This GSEB Class 10 Social Science Notes Chapter 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter.
આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ Class 10 GSEB Notes
→ 1991ની નવી ઔદ્યોગિક નીતિમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરલ – આ ત્રણ બાબતોનો સમાવેશ થયો છે.
→ આર્થિક ઉદારીકરણ: આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ.
→ આર્થિક ઉદારીકરણ અનુસાર થયેલા આર્થિક સુધારાઃ
- 18 ઉઘોગો સિવાયના ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ નાબૂદ કરી.
- રેલવે, અવ્રુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયનાં ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લો મૂક્યાં.
- ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી પ્રથા નાબૂદ કરી.
- પ્રદૂષણ અને પર્યાવરણને નુક્સાનકર્તા ન હોય તેવા ઉદ્યોગો માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરી.
→ આર્થિક ઉદારીકરણના લાભઃ
- ઉત્પાદન વધ્યું.
- વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ.
- હૂંડિયામણની અનામતમાં વધારો થયો.
- આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો.
→ આર્થિક ઉદારીકરણના ગેરલાભઃ
- ઇજારાશાહી ઓછી ન થઈ.
- કૃષિક્ષેત્ર પછાત રહ્યું.
- આવકની અસમાનતા વધી.
- દેશના વિદેશી દેવામાં વધારો થયો.
→ ખાનગીકરણ: ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું.
→ ખાનગીકરણના લાભઃ
- ઉઘોગોની સંખ્યા વધી
- મૂડીલક્ષી અને વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધ્યું.
- જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા સુધરી.
→ ખાનગીકરણના ગેરલાભ :
- ઇજારાશાહીને વેગ મળ્યો.
- માત્ર મોટા ઉદ્યોગોને જ લાભ મળ્યો.
- ભાવવધારાની સમસ્યા સર્જાઈ.
→ વૈશ્વિકીકરણઃ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ, સેવાઓ, ટેકનોલૉજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે.
→ વૈશ્વિકીકરણ અન્વયે હાથ ધરવામાં આવેલા સુધારા
- બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા.
- બે દેશો વચ્ચે મૂડીની સરળતાથી હેરફેર કરવી.
- ટેક્નોલૉજીની હેરફેરના અવરોધો દૂર કરવા.
- શ્રમની મુક્ત રીતે હેરફેર કરવી.
→ વૈશ્વિકીકરણના લાભ :
- વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે.
- વિકસિત દેશોની વસ્તુઓ સરળતાથી મળી શકે છે.
- વિકાસશીલ દેશો આંતરરાષ્ટ્રીય સ્પધમિાં ટકી શકે છે.
→ વૈશ્વિકીકરણના ગેરલાભ :
- ગરીબી અને બેરોજગારીની સમસ્યા હલ થઈ શકી નહિ
- નિકાસવૃદ્ધિના લાભ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યા નથી.
- નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો.
→ વિશ્વવ્યાપાર સંગઠન (WTO-World Trade Organlition) સંયુક્ત રાષ્ટ્રના સભ્ય-દેશોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે
→ જાન્યુઆરી, 1995ના રોજ આ સંસ્થાની સ્થાપના કરી.
→ આ સંસ્થાનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જિનીવા શહેરમાં આવેલું છે.
→ વિશ્વ-વ્યાપાર સંગઠનનાં ધ્યેયો
- વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા.
- દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું.
- વૈશ્વિક વ્યાપાર નીતિ સાથે આર્થિક નીતિઓનું સંકલન કરવું.
- વિશ્વના વ્યાપારી ઝઘડાનું નિરાકરણ કરવું.
→ વિશ્વ-વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને થનારા લાભઃ
- વિશ્વ-વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો વધીને 1 %થી વધુ થયો છે.
- તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે.
- કૃષિપેદાશોની નિકાસમાં વૃદ્ધિ થશે.
- વિદેશી હૂંડિયામણમાં વધારો થશે.
→ ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ) ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી.
→ પર્યાવરણની સુરક્ષા માટે સ્વિડનના હોમ શહેરમાં ઈ. સ. 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ.
→ પર્યાવરણની સુરક્ષા માટે ભારતે લીધેલાં પગલાં
- દેશના મુખ્ય શહેરના પ્રદૂષજ્ઞની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
- કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરી છે.
- વિશ્વભરમાં 5 જૂનના દિવસને પર્યાવરણદિન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
- ઈ. સ. 1981માં ભારત સરકારે વાયુ-પ્રદૂષણ નિયંત્રણ ધારો’ પસાર કર્યો છે.
- વાતાવરલૂમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી વગેરે વૈશ્વિક સમજૂતીઓનું પાલન ભારત કરે છે.