Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 કાબુલી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 2 કાબુલી
ભાષાસજજતા (વ્યાકરણ)
સમાનાર્થી શબ્દો આપોઃ
- ઓખ – નયન, ચક્ષુ
- દહાડો – દિવસ
- સાંજ – સંધ્યા
- કિંમત – મૂલ્ય
- રાજા – નૃપ, રાય
- ખીસું – ગજવું
- ખાંધ – ખભો
- ગમ્મત – મજક
- ચક્કી – ઘંટી
- ઉદાસ – ગમગીન
- સિપાઈ – સૈનિક
વિરુદ્ધાર્થી શબ્દો આપો :
- ખરું × ખોટું
- હસવું × રડવું
- ઘરડું, વૃદ્ધ × જવાન, યુવાન
- ઠંડુ × ગરમ
- શાંત × અશાંત,
- આશીર્વાદ × શાપ
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
- પન્ડીત – પંડિત
- સુપડુ – સૂપડું
- દિકરી – દીકરી
- સીપાઇ – સિપાઈ
- ખિસુ – ખીરું
નીચેના શબ્દસમૂહ માટે એક એક શબ્દ આપો :
- ભૂરી કીકીવાળું – માંજરું
- પપ્પાની બહેન – ફોઈ
- અનાજ ઝાટકવાનું સાધન – સૂપડું
- હાથની બેડી – હાથકડી
- આંગણા આગળની ખુલ્લી જગા – ચોક
- લગ્નપ્રસંગે વર-કન્યાને શરીરે ચોળવાનું પીળા રંગનું સુગંધી મિશ્રણ – પીઠી
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવીને લખો :
પ્રશ્ન 1.
ઘંટી, જેલ, કેદ, આશીર્વાદ, ઉદાસ, ખીસું ;
ઉત્તર :
આશીર્વાદ, ઉદાસ, કેદ, ખીસું, ઘંટી, જેલ
પ્રશ્ન 2.
ફોઈ, થોથું, દહા, માંજરી, બદામ, પીઠી
ઉત્તર :
થયું, દહાડો, પીઠી, ફોઈ, બદામ, માંજરી
પ્રશ્ન 3.
સિપાઈ, હરખાવું, હાથકડી, શાલ, શરણાઈ, સંવાદ
ઉત્તર :
શરણાઈ, શાલ, સંવાદ, સિપાઈ, હરખાવું, હાથકડી
નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો:
પ્રશ્ન 1.
મીનીની બા કહે અને તારા બાપની પાસે એ કહેશે.
ઉત્તર :
મીનીની બા કહે, ‘જાને તારા બાપની પાસે, એ કહેશે.’
પ્રશ્ન 2.
બાપા કહે ભાઈસાબ મીની તું ચૂપ નહિ રહે
ઉત્તર :
બાપા કહે, ‘ભાઈ’સાબ ! મીની, તું ચૂપ નહિ રહે ?’
પ્રશ્ન 3.
મીની કહે હું કાબુલી તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ
ઉત્તર :
મીની કહે, ‘હું કાબુલી, તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ ?’
પ્રશ્નોત્તર પ્રપ્ત
પાઠના આધારે નીચેનાં પાત્રો વિશે પાંચ-સાત વાક્યો લખો :
પ્રશ્ન 1.
કાબુલી
ઉત્તર :
કાબુલી અફઘાનિસ્તાન દેશથી ભારતમાં વેપાર કરવા આવ્યો હતો. તે પોતાના બંને ખભે કોથળા ભરાવી બદામ, પિસ્તા, કાજુ વગેરે સૂકો મેવો વેચતો હતો. પંડિતની દીકરી મીની સાથે એને પુત્રી સમાન સ્નેહ હતો. મીનીને તે મફતમાં કાજુ-બદામ વગેરે આપતો હતો. એના હાથે એક વાર ખૂન થઈ જવાથી તેને સિપાઈ જેલમાં લઈ ગયા. તેને સાત વરસની જેલ થઈ. તે જયારે જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મીનીનાં લગ્ન થઈ રહ્યાં હતાં. કાબુલીએ મીનીને આશીર્વાદ આપ્યા કે “બેટા, સુખી થજે.’
પ્રશ્ન 2.
મીની
ઉત્તર :
મીની એક મોટા પંડિતની દીકરી હતી. મીનીની આંખો માંજરી હતી તેથી ફોઈએ તેનું નામ મીની પાડ્યું હતું. મીનીને વાર્તાઓ સાંભળવી બહુ ગમતી હતી. કાબુલી તેને રોજ વાર્તાઓ કહેતો હતો અને બદામ-પિસ્તા આપતો હતો. સાસરું નામનું કોઈ ગામ હશે એવું મીની માનતી હતી. મીની કાબુલીને વિચિત્ર સવાલો પૂછીને મૂંઝવી નાખતી હતી.
નીચેના પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
મીની પિતાને કેવી રીતે હેરાન કરતી હતી?
ઉત્તર :
મીનીના પિતા પંડિત હતા. તેઓ લખવા બેસતા ત્યારે મીની તેમના રૂમમાં પહોંચી જતી ને વાર્તા કહેવા માટે જીદ કરતી. તે કહેતી કે તમે આખો દિવસ શું લખલખું કરો છો? તમને વાર્તા કહેતાં તો આવડતી નથી. આમ, ન પૂછવા જેવા પ્રશ્નો પૂછીને તે પિતાજીને પજવતી.
પ્રશ્ન 2.
મીની કાબુલી સાથે કેવી રીતે વાતો કરતી હતી?
ઉત્તરઃ
મીનીને કાબુલી સાથે વાતો કરવાનું ગમતું હતું. તે કાબુલીના ખોળામાં બેસી જતી ને કાબુલી તેને વાર્તા કહેતો. મીની કાબુલીને પણ વિચિત્ર પ્રશ્નો પૂછતી. કાબુલી જરાય ખિજાયા વગર હસીને મીનીને ઉત્તર આપતો.
પ્રશ્ન 3.
કાબુલી જેલમાંથી છૂટ્યો ત્યારે તેના દિદાર કેવા હતા?
ઉત્તર :
કાબુલી સાત વરસની સજા ભોગવી જેલમાંથી છૂટયો. ત્યારે તેનાં કપડાં મેલાંઘેલાં હતાં. તે ઊંચો પહાડ જેવો લાગતો હતો. તેના ગાલ અને કપાળ પર કરચલીઓ પડી ગઈ હતી. તેના દિદાર જરાય સારા ન હતા.
પ્રશ્ન 4.
મીનીનાં લગ્ન સમયે ઘરનું વાતાવરણ કેવું હતું?
ઉત્તર :
મીનીનાં લગ્ન લેવાયાં હતાં. આંગણામાં મોટો માંડવો બંધાયો હતો. ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા. શરણાઈવાદકો આવ્યા હતા. મધુર સ્વરે શરણાઈઓ વાગી રહી હતી. પરંતુ માબાપના દિલમાં દુ:ખ સમાતું ન હતું. કારણ કે, હવે મીની સાસરે જવાની હતી.
પ્રશ્ન 5.
કાબુલી શા માટે મીનીને ખૂબ ચાહતો હતો?
ઉત્તર :
કાબુલીને પણ મીની જેવડી જ એક દીકરી હતી, જેને તે વતનમાં છોડીને આવ્યો હતો. મીનીને જોતાં જ તેને પોતાની દીકરી યાદ આવતી. મીની સાથે વાત કરતી વખતે તેને લાગતું હતું કે તે પોતાની દીકરીની સાથે જ વાતચીત કરી રહ્યો છે. માટે તે મીનીને ખૂબ ચાહતો હતો.
પ્રશ્ન 6.
કાબુલીની કઈ વાતથી મીનીના પિતા અચંબો પામ્યા?
ઉત્તર :
કાબુલી જેલમાંથી છૂટીને મીનીને મળવા આવ્યો. કાબુલીએ મીનીના પિતાને કહ્યું કે તમારી દીકરીને જોતાં જાણે મારી દીકરીને જોતો હોઉં એમ હું હરખાઉં છું. આમ કહી કાબુલીએ ગજવામાંથી એક કરચલીવાળો કાગળ કાઢ્યો. તે કાગળમાં કાબુલીની દીકરીની નાજુક આંગળીઓની છાપ હતી. આ જોઈ મીનીના પિતા અચંબો પામ્યા.
પ્રશ્ન 7.
‘તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે’ એમ મીની શા માટે પૂછે છે?
ઉત્તર :
મીનીએ ઊંટ જોયો. ઊંટની બંને બાજુ કોથળા લટકાવેલા – હતા. કાબુલી પણ પોતાના ખભે બંને બાજુ કોથળા લટકાવીને ફરતો હતો. કાબુલી ઊંચો ને કદાવર હતો, તેથી મીની પૂછે છે કે કાબુલી તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે?
પ્રશ્ન 8.
કાબુલીનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
ઉત્તર :
કાબુલી કાબુલથી ભારતદેશમાં કમાવા આવ્યો હતો. તે ઊંચો અને પડછંદ આદમી હતો. તે બેઉ ખભે બે કોથળા ભરાવી શેરીએ શેરીએ ફરી બદામ, પિસ્તા, કાજુ વગેરે સૂકો મેવો વેચતો હતો. દીકરીની આંગળીઓની છાપવાળો કાગળ તે ગજવામાં સદાય રાખતો હતો, ખૂન કરવાથી તેને સાત વર્ષની જેલ થઈ હતી. કેદમાંથી છૂટ્યા બાદ તે મીનીને મળવા ગયો હતો.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ
પ્રશ્ન 1.
મીની પિતા પાસે રોજ શાની માગણી કરતી હતી?
ઉત્તર :
મીની પિતા પાસે રોજ વાર્તાની માગણી કરતી હતી.
પ્રશ્ન 2.
કાબુલી શાલ અને બદામની કિંમત કેટલી બોલે છે?
ઉત્તર :
કાબુલી શાલની કિંમત વીસ રૂપિયા અને બદામની કિંમત એક રૂપિયો બોલે છે.
પ્રશ્ન 3.
એક દિવસ મીનીના પિતાએ મીનીને કોના ખોળામાં બેઠેલી જોઈ?
ઉત્તર :
એક દિવસ મીનીના પિતાએ મીનીને કાબુલીના ખોળામાં બેઠેલી જોઈ.
પ્રશ્ન 4.
કાબુલી મીનીને ખાવા માટે રોજ શું આપતો?
ઉત્તર :
કાબુલી મીનીને ખાવા માટે રોજ બદામ-પિસ્તા આપતો હતો.
પ્રશ્ન 5.
કાબુલી પોતાના ખભે શું રાખતો હતો ?
ઉત્તર :
કાબુલી પોતાના ખર્ભ કોથળા રાખતો હતો.
પ્રશ્ન 6.
મીનીના મનમાં ‘સાસરું શું હતું?’
ઉત્તર :
મીનીના મનમાં સારું એટલે એવી જગ્યા જ્યાં ઘંટી દળાવે, પાણી કઢાવે, ખૂબ કામ કરાવે ને જડી રોટી ખાવા આપે.
પ્રશ્ન 7.
કાબુલી મીનીને મોટી થયેલી જોઈ શું બોલ્યો ?
ઉત્તર :
કાબુલી મીનીને મોટી થયેલી જોઈને બોલ્યો કે મારી દીકરી પણ આટલી મોટી થઈ હશે.
પ્રશ્ન 8.
મીની વાર્તા ન કહેવા માટે તેના પિતાને શી ફરિયાદ – કરે છે?
ઉત્તર :
મીની પિતાને કહે છે કે તમને ચોપડી લખતાં આવડે છે, પરંતુ વાર્તા કહેતાં આવતી નથી.
નીચેનાં વિધાનો પૂર્ણ કરો:
પ્રશ્ન 1.
મીનીના પપ્પા પંડિત કહેવાતા હતા. કારણ કે…
ઉત્તર :
તેઓ મોટાં મોટાં થોથાં વાંચતા હતા અને તેમાંથી લખતા રહેતા હતા.
પ્રશ્ન 2.
સિપાઈઓએ કાબુલીને પકડી જેલ ભેગો કર્યો, કારણ કે..
ઉત્તર :
કાબુલીના હાથે એક વ્યક્તિનું ખૂન થઈ ગયું હતું.
પ્રશ્ન 3.
મીનીના બાપુએ પાછા જતા કાબુલીને ફરી બોલાવ્યો, કારણ કે….
ઉત્તર :
મીનીને ન જોતાં કાબુલી ખૂબ ઉદાસ થઈ ગયો હતો. તે જોઈ મીનીના બાપુને દયા આવી.
કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પાઠના આધારે નીચેની ખાલી જગ્યાઓ પૂરોઃ
પ્રશ્ન 1.
- મીનીના …………… મોટા પંડિત હતા. (કાકા, પિતા, ફુવા)
- મીનીની માને લાગતું કે …………… એક દિવસ છોકરીને ઉપાડી જશે. (કાબુલી, બાવો, ચોર,
- એક દિવસ મીનીના ઘર પાસે થઈ કાબુલીને સિપાઈઓ …………… તરફ લઈ જતા હતા. (જંગલ, જેલ, મહેલ)
- મીની ઘર છોડીને ………………. જવાની હતી. (મોસાળે, પરદેશ, સાસર)
- મીનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને …………… ના ખીસામાં મૂકી. (મીની, કાબુલી, સિપાઈ)
ઉત્તર :
- પિતા
- કાબુલી
- જેલ
- સાસરે
- કાબુલી
નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે, તે જણાવો :
પ્રશ્ન 1.
‘હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહિ.’
ઉત્તર :
આ વાક્ય મીનીના પિતાજી બોલે છે અને મીનીને કહે છે.
પ્રશ્ન 2.
‘તમને ચોપડી લખતાં આવડે છે, પણ વાર્તા કહેતાં નથી આવડતી ‘
ઉત્તર :
આ વાક્ય મીની તેના પિતાજીને કહે છે.
પ્રશ્ન 3.
‘મેં બુટ્ટી હો ગયા, ઔર તુમ બચ્ચી.’
ઉત્તર :
આ વાક્ય કાબુલી મીનીને કહે છે.
પ્રશ્ન 4.
‘હું તો સાસરે જાઉં છું.’
ઉત્તરઃ
આ વાક્ય કાબુલી મીનીને કહે છે.
પ્રશ્ન 5.
‘એને સિપાઈ સાસરે લઈ ગયા ?’
ઉત્તર :
આ વાક્ય મીની તેના બાપુજીને પૂછે છે.
નીચેનાં વાક્યોને પાઠના આધારે ક્રમાનુસાર ગોઠવીને લખો :
પ્રશ્ન 1.
- કાબુલીને પકડીને સિપાઈઓ લઈ ગયા.
- કાબુલી તો આટલી મોટી મીનીને જોઈ આભો જ થઈ ગયો.
- કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો.
- મીની માટે કાબુલી રોજ બદામ-પિસ્તા લાવતો.
- મીનીનાં લગ્ન લેવાયાં હતાં.
ઉત્તર :
પાઠના ક્રમ અનુસાર વાક્યોની ગોઠવણી :
- મીની માટે કાબુલી રોજ બદામ – પિસ્તા લાવતો.
- કાબુલીને પકડીને સિપાઈઓ લઈ ગયા.
- કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો.
- મીનીનાં લગ્ન લેવાયાં હતાં.
- કાબુલી તો આટલી મોટી મીનીને જોઈ આભો જ થઈ ગયો.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
પ્રશ્ન 1.
મીનીના પિતાજી મોટા…
A. વેપારી હતા.
B. અમલદાર હતા.
C. પંડિત હતા.
D. ફોજદાર હતા.
ઉત્તર :
C. પંડિત હતા.
પ્રશ્ન 2.
મીનીની ફોઈએ તેનું નામ મીની કેમ પાડ્યું હતું?
A. તેની આંખો બિલાડી જેવી માંજરી હોવાથી
B. તે નામ તેમને ખૂબ ગમતું હોવાથી
C. પંડિતજીના કહેવાથી
D. ઉપરનામાંથી એક પણ નહીં
ઉત્તર :
A. તેની આંખો બિલાડી જેવી માંજરી હોવાથી
પ્રશ્ન 3.
મીની એવું માનતી હતી કે કાબુલીના દેશમાં માણસો…
A. બિલાડી જેવા હોય છે.
B. ગધેડા જેવા હોય છે.
C. ગાય જેવા હોય છે.
D. ઊંટ જેવા હોય છે.
ઉત્તર :
D. ઊંટ જેવા હોય છે.
પ્રશ્ન 4.
મીનીની માને લાગતું હતું કે…
A. કાબુલી એક દિવસ મીનીને ઉપાડી જશે.
B. કાબુલી ખૂબ સારો માણસ છે.
C કાબુલીને મીની ખૂબ વહાલી છે.
D. ઉપરનામાંથી એક પણ નહીં.
ઉત્તર :
A. કાબુલી એક દિવસ મીનીને ઉપાડી જશે.
પ્રશ્ન 5.
કાબુલીને સિપાઈઓ શા માટે પકડીને લઈ જતા હતા?
A. તે મીનીને ઉપાડી ગયો હતો એટલે
B. તેણે કોઈને છરી મારી હતી એટલે
C. તેણે ચોરી કરી હતી એટલે
D. તેણે કોઈની સાથે ઝઘડો કર્યો હતો એટલે
ઉત્તર :
B. તેણે કોઈને છરી મારી હતી એટલે
પ્રશ્ન 6.
જેલમાંથી છૂટ્યા પછી કાબુલી કોને મળવા ગયો?
A. માતાને
B. પિતાને
C. પત્નીને
D. મીનીને
ઉત્તર :
D. મીનીને
પ્રશ્ન 7.
કાબુલી મીની માટે શું લઈ જાય છે?
A. ફળફળાદિ
B. રમકડાં
C. કપડાં
D. બદામ, પિસ્તા અને દ્રાક્ષ
ઉત્તર :
D. બદામ, પિસ્તા અને દ્રાક્ષ
પ્રશ્ન 8.
કાબુલી જેલમાંથી છૂટ્યો ત્યારે મીનીના પરે શાનો પ્રસંગ હતો ?
A. મીનીના જન્મદિવસની ઉજવણીનો પ્રસંગ
B. મીનીના લગ્નનો પ્રસંગ
C. હોમ-હવન
D. કથાવાચન
ઉત્તર :
B. મીનીના લગ્નનો પ્રસંગ
પ્રશ્ન 9.
કાબુલી પોતાના ખિસ્સામાં શું સાચવીને રાખતો હતો ?
A. પોતાની દીકરીની આંગળીઓની છાપ પાડેલો કાગળ
B. પોતાની દીકરીનો ફોટો
C. પોતાની પત્નીનાં ઘરેણાં (દાગીના)
D. હીરા – મોતી
ઉત્તર :
A. પોતાની દીકરીની આંગળીઓની છાપ પાડેલો કાગળ
પ્રશ્ન 10.
મીનીના બાપે કાબુલીને શું આપ્યું?
A. મીઠાઈ
B. કપડાં
C. પૈસા
D. ખાવાનું
ઉત્તરઃ
C. પૈસા
કાબુલી Summary in Gujarati
કાબુલી પાઠ-પરિચય :
રવીન્દ્રનાથ ટાગોર જરા પંજાબી ભાષામાં લખાયેલી ‘કાબુલીવાલા’ વાતનો ગુજરાતીમાં અનુવાહૈ મહાદેવભાઈ દેસાઈએ કર્યો ! છે. આ વાતમાં એક પિતાના પ્રેમની વાત કરવામાં આવી છે. વતનથી દૂર રહીને સૂકો મેવો વેચતા કાબુલીને મીનીમાં પોતાની દીકરી દેખાય છે. શરૂમાં મીની-નાં મા-બાપ કાબુલીને શંકાથી જુએ છે, પરંતુ એના હૃદયનો ભાવ ખોજ ખ તેઓ લાગણીસભર થઈ જાય છે. છે, કાજુીના ૪ષ્ઠો : ‘મીની, સાસરે જાય છે ? બેટા, સુખી થજે.’ જણે પોતાની જ દીકરીને વિદાય આપતો હોય તેવા લાગીસભર છે.
રૂઢિપ્રયોગો: અર્થ અને વાક્યપ્રયોગ
નજર રાખવી – ધ્યાન રાખવું
વાક્ય: મા-બાપ પોતાનાં સંતાનો પર હંમેશાં નજર રાખતા હોય છે.
દિલમાં દુઃખ થવું – ખૂબ દુ:ખ થવું
વાક્ય : દીકરીને સાસરે જતી જોઈ માના દિલમાં દુ:ખ થયું.
મોં પડી જવું – ઉદાસ થઈ જવું
વાક્ય : સ્પર્ધામાં પોતાનો પ્રથમ નંબર ન આવ્યો તેથી વિનયનું મોં પડી ગયું.
સડક થઈ જવું – સ્તબ્ધ થઈ જવું
વાક્ય : દીકરાને ઘરની તિજોરીમાંથી ચોરી કરતો જોઈ પિતા સડક થઈ ગયા.
કાબુલી શબ્દાર્થ :
- માંજ – ભૂરી કીકીવાળું
- ફોઈ – પપ્પાની બહેન
- પંડિત – શાસ્ત્રમાં નિષ્ણાત, વિદ્વાન
- પોથી – મોટું પુસ્તક
- થોથું – ફાટેલું – તૂટલું કે લખાણની દૃષ્ટિએ નકામું પુસ્તક
- દહાડો – દિવસ
- પરવાર – ફુરસદ, નવરાશ
- હજામ – વાળંદ
- સૂપડું – અનાજ ઝાટકવાનું સાધન
- વારું – ઠીક, સારું
- મજેદાર સંવાદ – મજાની વાતચીત કે ચર્ચા
- શાલ – ઊનનું ઓઢવાનું એક વસ
- બુઠ્ઠો – ઘરડો ખડખડાટ
- હસવું – મોટેથી હસવું
- ખાંધ – ખભી
- ગમ્મત – વિનોદ, મજા
- ચક્કી – ઘંટી
- સિપાઈ – સૈનિક, ફોજનો માણસ
- હાથકડી – હાથની બેડી
- કેદ – બંધનયુક્ત સ્થિતિ
- જેલ – કેદખાનું
- ચોક – આંગણા ખાગળની ખુલ્લી જગા
- સાથિયા પૂરવા – ઘરને આંગણે મંગળસૂચક આકૃતિ કે ચિત્ર કાઢવું કે રંગોળી પૂરવી
- મંગળ દહાડો – શુભ દિવસ
- ખૂની – હત્યારું, ખૂન કરનારું
- હરખાવું – ખુશ થવું, આનંદમાં આવવું
- પીઠી – લગ્નપ્રસંગે વર-કન્યાને શરીરે ચોળવાનું પીળા રંગનું સુગંધી મિશ્રણ