Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 9 Gujarati Textbook Solutions Chapter 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
Class 9 Gujarati Textbook Solutions Chapter 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી Textbook Questions and Answers
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી સ્વાધ્યાય
પ્રશ્ન. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :
પ્રશ્ન 1.
સદાકાળ ગુજરાત ક્યાં જોવા મળે છે?
(A) જ્યાં એક પણ ગુજરાતી રહેતો નથી.
(B) જ્યાં અન્ય પ્રદેશના લોકો જ રહે છે.
(C) જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે.
(D) જ્યાં માત્ર પરદેશીઓ જ વસે છે.
ઉત્તરઃ
(C) જ્યાં એક પણ ગુજરાતીએ વસવાટ કર્યો છે.
પ્રશ્ન 2.
આ કાવ્યમાં ગુજરાતીઓ જંગલમાં મંગલ કેવી રીતે કરે છે?
(A) વૃક્ષો વાવીને
(B) નાચ-ગાન કરીને
(C) જંગલમાં વસવાટ કરીને
(D) મહેનત પ્રત્યેના પ્રેમના કારણે
ઉત્તરઃ
(D) મહેનત પ્રત્યેના પ્રેમના કારણે
પ્રશ્ન 3.
કવિ આ ધરતીને કોની કહે છે?
(A) શ્રીકૃષ્ણની
(B) સ્વામી દયાનંદની
(C) દાદાભાઈ નવરોજીની
(D) ઉપરના A – B – C ત્રણેયની
ઉત્તરઃ
(D) ઉપરના A – B – C ત્રણેયની
પ્રશ્ન 4.
કવિના હૃદયમાં શેનો વૈભવ રચાય છે?
(A) સ્નેહનો
(B) શૌર્યનો
(C) સત્યનો
(D) ઉપરના A – B – C ત્રણેયનો
ઉત્તરઃ
(D) ઉપરના A – B – C ત્રણેયનો
પ્રશ્ન 5.
નીચેનામાંથી કયો શબ્દ ‘પ્રફુલ્લ’નો સમાનાર્થી છે?
(A) ઉદાસ
(B) આનંદ
(C) હતાશ
(D) નિરાશ
2. નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
દેવોના ઉપવનસમી અમીરાત કોને પ્રાપ્ત થાય છે?
ઉત્તર :
જેના હૃદયમાં ગુજરાત વસેલું છે, તેને દેવોનો ઉપવન સમી અમીરાત પ્રાપ્ત થાય છે.
3. નીચેના પ્રશ્નનો પાંચ-છ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
આ કાવ્યના આધારે ગુજરાતીની વિશેષતા જણાવો.
ઉત્તર :
ગુજરાતીની વિશેષતા: ગુજરાતીઓ જગતના ખૂણે ખૂણે વસેલા છે, ત્યાં પણ ગુજરાત છે. તેઓ ગુજરાતી ભાષા તેમજ ગુજરાતની રીતભાત ભૂલ્યા નથી. તેઓ પોતાની મહેનતથી જંગલમાં પણ મંગલ કરે છે. તેઓ આ રીતે ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે; તેનું જતન કરે છે. તેઓ તેને સ્નેહ, શૌર્ય અને સત્યથી સંચિત કરે છે.
Std 9 Gujarati Textbook Solutions Chapter 3 જ્યાં જ્યાં વસે એક ગુજરાતી Additional Important Questions and Answers
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી પ્રશ્નોત્તર
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
જંગલમાં પણ મંગલ કોણ કરે છે?
ઉત્તર :
ગુજરાતની વાણી, ગુજરાતની લહાણી, ગુજરાતની શાણી રીત તેમજ ગુજરાતની ઉદ્યમ પ્રીત જંગલમાં પણ મંગલ કરે છે.
પ્રશ્ન 2.
કવિએ ગુજરાતને કેવી ભૂમિ કહી છે? તેમાં કા મહામાનવો થઈ ગયા?
ઉત્તર :
કવિએ ગુજરાતને પુણ્ય, વિરલ, રસભૂમિ કહી છે. તેમાં કૃષ્ણ, દયાનંદ સરસ્વતી અને દાદાભાઈ નવરોજી જેવા મહામાનવો થઈ ગયા.
પ્રશ્ન 3.
કવિ કોનો જય ગાય છે?
ઉત્તર :
કવિ ગુજરાતમાં જન્મેલા સફળ ગુજરાતીઓનો જય ગાય છે. તે ધન્ય ગુજરાતનો પણ જય ગાય છે.
પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં હંમેશાં શું છે?
ઉત્તર :
જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં હંમેશાં ગુજરાત છે.
પ્રશ્ન 2.
ગુજરાતીઓ જંગલમાં મંગલ’ કેવી રીતે કરે છે?
ઉત્તરઃ
મહેનત પ્રત્યેના પ્રેમને કારણે ગુજરાતીઓ “જંગલમાં મંગલ’ કરે છે.
પ્રશ્ન 3.
જેના હૃદયમાં ગુજરાત વસેલું છે, તેને દેવોના ઉપવન સમી શું પ્રાપ્ત થાય છે?
ઉત્તર :
જેના હૃદયમાં ગુજરાત વસેલું છે, તેને દેવોના ઉપવન સમી અમીરાત પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન 4.
ગુર્જર માત ક્યાં ગરજે છે?
ઉત્તર :
જ્યાં ગુજરાતની ભરતી છાતી સુધી ઊછળે છે ત્યાં ગુર્જર માત ગરજે છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી વ્યાકરણ
1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો :
પ્રશ્ન 1.
ઉર
(અ) ઉમળકો
(બ) હૃદય
(ક) ઊંધ
ઉત્તરઃ
(બ) હૃદય
પ્રશ્ન 2.
પ્રકાશ
(અ) તેજ
(બ) આકાશ
(ક) સૂર્ય
ઉત્તરઃ
(અ) તેજ
પ્રશ્ન 3.
મહોલાત
(અ) આદર
(બ) મહેલ
(ક) મોલ
ઉત્તરઃ
(બ) મહેલ
પ્રશ્ન 4.
પ્રભાત
(અ) અજવાળું
(બ) પ્રકાશ
(ક) પરોઢિયું
ઉત્તરઃ
(ક) પરોઢિયું
પ્રશ્ન 5.
ઉદ્યમ
(અ) મહેનત
(બ) ઉદાર
(ક) આળસ
ઉત્તરઃ
(અ) મહેનત
પ્રશ્ન 6.
કોડ
(અ) રોગ
(બ) ઉમેદ
(ક) આદર
ઉત્તરઃ
(બ) ઉમેદ
પ્રશ્ન 7.
સ્નેહ
(અ) પ્રેમ
(બ) માયા
(ક) લતા
ઉત્તરઃ
(અ) પ્રેમ
પ્રશ્ન 8.
ભોમ
(અ) દુનિયા
(બ) ભૂમિ
(ક) સૂર્ય
ઉત્તરઃ
(બ) ભૂમિ
2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:
પ્રશ્ન 1.
પુણ્ય
(અ) પ્રકાશ
(બ) પાપ
(ક) પ્રકોપ
ઉત્તર :
(બ) પાપ
પ્રશ્ન 2.
પ્રકાશ
(અ) અંધકાર
(બ) અજ્ઞાન
(ક) અપ્રકાશ
ઉત્તર :
(અ) અંધકાર
પ્રશ્ન 3.
પૂર્વ
(અ) પહેલાં
(બ) પશ્ચિમ
(ક) ઉત્તર
ઉત્તર :
(બ) પશ્ચિમ
પ્રશ્ન 4.
મંગલ
(અ) અમંગલ
(બ) શુભમંગલ
(ક) સુમંગલ
ઉત્તર :
(અ) અમંગલ
પ્રશ્ન 5.
ઉદ્યમ
(અ) લાલચ
(બ) આળસ
(ક) નિશ્ચિત
ઉત્તર :
(બ) આળસ
3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:
પ્રશ્ન 1.
(અ) સુર્ય
(બ) સૂર્ય
(ક) સૂર્ય
ઉત્તર :
(અ) સુર્ય
પ્રશ્ન 2.
(અ) પ્રફૂલ
(બ) પ્રફૂલ્લ
(ક) પ્રફુલ્લ
ઉત્તર :
(ક) પ્રફુલ્લ
પ્રશ્ન 3.
(અ) પશ્ચીમ
(બ) પશ્ચિમ
(ક) પશ્ચિમ
ઉત્તર :
(બ) પશ્ચિમ
પ્રશ્ન 4.
(અ) શૌર્ય
(બ) સૌર્ય
(ક) સૌર્ય
ઉત્તર :
(અ) શૌર્ય
4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો
દક્ષિણ, ગુજરાતી, શાણી, કિરણ, સૂર્ય, ઉદ્યમ
ઉત્તરઃ
ઉદ્યમ, કિરણ, ગુજરાતી, દક્ષિણ, શાણી, સૂર્ય
5. લિંગ શબ્દ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) મહોલાત
(બ) પ્રભાત
(ક) શાણી
ઉત્તરઃ
(અ) મહોલાત
પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ઉદ્યમ
(બ) વાણી
(ક) તેજ
ઉત્તરઃ
(બ) વાણી
પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) પ્રભાત
(બ) ભૂમિ
(ક) કોડ
ઉત્તરઃ
(અ) પ્રભાત
6. વચન બદલો
પ્રશ્ન 1.
અધૂરું
(અ) અધીરી
(બ) અધૂરાં
(ક) અધૂરાંઓ
ઉત્તર :
(બ) અધૂરાં
પ્રશ્ન 2.
પાપ
(અ) પાપો
(બ) પાવું
(ક) પાપ
ઉત્તર :
(ક) પાપ
7. અનુગ શોધોઃ
પ્રશ્ન 1.
ત્યાં સૂર્યના કિરણો પહોંચે છે.
ઉત્તરઃ
નાં
પ્રશ્ન 2.
ગુજરાતી જંગલમાં પણ મંગલ કરે છે.
ઉત્તરઃ
માં
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી Summary in Hindi
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કાવ્ય-પરિચય
અરદેશર ફરામજી ખબરદાર ‘અદલ’ (જન્મ: 06-11-1881, મૃત્યુઃ 30–07 -1953)
ગુજરાત ક્યાં? દુનિયામાં જ્યાં ગુજરાતીઓ વસે છે અને ગુજરાતી ભાષા બોલે છે ત્યાં ગુજરાત છે. ગુજરાતીઓએ દેશવિદેશમાં વસવાટ કરીને, ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતા જાળવી રાખીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતને તે માટે ગૌરવ છે. આ કાવ્યમાં કવિએ ગુજરાતનો મહિમા ગાયો છે. આવા ગુજરાતમાં જન્મ થવા બદલ કવિ પોતાનું જીવન સફળ થયેલું માને છે.
(Where is Gujarat ? Gujarat is there wherever Gujaratis live in the world and speak Gujarati language. Gujaratis living in foreign countries have earned the name of Gujarat by preserving the culture and dignity of Gujarat. Gujarat is proud of it. In this poem, the poet has sung the glory of Gujarat. The poet believes that he is lucky to have birth in such Gujarat.]
કાવ્યની સમજૂતી
જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં હંમેશાં ગુજરાત છે. જ્યાં જ્યાં ગુજરાતી બોલાય છે, ત્યાં ત્યાં ગુજરાતીનો મહેલ (વૈભવ) છે.
(Gujarat is always there wherever a Gujarati lives, Gujarati’s palace (luxury) is there, wherever Gujarati is spoken.]
ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુજરાતી વસે છે, સૂર્યનાં કિરણો પહોંચે છે ત્યાં સૂર્યનો પ્રકાશ છે. જેની ઉષા (સવાર) ખેલથી હસે છે (ખુશનુમા છે), તેનાં પ્રભાતનાં તેજ પ્રફુલ્લ (ખીલેલાં) છે.
જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં હંમેશાં ગુજરાત છે.
(North, south, east or west where Gujarati lives, the rays of the sun reaches there and there is light of the sun. The light of the sun in the morning is flowering whose morning begins with play (smile). (Whose morning is pleasant.)
Gujarat is always there, wherever a Gujarati lives.)
ગુજરાતની વાણી, ગુજરાતની લહાણી, ગુજરાતની શાણી રીત અને ગુજરાતની ઉદ્યમ પ્રીત, જંગલમાં પણ મંગલ કરે છે. જેના ઉર(હૃદય)માં ગુજરાત માટેનો પ્રેમ છે, તે દેવોના સુરવન સમાન દોલત મેળવે છે.
જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં હંમેશાં ગુજરાત છે.
[The speech of Gujarat, the gift of Gujarat, the good manner of Gujarat and affection for hard work of Gujarat change the hell into heaven. The person who has love for Gujarat in his heart gets the wealth like the park of Gods.
Gujarat is always there, wherever a Gujarati lives.]
આ કૃષ્ણ, દયાનંદ, દાદા દાદાભાઈ નવરોજી)ની પુણ્ય, વિરલ રસિક ભૂમિ છે. જાત કે કોમના ભેદ વિના ખંડ ખંડ જઈને ગર્વથી ઝઝૂમે છે. જ્યાં ગુજરાતની ભરતી છાતી સુધી ઊછળે છે ત્યાં ગુજરાત માત ગરજે છે. (ખુશ થાય છે.)
જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં હંમેશાં ગુજરાત છે.
[This is the moral, rare, interesting land of Krishna, Dayananda and Dada (Dadabhai Navroji).
Without considering the difference of community and caste, they struggle proudly in different continents. The Mother Gujarat roars where the tide rises upto the chest (becomes happy).
Gujarat is always there, wherever a Gujarati lives.]
(અહીં) કોડે કરવાનાં અધૂરાં કામ પૂરાં થાય (છે), (અને) ઉર(હૃદય)માં સ્નેહ, શૌર્ય અને સત્યના વૈભવ રાસ રચાય છે). જય જય ગુજરાતીનો જન્મ સફળ (છે) (અને) જય જય ‘અદલ’ ગુજરાત ધન્ય છે.
જ્યાં જ્યાં એક ગુજરાતી વસે છે, ત્યાં ત્યાં હંમેશાં ગુજરાત છે.
[(Here) desired incompleted deeds are completed (and) glorious songs of love, bravery and truth are composed in the heart. Well, Jay Jay the birth of successful Gujarati. Well, Jay Jay prosperous Adal’s Gujarat.
Gujarat is always there, wherever a Gujarati lives.]
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી શબ્દાર્થ (Meanings)
- વસે – રહે; live.
- સદાકાળ – હંમેશાં; always.
- બોલાતી – બોલાય છે; is spoken.
- મહોલાત – મહેલ; palace.
- હેલાતી –ખેલતી, ક્રીડા કરતી; playing.
- તેજ – પ્રકાશ; light.
- પ્રભાત – પરોઢિયું; dawn.
- વાણી – ભાષા; language.
- લહાણી -ભેટની વહેંચણી; distributing of gifts.
- શાણી – ડાહી; વ્યવહારકુશળ; wise, practical.
- મંગલ કરવું – to prosper.
- ઉદ્યમ -મહેનત; diligent.
- મિરાત – અમીરાત, દોલત; wealth.
- વિરલ-દુર્લભ, અલ્પ; rare.
- ભોમ -ભૂમિ; land.
- ભરતી – tide.
- કોડ – ઉમેદ, ઇચ્છા; desire.
- અધૂરાં – અપૂર્ણ; incomplete.
- સ્નેહ – પ્રેમ; affection, love.
- શૌર્ય – બહાદુરી; bravery.
- ઉર – હૃદય; heart.
- સફળ – successful.