Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો Textbook Questions and Answers

નવા વર્ષના સંકલ્પો અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા [ ] માં દર્શાવો :

પ્રશ્ન 1.
લેખકે વહેલા ઊઠવાનો સંકલ્પ કર્યો કારણ કે ……………………………………..
(ક) લેખકને હાસ્યલેખ લખવા માટે યોગ્ય સમય લાગ્યો.
(ખ) લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય.
(ગ) વહેલા ઊઠીને ધ્યાન-યોગાસન કરવા માટે.
(ઘ) વહેલા ઊઠીને કસરત કરવા માટે.
ઉત્તરઃ
(ખ) લેખકની જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો વધારો થાય.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

પ્રશ્ન 2.
ચા બંધ કરનાર ભાઈનો સંકલ્પ તૂટી ગયો, કારણ કે ……………………………………..
(ક) એમના સંકલ્પથી ઇન્દ્રનું આસન ડોલી ઊઠ્યું.
(ખ) ચાની જાહેરખબરે એમને ચળાવી દીધા.
(ગ) માતા-પિતા, પત્ની-બહેન અને મિત્રોના પ્રેમને કારણે.
(ઘ) માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી.
ઉત્તરઃ
(ઘ) માંદગીના ઉપવાસમાં ચા પીવાના કારણે રાહત થવાથી.

પ્રશ્ન 3.
નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે ?
(ક) સાંજે નક્કી થાય અને સવારમાં તૂટી જાય છે.
(ખ) ઝાકળની જેમ અલ્પજીવી હોય છે.
(ગ) સંકલ્પો વિચારીને લેવાતા નથી.
(ઘ) સંકલ્પો દર બેસતાવર્ષે લેવામાં આવે છે.
ઉત્તરઃ
(ખ) ઝાકળની જેમ અલ્પજીવી હોય છે.

પ્રશ્ન 4.
લેખકના મતે સંકલ્પો પાળી શકાતા નથી કારણ કે..
(ક) તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે.
(ખ) સંકલ્પો ઉતાવળે લેવાયેલા હોય છે.
(ગ) દેખાદેખીના કારણે લેવાયેલા હોય છે.
(ઘ) સંકલ્પો માત્ર લેવાના હોય છે.
ઉત્તરઃ
(ક) તે પાળવાની મક્કમતાનો અભાવ હોય છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

2. નીચેના પ્રશ્નોના જવાબ આપો :

પ્રશ્ન 1.
લેખક નવા સંકલ્પો ક્યારે કરે છે ?
ઉત્તર :
લેખક નવા સંકલ્પો બેસતા વર્ષે કરે છે.

પ્રશ્ન 2.
વહેલા ઊઠવાથી લેખક કેટલાં વર્ષ બચાવવા માગે છે ?
ઉત્તરઃ
વહેલા ઊઠીને લેખક 50 વર્ષ બચાવવા માગે છે.

પ્રશ્ન 3.
ઍલાર્મ ઘડિયાળનું સમારકામ ક્યાં સુધી ચાલ્યું ?
ઉત્તર :
ઍલાર્મ ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું.

પ્રશ્ન 4.
ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર લેખકનો કયો સંકલ્પ હતો ?
ઉત્તરઃ
લેખકનો ચા ન પીવાનો સંકલ્પ ઈન્દ્રનું ઇન્દ્રાસન ડોલાવનાર હતો.

પ્રશ્ન 5.
માંદગીના બહાને ચા શરૂ કરનારના સંકલ્પનું શું થયું ?
ઉત્તર :
માંદગીના બહાને ચા શરૂ કરનારનો ચા નહિ પીવાનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને તેનો ફરી કદી પુનર્જન્મ થયો નહિ.

નવા વર્ષના સંકલ્પો સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
નવા વર્ષે લેખક કયા-કયા સંકલ્પ કરે છે ?
ઉત્તર :
નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે

  • આખું વર્ષ વહેલા ઊઠવું.
  • નિયમિત નોંધપોથી લખવી.
  • આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં.
  • કદી ચા ન પીવી.
  • હંમેશાં દોઢ કલાક કાંતવું.
  • ત્રણ કલાક વાંચવું, વાંચવું ને વાંચવું જ.
  • રોજ ગીતાનો એક – એક શ્લોક મોઢે કરવો.
  • પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

પ્રશ્ન 2.
બેસતાવર્ષે સામાન્ય જનોના મનમાં કયા વિચારો આવે છે ?
ઉત્તર:
બેસતા વર્ષે સામાન્યજનોના મનમાં એકાએક વિચાર આવે છે કે આપણે પણ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવું. તેમને જીવનનાં વર્ષો નિરર્થક સરી જતાં લાગે છે. તેથી એકદમ કંઈક કરી નાખવું, એવા વિચાર તેમના મનમાં આવે છે.

પ્રશ્ન 3.
નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહે છે ખરા ? શા માટે ?
ઉત્તરઃ
નવા વર્ષે લીધેલા સંકલ્પો ટકી રહેતા નથી; કારણ કે બેસતા વર્ષના દિવસે લોકો ઉત્સાહમાં આવીને સંકલ્પો કરે છે, પણ એ શબ્દરચના હરીફાઈના અરધા ભરાયેલા વ્યુહની જેમ એમ ને એમ પડ્યા રહે છે.

પ્રશ્ન 4.
આ પાઠમાંથી એક વિનોદી ભાગ વર્ગ સમક્ષ રજૂ કરો.
ઉત્તરઃ
આ પાઠમાંનો એક વિનોદી ભાગ લેખકના એક સંબંધી નવા વર્ષે ક્રોધને જીતવાનો સંકલ્પ કરે છે. આ સંકલ્પ વિશે તે પત્નીને જાણ કરે છે ત્યારે પત્ની એમને ટકોર કરે છે કે તમે સંકલ્પ તો કર્યો, પણ એ પાળી બતાવો ત્યારે સાચા !

આ સાંભળીને એ ભાઈનો મિજાજ છટક્યો અને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તેમનો સંકલ્પ એ જ વખતે તૂટી ગયો.

2. પાઠના આધારે નીચેનાં વિધાનો સમજાવો :

પ્રશ્ન 1.
નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ.
ઉત્તર :
જેમ પરોઢનું ઝાકળ સૂર્ય ઊગે કે તરત ઊડી જાય છે એમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબો સમય ટકતા નથી, તરત જ અદશ્ય થઈ જાય છે.

પ્રશ્ન 2.
વા વાતાં ચિડાવું ને પાન ખરતાં પીડાવું.
ઉત્તર:
એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કર્યો. તેણે પોતાના આ સંકલ્પની વાત પત્નીને કરી ત્યારે તેણે તરત જ લંગમાં કહ્યું, “તમારો સંકલ્પ તો ગમ્યો, પણ પાળો તો ખરા.” આ સાંભળીને તેમનો મિજાજ છટક્યો.

એ વ્યક્તિનો સ્વભાવ વા વાતાં ચિડાવું અને પાન ખરતાં પીડાવું’ એવો હતો. જે વ્યક્તિ વાત વાતમાં ચિડાઈ જતી હોય તે ક્રોધ પર કાબૂ શી રીતે રાખી શકવાની? એ જ રીતે પાન ખરે ને જે પિડાય એટલે કે નાની એવી વાતમાં દુઃખી થતી હોય તે ક્રોધને કઈ રીતે જીતી શકવાની?

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

3. નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો :

પ્રશ્ન 1.
આત્મસુધારણા
ઉત્તરઃ
દરેક વ્યક્તિએ બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈ ને કોઈ સંકલ્પ કરવો જોઈએ.

પ્રશ્ન 2.
અઠવાડિયું
ઉત્તરઃ
અઠવાડિયું વીતી ગયું છતાં વિદેશ ગયેલા દીકરાના કોઈ સમાચાર આવ્યા નહિ.

પ્રશ્ન 3.
ઝળઝળિયાં
ઉત્તરઃ
દીકરીને સાસરે વળાવતાં માની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

પ્રશ્ન 4.
ઉચ્ચારણ
ઉત્તરઃ
દરેક વ્યક્તિએ બોલતી વખતે શુદ્ધ ઉચ્ચારણ પર ધ્યાન આપવું જોઈએ.

4. શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :

  1. રસ વગરનું
  2. પોતાની જાતને સુધારવી તે
  3. ઇન્દ્રનું આસન
  4. ફરીથી જન્મ લેવો તે
  5. દૃઢનિશ્ચયવાળું

ઉત્તરઃ

  1. રસ વગરનું – નીરસ
  2. પોતાની જાતને સુધારવી તે – આત્મસુધારણા
  3. ઇન્દ્રનું આસન – ઇન્દ્રાસન
  4. ફરીથી જન્મ લેવો તે – પુનર્જન્મ
  5. દઢ નિશ્ચયવાળું – દઢનિશ્ચયી

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

5. નીચેનામાંથી કંસમાસ ઓળખો અને નીચે લીટી દોરો :

  1. મિત્રતા તો કૃષ્ણ-સુદામાની જ !
  2. ઘરમાં અહીં-તહીં સામાન પડ્યો હતો.
  3. ઝાડ પર દસ-બાર પંખી બેઠાં હતાં.

ઉત્તરઃ

  1. મિત્રતા તો કૃષ્ણ – સુદામાની જ !
  2. ઘરમાં અહીં – તહીં સામાન પડ્યો હતો.
  3. ઝાડ પર દસ – બાર પંખીઓ બેઠાં હતાં.

નવા વર્ષના સંકલ્પો પ્રવૃત્તિ

પ્રશ્ન 1.
આપણે કેવા સંકલ્પો કરી શકીએ ? – યાદી બનાવો
ઉત્તરઃ
નીચે જણાવેલ સંકલ્પો કરી શકાય:

  • રોજ વહેલા ઊઠવું.
  • નિયમિત કસરત કરવી.
  • શાળાનું લેસન નિયમિત કરવું.
  • રોજ સવારે નહાઈને ઈશ્વરને પ્રાર્થના કરવી.
  • રોજ માતાપિતાને પગે લાગવું.
  • ક્રોધ ન કરવો.
  • સિગારેટ, દારૂ, જુગાર જેવાં વ્યસનોથી દૂર રહેવું.
  • ટીવી જોવામાં ઝાઝો સમય બગાડવો નહિ.
  • ભૂલ થાય તો માફી માગવી.
  • જૂઠું ન બોલવું.

પ્રશ્ન 2.
કોઈ પણ બે સારા સંકલ્પો પાળવાના ફાયદા જણાવો.
ઉત્તરઃ

  • રોજ વહેલા ઊઠવું.
  • શાળાનું લેસન નિયમિત કરવું. રોજ વહેલા ઊઠવાથી શરીરમાં સ્કૂર્તિ રહે છે અને નિયમિત લેસન કરવાથી પરીક્ષાનો ડર રહેતો નથી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

પ્રશ્ન 3.
ઉદ્ગાર, પ્રશ્નાર્થ વાક્યોની યાદી બનાવી વર્ગખંડમાં તેનું વાચન કરો.
ઉત્તરઃ
બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો ! એક અઠવાડિયું, બે અઠવાડિયાં, ત્રણ અઠવાડિયાં … એમણે ચા ન પીધી તે ન જ પીધી.

માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીનાં આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેરખબરો કોઈ એમને ચળાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશદિશામાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઊઠ્યું.

પ્રશ્ન 4.
પાઠના નીચેના ફકરા પરથી પ્રશ્નો બનાવો.
ઉત્તરઃ
બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે. એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એમનો સંકલ્પ જીવેલો પણ ખરો ! એક અઠવાડિયું, બે અઠવાડિયાં, ત્રણ અઠવાડિયાં … એમણે ચા ન પીધી તે ન જ પીધી.

માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીનાં આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેરખબરો કોઈ એમને ચળાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દિશદિશામાં ગાજી રહ્યો. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઊઠ્યું.

પ્રશ્ન 5.
તમારા જીવનમાં બનેલ કોઈ રમૂજી પ્રસંગ રજૂ કરો.
ઉત્તરઃ
એક વાર હું મુંબઈ મારા મામાને ત્યાં ગયો હતો. અમે લોકલ ટ્રેનમાં બેસીને ચર્ચગેટ જતા હતા. ટ્રેનમાં બહુ ભીડ હતી એટલે અમે ઊભા હતા. એવામાં ટ્રેન જોરથી આંચકા સાથે ઊભી રહી અને હું નીચે પડી ગયો. મારી બાજુમાં ઊભેલા એક ભાઈએ મને પૂછ્યું, “કાય ઝાલા?”

મેં રડતાં રડતાં કહ્યું, “ઝાલ્યો હોત તો પડત નહિ ને.” આજુબાજુ ઊભેલા ગુજરાતી ભાઈઓ હસવા માંડ્યા. એટલે મારા ભાઈએ કહ્યું, આ મરાઠીભાઈ પૂછે છે, શું થયું?” “ઝાલા’નો અર્થ પકડ્યો નહિ અને હું પણ હસી પડ્યો.

Std 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો Additional Important Questions and Answers

નવા વર્ષના સંકલ્પો પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
લેખકે બેસતા વર્ષે આત્મસુધારણા માટે કયો સંકલ્પ કર્યો? તેમાં એમને કઈ કઈ મુશ્કેલીઓ નડી?
ઉત્તરઃ
લેખકને કોઈએ એક બેસતા વર્ષે આત્મસુધારણા માટે કોઈ ઉચ્ચ સંકલ્પ કરવાની સલાહ આપી. એ પ્રમાણે લેખકે બેસતા વર્ષે રોજ સવારના પાંચ વાગ્યે ઊઠી જવાનો સંકલ્પ કર્યો. તેઓ બેસતા વર્ષે પાંચ વાગ્યે ઊઠી ગયા, પણ તે દિવસે ખૂબ થાક લાગવાથી બીજે દિવસે તેઓ છેક સાડા સાત વાગ્યે ઊઠ્યા.

આવું લગભગ લાભપાંચમ સુધી ચાલ્યું. છઠને દિવસે પાંચ વાગ્યે ઊઠવું જ છે એની ચિંતામાં તેમને આગલી રાતે દોઢ વાગ્યા સુધી ઊંઘ જ ન આવી. આથી છઠની સવારે આઠ વાગ્યે ઉઠાયું. સાતમે દિવસે ઍલાર્મ ગોઠવીને તેઓ સૂતા; પરંતુ ઘડિયાળનો કાંટો ખોટો ગોઠવાયો હતો એટલે મોડું ઉઠાયું.

પછીને દિવસે ધ્યાન રાખીને ઍલાર્મ ગોઠવ્યું, પણ ઘડિયાળ બગડી જવાથી ઍલાર્મ વાગ્યે જ નહિ. ઘડિયાળનું સમારકામ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલ્યું. પછી વદ પડવાની રાતે ફરી એલાર્મ ગોઠવ્યું, પણ ચાવી આપવાનું જ ભુલાઈ ગયું એટલે ઘડિયાળ રાતના અઢી વાગ્યે જ બંધ પડી ગઈ.

આમ, લેખકને વહેલા ઊઠવાનો સંકલ્પ પાળવામાં અનેક મુશ્કેલીઓ નડી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નવા વર્ષના સંકલ્પોને લેખક કોની કોની સાથે સરખાવે છે?
ઉત્તરઃ
નવા વર્ષના સંકલ્પોને લેખક વહેલી પરોઢના ઝાકળ સાથે, વૈશાખની બપોરે ફૂંકાતા વંટોળિયા સાથે, શિયાળાની સવારે આવતા શરદીના મોજા સાથે અને કોઈ ઉસ્તાદના સંગીતના જલસામાં આવતા ઊંઘના ઝોકા સાથે સરખાવે છે.

પ્રશ્ન 2.
કેટલાકને શેની ધૂન વળગે છે? આ ધૂનને લેખક કયા દષ્ટાંતથી સમજાવે છે?
ઉત્તરઃ
કેટલાકને દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. આ ધનને લેખક સૂરજના દૃષ્ટાંતથી સમજાવે છે. જેમ સૂરજ વરસમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઊગે છે અને અમુક મહિના આઇસક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ થોડી થોડી સેકન્ડો વહેલો ઊગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવીનું શું ગજું?

પ્રશ્ન 3.
આત્મસુધારણાનું મોજું કેવું છે તે વૈશાખના વંટોળિયા અને શિયાળાની શરદીના આધારે સમજાવો.
ઉત્તરઃ
વૈશાખની બપોરે વંટોળિયો જાગી જાગીને પાછો સૂઈ જાય છે. શિયાળાની સવારે જગતના કોઈ અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણા પર કબજો જમાવે છે. પછી આખો દિવસ રડાવી – રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે.

આવી રીતે આત્મસુધારણાનું મોજું પણ વૈશાખના વંટોળિયાની જેમ અને શિયાળાની શરદીના મોજાની જેમ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઊડી જાય છે.

પ્રશ્ન 4.
આત્મસુધારણાના મોજાને ઉસ્તાદના જલસાના દષ્ટાંતથી સમજાવો.
ઉત્તર :
ઉસ્તાદના જલસામાં સંગીતનું વાતાવરણ બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું ઝોકું આપણને પાવન કરે છે. પછી તબલાંની એક જબરદસ્ત થાપ પડતાં જ આપણને ચમકાવીને પાછું ભાગી જાય છે. આમ, આત્મસુધારણાનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઊડી જાય છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

પ્રશ્ન 5.
“આત્મસુધારણાનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઊડી જાય છે.” આ વાત અન્ય કઈ કઈ બાબતોમાં જોવા મળે છે?
ઉત્તર :
“આત્મસુધારણાનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઊડી જાય છે.” આ વાત આટલી બાબતોમાં જોવા મળે છે :

  • વર્ષના આરંભે જોવા મળતા વ્યાયામવીરો આખા વર્ષમાં જોવા નહિ મળે.
  • કારતકની શરૂઆતમાં જોવા મળતા ગીતાભક્તો બીજા અગિયાર મહિનામાં જોવા નહિ મળે.
  • બેસતા વર્ષને બીજે અઠવાડિયે જોવા મળતા સંયમીજનો પછી આખા વર્ષમાં ક્યારેય જોવા મળતા નથી.

પ્રશ્ન 6.
“સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવાં છે.’ – એમ રોમા રોલાં શા માટે કહે છે?
ઉત્તર :
જેમ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક એ તીર ધાર્યા નિશાન તરફ ઊઠશે એમ સંકલ્પોરૂપી છોડ પણ ફૂલીફાલીને મહેકી ઊઠશે. આથી લેખક રોમા રોલાંના શબ્દો ટાંકીને કહે છે: “સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવાં છે.”

3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નવા વર્ષના સંકલ્પોની બાબતમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખીને હાસ્યલેખ સર્યો છે?
ઉત્તરઃ
માનવી સંકલ્પ કરે છે, પણ એ પાળી શકતો નથી. એ માટે તે એક કે બીજા બહાને મનને મનાવ્યા કરે છે. માનવસ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે હાસ્યલેખ સજ્ય છે.

4. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
લેખકના મતે બેસતું વર્ષ છે એમ ક્યારે સમજવું?
ઉત્તર :
દિવસે લોકો જુદા જુદા સંકલ્પમંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ કરે ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે.

પ્રશ્ન 2.
સંકલ્પોની મજા વિશે લેખક શું કહે છે?
ઉત્તરઃ
સંકલ્પોની મજા વિશે લેખક કહે છે કે સંકલ્પો કરવામાં જેટલી મજા આવે છે તેટલી તેમને પાળવામાં નથી આવતી.

પ્રશ્ન 3.
ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને કઈ કઈ વસ્તુ ચળાવી શકતી નથી?
ઉત્તરઃ
ચા છોડી દેવાનો સંકલ્પ કરનાર વ્યક્તિને માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, બહેનના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી અને ચાની જાહેરખબરો વગેરે કોઈ ચળાવી શકતાં નથી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

પ્રશ્ન 4.
સંકલ્પો ન પળાતાં લેખકને કયો વિચાર આવે છે? શું એ વિચાર ટકે છે ખરો?
ઉત્તરઃ
સંકલ્પો ન પળાતાં લેખકને વિચાર આવે છે કે હવે કદી બેસતા વર્ષે સંકલ્પો કરવા જ નહિ, પણ તેમનો એ વિચાર ટકતો નથી.

5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
બેસતા વર્ષના દિવસની હવાની સામાન્યજનોના મન પર શી અસર પડે છે?
A. કંઈક નવો ચમકારો લાવી દે છે.
B. તાજગી આપે છે.
C. કાર્યરત કરી દે છે.
D. ઊંઘણશી બનાવી દે છે.
ઉત્તરઃ
A. કંઈક નવો ચમકારો લાવી દે છે.

પ્રશ્ન 2.
બેસતા વર્ષે લોકોના મનમાં શું થવાની હોંશ જાગે છે?
A. સંત – મહાત્મા થવાની
B. ઉદ્યોગપતિ થવાની
C. બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની
D. રાજનેતા થવાની
ઉત્તરઃ
C. બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની

પ્રશ્ન 3.
દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે કયા રસમાં પલટાઈ જાય છે?
A. શૃંગારરસમાં
B. હાસ્યરસમાં
C. વીરરસમાં
D. અદ્ભુતરસમાં
ઉત્તરઃ
C. વીરરસમાં

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

પ્રશ્ન 4.
કાર્તિકી પૂર્ણિમા સુધી શેનું સમારકામ ચાલ્યું?
A. ઘરનું
B. ઘડિયાળનું
C. રસ્તાનું
D. ફર્નિચરનું
ઉત્તરઃ
B. ઘડિયાળનું

પ્રશ્ન 5.
લેખકે કેટલા કલાક કાંતવાનો સંકલ્પ કર્યો?
A. બે કલાક
B. એક ક્લાક
C. ત્રણ કલાક
D. દોઢ કલાક
ઉત્તરઃ
D. દોઢ કલાક

પ્રશ્ન 6.
સંતો – મહાત્માઓ શું મૂકવાનું કહી ગયા છે?
A. જીવનની માયા
B. ધનનો મોહ
C. પૂજાપાઠ
D. સોનાનો મોહ
ઉત્તરઃ
A. જીવનની માયા

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

પ્રશ્ન 7.
લેખક કયા સંકલ્પને શબ્દરચના હરીફાઈના અરધા ભરાયેલા બૃહ સાથે સરખાવે છે?
A. નોંધપોથી રાખવાના
B. ત્રણ કલાક વાંચવાના
C. વહેલા ઊઠવાના
D. નિયમિત કાંતવાના
ઉત્તરઃ
C. વહેલા ઊઠવાના

પ્રશ્ન 8.
ચા છોડી દેનારના સંયમનો મહિમા ક્યાં ગાજી રહ્યો?
A. સ્વર્ગમાં
B મિત્રવર્તુળમાં
C. ચારે દિશાઓમાં
D. આખા શહેરમાં
ઉત્તરઃ
C. ચારે દિશાઓમાં

પ્રશ્ન 9.
ચા છોડી દેનારના સંયમના મહિમાના તરંગ સ્વર્ગમાં પહોંચતાં કોનું આસન ડોલી ઊઠ્યું?
A. વિષ્ણુનું
B. ઈન્દ્રનું
C. શ્રીરામનું
D. શ્રીકૃષ્ણનું
ઉત્તરઃ
B. ઈન્દ્રનું

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

પ્રશ્ન 10.
ચા છોડવા જેવો જ બીજો લોકપ્રિય સંકલ્પ ક્યો છે?
A. જૂઠું ન બોલવાનો
B. ત્રણ કલાક વાંચવાનો
C. પાઈપાઈનો હિસાબ રાખવાનો
D. સિગારેટ છોડવાનો
ઉત્તરઃ
D. સિગારેટ છોડવાનો

પ્રશ્ન 11.
સિગારેટ છોડવાનો સંકલ્પ કોના આગ્રહથી કરવો પડે છે?
A. અરસિક પત્નીઓના તથા દુષ્ટ ડૉક્ટરોના
B. મિત્રોના
C. વેદરાજના
D. સંતાનોના
ઉત્તરઃ
A. અરસિક પત્નીઓના તથા દુષ્ટ ડૉક્ટરોના

પ્રશ્ન 12.
મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે?
A. તેઓ આગ્રહી હતા.
B. તેઓ સાત્ત્વિક હતા
C. તેઓ મહાપુરુષ હતા.
D. તેઓ સાદગીમાં માનતા હતા.
ઉત્તરઃ
C. તેઓ મહાપુરુષ હતા.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

પ્રશ્ન 13.
રોમા રોલાએ જીવનનાં સ્વપ્નાને કોની સાથે સરખાવ્યા છે?
A. જીવનના ધનુષ્યની પણછ સાથે
B. હનુમાનની ગદા સાથે
C. તીક્ષ્ણ તલવાર સાથે
D. ખંજર સાથે
ઉત્તરઃ
A. જીવનના ધનુષ્યની પણછ સાથે.

6. કોંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (ચાંદની, મિજાજ, સ્વર્ગો, આત્મસુધારણા)

(1) કોઈ ધન્ય પળે એ ……………………………… માટે સંકલ્પ કરી નાખે છે.
(2) શરદપૂનમની ……………………………… નું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે.
(3) એન્જિન બગડ્યું. ……………………………… છટક્યો.
(4) એમની માંદગીને બહાને એમનો સંકલ્પ ……………………………… સિધાવ્યો.
ઉત્તરઃ
(1) આત્મસુધારણા
(2) ચાંદની
(3) મિજાજ
(4) સ્વર્ગે

7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

(1) જો હું બે કલાક વહેલો ઊઠું તો પચાસ વર્ષની જિંદગીમાં 50,000 કલાક બચે.
(2) પણ અમરપટો તો, ભાઈ, કોણ લખાવીને લાવ્યું છે?
(3) માતાનો પ્રેમ, પિતાની કડકાઈ, ભગિનીનું વહાલ, પત્નીનાં આંસુ … કોઈ એમને ચળાવી ન શક્યું.
(4) કેટલાક મહાપુરુષો નિયમિત થઈ શક્યા છે; કારણ કે એ મહાપુરુષ છે.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખરું
(3) ખરું
(4) ખરું

નવા વર્ષના સંકલ્પો વ્યાકરણ Vyakaran

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  • સંકલ્પ = પ્રતિજ્ઞા
  • ચાંદની = ચંદ્રિકા, જ્યોત્ના
  • ગાંડો = પાગલ
  • હવા = પવન, સમીર
  • મોજું = લહેર
  • સલાહ = બોધ, ઉપદેશ
  • જિંદગી = જીવન
  • મબલખ = પુષ્કળ
  • મુશ્કેલી = મુસીબત, સંક્ટ
  • હરીફાઈ = સ્પર્ધા

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

  • વહેલા ✗ મોડા
  • વ્યવસ્થિત ✗ અવ્યવસ્થિત
  • ગાંડો ✗ ડાહ્યો
  • નિરર્થક ✗ સાર્થક
  • ધ્યાન ✗ બેધ્યાન
  • રાત્રે ✗ દિવસે
  • સ્વર્ગ ✗ નરક
  • નિયમિત ✗ અનિયમિત
  • મિત્ર ✗ શત્રુ
  • સંતોષ ✗ અસંતોષ
  • ઉત્સાહ ✗ નિરુત્સાહ
  • નિરાશા ✗ આશા

3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો :

  1. નિયમીત
  2. દીવાળી
  3. મીજાજ
  4. પટોળીયો
  5. દ્રઢનિશ્ચયી
  6. ફૂલીફાલી
  7. સંકલપ
  8. વઈસાખ
  9. ધનૂશ
  10. ઊચારણ

ઉત્તરઃ

  1. નિયમિત
  2. દિવાળી
  3. મિજાજ
  4. વંટોળિયો
  5. દઢનિશ્ચયી
  6. ફુલીફાલી
  7. સંકલ્પ
  8. વૈશાખ
  9. ધનુષ્ય
  10. ઉચ્ચારણ

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

4. નીચે આપેલા શબ્દોની સંધિ છોડોઃ

  • વિવેકાનંદ = વિવેક + આનંદ
  • મહાત્મા = મહા + આત્મા

5. (બ) નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવોઃ

  • શબ્દરચના – શબ્દની રચના – તપુરુષ
  • સંતો – મહાત્માઓ – સંતો અને મહાત્માઓ – ધન્દ્ર
  • અમરપટો – અમરપણાની ખાતરી આપતો પટો (લખાણ) – મધ્યમપદલોપી
  • પુનર્જન્મ – પુનઃ (ફરી) જન્મ – કર્મધારય
  • લોકપ્રિય – લોકોમાં પ્રિય – તપુરુષ
  • મહાપુરુષ – મહા પુરુષ – કર્મધારય
  • નાગલોક – નાગ(જાતિ)નો લોક – તપુરુષ
  • દઢનિશ્ચયી – દઢ જેનો નિશ્ચય છે તે – બહુવ્રીહિ

6. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

ઉત્સાહ, પૂર્ણિમા, ગીતા, વાતાવરણ, અમરપટો, ક્રોધ, નાગલોક
ઉત્તરઃ
અમરપટો, ઉત્સાહ, ક્રોધ, ગીતા, નાગલોક, પૂર્ણિમા, વાતાવરણ

7. નીચે આપેલા શબ્દોમાંથી દ્વિરુક્ત શબ્દો શોધીને લખો

  • માંડમાંડ
  • લોકપ્રિય
  • આત્મસુધારણા
  • ફુલીફાલી
  • મહાપુરુષ
  • દિશદિશા
  • જાગી જાગીને
  • અમરપટો
  • રડાવી – રડાવીને
  • થોડી થોડી
  • મનોમન

ઉત્તરઃ
દ્વિરુક્ત શબ્દોઃ

  • માંડમાંડ
  • ફુલીફાલી
  • દિશદિશા
  • જાગી જાગીને
  • રડાવી – રડાવીને
  • થોડી થોડી
  • મનોમન

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

8. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમના વાક્યમાં પ્રયોગ કરો :

(1) ગાંડા બનાવવું – (અહીં) મંત્રમુગ્ધ કરવું
વાક્યઃ અણાની ભ્રષ્ટાચારવિરોધી લડતે પ્રજાને ગાંડી બનાવી મૂકી.

(2) આંખમાં ચમક આવવી – ઝબકારો થવો, નવો ઉત્સાહ પ્રગટ થવો
વાક્ય: માના મૃત્યુના શોકમાં ડૂબેલી દીકરી પાયલનાં લગ્નનો પ્રશ્ન હલ થઈ જતાં તેની આંખમાં ચમક આવી.

(૩) માયા મૂકવી – સ્નેહ – મમતા છોડવી
વાક્યઃ દરેક વ્યક્તિએ મૃત્યુ પહેલાં સંસારની માયા મૂકી દેવી જોઈએ.

(4) પંથે ચડવું – રસ્તે આગળ વધવું
વાક્ય : નુકસાનીના આઘાતમાંથી બહાર નીકળીને પરમસુખભાઈ ફરી વ્યવસાયના પંથે ચડી ગયા.

(5) દિશદિશામાં ગાજવું – ચારે દિશામાં ખ્યાતિ પામવી
વાક્યઃ અંતે સત્યનો ડંકો દિશદિશામાં ગાજવાનો જ છે.

(6) આસન ડોલી ઊઠવું – અસ્થિરતા આવવી
વાક્ય : સાસુને થયું કે ઘરમાં વહુ આવતાં એનું આસન જરૂર ડોલી ઊઠશે.

(7) ધૂન વળગવી – મનમાં તરંગ આવવો, રઢ લાગવી
વાક્ય : દિગંતને શેરબજારમાં મોટા મોટા સોદા કરીને જલદીથી શ્રીમંત થવાની ધૂન વળગી હતી.

(8) મિજાજ છટકવો – ગુસ્સા પર કાબૂ ન રહેવો
વાક્ય : વિકાસને ત્રણ લાખની બાઈક લેવી હતી, પણ પિતાએ પૈસા દેવાની ના પાડી એટલે એનો મિજાજ છટક્યો.

(9) કબજો લઈ લેવો – અધિકાર જમાવવો
વાક્યઃ ચોરોએ બંદૂકની અણીએ ઘરના માણસોને ડરાવીને એમના ઘરનો કબજો લઈ લીધો.

(10) અનંતમાં ચાલ્યા જવું – અવકાશમાં વિલીન થવું, (અહીં) દૂર થવું
વાક્ય : માર્ગ અકસ્માતમાં ઘવાયેલાં માતા – પિતા અનંતમાં ચાલ્યાં ગયાં.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

9. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • અમરપણાની (કદી નહીં કરવાની) ખાતરી આપતું લખાણ – અમરપટો
  • કસરત કરવામાં શૂરવીર – વ્યાયામવીર
  • ધનુષ્યની દોરી – પણછ, પ્રત્યંચા

10. નીચે આપેલાં વાક્યોમાંથી સાદાં, સંયુક્ત અને સંકુલ વાક્ય અલગ તારવો :

  1. હવેથી કદી આ ન કરવું.
  2. છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન ડોલી ઊડ્યું.
  3. આમ તો એ વાતવાતમાં ચિડાય ને પાન ખરતાં પીડાય એવા સ્વભાવના હતા.
  4. શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં તોડ્યો હતો ત્યારે જ માંડમાંડ એ શાંત પડ્યા !
  5. સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવાં છે, ભાઈ !
  6. જેમ શરદપૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસોની હવા પણ સામાન્યજનોનાં મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે.

ઉત્તરઃ

  1. સાદું વાક્ય
  2. સંયુક્ત વાક્ય
  3. સંયુક્ત વાક્ય
  4. સંકુલ વાક્ય
  5. સાદું વાક્ય
  6. સંકુલ વાક્ય

નવા વર્ષના સંકલ્પો Summary in Gujarati

નવા વર્ષના સંકલ્પો પાઠપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો 1
બકુલ ત્રિપાઠી [જન્મ 27 – 11 – 1928, મૃત્યુ 31 – 08 – 2006]

લેખક કહે છે કે લોકો “આરંભે શૂરા’ હોય છે. તેમને નવા વર્ષે જાતજાતના સંકલ્પો કરવાનો ઉત્સાહ જાગે છે. હવેથી રોજ વહેલા ઊઠવું, નિયમિત નોંધપોથી લખવી, સિગારેટ છોડી દેવી, ક્રોધ પર કાબૂ મેળવવો જેવા સંકલ્પો કરવા સહેલા છે; પરંતુ સમય જતાં એ સંકલ્પો ટકતા નથી.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો

કેમ કે તેમનામાં એ સંકલ્પો પ્રમાણે વર્તવાની મક્કમતાનો લોકોમાં અભાવ હોય છે. લેખકે આ હાસ્યનિબંધમાં માનવસહજ નબળાઈ પર હળવો કટાક્ષ કર્યો છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો 2

ભાષાસજ્જતા

હિન્દુ સમાસ
દ્વન્દ્ર એટલે જોડકું. જ્યારે બે કે તેથી વધારે પદો મળીને એક શબ્દ બને, જેમાં બંને શબ્દો સમાન અધિકાર ધરાવતા હોય ત્યારે એ દ્વન્દ સમાસ બને છે.

દા. ત.,

  • રામસીતા વનમાં ગયાં.
  • રક્ષાબંધન એ ભાઈબહેનના પ્રેમનો તહેવાર છે.
  • મમ્મી મને દસબાર રૂપિયા આપને! આવા સમાસને અને’ અથવા કે’ શબ્દથી છૂટા પાડવામાં આવે છે.

નવા વર્ષના સંકલ્પો શબ્દાર્થ

  • સંકલ્પ – અમુક કામ કરવાનો નિર્ધાર, નિશ્ચય, (અહીં) પ્રતિજ્ઞા.
  • નિયમિત – નિયમ પ્રમાણે, નિયમબદ્ધ રીતે.
  • નોંધપોથી – દેનિક નોંધ કરવાની ડાયરી.
  • કસરત – વ્યાયામ.
  • પાઈ – એક જૂનો તાંબાનો સિક્કો, પૈસાનો ત્રીજો ભાગ.
  • ચાંદની – ચંદ્રનો પ્રકાશ, જ્યોનૂા.
  • હોંશ – ઉત્સાહ.
  • નિરર્થક – નકામા, નિષ્ફળ.
  • પલટાવું – બદલાવું.
  • આત્મસુધારણા – પોતાના વર્તનને સુધારવું.
  • પાળવું – પાલન કરવું.
  • ઉચ્ચ – શ્રેષ્ઠ, મહાન.
  • ઠરાવવું – નક્કી કરવું.
  • જિંદગી – જીવન, જીવતર.
  • મબલખ – પુષ્કળ. પરોઢ – પ્રભાત, વહેલી સવાર.
  • ઍલાર્મ – ચેતવણીરૂપે વાગતી ઘડિયાળની ઘંટડી.
  • વટાવવું – (અહીં) પસાર કરવું, ઓળંગવું.
  • ભંગ થવો – તૂટવો. ઉપાધિ – પીડા, ચિંતા.
  • મોહ – ભ્રમ, આસક્તિ.
  • ફિલસૂફી – તત્ત્વજ્ઞાન.
  • હરીફાઈ – સ્પર્ધા. Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો
  • વ્યુહ – વિશિષ્ટ રચના.
  • ગતિ – (અહીં) દશા.
  • ભગિની – બહેન.
  • તરંગ – મોજું, લહેર
  • લપટાવું – ફસાઈ જવું.
  • રાહત – આરામ, ફાયદો.
  • પુનર્જન્મ – બીજો જન્મ. લોકપ્રિય લોકોમાં આદર પામેલો.
  • અમરપટો – કદી નહીં કરવાની ખાતરી આપતું લખાણ.
  • મહેચ્છા – મહત્ત્વાકાંક્ષા.
  • પામર – તુચ્છ.
  • પિડાવું – દુઃખી થવું.
  • અકળાવું – મૂંઝાવું, ગુસ્સે થવું.
  • વિલાવું – ગાયબ થઈ જવું, કરમાવું.
  • તાકાત – શક્તિ.
  • પરોઢ – સવાર.
  • ઝાકળ – ઓસ, તુષાર.
  • વંટોળિયો – ઘૂમરી લઈને વાતો પવન, ચક્રવાત.
  • અગમ્ય – સામાન્ય માણસને બુદ્ધિથી ન સમજાય તેવું.
  • પાવન – પવિત્ર.
  • જલસો – ઉત્સવ, મેળાવડો.
  • ઝોકું – (ઊંઘનું) ઝોલું.
  • વ્યાયામવીર – કસરત કરવામાં શૂરવીર.
  • નાગલોક – પાતાળ, પૌરાણિક માન્યતા પ્રમાણે
  • સર્પજાતિ – નાગની જાતિનો કાલ્પનિક પ્રદેશ.
  • રોમા રોલાં – ફ્રાન્સના વિશ્વવિખ્યાત સર્જક અને ચિંતક.
  • પણછ – ધનુષ્યની દોરી.
  • ભણી – તરફ.
  • રોપો – છોડ.
  • મહેકી ઊઠવું – સુગંધિત થવું.
  • વ્યગ્રતા – વ્યાકુળતા. વીસરવું – ભૂલવું.
  • રૂઢિપ્રયોગ ગાંડા બનાવવું – (અહીં) મંત્રમુગ્ધ કરવું.
  • આંખમાં ચમક આવવી – ઝબકારો થવો, નવો ઉત્સાહ પ્રગટ થવો.
  • માયા મૂકવી – સ્નેહ – મમતા છોડવી.
  • પંથે ચડવું – રસ્તે આગળ વધવું.
  • દિશદિશમાં ગાજવું – ચારે દિશામાં ખ્યાતિ પામવી.
  • આસન ડોલી ઊઠવું – અસ્થિરતા આવવી, માયામાં
  • લપેટાવું – પ્રપંચમાં ફસાવું, માયાજાળમાં પડવું, (અહીં) માંદગીમાં સપડાવું.
  • વેરાઈ જવું – તૂટી જવું. Class 8 Gujarati Textbook Solutions Chapter 12 નવા વર્ષના સંકલ્પો
  • ધૂન વળગવી – મનમાં તરંગ ઊઠવો.
  • મિજાજ છટકવો – ગુસ્સા પર કાબૂ ન રહેવો.
  • કબજો લઈ લેવો – અધિકાર જમાવવો.
  • અનંતમાં ચાલ્યા જવું – અવકાશમાં વિલીન થવું, (અહીં) દૂર થવું.
  • નિશાન ભણી ઊઠવું – નિશાન તરફ જવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *