Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 2 આજની ઘડી રળિયામણી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 7 Gujarati Textbook Solutions Chapter 2 આજની ઘડી રળિયામણી
Class 7 Gujarati Textbook Solutions Chapter 2 આજની ઘડી રળિયામણી Textbook Questions and Answers
આજની ઘડી રળિયામણી અભ્યાસ
1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ -અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :
(1) ગંગા-જમનાનું નીર મંગાવવાનું કારણ…
(ક) ચોકમાં છાંટવા
(ખ) પવિત્ર પાણી પીવા માટે
(ગ) ભગવાનના સ્નાન માટે
(ઘ) પગ પખાળવા
ઉત્તરઃ
(ઘ) પગ પખાળવા
(2) અહીં કાવ્યમાં “પૂરો પૂરો” એટલે….
(ક) ભરો
(ખ) સંપૂર્ણ
(ગ) આખે આખો
(ઘ) દોરો
ઉત્તરઃ
(ક) ભરો
(3) અહીં નરસૈયાનો સ્વામી એટલે…
(ક) કૃષ્ણ
(બ) સખી
(ગ) ભગવાન
(ઘ) હાથિયો
ઉત્તરઃ
(ક) કૃષ્ણ
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો.
પ્રશ્ન 1.
ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે?
ઉત્તરઃ
ગોપીને ઘેર આજે વહાલાજી (શ્રીકૃષ્ણ) પધારવાના શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે.
પ્રશ્ન 2.
વહાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે?
ઉત્તરઃ
વહાલાજી માટે લીલા સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે.
પ્રશ્ન 3.
તરિયાતોરણમાં કયાં-કયાં વૃક્ષોનાં પાંદડાં હોય છે?
ઉત્તર :
તરિયાતોરણમાં આસોપાલવ, આંબો અને નાળિયેરી એ ત્રણ વૃક્ષોનાં પાંદડાં હોય છે.
પ્રશ્ન 4.
સખી ગંગા-જમનાનાં નીર શા માટે મંગાવે છે?
ઉત્તરઃ
સખી ગંગા – જમનાનાં નીર, શ્રીકૃષ્ણનાં ચરણ પખાળવા માટે મંગાવે છે.
પ્રશ્ન 5.
ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે?
ઉત્તરઃ
ગોપીને સૌથી વધારે વહાલા શ્રીકૃષ્ણ છે.
આજની ઘડી રળિયામણી સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
પ્રશ્ન 1.
તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો? ક્યારે ક્યારે? કેવી રીતે?
ઉત્તરઃ
અમે અમારા ઘરને લગ્નપ્રસંગે કે દિવાળીના પ્રસંગે ખાસ રીતે શણગારીએ છીએ. ઘરને ધોળાવીએ છીએ અને રંગરોગાન કરાવીએ છીએ.
લગ્નપ્રસંગે સાથિયા પૂરીએ છીએ. દીવાલ ઉપર પશુ, પક્ષી અને વેલ ચીતરીએ છીએ. દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ અને ઘર આગળ દીવડા મૂકીએ છીએ. બારણે તોરણ બાંધીએ છીએ. રાત્રે વીજળીના બલ્બનાં તોરણથી ઘર શણગારીએ છીએ.
પ્રશ્ન 2.
તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ-કઈ તૈયારી કરો છો?
ઉત્તર :
અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં અમે ઘરને વાળીઝૂડીને સાફ કરીએ છીએ. સોફા, પડદા, પલંગ અને ચાદર, અન્ય રાચરચીલું વ્યવસ્થિત કરી દઈએ છીએ. મહેમાનને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ. એમનું આતિથ્ય સચવાય, એમની સરભરા સારી રીતે થઈ શકે એ માટે બધી જરૂરી તૈયારી કરીએ છીએ.
પ્રશ્ન 3.
કવિ વાંસ વઢાવવાનું શા માટે સૂચવે છે?
ઉત્તરઃ
શ્રીકૃષ્ણની પધરામણી થવાની છે. એ માટે રૂડા મંડપ અને બારણે તોરણ બંધાવવાનાં છે. એ માટે વાંસની જરૂર છે તેથી (કવિ) સખીઓ દ્વારા આ લીલા વાંસ વઢાવવાનું સૂચવે છે.
પ્રશ્ન 4.
‘ચરણ પખાળીએ’ને બદલે ‘પગ ધોઈએ” એવો વાક્યપ્રયોગ કરીએ તો?
ઉત્તર :
‘ચરણ’ શબ્દ ગુરુ, મહાત્મા કે કૃષ્ણ જેવા દેવપુરુષ માટે વપરાય છે. ‘ચરણ’ શબ્દ સાથે પખાળવું શબ્દ વપરાય છે, કારણ કે પખાળવામાં માત્ર ધોવાનો અર્થ નથી, પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે. “ધોવામાં નિર્મળ કરવાનો અર્થ છે. આમ, અહીં શબ્દોનો વિશિષ્ટ અર્થ છે.
આથી, અહીં “ચરણ પખાળીએ’ એવો શબ્દપ્રયોગ જ યોગ્ય છે.
2. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો.
(1) સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી……
………………………………………………………………………………
………………………………………………………………………………
ઉત્તર :
સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી..
સખી, આલાલીલા વાંસ વઢાવીએ;
મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી…
(2) તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી…..
……………………………………………………..
……………………………………………………..
ઉત્તર :
તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી …
ગંગા – જમનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં ચરણ પખાળીએ જી રે. સખી…
3. ઉદાહરણ મુજબ શબ્દોનો પંક્તિપ્રયોગ અને વાક્યપ્રયોગ કરો.
ઉદાહરણ : પંક્તિપ્રયોગ – વાક્યપ્રયોગ
સખી, આજની ઘડી રળિયામણી – બે ઘડીમાં હું પહોંચું છું.
ઘડી, વાંસ, મોતીડે, નીર, મંગળ, સોહાગણ
ઉત્તર :
(1) આલાલીલા વાંસ વઢાવીએ. – (1) વાંસમાંથી ટોપલા, સાદડી, ચટાઈ વગેરે બને છે.
(2) મોતીડે ચોક પુરાવીએ જી રે. – (2) અમારા ગુરુજીને અમે મોતીડે વધાવ્યા!
(3) ગંગા – જમનાનાં નીર મંગાવીએ. – (3) એની આંખોથી નીર વહી રહ્યાં હતાં.
(4) વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી. – (4) લગ્નપ્રસંગે મંગળ ગીતો ગવાય છે.
(5) પૂરો પૂરો, સોહાગણ, સાથિયો. – (5) સોહાગણ સ્ત્રીઓ જયાપાર્વતીનું વ્રત કરે છે.
4. કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને અહીં આપેલ શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચો અને કાવ્યમાં શો ફેર પડ્યો તે લખો.
- ઘડી – પળ
- મંગળ – ગીત
- વાંસ – શેરડી
- મલપતો – હાલતો ડોલતો
- ચોક – બારણું
- નીર – પાણી
ઉત્તર :
(1) ઘડી – પળ
દા. ત., સખી, આજની પળ રળિયામણી;
(2) વાંસ – શેરડી
દા. ત., સખી, આલીલીલી શેરડી વઢાવીએ;
(3) ચોક – બારણું
દા. ત., મોતીડે બારણું પૂરાવીએ જી રે.
(4) મંગળ – ગીત
દા. ત., વહાલાજીનાં ગીત ગવરાવીએ જી રે.
(5) મલપતો – હાલતો ડોલતો
દા. ત., ઘેર હાલતો ડોલતો આવે હરિ હાથિયો જી રે.
(6) નીર – પાણી
દા. ત., ગંગા – જમનાનાં પાણી મંગાવીએ; કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને આપેલ (સમાનાર્થી શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચતાં, પંક્તિનો લય જળવાતો નથી. કાવ્યના સૌંદર્યમાં પણ ફેર પડે છે.
5. સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્યપ્રયોગ કરો.
ઉદાહરણ : નીર – પાણી, જળ
વાક્ય : ગંગા જમનાનાં નીરથી વહાલાજીનાં ચરણ પલાળીએ.
(1) ચરણ – ………………………………………………………..
(2) સ્વામી – ………………………………………………………..
(3) સખી – ………………………………………………………..
(4) મંગળ – ………………………………………………………..
ઉત્તરઃ
(1) ચરણ = પગ, પાય
વાક્ય : શિષ્ય ગુરુના ચરણની રજ માથે ચઢાવે છે.
(2) સ્વામી = માલિક, (અહીં) શ્રીકૃષ્ણ
વાક્ય : નરસિંહ મહેતા શ્રીકૃષ્ણને પોતાના સ્વામી કહે છે.
(3) સખી = બહેનપણી, સહિયર
વાક્ય : નીના કાલે એની સખીના લગ્નમાં ગઈ હતી.
(4) મંગળ = પવિત્ર, શુભ
વાક્ય: લગ્નપ્રસંગે મંગળ ગીતો ગવાય છે.
6. નીચેના શબ્દોમાં ‘શ’ અને ‘સ’ના માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો.
(1) નરસૈયો – નરસૈયો
(2) પૈસા – વૈશા
(3) શાવરણી – સાવરણી
(4) સખી – શખી
ઉત્તરઃ
(1) નરસૈયો – નરસૈયો
(2) પૈસા – પેશા
(3) શાવરણી – સાવરણી
(4) સખી – શખી
આજની ઘડી રળિયામણી પ્રવૃત્તિઓ
- વર્ગ અને શાળા સુશોભન કરો.
- સ્વાગત ગીત-અંક તૈયાર કરો.
Std 7 Gujarati Textbook Solutions Chapter 2 આજની ઘડી રળિયામણી Additional Important Questions and Answers
આજની ઘડી રળિયામણી વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
આ ભક્તિગીતમાં કોને સંબોધન કરવામાં આવ્યું છે?
A. સખીને
B. રાધાને
C. નરસિંહને
D વહાલાને
ઉત્તરઃ
A. સખીને
પ્રશ્ન 2.
ગોપી કોને આવવાની વધામણી આપે છે?
A. સખીના
B. રળિયામણી ઘડીના
C. વહાલાના
D. રાધાના
ઉત્તરઃ
C. વહાલાના
પ્રશ્ન 3.
સખી કેવા વાંસ વઢાવવાનું કહે છે?
A. ઊંચા
B. સૂકા
C. લીલા
D. આલાલીલા
ઉત્તરઃ
D. આલાલીલા
પ્રશ્ન 4.
વાંસમાંથી વહાલાજી માટે શું બનાવવાનું છે?
A. ખાટલી
B. મંડપ
C. હીંચકો
D. પંખો
ઉત્તરઃ
B. મંડપ
પ્રશ્ન 5.
તરિયાતોરણમાં કયા વૃક્ષનાં પાનનો સમાવેશ નથી?
A. આસોપાલવ
B. આંબો
C. નાળિયેર
D. કેળ
ઉત્તરઃ
D. કેળ
પ્રશ્ન 6.
સખી તરિયાતોરણ ક્યાં બંધાવવા કહે છે?
A. રસ્તા પર
B. મંદિરમાં
C. બારણે
D. મંડપે
ઉત્તરઃ
C. બારણે
પ્રશ્ન 7.
સખી ચોક શાનાથી પૂરવા કહે છે?
A. મોતીડાથી
B. પાંદડાંથી
C. વાંસથી
D. રંગથી
ઉત્તરઃ
A. મોતીડાથી
પ્રશ્ન 8.
આજની ઘડી રળિયામણી’ કવિતાને કયા વિભાગમાં મૂકશો?
A. ઊર્મિગીત
B. ભક્તિગીત
C. આખ્યાન
D. ગરબી
ઉત્તરઃ
B. ભક્તિગીત
પ્રશ્ન 9.
કાવ્યમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે?
A. નીર
B જળ
C. વારિ
D. ઉદક
ઉત્તરઃ
A. નીર
પ્રશ્ન 10.
સખી કોને ‘વહાલાજી’ કહે છે?
A. પતિને
B. પ્રિયતમને
C. શ્રીકૃષ્ણને
D. વાલમને
ઉત્તરઃ
C. શ્રીકૃષ્ણને
2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો?
પ્રશ્ન 1.
ગોપી આજની કઈ ઘડીને રળિયામણી કહે છે?
ઉત્તર :
ગોપી આજની વહાલાજીના આવવાની ઘડીને રળિયામણી કહે છે.
પ્રશ્ન 2.
સખી મંગળ ગીતો ગાવા કોને નિમંત્રણ આપે છે?
ઉત્તર :
સખી મંગળ ગીતો ગાવા માટે સખીઓને નિમંત્રણ આપે છે.
પ્રશ્ન 3.
ગોપી કોને સાથિયો પૂરવા કહે છે?
ઉત્તરઃ
ગોપી સૌભાગ્યવતી સ્ત્રીને સાથિયો પૂરવા કહે છે.
પ્રશ્ન 4.
ગીતમાં હરિ હાથિયો’ શબ્દો કોના માટે વપરાયા છે?
ઉત્તરઃ
ગીતમાં “હરિ હાથિયો’ શબ્દો “હાથીની જેમ મલપતી ચાલે આવતા શ્રીકૃષ્ણ” માટે વપરાયા છે.
પ્રશ્ન 5.
“આજની ઘડી રળિયામણી” કાવ્યના કવિનું નામ જણાવો.
ઉત્તરઃ
“આજની ઘડી રળિયામણી’ કાવ્યના કવિનું નામ નરસિંહ મહેતા છે.
આજની ઘડી રળિયામણી વ્યાકરણ
1. નીચેના શબ્દોની જોડણી સુધારોઃ
- રળીયામણુ
- વધામણિ
- મોતિ
- મિઠડો
- સાથીયો
ઉત્તરઃ
- રળિયામણું
- વધામણી
- મોતી
- મીઠડો
- સાથિયો
2. નીચેના શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો લખો:
- સખી = સહેલી, બહેનપણી
- નીર = જળ, પાણી
- ઘડી = અવસર, પ્રસંગ
- ચરણ = પગ, પાદ
- અતિ = વધુ, ઘણું
- મંગળ = શુભ, પવિત્ર
3. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
- રચવું ✗ તોડવું
- અતિ ✗ અલ્પ
- વહાલું ✗ દવલું
- મંગળ ✗ અમંગળ
- સોહાગણ ✗ વિધવા
- લીલું ✗ સૂકું
4. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી, તેનો વાક્યપ્રયોગ કરો:
(1) ચોક પૂરવા – સાથિયા પાડવા દોરવા
વાક્ય : દિવાળીમાં ઘેર – ઘેર લોકો ચોક પૂરે છે.
(2) ચરણ પખાળવા – ચરણ ધોવાની (ભાવભરી) વિધિ કરવી
વાક્યઃ ગુરુ ઘેર પધાર્યા ત્યારે શિષ્ય એમનાં ચરણ પખાળ્યાં.
5. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખો :
- થોડા સૂકા, થોડા ભીના – આલાલીલા
- ત્રણ જાતનાં પાનનું તોરણ – તરિયાતોરણ
- જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી – સોહાગણ, સૌભાગ્યવતી
- મંગળસૂચક આકૃતિ – સાથિયો
- ઉમંગમાં ઠાઠથી ધીમેધીમે ચાલવું – મલપવું
6. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો:
- સખી, આજની ઘડી રળિયામણી; …
- આલાલીલા વાંસ વઢાવીએ; …
- સહુ સખીઓ મળીને આવીએ, ..
ઉત્તરઃ
- રળિયામણી
- આલાલીલા
- સહુ
7. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરોઃ
- મારો ફલૅટ પહેલા ” છે. (માળે, મારે)
- સવારે વહેલા ઊઠતાં મને ” આવે છે. (આરસ, આળસ)
- હું કામ ન કરું તો મારી મમ્મી મને ” જ ને? (લરે, લડે)
- પરીક્ષામાં હું – થયો. (સફર, સફળ)
- તમે મને – આવ્યા તે સારું કર્યું. (મરવા, મળવા)
ઉત્તરઃ
- માળે
- આળસ
- લડે
- સફળ
- મળવા
8. ૨, ળ, લ, ડ’ વર્ણોવાળા કેટલાક શબ્દો અહીં આપ્યા છે, જેમાં બંને જોડણી ચાલે છે. એવા બીજા શબ્દો શોધી કાઢો અને તમારી નોટબુકમાં નોંધ કરો:
- અડધું – અરધું
- કાતરી – કાતળી
- તરફડવું – તડફડવું
- ઉડાડવું – ઉરાડવું
- ખુડદો – ખુરદો
- તરવાર – તલવાર
- કલા – કળા
- તડબૂચ – તરબૂચ
- પડદો – પરદો
- રોતડ – રોતલ
- બેસાડવું – બેસારવું
- ગવડાવવું – ગવરાવવું
9. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવોઃ
સોહાગણ, વાંસ, વહાલાજી, ચોક, ઘડી
ઉત્તરઃ
ઘડી, ચોક, વહાલાજી, વાંસ, સોહાગણ
આજની ઘડી રળિયામણી Summary in Gujarati
કાવ્યની સમજૂતી
હે સખી, આજ, મારા વહાલા(શ્રીકૃષ્ણ)ની પધરામણીના શુભ સમાચાર મળ્યા છે તેથી આજ મારે (ત્યાં) આનંદનો અવસર છે.
હે સખી, મારા વહાલા(શ્રીકૃષ્ણ)ના સ્વાગતની તૈયારી કરીએ. લીલા સૂકા વાંસ વઢાવીએ, એના રૂડા મંડપ રચાવીએ.
બારણે આસોપાલવ, આંબા અને નાળિયેરનાં પાનનાં તરિયા તોરણ બંધાવીએ; આંગણે મોતી વડે સાથિયા પુરાવીએ.
ગંગા અને જમના નદીનાં પવિત્ર જળ મંગાવીએ. એ જળ વડે વહાલા(શ્રીકૃષ્ણ)નાં ચરણ ધોઈએ.
(શ્રીકૃષ્ણની પધરામણીના આ શુભ પ્રસંગે) હે સખીઓ, ચાલો આપણે ભેગાં મળીને શ્રીકૃષ્ણનાં મંગળ ગીતો ગવડાવીએ.
હે સૌભાગ્યવતી સ્ત્રીઓ ! (આ શુભ પ્રસંગે) સાથિયા પૂરો, (આજે) શ્રીકૃષ્ણ ઠાઠમાઠથી, મલપતા હાથીની જેમ ઘેર પધારી રહ્યા છે.
નરસિંહ મહેતાના સ્વામી અતિ વહાલાથીયે વધુ વહાલા, એવા શ્રીકૃષ્ણને મેં દિઠા છે.
ભાષાસજજતા
ઉચ્ચારણ
ભાષાનું મુખ્ય સ્વરૂપ એના ઉચ્ચારણમાં છે. જેનાં ઉચ્ચારણો સારાં એની ભાષા સારી. સારી ભાષા સૌને ગમે. બોલચાલની ભાષામાં આપણે ઘણી વાર ધૂળને બદલે ‘ર’ કે ‘ળને બદલે ‘લ’ અને ‘ળ’ને બદલે “ડ’ એવું ઉચ્ચારણ કરીએ છીએ. સારાં ઉચ્ચારણો કરતાં શીખીએ તો સારું બોલતાં, વાંચતાં તેમજ લખતાં આવડે.
1. નીચેના વર્ણ મોટેથી વાંચોઃ
૧, ૨, ૩, લ
2. નીચેના શબ્દો મોટેથી વાંચોઃ
રવ, વર; ચળ, પળ; લખ, ખલ; ડર, રડ
3. નીચેનાં શબ્દજોડકાં ધીમેથી વાંચોઃ
નળ – નર – પાળ – પાર – વાળ – વાર – વાલ
કાળ – કાલ – માળી – મારી – ગાળ – ગાર – ગાલ
લાલ – લાળ – જાળ – જાર – ચાળ – ચાર – ચાલ
4. નીચે આપેલા વર્ણસામ્ય ધરાવતા શબ્દોના અર્થભેદ, વાક્યરચના પરથી સમજો:
(1) માળો – મારો
વાક્યોઃ બિલાડીએ ચકલીનો માળો પીંખી નાખ્યો.
મારો ભાઈ નિર્દોષ છે, તેને ન મારો.
(2) સંભારવું – સંભાળવું
વાક્યોઃ દીકરી માને સંભારે (યાદ કરે) છે.
મા દીકરીને સંભાળે (કાળજી લે) છે.
(3) કમર – કમળ
વાક્યો : આપણે આપણી કમર સીધી રાખીને ચાલવું જોઈએ.
સરોવરમાં કમળનાં ફૂલ ખીલ્યાં છે.
(4) ગાળ – ગાલ
વાક્યો : સારા છોકરા ગાળ ન બોલે.
મમ્મીએ મુન્નાના ગાલ પર ટપલી મારી.
(5) રાળ – રાડ
વાક્યોઃ વૃક્ષમાંથી મળતા એક પદાર્થને રાળ કહે છે.
સિંહને જોતાં જ તે રાડ પાડીને નાઠો.
આજની ઘડી રળિયામણી અઘરા શબ્દોના અર્થ
- ઘડી – પળ, (અહીં) પ્રસંગ, અવસર
- રળિયામણી – ખુશી કે આનંદથી ભરેલી
- વહાલોજી – (અહીં) શ્રીકૃષ્ણ
- વધામણી – ખુશી કે આનંદના શુભ સમાચાર
- આલાલીલા – થોડા સૂકા, થોડા લીલા (ભીના)
- વાઢવું – કાપવું
- મંડપ – માંડવો
- તરિયાતોરણ – આસોપાલવ, આંબો અને
- નાળિયેર – આ ત્રણ જાતનાં વૃક્ષોનાં પાનનું તોરણ, જેમાં કસબના તાર(કપડા)નું તોરણ પણ શોભા વધારવા હોય છે, (અહીં)
- શોભાનાં તોરણ બાર – (અહીં) બારણું, દ્વાર
- નીર – પાણી, (અહીં) જળ
- ચરણ – પગ
- પખાળવાં – ધોવાં
- મંગળ – શુભ પ્રસંગે ગવાતાં ગીત
- સોહાગણ – સૌભાગ્યવતી સ્ત્રી, જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી
- સાથિયો – મંગળસૂચક આકૃતિ, પ્રતીક
- મલપતા – ઉમંગમાં ઠાઠથી ધીમેધીમે ચાલતા
- હરિ હાથિયો – હાથીની જેમ મલપતી ચાલે આવતા શ્રીકૃષ્ણ
- અતિ – ઘણો, વધુ
- મીઠડાં – મીઠાં, (અહીં) વહાલાં
- દીઠડો – જોયો
આજની ઘડી રળિયામણી રૂઢિપ્રયોગ
- મોતીડે ચોક પૂરવા – આંગણામાં મોતીથી સાથિયા પાડવા દોરવા
- સાથિયા પૂરવા – સાથિયામાં રંગ પૂરવા