Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 15 સો ટચનું સોનું Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 9 Gujarati Textbook Solutions Chapter 15 સો ટચનું સોનું
Class 9 Gujarati Textbook Solutions Chapter 15 સો ટચનું સોનું Textbook Questions and Answers
સો ટચનું સોનું સ્વાધ્યાય
1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1.
કુતમ્માની દૃષ્ટિએ સો ટચનું સોનું એટલે…
(A) હૉલમાર્કવાળું સોનું
(B) ભણતર
(C) શુદ્ધ સોનું
(D) ચાંદી
ઉત્તર :
(B) ભણતર
પ્રશ્ન 2.
સુધા મૂર્તિની દૃષ્ટિએ અતિથિ દેવો ભવની ભાવના જોવા
(A) શહેરોમાં જવું પડે
(B) ગામડાંઓમાં જવું પડે
(C) વગડામાં રહેવું પડે
(D) મહાનગરોમાં જવું પડે
ઉત્તર :
(B) ગામડાંઓમાં જવું પડે
પ્રશ્ન 3.
કુતમ્માના અંતરાત્માનો સાદ હતો કે.
(A) તું બાકીનું જીવન શહેરમાં જ વિતાવી દે.
(B) તું જંગલમાં સંન્યાસિની બની જા.
(C) તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર.
(D) તારે કશું જ કરવાની જરૂર નથી.
ઉત્તર :
(C) તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર.
પ્રશ્ન 4.
એક ગણેલી સ્ત્રી
(A) અભિમાની બને
(B) શણગાર સજે
(C) બધા પર રોફ જમાવે
(D) આખા ગામને દિપાવે
ઉત્તર :
(D) આખા ગામને દિપાવે
પ્રશ્ન 5.
ઐયપ્પાનું પાત્ર કઈ કૃતિનું છે?
(A) પ્રાણીઓનું ગોકુળ
(B) સો ટચનું સોનું
(C) સોયનું નાકું
(D) સિંહનું મૃત્યુ
ઉત્તર :
(B) સો ટચનું સોનું
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કુતમ્માએ દાગીના ઘડાવવાની ના પાડી દીધી, કારણ કે.
ઉત્તરઃ
કુતમ્માએ દાગીના ઘડાવવાની ના પાડી દીધી, કારણ કે તે ભણતરને જ સો ટચનું સોનું – ઘરેણું માનતાં હતાં. તે પોતાના વિસ્તારનાં છોકરાં ઘેર રહીને ભણી શકે તેવું કાંઈ કરવા ઇચ્છતાં હતાં.
પ્રશ્ન 2.
લેખિકા સાથે વાત કરતા કુતમ્માના ગળે ડૂમો બાઝયો કારણ કે.
ઉત્તરઃ
લેખિકા સાથે વાત કરતાં કુતમ્માના ગળે ડૂમો બાઝયો, કારણ કે તેમની સમક્ષ તેમના પતિનું અવસાન આવ્યું. વળી તેમણે આપેલું વચન “એક ભવમાં બે ભવ નહિ કરું. ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ.” યાદ આવ્યું.
પ્રશ્ન 3.
ઐયપ્પા મુંબઈ જઈ કેવી રીતે ભણ્યા?
ઉત્તરઃ
ઐયપ્પા હોટલમાં કપ-રકાબી વીંછળતો. પછી તેને શેઠે ચાયપાઉ તરીકે આજુબાજુની ઑફિસોમાં કીટલી ફેરવતો કરી દીધો. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે “મોંઘા વીરા’ની રાત્રિશાળામાં ભણવાનું ચાલું રાખ્યું. મૅટ્રિક પાસ થયા પછી રાતની કૉલેજમાં ભણ્યો.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ઐયપ્પાના જીવનની ચડતી વર્ણવો.
ઉત્તરઃ
ઐયપ્પાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો. તે પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતાનું ઝેરી સાપ કરડવાથી અવસાન થયું હતું. તે હોશિયાર હતા. બાર વર્ષની ઉંમરે મુંબઈ ગયા અને હોટલમાં કપ-રકાબી વીંછળવાની નોકરી કરવા લાગ્યા. પછી ચાયપાઉ તરીકે આજુબાજુની ઑફિસોમાં કીટલી ફેરવવા લાગ્યા. બક્ષિસ અને પગારની રકમ ભેગી કરીને રાત્રે મોંઘા વીરા’ની રાત્રિશાળામાં ભણવાનું ચાલુ રાખ્યું. ત્યાંથી સારા ટકા મેળવી મૅટ્રિક પાસ થયા. હોટલના માલિકે એમને ક્લાર્ક તરીકે રાખ્યા. એમણે રાતની કૉલેજમાં નામ લખાવ્યું. કૉલેજ પતાવીને મુંબઈમાં હોટલ ચાલુ કરી. બાર વર્ષ એક જ હોટલમાં કામ કરીને બધો હુન્નર શીખી લીધો. પછી તો તે અનેક હોટલોના માલિક બન્યા.
માતાના કહેવાથી દીકરાને બધું સોંપીને પંચાવન વર્ષની ઉંમરે તેઓએ વતનમાં પાછા આવીને અનેક શાળાઓ બંધાવી.
પ્રશ્ન 2.
કુતમ્માનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
કુતમ્મા બહુ ગરીબ હતાં. નાનપણથી જ એ મજૂરીએ જતાં. તેમનાં લગ્ન પણ નાની ઉંમરે જ થયાં અને દીકરો તેમની નાની ઉંમરે જ જન્મ્યો. દીકરાને સારું ભણતર આપવા તેમણે કુટુંબનિયોજન અપનાવ્યું. દીકરો પાંચ વર્ષનો થયો ત્યારે કુતમ્માના પતિ ઝેરી સાપ કરડવાથી અવસાન પામ્યા. તેમણે તેમના પતિને વચન આપ્યું કે, “એક ભવમાં બે ભવ નહિ કરું. ગગાને ભણાવીશ અને પગભર થાય એવો તૈયાર કરીશ.” આમાં એમની હિંમત અને દઢ મનોબળનાં દર્શન થાય છે. દીકરો પગભર થયો અને અનેક હોટલોનો માલિક બન્યો. કુતમ્માએ દીકરાને કહ્યું, “મારો અંતર આતમા સાદ કર્યા કરે છે. તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તો આ જનમારો લેખે લાગે.” માની વાત દીકરાને ગળે ઊતરી ગઈ. તે વતનમાં પાછા આવ્યા અને અનેક નિશાળો બંધાવી. દીકરાએ કુતમ્માને ઘરેણાં ઘડાવવા કહ્યું ત્યારે તેમણે દીકરાને કહ્યું, “બેટા, સો ટચનું સોનું – ઘરેણું તો એક જ છે : ભણતર.” આમ, કુતમ્મા ભણેલાં ન હતાં પણ ગણેલાં હતાં. તે એક આદર્શ ગૃહિણી તેમજ આદર્શ માતા હતાં.
Std 9 Gujarati Textbook Solutions Chapter 15 સો ટચનું સોનું Additional Important Questions and Answers
સો ટચનું સોનું પ્રષ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ભારતમાં ‘અતિથિ દેવો ભવ’ની ભાવના ક્યાં જોવા મળે છે? : કેવી રીતે?
ઉત્તર :
ભારતમાં “અતિથિ દેવો ભવ’ની ભાવના ગામડાંઓમાં જોવા મળે છે. જેમ ખોરડું વધારે ગરીબ, એમ એ ભાવના વધારે મજબૂત. ભારોભાર પ્રેમ અને આદર-સત્કાર મળે, કોઈની કંઈ અપેક્ષા ન હોય.
પ્રશ્ન 2.
સુધા મૂર્તિ ક્યાં ગયાં હતાં? કેમ? એ ગામ કેવું હતું?
ઉત્તર :
સુધા મૂર્તિ કનારા જિલ્લાના એક ગામે શાળાના સમારંભમાં હાજરી આપવા ગયાં હતાં. અરબી સમુદ્રને કાંઠે આવેલું એ લીલુંછમ છેવાડાનું ગામ હતું.
પ્રશ્ન 3.
સુધા મૂર્તિને ગામમાં કેમ રોકાઈ જવું પડ્યું?
