Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 3 દ્વિદલ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Chapter 3 દ્વિદલ
Class 6 Gujarati Textbook Solutions Chapter 3 દ્વિદલ Textbook Questions and Answers
અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :
પ્રશ્ન 1.
વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી ? [ ]
(ક) પરમેશ્વરની
(ખ) મૂર્તિની
(ગ) ચિત્રની
(ઘ) ગણપતિની
ઉત્તર :
(ખ) મૂર્તિની
પ્રશ્ન 2.
દુકાનદાર પાસે યુવકે કયા ફોન માટે મંજૂરી માગી ? [ ]
(ક) પબ્લિક ફોન
(ખ) મોબાઈલ ફોન
(ગ) સેલ્યુલર ફોન
(ઘ) ગ્રામોફોન
ઉત્તર :
(ક) પબ્લિક ફોન
પ્રશ્ન 3.
દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો ? [ ]
(ક) સ્વચ્છતાનો
(ખ) નમ્રતાનો
(ગ) ખુમારીનો
(ઘ) વફાદારીનો
ઉત્તર :
(ગ) ખુમારીનો
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1.
શિલ્પી શું કરી રહ્યો હતો ?
ઉત્તર :
શિલ્પી એકાગ્રતાથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો.
પ્રશ્ન 2.
બાજુમાં પડેલી મૂર્તિને શું નુકસાન થયું હતું ?
ઉત્તર :
બાજુમાં પડેલી મૂર્તિના નાક પાસે એક નાનો ઘસરકો થયો હતો.
પ્રશ્ન 3.
યુવકે દુકાનદારને શાની ના પાડી ?
ઉત્તર :
યુવકે દુકાનદારને ત્યાં કામ કરવાની ના પાડી.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો ?
ઉત્તર :
શિલ્મીએ બનાવેલી પ્રથમ મૂર્તિને નાક પર સહેજ ઘસરકો થવાથી નુકસાન થયું. આ નુકસાન નજીવું હતું છતાં, ‘હું ને મારો ભગવાન તો આ વાત જાણીએ છીએ ને.’ એમ વિચારી શિલ્પી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો.
પ્રશ્ન 2.
દુકાનદારને કેમ નવાઈ લાગી ?
ઉત્તર :
યુવક ફોન પર કોઈ સ્ત્રી પાસે કામ લાગી રહ્યો હતો. તે અડધા પૈસામાં પણ કામ કરવા તૈયાર હતો. પણ પેલી સ્ત્રીએ પોતાની પાસે કામ કરવાવાળી વ્યક્તિ છે, તેથી હમણાં જરૂર નથી.’ એમ કહી કામ આપવાની ના પાડી. છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ નિશાની ન હતી. યુવકની આવી ખુમારી જોઈ દુકાનદાર યુવકને કામ આપવા તૈયાર થયો, છતાં યુવકે કામ કરવાની ના પાડી ત્યારે દુકાનદારને નવાઈ લાગી.
પ્રશ્ન 3.
યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો ?
ઉત્તર :
યુવક જે સ્ત્રીને ત્યાં કામ કરતો હતો એ સ્ત્રીને પોતાના કામથી સંતોષ છે કે કેમ તે ચકાસવા માગતો હતો. યુવક આ રીતે પોતાની જાતનું-પોતાના કામનું સ્વ-મૂલ્યાંકન કરવા માગતો હતો, તેથી તેણે સ્ત્રીને ફોન ર્યો હતો.
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યું ?
ઉત્તર :
માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય અનુભવ્યું, કારણ કે બીજી મૂર્તિ પ્રથમ મૂર્તિ જેવી જ હતી. મંદિર માટે એકસમાન બે મૂર્તિઓની જરૂર ન હતી.
પ્રશ્ન 2.
શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી ?
ઉત્તર :
પહેલી મૂર્તિના નાક પાસે એક નાનો ઘસરકો થયો હતો. આમ, મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી મૂકી.
પ્રશ્ન 3.
સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની શા માટે ના પાડી ?
ઉત્તર :
સ્ત્રીએ લૉન કાપવા માટે અન્ય એક માણસને નોકરીએ રાખી લીધો હતો. ફોન કરનાર યુવકે પણ તે નોકરીની માગણી કરી હતી. પરંતુ તે સ્ત્રીએ રોકેલા માણસના કામથી તેને પૂરો સંતોષ હતો. એટલા માટે સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરીએ રાખવાની ના પાડી.
પ્રશ્ન 4.
સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ કેમ થયો ?
ઉત્તર :
યુવક પોતાના કામનું સ્વ-મૂલ્યાંકન કરવા માગતો હતો. પોતે જાણવા માગતો હતો કે પોતાનું કામ માલિકને પસંદ છે કે નહિ, તેથી તે જે સ્ત્રીને ત્યાં કામે જતો હતો ત્યાં ફોન કરીને તેણે નોકરી માગી. પણ જવાબમાં સ્ત્રીએ કહ્યું કે, “મારે ત્યાં કામ કરતા વ્યક્તિથી મને પૂરો સંતોષ છે.’ સ્ત્રીનો આવો જવાબ સાંભળી યુવકને ખાતરી થઈ ગઈ કે માલિક(મેડમ)ને પોતાનું કામ પસંદ છે, તેથી તે ખુશ થયો.
પ્રશ્ન 5.
સ્વ-મૂલ્યાંકન એટલે શું ? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે ?
ઉત્તર :
સ્વ એટલે પોતાની અને મૂલ્યાંકન એટલે પરીક્ષા. કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે પોતાના કાર્યનું મૂલ્યાંકન કરે તેને ‘સ્વમૂલ્યાંકન’ કહે છે. પરીક્ષાનું પરિણામ આવી જાય પછી વર્ગમાં અમને ઉત્તરવહીઓ જોવા માટે અપાય છે. તે સમયે હું મારું સ્વમૂલ્યાંકન કરું છું. કયા પ્રશ્નમાં કેટલા ગુણ કપાયા તે હું તે સમજવાની કોશિશ કરું છું અને તેની ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટે પ્રયત્નશીલ બનું છું.
2. વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી તેના ગુજરાતી અર્થ લખો.
પ્રશ્ન 1.
- ………….
- ………….
- ………….
- ………….
- ………….
- ………….
ઉત્તર :
- સ્ટોર – દુકાન
- મૅડમ – બાઈસાહેબ, શ્રીમતી, બાનું
- લોન – લીલું ઘાસ
- સર – સાહેબ
- પબ્લિક – જાહેર
- ફોન – દૂરસંચાર
- સ્પીકર – અવાજ ફેંકતું, સંભળાવતું સાધન
3. ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો લખો :
પ્રશ્ન 1.
ઉદાહરણ : પોતાનું × પારકું
- જાણ × …………
- નીરસ × …………
- ધ્યાન × …………
- સંતોષ × …………
- જવાબ × …………
- નુકસાન × …………
- પરદેશ × …………
- હાજર × …………
ઉત્તર :
- જાણ × અજાણ
- નીરસ × રસિક
- ધ્યાન × બેધ્યાન
- સંતોષ × અસંતોષ
- જવાબ × સવાલ
- નુકસાન × ફાયદો
- પરદેશ × દેશ
- હાજર × ગેરહાજર
4. નીચેના કોષ્ટકમાં કેટલાંક કામોની યાદી આપેલી છે. નીચે આપેલી સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની કરો :
પ્રશ્ન 1.
નીચેના કોષ્ટકમાં કેટલાંક કામોની યાદી આપેલી છે. નીચે આપેલી સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા કયા સભ્યો કરે છે તેની સામે ખરાની નિશાની કરો :
તમે કહી શકશો કે સૌથી વધુ કામ કોણ કરે છે અને સૌથી ઓછું કામ કોણ કરે છે ? તમે કહ્યું કયું કામ નથી કરી શકતા ? કેમ ? કામની સરખી વહેંચણી થઈ શકે તે માટે તમે શું કરી શકો ? વિચારીને વર્ગમાં ચર્ચા કરો.
ઉત્તર :
ઉપરોક્ત સારણીને આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
સૌથી વધુ કામ કોણ કરે છે?
ઉત્તર :
સૌથી વધુ કામ માતા કરે છે.
પ્રશ્ન 2.
સૌથી ઓછું કામ કોણ કરે છે?
ઉત્તર :
સૌથી ઓછું કામ ભાઈ કરે છે.
પ્રશ્ન 3.
તમે કયું કર્યું કામ નથી કરી શકતા? કેમ ?
ઉત્તર :
હું રસોઈ નથી બનાવી શકતો તથા કપડાં નથી ધોઈ શકતો. કેમ કે, તે કામ હું હજુ શીખ્યો નથી.
પ્રશ્ન 4.
કામની સરખી વહેંચણી થઈ શકે તે માટે તમે શું કરી શકે શકો?
ઉત્તર :
કામની સરખી વહેંચણી થઈ શકે તે માટે ઘરના સૌ સભ્યોએ બધા જ પ્રકારનાં કામ શીખવાં જોઈએ. સૌએ સરખા ભાગે કામ કરવું જોઈએ.
Std 6 Gujarati Textbook Solutions Chapter 3 દ્વિદલ Additional Important Questions and Answers
ભાષાંસજજતા
સમાનાર્થી શબ્દો આપો :
- ભગવાન – ઈશ્વર
- નવાઈ – આશ્ચર્ય
- સ્તંભ – થાંભલો
- મહેનત – પરિશ્રમ
- મંજૂરી – પરવાનગી
- કામ – કાર્ય
- ઘર – મકાન
- રસ્તો – માર્ગ
- આજુબાજુ – આસપાસ
- આજીજી – વિનંતી
વિરુદ્ધાર્થી શબ્દો આપો :
- નિર્માણ × વિનાશ
- ઊંચે × નીચે
- નાનું × મોટું
- હસવું × રડવું
- ખોટું × સાચું
- ગંદુ × સ્વચ્છ
- ખરાબ × સારું
- અડધું × આખું
- હા × ના
- વિદાય × આગમન
- નિરાશા × આશા
- ખુશ × નાખુશ
જોડણી સુધારીને લખો:
- મુરતી – મૂર્તિ
- શીલ્પી – શિલ્પી
- આશ્ચર્ય – આશ્ચર્ય
- નીશબ્દ – નિઃશબ્દ
- ફરીયાદ – ફરિયાદ
- આજૂબાજૂ – આજુબાજુ
- સંતોસ – સંતોષ
- નીરાસા – નિરાશા
- આજિજી – આજીજી
- મુલ્યાકન – મૂલ્યાંકન
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
તમને શિલ્પ-સ્થાપત્યના નમૂના ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર
અમને શિલ્પ-સ્થાપત્યના નમૂના મંદિરોમાં, પુરાણી વાવ-કિલ્લાઓમાં, ઐતિહાસિક મહેલોમાં, જૂનાં તળાવોની પાળીએ વગેરે સ્થળોએ જોવા મળે છે.
પ્રશ્ન 2.
ઘર કે સ્કૂલમાં તમે ક્યાં કયાં કામ કરો છો ?
ઉત્તર :
ઘર કે શાળામાં અમે બગીચામાં પાણી પાઈએ છીએ, સફાઈ કરીએ છીએ, ખાસ દિવસે સુશોભન કરીએ છીએ, માતાપિતા કે શિક્ષકોને કામમાં મદદ કરીએ છીએ, નાનાં ભાઈ-બહેનને સાચવીએ છીએ. આમ, ઘર અને સ્કૂલમાં અમે વિવિધ કામ કરીએ છીએ.
પ્રશ્ન 3.
આપેલ બંને બોધકથાઓ પૈકી કોઈ પણ એકનો સારાંશ તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
આપેલ બને બોધકથાઓમાંથી ‘સ્વ-મૂલ્યાંકન’ વાર્તાનો સારાંશ : એક યુવક પોતાના કામનું મૂલ્યાંકન કરવા માગતો હતો. પોતાનું કામ માલિકને ગમે છે કે કેમ તે જાણવા ઇચ્છતો હતો. આથી તે મેડમને ફોન કરે છે. ફોનમાં કામની તલાશ છે, તેમ જણાવે છે. મેડમ જણાવે છે, ‘મેં રોકેલા માણસના કામથી મને પૂરેપૂરો સંતોષ છે.’ આ જવાબ સાંભળી યુવક ખુશ થાય છે. યુવકને આત્મસંતોષ થાય છે કે, પોતાનું કામ માલિકને ગમે છે. આમ, આ વાર્તા દરેકને ‘સ્વ-મૂલ્યાંકનની પદ્ધતિ તરફ દોરી જાય છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એકે વાક્યમાં આપોઃ
પ્રશ્ન 1.
ગામમાં શાનું નિર્માણકાર્ય થઈ રહ્યું હતું?
ઉત્તર :
ગામમાં મંદિરનું નિર્માણકાર્ય થઈ રહ્યું હતું.
પ્રશ્ન 2.
શિલ્પી એકાગ્રતાથી શું ઘડી રહ્યો હતો?
ઉત્તર :
શિલ્પી એકાગ્રતાથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો.
પ્રશ્ન 3.
શિલ્પી શામાંથી મૂર્તિ બનાવી રહ્યો હતો ?
ઉત્તર :
શિલ્પી આરસપહાણના પથ્થરમાંથી મૂર્તિ બનાવી રહ્યો હતો.
પ્રશ્ન 4.
આગંતુક માણસને શામાં રસ પડી ગયો?
ઉત્તર :
આગંતુક માણસને શિલ્પીના કામમાં રસ પડી ગયો.
પ્રશ્ન 5.
આગંતુક માણસનું ધ્યાન અચાનક શાના પર ગયું?
ઉત્તર :
આગંતુક માણસનું ધ્યાન અચાનક બાજુમાં પડેલી એવી જ અન્ય મૂર્તિ પર ગયું,
પ્રશ્ન 6.
શિલ્પીએ બનાવેલી મૂર્તિની સ્થાપના ક્યાં કરવાની હતી ?
ઉત્તર :
શિલ્પીએ બનાવેલી મૂર્તિની સ્થાપના વીસ ફૂટ ઊંચા એક સ્તંભ ઉપર કરવાની હતી.
પ્રશ્ન 7.
પહેલી મૂર્તિના નાક પાસે શું નુકસાન થયું હતું?
ઉત્તર :
પહેલી મૂર્તિના નાક પાસે નાનો ઘસરકો થયો હતો.
પ્રશ્ન 8.
યુવકે દુકાનદાર સાથે કેવી રીતે વાત કરી?
ઉત્તરઃ
યુવકે દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી.
પ્રશ્ન 9.
યુવકે દુકાનદાર પાસે શાની મંજૂરી માગી ?
ઉત્તરઃ
યુવકે દુકાનદાર પાસે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માગી,
પ્રશ્ન 10.
યુવકને સ્પીકર ફોન પર જ શા માટે વાત કરવી પડી?
ઉત્તરઃ
યુવક સ્ટોરમાં દાખલ થયો ત્યારે એના હાથ મેલા અને ખરાબ હતા. તેથી યુવકને સ્પીકર ફોન પર વાત કરવી પડી.
પ્રશ્ન 11.
યુવક ફોન પર કોની સાથે વાત કરતો હતો?
ઉત્તર :
યુવક ફોન પર એક સ્ત્રી સાથે વાત કરતો હતો.
પ્રશ્ન 12.
યુવકે ફોન પર પેલી સ્ત્રી પાસે કયા કામની માગણી કરી ?
ઉત્તર :
યુવકે ફોન પર પેલી સ્ત્રી પાસે લૉન કાપવાના કામની માગણી કરી.
નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો:
પ્રશ્ન 1.
”આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી.”
ઉત્તર :
આ વાક્ય મંદિર જોવા આવનાર ગામનો એક માણસ બોલે છે અને શિલ્પીને કહે છે.
પ્રશ્ન 2.
“હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને ?”
ઉત્તર :
આ વાક્ય શિલ્પી બોલે છે અને મંદિરમાં આવેલા એક માણસને કહે છે.
પ્રશ્ન 3.
“મારા રોકેલા માણસથી મને પૂરો સંતોષ છે.”
ઉત્તર :
આ વાક્ય એક સ્ત્રી બોલે છે અને ફોન કરનાર યુવકને કહે છે.
પ્રશ્ન 4.
“પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો.”
ઉત્તર :
આ વાક્ય દુકાનદાર બોલે છે અને ફોન કરનાર યુવકને કહે છે.
પ્રશ્ન 5.
“નહીં સર, હું જ એ મૅડમને ત્યાં કામ કરું છું.”
ઉત્તર :
આ વાક્ય ફોન કરનાર યુવક બોલે છે અને દુકાનદારને કહે છે.
કૌસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો:
પ્રશ્ન 1.
- ગામમાં …………… નું નિર્માણકાર્ય થઈ રહ્યું હતું. (શાળા, ડેરી, મંદિર)
- શિલ્પી …………… માંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. (કાગળ, પથ્થર, માટી)
- શિલ્મીએ બનાવેલી મૂર્તિની સ્થાપના …………… ફૂટ ઊંચા સ્તંભ ઉપર કરવાની હતી. (પંદર, વીસ, પચીસ)
- યુવકે દુકાનદાર પાસે …………… ફોન વાપરવાની મંજૂરી માગી. (પબ્લિક, મોબાઈલ, કોડલેસ)
- યુવકે …………… પાસે લોન કાપવાના કામની માગણી કરી. દુકાનદાર, મેડમ, શિલ્પી)
- દુકાનદારને યુવકની …………… સ્પર્શી ગઈ. (સાદાઈ, ખુમારી, નમતા છે
- ખુશ થઈ દુકાનદારે યુવકને …………… આપવાની તૈયારી બતાવી. (કામ, પૈસા, સામાન)
ઉત્તરઃ
- મંદિર
- પથ્થર
- વીસ
- પબ્લિક
- મેડમ
- ખુમારી
- કામ
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
પ્રશ્ન 1.
શિલ્પી આરસપહાણના પથ્થરમાંથી શું ઘડી રહ્યો હતો ?
A. મહેલ
B. મૂર્તિ
C. મંદિર
D. મકાન
ઉત્તર :
B. મૂર્તિ
પ્રશ્ન 2.
શિલ્પી આરસપહાણના પથ્થરમાંથી કોની મૂર્તિ ઘડી રહ્યો હતો?
A. અભિનેતાની
B. નેતાની
C. ભગવાનની
D. સંતની
ઉત્તર :
C. ભગવાનની
પ્રશ્ન 3.
મૂર્તિમાં કઈ જગ્યાએ એક નાનો ઘસરકો થઈ ગયો હતો ?
A. પગ પાસે
B. હાથ પાસે
C. કાન પાસે
D. નાક પાસે
ઉત્તર :
D. નાક પાસે
પ્રશ્ન 4.
મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાની હતી ?
A. સ્તંભ પર
B. મંદિરમાં
C. મઠમાં
D. દેરાસરમાં
ઉત્તર :
A. સ્તંભ પર
પ્રશ્ન 5.
યુવક ફોન પર સ્ત્રી પાસે કયું કામ કરવાની પરવાનગી માગતો હતો ?
A. ઘરકામ કરવાની
B. ઓફિસ કામ કરવાની
C. લૉન કાપવાની
D. રસોઈકામ કરવાની
ઉત્તર :
C. લૉન કાપવાની
પ્રશ્ન 6.
યુવકને કામ આપવાની તૈયારી કોણે બતાવી ?
A. મૅડમે
B. દુકાનદારે
C. શિલ્પીએ
D. મેનેજર
ઉત્તર :
B. દુકાનદારે
પ્રશ્ન 7.
દુકાનદાર યુવકની કઈ રીતને બિરદાવતો રહ્યો ?
A. પ્રશ્ન પૂછવાની
B, જવાબ આપવાની
C. શિષ્ટાચારની
D. સ્વ-મૂલ્યાંકનની
ઉત્તર :
D. સ્વ-મૂલ્યાંકનની
પ્રશ્ન 8.
‘આજીજી’ શબ્દનો અર્થ શો થાય ?
A. પરવાનગી
B. વિનંતી
C. વખાણ
D. ગુણગાન
ઉત્તર :
B. વિનંતી
પ્રશ્ન 9.
‘નુકસાન’ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય ?
A. ઘટાડો
B. વધારો
C. ખોટ
D. ફાયદો
ઉત્તર :
D. ફાયદો
દ્વિદલ Summary in Gujarati
દ્વિદલ પાઠ-પરિચય :
‘દ્વિદલ’નો અર્થ ‘બે ફાડવાનું થાય છે, અહીં બે બોધકથાઓ સાદી અને સરળ શૈલીમાં આપવામાં આવી છે. પ્રથમ બોધકથામાં એક શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત થઈ છે. નાક પરના એક નાના ઘસરકાને કારણે શિલ્પી એ મૂર્તિ પડતી મૂકે છે. તો બીજી બોધકથામાં ઘરગથ્થુ કામ કરતો એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે તે દર્શાવ્યું છે. પોતાના વ્યવસાય પ્રત્યે આવી નિષ્ઠા દરેક વ્યક્તિએ કેળવવી જોઈએ, “સ્વ-મૂલ્યાંકન’ બોધકથાની શૈલી ચોટદાર છે.
રૂઢિપ્રયોગો- અર્થ અને વાક્યપ્રયોગ
પડતું મૂકવું – છોડી દેવું
વાક્ય : પૈસાની સગવડ ન થતાં રાકેશે પ્રવાસમાં જવાનું પડતું મૂક્યું
રસ પડવો – મજા પડવી, (અહીં) ધ્યાનપૂર્વક જોવું
વાક્ય : આજે રજ હોવાથી અવનીને વાર્તાની ચોપડી વાંચવામાં રસ પડ્યો.
નિઃશબ્દ બની જવું – શાંત થઈ જવું
વાક્ય : આચાર્યશ્રીનો જવાબ સાંભળી શિક્ષક નિઃશબ્દ બની ગયા.
આજીજી કરવી – આગ્રહભરી વિનંતી કરવી
વાક્ય : એક મજૂર શેઠને કામ માટે આજીજી કરી રહ્યો હતો.
વિદાય લેવી – જવા માટે છૂટાં પડવું
વાક્ય : કાર્યક્રમ પૂરો થતાં આમંત્રિત મહેમાનોએ શાળામાંથી વિદાય લીધી.
દ્વિદલ શબ્દાર્થ :
- શિલ્પી – શિલ્પશાસ્ત્રી, પથ્થર, ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર
- નવાઈ – આશ્ચર્ય
- ઘસરકો – લિસોટો
- ખંભ – થાંભલો
- નિઃશબ્દ – શબ્દ વિનાનું,
- શાંત સ્ટોર – દુકાન
- પબ્લિક ફોન – જાહેર ટેલિફોન
- મંજૂરી – પરવાનગી
- સ્પીકર – અવાજ ફેંકતું સાધન
- મૅડમ – બહેન, સ્ત્રી માટે વપરાતો માનવાચક શબ્દ
- લૉન – લીલું ઘાસ ઉગાડેલું મેદાન, હરિયાળી
- પગાર – કામ પેટે મળતા પૈસા
- ૨કમ – (અહીં) પૈસા
- આજીજી – વિનંતી
- વિદાય લેવી – છૂટા પડવું
- સ્વ-મૂલ્યાંકન – પોતે પોતાની જાતનું મૂલ્યાંકન કરવું
- બિરદાવવું – ગુણગાન ગાવા, કદર કરવી, સ્તુતિ કરવી