Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ Textbook Questions and Answers

શરૂઆત કરીએ અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપેલા [ ] માં દર્શાવો :

(1) “શરૂઆત કરીએ” કાવ્યનું સ્વરૂપ કયું છે ?
(ક) ગીત
(ખ) ગઝલ
(ગ) ભજન
(ઘ) મુક્તક
ઉત્તરઃ
(ખ) ગઝલ

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

(2) “શરૂઆત કરીએ’ કાવ્યમાં કવિ કહે છે કે..
(ક) ભૂતકાળને ભૂલી જવાની શરૂઆત કરીએ.
(ખ) આવતી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ.
(ગ) આજને સુધારવાની શરૂઆત કરીએ.
(ઘ) દુઃખોથી નહિ ડરવાની શરૂઆત કરીએ.
ઉત્તરઃ
(ખ) આવતી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ.

(3) પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે ?
(ક) બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર.
(ખ) દુઃખોથી ડરી ન જાય તેવી.
(ગ) બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર.
(ઘ) હોઈએ ત્યાં મહેકતું કરીએ એવી.
ઉત્તરઃ
(ગ) બહારથી જેવી સ્વચ્છ સુંદર તેની અંદરથી પણ સ્વચ્છ સુંદર.

2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :

(1) કવિ શું મહેકતું કરવાનું કહે છે ?
ઉત્તર:
કવિ આપણે જ્યાં હોઈએ ત્યાં. બધું મહેકતું કરવાનું કહે છે.

(2) કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે ?
ઉત્તરઃ
કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે.

(3) કવિ શેને-શેને રળિયાત કરવાનું કહે છે ?
ઉત્તરઃ
કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

શરૂઆત કરીએ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

(1) કવિ આ કાવ્યમાં શું-શું કરવાનું કહે છે ?
ઉત્તર :
કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે.

ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્વળ બનાવવાનું કહે છે.

(2) કવિ કઈ-કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે ?
ઉત્તરઃ
કવિ નીચે જણાવેલી વાતની શરૂઆત કરવાનું કહે છે?

  • જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ.
  • દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ.
  • બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ.
  • જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ.
  • જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્વળ બનાવવાની શરૂઆત કરીએ.’

(3) દુ:ખો વિશે કવિ શું કહે છે ?
ઉત્તર :
કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું? આપણે હિંમતથી દુઃખોને જ પરાજિત કરવાની શરૂઆત કરીએ.

(4) કવિ આવનારી કાલને શું આપવા માગે છે ?
ઉત્તરઃ
કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માગે છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

2. નીચેની પંક્તિઓ સમજાવો :

(1) હર વખત શું ………………………………. દુ:ખોને માત કરીએ.
(2) વ્હારથી દેખાય ……………………………… એવી જાત કરીએ.
ઉત્તર :
જીવનમાં અનેક વાર દુઃખો આવે છે તો શું દર વખતે દુઃખોથી પરેશાન થઈ જવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી. હિંમતથી એનો સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ.

3. નીચેના શબ્દોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો :

(1) રળિયાત
(2) સોગાત
(3) માત
ઉત્તર :
(1) રળિયાત = સુંદર વાક્ય: પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રળિયાત બનાવે છે.
(2) સોગાત = ભેટ વાક્યઃ પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાત મળી.
(3) માત = હારેલું વાક્ય વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય.

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો :

  1. સુંદર,
  2. સૌથી,
  3. સવાયું,
  4. સોગાત,
  5. શરૂઆત,
  6. સ્વચ્છ

ઉત્તરઃ

  1. શરૂઆત,
  2. સવાયું,
  3. સુંદર,
  4. સોગાત,
  5. સો,
  6. સ્વચ્છ

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

5. કાવ્યમાં આવતા વાત-શરૂઆત જેવા પ્રાસવાળા શબ્દોની યાદી બનાવો.
ઉત્તરઃ

  • માત
  • જાત
  • રળિયાત
  • સોગાત

6. નીચે એક પંક્તિ આપી છે. તેને આધારે બીજી નવી પંક્તિની રચના કરો :

રોજ સવારે ફરવા જઈએ,
ઉત્તરઃ
રોજ સવારે ફરવા જઈએ,
રોજ ઈશ્વરને પ્રાર્થના કરીએ,
રોજ નિયમિત લેસન કરીએ,
રોજ કસરત કરીએ.

શરૂઆત કરીએ પ્રવૃત્તિ

(1) ગુજરાતી ગઝલકારોનાં નામની યાદી બનાવો.
ઉત્તરઃ
ગુજરાતી ગઝલકારોઃ

  • બાળાશંકર કંથારિયા
  • કલાપી
  • ગની દહીંવાલા
  • મરીઝ
  • શૂન્ય પાલનપુરી
  • શયદા
  • અમૃત ઘાયલ
  • કિસ્મત કુરેશી
  • બરકત વિરાણી – બેફામ
  • ચિનુ મોદી
  • મનહર મોદી
  • આદિલ મન્સુરી
  • મનોજ ખંડેરિયા
  • ભગવતીકુમાર શર્મા
  • રમેશ પારેખ
  • હનીફ સાહિલ
  • જવાહર બક્ષી

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

(2) આ ગઝલનો મુખપાઠ કરો.
ઉત્તરઃ
નોંધઃ વિદ્યાર્થીઓએ તેમને મનગમતી ગઝલનો મુખપાઠ કરવો.

Std 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ Additional Important Questions and Answers

શરૂઆત કરીએ પ્રસ્નોત્તર

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:

પ્રશ્ન 1.
કવિ કોને હરાવવાની વાત કરે છે?
A. દુશ્મનને
B. દુઃખોને
C. દુર્જનને
D. અવગુણોને
ઉત્તરઃ
B. દુઃખોને

પ્રશ્ન 2.
કવિ ઘર, નગર અને સમગ્ર જગતને કેવું કરવાની વાત કરે છે?
A. સમૃદ્ધ
B. સ્વચ્છ
C. આનંદિત
D. રળિયાત
ઉત્તરઃ
D. રળિયાત

પ્રશ્ન 3.
જે મળ્યું છે એને કવિ શું કરવા ઇચ્છે છે?
A. સાચવી રાખવા
B. ફૂંકી મારવા
C. સૌથી સવાયું કરવા
D. દાન કરવા
ઉત્તરઃ
C. સૌથી સવાયું કરવા

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

2. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (દોસ્ત, ખુશી)

(1) આવનારી સૌ ……………………………… ની વાત કરીએ.
(2) ……………………………… અંદરથીય એવી વાત કરીએ.
ઉત્તરઃ
(1) ખુશી
(2) દોસ્ત

3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

(1) હર વખત શું માત થઈ જવું દુશ્મનોથી?
(2) આવનારી કાલને સોગાત કરીએ.
ઉત્તરઃ
(1) ખોટું
(2) ખરું

4. નીચેની પંક્તિઓ સમજાવોઃ

પ્રશ્ન 1.
બહારથી દેખાય જેવી સ્વચ્છ-સુંદર,
દોસ્ત, અંદરથીય એવી જાત કરીએ.
ઉત્તર :
માણસ ભલેને એના શારીરિક રૂપ-રંગ અને દેખાવથી સુંદર લાગતો હોય, પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પણ ગુણોરૂપી સોંદર્યથી સુંદર બનાવવાની વાત કરે છે. એનાથી માણસ આંતર-બાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે.

શરૂઆત કરીએ વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  • ખુશી = આનંદ
  • શરૂઆત = આરંભ
  • દુઃખ = આપત્તિ
  • વ્હેકતું = સુવાસિત, મઘમઘતું
  • દોસ્ત = મિત્ર
  • સવાયું = ચડિયાતું
  • માત = પરાજિત
  • રળિયાત = સુંદર
  • સોગાત = ભેટ

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

  • ખુશી ✗ નાખુશી
  • શરૂઆત ✗ અંત
  • દુઃખ ✗ સુખ
  • સ્વચ્છ ✗ મેલું
  • અંદર ✗ બહાર
  • કાલ ✗ આજ

શરૂઆત કરીએ Summary in Gujarati

શરૂઆત કરીએ કાવ્યપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ 1
હર્ષ બ્રહ્મભટ્ટ [જન્મ : 31-07-1954].

કવિને આવનારી ખુશીમાં રસ છે. આથી આ ગઝલમાં કવિ કહે છે કે શા માટે દુઃખોથી હારી જવું? શરૂઆત જ કરવાની છે તો દુઃખોને જ પરાસ્ત ન કરીએ? કવિને કેવળ બાહ્ય સુંદરતાને જ નહિ, પણ આંતરિક સૌંદર્યને ખીલવવામાં રસ છે.

જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ કવિ કેવળ ઘરને જ નહિ, પણ નગર અને સમગ્ર વિશ્વને મહેકતું કરવાની વાત કરે છે. જે કાંઈ મળ્યું છે એને સવાયું કરીને કવિને આવનારી કાલને ઉજ્જવળ બનાવવી છે. આમ, કવિ જીવનના આંતરિક સૌંદર્ય પર વિશેષ ભાર મૂકે છે.

શરૂઆત કરીએ કાવ્યની સમજૂતી

જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે એની જ વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ.

દર વખતે (જીવનમાં) દુઃખો આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું? આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

દોસ્ત, આપણું વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે ! એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ ખીલી ઊઠે એવું આપણું જીવન ઉજ્વળ બનાવીએ.

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ 2

જ્યાં આપણી હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરી દઈએ. આ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વને મહેકથી મહેકતું કરીએ.

આપણને જીવનમાં જે મળ્યું છે અને સૌથી સવાયું (શ્રેષ્ઠ) કરીને આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ.

ભાષાસજજતા.

ગઝલ
ગઝલ એ ફારસી સાહિત્યનો કાવ્યપ્રકાર છે. ગઝલ એટલે “પ્રિયતમા સાથે પ્રેમાલાપ કરવો.” ગુજરાતી સાહિત્યમાં પણ અનેક કવિઓએ ગઝલો લખી છે. ગઝલ એ લોકપ્રિય કાવ્યપ્રકાર છે. ગઝલમાં અનેક શેર હોય છે અને દરેક શેરમાં બે પંક્તિઓ હોય છે. ગઝલ એક માત્રામેળ છંદ છે.

ગઝલમાં અનુપ્રાસનું મહત્ત્વ છે. એમાં રદીફ અને કાફિયા એમ બે પ્રકારના પ્રાસ હોય છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 13 શરૂઆત કરીએ

શરૂઆત કરીએ શબ્દાર્થ

  • શરૂઆત – આરંભ.
  • ખુશીની – આનંદની, સુખની.
  • હર – દરેક, પ્રત્યેક
  • વખત – કાળ, સમય.
  • બહાર – બહાર.
  • દોસ્ત -મિત્ર.
  • જાત – પંડ, પોતે, (અહીં) પોતાનું વ્યક્તિત્વ.
  • મહેકતું – સુગંધિત, સુવાસિત.
  • નગર – શહેર.
  • આખું- આખું, સમગ્ર.
  • રળિયાત – સુંદર.
  • સવાયું – ચડિયાતું.
  • સોગાત – સોગાદ, ભેટ, નજરાણું.
  • રૂઢિપ્રયોગ માત કરવું – પરાજય કરવો, હરાવવું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *