Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 શેરીએ આવે સાદ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 1 શેરીએ આવે સાદ
ભાષાસજતા
સમાનાર્થી શબ્દો આપોઃ
- શેરી – ફળિયું
- સાદ – અવાજ
- યાદ – સ્મૃતિ
- પાંદડું – પર્ણ, પાન
- નાદ – અવાજ
- વન – જંગલ, અરણ્ય
- ભેરુ – મિત્ર, ભાઈબંધ
- કાયર – ડરપોક
વિરુદ્ધાર્થી શબ્દો આપો:
- તાજું × વાસી
- મોય × નાના
- મોકળું × સાંકડું
- ગમતું × અણગમતું
- દિવસ × રાત
- કાયર × નીડર
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
- કુંજ – કુંજ
- શેરિ – શેરી
- આંબાવાડીયુ – આંબાવાડ્યુિં
- પાંદ – પાંદડું
- જૂલવું – ઝૂલવું
- આંગણ – આંગણું
નીચેના તળપદા શબ્દો માટે શિષ્ટભાષાના શબ્દો આપો:
- રંજાડ – કનડગત
- દન – દિવસ
- હાલ્ય – ચાલ
- બાદ – બાકી
નીચેના શબ્દસમૂહો માટે એક એક શબ્દ આપો:
- ઝાડ અથવા વેલાનાં પાંદડાંથી થયેલી ઘટા – કુંજ
- નાની કાચી કેરી – મરવા
નીચેના શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો:
- અવાજ – સાદ, નાદ
- ફળિયું – શેરી
- ગયું વર્ષ – પોર
- જોવું – પખવું
- ખુલ્લું – મોકળું
- રમવું – ખેલવું
- મિત્ર- ભેરુ
પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
તમે કરેલા પર્યટનના અનુભવ વિશે પાંચ-સાત વાક્યોમાં કહો.
ઉત્તર :
અમે બધા મિત્રો સાથે મળી ઊંટડિયા મહાદેવ ગયા હતા. ત્યાં અમને ભગવાન ઉત્કંઠેશ્વરનાં દર્શન કરવાની સાથે વાત્રક નદી જોવાની તેમજ નદીની રેતીમાં રમવાની ખૂબ મજા આવી. અમે બધાંએ વાત્રક નદીની રેતીમાં અડધો કિલોમીટર સુધીની ઊંટસવારી પણ માણી. બપોરે ત્યાં જમ્યા. સાંજે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ગયા. ત્યાં અમે વન્યસૃષ્ટિ નિહાળવાની મોજ માણી. આખો દિવસ ફરીને ખૂબ મજા કરી.
નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણથી ચાર વાક્યોમાં આપો :
પ્રશ્ન 1.
બાળકો કોયલના અવાજથી શા માટે કુતૂહલ અનુભવે
ઉત્તર :
બાળકોને કોયલનો અવાજ છેક ફળિયા સુધી સંભળાય છે. કોયલનો મીઠો-મધુરો અવાજ સાંભળીને તેમને આંબાવાડિયામાં જવાનું મન થઈ જાય છે. કોયલનો અવાજ આંબાના ઝાડ પર કેરીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે તેનું સૂચન કરે છે. આથી બાળકો કોયલના અવાજથી કુતૂહલ અનુભવે છે.
પ્રશ્ન 2.
બાળક કોની ડાળે ઘૂમવાનું કહે છે? શા માટે ?
ઉત્તર :
બાળક આંબાની ડોલતી ડાળે ઘૂમવાનું કહે છે, કારણ કે મૌર અને નાના મરવાના ભારથી ઝાડની ડાળીઓ લચી પડી છે. તેથી બાળકોને ઝાડ પર હીંચકા ખાવાની મજા પડે તેમ છે.
પ્રશ્ન 3.
બાળકોને ઘરથી દૂર આંબાવાડિયે રમવાનું શા માટે ગમે છે?
ઉત્તર :
બાળકોને ઘરથી દૂર આંબાવાડિયે રમવાની મજા આવે છે. કેમ કે, બાળકને રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે, તેને રમવા માટે ખુલ્લી જગ્યા જોઈએ છે. આંબાવાડિયે મુક્ત મને આખો દિવસ રમવા મળે તેથી બાળકોને આંબાવાડિયે રમવાનું ગમે છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
આંબાવાડિયે મિત્રોને શા માટે બોલાવવામાં આવ્યા છે?
ઉત્તર :
આંબાવાડિયે મિત્રોને આગલા વર્ષની યાદ તાજી કરવા અને આંબાની ડાળીઓ પર લવા માટે બોલાવવામાં આવ્યા છે.
પ્રશ્ન 2.
કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે?
