Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો Textbook Questions and Answers

એ લોકો સ્વાધ્યાય

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
કવિને કવિ કેમ થવું નથી?
(A) કવિ થવું અઘરું છે.
(B) હવે કવિતા કોઈ વાંચતું નથી.
(C) કવિઓ ગરીબ હોય છે.
(D) કવિ શોષણખોરીનો નાશ કરનારી જંતુનાશક દવા બનવા માગે છે.
ઉત્તર :
(D) કવિ શોષણખોરીનો નાશ કરનારી જંતુનાશક દવા બનવા માગે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

પ્રશ્ન 2.
કાપડના તાકા ભરી રાખનારા લોકો ક્યારે કાપડ વેચે છે?
(A) સમય આવ્યે દાન કરે છે.
(B) માણસ જન્મે ત્યારે વેચે છે
(C) માણસ ફાટી જાય ત્યારે વાર વાર વેચે છે.
(D) માણસોને જરૂર હોય ત્યારે આપે છે.
ઉત્તર :
(C) માણસ ફાટી જાય ત્યારે વાર વાર વેચે છે.

પ્રશ્ન 3.
‘માણસનું ફૂટવું’ શબ્દનો અહીં આપેલા શબ્દમાંથી સાચો અર્થ જણાવો.
(A) મૃત્યુ થવું
(B) જન્મ થવો
(C) વહેલી સવાર થવી
(D) શીશીઓનું ફૂટવું
ઉત્તર :
(A) મૃત્યુ થવું

પ્રશ્ન 4.
સંગ્રહખોરોની સરખામણી અહીં કોની સાથે કરી છે?
(A) ભમરા સાથે
(B) ફૂલ સાથે
(C) ઊધઈ સાથે
(D) રૂપિયા સાથે
ઉત્તર :
(C) ઊધઈ સાથે

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કવિ જંતુનાશક દવા થવા શા માટે માગે છે?
ઉત્તર :
કવિને “એ લોકો પ્રત્યે આક્રોશ છે. તેઓ અનાજ, કાપડ જેવી જીવનજરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરે છે; પછી તેઓ ઊંચા ભાવે વેચે છે. કવિ જંતુનાશક દવા થવા માગે છે, તેમ કરીને તે સંઘરાખોરી કરનારા, નફાખોરી કરનારાઓમાં માનવતા જગાવવા માગે છે.

પ્રશ્ન 2.
એ લોકો ધાન્યને કયારે વેચે છે?
ઉત્તર :
જ્યારે ભૂખ્યો માણસ સડી જાય છે (ભૂખને લીધે બેહાલ થઈ જાય છે, ત્યારે સંઘરાખોરો અનાજ વેચવા કાઢે છે.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તારા વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપરનો કટાક્ષ કાવ્યના આધારે લખો.
ઉત્તરઃ
આ કાવ્યમાં કવિએ સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર કટાક્ષ કર્યો છે. તેઓ પોતાના સ્વાર્થમાં માનવતા ભૂલી જાય છે. ગરીબ માણસ અનાજ વગર ભૂખે મરતો હોય, તેને પહેરવા માટે કપડાં ન હોય, પણ શોષણખોરો અનાજ અને કાપડનો સંગ્રહ કરીને, તે ઊંચી કિંમતે વેચે છે. કવિએ આવા લોકોને નોટો ખાઈને ઉછરનાર ઊધઈ કહ્યા છે. તેમનામાં સંવેદના હોતી નથી. કવિ જંતુનાશક દવા થઈને તેમનામાં માનવતા જગવવા ઇચ્છે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

પ્રશ્ન 2.
‘એ લોકો’ કૃતિના ભાવને કાવ્યના આધારે વર્ણવો.
ઉત્તરઃ
“એ લોકો’ કૃતિમાં કવિ સંગ્રહખોર, શોષણખોર લોકો પર આક્રોશ ઠાલવે છે. એ લોકો’ એટલે શ્રીમંત વર્ગ. તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા ઇચ્છે છે. ગરીબ માણસ અનાજ વિના, કપડાં વિના અને દવા વિના રિબાતો હોય ત્યારે “એ લોકો તેના ગેરલાભ ઊઠાવે છે. તેઓ અનાજ, કપડાં, દવા ઊંચા ભાવે વેચે છે. કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે. “એ લોકોએ સંવેદનશીલ બનીને ગરીબોનાં દુઃખદર્દ દૂર કરવાં જોઈએ. તેઓની લાચારીનો લાભ ઊઠાવવો જોઈએ નહિ.

Std 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો Additional Important Questions and Answers

એ લોકો પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
“એ લોકો’ શબ્દપ્રયોગ કવિએ કોના માટે કર્યો છે? “માણસ” શબ્દપ્રયોગ કવિએ કોના માટે કર્યો છે?
ઉત્તર :
“એ લોકો’ શબ્દપ્રયોગ કવિએ સંઘરાખોરી અને નફાખોરી કરનારા અમીરવર્ગ માટે કર્યો છે. “માણસ” શબ્દપ્રયોગ કવિએ કંગાલ, દરિદ્ર અને શોષિત વર્ગ માટે કર્યો છે.

પ્રશ્ન 2.
સંઘરાખોરો કાપડ ક્યારે વેચવા કાઢે છે?
ઉત્તર :
જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે (ગરીબ માણસ ઠંડીમાં ઠુંઠવાઈને મૃત્યુ પામે છે, ત્યારે સંઘરાખોરો કાપડ વેચવા કાઢે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

પ્રશ્ન 5.
કવિએ એ લોકોને કોની સાથે સરખાવ્યા છે? શા માટે?
ઉત્તર :
કવિએ “એ લોકોને નોટોને ખાઈને ઊછરતી ઊધઈ’ સાથે સરખાવ્યા છે. તેઓ જીવનજરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરે છે અને પછી તેને ઊંચા ભાવે વેચે છે. આ રીતે તેઓ સામાન્ય માણસનું ૩ શોષણ કરે છે. એમને ‘નોટો’ જ ભાવે છે.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
એ લોકો કાવ્યના કવિએ એ લોકો’ શબ્દપ્રયોગ કોના ૨ માટે કર્યો છે?
ઉત્તર:
‘એ લોકો’ કાવ્યના કવિએ “એ લોકો’ શબ્દપ્રયોગ અમીરવર્ગ માટે કર્યો છે.

પ્રશ્ન 2.
“એ લોકો’ કાવ્યના કવિએ કંગાલ, દરિદ્ર અને શોષિત વર્ગ માટે કયો શબ્દપ્રયોગ કર્યો છે?
ઉત્તર :
‘એ લોકો’ કાવ્યના કવિએ કંગાલ, દરિદ્ર અને શોષિત વર્ગ માટે “માણસ” શબ્દપ્રયોગ કર્યો છે.

પ્રશ્ન 3.
એ લોકો કિલો કિલો અનાજ ક્યારે વેચવા કાઢે છે?
ઉત્તર :
જ્યારે માણસ સડી જાય ત્યારે “એ લોકો’ કિલો કિલો અનાજ વેચવા કાઢે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

પ્રશ્ન 4.
“એ લોકો’ કાવ્યના કવિને શું થવું છે?
ઉત્તર :
“એ લોકો’ કાવ્યના કવિને જંતુનાશક દવા થવું છે.

પ્રશ્ન 5.
સંઘરાખોરો શું ખાઈને મોટા થાય છે?
ઉત્તર :
સંઘરાખોરો ચલણી નોટો ખાઈને મોટા થાય છે.

પ્રશ્ન 6.
“વાર’ એટલે કેટલા ફૂટ?
ઉત્તરઃ
‘વાર’ એટલે ત્રણ ફૂટ.

પ્રશ્ન 7.
કવિએ કોને ઉકરડાના કીડા સાથે સરખાવ્યા છે?
ઉત્તર :
કવિએ “એ લોકોને ઉકરડાના કીડા સાથે સરખાવ્યા છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

પ્રશ્ન 8.
સંઘરાખોરો કાપડ ક્યારે વેચવા કાઢે છે?
ઉત્તર :
સંઘરાખોરો માણસ ફાટી જાય ત્યારે કાપડ વાર વાર વેચવા કાઢે છે.

વ્યાકરણ (Vyakaran)

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
ઔષધ
(અ) પ્રવાહી
(બ) દવા
(ક) દાક્તર
ઉત્તરઃ
(બ) દવા

પ્રશ્ન 2.
ધાન્ય
(અ) ધન્ય
(બ) નસીબદાર
(ક) અનાજ
ઉત્તરઃ
(ક) અનાજ

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો :

પ્રશ્ન 1.
અસર
(અ) પ્રભાવ
(બ) બેઅસર
(ક) સરસ
ઉત્તરઃ
(બ) બેઅસર

પ્રશ્ન 2.
ભારે
(અ) હલકું
(બ) વજનદાર
(ક) ઓછો
ઉત્તરઃ
(અ) હલકું

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:

પ્રશ્ન 1.
(અ) ઔષધ
(બ) ઔસધ
(ક) શઘ
ઉત્તર :
(અ) ઔષધ

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

પ્રશ્ન 2.
(અ) ઊધઈ
(બ) ઊધઈ
(ક) ઉધઈ
ઉત્તર :
(અ) ઊધઈ

પ્રશ્ન 3.
(અ) દરિદ્ર
(બ) જેતુનાસક
(ક) માણશ
ઉત્તર :
(અ) દરિદ્ર

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

ધાન્ય, ભારે, ઊધઈ, ઔષધ, અસર, માણસ
ઉત્તરઃ
અસર, ઔષધ, ઊધઈ, ધાન્ય, ભારે, માણસ

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

5. લિંગ શબ્દ ઓળખાવો

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) શીશી
(બ) અનાજ
(ક) માણસ
ઉત્તર :
(ક) માણસ

પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) દવા
(બ) ધાન્ય
(ક) ઉકરડો
ઉત્તર :
(અ) દવા

પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) કીડો
(બ) કાપડ
(ક) નોટ
ઉત્તર :
(બ) કાપડ

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

6. વચન બદલો :

પ્રશ્ન 1.
માણસ
(અ) માણસો
(બ) માણસા
(ક) માણસુઓ
ઉત્તરઃ
(અ) માણસો

પ્રશ્ન 2.
તાકા
(અ) તાકુ
(બ) તાકો
(ક) તાક
ઉત્તરઃ
(બ) તાકો

એ લોકો Summary in Gujarati

એ લોક્કો (કાવ્ય) કાવ્ય-પરિચય
પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયાર (જન્મઃ 24-01-1927, મૃત્યુઃ 25 -06-1976)

પ્રસ્તુત કાવ્યમાં આપણા સમાજની આર્થિક અસમાનતાનું આલેખન થયું છે. અમીરવર્ગ દ્વારા ગરીબવર્ગનું સતત શોષણ થતું રહે છે. કાવ્યમાં “એ લોકો’ શબ્દપ્રયોગ આર્થિક રીતે સમૃદ્ધ માટે છે, જ્યારે “માણસ’ શબ્દપ્રયોગ કંગાલ અને શોષિત, દરિદ્રવર્ગ માટે છે. “ફાટી જાય”, “સડી જાય’, “ફૂટી જાય’ જેવા શબ્દો “માણસની અત્યંત દયનીય સ્થિતિ દર્શાવે છે. જો અમીરોની સંપત્તિ આવા ગરીબવર્ગના કામમાં ન આવે, તો તે નકામી છે. એ વાત ‘વાર વાર વેચે છે’, ‘કિલો કિલો વેચે છે’, ‘થોડી થોડી રેડે છે’ જેવાં વાક્યો દ્વારા કહેવાઈ છે. કવિએ અમીરવર્ગને “નોટો ખાઈને ઊછરતી ઊધઈ’ જણાવી તેના નાશ માટે જંતુનાશક દવા બનવાની પોતાની ઇચ્છા પ્રગટ કરી છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

[The present poem vividly reflects the economic disparity prevaling in our society. The poor are being constantly exploited by the rich. The use of a cisl’ (those people) refers to the economically prosperous people, while the use of the word “H1313′ (man) refers to those persons who are poor, exploited and wretched. The Gujarati phrases such as ‘sidl gi4′ (die without cloth), ’33 914′ (die of starvation) and gel 924′ (die of disease) show man’s pitiable plight. If the wealth of the rich is not used for such poor people, it is useless. This fact is obliquely explained by the poet using such sentences as ‘selling in small measuremenť and selling by small quantities’. The poet calls the rich as white ants which nourish themselves by eating ‘notes’. He then expresses his desire to become insecticide to destroy them.]

કાવ્યની સમજૂતી એ લોકો (અમીરવર્ગ) શરૂઆતમાં કાપડના તાકા ભરી રાખે છે (સંઘરી રાખે છે). પછી જ્યારે ઉઘાડો માણસ (દરિદ્ર) ફાટી જાય (અવસાન પામે) ત્યારે વાર વાર વેચવા કાઢે છે. (તેમનું કાપડ ગરીબવર્ગના ઉપયોગમાં આવતું નથી.)

[Those people (the rich) hoard rolls of whole piece of cloth in the beginning. When a (poor) man dies without cloth, they begin to sell it in small measurement. (Their cloth cannot be of any use to the poor.)]

એ લોકો (અમીરવર્ગ) શરૂઆતમાં અનાજના કોથળા ભરીને તેમને સીવી રાખે છે. (ઊંચા ભાવ લેવા અનાજનો સંગ્રહ કરે છે.) પછી જ્યારે માણસ સડી જાય (ભૂખે મરી જાય) ત્યારે કિલો કિલો વેચવા કાઢે છે. (તેમનું અનાજ ગરીબવર્ગના ઉપયોગમાં આવતું નથી.)

[Those people (the rich), in the beginning, fill the jute-bags with corn, sew them and keep them. (They hoard corn to sell at high prices.) Then, when, a (poor) man dies of starvation, they begin to sell it in small quantities. (Their corn cannot be of any use to the poor.)]

Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો

એ લોકો (અમીરવર્ગ) શરૂઆતમાં દવાની બાટલીઓ સંઘરી રાખે છે. પછી જ્યારે માણસ ફૂટી જાય (રોગના કારણે મૃત્યુ પામે) ત્યારે થોડી થોડી રેડે છે. (વેચે છે.) (તેમની દવા ગરીબવર્ગના ઉપયોગમાં આવતી નથી.)

[Those people (the rich) at first hoard bottles of medicine. Then, when a (poor) man dies (dies of some disease.) they sell medicines in very small quantities. (The poor have no chance to use these medicines.)]

તે તે લોકો (માનવ) નથી જ. એ તો નોટો ખાઈને ઉછરતી | ઊધઈ છે. (સંઘરાખોરો છે. નફાખોરો છે.) એને (અમીરવર્ગને) બીજું ભાવતું જ નથી. (તે પૈસાના પૂજારી છે.) મારે કવિ થવું જ નથી. (હું) ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ! (હું સંઘરાખોરી કરનારા, નફાખોરી કરનારા અમીરવર્ગના માનવીઓમાં માનવતા જગવી શકું તો ઘણું.).

[They – those people are definitely not human beings. They are termites (white ants) feeding upon notes. (They are hoarders and profiteers). They do not like anything else. (They are worshippers of money.) I do not want to be a poet. It is enough for me to be the most effective insecticides. (It is enough for me to awaken humanity in the rich who are hoarders and profiteers.)

એ લોકો શબ્દાર્થ (Meanings)

  • કાપડનો તાકો – અમુક મીટરના કાપડનો સળંગ વીંટો; roll of whole piece of cloth.
  • વાર – લંબાઈનો જૂનો એકમ (1 વાર = 90 સેન્ટિમિટર); yard (90 cm).
  • ધાન્ય – અનાજ (ઘઉં, બાજરી વગેરે …); corn.
  • કોથળો – શણનો મોટો થેલો; jute-bag.
  • ઔષધ – ઓસડ, દવા; medicine.
  • શીશી – બૉટલ; bottle. Class 9 Gujarati Textbook Solutions Chapter 10 એ લોકો
  • સંઘરવું- સંગ્રહ કરવો, એકઠું કરવું; to collect, hoard.
  • ઊધઈ – લાકડું કોરી ખાતો એક કીડો; termite, white ant.
  • જંતુનાશક -જંતુઓનો નાશ કરનાર; insecticide.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *