Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 5 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો:
પ્રશ્ન 1.
‘ચરણોમાં’ કાવ્યના કવિ કયા સમયનું વર્ણન કરે છે?
ઉત્તર :
‘ચરણોમાં’ કાવ્યના કવિ સવારનું વર્ણન કરે છે.
પ્રશ્ન 2.
‘વાલો કેસરિયો’ શાનો વેપારી હતો?
ઉત્તરઃ
‘વાલો કેસરિયો’ ઘોડાની લે-વેચ કરનાર વેપારી હતો.
પ્રશ્ન 3.
શિક્ષક લિંકનને કર્યું કામ સોંપે છે?
ઉત્તર :
શિક્ષક લિંકનને પોતાને ત્યાં બાગકામ કરવાનું તેમજ છોડવાઓને પાણી પાવાનું કામ સોંપે છે.
પ્રશ્ન 4.
હિંડોળો ક્યાં બાંધેલો છે?
ઉત્તર :
હિંડોળો આંબાની ડાળે, સોનાની સાંકળ અને રૂપાનાં કડાં વડે બાંધેલો છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
‘ગરણી’ ગામ વિશે પાંચ વાક્યો લખો.
ઉત્તર :
ગરણી ગામ કરણુકી નદીને કાંઠે આવેલું છે. ગરણી ગામ નાનું ખોબા જેવડું છે. એની સુંદરતા ઊડીને આંખે વળગે એવી છે. ગામમાં ઢોર ઝાઝાં છે. એમાં વસતા લોકો ખાધેપીધે સુખી છે.
પ્રશ્ન 2.
‘ભૂલની સજા’ પાઠના આધારે અબ્રાહમ લિંકન વિશે ચાર વાક્યો લખો.
ઉત્તર :
અબ્રાહમ ગરીબ પણ પ્રામાણિક અને તેજસ્વી વિદ્યાર્થી છે. એના સાહેબે વાંચવા આપેલું પુસ્તક પલળવાથી બગડી જાય છે. શિક્ષક આગળ તે પોતાની ભૂલનો એકરાર કરે છે. શિક્ષક સાથેના સંવાદમાં અબ્રાહમનાં સત્યનિષ્ઠા, પ્રામાણિક્તા તેમજ ખેલદિલી જેવાં જીવનમૂલ્યો જોવા મળે છે.
પ્રશ્ન 3.
કોઈ પણ ત્રણ લોકગીતની બે-બે પંક્તિઓ લખો:
ઉત્તર :
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલોને જોવા જઈયે, મોરલી વાગી રે, રાજાના કુંવર !
વાદલડી વરસી રે, સરોવર છળી વળ્યાં,
સાસરિયે જાવું રે, મહિયરિયે મહાલી રહ્યાં … વાદલડી.
તમે એક વાર મારવાડ જાજો રે હો મારવાડા !
તમે મારવાડની મેંદી લાવજો રે હો મારવાડા !
પ્રશ્ન 4.
‘ચરણોમાં’ કવિતાના આધારે સવારનું વર્ણન કરો.
ઉત્તર :
ઉગમણા આકાશમાં પ્રભાતના રંગો રેલાયા છે. પંખીઓ કલરવ કરતાં ઊડી રહ્યાં છે. સૂર્યપ્રકાશ પથરાતાં પહાડ, નદી અને મેદાન નજરે પડે છે. હરિયાળીમાંથી આવતા પવન સાથે ધરતીની મહેક ભળી છે. ઘાસ પર પથરાયેલ ઝાકળમાં સૂર્યકિરણો ઝળહળી રહ્યાં છે. આખી સૃષ્ટિ ઉલ્લાસમય લાગે છે.
3. નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો:
પ્રશ્ન 1.
ઉગમણે આભમાં રેલાયા રંગ,
ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ.
ઉત્તર :
સૂર્ય ઊગતાં પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે અને (મારા). ચરણોમાં ચાલવાનો ઉમંગ ઊછળી રહ્યો છે.
4. નીચેના શબ્દોને સ્થાને ‘હિંડોળો’ કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો:
પ્રશ્ન 1.
- ઝૂલો – ………….
- ચાંદી – ………….
- રુદ્રાક્ષની નાની માળા – ………….
- પાયજામો – ………….
- ફેંટો – ………….
- પગરખું – ………….
ઉત્તર :
- ઝૂલો – હિંડોળો
- ચાંદી – રૂપે
- રુદ્રાક્ષની નાની માળા – બેરખો
- પાયજામો – સુરવાલ
- ફેંટો – મોળિયું
- પગરખું – મોજડી
5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
પ્રશ્ન 1.
- પંખી : ………….
- જણસ : ………….
- ધરપત : ………….
- પરિશ્રમ : ………….
- હિંડોળો : ………….
ઉત્તર :
- પંખી : વિહંગ
- જણસ : દાગીનો
- ધરપત : ધીરજ
- પરિશ્રમ : મહેનત
- હિંડોળો : હીંચકો
6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
પ્રશ્ન 1.
- ઉગમણું × ………….
- બાધવું × ………….
- અભિમાન × ………….
- નફરત × ………….
- લગોલગ × ………….
ઉત્તર :
- ઉગમણું × આથમણું
- બાંધવું × છોડવું
- અભિમાન × નિરભિમાન
- નફરત × પ્રેમ
- લગોલગ × છેટું, દૂર
7. નીચેની સાચી જોડણી યાદ રાખો:
પ્રશ્ન 1.
નીચેની સાચી જોડણી યાદ રાખો:
પ્રીત, સ્તુતિ, વિદ્યાર્થી, પરિસ્થિતિ, પ્રતીક
ઉત્તર :
- પ્રીત
- સ્તુતિ
- વિદ્યાર્થી
- પરિસ્થિતિ
- પ્રતીક
8. એકવચન અને બહુવચન બંને માટે એકસરખા જ વપરાતા હોય તેવા પાંચ-પાંચ શબ્દો વિચારીને લખો.
ઉદાહરણ: પોપટ (એ.વ.) – પોપટ (બ.વ.)
પ્રશ્ન 1.
એકવચન અને બહુવચન બંને માટે એકસરખા જ વપરાતા હોય તેવા પાંચ-પાંચ શબ્દો વિચારીને લખો.
ઉદાહરણ: પોપટ (એ.વ.) – પોપટ (બ.વ.)
ઉત્તરઃ
- ઝાડ
- પંખી
- ફૂલ
- કમળ
- ફળ
9. નીચેની આકૃતિમાં ચાર અક્ષરવાળા શબ્દો મૂકો, જે દરેકના પહેલા બે અક્ષર ‘તર’ હોય અને જેનો અર્થ નીચેનાં વાક્યો મુજબ હોયઃ
પ્રશ્ન 1.
- એક ફળનું નામ – ………………………………………….
- તીરનો ભાથો – ………………………………………….
- ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક – ………………………………………….
- તરવામાં કુશળ – ………………………………………….
- યુક્તિ-પ્રયુક્તિ – ………………………………………….
- પ્રપંચ-કાવતરાં – ………………………………………….
- એક અટક – ………………………………………….
- શાકભાજી-ભાજીપાલો – ………………………………………….
- પક્ષ-તરફદારી – ………………………………………….
- વાવવાનું એક ઓજાર – ………………………………………….
- ભાષાંતર – ………………………………………….
- બારણા નીચેનો ભાગ – ………………………………………….
ઉત્તરઃ
- એક ફળનું નામ – તરબૂચ
- તીરનો ભાથો – તરકસ
- ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક – તરભાણું
- તરવામાં કુશળ – તરવૈયો
- યુક્તિ-પ્રયુક્તિ – તરકીબ
- પ્રપંચ-કાવતરાં – તરકટ
- એક અટક – તરવાડી
- શાકભાજી-ભાજીપાલો – સરકારી
- પક્ષ-તરફદારી – તરફેણ
- વાવવાનું એક ઓજાર – તરફેણ
- ભાષાંતર – તરજુમો
- બારણા નીચેનો ભાગ – તરવટ
10. ‘ગઈકાલની દિનચર્યા’ તમારી રોજનીશી લખો.
પ્રશ્ન 1.
‘ગઈકાલની દિનચર્યા’ તમારી રોજનીશી લખો.
તારીખ : ………..
……………………………………………………………………………………………………………………………………………..
……………………………………………………………………………………………………………………………………………..
……………………………………………………………………………………………………………………………………………..
……………………………………………………………………………………………………………………………………………..
ઉત્તરઃ
તારીખ : 10/01/2014
ગઈકાલે સવારે હું છ વાગ્યે ઊડ્યો હતો. દાંત-મોં સાફ કયાં, નાહ્યા પછી નાસ્તો કર્યો. દસ વાગ્યા સુધી વાંચ્યું. અગિયાર વાગ્યે નિશાળ ગયો. ગુજરાતી, ગણિત, સૌની આસપાસ (પર્યાવરણ) વિષયો ભણ્યો. છ વાગ્યે શાળામાંથી છૂટ્યો. આવીને હાથપગ ધોયા. રમવા ગયો. રમીને ઘેર આવ્યો. વાળુ કર્યું. ઘરકામ -ર્યું. દસેક વાગ્યા સુધી ટીવી જોયું. પછી પ્રાર્થના કરી સૂઈ ગયો.