Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

Gujarat Board GSEB Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 Textbook Questions and Answers

1. નીચે આપેલા શબ્દો કોષ્ટકમાંથી શોધી તેના પર [ ] કરો અને વાક્યપ્રયોગ કરો.
સોહાગણ, તરિયાતોરણ, વિદ્યાધિકારી, ખારીલા, પ્રાયશ્ચિત, મુસાફરી, ધોધમાર, ગહેકવું
Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 1

ઉત્તર :
Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1 2

Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

  1. સોહાગણ
  2. તરિયાતોરણ
  3. વિદ્યાધિકારી
  4. ખારીલા
  5. પ્રાયશ્ચિત્ત
  6. મુસાફરી
  7. ધોધમાર
  8. ગહેકવું

વાક્યપ્રયોગઃ

  1. સોહાગણ હંમેશાં સેંથામાં કંકુ ભરે છે.
  2. દિવાળીમાં લોકો ઘરને તરિયાતોરણથી સજાવે છે.
  3. મારે ભણીગણીને વિદ્યાધિકારી થવું છે.
  4. ખારીલા માણસોનું પતન થાય છે.
  5. માણસે જો કાંઈ પાપ કર્યું હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.
  6. વિદ્યાર્થીઓ દક્ષિણ ભારતની મુસાફરી કરીને પાછા આવી ગયા છે.
  7. કાઠિયાવાડમાં ગઈ કાલે ધોધમાર વરસાદ થયો.
  8. ચોમાસામાં મોર ગહેકે છે.

2. નીચેના પ્રશ્નોના જવાબ આપો.

પ્રશ્ન 1.
તમે મેળામાં જઈ શું શું ખરીદશો ? કોના માટે ?
ઉત્તર :
મેળામાં જઈને અમે વિવિધ વસ્તુઓ ખરીદીશું. નાના ભાઈ અને ભાણા માટે ફુગ્ગાઓ અને વાંસળી, સિસોટી લઈશું. મીઠાઈની દુકાનમાંથી મીઠાઈ લઈશું. બહેન માટે એના શણગાર માટેની જુદી જુદી વસ્તુઓ લઈશું. દાદા માટે લાકડી ને દાદી માટે ધાર્મિક પુસ્તિકા લઈશું. અમે ત્યાંથી બા માટે ઘરવખરીની વસ્તુઓ લઈશું.

પ્રશ્ન 2.
સાથિયા ક્યારે-ક્યારે પૂરવામાં આવે છે ?
ઉત્તરઃ
પૂજા, ઉત્સવ કે વિવાહ જેવા શુભ પ્રસંગોએ સાથિયા પૂરવામાં આવે છે.

પ્રશ્ન 3.
મહાદેવ તેના મિત્રોથી છૂટો કેમ પડી ગયો ?
ઉત્તરઃ
મહાદેવે ગાયને મોલથી લચી પડેલા ખેતરમાં ચરતી જોઈ. એને થયું કે ગાય પાકને નુકસાન પહોંચાડશે. તેથી ગાયને હાંકી કાઢવા મહાદેવ તેના મિત્રોથી છૂટો પડી ગયો.

Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 4.
બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર શા માટે કર્યો ?
ઉત્તરઃ
ગાંધીજી માનતા હતા કે જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી શકાય નહિ. આથી બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર કર્યો.

પ્રશ્ન 5.
ચોમાસામાં ક્યાં-કયાં પક્ષી-પ્રાણીઓના અવાજો સાંભળવા મળે છે ?
ઉત્તરઃ
ચોમાસામાં મોર ટહુકા કરે છે. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. તમરાંનો તીણો અવાજ સંભળાય છે.

3. તમારી શાળામાં લખાયેલાં પાંચ ભીંતસૂત્રોની યાદી કરો.
ઉત્તરઃ

  • વિદ્યાનું ફળ ઉત્તમ ચારિત્ર્ય અને સદાચાર છે.
  • શાળા અમારી તીર્થભૂમિ છે, જ્યાં જ્ઞાનગંગા વહે છે.
  • વિચાર કરવાની કળા એટલે કેળવણી.
  • પુસ્તકો જાગ્રત દેવતાઓ છે, તેમને સેવીને તરત વરદાન મેળવો.
  • સ્વાશ્રય અને સંયમ એ ચારિત્ર્યનાં બે ફેફસાં છે.

પ્રશ્ન 4.
નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો.
જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલવહેલો જાઉં છું. મેં નોઆખલી જતાં તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું અને સાથીઓને છૂટા કર્યા પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી તે સાથે જ રહી એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમજ અહીં બિહારમાં પણ. બાકી દેવપ્રકાશ, હુન્નર વગેરે છે તે અને મૃદુલાબહેન રહેશે મૃદુલાબહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે પણ તને છોડીને કેમ જવાય એ તું પણ નહીં ઇચ્છે. એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું ઓછામાં ઓછો સમય અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનો. પણ જોજે, આમાં તારી ખૂબ કસોટી છે હોં. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
ઉત્તરઃ
“જો, આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો. એટલે દિલ્લીમાં હું પહેલવહેલો જાઉં છું. મેં નોઆખલી જતાં તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મરવું અને સાથીઓને છૂટા કર્યા. પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી. તે સાથે જ રહી, એટલે જેમ નોઆખલીમાં બધાને છોડીને આવ્યો તેમજ અહીં બિહારમાં પણ. બાકી દેવપ્રકાશ, હુન્નર વગેરે છે તે અને મૃદુલાબહેન રહેશે. મૃદુલાબહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે. પણ તને છોડીને કેમ જવાય? એ તું પણ નહીં ઈચ્છે. એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું. ઓછામાં ઓછો સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબો પસંદ કરવાનો. પણ જોજે, આમાં તારી ખૂબ કસોટી છે હોં!”

Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 5.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
(1) રળિયામણું
(2) ખારીલા
(3) પ્રાયશ્ચિત્ત
(4) રાન
(5) કેળવણી
ઉત્તરઃ
(1) રળિયામણું = સુંદર, મનોહર
(2) ખારીલા = ડંખીલા, ઈર્ષાળુ
(3) પ્રાયશ્ચિત્ત = તપ, પસ્તાવો
(4) રાન = જંગલ, વન
(5) કેળવણી = ભણતર, શિક્ષણ

6. સૂચના મુજબ કરો.

પ્રશ્ન.
“ર” વર્ણથી શરૂ થતા દસ શબ્દો લખો.
ઉત્તરઃ
રેખા, રસોડું, રસોઈ, રોટલી, રાયતું, રસ, રઘવાટ, રંગીન, રમૂજી, રમતિયાળ.

પ્રશ્ન 2.
આ શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો.
આ વાક્યોમાં સંજ્ઞા નીચે લીટી દોરો.
ઉત્તરઃ
આ રેખા છે. રેખા રસોડામાં છે. તે રસોઈ કરે છે. તે રોટલી વણે છે. તે રાયતું સરસ બનાવે છે. રેખા રસથી કામ કરે છે. તે ક્યારેય રઘવાટ કરતી નથી. સ્વભાવે તે રંગીન છે. તે ખૂબ રમૂજી પણ છે. જો કે મોટી હોવા છતાં થોડી રમતિયાળ છે.

Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 3.
સંજ્ઞાના અર્થમાં વધારો કરે એવા શબ્દો આ વાક્યોમાં ઉમેરો.
ઉત્તરઃ
રેખા હોશિયાર છે. તેનું નાનું રસોડું સુંદર અને સ્વચ્છ છે. તે સરસ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. તે ગરમ, ફૂલાવેલી રોટલી સોને પીરસે છે. તેણે બનાવેલું ગળચટું રાયતું સોને ભાવે છે. તે થાક્યા વિના રસથી કામ કરે છે. તે ક્યારેય મનથી રઘવાટ કરતી નથી. તેનો હસમુખો સ્વભાવ, ખૂબ રંગીન અને રમૂજી છે. જો કે મોટી હોવા છતાં તે ચપળ અને રમતિયાળ છે.

7. નીચે આપેલી કાવ્યપંક્તિઓમાં શબ્દો આડાઅવળા થઈ ગયા છે. આ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને સાચી કાવ્યપંક્તિ લખો.

પ્રશ્ન 1.
જી રે ચોક મોતીડે પુરાવીએ.
ઉત્તરઃ
મોતીડે ચોક પુરાવીએ જી રે.

પ્રશ્ન 2.
હરિ હાથિયો ઘેર મલપતો આવે.
ઉત્તર:
ઘેર મલપતો આવે હરિ હાથિયો …

પ્રશ્ન 3.
આપણે કાલ સુધી મકાનમાં રહેતા’તા ને કાલથી વાછંટો રહેશે.
ઉત્તરઃ
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં.

Class 7 Gujarati Textbook Solutions પુનરાવર્તન 1

પ્રશ્ન 4.
ક્યાંક ચોમાસું રાનમાં ગાજે છે.
ઉત્તરઃ
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *