Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર Textbook Questions and Answers

વલયની અવકાશી સફર અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ -અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો.

પ્રશ્ન 1.
‘વલયની અવકાશી સફર” પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો?
(ક) એપ્રિલ
(ખ) જૂન
(ગ) મે
(ઘ) જુલાઈ
ઉત્તરઃ
(ગ) મે

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

પ્રશ્ન 2.
રાતા રંગથી ઝળાંહળાં રચનાનો આકાર કેવો હતો?
(ક) સમચોરસ
(ખ) લંબચોરસ
(ગ) ગોળ
(ઘ) લંબગોળ
ઉત્તર:
(ઘ) લંબગોળ

પ્રશ્ન 3.
ત્રણેય મિત્રો ક્યા ગ્રહ ઉપર હતા?
(ક) ચંદ્ર
(ખ) સૂર્ય
(ગ) ટિટાન
(ઘ) વલય
ઉત્તર:
(ગ) ટીટાન

પ્રશ્ન 4.
પૃથ્વી ઉપર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ જાસાચિઠ્ઠી મોકલવાના હતા?
(ક) પેટ્રોલિયમ માટે
(ખ) યુરેનિયમ માટે
(ગ) ચાંદી માટે
(ઘ) સોના માટે
ઉત્તર:
(ખ) યુરેનિયમ માટે

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો.

પ્રશ્ન 1.
ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં કોણ-કોણ સૂતા હતા?
ઉત્તરઃ
ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં વલય અને એના બે ભાઈબંધો વિસ્મય અને વિરાટ સૂતા હતા.

પ્રશ્ન 2.
વિસ્મયે અંધારા આકાશમાં શું જોયું?
ઉત્તરઃ
વિસ્મયે અંધારા આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકાને નીચેની તરફ આવતું જોયું.

પ્રશ્ન 3.
વિસ્મય, વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી?
ઉત્તરઃ
વિસ્મય, વિરાટ અને વલયમાં એ સમાન બાબતો હતી કે તેઓ અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો.

પ્રશ્ન 4.
વિરાટનો હાથ પકડી વિસ્મયે શું કહ્યું?
ઉત્તરઃ
વિરાટનો હાથ પકડીને વિસ્મયે પોતાનું અનુમાન જણાવતાં કહ્યું કે આ પ્રકાશિત ગોળો એ સ્પેસ શટલ જેવું બીજા ગ્રહનું અતિ આધુનિક યાન હોવું જોઈએ.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.

પ્રશ્ન 1.
પરગ્રહનું યાન કેવું લાગતું હતું? વર્ણન કરો.
ઉત્તરઃ
પરગ્રહનું યાન રાતા રંગથી ઝળહળતું હતું. એનો આકાર લંબગોળ ઈડા જેવો હતો. એની આસપાસ અવર્ણનીય વિચિત્ર વાસ આવતી હતી. તેને ક્યાંય દરવાજો કે બારી નહોતાં. કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વિના ખૂલતું હતું ને બંધ થતું હતું.

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

પ્રશ્ન 2.
પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું?
ઉત્તરઃ
પરગ્રહવાસીનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમપોચું લાગતું હતું. તેને નાક – કાન જેવું કંઈ નહોતું. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. આંખો પર પાંપણો નહોતી.

માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બેત્રણ રચના લગાડેલી હતી. તેના હાથનાં વિચિત્ર લાંબાં આંગળાં પર પુશબટન જેવી સ્વિચો હતી.

પ્રશ્ન 3.
ટૉર્ચના પ્રકાશથી પરગ્રહવાસી ઉપર શી અસર થઈ?
ઉત્તર :
વલયે ટૉર્ચના પ્રકાશનો શેરડો પરગ્રહવાસી બૉસ પર નાખ્યો. બૉસથી લાલ રંગ સિવાયની તરંગલંબાઈનો પ્રકાશ સહન થઈ શકતો નહોતો. એક સામાન્ય ટૉર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. બૉસનો રબ્બરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો.

તેથી આ સફેદ પ્રકાશથી એને બળતરા થવા લાગી, એના દેહમાંથી યાંત્રિક અવાજ આવવા લાગ્યો અને એનું રબ્બરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું.

પ્રશ્ન 4.
ણેય મિત્રોના જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા?
ઉત્તરઃ
જીવ ત્રણ મિત્રોની નજીક આવ્યો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથનાં આંગળાં લાંબાં ને વિચિત્ર હતાં.

આંગળાં પર પુશબટન જેવી સ્વિચો જડાયેલી હતી. એનો સ્પર્શ થતાં ત્રણેય મિત્રોના શરીરમાં કશોક પ્રવાહ વહ્યો. આથી ત્રણેય મિત્રો એ વિચિત્ર જીવ પાછળ ખેંચાવા લાગ્યા.

વલયની અવકાશી સફર સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.

પ્રશ્ન 1.
શનિના ઉપગ્રહ ટિટાન ઉપર રાતો પ્રકાશ શા માટે છે?
ઉત્તરઃ
શનિના ગ્રહ ફરતા વલયો છે. એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે ટીટાન ઉપર આવે છે કે માત્ર મોટી તરંગલંબાઈ ધરાવતો લાલ રંગ જ ત્યાં પહોંચે. એટલે ટીટાન ઉપર રાતા પ્રકાશ સિવાય બીજો પ્રકાશ જ નથી.

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

પ્રશ્ન 2.
પરગ્રહવાસી બૉસ પૃથ્વીવાસીઓને કેવી જાસાચિઠ્ઠી મોકલવા માંગતો હતો?
ઉત્તરઃ
પરગ્રહવાસી બૉસ પૃથ્વીવાસીઓને એવી જાસાચિઠ્ઠી મોકલવા માગતો હતો કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે, એ તેમને મોકલી . દેવામાં આવે, પરગ્રહવાસીઓને, ત્યાંની જમીનમાંથી તે મળતું નથી અને એમનું મુખ્ય બળતણ યુરેનિયમ છે.

જો એમ કરવામાં નહિ આવે તો પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું તેઓ નિકંદન કાઢી નાખશે.

પ્રશ્ન 3.
વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી કેવી રીતે છૂટ્યા?
ઉત્તરઃ
વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી, ટૉર્ચને આધારે છૂટ્યા. ટૉર્ચના સફેદ પ્રકાશથી પરગ્રહવાસીઓના બૉસને બળતરા થવા લાગી, દેહમાંથી યાંત્રિક અવાજો થવા લાગ્યા ને એનું રબ્બરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું.

આથી એ વિચિત્ર જીવોમાં દોડધામ મચી ગઈ. બૉસનું મૃત્યુ થયું. આમ, વલય અને તેના મિત્રો, પરગ્રહવાસીઓના કબજામાંથી છૂટ્યા.

2. નીચે આપેલાં વાક્યો કોણ બોલે છે તે લખો.

પ્રશ્ન 1.
‘અરે, આ વગર દિવાળીએ રૉકેટ કોણે ફોડ્યું વળી !’
ઉત્તરઃ
આ વાક્ય વલય બોલે છે.

પ્રશ્ન 2.
‘આ… આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે?
ઉત્તરઃ
આ વાક્ય વિરાટ બોલે છે.

પ્રશ્ન 3.
‘આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે.’
ઉત્તરઃ
આ વાક્ય વિસ્મય બોલે છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

પ્રશ્ન 4.
‘નીચે જઈ મારા મમ્મી, પપ્પા અને કાકાને જગાડું?
ઉત્તરઃ
આ વાક્ય વલય બોલે છે.

પ્રશ્ન 5.
‘મોટાઓ આપણે માનીએ તેટલાં નીડર નથી હોતા !’
ઉત્તરઃ
આ વાક્ય વિરાટ બોલે છે.

પ્રશ્ન 6.
‘તો, અમે પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખીશું !’
ઉત્તરઃ
આ વાક્ય (પરગ્રહવાસીઓના) બૉસ બોલે છે.

પ્રશ્ન 7.
‘ઊઠને, જો કેટલો દિવસ ચઢી ગયો !’
ઉત્તરઃ
આ વાક્ય વલયનાં મમ્મી બોલે છે.

3. પાઠમાં આવતા અવકાશ-વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શબ્દો શોધો. આ શબ્દોનો અર્થ મેળવી વાક્યપ્રયોગ કરો.
ઉત્તરઃ

  • રૉકેટ
  • સ્પેસ શટલ
  • એ. સી.
  • વાઇબ્રેશન
  • જેલ
  • રિમોટ
  • એસ્ટ્રા ટેરેસ્ટ્રિઅલ
  • બૉસ
  • પિયાનો
  • ડેશ બૉર્ડ
  • કન્ટ્રોલ બૉર્ડ
  • સ્પીકર
  • ટૉર્ચ
  • બૅટરી.

વાક્યપ્રયોગઃ

  • હું ક્યારેય ‘રૉકેટ(= અવકાશી યાન)માં બેઠો નથી.
  • “સ્પેસ શટલ (= અવકાશયાન) ઈંડા જેવા આકારનું હોય છે.
  • ઉનાળામાં લોકો એ. સી.(= વાતાનુકૂલિત યંત્ર)”નો ઉપયોગ ઠંડક મેળવવા માટે કરે છે.
  • “વાઇબ્રેશન(= ધ્રુજારી)’નો અનુભવ થતાં, નિખિલને લાગ્યું કે ધરતીકંપ થયો.
  • “જેલ (= કેદખાનું)’ ગુનેગારો માટે હોય છે.
  • “રિમોટ(= નિયંત્રક) નો ઉપયોગ ટીવી ચૅનલ બદલવા થાય છે.
  • ઊડતી રકાબી એ “એકસ્ટ્રા ટેરેસ્ટ્રિઅલ(= પરગ્રહવાસી)ની શોધ લાગે છે.
  • અમારા કાર્યાલયના બૉસ (= ઉપરી અધિકારી)” “પિયાનો (= પશ્ચિમનું વાઘ)” સરસ વગાડે છે.

(9 – 12) પરગ્રહીએ દેશ બૉર્ડ (= ગણક કક્ષ)’ પર આંગળીઓ ફેરવી. આંગળીઓ જેવી અટકી ત્યાં “કન્ટ્રોલ બૉર્ડ(= નિયંત્રણ કક્ષ)ની “સ્પીકર (= સાંભળવા માટેનું સાધન)’ જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. (13 – 14) “ટૉર્ચ (= બત્તી) “બૅટરી(= વીજસંગ્રાહક સાધન) થી ચાલે છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

4. તમને આવેલ સ્વપ્ન વિશે નોંધ લખો.
ઉત્તરઃ
એક રાત્રે મને સપનું આવ્યું. મારી મમ્મી મને મેળામાં લઈ ગઈ હતી. હું એની આંગળી પકડીને મેળામાં ફરતો હતો. ભીડમાં આંગળી છૂટી ગઈ.

હું મમ્મીને શોધવા લાગ્યો અને રડવા લાગ્યો. ત્યાં લોકોએ મને એક બાજુ લઈ જઈ બેસાડ્યો. લોકોએ છાનો રાખવા જાતજાતની વસ્તુઓ મને આપી. કોઈએ રમકડાં આપ્યાં, કોઈએ ખાવાનું આપ્યું, કોઈએ ચકરડીમાં બેસાડ્યો. કોઈએ મારું નામ, હું ક્યાં રહું છું તે પૂછ્યું.

હું બેઠો હતો ત્યાં અનેક વસ્તુઓનો ઢગલો થઈ ગયો. મને થયું કે આ બધું હું શી રીતે ઘેર લઈ જઈશ. હું આ બધું શી રીતે ઊંચકીશ?

