Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં Important Questions and Answers.
GSEB Class 6 Science Important Questions Chapter 4 વસ્તુઓના જૂથ બનાવવાં
વિશેષ પ્રોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો:
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર હોય છે?
A. નારંગી
B. ટેબલ
C. કંપાસબૉક્સ
D. પુસ્તક
ઉત્તરઃ
નારંગી
પ્રશ્ન 2.
નીચેના પૈકી કઈ ચીજ પદાર્થમાં ન ગણાય?
A. પ્લાસ્ટિક
B. લોખંડ
C. પેન
D. લાકડું
ઉત્તરઃ
પેન
પ્રશ્ન 3.
નીચેના પૈકી કોને વસ્તુ ન કહેવાય, પરંતુ પદાર્થ કહેવાય?
A. ખુરશી
B. ટાંકણી
C. લોહચુંબક
D. સ્ટીલ
ઉત્તરઃ
સ્ટીલ
પ્રશ્ન 4.
નીચેના પૈકી કઈ વસ્તુ લાકડાની બનેલી હોતી નથી?
A. ખુરશી
B. ટેબલ
C. તપેલી
D. હળ
ઉત્તરઃ
તપેલી
પ્રશ્ન 5.
નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી હોય છે?
A. બૉલપેન
B. સાણસી
C. દફતર
D. ચશ્માં
ઉત્તરઃ
સાણસી
પ્રશ્ન 6.
નીચેના પૈકી કઈ વસ્તુ ચામડાની બનેલી હોય છે?
A. મોજાં
B. સ્લિપર
C. પટ્ટો
D. ગાડીનું પૈડું
ઉત્તરઃ
પઢો
પ્રશ્ન 7.
નીચેના પૈકી ક્યો પદાર્થ ચળકાટ ધરાવે છે?
A. પ્લાસ્ટિક
B. કાગળ
C. તાંબું
D. ચામડું
ઉત્તરઃ
તાંબુ
પ્રશ્ન 8.
નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી?
A. ખાંડ
B. મીઠું
C. ચૉક
D. કૉપર સલ્ફટ
ઉત્તરઃ
ચૉક
પ્રશ્ન 9.
નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે?
A. રેતી
B. સાકર
C. કેરોસીન
D. મીણ
ઉત્તરઃ
સાકર
પ્રશ્ન 10.
નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે?
A. વિનેગર
B. કેરોસીન
C. કોપરેલ
D. તેલ
ઉત્તરઃ
વિનેગર
પ્રશ્ન 11.
નીચેના પૈકી કયો પદાર્થ પારભાસક છે?
A. ચશ્માંનો કાચ
B. દૂધિયો કાચ
C. પાણી
D. અરીસાનો કાચ
ઉત્તરઃ
દૂધિયો કાચ
પ્રશ્ન 12.
નીચેના પૈકી કયો પારદર્શક પદાર્થ નથી?
A. કાચ
B. પાણી
C. હવા
D. આરસપહાણ
ઉત્તરઃ
આરસપહાણ
પ્રશ્ન 13.
નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તરે છે?
A. લોખંડ
B. કાચ
C. બરફ
D. રેતી
ઉત્તરઃ
બરફ
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
લખોટી આકારમાં ……… હોય છે.
ઉત્તરઃ
ગોળાકાર
પ્રશ્ન 2.
આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ …….. ની બનેલી હોય છે.
ઉત્તરઃ
પદાર્થો
પ્રશ્ન 3.
ઘરનું બારણું ………. નું બનેલું હોય છે.
ઉત્તરઃ
લાકડા
પ્રશ્ન 4.
રસોઈ માટેનાં વાસણો ………..ના બનેલાં હોય છે.
ઉત્તરઃ
ધાતુ
પ્રશ્ન 5.
જે પદાર્થને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય તેને ……….. પદાર્થ કહે છે.
ઉત્તરઃ
નરમ
પ્રશ્ન 6.
પાણીમાં દ્રાવ્ય …….. વાયુ પાણીમાં રહેતાં પ્રાણીઓનાં જીવન ટકાવી રાખવા માટે અગત્યનો છે.
ઉત્તરઃ
ઑક્સિજન
પ્રશ્ન 7.
એવા પદાર્થો જેની આરપાર આપણે વસ્તુઓને જોઈ શકતા નથી, તેમને ………. પદાર્થો કહે છે.
ઉત્તરઃ
અપારદર્શક
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો:
પ્રશ્ન 1.
ગોળાકાર વસ્તુઓનાં બે નામ લખો.
ઉત્તરઃ
લખોટી, દડો
પ્રશ્ન 2.
પ્લાસ્ટિકની વસ્તુઓનાં બે નામ લખો.
ઉત્તરઃ
ડોલ, લંચબૉક્સ
પ્રશ્ન 3.
કાચની વસ્તુઓનાં બે નામ લખો.
ઉત્તરઃ
ચશ્માં, ગ્લાસ
પ્રશ્ન 4.
બૅટ કયા પદાર્થનું બનેલું હોય છે?
ઉત્તરઃ
લાકડાનું
પ્રશ્ન 5.
ધાતુઓનાં ચાર નામ લખો.
ઉત્તરઃ
લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ, ચાંદી
પ્રશ્ન 6.
પાણીમાં દ્રાવ્ય હોય તેવાં બે ઘન પદાર્થોનાં નામ લખો.
ઉત્તરઃ
મીઠું, ખાંડ
પ્રશ્ન 7.
પાણી સાથે મિશ્ર ન થતાં હોય તેવા પ્રવાહીનાં બે નામ લખો.
ઉત્તરઃ
તેલ, કેરોસીન
પ્રશ્ન 8.
પાણી પર તરતાં અને પાણીમાં અદ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થોનાં નામ લખો.
ઉત્તરઃ
લાકડું, પ્લાસ્ટિક
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
રસોઈ કરવાનાં વાસણો ધાતુનાં બનેલાં હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
સોનું ધાતુ નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
ફટકડી પાણીમાં દ્રાવ્ય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
લોખંડની ખીલી પાણીમાં તરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
બરફનો મોટો ટુકડો પાણીમાં ડૂબી જાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
ધાતુ ચળકાટ ધરાવે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
પેટ્રોલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
ચોખા ખાવાલાયક પદાર્થ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
તેલ, કેરોસીન, પાણી વગેરે પદાર્થોમાં કયા ગુણધર્મની બાબતમાં સમાનતા છે?
ઉત્તરઃ
તેલ, કેરોસીન, પાણી વગેરે પદાર્થોમાં પ્રવાહી અવસ્થાના ગુણધર્મમાં સમાનતા છે.
પ્રશ્ન 2.
કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે?
ઉત્તરઃ
કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે.
પ્રશ્ન ૩.
પદાર્થ કોને કહેવાય?
ઉત્તરઃ
કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય.
પ્રશ્ન 4.
પ્યાલો ક્યારેય કપડાંનો કેમ બનાવવામાં આવતો નથી?
ઉત્તરઃ
પ્યાલાનો ઉપયોગ પ્રવાહીને ભરવા માટે થાય છે, જે કપડાના પ્યાલાથી આ ઉપયોગનો હેતુ સરતો નથી.
પ્રશ્ન 5.
પાણીમાં દ્રાવ્ય બે વાયુઓનાં નામ લખો.
ઉત્તરઃ
પાણીમાં દ્રાવ્ય બે વાયુઓ ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડ છે.
પ્રશ્ન 6.
પાણીમાં દ્રાવ્ય ઑક્સિજન વાયુ કઈ રીતે અગત્યનો છે?
ઉત્તર:
પાણીમાં દ્રાવ્ય ઑક્સિજન વાયુ પાણીમાં રહેતાં પ્રાણીઓ અને વનસ્પતિના જીવન ટકાવવા માટે અગત્યનો છે.
પ્રશ્ન 7.
નરમ પદાર્થો કોને કહેવાય?
ઉત્તરઃ
જે પદાર્થોને હાથ વડે દબાવતા સરળતાથી દબાઈ જાય છે તેમને નરમ પદાર્થો કહેવાય છે.
પ્રશ્ન 8.
પાણીમાં મીઠું ઓગળે છે. આમાં મીઠું શું કહેવાય?
ઉત્તરઃ
પાણીમાં મીઠું ઓગળે છે. આમાં મીઠું દ્રાવ્ય પદાર્થ કહેવાય.
પ્રશ્ન 9.
લોખંડની ખુરશી, તેમાં વસ્તુ કઈ અને પદાર્થ કયો?
ઉત્તરઃ
લોખંડની ખુરશી, તેમાં ખુરશી વસ્તુ અને લોખંડ પદાર્થ છે.
પ્રશ્ન 10.
પાણી પર તરતી વસ્તુઓનાં પાંચ ઉદાહરણ આપો.
ઉત્તરઃ
પાણી પર તરતી વસ્તુઓનાં પાંચ ઉદાહરણ : લાકડું, બૂચ, પ્લાસ્ટિક, વાદળી, થરમૉકોલ.
પ્રશ્ન 11.
પાણીમાં ડૂબી જતી વસ્તુઓનાં પાંચ ઉદાહરણ આપો.
ઉત્તરઃ
પાણીમાં ડૂબી જતી વસ્તુઓનાં પાંચ ઉદાહરણ લોખંડ, ખીલી, પથ્થર, ઈંટ, કાચ.
પ્રશ્ન 12.
વ્યાખ્યા આપોઃ પારદર્શક પદાર્થો
ઉત્તરઃ
જે પદાર્થોની આરપાર વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકાય છે તેમને પારદર્શક પદાર્થો કહે છે.
પ્રશ્ન 13.
વ્યાખ્યા આપો અપારદર્શક પદાર્થો
ઉત્તરઃ
જે પદાર્થોની આરપાર વસ્તુઓને બિલકુલ જોઈ શકાતી નથી તેમને અપારદર્શક પદાર્થો કહે છે.
પ્રશ્ન 14.
વ્યાખ્યા આપો પારભાસક પદાર્થો
ઉત્તરઃ
જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય, પણ સ્પષ્ટ નહિ તેમને પારભાસક પદાર્થો કહે છે.
(B) ટૂંકજવાબી પ્રોઃ
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો?
પ્રશ્ન 1.
રસોઈનાં વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ શા માટે થઈ શકે નહિ?
ઉત્તરઃ
રસોઈનાં વાસણોમાં રસોઈ કરવા વાસણોને ગેસ પર ગરમ કરવાં પડે છે. રસોઈનાં વાસણો લાકડાનાં બનેલાં હોય, તો ગેસ પર ગરમ કરતાં તે સળગી જાય. આથી લાકડાના વાસણમાં રસોઈ થઈ શકે નહિ. તેથી રસોઈનાં વાસણો બનાવવા લાકડાનો ઉપયોગ થઈ શકે નહિ.
પ્રશ્ન 2.
વસ્તુઓનાં જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે?
ઉત્તરઃ
વસ્તુઓનાં જૂથ પદાર્થના દેખાવ, સખતપણું, પાણીમાં દ્રાવ્યતા, પાણીમાં તરે કે ડૂબે અને પારદર્શકતા જેવા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે.
પ્રશ્ન 3.
પદાર્થની પારદર્શકતાના ગુણધર્મને આધારે પદાર્થોને ક્યા જૂથમાં વહેંચી શકાય? દરેકનાં બે-બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ
પદાર્થની પારદર્શકતાના ગુણધર્મને આધારે પદાર્થોને ત્રણ જૂથ(પ્રકાર)માં વહેંચી શકાય.
- પારદર્શક પદાર્થો પાણી અને કાચ
- અપારદર્શક પદાર્થો લાકડું અને લોખંડ
- પારભાસક પદાર્થો દૂધિયો કાચ અને તેલિયો કાગળ
પ્રશ્ન 4.
વસ્તુઓનાં જૂથ બનાવવાના ફાયદા જણાવો.
ઉત્તરઃ
વસ્તુઓનાં જૂથ બનાવવાના ફાયદા નીચે મુજબ છેઃ
- વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુને સહેલાઈથી શોધી શકીએ છીએ.
- જૂથમાં વહેચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે.
- પદાર્થોના ગુણોમાં કોઈ પણ પૅટર્ન(તરા)નું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે.
- વસ્તુનો સ્ટૉક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી મળે છે.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણ આપોઃ દુકાનોમાં કબાટના શટર કાચના હોય છે.
ઉત્તર:
કાચ પારદર્શક પદાર્થ છે. દુકાનોના કબાટના શટર કાચના રાખવાથી કબાટમાં રાખેલો માલ કે વસ્તુઓ કબાટ ખોલ્યા વિના જોઈ શકાય છે. આથી દુકાનદાર ગ્રાહકે માંગેલ વસ્તુ સરળતાથી આપી શકે છે.
પ્રશ્ન 3.
તફાવત આપોઃ પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ
ઉત્તરઃ
પારદર્શક પદાર્થ | અપારદર્શક પદાર્થ |
1. તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે. | 1. તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શક્તો નથી. |
2. કાચ અને પાણી પારદર્શક પદાર્થો છે. | 2. પૂંઠું અને દીવાલ અપારદર્શક પદાર્થો છે. |
પ્રશ્ન 4.
વર્ગીકરણ કરોઃ
પ્રશ્ન 1.
નીચેના પદાર્થોનું પારદર્શક, અપારદર્શક અને પારભાસક પદાર્થોમાં વર્ગીકરણ કરોઃ
લાકડું, ચશ્માંનો કાચ, ડહોળું પાણી, લોખંડ, પાણી, દૂધિયો કાચ, ધુમ્મસ, હવા, ઈંટ, પથ્થર.
ઉત્તરઃ
પારદર્શક પદાર્થોઃ ચશ્માંનો કાચ, પાણી, હવા.
અપારદર્શક પદાર્થો લાકડું, લોખંડ, ઈંટ, પથ્થર.
પારભાસક પદાર્થો ડહોળું પાણી, દૂધિયો કાચ, ધુમ્મસ.
પ્રશ્ન 2.
નીચેના પદાર્થોનું પાણીમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય પદાર્થોમાં વર્ગીકરણ કરો:
સાકર, કાચ, લોખંડનો ભૂકો, ફટકડી, સુરોખાર, ગંધક, ધોવાનો સોડા, આયોડિન, સાજીના ફૂલ, તેલ, મધ, પ્લાસ્ટિક.
ઉત્તરઃ
પાણીમાં દ્રાવ્ય પદાર્થોઃ સાકર, ફટકડી, સુરોખાર, ધોવાનો સોડા, સાજીના ફૂલ, મધ.
પાણીમાં અદ્રાવ્ય પદાર્થોઃ કાચ, લોખંડનો ભૂકો, ગંધક, આયોડિન, તેલ, પ્લાસ્ટિક.
પ્રશ્ન 5.
જોડકાં જોડોઃ
વિભાગ “A” | વિભાગ “B” |
(1) તાંબુ | (a) પારદર્શક |
(2) મીણ | (b) સખત |
(3) કાચ | (c) મિશ્રિત થતાં નથી |
(4) પાણી અને તેલનું મિશ્રણ | (d) નરમ |
ઉત્તરઃ
(1) → (b), (2) → (d), (3) → (a), (4) → (c).
HOTs પ્રકારના પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને
તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
A. કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય તેવું બને.
B. એક જ વસ્તુ ઘણા પદાર્થની બનેલી હોય તેવું બને.
C. એક જ પદાર્થમાંથી એક જ વસ્તુ બનાવી શકાય.
D. એક જ પદાર્થનો ઉપયોગ કરી ભિન્ન વસ્તુઓ બનાવી શકાય.
ઉત્તરઃ
C. એક જ પદાર્થમાંથી એક જ વસ્તુ બનાવી શકાય.
પ્રશ્ન 2.
કેટલીક ધાતુઓ લાંબે ગાળે ચળકાટ ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે તેનું કારણ શું છે?
A. ધાતુ પર હવા અને ભેજની પ્રક્રિયા થવાથી
B. ધાતુઓ ઘસાઈ જવાને કારણે
C. ધાતુઓ જૂની થઈ જવાને કારણે
D. ધાતુઓનું તેજ વાતાવરણમાં જતું રહેવાને લીધે
ઉત્તરઃ
A. ધાતુ પર હવા અને ભેજની પ્રક્રિયા થવાથી
પ્રશ્ન ૩.
કર્યું પ્રવાહીં પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે?
A. મગફળીનું તેલ
B. કેરોસીન
C. પેટ્રોલ
D. વિનેગર
ઉત્તરઃ
D. વિનેગર
પ્રશ્ન 4.
કયા બે પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે?
A. મીઠું અને ચૉક
B. ખાંડ અને કૉપર સલ્ફટ
C. ચૉક અને રેતી
D. મીઠું અને લાકડાનો વહેર
ઉત્તરઃ
B. ખાંડ અને કૉપર સલ્ફટ
પ્રશ્ન 5.
કયા જૂથના પદાર્થો પાણીમાં તરે છે?
A. રબર, ચૉક, લાકડું
B. થરમૉકોલ, પ્લાસ્ટિક, કેરોસીન
C. લાકડું, રેતી, રબર
D. ખાંડ, પથ્થર, બરફ
ઉત્તરઃ
B. થરમૉકોલ, પ્લાસ્ટિક, કેરોસીન