Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 23 પ્રેરક પ્રસંગો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 9 Gujarati Textbook Solutions Chapter 23 પ્રેરક પ્રસંગો
Class 9 Gujarati Textbook Solutions Chapter 23 પ્રેરક પ્રસંગો Textbook Questions and Answers
પ્રેરક પ્રસંગો સ્વાધ્યાય
1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1.
ફકીર કેટલા સમયથી નિયમિતપણે મસ્જિદમાં નમાજ પઢવા જતો હતો?
(A) દસ વરસથી
(B) પંદર વરસથી
(C) વીસ વરસથી
(D) બાર વરસથી
ઉત્તર :
(C) વીસ વરસથી
પ્રશ્ન 2.
ફકીર વીસમા વરસની અને સાંજની છેલ્લી નમાજ અદા કરતો હતો ત્યારે કઈ ઘટના બની?
(A) ફકીર મૃત્યુ પામ્યા
(B) આકાશમાંથી વરસાદ વરસ્યો
(C) ફકીર રડવા લાગ્યો
(D) આકાશવાણી થઈ
ઉત્તર :
(D) આકાશવાણી થઈ
પ્રશ્ન 3.
‘ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે? હા, ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે, ખુદા અમને તારી સાથે મહોબ્બત છે, બંદગી સફળ.’ – આ વાક્ય ફકીર કોને કહે છે?
(A) ખુદાને
(B) સંતાનોને
(C) સ્વજનોને
(D) મૌલવીને
ઉત્તર :
(D) મૌલવીને
પ્રશ્ન 4.
ફકીરના પ્રેરક પ્રસંગના કર્તાનું નામ જણાવો.
(A) મોરારીબાપુ
(B) સ્વામી આનંદ
(C) સ્વામી સચ્ચિદાનંદ
(D) રામાનંદ
ઉત્તર :
(A) મોરારીબાપુ
પ્રશ્ન 5.
જીવનની સુગંધ પ્રસંગમાં માણસનો સર્વાગી વિકાસ થાય તે માટે શેનું ઉદાહરણ આપવામાં આવ્યું છે?
(A) સોનાના ટુકડાનું
(B) પત્થરના ટુકડાનું
(C) લોખંડના ટુકડાનું
(D) લાકડાના ટુકડાનું
ઉત્તર :
(C) લોખંડના ટુકડાનું
પ્રશ્ન 6.
બીજા પ્રસંગમાં નવી દુનિયા બનાવવા માટે લોકોમાં કયો ભાવ હોવો જોઈએ?
(A) આતિથ્વભાવ
(B) ભ્રાતૃભાવ
(C) પિતૃભાવ
(D) માતૃભાવ
ઉત્તર :
(B) ભ્રાતૃભાવ
2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
નમાજ અદા કરનાર ફકીર કેમ ખુશ થાય છે?
ઉત્તર :
નમાજ અદા કરનાર ફકીર ખુશ થાય છે, કારણ કે ખુદાએ ભલે એની એકેય નમાજ કબૂલી નથી; પરંતુ ખુદાને એટલી ખબર તો છે જ કે ફકીર નમાજ પઢી રહ્યો છે. ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે?
પ્રશ્ન 2.
મૂલ્યઘડતરની વાત લેખક કયા ઉદાહરણથી કેવી રીતે સમજાવે છે?
ઉત્તર :
મૂલ્યઘડતરની વાત લેખક લોખંડના એક ટુકડાના ઉદાહરણથી સમજાવે છે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો 600 રૂપિયા ઊપજે. જો ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો, તો 50,000 રૂપિયા ઊપજે.
પ્રશ્ન 3.
કોઈએ ડુંગર ચઢતી છોકરીને શું પૂછ્યું? છોકરીએ તેનો શો જવાબ આપ્યો?
ઉત્તરઃ
કોઈએ ડુંગર ચઢતી છોકરીને પૂછ્યું, “અલી, આ છોકરાને તેડીને ચડે છે તે તને ભાર નથી લાગતો?” છોકરીએ તેનો જવાબ આપ્યો, “ના રે, ભાર શેનો? એ તો મારો ભાઈ છે.”
Std 9 Gujarati Textbook Solutions Chapter 23 પ્રેરક પ્રસંગો Additional Important Questions and Answers
પ્રેરક પ્રસંગો પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
એક ફકીર કેટલા વરસથી નિયમિતપણે મસ્જિદમાં દિવસની પાંચ નમાજ પઢતો હતો? જે જગ્યાએ એ નમાજ અદા કરતો હતો ત્યાં શું થયેલું?
ઉત્તરઃ
એક ફકીર વીસ વરસથી નિયમિતપણે મસ્જિદમાં દિવસની પાંચ નમાજ પઢતો હતો. જે જગ્યાએ એ નમાજ અદા કરતો હતો ત્યાં એના હાથનાં અને પગનાં નિશાન પડી ગયેલાં.
પ્રશ્ન 2.
ફકીર છેલ્લી નમાજ અદા કરતો હતો ત્યારે શી આકાશવાણી થઈ?
ઉત્તરઃ
ફકીર છેલ્લી નમાજ અદા કરતો હતો ત્યારે આકાશવાણી થઈ કે “હે ફકીર, તું વીસ વરસથી એક જ જગ્યાએ રોજ પાંચ-પાંચ નમાજ અદા કરે છે, પણ ખુદાના દરબારમાં તારી એક પણ નમાજ મંજૂર થઈ નથી!”
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ફકીર કેટલાં વર્ષથી નમાજ પઢતો હતો?
ઉત્તર :
ફકીર વીસ વર્ષથી નમાજ પઢતો હતો.
પ્રશ્ન 2.
ના રે, ભાર શેનો? એ તો મારો ભાઈ છે.” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર :
“ના રે, ભાર શેનો? એ તો મારો ભાઈ છે.” આ વાક્ય છોકરી બોલે છે.
પ્રશ્ન 3.
“અરે બેવકૂફ! તારે તો રડવું જોઈએ. તું નાચે છે કેમ?” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તર:
“અરે બેવકૂફ! તારે તો રડવું જોઈએ. તું નાચે છે કેમ?” આ વાક્ય મોલવી બોલે છે.
પ્રશ્ન 4.
ફકીર મસ્જિદમાં દિવસની કેટલી નમાજ પઢતો હતો?
ઉત્તર :
ફકીર મસ્જિદમાં દિવસની પાંચ નમાજ પઢતો હતો.
પ્રશ્ન 5.
લોખંડના ટુકડાનો પ્રસંગ શેનું મહત્ત્વ દર્શાવે છે?
ઉત્તર :
લોખંડના ટુકડાનો પ્રસંગ ઘડતરનું મહત્ત્વ દર્શાવે છે.
પ્રેરક પ્રસંગો વ્યાકરણ (Vyakaran)
1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
આકરું
(અ) અણગમતું
(બ) અઘરું
(ક) તરસ્યું
ઉત્તરઃ
(બ) અઘરું
પ્રશ્ન 2.
નિશાન
(અ) ચિહ્ન
(બ) દોરી
(ક) રેખા
ઉત્તરઃ
(અ) ચિહ્ન
પ્રશ્ન 3.
બેવકૂફ
(અ) મંદબુદ્ધિ
(બ) મૂર્ખ
(ક) ઉદાર
ઉત્તરઃ
(બ) મૂર્ખ
પ્રશ્ન 4.
બંદગી
(અ) ગંદકી
(બ) બંધન
(ક) પ્રાર્થના
ઉત્તરઃ
(ક) પ્રાર્થના
2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
મહોબ્બત
(અ) મહેરબાની
(બ) ક્રોધ
(ક) નફરત
ઉત્તર :
(ક) નફરત
પ્રશ્ન 2.
આકરું
(અ) પોચું
(બ) સહેલું
(ક) સામાન્ય
ઉત્તર :
(બ) સહેલું
3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:
પ્રશ્ન 1.
(અ) ડુંગર
(બ) ડુંગર
(ક) ડુંગર
ઉત્તરઃ
(અ) ડુંગર
પ્રશ્ન 2.
(અ) ઘડિયાળ
(બ) ઘડીયાર
(ક) ઘડીઆર
ઉત્તરઃ
(અ) ઘડિયાળ
પ્રશ્ન 3.
(અ) મસ્જિદ
(બ) બંદઘી
(ક) જિવન
ઉત્તરઃ
(અ) મસ્જિદ
4. લિંગ શબ્દ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) ડુંગર
(બ) ઘડિયાળ
(ક) ચિહ્ન
ઉત્તરઃ
(અ) ડુંગર
પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ભાઈ
(બ) બહેન
(ક) દિવસ
ઉત્તરઃ
(બ) બહેન
પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) જીવન
(બ) ફકીર
(ક) બંદગી
ઉત્તરઃ
(અ) જીવન
5. વચન બદલો:
પ્રશ્ન 1.
છોકરી
(અ) છોકરી
(બ) છોકરીઓ
(ક) છોકરિયો
ઉત્તર :
(બ) છોકરીઓ
પ્રશ્ન 2.
ઘડિયાળ
(અ) ઘડિયાળો
(બ) ઘડીઆરો
(ક) ઘડિયાળું
ઉત્તર :
(અ) ઘડિયાળો
6. વિશેષણ શોધોઃ
પ્રશ્ન 1.
કેડે ચારેક વર્ષનો છોકરો તેડ્યો હતો.
ઉત્તર :
ચારેક
પ્રશ્ન 2.
ફકીર દિવસની પાંચ નમાજ પઢતો હતો.
ઉત્તર :
પાંચ
7. નીચેનાં વાક્યોને યોગ્ય સંયોજકથી જોડોઃ
ખુદાને એટલી ખબર છે. હું નમાજ પઢી રહ્યો છું.
ઉત્તરઃ
ખુદાને એટલી ખબર છે કે હું નમાજ પઢી રહ્યો છું.
8. યોગ્ય વિરામચિહ્ન મૂકોઃ
આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું.
ઉત્તરઃ
આજે તો મારું જીવન ધન્ય થઈ ગયું!
પ્રેરક પ્રસંગો Summary in Gujarati
પ્રેરક પ્રસંગો પાઠ-પરિચય
અહીંયા ત્રણ પ્રેરક પ્રસંગો છે.
પ્રથમ પ્રસંગ ઘડતરનું મૂલ્ય દર્શાવે છે. જેમ ઘાટ સારો તેમ તેનું મૂલ્ય વધારે.
બીજો પ્રસંગ ભ્રાતૃભાવ દર્શાવે છે. કોઈ પણ કાર્ય પ્રેમથી કરવામાં આવે તો તે બોજો બનતું નથી.
ત્રીજો પ્રસંગ કર્મનું મહત્ત્વ દર્શાવે છે. ભક્ત ભગવાનની પૂજા ભાવથી કરે છે, કર્મફળની આશાથી નહીં.
[Here are three inspiring incidents.
The first incident shows the value of training. The better the shape is, the more valuable it is.
The second incident shows the spirit of brotherhood. Any work which is done with affection, does not become burden.
The third incident shows the importance of ‘karma’ (duty). The true devotee prays the God lovingly without any expectation of fruit from God.)
પ્રેરક પ્રસંગો શબ્દાર્થ (Meanings)
- ઊપજે – મળે; get.
- મૂલ્ય -કિંમત; price.
- ઘોડાની નાળ – ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી; horse-shoe.
- ઘડતર – રચવું કે બનાવવું તે; shaping, making.
- આકરું – અઘરું, મુશ્કેલ; hard, difficult.
- કેડ- કમર; waist. ભાર – વજન, બોજો;
- burden. નમાજ અદા કરવી – નમાજ
- પઢવી; perform namaj’.
- નિશાન – ચિ; mark.
- આકાશમાંથી પ્રગટતી દેવવાણી – આકાશવાણી; speech of God from the sky
- પાગલ -ગાંડો; mad,
- બેવકૂફ -મૂર્ખ; foolish.
- બંદગી -પ્રાર્થના; prayer.
- પરવા – ચિંતા, ફિકર; worry.