ઉત્તર :
કવિ આંબાવાડિયાનું વર્ણન કરતાં કહે છે કે આંબાના ઝાડ પર પાંદડાં પણ દેખાય નહિ તેટલી બધી માંજરો આવી છે. કેટલીક ડાળીઓ પર કેરીના અંકુર ફૂટટ્યા છે, તો કેટલીક ડાળીઓ પર તો નાની-નાની કેરીઓ પણ આવી ગઈ છે. તેની ડાળ પર બેસીને કોયલ મીઠા-મધુરા ટહુકા કરે છે.
પ્રશ્ન 3.
આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો શું કરશે?
ઉત્તરઃ
આંબાવાડિયામાં જઈને સૌ મિત્રો બૂમો પાડતા-પાડતા ડાળીઓ પર ઝૂલશે અને મુક્ત મને રમશે.
પ્રશ્ન 4.
આંબાવાડિયે ઘૂમવાની મજા કોને નહિ આવે? શા માટે ?
ઉત્તર :
જે ડરપોક હશે તેમને આંબાવાડિયે ઘૂમવાની મજા નહિ આવે. કારણ કે, ખુલ્લા આંબાવાડિયામાં તેમને રમવાની બીક લાગે છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :
પ્રશ્ન 1.
કુંજમાં કોયલ બોલે છે એનો અવાજ ક્યાં આવે છે?
ઉત્તરઃ
કુંજમાં કોયલ બોલે છે, તેનો અવાજ ફળિયા સુધી આવે છે.
પ્રશ્ન 2.
ઝાડ પર કેવો મૉર ઝૂલે છે?
ઉત્તર :
ઝાડ પર પાંદડું પણ દેખાય નહિ તેવો મર ઝૂલે છે.
પ્રશ્ન 3.
બાળકોને ખુલ્લી જગ્યા શા માટે ગમે છે?
ઉત્તર :
ખુલ્લી જગ્યામાં બાળકોને મુક્ત મને રમવા મળે છે, માટે બાળકોને ખુલ્લી જગ્યા ગમે છે.
પ્રશ્ન 4.
બાળકો કેવા લોકોને મૂકીને આંબાવાડિયે જવાનું કહે છે?
ઉત્તર :
બાળકો ડરપોક લોકોને મૂકીને આંબાવાડિયે જવાનું કહે છે.
નીચેની કાવ્ય-પંક્તિઓનો ભાવાર્થ સમજાવો:
પ્રશ્ન 1.
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ,
હાલ્યને આંબાવાડિયે હજી પોરની તાજી યાદ,
ઉત્તર :
આમ્રકુંજોમાં કોયલ બોલે છે એનો અવાજ ગામના ફળિયા સુધી આવે છે. આ અવાજથી આગલા વર્ષની યાદ તાજી થાય છે. માટે મિત્રો, ચાલો આપણે આંબાવાડિયે જઈએ.
પ્રશ્ન 2.
હાલિયે ભેરુ, કાયર જે કોઈ હોય તે રહે બાદ;
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ
ઉત્તર :
આપણે તો બસ ચાલી નીકળીએ…! આ શહેરની ઝાકમઝોળ છોડી, જયાં આંબાવાડિયે કોયલ બોલતી હોય ત્યાં દોડી જઈએ. જે કાયર હોય તે ભલે બાકી રહી જાય. આપણે નીડર બની શેરીએ આવેલા સાદને વધાવીએ.
કસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ વડે નીચેની ખાલી જગ્યાઓ પૂરો:
પ્રશ્ન 1.
- કુંજમાં ……………. નો અવાજ આવે છે. (મોર, કોયલ, પોપટ)
- ઝાડ પર ………….. ઝૂલે છે. (પોપટ, વાંદરા, મૉ).
- આંબાના ઝાડને ઘણી બધી …………… આવી ગઈ છે. (પુષ્પમંજરી, ફૂલ, પાંદડી)
- બાળકોને અવાજ કરતાં-કરતાં મિત્રો સાથે ……………. મન થાય છે. (ઘડવાનું, ઝૂલવાનું, નાચવાનું)
- બાળકોને રમવા ………… જગ્યા જોઈએ છે. (બંધિયાર, નાની, ખુલ્લી)
ઉત્તર :
- કોયલ
- મૌર
- પુષ્પમંજરી
- ઝૂલવાનું
- ખુલ્લી
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
પ્રશ્ન 1.
‘શેરીએ આવે સાદ’ કાવ્યના કવિનું નામ જણાવો.
A. રાજેન્દ્ર શાહ
B. ઉમાશંકર જોશી
C. પ્રહલાદ પારેખ
D. નિરંજન ભગત
ઉત્તર :
A. રાજેન્દ્ર શાહ
પ્રશ્ન 2.
કુંજમાં બોલતી કોયલનો સાદ (અવાજ) ક્યાં સુધી આવે (સંભળાય છે ?
A. જંગલ સુધી
B. સીમ સુધી
C. પાદર સુધી
D. શેરી સુધી
ઉત્તર :
D. શેરી સુધી
પ્રશ્ન 3.
કવિ શેરી છોડી ક્યાં જવાનું કહે છે?
A. આંબાવાડિયે
B. ખેતરે
C. પાદરે
D. શહેરમાં
ઉત્તર :
A. આંબાવાડિયે
પ્રશ્ન 4.
ઝાડ પર શાના કારણે પાંદડું પણ દેખાતું નથી ?
A. ઝાડ પર બેઠેલા પંખીઓના કારણે
B. ઝાડ સુકાઈ જવાના કારણે
C. ઝાડ પર લાગેલાં ફળોના કારણે
D. ડે પર ઝૂલતા મૌરને કારણે
ઉત્તર :
D. ડે પર ઝૂલતા મૌરને કારણે
પ્રશ્ન 5.
‘ડોલતી ………….. ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ.’ – પંક્તિમાં ખૂટતો શબ્દ કયો છે?
A. નદીએ
B. ડાળે
C. કળીએ
D. વીણાએ
ઉત્તર :
B. ડાળે
પ્રશ્ન 6.
કવિને ઘરનું આંગણું કેવું લાગે છે?
A. વિશાળ
B. નાનું
C. મોટું
D. ખૂબ જ મોટું
ઉત્તર :
B. નાનું
પ્રશ્ન 7.
કવિને ક્યાં રમવાનું ગમે છે?
A. ઘરના આંગણામાં
B. મોકળા વનમાં
C. ગામના પાદરમાં
D. શેરીમાં
ઉત્તર :
B. મોકળા વનમાં
શેરીએ આવે સાદ Summary in Gujarati
શેરીએ આવે સાદ કાવ્ય-પરિચય :
બાળકો વિવિધ ઋતુઓ અને કુદરતી ફેરફારોને જે રીતે આનંદપૂર્વક વધાવે છે, તે વાતની ખૂબ સુંદર રજૂઅાત આ ગીતમાં થઈ છે. મોકળું વન, ઝૂલતી ડાબીઓ, એમાં મીઠા ટહુકા કરતી કોયલ અને શેરીમાં સંભtતો એનો મીઠો સાદ – આ બધાથી કુતૂહલ પ્રેરિત બાળક આંબાવાડિયે જવા જે રોમાંચ અનુભવે છે તેના ભાવોનું અી નિરૂપન્ન કરવામાં આવ્યું છે.
કાવ્યની સરળ સમજૂતી
- આંબાની કુંજમાં કોયલ બોલે છે. એનો અવાજ ગામના ફળિયા સુધી આવે છે અને આ અવાજથી ગયા વર્ષની યાદ તાજી થાય છે.
- આંબાના ઝાડ પર પાંદડાં પણ દેખાય નહિ એટલી બધી પુષ્પમંજરીઓ આવી ગઈ છે. વળી, કોઈક વળી પર કેરીના અંકુર ફૂટ્યા છે અને કોઈક ડાળી પર નાની-નાની કેરીઓ પણ આવી ગઈ છે.
- બાળકોને બૂમો પાડતાં-પાડતાં ઝાડની ડાળી પર મિત્રો સાથે ઝૂલવાનું મન થાય છે.
- બાળકને રમવા માટે ઘરનું આંગણું નાનું પડે છે, તેને રમવા માટે એવું ખુલ્લું વન કે જગ્યા જોઈએ છે કે જયાં (અન્ય લોકો કે વડીલો કોઈ સલાહ-સૂચન ન આપે અને તેને) મુક્ત મને આખો દિવસ રમવા મળે. માટે તેઓ આ બધાંથી દૂર આંબાવાડિયે જવા ઇચ્છે છે.
- બાળક કહે છે જે કાયર હોય તે ભલે બાકી રહી જાય પણ આપણે તો રમવા જઈશું.
શેરીએ આવે સાદ શબ્દાર્થ :
- કુંજ – ઝાડ અથવા વેલાનાં પાંદડાંથી થયેલી ઘટા
- શેરી – ફળિયું, ગલી
- હાલ્યને – ચાલને
- પોર – ગયા વર્ષે
- પખવું – જેવું
- મૉર – બા – આંબલી વગેરેનાં ક્લ – મંજરી
- મરવો – નાની કાચી કેરી
- અકોર (અંકર) – ફણગો
- ગજવવું – ગાજે એમ કરવું ઘેરો નાદે – (અહીં) વધારે તીવ્રતાવાળો અવાજ
- મોકળું – ખુલ્લું, જગાની છૂટવાળું
- વન – જંગલ
- રંજાડ – કનડગત, હેરાનગતિ
- ખેલવા – રમવા
- દન – દિવસ
- ભેરુ – ભાઈબંધ, મિત્ર
- કાયર – ડરપોક
- બાદ – બાકી