………..
  6. દૂર × ………..

ઉત્તર :

  1. ઉગમણું × આથમણું
  2. પ્રકાશ × અંધકાર
  3. નાનું × મોટું
  4. આકાશ × પાતાળ
  5. ઉત્સાહ × નિરુત્સાહ
  6. દૂર × નજીક

6. નીચેના શબ્દોના પ્રાસમાં વપરાયેલા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો:

પ્રશ્ન 1.

  1. રંગ – …………..
  2. ગાન – ………….
  3. સંગ – …………..
  4. છલંગ – …………..

ઉત્તર :

  1. રંગ – ઉમંગ
  2. ગાન – મેદાન
  3. સંગ – ઉમંગ
  4. છલંગ – ઉમંગ

Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં

Std 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં Additional Important Questions and Answers

વિશેષ પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :

પ્રશ્ન 1.
‘ઉગમણે આભમાં’ એટલે …
A. પૂર્વમાં.
B. પશ્ચિમમાં.
C. દક્ષિણમાં.
D. ઉત્તરમાં.
ઉત્તર :
A. પૂર્વમાં.

પ્રશ્ન 2.
પંખીની પાંખ અને ચાંચમાં વગડા ને ઝરણાનું શું લહેરે છે?
A. ઘાસ
B. પહાડ
C. મેદાન
D. ગાન
ઉત્તર :
D. ગાન

Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં

પ્રશ્ન 3.
ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે?
A. ઘાસ
B. કિરણો
C. ઉમંગ
D. વાયુ
ઉત્તર :
D. વાયુ

પ્રશ્ન 4.
કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે?
A. મનમાં
B. ઝાકળમાં
C. ઘાસમાં
D. ઝરણાંમાં
ઉત્તર :
B. ઝાકળમાં

પ્રશ્ન 5.
‘ચરણોમાં’ કાવ્યના કવિ કોણ છે?
A. યૉસેફ મૅકવાન
B. સુરેશ દલાલ
C. ધર્મેન્દ્ર માસ્તર
D. નટવર પટેલ
ઉત્તરઃ
A. યૉસેફ મૅકવાન

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ

પ્રશ્ન 1.
આ કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે?
ઉત્તર :
આ કાવ્યમાં કવિ સવારનું વર્ણન કરે છે.

પ્રશ્ન 2.
આભના રેલાતા રંગમાં શું શું ઊઘડે છે?
ઉત્તર :
આભના રેલાતા રંગમાં પહાડ, નદી તેમજ મેદાન ઊઘડે છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં

પ્રશ્ન 3.
કવિ કોની દોરે સરી જાય છે?
ઉત્તર :
કવિ કલ્પનાની દોરે સરી જાય છે.

પ્રશ્ન 4.
વાયુ શાથી ચકચૂર છે?
ઉત્તર :
ધરતીની સોડમ પીને વાયુ ચકચૂર છે.

પ્રશ્ન 5.
ઝાકળમાં કોના સૂર રેલાઈ રહ્યા છે?
ઉત્તર :
ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 1.
છલંગ મારીને મન શા માટે ધરતી પર આળોટે છે?
ઉત્તર :
દૂર અને પાસે લીલુંછમ ઘાસ ઊગ્યું છે. ધરતીની સોડમ પીને વાયુ ચકચૂર બન્યો છે. ઘાસ ઉપર ઝાકળ છવાયું છે. ઝાકળમાં સૂર્યનાં કિરણોનો ઝીણો સૂર સંભળાઈ રહ્યો છે. આવા સુંદર અને તાજગીભર્યા વાતાવરણમાં મન છલાંગ મારીને ધરતી પર આળોટે છે.

પ્રશ્ન 2.
સવાર થતાં કુદરતમાં કેવા ફેરફાર થાય છે?
ઉત્તર :
સવાર થતાં, પૂર્વના આકાશમાં રંગો રેલાય છે. પંખીઓ કલશોર કરતાં ઊડવા લાગે છે. સૂર્યના અજવાળામાં પહાડ, નદી અને મેદાન સ્પષ્ટ દેખાય છે. લીલા ઘાસ પરથી પવન વાય છે. ઝાકળ પર પડેલાં સૂર્યનાં કિરણો ઝળહળે છે. આમ, સવાર થતાં કુદરતી વાતાવરણમાં જાતજાતના ફેરફારો થાય છે.

નીચે આપેલી કાવ્યપંક્તિઓ પૂર્ણ કરોઃ

પ્રશ્ન 1.
ઉગમણે આભમાં ………….. ઝરણાંનાં ગાન.
ઉત્તરઃ
ઉગમણે આભમાં રેલાયા રંગ,
ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ.
પંખીની પાંખમાં,
નાનકડી ચાંચમાં,
લહેરે છે વગડા ને ઝરણાંનાં ગાન.

Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં

‘નો, ની, ના, નું’ માંથી યોગ્ય પ્રત્યય વડે ખાલી જગ્યા પૂરોઃ

  • ચાલવાનો ઉમંગ
  • ઝરણાંનાં ગાન
  • ધરતીની મહેક
  • કિરણોના સૂર
  • ઘાસનું મેદાન

નીચેના શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો:

પ્રશ્ન 1.
1. આકાશ, 2. સાથે, 3. શબનમ, 4. સુગંધ, 5. નજીક.
ઉત્તર :
1. આભ, 2. સંગ, 3. ઝાકળ, 4. મહેક, 5. પાસે.

પ્રશ્ન 2.
કાવ્યને આધારે સવારનું વર્ણન ચાર-પાંચ વાક્યોમાં કરો:
ઉત્તર :
ઉગમણા આકાશમાં રંગો રેલાયા છે. એમાં પંખીઓ કલશોર કરે છે. અજવાળું પથરાતાં ધીરે ધીરે પહાડ, નદી તેમજ મેદાન ઊઘડતાં નજરે પડે છે. હરિયાળીમાંથી આવતો પવન ધરતીની મહેક ફેલાવે છે. ઝાકળમાં સૂર્યકિરણો ઝળહળે છે. સવારમાં સૌને કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ થાય છે.

ચરણોમાં Summary in Gujarati

ચરણોમાં પાઠ-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં 1

કાવ્યની સમજૂતી

(સૂર્ય ઊગતાં) પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે અને (મારા) ચરણોમાં ચાલવાનો ઉમંગ ઊછળી રહ્યો છે.

(આ સુંદર સવારે) પંખીઓની પાંખોમાં તેમજ એમની નાજુક નાની ચાંચોમાં વગડાનાં અને ઝરણાંનાં ગાન લહેરે છે. (પંખી કલશોર કરે છે.) (અજવાળું થતાં) ચારે બાજુના પહાડ, નદી તેમજ મેદાન નજરે પડે છે.(એમને જોતાં જ) કલ્પનાના આધારે હું એમની પાસે સરી જાઉં છું અને (મારા) ચરણોમાં ચાલવાનો ઉત્સાહ વધી જાય છે.

(અજવાળું ફેલાતાં) દૂરના તેમજ પાસેના લીલાછમ ઘાસમાં, ધરતીની સોડમ પીને ચકચૂર બનેલો વાયરો વાય છે અને (ઘાસ તેમજ પાંદડાં પર પડેલા) ઝાકળમાં (સૂર્યનાં કોમળ) કિરણોના મૃદુ સૂર રેલાય છે. (આ દશ્ય જોઈને) મારું મન છલાંગ મારીને એમાં આળોટે છે અને (મારા) ચરણોમાં ચાલવાનો ઉત્સાહ ઊછળે છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં

ભાષાસજજતા

પુનરુક્તિઃ પુનર્ ઉક્તિ એટલે ફરી ફરી (વારંવાર) આવતી ઉક્તિ, કાવ્યમાં શબ્દ કે વાક્યખંડને ફરી ફરી રજૂ કરવાથી પુનરુક્તિ રચાય છે. પુનરુક્તિથી કાવ્યપંક્તિને લય મળે છે અને એથી કાવ્યમાં ભાવ કે અર્થનું મહત્ત્વ વધે છે.
ઉદા., 1. હું તારકો ને તૃણની બિચોબિચ,
હું તારકો ને તૃણથી ખિચોખિચ. (ઉશનસ્)

2. છબાકુ કાબર, છબાક હોલો, છબાકુ છબ્બો;
ખિસકોલીનું કૂદવું અમને મળિયું. (જયેન્દ્ર શેખડીવાળા)

પ્રાસ: પ્રાસ એટલે વર્ષોની સમાનતા. દા. ત., નામ, ગામ. અહીં ‘ન્ + આમ, ન્ + આમ,’માં ‘આમ’ શબ્દના વર્ણો સમાન છે, તેથી પ્રાસ રચાય છે. કાવ્યના અર્થ-ભાવને પ્રગટ કરવામાં, વર્ણની સમાનતાનો આ ચમત્કાર, કાવ્યનું મહત્ત્વનું અંગ બની રહે છે.

1. પુરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ટકે શેર ખાજાં. (દલપતરામ)

2. એક ઈડરનો વાણિયો, ધૂળો એનું નામ;
સમી સાંજનો નીકળ્યો, જવા કોથળે ગામ. (રમણલાલ સોની)

‘ચરણોમાં’ કાવ્યમાં વપરાયેલા પ્રાસનાં ઉદાહરણો જુઓ :

  • રેલાયા રંગ  / ઊછળે ઉમંગ
  • દૂર અને પાસમાં  / લીલેરા ઘાસમાં
  • પંખીની પાંખમાં / નાનકડી ચાંચમાં
  • વાયુ ચકચૂર /  કિરણોના સૂર

Class 5 Gujarati Textbook Solutions Chapter 8 ચરણોમાં

ચરણોમાં શબ્દાર્થ :

  • ઉગમણે – સૂરજ ઊગવાની દિશામાં, પૂર્વ દિશામાં
  • આભ – આકાશ, નભ
  • ચરણોમાં – પગમાં
  • ઉમંગ – ઉત્સાહ, આનંદ
  • વગડા(નાં) – જંગલ કે વેરાન પ્રદેશ(ના)
  • ગાન – ગીત
  • ચોપાસે – ચારે બાજુએ
  • ઊઘડે મેદાન – (અહીં) મેદાન નજરે પડે, દેખાવા લાગે
  • કલ્પનાને દોર – કલ્પના રૂપી દોરીને આધારે, કલ્પનાની મદદથી
  • સંગ – સાથે
  • લીલેરા – હરિયાળા, લીલા લીલા
  • વાયુ – પવન
  • ચકચૂર – કેફને લીધે મસ્ત (અહીં) ધરતીની સોડમથી વાયુ મસ્તીભર્યો છે
  • ઝાકળ – ઓસ, સવારે ધાસ તેમજ પાંદડાં પર પડેલાં પાણીનાં બિંદુ
  • ઝીણેરા – સાવ બારીક, તદ્દન ઝીણા
  • સૂર – અવાજ છલંગકૂદકો, ઠેકડો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *