Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Vyakaran Vakya Rachna Prakar વાક્યરચના : પ્રકારો Questions and Answers, Notes Pdf.
GSEB Std 12 Gujarati Vyakaran Vakya Rachna Prakar
Std 12 Gujarati Vyakaran Vakya Rachna Prakar Questions and Answers
વાક્યરચના : પ્રકારો સ્વાધ્યાય
પ્રશ્ન 1.
નીચેનાં વાક્યોનું સાદાં, સંયુક્ત કે સંકુલ વાક્યમાં વર્ગીકરણ કરો:
(1) કૂવામાં સરવાણી જ નથી તેથી પાણી આવે ક્યાંથી?
ઉત્તરઃ
સંયુક્ત વાક્ય
(2) ખેતર વાવતાં પહેલાં તમારે ઘાસ દૂર કરવું હતું.
ઉત્તરઃ
સંયુક્ત વાક્ય
(3) સંતને કોઈ માણસ પર રાગ-દ્વેષ ન હોય, કેમ કે તેઓ તો સૌનું હિત જ માત્ર ઇચ્છે છે.
ઉત્તરઃ
સાદું વાક્ય
(4) હું તમને સૂચના આપું ત્યારે તમારે એકસાથે બધાએ નીકળવું.
ઉત્તરઃ
સંયુક્ત વાક્ય
(5) જો હું કશું બોલ્યો ન હોત તો તેઓને પરિસ્થિતિની જાણ થવાની નહોતી.
ઉત્તરઃ
સંકુલ વાક્ય
(6) આ પૈસા તારી અંગત જરૂરિયાત માટે અને જરૂરિયાતમંદને સહાય માટે હું આપું છું.
ઉત્તરઃ
સંકુલ વાક્ય
(7) કુશળ માણસ આકસ્મિક ખર્ચનો વિચાર કરે છે એટલે થોડી વધારાની રકમ સિલક તરીકે રાખે છે.
ઉત્તરઃ
સંયુક્ત વાક્ય
(8) આજે ખેડૂતો પાયમાલ થતાં જાય છે અને કારીગર વર્ગ બેકાર બનતો જાય છે.
ઉત્તરઃ
સંયુક્ત વાક્ય
(9) હવે તારે થોડું વિચારીને પછી જ બોલવાનું શીખવું જોઈએ.
ઉત્તરઃ
સંયુક્ત વાક્ય
(10) વગર વિચાર્યું વર્તન કરી નાખે છે તે પાછળથી પસ્તાય છે.
ઉત્તરઃ
સંકુલ વાક્ય
પ્રશ્ન 2.
પાઠ્યપુસ્તકમાંથી સાદાં, સંયુક્ત અને સંકુલ પ્રકારનાં સાત-સાત વાક્યો શોધીને લખો.
ઉત્તરઃ
1. સાદાં વાક્યોઃ
- સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી રહ્યું છે.
- મારું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું.
- સૉક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે.
- તે કાળે એથેન્સમાં ઝેર આપીને મોતની સજા કરવામાં ? આવતી હતી.
- મારા કોઈ વાડોલાને આંચ ના આવે એવી જગ્યાએ ખોદજો.
- ઇટાલીનું અને કદાચ જગતનું અનુપમ લાવણ્યભર્યું શહેર તે વેનિસ.
- દાદા, એક શરત તમારે વાર્તા કહેવી પડશે.
2. સંયુક્ત વાક્યો:
- આચાર અને વિચારમાં પણ તે ઘણો પવિત્ર હતો અને સદાચારી સાધુપુરુષ તરીકે તેની નામના હતી.
- શાબાશ દીકરા મને હવે ખાતરી થઈ કે તું મારું નામ નહીં બોળે!
- રામેશ્વર મંદિરમાં કિર્તન શરૂ થાય કે ખાવા-પીવાની સૂધ રહે નહિ.
- તારા ઉપર એવું તે કયું દુઃખ આવી પડ્યું છે કે તું આટલો ઉદાસીન છે.
- યુરોપની મોટા ભાગની મુસાફરી અમે ભાઈ સાથે કરેલી પણ વેનિસ અમે એકલા આવેલાં.
- વેનિસની શેરીઓમાં શોક અને પશ્ચાત્તાપઘેરા ઓથેલોના અંતિમ શબ્દો જાણે પડઘાય છે.
- બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા.
૩. સંકુલ વાક્યો
- જો નિશાળ ન હોત તો બધાંના બાળપણનો કાળ સુખમાં ગયો હોત.
- માણસ જ ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય, તો એમાં શરમજનક કશું જ નથી.
- જિંદગીનાં જેટલાં વરહો હાચાં જીવ્યો હોઈશ એટલા આંબા ઉછરશે.
- ઉજમકાકીની મરણતોલ માંદગીએ એમને નહોતા પડ્યા એટલી વ્યથા એમને આ અણધાર્યા ઉત્પાતથી થઈ.
- સ્થળ અને જળમાર્ગની જેટલી રોચકતા છે તેટલી જ રોચકતા વેનિસના સ્થાપત્યની છે.
- જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે.
- હું અને વજેસંગ છીએ ત્યાં સુધી કબૂબોનને કોઈ હાથ અડકાડશે નહિ.
પ્રશ્ન 3.
પાઠ્યપુસ્તકમાંથી દસ-દસ વિધાનવાક્યો, ઉદ્ગારવાક્યો અને પ્રશ્ન વાક્યો શોધીને લખો. પા.પુ. પૃષ્ઠ 59]
ઉત્તરઃ
1. વિધાનવાક્યોઃ
- ઝાડનાં મૂળ આગળ કુસુમે ભોંયમાં જ ખાડો ખોદી ચૂલો કર્યો હતો.
- ક્રોધ અને અશ્રુથી ભરેલી સુંદર ચાલી ગઈ.
- નારાયણ હેમચંદ્રની સાદાઈ એમની પોતાની જ હતી.
- હું લેખક છું એવી ઓળખાણ આપજો.
- મારે તો એ સાધુપુરુષને મળવું છે.
- દુનિયાના સાધુપુરુષોને મળવાનો મેં રિવાજ રાખ્યો છે. હું
- બહારના શેરીના દીવાના પ્રકાશનો એક લિસોટો આગલા ઓરડામાં પડતો હતો.
- નિઃસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રઝળતો રહી ગયો.
- વંશપરંપરાથી અમારા કુટુંબમાં શરણાઈ બજાવવાનું ચાલ્યું આવતું હતું.
- શરણાઈને ગરમીના દિવસોમાં કડવા તેલમાં ડૂબાડીને રાખવી પડે છે.
2. ઉગારવાક્યોઃ
- ખાંસાહેબ! આખદાસ કદી એવું કરે એ મનાય જ નહિ.
- કંઈ ઓછું ના આણતી, જમના! અવાજે હં!
- શી એમની છટા ! બાંધણી એવી મોહક ! એક જુઓ ને એક ભૂલો.
- તમ-તમારે નિરાંતે રો” માસ્તર ! હું છું તાં લગણ કૂઈ પાંદ નાં તોડે!
- “અમારે તો ભઈ! જે આવે છે. જ્યાં-ત્યાં અમારાં ગાડાં હેમખેમ પહોચવાં જોઈએ.
- ગમે તેનું વળાવિયું હોય, ગાડાં ઊભાં રાખજે !
- મેલું, મને એવી ખબર નઈ કે તમે આટલાં નામ કાઢ્યાં છે!
- ગમે તેમ તોય, આ તો દીકરીની જાત! સાવ સાચું કહેજો બેન !
- અખાભાઈ ! આવું ફરીથી નહિ કરું, હોં!
- કથલીના અપલખણને આમ મૂળ હંગાથું કાઢી નાંખવું એમાં જ આપણી ભલાઈ !
3. પ્રશ્ન વાક્યોઃ
- હવે એ આવડ તારામાં આવી. ચાલ, પછી શું કરવું છે?
- આપનાં કંઈ લખાણો પણ વાંચ્યાં છે. આપ મારે ત્યાં આવશો?
- પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું?
- તમે મારાં ધર્મભગિની થાઓ. મારાથી આજે છુપાવો છોને? મને જ નથી કહેવું?
- માટીના માળામાં આટલો બધો પ્રપંચ, એમ?
- ઘણે વખતે માતૃભાષાના શબ્દોની આપ-લે સાંભળી કેવો હર્ષ થયો તે શું કહેવું?
- વેનિસનું સૌંદર્ય ચડે કે આ સૃષ્ટિસૌંદર્ય?
- તારું ભમી ગયું છે? તો પાધરમાં આંબા રહેતા હશે?
- કબુને અડવી કરીને માણેક મુનીમ અમારું નાક કાપવું. છે કે શું?
- હું એ સૌનું ભરણપોષણ લાંબા સમય સુધી કરી શકું. બોલો, મારે હવે શું કરવું?
પ્રશ્ન 4.
પાઠ્યપુસ્તકમાંથી દસ હકાર (વિધિ) વાક્યો અને દસ નકાર (નિષેધ) વાક્યો શોધીને લખો.
ઉત્તર:
1. હકાર (વિધિ) વાક્યો:
- કન્યાઓને વિદાય આપતાં પહેલાં જ સંસારમાં પરોવવી, એ શાસ્ત્ર તારા દષ્ટાંતથી વધારે સમજાશે.
- છેવટે નારાયણ હેમચંદ્ર અમેરિકા જવાનો નિશ્ચય પાર પાડ્યો.
- દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવીને, સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો.
- એડ્રિયાટિક સમુદ્રના 114 ટાપુઓ પર વસેલી આ નગરી અત્યંત મોહક છે.
- રાજનંદિનીના શણગારને શરમાવે તેવો પ્રકૃતિનો શણગાર હતો.
- વાઘનું રખોપું કરવા દીપડો નીકળે એના જેવી તું વાત કરે છે.
- મારા નાનપણના સુખ સાથે આ સૂરનો ખૂબ નજીકનો નાતો રહ્યો છે.
- નાનાં બાળકો માટે છે રવિવાર અને એક સોમવાર હોય એવું અઠવાડિયું શરૂ કરવું જોઈએ.
- દયારામના જીવનમાં રાજસી પ્રકૃતિનો રંગ અને સાત્ત્વિક પ્રકૃતિનો સંગ છે.
- પોતાની આવડત કેળવીને પોતાની ફરજ અદા કરે, તે જ ઉત્તમ માણસ.
2. નકાર (નિષેધ) વાક્યોઃ
- રોજ નવા નવા વેશ કાઢે છે, તે હવે નહીં નભે.
- પોતાના નિત્યનિયમમાં કશો ભંગ પડે તે પ્રભાશંકર સાંખી લેતા નહિ.
- કીકીનું કહેવુંય કાઢી નાખવા જેવું નથી.
- માણેક મુનીમના મોંમાંથી કંઈ જવાબ ન નીકળ્યો.
- આ સવાલનો જવાબ મને નિશાળમાં ક્યારેય મળ્યો નથી.
- બાળકોના કાન ખેંચીને ભણવા બેસાડે એવી ધાકભરી સંસ્કૃતિનો અમને ક્યારેય અનુભવ થયો નથી.
- સચ્ચાઈ અને ગહનતાને વિસરી જવાય નહિ.
- હે પ્રભુ! મારા અવગુણ સામે જોશો નહિ.
- જે માણસ કશું જ સારી રીતે કરી શકતો નથી તે કોઈને ઉપયોગી નથી બનતો.
- સૉક્રેટિસને તે સમયની શિથિલતા ગમતી નહિ.