Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા Textbook Questions and Answers

અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો :

પ્રશ્ન 1.
કવિ વાંસડિયામાંથી શું ઉતરાવવા માગે છે ? [ ]
(ક) પ્રભુજી
(ખ) વાંસળી
(ગ) પોપટ
(ઘ) મોર
ઉત્તર :
(ખ) વાંસળી

પ્રશ્ન 2.
વાસંળી કોણ વગાડે છે ? [ ]
(ક) શ્રીકૃષ્ણ
(ખ) ગોવાળ
(ગ) ખેડૂત
(ઘ) ગોપી
ઉત્તર :
(ક) શ્રીકૃષ્ણ

2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
વાંસળીએ શું લટકે છે ?
ઉત્તર :
વાંસળીએ ચાર ફૂમતાં લટકે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

પ્રશ્ન 2.
મેહ કઈ દિશાએથી આવે છે ?
ઉત્તર :
મહ ઉત્તર દિશાએથી આવે છે.

પ્રશ્ન 3.
ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ?
ઉત્તર :
ખેતરમાં મોલ (પાક) ઝૂલી રહ્યો છે.

પ્રશ્ન 4.
ગીતમાં કયાં-કયાં પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
ઉત્તર :
ગીતમાં હંસ, પોપટ ને મોરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન 5.
ગીતમાં શ્રીકૃષ્ણ માટે ક્યા – ક્યા શબ્દો વપરાયા છે ?
ઉત્તર :
ગીતમાં શ્રીકૃષ્ણ માટે વપરાયેલા શબ્દો : પ્રભુજી, નંદજીનો લાડકો અને હરિ.

સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
વાંસળી ‘ઉતરાવવી’ એમ કવિ શા માટે કહે છે ?
‘બનાવવી’ એમ શા માટે નહિ ?
ઉત્તર :
વાંસ વઢાવ્યા પછી તેના પર કેટલીક પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાંસને યોગ્ય ધાટે આપીને તેમાંથી સુંદર વાંસળી તૈયાર કરવામાં આવે છે. આથી કવિ વાંસળી ‘બનાવવી’ એમ નહિ પણ વાંસળી ‘ઉતરાવવી’ એમ કહે છે.

પ્રશ્ન 2.
ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો.
ઉત્તર :
ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી લીલા-સૂકા વાંસની સુંદર મજાની છે. આ વાંસળી ઉપર હંસ, પોપટ ને મોર ચિતરાયેલા છે, વાંસળીના છેડે રંગબેરંગી ચાર ફૂમતાં લટકાવવામાં આવ્યાં છે. આમ, વાંસળી ભગવાનના હાથમાં શોભે તેવી સુંદર છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

પ્રશ્ન 3.
ગીતમાં મોતીડાં શબ્દ કોના માટે વપરાય છે ? શા માટે ?
ઉત્તર :
ગીતમાં મોતીડાં શબ્દ ડાંમાં રહેલા અનાજના દાણા માટે વપરાયો છે. કારણ કે ખેતરમાં ઊભેલા મોલ (પાક) પર સૂર્યના પ્રકાશ પડતાં અનાજ ભરેલાં ટૂંડાં મોતીની જેમ ચમકી ઊઠે છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :

પ્રશ્ન 1.
વાંસળીવાદકોનાં નામ શોધીને લખો.
ઉત્તર :
વાંસળીવાદકોનાં નામ : હરિપ્રસાદ ચૌરસિયા, પન્નાલાલ ઘોષ, રઘુનાથ શેઠ, પ્રકાશ સક્સેના, રાજેન્દ્ર પ્રસન્ના, દેવેન્દ્ર મુક્તશ્વર વગેરે.

પ્રશ્ન 2.
વાંસળી કેવી રીતે વાગતી હશે ?
ઉત્તર :
ફૂંક મારીને વાંસળીના પોલાણમાં હવા દાખલ કરવામાં આવે છે. એ હવાને આંગળિઓ વડે અમુક જ કાણામાંથી પસાર કરાતાં સૂર નીકળે છે. આ રીતે વાંસળી વાગે છે.

પ્રશ્ન 3.
વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતાં વાઘોનાં નામ લખો.
ઉત્તર :
ફૂંક કે હવાથી વાગતાં વાઘો : શહનાઈ, વાજુ, પિપૂડી, હારમોનિયમ.

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

પ્રશ્ન 4.
તમારા વિસ્તારના આવા વાદકોનાં નામ લખો.
ઉત્તર :
મારો વિરતાર કલોલના ખાખરિયા ટપ્પામાં આવેલો છે. મારા વિસ્તારમાં રમતુજી ઢોલી તરીકે પ્રખ્યાત છે. મનસુખલાલ વાજુપેટી વગાડે છે, તબલાં વગાડવામાં મોતીલાલને કોઈ ન પહોચે. વાંસળી તો વ્યાસ ચીમનલાલની ! ચીમનલાલના હાથમાં કાયમ વાંસળી હોય જ ! રાવણહથ્થો કચ્છથી આવેલા કરસનભાઈ પટેલ વગાડે છે. આમ, અમારા વિસ્તારમાં વિવિધ વાઘો અને તેમને વગાડનારા કલાકારો વસે છે.

પ્રશ્ન 5.
અન્ય વાઘોનાં નામ લખી, તેના પ્રસિદ્ધ વાદકોનાં નામ લખો.
ઉત્તર :

  1. તબલાં : ઝાકીર હુસેન
  2. શહનાઈ : ઉસ્તાદ બિસમિલ્લાખાન
  3. ગિટાર : વિશ્વમોહન ભટ્ટ
  4. સંતુર : પંડિત શિવકુમાર શર્મા
  5. સિતાર : પંડિત રવિશંકર
  6. સરોદ : અમજદઅલી ખાન

પ્રશ્ન 6.
શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો.
ઉત્તર :
શ્રીકૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો : શ્યામ, કાનુડો, નંદકિશોર, રણછોડ, ગોવર્ધનધારી, માખણચોર, ઠાકોરજી, ગોવિંદ.

3. ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો :
ઉદાહરણ : આંગળી – અંગૂઠી

પ્રશ્ન 1.

  1. કાન – …………….
  2. નાક – ……………
  3. હાથ – …………..
  4. પગ – …………..
  5. ડોક – ……………
  6. કેડ – …………….

ઉત્તર :

  1. કાન – કુંડળ
  2. નાક – નથણી
  3. હાથ – બંગડી
  4. પગ – ઝાંઝર
  5. ડોક – હાર
  6. કેડ – કંદોરો

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

4. નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલ શબ્દો શોધીને લખો :

પ્રશ્ન 1.

  1. ઉત્તર – …………….
  2. ખેતર – ……………
  3. વરસાદ – ……………
  4. પાક – ……………
  5. દિશા – ……………..
  6. પ્રભુ – ……………

ઉત્તર :

  1. ઉત્તર – ઓતરા
  2. ખેતર – ખેતરિયે
  3. વરસાદ – મેહ
  4. પાકે – મોલ
  5. દિશા – દશા
  6. પ્રભુ – પરંભુજી

5. નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો :

પ્રશ્ન 1.
ખેતરિયે કાંઈ ઝૂલી રહ્યા છે મોલ,
મોલે – મોલે ગૂંથી દીધાં પરભુજીએ મોતીડાં રે લોલ.
આલાલીલા…
ઉત્તર :
ખેતરમાં સરસ મજાનો મોલ (પાક) ઝૂલી રહ્યો છે. (પવનને કારણે પાક લહેરાઈ રહ્યો છે.) પાકનાં જે ડૂડાં છે, એ વૂડાંના દાણા જાણે મોતીડાં હોય તેમ ખેતરમાં ચમકી રહ્યા છે. (અનાજથી ભરેલાં ડાં પર પડતો સૂર્યનો પ્રકાશ, એ પ્રકાશને કારણે ડૂડાંના દાણા મોતીની જેમ ચમકે છે, એવી કવિની કલ્પના છે.)

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

Std 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા Additional Important Questions and Answers

ભાષાસજતા

સમાનાર્થી શબ્દો આપો :

  • પ્રભુ – ભગવાન, ઈશ્વર
  • વાંસળી – બંસી
  • અંગૂઠી – વટી
  • મેહ – વરસાદ
  • હરિ – ભગવાન
  • મોલ – પાક

નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો :

  • પરંભૂ – પ્રભુ
  • વાસળિ વાંસળી
  • ફુમતૂ – ફૂમતું
  • અંગૂઠિ – અંગૂઠી
  • ઝુલવું – ઝૂલવું
  • ગુંથવુ – ગૂંથવું

નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ અનુસાર ગોઠવીને લખો :

પ્રશ્ન 1.
આલાલીલા, વાંસળી, હંસ, પોપટ, પ્રભુજી
ઉત્તર :
આલાલીલા, પોપટ, પ્રભુજી, વાંસળી, હંસ

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

પ્રશ્ન 2.
નંદજી, મોર, અંગૂઠી, ફૂમતું, લાડકો
ઉત્તર :
અંગૂઠી, નંદજી, ફૂમતું, મોર, લાડકો

પ્રશ્ન 3.
મેહ, પાદર, ખેતર, મોલ, મોતીડાં
ઉત્તર :
ખેતર, પાદર, મેહ, મોતીડાં, મોલ

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર

સૂચના પ્રમાણ કરો :

પ્રશ્ન 1.
વિવિધ વાઘોનાં નામ લખો.
ઉત્તર :
વિવિધ વાઘો : તબલાં, ઢોલક, ખંજરી, હારમોનિયમ, સિતાર, બંસરી, સારંગી, સંતુર, ગિટાર, શહનાઈ, સરોદ, વાયોલિન.

પ્રશ્ન 2.
આ વાદ્યો કેવી રીતે વાગતાં હશે?
ઉત્તર :
આ વાઘો ફૂંક મારીને કે ખેંચાયેલા તાર પર ધ્રુજારીથી સૂર ઉત્પન્ન કરી વગાડવામાં આવે છે. દરેક વાઘ જુદી જુદી રીતે તથા અલગ સૂરથી વાગે છે, તબલાં, ઢોલક વગેરે પર થાપ મારવામાં આવે છે કે દાંડી પીટવામાં આવે છે. આમ, સિતાર, બંસરી, તબલાં, શહનાઈ, સરોદ જેવાં વાઘો જુદી જુદી રીતે વગાડવામાં આવે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

પ્રશ્ન 3.
આ વાઘોનો ઉપયોગ કયા કયા પ્રસંગે થાય છે?
ઉત્તર :
આ વાઘોનો ઉપયોગ પ્રાર્થના, ભજન, ધૂન, લોકગીત, ગરબા, લગ્ન વગેરે પ્રસંગે થાય છે.

પ્રશ્ન 4.
તમે કયા અનુભવના આધારે આ કહી શક્યા ? વર્ગમાં ચર્ચા કરો.
ઉત્તર :
જ્યારે લોકસંગીતનો કાર્યક્રમ હોય છે ત્યારે હું મારા બાપુજીની સાથે તે જોવા-સાંભળવા જાઉં છું. આવા જુદા જુદા અનુભવોને આધારે હું આ કહી શક્યો.

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :

પ્રશ્ન 1.
વાંસળી ઉપર શું શું બેસાડેલું છે?
A. કાબર, કાગડો, કોયલ
B. હંસ, પોપટ, મોર
C. બતક, સુગરી, મેના
D. ચકલી, કાગડો, મોર
ઉત્તર :
B. હંસ, પોપટ, મોર

પ્રશ્ન 2.
વાંસળીને છેડે શું લટકે છે?
A. ચાર મોતી
B. ચાર મણકા
C. ચાર રુદ્રાક્ષ
D. ચાર ફૂમતાં
ઉત્તર :
D. ચાર ફૂમતાં

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

પ્રશ્ન 3.
શ્રીકૃષ્ણ આંગળીએ શું પહેર્યું છે?
A. વાળી
B. નથણી
C. અંગૂઠી
D. પીંછું
ઉત્તર :
C. અંગૂઠી

પ્રશ્ન 4.
શ્રીકૃષણે અંગૂઠીમાં શું જડાવ્યું છે ?
A. પીંછું
B. મોતી
C. તારા
D. હીરલા
ઉત્તર :
D. હીરલા

પ્રશ્ન 5.
વરસાદ નાવતાં શું છલી વળ્યું છે?
A. હરિની મટુકી
B. હરિની આંખો
C. હરિનાં પાદર અને ખેતર
D. હરિની ટાંકી
ઉત્તર :
C. હરિનાં પાદર અને ખેતર

પ્રશ્ન 6.
ખેતરમાં શું ઝૂલી રહ્યું છે ?
A. હીંચકો
B. મોલ
C. પંખી
D. માળા
ઉત્તર :
B. મોલ

પ્રશ્ન 7.
“મોલે મોલે ગૂંથી દીધાં પરભુજીએ… રે લોલ.” – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
A. ફૂમતાં
B. હીરલા
C. મોતીડાં
D. દીવડા
ઉત્તર :
C. મોતીડાં

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

આલાલીલા વાંસડિયા Summary in Gujarati

આલાલીલા વાંસડિયા કાવ્ય-પરિચય :

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા 1

આ લોકગીતમાં ભાવસભર રીતે કૃષભકિત ૨જૂ થઈ છે. લોકગીત લોકસમૂહ દ્વારા ૨જાય છે, તો કમ્પત પરંપરાથી લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે, લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવાં હોય છે. તેથી તે નાનાં-મોયે સૌને આનંદ આપે છે. આપણી સંસ્કૃતિમાં કબાભક્તિનો મહિમા અપરંપાર છે. કૃષ્ણભક્તિનાં અનેક પદો-ગીતો રચાયાં છે, ‘આલાલીલા વાંસડિયા’ એની મીઠી હલકથી અલગ તરી આવે છે. જીવંત ભાષા અને મધુર ભાવ ગીતની વિશેષતા છે.

કાવ્યની સરળ સમજૂતી થોડાક ભીના અને થોડાક લીલા વાંસ વઢાવીને, એમાંથી મારા પ્રભુજી માટે એક સરસ વાંસળી બનાવું. (ભગવાન શ્રીકૃષ્ણને વાંસળી ખૂબ જ પ્રિય છે.) એ વાંસળી ઉપર હંસ, પોપટ અને મોર ચિતરાવ્યા. છે. આ વાંસળી નંદજીનો લાડકો એટલે કે કનૈયો વગાડે છે.

વાંસળી ઉપર ચાર રંગબેરંગી ફૂમતાં લટકે છે. ભગવાન શ્રીકૃષ્ણની હીરાજડિત વીંટી પહેરેલી આંગળીઓ આ વાંસળી વગાડે છે. ઉત્તર દિશાના વરસાદથી શ્રીહરિનાં ખેતરો અને પાદર ઊભરાઈ ગયાં છે. ખેતરોમાં મોલ ઝૂલી રહ્યો છે. ટૂંડાં ઉપર અનાજના દાણા રૂપે ભગવાને મોતી ગૂંથી દીધાં છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 10 આલાલીલા વાંસડિયા

આલાલીલા વાંસડિયા શબ્દાર્થ :

  • આલું – ભીનું કે લીલું
  • આલાલીલા – લીલા-સૂકા નંદજીનો
  • લાડકો – શ્રીકૃષ્ણ ઓતરા
  • દેશ – ઉત્તર દિશા
  • મેહ – વરસાદ છલી
  • વળવું – ઊભરાઈ જવું, ઊછળી ઊઠવું
  • મોલ – પાક
  • અંગૂઠી – વીંટી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *