Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

Gujarat Board GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા Textbook Questions and Answers

દેશભક્ત જગડુશા અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો :

પ્રશ્ન 1.
જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો?
(ક) લોખંડના પતરા પર
(ખ) તાંબાના પતરા પર
(ગ) સોનાના પતરા પર
(ઘ) ચાંદીના પતરા પર
ઉત્તરઃ
(ખ) તાંબાના પતરા પર

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

પ્રશ્ન 2.
લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું?
(ક) રાજા
(ખ) જગડુશા
(ગ) દેશની પ્રજા
(ઘ) વેપારી
ઉત્તરઃ
(ગ) દેશની પ્રજા

પ્રશ્ન 3.
આ પાઠમાં જગડુશાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે?
(ક) વેપારીનો
(ખ) માનવતાવાદી
(ગ) કરકસરયુક્ત
(ઘ) તકવાદી
ઉત્તરઃ
(ખ) માનવતાવાદી

પ્રશ્ન 4.
પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે?
(ક) પ્રજાવત્સલ
(ખ) મુત્સદી
(ગ) કંજૂસ
(ઘ) ડરપોક
ઉત્તરઃ
(ક) પ્રજાવત્સલ

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ? કારણ આપો.
ઉત્તર :
જગડુશા દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય, કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને. જગડુશા સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કોઠારમાં એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે.

તેમણે પોતાની વખારોમાં મૂકેલાં તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક પણ દાણા પર જગડુશાનો હક નથી.

જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની ચાળીસ વખારો રાજા વિશળદેવની ભૂખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી. આથી જગડુશા દેશભક્ત કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય.

પ્રશ્ન 2.
વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા?
ઉત્તર :
વિશળદેવે ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લાં મૂકી દીધાં હતાં, પણ આ વર્ષેય દુષ્કાળ પડ્યો. અધૂરામાં પૂરું ખેતરો પર તીડ ત્રાટક્યાં. રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા. હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહિ. આ આપત્તિથી વિશળદેવ ચિંતાતુર હતા.

પ્રશ્ન 3.
રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે?
ઉત્તરઃ
રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર જગડુશાનો સહારો લે છે.

પ્રશ્ન 4.
જગડુશા શો વ્યવસાય કરતા હતા?
ઉત્તર :
જગડુશા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા.

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

પ્રશ્ન 5.
જગડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય?
ઉત્તરઃ
જગડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય.

દેશભક્ત જગડુશા સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
જગડુશાનો પાત્રપરિચય તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
જગડુશા કચ્છના શાહ સોદાગર હતા. તેઓ પ્રજાવત્સલ હતા. તેઓ દાનવીર ભામાશા જેવા માનવતાવાદી અને ઉદાર દિલના હતા. જ્યારે આફતનો સમય આવે ત્યારે તેઓ આપબળે એકઠી કરેલી કમાણી અને અનાજ ભરેલા કોઠાર પ્રજા માટે ખુલ્લાં મૂકી દે છે.

જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે જગડુશા રાજાને મદદ કરવા તૈયાર થાય છે. તેમણે રાજાના પંડિત પાસે જે . તાંબાપત્રો વંચાવ્યાં તેમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે.

દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. જગડુશા અનાજની એ ચાળીસ વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે. જગડુશા સંકટ સમયે સમજદારી અને ધીરજથી પ્રજાની સમસ્યા હલ કરે છે.

પ્રશ્ન 2.
દરેક વખારના તાંબાના પતરામાં જગડુશાએ શું લખાવ્યું હતું? શા માટે?
ઉત્તરઃ
દરેક વખારના તાંબાના પતરાં પર જગડુશાએ લખાવ્યું હતું કે, “આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી.”

જગડુશા પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા. આથી એમણે દરેક વખારના તાંબાનાં પતરાં પર ઉપર જણાવેલું લખાણ લખાવ્યું હતું.

પ્રશ્ન 3.
દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા?
ઉત્તરઃ
દુષ્કાળ સમયે રાજાએ પોતાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લાં મૂકી દીધા હતા, પણ વરસાદ પડ્યો નહિ. ખેતરોમાં તીડ ત્રાટક્યાં. ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી.

પાનખરમાં પાંદડાં ખરે તેમ દુષ્કાળને લીધે માણસો મૃત્યુ પામતા હતા. ભૂખને ટાળવા બાપ પોતાના સાત ખોટના દીકરાનાં મોંમાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતા હતા. મૂઠી અનાજ માટે માબાપ પોતાના છોકરાને વેચી દેતા હતા.

દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા.

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

પ્રશ્ન 4.
રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા ત્રણ ગુણ દર્શાવો.
ઉત્તર :
રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના ત્રણ ગુણ :

  • રાજા વિશળદેવ દુકાળ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખવી અને રાજ્યધર્મ ગણે છે.
  • તેઓ પ્રજાનાં દુઃખને પોતાનું દુઃખ ગણે છે.
  • દુષ્કાળ જેવા સંકટ સમયે રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવું અને સુકાળ થયે તેને એક – એક દાણા સાથે મોતી ગણીને પાછા આપવા એવી વિનમ્રતા એમનામાં છે.

પ્રશ્ન 5.
રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા?
ઉત્તરઃ
દુકાળને કારણે રાંકડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઊઠ્યું. એમને જગડુશા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી. આથી રાજાએ શેઠ જગડુશાને તેડાવ્યા.

2. નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો :

પ્રશ્ન 1.
આંકડા માંડવા
ઉત્તરઃ
આંકડા માંડવા – ગણતરી કરવી
વાક્યઃ વિદ્યાર્થી આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે.

પ્રશ્ન 2.
જીભ કપાઈ જવી
ઉત્તરઃ
જીભ કપાઈ જવી – બોલવાની હિંમત ન થવી
વાક્ય : ખોટું બોલતાં તારી જીભ કપાઈ ન ગઈ?

પ્રશ્ન 3.
સાત ખોટનો દીકરો હોવો
ઉત્તરઃ
સાત ખોટનો દીકરો – ખૂબ લાડકો દીકરો, સાત દીકરીઓ પછી થયેલો દીકરો
વાક્ય : કમળામાસીએ સાત ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો.

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

પ્રશ્ન 4.
સૌ સારાં વાનાં થવાં
ઉત્તરઃ
સૌ સારાં વાનાં થવાં – બધી રીતે સારું થવું
વાક્ય : આવતા વર્ષે સારો વરસાદ આવશે ને સૌ સારાં વાનાં થશે.

3. આ નાટકમાંથી તમને ગમતા ત્રણ સંવાદો નોંધી, તે સંવાદો ગમવા પાછળનાં કારણ જણાવો.
ઉત્તરઃ
આ નાટકમાંથી મને ગમતા ત્રણ સંવાદો:

(1) રાજા : રામજી રાખશે તે રહેશે! પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યધર્મ છે.

જગડુશા : આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં જ આવા શબ્દો શોભે. આ સંવાદમાં રાજા વિશળદેવ પોતાનો રાજધર્મ સારી રીતે જાણે છે અને રાજાના આ શબ્દો સાંભળીને જગડુશા તેમના પ્રજા પ્રત્યેના વાત્સલ્યભાવની પ્રશંસા કરે છે.

(2) રાજા : હું એ માલિકની પાસે જઈશ. ને કહીશ કે સુકાળ થયે તને એક – એક દાણા સાથે મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર!

જગડુશા : જે રાજાના દિલમાં રેયતનાં સુખદુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. આ સંવાદમાં રાજાની પ્રજા પ્રત્યેનો સમર્પિતભાવ અને રાજાને મદદ કરવાની જગડુશાની તત્પરતા હૃદયને સ્પર્શે છે.

(3) રાજા : જગડુશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં?

જગડુશા : ચાળીસેક હશે મહારાજ ! રાજા ચાળીસ વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંય જીવી ગયો! જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે, જગડુશા ! ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી! આ સંવાદમાં જગડુશાની ઉદારતા અને રાજાને રાજધર્મ બજાવ્યાનો આનંદ દેખાય છે.

4. નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો :
Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા 1
ઉત્તરઃ

  • ગાડી – ગાંડી = ગાડી – વાહન ગાંડી – પાગલ સ્ત્રી.
  • હસ – હંસ = હસ – હસવું’નું આજ્ઞાર્થ હંસ – એક સુંદર પક્ષી
  • સાજ – સાંજ = સાજ – સામગ્રી, વાજિંત્ર સાંજ – સંધ્યાનો સમય
  • ઢગ – ઢંગ = ઢગ – ઢગલો ઢંગ – વર્તણૂક, રીતભાત
  • ભાગ – ભાંગ = ભાગ – હિસ્સો ભાંગ – એક કેફી છોડનાં પાંદડાં
  • ગજ – ગંજ = ગજ – ચોવીસ તસુનું લંબાઈનું માપ, હાથી ગંજ – મોટો ઢગલો, ભંડાર
  • સત – સંત = સત સત્ય, સાચું સંત – સાધુ
  • રગ – રંગ = રગ – નસ, નાડી રંગ – વર્ણ, વાન
  • ઉદર – ઉંદર = ઉદર – પેટ ઉંદર – મૂષક
  • જગ – જંગ = જગ – જગત, વિશ્વ જંગ – યુદ્ધ
  • રજ – રંજ = રજ – ધૂળનો બારીક કણ રંજ – ખેદ, અફ્સોસ
  • આકડો – આંકડો = આકડો – આકડાનો છોડ આંકડો – રકમ

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

Std 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા Additional Important Questions and Answers

દેશભક્ત જગડુશા પ્રસ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
રાજા વિશળદેવે જગડુશા આગળ પોતાની શી વ્યથા રજૂ કરી?
ઉત્તરઃ
રાજા વિશળદેવે જગડુશા આગળ પોતાની વ્યથા રજૂ કરતાં કહ્યું કે એમના ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી થઈ ગયા છે. આશા હતી કે આ વરસે વરસાદ આવશે તો બધું સારું થઈ જશે, પણ વરસાદ આવ્યો નહિ. એમાં વળી ખેતરમાં તીડ પડ્યાં.

એથી પાકને નુકસાન પહોંચ્યું હતું. પ્રજા ભૂખથી તરફડતી હતી. આવે વખતે પ્રજાનું દુઃખ દૂર કરવાનો અત્યારે એમને કોઈ ઉપાય દેખાતો નથી.

પ્રશ્ન 2.
રાજા વિશળદેવ જગડુશા આગળ પોતાની લાગણી કઈ રીતે વ્યક્ત કરે છે?
ઉત્તર :
જગડુશાએ તેમની વખારોમાં રાખેલા તામ્રપત્રોના લખાણ વિષે જાણતાં જ રાજા વિશળદેવ નિશ્ચિત થઈ જાય છે. તેઓ જગડુશા આગળ આનંદની લાગણી વ્યક્ત કરતાં કહે છે કે હવે મારી પ્રજા જીવી ગઈ અને હુંય આવી ગયો !

જ્યાં સુધી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ત્યાં સુધી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી.

2. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
જોષી કાળવાણી ઉચ્ચારતાં શા માટે ખચકાય છે?
ઉત્તરઃ
જોષીએ ટીપણું ખોલી આંકડા માંડ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ વર્ષે પણ વરસાદ પડવાનો નથી. જોષી આવા અશુભ સમાચાર રાજાને આપતાં ખચકાય છે.

3. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
રાજા વિશળદેવના દરબારમાં કેવું વાતાવરણ સર્જાયું હતું?
ઉત્તરઃ
રાજા વિશળદેવના દરબારમાં નિરાશાની ઘેરી છાયાનું વાતાવરણ સર્જાયું હતું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

પ્રશ્ન 2.
રાજસભામાં રાજજોષી શું કરી રહ્યા હતા?
ઉત્તરઃ
રાજસભામાં રાજજોષી ટીપણું ખોલીને બેઠા હતા અને આંગળીના વેઢા પર આંકડા માંડી રહ્યા હતા.

પ્રશ્ન 3.
જોશ જોઈને જોષીએ શો જવાબ આપ્યો?
ઉત્તરઃ
જોશ જોઈને જોષીએ જવાબ આપ્યો કે કાળવાણી ઉચ્ચારતાં મારી જીભ કપાઈ જાય છે.

પ્રશ્ન 4.
દુકાળમાં લોકો કઈ રીતે ભૂખથી મરતા હતા?
ઉત્તરઃ
પાનખરમાં પાંદડાં ખરે તેમ દુકાળમાં લોકો ભૂખથી મરતા હતા.

પ્રશ્ન 5.
રાજા શેને પોતાનો રાજધર્મ માને છે?
ઉત્તરઃ
દુકાળ વખતે પ્રજાને જિવાડવી (ટકાવી રાખવી) એને રાજા પોતાનો રાજધર્મ માને છે.

પ્રશ્ન 6.
રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર શું કરવા તૈયાર હતા?
ઉત્તરઃ
રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવા અને સુકાળ થયે તેને એક – એક દાણા સાથે મોતી ગણીને આપવા તૈયાર હતા.

પ્રશ્ન 7.
રાજા વિશળદેવ ક્યારે નિશ્ચિત થઈ ગયા?
ઉત્તર :
શેઠ જગડુશાની ચાળીસ વખારોમાં ભરેલું અનાજ રાજ્યની ભૂખી પ્રજાનું છે, એ જાણીને રાજા નિશ્ચિંત થઈ ગયા.

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 1.
આ પાઠમાં કયા શહેરની વાત કરવામાં આવી છે?
A. જામનગર
B. ભાવનગર
C. પાટણ
D. ગોંડલ
ઉત્તરઃ
C. પાટણ

પ્રશ્ન 2.
પાટણના રાજાનું નામ શું છે?
A. વિશળદેવ
B વીરભદ્રસિંહ
C. કૃષ્ણકુમારસિંહ
D. સયાજીરાવ ગાયકવાડ
ઉત્તરઃ
A. વિશળદેવ

પ્રશ્ન 3.
રાજા વિશળદેવ ક્યા શહેરના રાજા હતા?
A. વડોદરા
B. પાટણ
C. જામનગર
D. ગોંડલ
ઉત્તરઃ
B. પાટણ

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

પ્રશ્ન 4.
કચ્છના શાહ સોદાગરનું નામ શું હતું?
A. વીર ભામાશા
B. આદિત્ય બિરલા
C. શેઠ જગડુશા
D. રતન ટાટા
ઉત્તરઃ
C. શેઠ જગડુશા

પ્રશ્ન 5.
શેઠ જગડુશા ક્યાંના વતની હતા?
A. કચ્છ
B. પાટણ
C. ભાવનગર
D. ગોંડલ
ઉત્તરઃ
A. કચ્છ

પ્રશ્ન 6.
ગુજરાતમાં કેટલાં વરસથી કારમો દુકાળ ચાલે છે?
A. એક
B. ચાર
C. ત્રણ
D. બે
ઉત્તરઃ
C. ત્રણ

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

પ્રશ્ન 7.
પાટણની વસ્તીનું દુઃખ એ કોનું દુઃખ છે?
A. ગુજરાતનું
B. હિંદુસ્તાનનું
C. પ્રધાનનું
D. રાજા વિશળદેવનું
ઉત્તરઃ
D. રાજા વિશળદેવનું

પ્રશ્ન 8.
જગડુશાએ તાંબાપતરાં પર લેખ લખાવીને ક્યાં રાખ્યા હતા?
A. સભાખંડની દીવાલ પર
B. દરેક વખારની દીવાલ પર
C. થાંભલા પર
D. મહેલની દીવાલ પર
ઉત્તરઃ
B. દરેક વખારની દીવાલ પર

પ્રશ્ન 9.
રાજા વિશળદેવ સુકાળ થતાં અનાજના એક – એક દાણા સાથે શું ગણીને આપવા તૈયાર હતા?
A. મોતી
B. હીરા
C. માણેક
D. પૈસા
ઉત્તરઃ
A. મોતી

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

પ્રશ્ન 10.
પાટણ ગામમાં જગડુશાની કેટલી વખારો હતી?
A. વીસ
B. સો
C. ચાળીસ
D. પચાસ
ઉત્તરઃ
C. ચાળીસ

5. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો (પાનખર, કાળવાણી, તાંબાપતરું, અનાજ, પાઘડી)

  1. ……………………………. ઉચ્ચારતાં મારી જીભ કપાઈ કેમ જતી નથી?
  2. રાજજોષીના માથે પંડિતશાહી ……………………………. શોભે છે.
  3. એ તો ગરીબોનું ……………………………. છે.
  4. ત્રીજા માણસના હાથમાં પણ ……………………………. છે.
  5. ……………………………. માં પાંદડાં ખરે તેમ ખરે છે.

ઉત્તરઃ

  1. કાળવાણી
  2. પાઘડી
  3. અનાજ
  4. તાંબાપતરું
  5. પાનખર

6. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

  1. મૂઠી ધાન સારુ માબાપ છોકરાને વેચે છે !
  2. હું તમને એના ગણીને દામ આપત!
  3. અનાજના એક – એક દાણા પર જગડુશાનો જ હક્ક છે.
  4. આખી સભા વાહવાહ’ પોકારે છે.

ઉત્તરઃ

  1. ખરું
  2. ખોટું
  3. ખોટું
  4. ખરું

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

દેશભક્ત જગડુશા વ્યાકરણ

1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો:

  • નિરાશા = હતાશા
  • ટીપણું = પંચાંગ
  • રેયત = પ્રજા
  • પાંદડું = પર્ણ, પાન
  • લાજ = શરમ
  • દામ = કિંમત, મૂલ્ય
  • આજ્ઞા = આદેશ, હુકમ
  • ડિલ = દેહ, શરીર

2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

  • ઘેરું ✗ આછું
  • સારું ✗ ખરાબ
  • દુઃખ ✗ સુખ
  • દુકાળ ✗ સુકાળ
  • માલિક ✗ નોકર
  • જય ✗ પરાજય
  • ઉદાર ✗ લોભી
  • અમર ✗ નાશવંત

3. નીચે આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો :

  • ઉપરણું = ઉ + + અ + ૨ + અ + ણ્ + ઉં
  • દુકાળ = + 1 + + આ + +
  • ત્રાહિ = સ્ + ૨ + આ + હુ + ઈ
  • રૈયત = ૨ + એ + + અ + ત્ + આ

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

4. નીચે આપેલા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો

  • જુ + અ + ન્ + અ + $ + ઉ + શું + આ = જગડુશા
  • ક + ઓ + + અ + વ્ + આ + સ્ + અ = કોટવાલ
  • સ્ + ઓ + ન્ + અ + ૨ + અ = સોદાગર
  • મ્ + આ + સ્ + ઇ + ફ + અ = માલિક

5. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખોઃ

  1. પ્રવેશદુવાર
  2. નીવારણ
  3. પ્રજાવસ્તલ
  4. પંડીતસાહિ
  5. ભાઈભાડૂ

ઉત્તરઃ

  1. પ્રવેશદ્વાર
  2. નિવારણ
  3. પ્રજાવત્સલ
  4. પંડિતશાહી
  5. ભાઈભાંડું

6. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

જગડુશા, તાંબાપતરું, શ્રેષ્ઠી, ઉપરણું, કાશી
ઉત્તરઃ
ઉપરણું, કાશી, જગડુશા, તાંબાપતરું, શ્રેષ્ઠી

7. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :

  • સમજવામાં થતી ભૂલ – સમજફેર
  • જાહેરાત માટે દીવાલ પર ચોંટાડેલો કાગળ – ભીંતપત્ર
  • કિલ્લાનો રક્ષક – કોટવાલ
  • વિજયનો પોકાર – જયઘોષ

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

8. નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી, તેમનો વાક્યોમાં પ્રયોગ કરો:

1. નિરાશાની ઘેરી છાયા ફરી વળવી – નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું
વાક્ય : લગ્નપ્રસંગે નજીકના કુટુંબીજનનું મૃત્યુ થતાં કુટુંબમાં નિરાશાની ઘેરી છાયા ફરી વળી.

2. ઝડપ કરવી – ઉતાવળ કરવી
વાક્ય : ઍરપોર્ટ પર સમયસર પહોંચવા માટે પરેશ ઝડપ કરી.

3. પાન ખરે તેમ ખરવાં – (અહીં) એક પછી એક માનવી મૃત્યુ પામવા
વાક્ય : પાનખરમાં પાન ખરે તેમ દુકાળમાં માણસો ખરવા લાગ્યા.

4. પેટનો ખાડો ઊણો રહેવો – ભૂખ દૂર ન થવી
વાક્ય : મોંઘવારીને કારણે ગરીબોનો પેટનો ખાડો ઊણો રહી જાય છે.

5. ત્રાહિ ત્રાહિ પોકાર કરવા – બચાવો બચાવો’ એમ મોટેથી બોલવું
વાક્ય : કાળઝાળ મોંઘવારીથી લોકો ત્રાહિ ત્રાહિ પોકાર કરે છે.

6. લાજ જવાનો વખત આવવો – આબરૂ જવાનો પ્રસંગ આવવો
વાક્ય : મહેશની ચોરી પકડાઈ જતાં પિતાની લાજ જવાનો વખત આવ્યો છે.

7. મોં માગ્યા દામ આપવા – વસ્તુની જેટલી માગે તેટલી કિંમત આપવી
વાક્ય : અપહરણ કરેલા દીકરાને છોડાવવા માબાપ અપહરણકારોને મોં માગ્યા – દામ આપવા તૈયાર થયા.

8. કળ વળવી – દુ:ખમાં રાહત થવી
વાક્ય : ડૉક્ટરની દવા લીધા પછી રાકેશને શરીરમાં કળ વળી.

9. સ્તબ્ધ થઈ જવું – અવાક થઈ જવું
વાક્ય : પાંચ વર્ષના છોકરાને સંસ્કૃતમાં કડકડાટ શ્લોક બોલતો જોઈને સૌ સ્તબ્ધ થઈ ગયા.

10. આંચ ન આવવી – નુકસાન ન થવું
વાક્યઃ પિતાએ મામલો સંભાળી લેતાં મનીષને ધંધામાં સહેજ પણ આંચ ન આવી.

9. સૂચના પ્રમાણે કરો:

  1. મૂઠી ધાન સારુ માબાપથી છોકરાને વેચાય છે! (કર્તરિવાક્ય બનાવો.)
  2. હું બીજી વખારનો લેખ વાંચું છું. (કર્મણિવાક્ય બનાવો.)
  3. અમે મરી જઈએ છીએ! (ભાવેવાંક્ય બનાવો.)
  4. પતરું રાજાના હાથમાં મૂકે છે. (પ્રેરકવાક્ય બનાવો.)

ઉત્તરઃ

  1. મૂઠી ધાન સારુ માબાપ છોકરાને વેચે છે !
  2. મારાથી બીજી વખારનો લેખ વંચાય છે.
  3. અમારાથી મરી જવાય છે !
  4. જગડુશા પતરું રાજાના હાથમાં મુકાવે છે.

દેશભક્ત જગડુશા Summary in Gujarati

દેશભક્ત જગડુશા પાઠપરિચય
Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા 2
રમણલાલ પીતાંબરદાસ સોની [જન્મ ઈ. સ. 1908, મૃત્યુઃ ઈ. સ. 2006]

દાનવીર ભામાશાની જેમ શાહ સોદાગર જગડુશાની ઉદારતા પણ પ્રશંસનીય છે. આપબળે કમાયેલી સંપત્તિ અને અનાજથી ભરેલા કોઠારો પર પોતાનો હક નથી, પણ રાંક પ્રજાનો હક છે, એમ જગડુશા માને છે.

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા 3

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા

સંકટ સમયે અનાજના કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુશાનો જોટો મળવો મુશ્કેલ છે. લેખકે એવા દાનવીર અને માનવતાવાદી દેશભક્ત જગડુશાનો આ પાઠમાં સરસ પરિચય કરાવ્યો છે.

રૂઢિપ્રયોગ

નિરાશાની ઘેરી છાયા ફરી વળવી – ચારે બાજુ અત્યંત નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું. આંકડા માંડવા – ગણતરી કરવી. જીભ કપાઈ જવી – બોલવાની હિંમત ન થવી, જીભ બોલતી બંધ થઈ જવી.

ઝડપ કરવી – ઉતાવળ કરવી. પાન ખરે તેમ ખરવા – (અહીં) એક પછી એક માનવી મૃત્યુ પામવાં. લાજ જવાનો વખત આવવો – આબરૂ જવાનો પ્રસંગ આવવો. સાત ખોટનો દીકરો – ખૂબ લાડકો દીકરો, સાત દીકરીઓ પછી થયેલો દીકરો.

પેટનો ખાડો ઊણો રહેવો – ભૂખ દૂર ન થવી. સૌ સારાં વાનાં થવાં – બધી રીતે સારું થવું, શુભ પરિણામ આવવું. ત્રાહિ ત્રાહિ પોકાર કરવા – “બચાવો બચાવો’ એમ મોટેથી બોલવું. મોંમાગ્યા દામ આપવા – વસ્તુની જેટલી માગે તેટલી કિંમત આપવી

સ્તબ્ધ થઈ જવું – અવાક થઈ જવું. કળ વળવી – દુઃખમાં રાહત થવી. આંચ ન આવવી – નુકસાન ન થવું.

Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા 4

ભાષાસજ્જતા
રૂપક અલંકાર : રૂપક અલંકારમાં ઉપમેયને ઉપમાનનું રૂપ આપવામાં આવે છે. ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય એ રીતે વર્ણવવામાં આવે છે. દા. ત.,

  • હૈયું હેમંત કેરી હેલ રે.
  • દીકરી માની આંખનું રતન છે.

પ્રથમ વાક્યમાં ‘હૈયું (ઉપમેય)ને “હેમંતની હેલ (ઉપમાન)નું રૂપ આપ્યું છે. બીજા વાક્યમાં દીકરી’ (ઉપમેય)ને “આંખનું રતન’ (ઉપમાન)નું રૂપ આપ્યું છે. આમ, બંને વાક્યોમાં ઉપમેય અને ઉપમાન એક જ હોય એ રીતે વર્ણવવામાં આવ્યાં છે.

પાઠ્યપુસ્તકમાંથી રૂપક અલંકારનાં ઉદાહરણો આ પ્રમાણે છે :

  • ગામડાની ધુળેટી : કાળો કોપ!
  • કુંવર તો બગીચાનું ફૂલ!

દેશભક્ત જગડુશા શબ્દાર્થ

  • ઉદાસ – ખિન્ન, ગમગીન.
  • ટીપણું – પંચાંગ.
  • વેઢો – આંગળી ઉપરના સાંધાની રેખા.
  • કાળવાણી – ભયંકર આફત સૂચવનારી ભવિષ્યવાણી, અશુભ વાણી.
  • રાંકડી – ગરીબડી,
  • રૈયત – પ્રજા.
  • દરવાન – ચોકીદાર, દરવાજા પર ઊભો રહી ચોકી કરનાર.
  • શાહ સોદાગર – મોટો પ્રતિષ્ઠિત વેપારી.
  • ભણી – તરફ.
  • કારમું – ભયંકર.
  • ઠેઠ – એક.
  • કંદહાર – ઈરાન દેશનું એક શહેર.
  • લગી – સુધી.
  • લાજ – આબરૂ.
  • સારુ – માટે.
  • ધર્મ – ફરજ.
  • સરખા – જેવા.
  • પ્રજાવત્સલ – પ્રજા પર પ્રેમ રાખનાર.
  • કોઠાર – અનાજ ભરવાનો ઓરડો.
  • ઊણું – ઓછું. Class 8 Gujarati Textbook Solutions Chapter 7 દેશભક્ત જગડુશા
  • ઓણ સાલ – આ સાલ.
  • તીડ – પાકનો નાશ કરનારું એક પાંખાળું જીવડું.
  • નિવારણ – દૂર કરવાનો ઉપાય, ઇલાજ.
  • વખાર – અનાજ ભરવા માટેનું ગોદામ.
  • સમજફેર – સમજવામાં ફરક પડવો.
  • હતાશ – નિરાશ.
  • દામ – મૂલ્ય, પૈસા.
  • નિશ્ચિત – નક્કી.
  • ભીંતપત્ર – દીવાલ પર લગાવેલી કોઈ જાહેરાત.
  • નામઠામ – નામ અને સરનામું.
  • સુકાળ – સારો સમય.
  • કોટવાલ – કિલ્લાનો રક્ષક, પોલીસ અમલદાર.
  • તકલીફ – તસ્દી, મહેનત.
  • તાંબાપતરું – લખાણ લખેલું તામ્રપત્ર.
  • ડિલ – દેહ, શરીર.
  • ઉપરણો – ખેસ, ઓઢવાનું વસ્ત્ર.
  • સ્તબ્ધ – અવા.
  • વસ્તી – પ્રજા, લોકો.
  • જયનાદ – વિજયનો પોકાર.
  • શ્રેષ્ઠી – શાહુકાર, નગરશેઠ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *