Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 2
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
પ્રશ્ન 1.
ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે?
ઉત્તર :
ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે.
પ્રશ્ન 2.
નર્મદાનો શો અર્થ થાય છે?
ઉત્તર :
નર્મદાનો અર્થ ‘આનંદ આપનાર’ થાય છે.
પ્રશ્ન 3.
રાધિકા કોની પાસે શું માગે છે?
ઉત્તર :
રાધા શ્રીકૃષ્ણ પાસે પોતાના હારનું ખોવાયેલું મોતી માગે છે.
2. ‘નર્મદા’ નદી વિશે પાંચ વાક્યો લખો.
પ્રશ્ન 1.
‘નર્મદા’ નદી વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર :
નર્મદા મધ્ય પ્રદેશના અમરકંટક સરોવરમાંથી નીકળે છે. નર્મદા ભારતના બે ભાગ પાડે છે : ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, સૌને આનંદ અને સુખ આપનારી નર્મદા નદી ભરૂચ આગળ સાગરને મળે છે. નર્મદાનાં પાણી ગુજરાતની પ્રજાની સમૃદ્ધિ વધારશે, તેથી તેને ગુજરાતની જીવાદોરી કહી છે.
3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :
પ્રશ્ન 1.
- ખબર – ………………
- તસ્દી – ………………
- શિલા – ………………
- કિનારો – …………….
- લાભ – ……………….
- પર્વત – ……………..
ઉત્તર :
- ખબર – સમાચાર
- તસ્દી – તકલીફ
- શિલા – પથ્થર
- કિનારો – તટ
- લાભ – ફાયદો
- પર્વત – ડુંગર
4. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો :
પ્રશ્ન 1.
- ……………. ના રંગોમાં તું રમી રહ્યો રળિયાત. (મેઘધનુષ્ય, મેધધનુષ્ય)
- ……………. નગરીમાં એક મોચી રહેતો હતો. (કાસી, કાશી)
- લાવ ને, જરા મોચીને ત્યાં ……………. મારું (આંટો, આટો)
- મારે સજ્જનને અમુક કામને અંગે ……………. જવાનું હતું. (મરવા, મળવા)
ઉત્તર :
- મેઘધનુષ્ય
- કાશી
- આંટો
- મળવા
5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને લખો :
પ્રશ્ન 1.
- રસ્તા વચ્ચે …………… પડ્યો હતો. (પત્થર, પથ્થર)
- સવારે મેં ……………. કર્યો હતો. (નાસ્તો, નાસતો)
- મારો જીવ થઈ ……………. ગયો. (અદ્ધર, અધ્ધર)
- સૂર્ય એ ઊર્જાનો અખૂટ ……………… છે. (સોત, સ્ત્રોત)
ઉત્તર :
- પથ્થર
- નાસ્તો
- અધ્ધર
- સ્રોત
6. નીચેનાં વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો.
પ્રશ્ન 1.
- મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું.
- ગુજરાતની પૂર્વે મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે.
- નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે.
ઉત્તર :
- મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું.
- ગુજરાતની પૂર્વે મધ્ય પ્રદેશ રાજ્ય આવેલું છે.
- નર્મદા બેટમાં કબીરવડ આવેલો છે.
7. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ લખી વાક્યોમાં પ્રયોગ કરો :
પ્રશ્ન 1.
કિંમત કરવી – …………………………….
…………………………………………………..
ઉત્તર :
કિંમત કરવી – માપ કાઢી લેવું
વાક્ય: હીરો હાથમાં લેતાં જ ઝવેરીએ કિંમત કરી લીધી.
પ્રશ્ન 2.
નિસાસો નાખવો – ………………………..
………………………………………………………
ઉત્તર :
નિસાસો નાખવો – દુઃખ કે નાસીપાસ થવાનો ભાવ પ્રકટ કરવો
વાક્ય : છેલ્લા પ્રયત્નમાં પણ નિષ્ફળ જતાં રવિએ નિસાસો નાખ્યો.
પ્રશ્ન 3.
ઉર તણાવું – ………………………………
………………………………………………….
ઉત્તર :
ઉર તણાવું – દિલ ખેંચાવું
વાક્ય : શ્રીકૃષ્ણ તરફ રાધાનું ઉર તણાવા લાગ્યું.
પ્રશ્ન 4.
સ્વપ્ન ફળવું – …………………………….
…………………………………………………
ઉત્તર :
સ્વપ્ન ફળવું – ઇચ્છા પૂરી થવી
વાક્ય : દીકરો ડૉક્ટર થતાં મોહનલાલનું સ્વપ્ન ફળ્યું.
8. નીચેનાં દરેક વિરામચિનનો ઉપયોગ થતો હોય તેવાં બબ્બે વાક્યો લખો :
1. પૂર્ણવિરામ 2. અલ્પવિરામ 3. પ્રશ્નચિહ્ન 4. ઉદ્ગારચિહ્ન
પ્રશ્ન 1.
નીચેનાં દરેક વિરામચિનનો ઉપયોગ થતો હોય તેવાં બબ્બે વાક્યો લખો :
1. પૂર્ણવિરામ, 2. અલ્પવિરામ, 3. પ્રશ્નચિહ્ન, 4. ઉદ્ગારચિહ્ન.
ઉત્તર :
1. પૂર્ણવિરામઃ
- કાશીનગરીમાં એક મોચી રહેતો હતો.
- મનને તૈયાર રાખજો.
2. અલ્પવિરામઃ
- તે સમજી ગયા, મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું. બોલતો નથી.
- જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પૈસા લઈ આવું.
3. પ્રશ્નચિહ્ન:
- મુસાફરી કેટલી લાંબી છે – ખબર છે?
- વારું, કૉફી લેશો?
4. ઉદ્ગારચિહનઃ
- મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે! નમામિ દેવી નર્મદે !
- ચાંદની રાતે નૌકાવિહારની એવી તો મજા આવે !
9. નીચેના આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો :
ત્રાડ, ત્રીજું, ત્રેવડ, ત્રાંસું, ત્રિકોણ
પ્રશ્ન 1.
- ……………………………..
- ……………………………..
- ……………………………..
- ……………………………..
- ……………………………..
ઉત્તર :
- ત્રાડ
- ત્રાંસું
- ત્રિકોણ
- ત્રીજું
- ત્રેવડ