ઉત્તરઃ
ઘણો વરસાદ હતો. નદીમાં ઘોડાપૂર ઊમટ્યાં હતાં. તેથી સુધા મૂર્તિને ગામમાં રોકાઈ જવું પડ્યું.
પ્રશ્ન 4.
કુતમ્માએ કુટુંબનિયોજન કેમ અપનાવ્યું?
ઉત્તરઃ
કુતમા પોતે અભણ હતાં, પરંતુ દીકરા – ઐયપ્પાને ભણાવવા માંગતાં હતાં. તેથી એમણે કુટુંબનિયોજન અપનાવ્યું. તે માનતાં કે બહુ વસ્તાર ભેળો કરીએ તો એકેયમાં ભલીવાર નોં આવે.
પ્રશ્ન 5.
કુતમ્માને મુંબઈમાં કેમ ન ગમ્યું?
ઉત્તરઃ
કુતમ્માને મુંબઈમાં ત્યાંના ઘોંઘાટને લીધે ન ગમ્યું. એ તો ગામડાની ધરતી પર રહેલાં. એમને એમનું ગામડું, ખોરાક, ભાષા ન મળતાં મુંબઈમાં ન ગમ્યું.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
“સો ટચનું સોનું’ પાઠમાં શાનું મહત્ત્વ દર્શાવ્યું છે?
ઉત્તર :
“સો ટચનું સોનું’ પાઠમાં ભણતરનું મહત્ત્વ દર્શાવ્યું છે.
પ્રશ્ન 2.
ઐયપ્પા ક્યાં જઈ ભણ્યા?
ઉત્તર :
ઐયપ્પા મુંબઈ જઈ ભણ્યા.
પ્રશ્ન 3.
ઐયપ્પાનાં પત્ની સ્વભાવે કેવાં હતાં?
ઉત્તરઃ
ઐયપ્પાનાં પત્ની ખૂબ જ ભાવુક અને ભદ્ર સન્નારી હતાં.
પ્રશ્ન 4.
ઐયપ્પાનાં માતાનું નામ શું હતું?
ઉત્તરઃ
ઐયપ્પાનાં માતાનું નામ કુતમ્મા હતું.
પ્રશ્ન 5.
મૅટ્રિકમાં સારા ટકા આવ્યા એટલે કોણે ઐયપ્પાને ક્લાર્ક તરીકે રાખી લીધા?
ઉત્તર :
મૅટ્રિકમાં સારા ટકા આવ્યા એટલે હોટલના માલિકે ઐયપ્પાને ક્લાર્ક તરીકે રાખી લીધા.
પ્રશ્ન 6.
જમવા માટે જમીન પર શાનાં પાન પાથરવામાં આવ્યાં?
ઉત્તર :
જમવા માટે જમીન પર કેળનાં પાન પાથરવામાં આવ્યાં.
પ્રશ્ન 7.
કુતમ્માએ ઐયપ્પાને ભણાવવા માટે શું વેચી દીધું?
ઉત્તરઃ
કુતમ્માએ ઐયપ્પાને ભણાવવા માટે પોતાના દાગીના વેચી દીધા.
પ્રશ્ન 8.
“એક ભવમાં બે ભવ નહિ કરું’ આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર:
“એક ભવમાં બે ભવ નહિ કરું આ વાક્ય કુતમ્મા બોલે છે.
પ્રશ્ન 9.
“બેટા, સો ટચનું સોનું – ઘરેણું તો એક જ છે ભણતર.’ આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
“બેટા, સો ટચનું સોનું – ઘરેણું તો એક જ છે: ભણતર.” આ વાક્ય કુતમ્મા બોલે છે.
પ્રશ્ન 10.
“ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
“ગગાને ભણાવીશ ને પગભર થાય એવો તૈયાર કરીશ.’ { આ વાક્ય કુતમ્મા બોલે છે.
પ્રશ્ન 11.
“મૅડમ, આ શાળાના ચૅરમૅન અને મુખ્ય દાતા ખૂબ જ ૬ ભલા અને સર્જન છે.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તરઃ
“મૅડમ, આ શાળાના ચૅરમૅન અને મુખ્ય દાતા ખૂબ જ ભલા અને સજ્જન છે.” આ વાક્ય મુખ્ય શિક્ષક બોલે છે.
વ્યાકરણ (Vyakaran)
1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
અતિથિ
(અ) સાધુ
(બ) વૈરાગી
(ક) મહેમાન
ઉત્તરઃ
(ક) મહેમાન
પ્રશ્ન 2.
અઢળક
(અ) ઢળતું
(બ) વિશેષ
(ક) પુષ્કળ
ઉત્તરઃ
(ક) પુષ્કળ
પ્રશ્ન 3.
અવશેષ
(અ) બાકીનું
(બ) ખંડેર
(ક) ભંગાર
ઉત્તરઃ
(બ) ખંડેર
પ્રશ્ન 4.
દાતા
(અ) દાનવીર
(બ) ભામાશા
(ક) ધનિક
ઉત્તરઃ
(અ) દાનવીર
પ્રશ્ન 5.
હુન્નર
(અ) ખેતી
(બ) વ્યવસાય
(ક) શિક્ષક
ઉત્તરઃ
(બ) વ્યવસાય
2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો
પ્રશ્ન 1.
સરળ
(અ) ભોળું
(બ) કઠિન
(ક) સહેલું
ઉત્તરઃ
(બ) કઠિન
પ્રશ્ન 2.
અમીર
(અ) ગરીબ
(બ) ધનિક
(ક) કંગાલ
ઉત્તરઃ
(અ) ગરીબ
પ્રશ્ન 3.
મજબૂત
(અ) ઢીલું
(બ) તકલાદી
(ક) નેતા
ઉત્તરઃ
(બ) તકલાદી
પ્રશ્ન 4.
સ્વર્ગ
(અ) યમલોક
(બ) સુખ
(ક) નર્ક
ઉત્તરઃ
(ક) નર્ક
પ્રશ્ન 5.
સજ્જન
(અ) દુષ્ટ
(બ) દુર્જન
(ક) કપટી
ઉત્તરઃ
(બ) દુર્જન
પ્રશ્ન 6.
પરિણીત
(અ) અપરિણીત
(બ) બેકાર
(ક) વૃદ્ધ
ઉત્તરઃ
(અ) અપરિણીત
3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:
પ્રશ્ન 1.
(અ) ઘોંગાટ
(બ) ઘોંઘાટ
(ક) ગોંઘાટ
ઉત્તરઃ
(બ) ઘોંઘાટ
પ્રશ્ન 2.
(અ) અતિથિ
(બ) અતીથી
(ક) અતિથી
ઉત્તરઃ
(અ) અતિથિ
પ્રશ્ન 3.
(અ) બક્ષીસ
(બ) બક્ષિસ
(ક) બક્ષિશ
ઉત્તરઃ
(બ) બક્ષિસ
પ્રશ્ન 4.
(અ) વયોવૃદ્ધ
(બ) પુસ્કળ
(ક) અવસેસ
ઉત્તરઃ
(અ) વયોવૃદ્ધ
પ્રશ્ન 5.
(અ) હોંશિયાર
(બ) અન્નપૂર્ણા
(ક) સર્જન
ઉત્તરઃ
(બ) અન્નપૂર્ણા
4. લિંગ શબ્દ ઓળખાવો
પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) મહેમાન
(બ) સ્વર્ગ
(ક) પત્ની
ઉત્તરઃ
(અ) મહેમાન
પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) શિક્ષક
(બ) જમીન
(ક) ભણતર
ઉત્તરઃ
(બ) જમીન
પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) સોનું
(બ) દાતા
(ક) વાનગી
ઉત્તરઃ
(અ) સોનું
5. વચન બદલોઃ
પ્રશ્ન 1.
ટકા
(અ) ટકો
(બ) ટકાઓ
(ક) ટકું
ઉત્તર :
(ક) ટકું
પ્રશ્ન 2.
દાતા
(અ) દાતાં
(બ) દાતાઓ
(ક) ઘતાનું
ઉત્તર :
(બ) દાતાઓ
પ્રશ્ન 3.
બહેન
(અ) બહેનો
(બ) બહેની
(ક) બહેનું
ઉત્તર :
(અ) બહેનો
6. વિશેષણ શોધો :
પ્રશ્ન 1.
મારી પાસે અઢળક પૈસો છે.
ઉત્તરઃ
અઢળક
પ્રશ્ન 2.
તેમનાં મધુર સ્મિતથી તેમણે મને વશ કરી લીધી.
ઉત્તરઃ
મધુર
7. ક્રિયાવિશેષણ શોધોઃ
ધીરે ધીરે શેઠનો વિશ્વાસ જીતી લીધો.
ઉત્તર:
ધીરે ધીરે
8. નીચેનાં વાક્યોને યોગ્ય સંયોજકથી જોડોઃ
પ્રશ્ન 1.
મને ત્યાં બોલાવી લીધી. મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોડ્યું.
ઉત્તરઃ
મને ત્યાં બોલાવી લીધી, પણ મને ત્યાંના ઘોંઘાટમાં ન ગોહ્યું.
પ્રશ્ન 2.
તું તો બહેન ભણેલી. તને આવું બધું રૂપાળું બોલતાં આવડે.
ઉત્તરઃ
તું તો બહેન ભણેલી એટલે તને આવું બધું રૂપાળું બોલતાં આવડે.
9. યોગ્ય વિરામચિહ્ન મૂકો:
બાની વાત કેટલી સાચી હતી
ઉત્તર :
બાની વાત કેટલી સાચી હતી!
10. સમાસ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
જનમભોમકા
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) દ્વન્દ્ર
ઉત્તરઃ
(અ) તપુરુષ
પ્રશ્ન 2.
આદરસત્કાર
(અ) તત્પરુષ
(બ) કર્મધારય
(ક) દ્વન્દ્ર
ઉત્તરઃ
(ક) દ્વન્દ્ર
પ્રશ્ન 3.
વયોવૃદ્ધ
(અ) તપુરુષ
(બ) કર્મધારય
(ક) વન્દ્ર
ઉત્તરઃ
(અ) તપુરુષ
11. શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ
પ્રશ્ન 1.
ચટાકેદાર વાનગીઓ
(અ) વ્યંજનો
(બ) રસદાર
(ક) કસદાર
ઉત્તર :
(અ) વ્યંજનો
પ્રશ્ન 2.
માટીની ભીંતનું નાનું ઘર
(અ) તંબૂ
(બ) કૂબો
(ક) ખોરડું
ઉત્તર :
(ક) ખોરડું
પ્રશ્ન 3.
રાત્રે ભણાવતી શાળા
(અ) ઘરડાંઘર
(બ) રાત્રિશાળા
(ક) અંધશાળા
ઉત્તર :
(બ) રાત્રિશાળા
પ્રશ્ન 4.
અનાજ ભરવાનું સ્થાન
(અ) કોઠાર
(બ) ભંડાર
(ક) પવાલી
ઉત્તર :
(અ) કોઠાર
12. રૂઢિપ્રયોગોના અર્થ લખો :
(1) મનમાં ગાંઠ વાળવી
(2) પાણી માગવા ન રહેવું
(3) એક ભવમાં બે ભવ કરવા
(4) પેટે પાટા બાંધવા
(5) એરૂ આભડવો
ઉત્તરઃ
(1) દઢ નિશ્ચય કરવો
(2) બચી ન શકવું
(3) પુનર્લગ્ન કરવાં
(4) ખૂબ મહેનત કરવી
(5) સાપ કરડવો
13. કહેવત સમજાવો:
જનની જન્મભૂમિશ્ચ, સ્વર્ગાદપિ ગરિયસી
ઉત્તર :
જનની અને જન્મભૂમિ સ્વર્ગથીય પણ ચડિયાતા છે.
સો ટચનું સોનું Summary in Gujarati
સો ટચનું સોનું પાઠ-પરિચય
સુધા મૂર્તિ જન્મ 19-08-1950)
શિક્ષણનું મહત્ત્વ સમજાવતો આ પાઠ છે. શિક્ષણનું મહત્ત્વ સમજતી એક ગરીબ વિધવા મહેનત-મજૂરી કરીને પોતાના દીકરાને ભણાવે છે. એક દિવસ દીકરો ઘણી હોટલોનો માલિક બને છે. માતાના આગ્રહથી તે પોતાના વતનમાં શાળાઓ બનાવે છે. માતાને તે સોનાના દાગીના ઘડાવવા કહે છે. માતા તેને કહે છે : “બેટા. સો ટચનું સોનું – ઘરેણું એક જ છે: ભણતર’.
આ પાઠ આપણને ખૂબ ભણવાની પ્રેરણા આપે છે.
[This is the lesson showing importance of education. The poor widow who knows the importance of learning, works hard and educates her son. One day her son becomes an owner of many hotels. On his mother’s request, he builds many schools in his native-village. He asks his mother to make gold ornaments for her. But mother says : ‘Dear son, there is only one ornament of 24 carat gold : Education’.
This lesson inspires us to study more and more.]
સો ટચનું સોનું શબ્દાર્થ (Meanings)
- અતિથિ – મહેમાન; guest.
- ખોરડું – ખોલી, ઓરડી, માટીની ભીંતનું નાનું ઘર; a room, a small house made of soil walls.
- સાચુકલાં – સાચાં; real.
- અપેક્ષા – ઇચ્છા; expectation.
- સમારંભ – સભા; assembly.
- અપરિણીત – અવિવાહિત; unmarried.
- દાતા – દાનવીર; donar.
- સજ્જન – સદ્ગુહસ્થ; gentleman.
- ઘોડાપૂર – ભારે પૂર; flood.
- અજાણ્યા – અપરિચિત; strange.
- વિકલ્પ ગમે તે એક; opton.
- સાંબેલાધાર – સાંબેલાની ધાર જેવો ભારે; heavy.
- વ્યંજનો – ચટાકેદાર વાનગીઓ; spicy dishes.
- વૈવિધ્ય – વિવિધતા; variety.
- સાક્ષાત – મૂર્તરૂપે; in physical form.
- અન્નપૂર્ણા -અન્ન પૂરું પાડનારી; woman providing grain.
- અવતાર – જન્મ; birth.
- બોંવ – બહુ જ; very.
- નાનપણ – બાળપણ; childhood.
- અભરખો – કોડ, ઇચ્છા; wish.
- પૈણાવી – પરણાવી; got married.
- મનમાં ગાંઠ વાળવી – દઢ નિશ્ચય કરવો; to make up one’s mind.
- વસ્તાર – સંતાન; children.
- મે’નત – મહેનત; hard work.
- વરહ – વર્ષ, ઉંમર; years.
- એરું આભડવો – સાપ કરવો; to be bitten by a snake.
- પાણી માગવા ન રહેવું-બચી ન શકવું; cannot be saved.
- ચિત્યા – ચિંતા; worry.
- એક ભવમાં બે ભવ કરવાં – પુનર્લગ્ન કરવાં; to remarry.
- પગભર થવું -બીજાના આશ્રય વિના ટકી રહેવું; to be one’s own. (earn)
- વીંછળવું – ધોવું; to wash.
- રાત્રિશાળા – રાત્રે ભણાવતી શાળા; night school.
- હુન્નર – વ્યવસાય, કારીગરી; skill.
- “જનની જન્મભૂમિશ્ચ, સ્વર્ગાદપિ ગરિયસી’ – જનની અને જન્મભૂમિ સ્વર્ગથી: Mother and motherland are greater than heaven.
- જનમભોમકા – જન્મભૂમિ; birthplace.
- વાત ગળે ઊતરવી – વાત સમજાવી; to understand the matter.
- ઉંઘરેટા – ઊંઘમાં ભરાયેલું; sleepy.
- અઢળક -પુષ્કળ; a lot of.
- પેટે પાટા બાંધવા – ખૂબ મહેનત કરવી; to work very hard.
- પષ્ઠ રૂપ-સૌંદર્ય, beauty.
- ખાનદાની – ઉમદાપણું, nobility.
- ઘેડું-ઘરડું; old.
- ટિચાવું – સંઘર્ષ કરવો; to struggle.
- ટેમ – ટાઇમ, સમય; time.
- ખખડધજ – મજબૂત બાંધાનું, ભવ્ય; strong, glorious.
- અવશેષ – બાકી રહેલો ભાગ, ખંડેર; remainder.