Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન
Class 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન Textbook Questions and Answers
અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :
પ્રશ્ન 1.
આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે ? [ ]
(ક) ધરતીને
(ખ) હિન્દને
(ગ) હિન્દમાતાને
(ઘ) સૌ સંતાનોને
ઉત્તર :
(ગ) હિન્દમાતાને
પ્રશ્ન 2.
કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે ? [ ]
(ક) વેદોની
(ખ) કૃષ્ણની
(ગ) દેવોની
(ઘ) પુણ્યની
ઉત્તર :
(ગ) દેવોની
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1.
કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે ?
ઉત્તર :
કવિ હિન્દુસ્તાનની દેવભૂમિને વંદન સ્વીકારવાનું કહે છે.
પ્રશ્ન 2.
હિંદમાતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે ?
ઉત્તર :
સારું અને પૌષ્ટિક ખાવા-પીવાનું આપીને હિંદમાતા સંતાનોનું પોષણ કરે છે.
પ્રશ્ન 3.
આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે ?
ઉત્તર :
હિન્દુસ્તાનમાં રહેનાર સૌ સમાન છે, સૌએ પરસ્પર પ્રેમ રાખવો તથા એકબીજાની મદદ કરવી જોઈએ, એવો ભાવ આ કાવ્યમાં રજૂ થયો છે.
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ભારતમાં કયા-કયા ધર્મ પાળતી પ્રજા વસે છે ?
ઉત્તર :
ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન, બૌદ્ધ વગેરે અનેક ધર્મ પાળતી પ્રજ વસે છે.
પ્રશ્ન 2.
ભારતભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે ?
ઉત્તર :
જે રીતે માતા બાળકનું પોષણ કરે છે, એ જ રીતે, ભારતમાતા પણ જીવનને જરૂરી એવાં તત્ત્વો, ખોરાક અને પાણી આપે છે, તે માતાની જેમ સૌને સમાન રીતે રાખે છે, એકસરખો પ્રેમ આપે છે. તેથી કવિ ભારતભૂમિને પણ માતા તરીકે સંબોધે છે.
પ્રશ્ન 3.
ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે ?
ઉત્તર :
ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી, બૌદ્ધ વગેરે ધર્મ પાળતી પ્રજ વસે છે. બધાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સંપીને પ્રેમપૂર્વક રહે છે. અહીં નાત-જાત કે અમીરીગરીબીના ભેદભાવ નથી. તેથી ભારતમાં વસતી પ્રજને કવિ એકસમાન ગણે છે.
પ્રશ્ન 4.
ભારતમાતાનાં સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે ?
ઉત્તર :
ભારતમાતાનાં સંતાનો છેલ્લે પરસ્પર પ્રેમથી રહેવાની અને પરસ્પરને મદદ કરવાની પ્રાર્થના કરે છે. આપણે સ્વાર્થી ન બનતાં, આપણાં ભાઈભાંડુઓની અને ભારતની ભૂમિ પર રહેનાર સૌની સેવા કરવી જોઈએ. આપણે કોઈ પણ પ્રકારના ઊંચ-નીચ કે અમીર-ગરીબના ભેદભાવ ન રાખવા જોઈએ.
પ્રશ્ન 5.
‘પ્રાર્થના’ વિશે છ-સાત વાક્યો લખો.
ઉત્તર :
શાળામોમાં પ્રાર્થનાનું સ્થાન અનેરું છે. પ્રાર્થના એ હૃદયનું જ્ઞાન છે. જેમાં સ્નાન કરવાથી શરીર સ્વચ્છ અને પ્રફુલ્લિત થાય છે, તેમ પ્રાર્થનાથી મન પવિત્ર અને પ્રસન્ન થાય છે. પ્રાર્થના માનવીને દયાળુ, નિઃસ્વાર્થી, પ્રેમાળ અને પરોપકારી બનાવે છે. પ્રાર્થનાથી પૈર્ય અને હિંમત કેળવાય છે તથા જીવનના સંકટો સામે ઝઝૂમવાની નવી શક્તિ મળે છે. નિયમિત પ્રાર્થના કરનારને પ્રાર્થનામાં અજબ શક્તિનો અનુભવ થાય છે. આમ, પ્રાર્થના દ્વારા જીવનમાં અનેક ગુણો સાહજિક રીતે કેળવાય છે.
2. માગ્યા મુજબ વિગત લખો :
પ્રશ્ન 1.
ઉત્તર :
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો :
પ્રશ્ન 1.
- જ્ઞાની × ……….
- નીરોગી × ……….
- તવંગર × …………
- ઉચ્ચ × ……….
- સમાન × ……..
- સાક્ષર × ……….
ઉત્તર :
- જ્ઞાની × અજ્ઞાની
- નીરોગી × રોગી
- તવંગર × ગરીબ
- ઉચ્ચ × નીચ
- સમાન × અસમાન
- સાક્ષર × નિરક્ષર
4. કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :
પ્રશ્ન 1.
પોષો તમે ……………………………..
………………………. સંતાન સૌ તમારાં !
ઉત્તર :
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે અને તે સંતાન સૌ તમારાં !
પ્રશ્ન 2.
સૌની સમાન ………………………….
………………………. સંતાન સૌ તમારાં !
ઉત્તર :
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચ-નીચ કોઈ સંતાન સૌ તમારાં !
5. ‘વિવિધતામાં એકતા’ વિશે શિક્ષકની મદદથી આઠ-દસ વાક્યો લખો.
પ્રશ્ન 1.
‘વિવિધતામાં એકતા’ વિશે શિક્ષકની મદદથી આઠ-દસ વાક્યો લખો.
ઉત્તર :
આપણો દેશ વિશાળ અને વૈવિધ્યતાથી ભરેલો છે. સમુદ્ર, નદીઓ, રણ અને જંગલોથી આ દેશ સમૃદ્ધ છે. આ દેશમાં અનેક સંસ્કૃતિ અને ધર્મના લોકો આવ્યા અને દેશને પોતાનો માની અહીં જ વસી ગયા. આજે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ, જૈન વગેરે ધર્મના લોકો આપણા દેશમાં રહે છે. ધર્મ તો અલગ છે જ સાથે સાથે તેમના રીતરિવાજો, પહેરવેશ અને ખાનપાનમાં પણ વૈવિધ્ય છે.
આ વૈવિધ્ય હોવા છતાં દેશની પ્રજા _સંપ અને પ્રેમથી રહે છે. પરસ્પર એકબીજાને મદદ કરે છે. એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવે છે. સામાજિક પ્રસંગોમાં સૌ સહભાગી બને છે. આ રીતે અહીં ‘વિવિધતામાં એકતા’નાં દર્શન થાય છે. ખરેખર, આપણે સૌ ભારતમાતાનાં સંતાનો છીએ. તેથી કોઈ પણ પ્રકારના ભેદભાવ, ઊંચ-નીચ વગેરેને અહીં સ્થાન નથી. આપણે સૌ સાથે મળીને ગાઈએ
ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
Std 6 Gujarati Textbook Solutions Chapter 2 હિંદમાતાને સંબોધન Additional Important Questions and Answers
ભાષાસજતા
સમાનાર્થી શબ્દો આપો:
- વંદન – નમસ્કાર
- શુભ – સારું
- રોગી – બીમાર
- નિરોગી – તંદુરસ્ત
- નિધન – ગરીબ
- તવંગર – પૈસાદાર, અમીર
- નિરક્ષર – અભણ
- માતા – જનની, જનેતા
- સેવા – ચાકરી, ખિદમત
- પ્રાર્થના – સ્તુતિ, વંદના
વિરુદ્ધાર્થી શબ્દો આપોઃ
- સમાન × અસમાન
- શુભ × અશુભ
- રોગી × નિરોગી
- નિર્ધન × તવંગર
- શાની × અજ્ઞાની
- નિરક્ષર × સાક્ષર
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો :
પ્રશ્ન 1.
નિરોગી, નિર્ધન, તવંગર, વંદન, નિરક્ષર
ઉત્તર :
તવંગર, નિરક્ષર, નિરોગી, નિર્ધન, વંદન
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
- સુભ – શુભ
- નીરધન – નિર્ધન
- ગ્યાની – જ્ઞાની
- નિરકષર – નિરક્ષર
- નીરોગિ – નિરોગી
- પરસપર – પરસ્પર
નીચેના શબ્દ-જોડકાંનો અર્થ લખોઃ
પ્રશ્ન 1
- સર – શર
- સાપ – શાપ
- સરત – શરત
- સાર – શાર
- સમ – શમ
- સૂર – શૂર
- પાસ – પાશ
- સત – શત
- કેસ – કેશ
ઉત્તરઃ
- સર – સરોવર, શર – બાણ
- સાપ – સર્પ, શાપ – બદદુઆ
- સરત – ધ્યાન, શરત – હોડ
- સોર – કસ, શાર – છિદ્ર
- સમ – સોગંદ, સરખું, શમ – શાંત થવું
- સૂર – અવાજ, શૂર – શૌર્ય, જુસ્સો
- પાસ – ઉત્તીર્ણ, પાશ – ફાંસો
- સંત – સત્ય, શત – સો
- કેસ – મુકદમો, કેશ – વાળ
નીચે ‘સ’ અને ‘શની ભૂલ થઈ છે, એવા કેટલાક શબ્દો આપ્યા છે. આ શબ્દોની ભૂલ સુધારીને ફરીથી લખોઃ
પ્રશ્ન 1.
- શિખવાડો
- રશ
- શભર
- સેરી
- શાગર
- વિસે
ઉત્તર :
- શિખવાડો
- રસ
- સભર
- શેરી
- સાગર
- વિશે
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
સંતાનો ભેગા મળીને કોને વંદન કરે છે?
ઉત્તરઃ
સંતાનો ભેગા મળીને હિંદમાતાને (હિંદુસ્તાનની પવિત્ર ભૂમિને વંદન કરે છે.
પ્રશ્ન 2.
કાવ્યમાં આપેલ ‘વિશ્વાસી’ શબ્દનો અર્થ જણાવો.
ઉત્તર :
‘વિશ્વાસી’ એટલે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર,
પ્રશ્ન 3.
હિંદમાતા સૌને કેવી રીતે પોષે છે?
ઉત્તરઃ
હિંદમાતા સૌને સારું ખાવા-પીવાનું આપીને પોષે છે.
પ્રશ્ન 4.
કાવ્યમાં ‘ગરીબ’ અને ‘પૈસાદાર’ માટે કયો શબ્દ વપરાયો છે?
ઉત્તર :
કાવ્યમાં ‘ગરીબ’ માટે ‘નિર્ધન’ અને ‘પૈસાદાર’ માટે ‘તવંગર’ શબ્દ વપરાયો છે.
પ્રશ્ન 5.
નિરક્ષર’ શબ્દનો અર્થ જણાવો.
ઉત્તર :
‘નિરક્ષર’ એટલે અભણ.
પ્રશ્ન 6.
કાવ્યમાં કયા સંત-મહાત્માઓ અને રાજા-મહારાજાઓ વિશે વાત કરવામાં આવી છે?
ઉત્તર :
કાવ્યમાં વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી, અકબર અને શિવાજી જેવા મહાન સંત-મહાત્માઓ અને રાજા-મહારાજાઓ વિશે વાત કરવામાં આવી છે. જે
પ્રશ્ન 7.
‘સાહો’ શબ્દનો અર્થ શો થાય છે?
ઉત્તર :
‘સાહો’ શબ્દનો અર્થ ‘મદદ કરો’ થાય છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
પ્રશ્ન 1.
‘હિંદમાતાને સંબોધન’ કાવ્યના કવિ કોણ છે?
A. કલાપી
B. કાન્ત
C. સુંદરમ્
D. બોટાદકર
ઉત્તર :
B. કાન્ત
પ્રશ્ન 2.
હિંદને કેવી ભૂમિ કહેવામાં આવી છે?
A. સુજલામ્
B. સુક્લામ્
C. સુંદર
D. પવિત્ર
ઉત્તર :
D. પવિત્ર
પ્રશ્ન 3.
સંતાનો ભેગા મળીને શું કરે છે?
A. પ્રાર્થના
B. વંદન
C. પૂજા
D. યજ્ઞ
ઉત્તર :
B. વંદન
પ્રશ્ન 4.
હિંદમાતા આપણને કેવી રીતે પોષે છે?
A. સારું ખાવા-પીવાનું આપીને
B. હીરા-ઝવેરાત આપીને
C. પ્રેમ-હૂંફ આપીને
D. સારા સંસ્કાર આપીને
ઉત્તર :
A. સારું ખાવા-પીવાનું આપીને
પ્રશ્ન 5.
નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ કયો છે?
A. વાલ્મીકી
B. વાલ્મિકી
C. વાલ્મિકિ
D. વાલ્મીકિ
ઉત્તર :
D. વાલ્મીકિ
પ્રશ્ન 6.
‘નિર્ધન’નો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
A. તવંગર
B. નિરોગી
C. ગરીબ
D. નિરક્ષર
ઉત્તર :
A. તવંગર
પ્રશ્ન 7.
કાવ્યમાં આવતા ‘દેવભૂમિ’ શબ્દનો શો અર્થ થાય છે ?
A. દેવોની ભૂમિ
B. અપવિત્ર ભૂમિ
C. પવિત્ર ભૂમિ
D. દાનવોની ભૂમિ
ઉત્તર :
C. પવિત્ર ભૂમિ
પ્રશ્ન 8.
ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર માટે આ કાવ્યમાં ક્યો ‘ શબ્દ પ્રયોજયો છે?
A. પારસી
B. મુસલમાન
C. જિન
D. વિશ્વાસી
ઉત્તર :
D. વિશ્વાસી
પ્રશ્ન 9.
‘મદદ કરો’ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે?
A. બક્ષી
B. જિન
C. સાહો
D. નિરક્ષર
ઉત્તર :
C. સાહો
પ્રશ્ન 10.
‘હિંદુ અને મુસલમાનઃ વિશ્વાસી, ………. જિનઃ’ આ પંક્તિમાં ખૂટતો શબ્દ ક્યો છે ?
A. પારસી
B. વહોરા
C. બૌદ્ધ
D. શીખ
ઉત્તર :
A. પારસી
પ્રશ્ન 11.
‘વાલ્મીકિ, વ્યાસ, ………, મીરાં, કબીર, તુલસી’
આ પંક્તિમાં ખૂટતો શબ્દ ક્યો છે?
A, તુકારામ
B. નારદ
C. નરસિંહ
D. નાનક
ઉત્તર :
D. નાનક
હિંદમાતાને સંબોધન Summary in Gujarati
હિંદમાતાને સંબોધન કાવ્ય-પરિચય :
કવિ કાન્તનું આ લોકપ્રિય કાવ્ય છે. અહીં કવિ ભારતમાતાની ભાવપૂર્ણ પ્રાર્થના કરી, સૌ સંપથી રહે તેવી ઈચ્છા પ્રગટ કરે છે. આપણો દેશ દેવોની ભૂમિ છે, એટલે આ દેશની ભૂમિ પવિત્ર છે, નાત-જાતના કોઈ પણ ભેદભાવ વગર અહીં સૌ સંપીને રહે છે. છેલ્લી પંક્તિઓમાં કવિતાનું હાર્દ છે : ‘ચાહો બધાં પરસ્પર’. પ્રેમતત્ત્વ જ મહત્ત્વનું છે; બાકી બધું નિરર્થક છે. હિન્દુસ્તાનમાં રહેતો પ્રત્યેક વ્યક્તિ, હિંદમાતાનું સંતાન છે.
કાવ્યની સરળ સમજૂતી
- ‘હે હિન્દુસ્તાનની પવિત્ર ભૂમિ (ભારત દેશ) ! અમે અહીં રહેનાર સૌ તમારાં સંતાન છીએ. અમે સૌ મળીને તને વંદન કરીએ છીએ. આ અમારાં વંદન તમે સ્વીકારો.’
- અમે (આ હિન્દુસ્તાનની ભૂમિ પર રહેનાર સૌ) હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી અને જૈન (એકસમાન છીએ) હે ભારતમાતા ! અમે બધાં સમાન રીતે તમારાં સંતાન છીએ.
- સારું સારું ખાવા-પીવાનું આપી તમે સૌને પોષો છો; માટે સૌ તમારાં સંતાન તેમનાથી જે બને તે સેવા કરે છે.
- રોગી હોય કે નીરોગી. હોય, ગરીબ હોય કે પૈસાદાર હોય, જ્ઞાની હોય કે અભણ હોય, આ સૌ તમારાં સંતાન છે.
- હે માતા! (આ ભૂમિ પર જન્મ લેનાર) વાલ્મીકિ, વ્યાસ, નાનક, ‘રાં, કબીર, તુલસી, અકબર અને શિવાજી આ બધાં જ તમાર સંતાન છે.
- તમે સૌના સમાન રીતે માતા છો. તેથી તે બધાં સમાન છે. સંતાનોમાં કોઈ ઊંચું કે નીચું નથી.
- આપણે બધાએ ભેગા મળી એકબીજાને પ્રેમ કરવો જોઈએ, પરસ્પરને મદદ કરવી જોઈએ. તમારાં સૌ સંતાનો આ જ પ્રાર્થના કરે છે.
હિંદમાતાને સંબોધન શબ્દાર્થ :
- હિંદ – હિન્દુસ્તાન
- દેવભૂમિ – પવિત્ર ભૂમિ
- વંદન – નમસ્કાર
- વિશ્વાસી – ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર, ખ્રિસ્તી
- જિન – જૈન
- પોષવું – પોષણ
- શુભ – સારું
- ખાન-પાન – ખાવા-પીવાનું
- બક્ષવું – આપવું
- નિર્ધન – ગરીબ
- તવંગર – પૈસાદાર
- નિરક્ષર – અભણ
- ચાહવું – પ્રેમ કરવો
- પરસ્પર – એકબીજાને
- સાહવું – મદદ કરવી