Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 1 રેલવે-સ્ટેશન Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Chapter 1 રેલવે-સ્ટેશન
Class 6 Gujarati Textbook Solutions Chapter 1 રેલવે-સ્ટેશન Textbook Questions and Answers
અભ્યાસ
ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે ?
ઉત્તર :
ચિત્રમાં સ્ટેશન પર અવર-જવર કરતાં મુસાફરો, ટિકિટ ચેકર, કુલી, બુક-સ્ટૉલ, ટી-સ્ટૉલ ચલાવતા દુકાનદારો, ફળ વેચવાવાળો, ધાબળા વેચવાવાળો વગેરે લોકો નજરે પડે છે.
પ્રશ્ન 2.
કયા કયા સ્ટૉલ નજરે પડે છે ?
ઉત્તર :
ચિત્રમાં જોવા મળતા સ્ટૉલ : પ્રભાત બુક-સ્ટૉલ અને ટી-સ્ટૉલ.
પ્રશ્ન 3.
ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ?
ઉત્તર :
ચિત્રમાં આપેલ ઘડિયાળમાં 4 : 40 વાગ્યા છે.
પ્રશ્ન 4.
કયા કયા ફેરિયાઓ નજરે પડે છે ?
ઉત્તર :
ચિત્રમાં ફળ વેચવાવાળો, ધાબળા વેચવાવાળો જેવા ફેરિયાઓ નજરે પડે છે.
સ્વાધ્યાય
1. તમે રેલવે સ્ટેશન કે બસ-સ્ટેશન પર ગયા જ હશો. તમારા અનુભવના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
કયા કયા સ્ટૉલ જોવા મળે છે ?
ઉત્તર :
રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જોવા મળતા સ્ટૉલ :
- બુક-સ્ટેલ
- ફરસાણ અને મીઠાઈનો સ્ટોલ
- સીંગ-ચણાનો સ્ટૉલ
- સ્ટેશનરીનો સ્ટોલ
- કટલરીનો સ્ટૉલ
- દૂધકેદ્ન
- આઇસક્રીમ પાર્લર
- પાન પાર્લર
- ટી-સ્ટોલ
પ્રશ્ન 2.
કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે ?
ઉત્તર :
રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને લખેલી સૂચનાઓ :
- ખિસ્સાકાતરુઓથી સાવધાન રહો.
- કચરો કચરાપેટીમાં નાખો.
- લાઇનમાં ઊભા રહો.
- અહીં ગંદકી કરવી નહીં.
- ધૂમ્રપાન નિષેધ છે.
- રેલવેના પાટા ઓળંગવા નહીં.
પ્રશ્ન 3.
કયા કયા વિભાગ અને બારીઓ હોય છે ?
ઉત્તર :
રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જોવા મળતા વિભાગો અને બારીઓ :
વિભાગો:
- પાર્સલ વિભાગ
- વિદ્યાર્થી પાસ વિભાગ
- ટિકિટ લેવા માટેનો વિભાગ
- અન્ય મુસાફરો માટેનો પાસ વિભાગ
- રિઝર્વેશન વિભાગ
- મહિલાઓ માટે અલગ ખંડ
- પ્રતીક્ષા ખંડ
- સુરક્ષા વિભાગ
- વર્કશોપ (રિપેરિંગ વિભાગ)
બારીઓ :
ટિકિટ બારી, પૂછપરછ બારી, બુકિંગ બારી
પ્રશ્ન 4.
લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે ?
ઉત્તર :
બસ સ્ટેશન કે રેલવે સ્ટેશને લાઉડ સ્પીકર દ્વારા અપાતી સૂચનાઓ :
- ટ્રેન કે બસ ક્યારે આવશે, કયા પ્લેટફોર્મ પર આવશે તથા ક્યારે ઉપડશે તેની સૂચના.
- બસ કે ટ્રેન મોડી પડવાની હોય તેની સૂચના.
- કોઈનો માલ-સામાન ખોવાયો હોય અથવા મળેલો હોય તેની માહિતી.
- કોઈનું બાળક ખોવાયું હોય તેની સૂચના.
- ખિસ્સાકાતરુઓથી સાવધાન રહેવાની સૂચના.
- અકસ્માત કે દુર્ઘટના વખતે અપાતી જુદી જુદી સૂચનાઓ.
પ્રશ્ન 5.
કયા કયા ફેરિયાઓ જોવા મળે છે ?
ઉત્તર :
રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને જોવા મળતા ફેરિયાઓ :
- ફળ વેચવાવાળો
- સામયિક કે છાપું વેચવાવાળો
- સીંગચણા વેચવાવાળો
- બૂટ-પૉલિશવાળો
- કટલરી વેચવાવાળો
- કુલફી વેચવાવાળો રમકડાં વેચવાવાળો
- ગોળી-બિસ્કિટ વેચવાવાળો
- પાણીના પાઉચ અને બોટલ વેચવાવાળો
પ્રશ્ન 6.
જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો ?
ઉત્તર :
જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અમે નીચે પ્રમાણે પ્રયત્ન કરીશું :
- કચરો કચરાપેટીમાં જ નાખીશું.
- ગમે ત્યાં થૂકીશું નહિ કે પાનની પિચકારી મારીશું નહીં.
- ગંદકી કરીશું નહીં.
- પાણીનો નળ બંધ કરીશું.
- શૌચ તથા પેશાબ શૌચાલયમાં જ કરીશું.
- જાહેર સ્થળોની દીવાલો પર આડાંઅવળાં લીટાં કે ચિતરામણ નહીં કરીએ.
2. નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓની નોંધ કરો :
પ્રશ્ન 1.
1. શાળા
2. દૂધમંડળી
3. આરોગ્ય કેન્દ્ર (દવાખાનું)
4. ગ્રામપંચાયત
5. બસ-સ્ટેશન
ઉત્તર :
1. શાળા
- પાણીનો બગાડ ન કરો.
- સ્વચ્છતા જાળવો.
- લાઇનમાં ચાલો.
- શિસ્ત જાળવો.
- ફૂલ-છોડ ન તોડો.
2. દૂધમંડળી
- લાઇનમાં ઊભા રહી દૂધ ભરાવવું.
- દૂધનું નોંધણી-કાર્ડ સાથે રાખવું.
- ફેટ અપાવ્યા પછી જ દૂધ ભરાવવું.
3. આરોગ્યકેન્દ્ર (દવાખાનું)
- કેસ કઢાવવા બારી નંબર 4 પર જવું.
- પોલિયોની રસી દર રવિવારે પિવડાવવા માવવું.
- બૂટ-ચંપલ અહીં ઉતારો.
- શાંતિ જાળવો.
4. ગ્રામપંચાયત
- જન્મ-મરણની નોંધ અચૂક કરાવવી.
- વેરો સમયસર ભરવો.
- ગ્રામસભામાં હાજરી આપવી.
5. બસ સ્ટેશન
- ખિસ્સાકાતરુઓથી સાવધાન રહો.
- બસે સમયપત્રક મુજબ ઊપડશે.
- ગંદકી કરવી નહીં.’
- કચરો કચરાપેટીમાં નાખો.
3. ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ; રેલવે – રેલવેસ્ટેશન
પ્રશ્ન 1.
- બસ – …………
- જહાજ – ……….
- વિમાન – ………..
- રિક્ષા – ……..
- હેલિકૉપ્ટર – ……
ઉત્તર :
- બસ – બસ સ્ટેશન
- જહાજ – જહાજમથક
- વિમાન – વિમાનમથક
- રિક્ષા – રિક્ષા સ્ટેન્ડ
- હેલિકોપ્ટર – હેલિપેડ
4. સ્વચ્છતા, ધૂમ્રપાન-નિષેધ કે સારા વર્તનને લગતાં સૂત્રો લખો કે બનાવો.
પ્રશ્ન 1.
સ્વચ્છતા, ધૂમ્રપાન-નિષેધ કે સારા વર્તનને લગતાં સૂત્રો લખો કે બનાવો.
ઉત્તર :
સ્વચ્છતા :
- સ્વરછતા જાળવો.
- સ્વચ્છતા ત્યાં પ્રભુતા.
- ગંદકી કરવી નઈં.
- કચરો કચરાપેટીમાં જ નાખો.
- ગમે ત્યાં થુંકવું નહીં.
- દીવાલો પર પાનની પિચકારી મારવી નહીં.
ધૂમ્રપાન નિષેધ :
- ધૂમ્રપાન નિષેધ છે.
- ધૂમ્રપાન સ્વાથ્ય માટે હાનિકારક છે.
- વ્યસન નોંતરે વિનાશ,
સારું વર્તન :
- ઊંચા અવાજે બોલશો નહીં.
- ફૂલ-છોડ તોડશો નહીં.
- પાણીનો બગાડ કરશો નહીં.
- પાણી અને વાણી વિચારીને વાપરો.
- સારા વર્તનથી માન મળે છે.
Std 6 Gujarati Textbook Solutions Chapter 1 રેલવે-સ્ટેશન Additional Important Questions and Answers
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર :
પ્રશ્ન 1.
પાઠમાં આપેલા ચિત્રનું વર્ણન દસ-બાર લીટીમાં કરો.
ઉત્તર :
આ એક રેલવે સ્ટેશનનું ચિત્ર છે. સ્ટેશન પર એક ગાડી ભી છે. જમણી તરફ ટી-સ્ટોલ આવેલો છે. આ ટી-ઑલ પર વાળો સગડી પર ચા ઉકાળી રહ્યો છે. સામેથી એક મુસાફર ટીગેલ તરફ ચા પીવા માટે આવી રહેલો જણાય છે, ડાબી તરફ પ્રભાત ક-સ્ટોલ આવેલો છે. બુક-સ્ટૉલના કાઉન્ટર પર ઊભેલા ભાઈ હિક સાથે કંઈક ચર્ચા કરી રહ્યા છે.
વચ્ચેના ભાગમાં ટિકિટ ચેકર કે સ્ત્રીને કશુંક સમજવી રહ્યા છે. તેમની બાજુમાં એક ફળવાળો અને બીજી ધાબળા વેચવાવાળો એમ બે ફેરિયાઓ નજરે પડે છે. ક દંપતી પ્લેટફોર્મ તરફ જઈ રહ્યું છે. તેમની પાછળ એક કુલી થલારીમાં સામાન લઈને જઈ રહ્યો છે. બીજો એક કુલી થા પર સામાન ઊંચકીને તેની સામેની દિશા તરફ જઈ રહ્યો છે. પ્લેટફૉર્મ પર લગાવેલી ઘડિયાળમાં 4 : 40નો સમય દેખાય છે. પ્લેટફૉર્મની સામેની બાજુ એક બાંકડો અને તેની બાજુમાં એક કચરાપેટી છે.
પ્રશ્ન 2.
પાઠમાં આપેલા ચિત્રમાં કઈ કઈ ક્રિયાઓ દર્શાવવામાં આવી છે?
ઉત્તર :
ચિત્રમાં દર્શાવવામાં આવેલી ક્રિયાઓ :
- ચાવાળો સગડી પર ચા ઉકાળી રહ્યો છે.
- બુક સ્ટોલના કાઉન્ટર પર ઊભેલા ભાઈ ગ્રાહક સાથે કંઈક ચર્ચા કરી રહ્યા છે.
- ટિકિટ ચેકર એક સ્ત્રીને કશુંક સમજાવી રહ્યા છે.
- મુસાફરો ગાડીમાં બેસવા જઈ રહ્યા છે.
- કુલી સામાન લઈને જઈ રહ્યો છે.
પ્રશ્ન 3.
ચિત્રપાઠમાં કોણ કોની સાથે શું વાત કરતાં હશે?
વિચારો…
ઉત્તર :
- બુક-ટોલના કાઉન્ટર પર ઊભેલા ભાઈ ગ્રાહક સાથે પુસ્તકો વિશે વાત કરી રહ્યા હશે…..
- ટિકટ ચેકર અહીંથી ઊપડતી ગાડીઓ વિશેની વાત સ્ત્રીને કરી રહ્યા હશે…
પ્રશ્ન 4.
ચિત્રમાં કુલ કેટલા માણસો દેખાય છે?
ઉત્તર :
ચિત્રમાં કુલ 15 માણસો દેખાય છે.
પ્રશ્ન 5.
ચિત્રમાં બતાવેલ બુક-સ્ટૉલનું નામ શું છે ?
ઉત્તર :
ચિત્રમાં બતાવેલ બુક સ્ટોલનું નામ ‘પ્રભાત બુક – સ્ટોલ’ છે.
રેલવે-સ્ટેશન Summary in Gujarati
રેલવે-સ્ટેશન પાઠ-પરિચય :
આ ચિત્રપાઠમાં રેલવે સ્ટેશનનું આબેહૂબ ચિત્ર આપવામાં આવ્યું છે. આગગાડી, મુસાફરો, ફેરિયાઓ, કુલી વગેરે ચિત્રમાં પ્રત્યક્ષ દેખાય છે. કેટલીક સૂચનાઓ પણ વંચાય છે. ચિત્રનું સારી રીતે અવલોકન કરતાં આ બધું સ્પષ્ટ થશે.
ચિત્રપાઠનો મૂળ ઉદેશ્ય તો વર્ણનનો છે. ચિત્ર જોયા પછી ચિત્રનું વર્ણન આપણે આપણી મૌલિક ભાષામાં કરીએ એનું મહત્ત્વ છે. વર્ણન કરવામાં સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિનો ઉપયોગ કરીએ એ પણ એટલું જ જરૂરી છે. ચિત્રપાઠ આ દૃષ્ટિએ મહત્ત્વનો છે.
રેલવે-સ્ટેશન શબ્દાર્થ :
- પ્રભાત – સવારે
- મોબાઇલ ફોન – હરતાં-ફરતાં સાથે રાખી શકાય તેવો ફોન
- ચિત્ર- ચીતરેલું તે, છબી
- ખિસ્સાકાતરુ – ખિસું કાપીને ચોરી કરનાર