Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 6 આપણી આસપાસ થતાં ફેરફારો Important Questions and Answers.
GSEB Class 6 Science Important Questions Chapter 6 આપણી આસપાસ થતાં ફેરફારો
વિશેષ પ્રોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
નીચેનામાંથી ઉલટાવી શકાય તેવો ફેરફાર કયો છે?
A. મીણનું પીગળવું
B. કોલસાનું સળગવું
C. પૂરી તળવી
D. કાચના પ્યાલાનું ભાંગવું
ઉત્તરઃ
મીણનું પીગળવું
પ્રશ્ન 2.
નીચેનામાંથી ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કયો છે?
A. ફુગ્ગામાં હવા ભરવી
B. બરફનું પાણી થવું
C. કાગળનું સળગવું
D. કાગળને વાળી તેનું વિમાન બનાવવું
ઉત્તરઃ
કાગળનું સળગવું
પ્રશ્ન 3.
નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર નથી?
A. ઘઉં દળીને લોટ બનાવવો
B. ઘઉંની કણકમાંથી રોટલી વણવી
C. વણેલી રોટલી તવા પર શેકવી
D. રોટલીના ટુકડા કરવા
ઉત્તરઃ
ઘઉંની કણકમાંથી રોટલી વણવી
પ્રશ્ન 4.
દૂધમાંથી દહીં બનાવવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
A. ઉલટાવી શકાય તેવો
B. ઉલટાવી ન શકાય તેવો
C. બંને પ્રકારના
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
ઉલટાવી ન શકાય તેવો
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયો ફેરફાર ગરમી આપવાથી થાય છે?
A. ફુગ્ગામાં વધુ હવા ભરાતા ફાટવું
B. કોલસાનો ભૂકો કરવો
C. પાણીની બાષ્પ બનવી
D. પાણીમાં મીઠું ઓગાળવું
ઉત્તરઃ
પાણીની વરાળ બનવી
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયો ફેરફાર પદાર્થમાં અન્ય પદાર્થ મિશ્ર કરવાથી થાય છે?
A. લોખંડને ગરમ કરવું
B. ઘઉને દળીને લોટ બનાવવો
C. દૂધમાંથી દહીં બનાવવું
D. કાગળની હોડી બનાવવી
ઉત્તરઃ
દૂધમાંથી દહીં બનાવવું
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
ફૂલાવેલા ફુગ્ગાને ટાંકણી ભોંક્તા તે ……….. જાય છે.
ઉત્તરઃ
ફૂટી
પ્રશ્ન 2.
બરફને ગરમ કરતાં તેનું …….. માં રૂપાંતર થાય છે.
ઉત્તરઃ
પાણી
પ્રશ્ન 3.
લોખંડને ગરમ કરવાથી તેનું ……. થાય છે.
ઉત્તરઃ
વિસ્તરણ
પ્રશ્ન 4.
ગરમ લોખંડની રિંગ પર પાણી રેડવાથી તેનું …….. થાય છે.
ઉત્તરઃ
સંકોચન
પ્રશ્ન 5.
પેન્સિલને વારંવાર છોલવાથી તેની ……….. માં ફેરફાર થાય છે.
ઉત્તરઃ
લંબાઈ
પ્રશ્ન 6.
બરફને ગરમ કરવાથી તે …… .
ઉત્તરઃ
પીગળે છે
પ્રશ્ન 7.
ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવું એ આ ……… ફેરફાર છે.
ઉત્તરઃ
ઉલટાવી શકાય તેવો
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
દીવાસળીનું સળગવું એ ઉલટાવી શકાય તેવો કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે?
ઉત્તરઃ
ઉલટાવી ન શકાય તેવો
પ્રશ્ન 2.
દૂધને ઠંડું કરવું, દૂધનું દહીં બનાવવું – આ બંને પૈકી ક્યો ફેરફાર – ઉલટાવી શકાય તેવો ફેરફાર છે?
ઉત્તરઃ
દૂધને ઠંડું કરવું
પ્રશ્ન 3.
માટી ખોદવાના ઓજાર કોદાળીના લોખંડના વલયમાં હલ્યો ફીટ કરવા વલયને ગરમ કરવામાં આવે છે. આથી વલયના કદમાં શો ફેરફાર થશે?
ઉત્તરઃ
કદ મોટું થાય છે
પ્રશ્ન 4.
લોખંડને ગરમ કરવું અને લોખંડને કાટ લાગવો એ બંને પૈકી કયો ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે?
ઉત્તરઃ
લોખંડને કાટ લાગવો
પ્રશ્ન 5.
રબરનો સતત ઉપયોગ કરવાથી શામાં ફેરફાર થાય છે?
ઉત્તરઃ
આકાર અને કદમાં
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
કાગળને કાપી ટુકડા કરવા એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
બાળકનું યુવાન થવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન ૩.
ઝાડનાં પાન ખરી પડવાં એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
સ્પ્રિંગનું ખેંચાવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
રોટલી શેક્વી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
ઇંડાંને બાફવા એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
કળીમાંથી ફૂલ ખીલવું ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
ઊનના દોરાની મદદથી સ્વેટર ગૂંથવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
બીજનું અંકુરણ પામી છોડ થવો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
લાકડાનું સળગવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
તાંબાના સળિયાને ગરમ કરવાથી શું થાય છે?
ઉત્તરઃ
તાંબાના સળિયાને ગરમ કરવાથી તેની લંબાઈમાં વધારો થાય છે.
પ્રશ્ન 2.
પાણીની વરાળને ઠંડી પાડવાથી શું થાય છે?
ઉત્તરઃ
પાણીની વરાળને ઠંડી પાડવાથી તેનું પાણીમાં રૂપાંતર થાય છે.
પ્રશ્ન ૩.
બરફનું પીગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે?
ઉત્તરઃ
બરફનું પીગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
પ્રશ્ન 4.
કયા પ્રકારના ફેરફારમાં ફરી મૂળ સ્વરૂપમાં વસ્તુ મેળવી શકાય છે?
ઉત્તરઃ
“ઉલટાવી શકાય તેવા ફેરફાર’માં ફરી મૂળ સ્વરૂપમાં વસ્તુ મેળવી શકાય છે.
પ્રશ્ન 5.
ઘઉંમાંથી લોટ બને છે, પરંતુ લોટમાંથી ઘઉં મેળવી શકાતા નથી, તો ઘઉંમાંથી લોટ બનાવવો એ કયા પ્રકારનો ફેરફાર છે?
ઉત્તરઃ
ઘઉંમાંથી લોટ બનાવવો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
પ્રશ્ન 6.
કાગળનું સળગવું એ શા માટે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય
ઉત્તરઃ
કાગળ સળગીને રાખ બને છે, પછી રાખમાંથી કાગળ અસલ સ્વરૂપમાં મળી શકતો નથી, તેથી તે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
પ્રશ્ન 7.
મીણનું પીગળવું (Melting) એ ઉલટાવી શકાય તેવો ફેરફાર શા માટે કહેવાય છે?
ઉત્તરઃ
મીણને ગરમ કરતાં પીગળીને પ્રવાહી બને છે ત્યારબાદ તેને ઠંડું પાડતાં તે મૂળ સ્વરૂપ મણમાં રૂપાંતર પામી શકે છે. તેથી તે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
પ્રશ્ન 8.
શું બધા ભૌતિક ફેરફાર ઉલટાવી શકાય તેવા હોય છે?
ઉત્તરઃ
ના. કાચનું ભાંગવું એ ભૌતિક ફેરફાર છે. છતાં તે ફેરફાર ઉલટાવી શકાય તેવો નથી.
પ્રશ્ન 9.
છોડની વૃદ્ધિ થવી એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે?
ઉત્તર:
છોડની વૃદ્ધિ થવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
પ્રશ્ન 10.
શા માટે દૂધનું દહીં બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે?
ઉત્તરઃ
દૂધનું દહીં બને પછી દહીંમાંથી દૂધ મેળવી શકાતું નથી, તેથી દૂધનું દહીં બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
પ્રશ્ન 11.
પદાર્થને ગરમ કરવાથી થતા ઉલટાવી શકાય તેવા ફેરફારનું એક ઉદાહરણ આપો.
ઉત્તરઃ
પદાર્થને ગરમ કરવાથી થતા ઉલટાવી શકાય તેવા ફેરફારનું ઉદાહરણ : લોખંડને ગરમ કરવાથી તેની લંબાઈમાં વધારો થવો.
પ્રશ્ન 12.
પદાર્થમાં અન્ય કોઈ પદાર્થ મિશ્ર કરવાથી થતા ફેરફારનું એક ઉદાહરણ આપો.
ઉત્તરઃ
પદાર્થમાં અન્ય કોઈ પદાર્થ મિશ્ર કરવાથી થતા ફેરફારનું ઉદાહરણઃ પાણીમાં મીઠું ઉમેરવું.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
તમારી આસપાસ જોવા મળતા ફેરફારોની યાદી બનાવો.
ઉત્તરઃ
આપણી આસપાસ જોવા મળતા ફેરફારો નીચે મુજબ છે :
- ચંદ્રની કળાઓ થવી
- સૂર્યનું ઊગવું
- રાત-દિવસ થવા
- છોડ પર ફૂલો ખીલવાં
- ઝાડ પરથી પીળાં પાન ખરી પડવાં
- ગરમ પાણી ઠંડું થવું
- નખ વધવા
- કાચની બૉટલનું ભાંગવું
પ્રશ્ન 2.
ઉલટાવી શકાય તેવા ફેરફાર એટલે શું? બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ
જે ફેરફારને ઉલટાવી મૂળ પદાર્થ પુનઃ મેળવી શકાતો હોય તેને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહે છે.
ઉદાહરણઃ
- મીઠાનું પાણીમાં ઓગળવું
- પાણીનો બરફ થવો
પ્રશ્ન ૩.
ઉલટાવી ન શકાય તેવા ફેરફાર એટલે શું? બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ
જે ફેરફાર થયા બાદ મૂળ પદાર્થ પાછો મેળવી શકાય નહિ તેને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહે છે.
ઉદાહરણઃ
- મીણબત્તીનું સળગવું
- વણેલી રોટલી શેકવી
પ્રશ્ન 4.
ગરમી આપવાથી થતા ફેરફારોનાં ચાર ઉદાહરણ આપો.
ઉત્તરઃ
ગરમી આપવાથી થતા ફેરફારોનાં ચાર ઉદાહરણ નીચે મુજબ છે :
- લોખંડને ગરમ કરવું
- મીણબત્તી સળગાવવી
- પાણીની બાષ્પ થવી
- વણેલી પૂરી તળવી
પ્રશ્ન 5.
બળદગાડાનાં લાકડાનાં પૈડાં પર તેનાથી સહેજ નાની લોખંડની વાટ (રિંગ) કેવી રીતે ચડાવવામાં આવે છે?
ઉત્તર:
લોખંડની વાટને બળદગાડાનાં લાકડાનાં પૈડાંના ઘેરાવાથી સહેજ નાની રાખવામાં આવે છે. ગરમ કરવાથી લોખંડની વાટ વિસ્તરણ (Expansion) પામી સહેજ મોટી થાય છે. આથી લાકડાનાં પૈડાં પર સહેલાઈથી ચડાવી શકાય છે. જ્યારે લોખંડની વાટ પૈડાં પર ચઢાવ્યા બાદ ઠંડી પડી સંકોચાય છે ત્યારે તે સહેજ નાન થાય છે. આથી લાકડાનાં પૈડાં પર બરાબર ફિટ થઈ જાય છે. આ રીતે લાકડાનાં પૈડાં પર લોખંડની વાટ ચડાવવામાં આવે છે.
પ્રશ્ન 6.
આપણા શરીરમાં થતા ફેરફારોનાં ચાર ઉદાહરણ આપો.
ઉત્તરઃ
આપણા શરીરમાં થતા ફેરફારોનાં ચાર ઉદાહરણ નીચે મુજબ છે :
- નખ વધવા
- માથાના વાળ વધવા
- શરીરનું કદ વધવું
- યુવાનનું વૃદ્ધ થવું
પ્રશ્ન 7.
ઘઉંમાંથી શરૂ કરીને રોટલી શેકવાની પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો જણાવો. આ ફેરફાર ઉલટાવી શકાય તેવા છે કે ઉલટાવી ન શકાય તેવા છે તે પણ જણાવો.
ઉત્તરઃ
ઘઉંમાંથી શરૂ કરીને રોટલી શેકવાની પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો – અને તેના પ્રકાર નીચે મુજબ છેઃ
- ઘઉંના દાણામાંથી લોટ બનાવવો – ઉલટાવી ન શકાય તેવો ફેરફાર
- ઘઉંના લોટમાંથી કણક બનાવવી – ઉલટાવી શકાય તેવો ફેરફાર
- કણકમાંથી નાનાં ગોળ ગુલ્લાં બનાવવાં – ઉલટાવી શકાય તેવો ફેરફાર
- ગોળ ગુલ્લામાંથી રોટલી વણવી – ઉલટાવી શકાય તેવો ફેરફાર
- વણેલી રોટલી તવા પર શેકવી – ઉલટાવી ન શકાય તેવો ફેરફાર
પ્રશ્ન 8.
દૂધમાંથી દહીં કેવી રીતે બનાવવામાં આવે છે તે જણાવો.
ઉત્તરઃ
- દૂધને સહેજ ગરમ કરવામાં આવે છે.
- ગરમ દૂધમાં થોડી માત્રામાં દહીં ઉમેરવામાં આવે છે.
- દૂધને ચમચી વડે બરાબર હલાવી દહીં બરાબર મિક્સ કરવામાં આવે છે.
- પછી તેને કેટલાક ક્લાક સુધી હૂંફાળી જગ્યાએ સ્થિર મૂકી રાખવામાં આવે છે.
- કેટલાક કલાકોમાં દૂધનું દહીં બની જાય છે.
પ્રશ્ન 2.
નીચેના ફેરફારોનું ઉલટાવી શકાય તેવા ફેરફાર અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોમાં વર્ગીકરણ કરોઃ
કેરી પાકવી, સ્પ્રિંગને દબાવવી, લાકડાનું સળગવું, દૂધ ફાટી જવું, આઇસક્રીમનું પીગળવું, ફુગ્ગો ફુલાવવો, બલ્બનું પ્રકાશવું, કોલસાનું સળગવું, બાળકનું યુવાન થવું, ડામરને ગરમ કરવો, તુવેરના દાણામાંથી દાળ બનાવવી, ફટકડીને પાણીમાં ઓગાળવી.
ઉત્તરઃ
ઉલટાવી શકાય તેવા ફેરફારોઃ સ્પ્રિંગને દબાવવી, આઇસક્રીમનું પીગળવું, ફુગ્ગો ફુલાવવો, બલ્બનું પ્રકાશવું, ડામરને ગરમ કરવો, ફટકડીને પાણીમાં ઓગાળવી ઉલટાવી ન શકાય તેવા ફેરફારો: કેરી પાકવી, લાકડાનું સળગવું, દૂધ ફાટી જવું, કોલસાનું સળગવું, બાળકનું યુવાન થવું, તુવેરના દાણામાંથી દાળ બનાવવી
પ્રશ્ન 3.
જોડકાં જોડોઃ
વિભાગ “A” |
વિભાગ “B” |
(1) ઘઉંનો લોટ | (a) ઉલટાવી ન શકાય તેવો ફેરફાર |
(2) કુંભાર | (b) કણક |
(3) લોખંડનું કટાવું | (c) ઉલટાવી શકાય તેવો ફેરફાર |
(4) લોખંડનું ગરમ થવું | (d) ચાકડો |
ઉત્તરઃ
(1) → (b), (2) → (d), (3) → (a), (4) → (c).
HOTS પ્રકારના પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
દારૂખાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
A. ઉલટાવી શકાય તેવો
B. ઉલટાવી ન શકાય તેવો
C. ભૌતિક
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તર:
B. ઉલટાવી ન શકાય તેવો
પ્રશ્ન 2.
વીજળીના બલ્બનું પ્રકાશવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
A. ઉલટાવી શકાય તેવો
B. ઉલટાવી ન શકાય તેવો
C. રાસાયણિક
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તર:
A. ઉલટાવી શકાય તેવો
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયો ઉલટાવી શકાય તેવો ફેરફાર છે?
A. લોખંડનું કટાવું
B. લોખંડને ગરમ કરવું
C. વણેલી રોટલીને શેકવી
D. ઘઉને દળી લોટ બનાવવો
ઉત્તર:
B. લોખંડને ગરમ કરવું
પ્રશ્ન 4.
ગરમી આપવાથી થતા ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર હોય તેવું ઉદાહરણ કયું છે?
A. બરફ પીગળી પાણી થવું
B. પાણીમાંથી બાષ્પ બનાવી
C. કોલસાનું સળગવું
D. લોખંડનું વિસ્તરણ થવું
ઉત્તર:
C. કોલસાનું સળગવું
પ્રશ્ન 5.
ફુગ્ગાને ફુલાવવો અને ફુગ્ગાનું ફૂટી જવું એ અનુક્રમે કયા પ્રકારના ફેરફારો છે?
A. બને ઉલટાવી શકાય તેવા
B. ઉલટાવી શકાય તેવો, ઉલટાવી ન શકાય તેવો
C. બંને ઉલટાવી ન શકાય તેવા
D. ઉલટાવી ન શકાય તેવો, ઉલટાવી શકાય તેવો
ઉત્તર:
B. ઉલટાવી શકાય તેવો, ઉલટાવી ન શકાય તેવો