જો મમ્મી મેળામાંથી ઝડપથી મળી જાય, તો આ બધું એ ઊંચકી લેશે. હું પાછો એની આંગળી પકડી લઈશ…

હું રડવા લાગ્યો, ત્યાં એકાએક મારી આંખ ખૂલી ગઈ. હું મમ્મી સાથે પથારીમાં સૂતો હતો.

5. ખરાં-ખોટાની નિશાની કરો.

(1) ‘દિવ્ય સારો છોકરો છે.” વાક્યમાં ‘સારો’ એ ગુણવાચક વિશેષણ છે.
(2) પ્રાંતિજ નાનું શહેર છે. વાક્યમાં ‘નાનું એ ક્રમવાચક વિશેષણ છે.
(3) દોડ-સ્પર્ધામાં તેનો ત્રીજો નંબર આવ્યો. વાક્યમાં ‘ત્રીજો’ એ ક્રમવાચક વિશેષણ છે.
(4) નિધિ સો રૂપિયા લઈ મેળામાં ગઈ. વાક્યમાં ‘સો’ એ સંખ્યાવાચક વિશેષણ છે.
ઉત્તરઃ
(1) ✓
(2) ✗
(3) ✓
(4) ✓

6. એકમાંથી અનેક શબ્દો બનાવો.

આપેલા ઉદાહરણ મુજબ શબ્દના મૂળાક્ષરો પરથી નવો શબ્દ બનાવો.
ભારત :

  • ભા = ભાવ,
  • ૨ = રમત,
  • ત = તલવાર

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર 1
ઉત્તરઃ

  1. આઝાદી : આ = આરતી ઝા= ઝાડ દી = દીવી
  2. દેશસેવા દે = દેવળ શ = શરમ સે = સેવક વા= વાળ
  3. અફસર : અ = અરજી ફ = ફણસ સ = સરોવર ૨ = રકાબી
  4. દાનત : દા = દાવ ન = નગારું ત = તળાવ
  5. અમીરી : અ = અફસર મી = મીનારો રી = રીત

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

વલયની અવકાશી સફર પ્રવૃત્તિઓ

  1. શિક્ષકની અથવા તો વાલીની મદદથી ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’ અને ‘અવતાર’ જેવી હિન્દી ફિલ્મો નિહાળો.
  2. વર્તમાનપત્રોમાં આવતા અવકાશ-વિજ્ઞાનના લેખોનો સંગ્રહ કરી અંક તૈયાર કરો.
  3. અવકાશ- વિજ્ઞાનીઓની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો.

Std 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર Additional Important Questions and Answers

વલયની અવકાશી સફર વિશેષ પ્રશ્નોત્તર

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
આકાશમાં પ્રકાશિત થતા એક લાલ ટપકા તરફ કોનું ધ્યાન ગયું?
A. મલયનું
B. વલયનું
C. વિસ્મયનું
D. વિરાટનું
ઉત્તરઃ
C. વિસ્મયનું

પ્રશ્ન 2.
ચમકતો પદાર્થ જમીન પર ક્યાં ઊતર્યો?
A. ધાબા ઉપર
B. સોસાયટીમાં
C. કૉમન પ્લૉટમાં
D. મોટા મેદાનમાં
ઉત્તરઃ
D. મોટા મેદાનમાં

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

પ્રશ્ન 3.
કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં શું ખૂલી ગયું?
A. બારી
B. યાન
C. ઈડું
D. રૂમ
ઉત્તરઃ
B. યાન

પ્રશ્ન 4.
વિચિત્ર જીવના હાથમાં લાંબાં આંગળાં પર શું હતું?
A. ટૉર્ચ
B. પુશબટન જેવી સ્વિચો
C. ડેશ બૉર્ડ
D. વાઇબ્રેશન
ઉત્તરઃ
B. પુશબટન જેવી સ્વિચો

પ્રશ્ન 5.
પરગ્રહ ઉપરનાં બાંધકામો કેવા આકારનાં હતાં?
A. લંબચોરસ
B. ચતુષ્કોણીય
C. ષટ્કોણીય
D. અષ્ટકોણીય
ઉત્તરઃ
C. ષટ્કોણીય

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

પ્રશ્ન 6.
લેખકે વિચિત્ર રાખોડિયા રંગના જીવોને કોની દુનિયા કહી છે?
A. ભૂતાવળની
B. ભૂતકાળની
C. વૈજ્ઞાનિકોની
D. રંગોની
ઉત્તરઃ
A. ભૂતાવળની

પ્રશ્ન 7.
પરગ્રહવાસીઓએ કયો એક જ રંગ જોયો છે?
A. સફેદ
B. લાલ
C. લીલો
D. તરંગ
ઉત્તરઃ
B. લાલ

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો?

પ્રશ્ન 1.
મે મહિનાની રાત કેવી હતી?
ઉત્તરઃ
મે મહિનાની રાત કાજળઘેરી અંધારી હતી.

પ્રશ્ન 2.
બંને મિત્રોને ઇશારો કરી, વિસ્મયે શું જોવા કહ્યું?
ઉત્તરઃ
બંને મિત્રોને ઈશારો કરી, વિસ્મયે તેમને અંધારા આકાશમાં પ્રકાશિત લાલ ટપકું જોવા કહ્યું.

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

પ્રશ્ન 3.
પ્રકાશિત લાલ ટપકું જોઈને વિસ્મય શું બોલ્યો?
ઉત્તર :
પ્રકાશિત લાલ ટપકું જોઈને વિસ્મય બોલી ઊઠ્યો, “અરે, આ વગર દિવાળીએ રૉકેટ કોણે ફોડ્યું વળી !”

પ્રશ્ન 4.
મમ્મીપપ્પા કે કાકાને જગાડવાની વલયને કોણે ના પાડી? શા માટે?
ઉત્તરઃ
મમ્મીપપ્પા કે કાકાને જગાડવાની વલયને વિરાટે ના પાડી, કારણ કે તેના મતે મોટાંઓ ધારીએ તેટલાં નીડર નથી હોતાં અને વળી ડરના માર્યા તેઓ એમને કંઈક સાહસ કરતાં રોકે પણ ખરાં.

પ્રશ્ન 5.
દાદરથી નીચે ઊતરતાં, ત્રણેયના મનમાં શું હતું?
ઉત્તરઃ
દાદરથી નીચે ઊતરતાં, ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી જિજ્ઞાસા પણ હતી.

પ્રશ્ન 6.
યાનનો આકાર કેવો હતો?
ઉત્તરઃ
યાનનો આકાર ઈંડા જેવો હતો.

પ્રશ્ન 7.
યાન કેવી રીતે ખૂલી ગયું?
ઉત્તર :
યાન કોઈ પણ જાતના અવાજ વગર, કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં ખૂલી ગયું.

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

પ્રશ્ન 8.
યાંત્રિક લાગતી રચના, એની ભાષાનું કઈ ભાષામાં રૂપાંતર કરતી હતી?
ઉત્તર :
યાંત્રિક લાગતી રચના, એની ભાષાનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કરતી હતી.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
દારૂખાનાનું રૉકેટ હોવાની ત્રણ મિત્રોની માન્યતા શાથી ભાંગવા માંડી?
ઉત્તરઃ
અંધારા આકાશમાં લાલ પ્રકાશ દેખાતાં મિત્રોને થયું કે તે દારૂખાનાનું રૉકેટ હશે, પણ ટપકું નીચે આવતાં મોટું થવા લાગ્યું. આકાશમાં એકાએક રાતો રંગ ઝળહળી ઊઠ્યો પરિણામે દારૂખાનાના રૉકેટની મિત્રોની માન્યતા ભાંગવા માંડી.

પ્રશ્ન 2.
ત્રણેય મિત્રોનો ફફડાટ ક્યારે વધી ગયો? શાથી?
ઉત્તરઃ
ત્રણેય મિત્રો ભય અને જિજ્ઞાસા સાથે ઝળાંહળાં થતી રચના પાસે પહોંચ્યા. ક્યાંય દરવાજો કે બારી દેખાયાં નહિ. તેમણે આજુબાજુ ચક્કર મારી યાનનું નિરીક્ષણ કર્યું. કડકડતી ઠંડીનો અનુભવ થયો. એટલામાં અંડાકાર યાનમાં કંઈક ફેરફાર થયો.

યાન કમળની પાંદડીઓની જેમ ખૂલ્યું. પાછું કંઈ પણ અવાજ વિના બંધ થઈ ગયું. તે વખતે આ ત્રણેય મિત્રો એ બંધ પાનમાં હતા. આથી ત્રણ મિત્રોનો ફફડાટ વધી ગયો.

પ્રશ્ન 3.
વિચિત્ર જીવોથી એમનો “બૉસ’ કઈ રીતે જુદો પડતો હતો?
ઉત્તરઃ
એક મોટા ષટ્કોણ હૉલમાં રાખોડિયા રંગના બીજા કેટલાય વિચિત્ર જીવો હતા. પાંચ ખૂણાઓમાં એમની બેઠકો હતી. છઠ્ઠા ખૂણામાં બેઠેલા જીવની બેઠક વિશેષ ઊંચી હતી. એની સામે દેશ બૉર્ડ હતું. તેની પર કેટલીય સ્વિચો હતી. એ બૉસ હતો.

બીજા જીવો કરતાં એના માથા પર વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. આમ, બૉસ વિચિત્ર જીવોથી જુદો પડતો હતો.

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

વલયની અવકાશી સફર વ્યાકરણ Vyakaran

1. નીચેના શબ્દોની જોડણી સુધારોઃ

  1. વીચીત્ર
  2. આધૂનીક
  3. જીજ્ઞાસા
  4. નીરિક્ષણ
  5. પૃથ્વી
  6. શર્કોણ
  7. આકૃતિ
  8. પરીશર
  9. દૂભાશિયા
  10. શસ

ઉત્તરઃ

  1. વિચિત્ર
  2. આધુનિક
  3. જિજ્ઞાસા
  4. નિરીક્ષણ
  5. પૃથ્વી
  6. ષટ્કોણ
  7. આકૃતિ
  8. પરિસર
  9. દુભાષિયા
  10. શસ્ત્ર

2. નીચેના શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો લખો:

  • ધ્યાન = લક્ષ, એકાગ્રતા
  • ઈશારો = સૂચન, સંકેત
  • અવાજ = ધ્વનિ, શબ્દ
  • નવાઈ = વિસ્મય, અચરજ
  • અનુમાન = ધારણા, અટકળ
  • કમળ = અરવિંદ, સરોજ
  • રાત્રિ = રજની, નિશા
  • શરીર = કાયા, દેહ

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

  • પાકા ✗ કાચા
  • પોચું ✗ કઠણ
  • રવ ✗ નીરવ
  • પરગ્રહી ✗ સ્વગ્રહી
  • આધુનિક ✗ પુરાતન
  • અજ્ઞાત ✗ જ્ઞાત
  • વિરાટ ✗ વામન
  • ભયભીત ✗ નિર્ભય
  • પ્રથમ ✗ અંતિમ
  • આકાર ✗ નિરાકાર

4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી, તેનો વાક્યપ્રયોગ કરો:
(1) જીવમાં જીવ આવવો – ભય દૂર થતાં સ્વસ્થ થવું
વાક્યઃ ધોધમાર વરસાદમાં ફસાઈ ગયેલી પૂર્વે હેમખેમ ઘેર આવી ત્યારે બધાંના જીવમાં જીવ આવ્યો.

(2) રામ રમી જવા – મૃત્યુ પામવું
વાક્ય : બસની અડફેટે આવતાં જ વૃદ્ધ મહિલાના રામ રમી ગયા.

(3) નિકંદન કાઢવું – જડમૂળમાંથી નાશ કરવું
વાક્ય : હાથીએ પોતાની સૂંઢ વડે ઝાડનું નિકંદન કાઢી નાખ્યું.

5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખો

  • બીજા ગ્રહનું નિવાસી – પરગ્રહી
  • એક ભાષાની મતલબ બીજી ભાષામાં કહેનારા, બે ભાષાના જાણકાર – દુભાષિયા
  • કોઈક માગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી – જાસાચિઠ્ઠી

6. નીચેનાં વાક્યો કયા કાળનાં છે તે લખો:

(1) વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો.
(2) હવે શું થશે?
(3) બૉસના તો ત્યાં જ રામ રમી ગયા.
(4) વલયને તેનાં મમ્મી ઢંઢોળી રહ્યાં છે.
ઉત્તરઃ
(1) ભૂતકાળ
(2) ભવિષ્યકાળ
(3) ભૂતકાળ
(4) વર્તમાનકાળ

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

7. ઉદાહરણ પ્રમાણે “ઇત’ પ્રત્યય લગાવીને શબ્દો બનાવોઃ
દા. ત., પ્રકાશ – પ્રકાશિત

  • વ્યથા – વ્યથિત
  • પ્રસાર – પ્રસારિત
  • વ્યવસ્થા – વ્યવસ્થિત
  • પ્રફુલ્લ – પ્રફુલ્લિત

8. નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો:

(1) વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાશીમાં હતા.
(2) ટપકું મોટું થવા લાગ્યું.
(3) ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું.
ઉત્તરઃ
(1) વિસ્મય, વિરાટ, વલય, અગાશી
(2) ટપકું
(3) ઘર, મેદાન

9. “બ” વિભાગનો વિશેષણ પ્રકારનો ક્રમ, “અ” વિભાગનાં રેખાંકિત વાક્યો સાથે [ ] માં લખો

“અ” “બ”
(1) મા વિના સૂનો સંસાર. (1) સંખ્યાવાચક વિશેષણ
(2) શ્યામ રંગ સમીપે ન જાવું હો રાજ. (2) ગુણવાચક વિશેષણ
(3) દસ વ્યક્તિ હાજર રહી. (3) ક્રમવાચક વિશેષણ
(4) વર્ગના રજિસ્ટરમાં પંદરમો નંબર કોનો છે?
(5) ચારે જણાએ મને ઠપકો આપ્યો.
(6) એને ત્રીજું ઇનામ તો મળશે.

ઉત્તરઃ

“અ” “બ”
(1) મા વિના સૂનો સંસાર. (2) શ્યામ રંગ સમીપે ન જાવું હો રાજ.
(2) શ્યામ રંગ સમીપે ન જાવું હો રાજ. (2) શ્યામ રંગ સમીપે ન જાવું હો રાજ.
(3) દસ વ્યક્તિ હાજર રહી. (1) મા વિના સૂનો સંસાર.
(4) વર્ગના રજિસ્ટરમાં પંદરમો નંબર કોનો છે? (3) દસ વ્યક્તિ હાજર રહી.
(5) ચારે જણાએ મને ઠપકો આપ્યો. (1) મા વિના સૂનો સંસાર.
(6) એને ત્રીજું ઇનામ તો મળશે. (3) દસ વ્યક્તિ હાજર રહી.

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

10. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવોઃ

વિસ્તાર, વિરાટ, વિચાર, વિસ્મય, વક્રીભવન, વાસ
ઉત્તરઃ
વક્રીભવન, વાસ, વિચાર, વિરાટ, વિસ્તાર, વિસ્મય

વલયની અવકાશી સફર Summary in Gujarati

 Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર 2
કિશોર કનૈયાલાલ અંધારિયા [જન્મ 28 – 10 – 1961]

ભાષાસજજતા
ક્રમવાચક વિશેષણ નીચેનાં વાક્યો વાંચોઃ

  • પહેલું સુખ તે જાતે નર્યા.
  • બાવીસમા વર્ષે તેનાં લગ્ન થયાં.
  • તે દસમું ધોરણ પણ પાસ ન કરી શક્યો.
  • કૃષ્ણ વસુદેવનું આઠમું બાળક હતા.
  • શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું.

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

આ વાક્યોમાં પહેલું સુખ), બાવીસમા (વર્ષે), દસમું (ધોરણ), આઠમું (બાળક), ત્રીજું નેત્ર) એ વિશેષણો છે. જે સંજ્ઞાનો ક્રમ દર્શાવે છે. સંજ્ઞાના ક્રમને દર્શાવતા વિશેષણને “ક્રમવાચક વિશેષણ’ કહે છે.

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર 3

ક્રમવાચક વિશેષણનાં અન્ય ઉદાહરણો તૃતીય કસોટી, દ્વિતીય કક્ષા, સોમી વર્ષગાંઠ, ષષ્ઠી વિભક્તિ, બારમું ધોરણ

પાઠ્યપુસ્તકમાંથી પાંચ ક્રમવાચક વિશેષણ દર્શાવતાં વાક્યો શોધીને લખો :

  • દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઈન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો.
  • ત્રીજું ખેતર ગામના એક ખેડૂતનું હતું.
  • બીજો ડબો તો જોડવો જ જોઈએ.
  • તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટીટાન નામના ચંદ્ર પર છો.
  • છઠ્ઠા ધોરણમાં પહેલે નંબરે આવ્યો જ હતો ને વળી?

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર

Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર 4

અઘરા શબ્દોના અર્થ

  • સફર – યાત્રા
  • કાજળઘેરી – કાજળ (મેલ) જેવી કાળી
  • પાકા – (અહીં) ગાઢ
  • ભાઈબંધ – મિત્રો નીરવ શાંત
  • અચંબો – નવાઈ અજ્ઞાત – અજાણ્યું
  • અનુમાન – ધારણા સ્પેસ
  • શટલ – અંડાકાર અવકાશયાન
  • એ. સી. – ઍર કન્ડિશનર (વાતાનુકૂલિત યંત્ર)
  • થડકારો – ભય, ડર
  • વાઈબ્રેશન – ધ્રુજારી
  • રિમોટ – એક ઇલેક્ટ્રોનિક સાધન, જેનાથી દૂરથી નિયંત્રણ કરાય છે.
  • પરગ્રહી – બીજા ગ્રહનું સ્વયં
  • સંચાલિત – આપોઆપ ચાલે તેવું
  • સામ્રાજ્ય – સત્તા
  • ષટ્કોણાકાર – છ ખૂણાવાળી એકસ્ટ્રા
  • ટેરેસ્ટિંઅલ – પૃથ્વી પર ન રહેતું, પરગ્રહવાસી
  • એરિયલ – ટીવી, રેડિયો કે બિનતારી સંદેશાનાં મોજાં ઝીલવાનું કે પ્રસારિત કરવાનું સાધન
  • ભૂતાવળ – ભૂતોનું ટોળું
  • પરિસર – આજુબાજુનો પ્રદેશ
  • લખલખું – (અહીં) ધ્રુજારી Class 7 Gujarati Textbook Solutions Chapter 10 વલયની અવકાશી સફર
  • દુભાષિયા – એક ભાષામાં કહેલી વાત બીજી ભાષામાં કહેનારા, બે ભાષાના જાણકાર કન્ટ્રોલ
  • બૉર્ડ – સંદેશો ટાઇપ કરવા
  • માટેનું ‘કી – બૉર્ડ’ જેવું સાધન
  • જાસાચિઠ્ઠી – કંઈક માગણી અંગેની ધમકીભરી ચિઠ્ઠી
  • યુરેનિયમ – એક મૂળ ધાતુ
  • શેરડો – લિસોટો
  • પ્રોગ્રામ્ફ – આયોજિત
  • અલવિદા – વિદાય
  • બેબાકળો – આકુળવ્યાકુળ, ગભરાયેલો

રૂઢિપ્રયોગ

  • જીવમાં જીવ આવવો – ભય દૂર થતાં સ્વસ્થ થવું
  • રામ રમી જવા – મૃત્યુ પામવું
  • નિકંદન કાઢવું – જડમૂળમાંથી નાશ કરવું

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *