Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ Important Questions and Answers.
GSEB Class 6 Science Important Questions Chapter 7 વનસ્પતિની જાણકારી મેળવીએ
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
કયા છોડને રંગીન અને સુગંધીદાર ફૂલો આવે છે?
A. તુલસી
B. મોગરો
C. ગુલાબ
D. બારમાસી
ઉત્તરઃ
C. ગુલાબ
પ્રશ્ન 2.
નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે?
A. બારમાસી
B પીપળ
C. આસોપાલવ
D. લીંબુડી
ઉત્તરઃ
A. બારમાસી
પ્રશ્ન 3.
નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ નથી?
A. ઘઉં
B. ટામેટી
C. મકાઈ
D. આસોપાલવ
ઉત્તરઃ
D. આસોપાલવ
પ્રશ્ન 4.
નીચેના પૈકી કઈ વનસ્પતિ લુપ છે?
A. લીમડો
B. જાસૂદ
C. મકાઈ
D. આસોપાલવ
ઉત્તરઃ
B. જાસૂદ
પ્રશ્ન 5.
નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે?
A. જામફળી
B. મહેંદી
C. આંબો
D. જાસૂદ
ઉત્તરઃ
C. આંબો
પ્રશ્ન 6.
નારિયેળી કયા પ્રકારની વનસ્પતિ છે?
A. છોડ
B. વૃક્ષ
C. ક્ષુપ
D. વેલો
ઉત્તરઃ
B. વૃક્ષ
પ્રશ્ન 7.
કપાસ કયા પ્રકારની વનસ્પતિ છે?
A. છોડ
B. સુપ
C. વૃક્ષ
D. વેલો
ઉત્તરઃ
A. છોડ
પ્રશ્ન 8.
કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે?
A. છોડ
B વેલો
C. વૃક્ષ
D. સુપ
ઉત્તરઃ
D. સુપ
પ્રશ્ન 9.
કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબું હોય છે?
A. આંબો
B. જાસૂદ
C. વડ
D. એરંડો
ઉત્તરઃ
C. વડ
પ્રશ્ન 10.
વાલ કયા પ્રકારની વનસ્પતિ છે?
A. સુપ
B. વૃક્ષ
C. છોડ
D. વેલો
ઉત્તરઃ
D. વેલો
પ્રશ્ન 11.
કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે?
A. બટાટા
B. ગાજર
C. શક્કરિયું
D. બીટ
ઉત્તરઃ
A. બટાટા
પ્રશ્ન 12.
મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે?
A. છોડ
B. સુપ
C. વેલો
D. વૃક્ષ
ઉત્તરઃ
C. વેલો
પ્રશ્ન 13.
કઈ વનસ્પતિનાં પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે?
A. કેળ
B. આંબો
C. જાસૂદ
D. પીપળો
ઉત્તરઃ
A. કેળ
પ્રશ્ન 14.
કઈ વનસ્પતિનાં પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે?
A. કેળ
B. વડ
C. ઘાસ
D. મકાઈ
ઉત્તરઃ
B. વડ
પ્રશ્ન 15.
કઈ વનસ્પતિ સોટીમૂળ ધરાવે છે?
A. મકાઈ
B. વાંસ
C. લીમડો
D. શેરડી
ઉત્તરઃ
C. લીમડો
પ્રશ્ન 16.
કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે?
A. જુવાર
B જાસૂદ
C. આસોપાલવ
D. લીમડો
ઉત્તરઃ
A. જુવાર
પ્રશ્ન 17.
નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે?
A. બટાટા
B. શક્કરિયું
C. કોબીજ
D. ડુંગળી
ઉત્તરઃ
B. શક્કરિયું
પ્રશ્ન 18.
વનસ્પતિ દ્વારા થતી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી?
A. સૂર્યપ્રકાશ
B. હરિતદ્રવ્ય
C. ઑક્સિજન
D. કાર્બન ડાયોક્સાઈડ
ઉત્તરઃ
C. ઑક્સિજન
પ્રશ્ન 19.
પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે?
A. પુંકેસર
B. સ્ત્રીકેસર
C. દલપત્ર
D. વજપત્ર
ઉત્તરઃ
C. દલપત્ર
પ્રશ્ન 20.
પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે?
A. દલપત્ર
B. વજપત્ર
C. પુંકેસર
D. સ્ત્રીકેસર
ઉત્તરઃ
B. વજપત્ર
પ્રશ્ન 21.
સ્ત્રીકેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે?
A. પરાગાસન
B. પરાગવાહિની
C. બીજાશય
D. પરાગાશય
ઉત્તરઃ
C. બીજાશય
પ્રશ્ન 22.
નીચેના પૈકી પુંકેસરનો ભાગ કયો છે?
A. પરાગાશય
B. પરાગવાહિની
C. પરાગાસન
D. પરાગનલિકા
ઉત્તરઃ
A. પરાગાશય
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
કુમળું અને લીલું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને ……. કહે છે.
ઉત્તરઃ
છોડ
પ્રશ્ન 2.
છોડ કરતાં મોટી અને વૃક્ષ કરતાં નાની ટટ્ટાર પ્રકાંડ ધરાવતી વનસ્પતિને …….. કહે છે.
ઉત્તરઃ
સુપ
પ્રશ્ન 3.
દ્રાક્ષ એ …….. પ્રકારની વનસ્પતિ છે.
ઉત્તરઃ
વેલા
પ્રશ્ન 4.
મહેંદી એ …….. પ્રકારની વનસ્પતિ છે.
ઉત્તરઃ
સુપ
પ્રશ્ન 5.
………….. પ્રકારની વનસ્પતિને નીચેના ભાગથી શાખાઓ શરૂ થાય છે.
ઉત્તરઃ
સુપ
પ્રશ્ન 6.
મૂળે ચૂસેલા પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણને પણ અને વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય ……… કરે છે.
ઉત્તરઃ
પ્રકાંડ
પ્રશ્ન 7.
પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને ………. કહે છે.
ઉત્તરઃ
પર્ણપત્ર
પ્રશ્ન 8.
પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને ……….. કહે છે.
ઉત્તરઃ
હરિતદ્રવ્ય (ક્લૉરોફિલ)
પ્રશ્ન 9.
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં ………. વાયુ મુક્ત કરે છે.
ઉત્તરઃ
ઑક્સિજન
પ્રશ્ન 10.
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં ……… સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે.
ઉત્તરઃ
સ્ટાર્ચ
પ્રશ્ન 11.
ગાજર એ ખોરાકનો સંગ્રહ કરતું ……… છે.
ઉત્તરઃ
મૂળ
પ્રશ્ન 12.
વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ છે.
ઉત્તરઃ
પર્ણ
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ટામેટી કયા પ્રકારની વનસ્પતિ છે?
ઉત્તરઃ
છોડ
પ્રશ્ન 2.
ઘટાદાર વૃક્ષોનાં બે નામ આપો.
ઉત્તરઃ
વડ, પીપળો
પ્રશ્ન 3.
સુપ પ્રકારની વનસ્પતિઓનાં બે નામ આપો.
ઉત્તરઃ
મહેંદી, કરેણ
પ્રશ્ન 4.
પર્ણ પ્રકાંડ સાથે જેના વડે જોડાયેલું છે તે ભાગને શું કહે છે?
ઉત્તરઃ
પર્ણદંડ
પ્રશ્ન 5.
નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી, તેથી જમીન પર ફેલાય છે તેને શું કહે છે?
ઉત્તરઃ
ભૂપ્રસારી
પ્રશ્ન 6.
શું બધાં જ પર્ણને પર્ણદંડ હોય છે?
ઉત્તરઃ
ના
પ્રશ્ન 7.
વનસ્પતિ પર્ણો દ્વારા પાણી ગુમાવે છે તે ક્રિયાને શું કહે છે?
ઉત્તરઃ
બાષ્પોત્સર્જન
પ્રશ્ન 8.
પર્ણમાં શિરાઓની ગોઠવણી(કે ભાત)ને શું કહે છે?
ઉત્તરઃ
શિરાવિન્યાસ
પ્રશ્ન 9.
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના ક્યા વાયુનો ઉપયોગ કરે છે?
ઉત્તરઃ
કાર્બન ડાયૉક્સાઈડ
પ્રશ્ન 10.
વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે?
ઉત્તરઃ
મૂળ
પ્રશ્ન 11.
ઘાસના પર્ણમાં ક્યા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે?
ઉત્તરઃ
સમાંતર શિરાવિન્યાસ
પ્રશ્ન 12.
વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે?
ઉત્તરઃ
જાલાકાર શિરાવિન્યાસ
પ્રશ્ન 13.
વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે, તે વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે?
ઉત્તરઃ
બાષ્પોત્સર્જન
પ્રશ્ન 14.
પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને શું કહે છે?
ઉત્તરઃ
વજપત્ર
પ્રશ્ન 15.
બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તેને શું કહે છે?
ઉત્તરઃ
અંડક (બીજાંડ)
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
પ્રશ્ન 1.
મૂળો અને ગાજર ખોરાકનો સંગ્રહ કરતાં મૂળ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
કેટલીક વનસ્પતિના પ્રકાંડ અને પર્ણ પણ ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
ઊંચાઈની બાબતમાં સુપ એ છોડ અને વૃક્ષની વચ્ચેની કક્ષાની વનસ્પતિ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
સુપને ખૂબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
પ્રકાંડ જમીનમાંથી પાણી અને ક્ષારોનું દ્રાવણ શોષવાનું કાર્ય કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
પરાગાસન એ સ્ત્રીકેસરનો એક ભાગ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
પરાગાશય એ સ્ત્રીકેસરનો એક ભાગ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
કોળાનું પ્રકાંડ જમીન પર ફેલાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
ગલગોટો અને સૂર્યમુખીનાં પુષ્પો એકલિંગી પુષ્પો છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
મૂળ વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું કાર્ય કરે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 12.
બધી વનસ્પતિને રંગીન પુષ્પો હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
છોડ કોને કહેવાય?
ઉત્તરઃ
ઓછી ઊંચાઈ ધરાવતી અને લીલું તેમજ કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહેવાય.
પ્રશ્ન 2.
છોડનું પ્રકાંડ કેવું હોય છે?
ઉત્તરઃ
છોડનું પ્રકાંડ લીલું, પાતળું, કૂમળું અને ઓછી શાખાઓ ધરાવતું હોય છે.
પ્રશ્ન ૩.
સુપનું પ્રકાંડ કેવું હોય છે?
ઉત્તરઃ
સુપનું પ્રકાંડ પ્રમાણમાં મજબૂત પરંતુ બહુ જાડું હોતું નથી.
પ્રશ્ન 4.
વૃક્ષનું પ્રકાંડ કેવું હોય છે?
ઉત્તરઃ
વૃક્ષનું પ્રકાંડ ઘણું મજબૂત, જાડું અને બદામી રંગનું હોય છે.
પ્રશ્ન 5.
વનસ્પતિના મુખ્ય ભાગો કયા કયા છે?
ઉત્તરઃ
વનસ્પતિના મુખ્ય ભાગો મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ છે.
પ્રશ્ન 6.
પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક ઘટકો કયા કયા છે?
ઉત્તરઃ
પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક ઘટકો સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય (ક્લૉરોફિલ), પાણી અને કાર્બન ડાયોક્સાઈડ છે.
પ્રશ્ન 7.
વેલા કોને કહે છે?
ઉત્તરઃ
જે વનસ્પતિનાં પ્રકાંડ નબળાં, ટ્ટાર ન રહી શકે તેવાં હોય અને આધારને વીંટળાઈ આરોહણ કરતાં હોય તેને વેલા કહે છે.
પ્રશ્ન 8.
વેલા પ્રકારની વનસ્પતિનાં ચાર નામ આપો.
ઉત્તરઃ
વાલ, વટાણા, કારેલાં, ગિલોડા અને દ્રાક્ષ એ વેલા પ્રકારની વનસ્પતિઓ છે.
પ્રશ્ન 9.
મૂળના બે પ્રકાર જણાવો.
ઉત્તરઃ
મૂળના બે પ્રકારઃ
- સોટીમૂળ અને
- તંતુમૂળ.
પ્રશ્ન 10.
કયા પ્રકારનું મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી?
ઉત્તરઃ
સોટીમૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી.
પ્રશ્ન 11.
કયા પ્રકારનું મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાં ઊંડાં મૂળ હોતાં નથી?
ઉત્તરઃ
તંતુમૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાં ઊંડાં મૂળ હોતાં નથી.
પ્રશ્ન 12.
કઈ કઈ વનસ્પતિઓમાં સોટીમૂળ જોવા મળે છે?
ઉત્તરઃ
મગ, ચણા, તુવેર, વટાણા, આંબો, લીમડો, વડ વગેરે વનસ્પતિઓમાં સોટીમૂળ જોવા મળે છે.
પ્રશ્ન 13.
કઈ કઈ વનસ્પતિઓમાં તંતુમૂળ જોવા મળે છે?
ઉત્તરઃ
ઘઉં, બાજરી, જુવાર, ડાંગર, શેરડી, વાંસ, નારિયેળી વગેરે વસ્પતિઓમાં તંતુમૂળ જોવા મળે છે.
પ્રશ્ન 14.
કઈ કઈ વનસ્પતિઓનાં પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે?
ઉત્તરઃ
પીપળો, વડ, લીમડો, આંબો, આસોપાલવ, જાસૂદ વગેરે વનસ્પતિઓનાં પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
પ્રશ્ન 15.
કઈ કઈ વનસ્પતિઓનાં પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?
ઉત્તરઃ
ઘઉં, બાજરી, મકાઈ, કેળ, ઘાસ (પૂર્વ), ધરો (ઘટોડી) વગેરે વનસ્પતિઓનાં પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે.
પ્રશ્ન 16.
સ્ત્રીકેસરના ભાગોનાં નામ આપો.
ઉત્તર:
સ્ત્રીકેસરના ત્રણ ભાગો પરાગાસન, પરાગવાહિની અને બીજાશય છે.
પ્રશ્ન 17.
પુંકેસરના ભાગોનાં નામ જણાવો.
ઉત્તરઃ
પુંકેસરના બે ભાગો પરાગાશય અને તંતુ છે.
પ્રશ્ન 18.
સંયુક્ત પુષ્પો ધરાવતી વનસ્પતિનાં બે નામ આપો.
ઉત્તર:
ગલગોટા (હજારીગલ) અને સૂર્યમુખી વનસ્પતિનાં પુષ્પો સંયુક્ત પુષ્પો છે.
પ્રશ્ન 19.
પુષ્પના કયા ભાગોને નર અંગ અને માદા અંગ કહે છે?
ઉત્તરઃ
પુષ્પના પુંકેસરને નર અંગ અને સ્ત્રીકેસરને માદા અંગ કહે છે.
પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ
પ્રશ્ન 1.
મૂળ
ઉત્તરઃ
મૂળઃ સામાન્ય રીતે વનસ્પતિના જમીનની અંદર રહેતા અને જમીનમાં જ વૃદ્ધિ પામતા ભાગને મૂળ કહે છે.
પ્રશ્ન 2.
પ્રકાંડ
ઉત્તરઃ
પ્રકાંડઃ પ્રરોહની મુખ્ય ધરીને પ્રકાંડ કહે છે.
પ્રશ્ન 3.
સુપ
ઉત્તરઃ
ક્ષુપ જે વનસ્પતિનું પ્રકાંડ મજબૂત હોય, પરંતુ બહુ જાડું ન હોય તથા તેની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય તેવી વનસ્પતિને સુપ કહે છે.
પ્રશ્ન 4.
ભૂપ્રસારી
ઉત્તરઃ
ભૂપ્રસારીઃ નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી અને જમીન પર પથરાય છે તેને ભૂપ્રસારી કહે છે.
પ્રશ્ન 5.
પ્રકાશસંશ્લેષણ
ઉત્તરઃ
પ્રકાશસંશ્લેષણઃ વનસ્પતિનાં લીલાં પણ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઈડ વાયુનો અને મૂળ શોધેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને પ્રકાશસંશ્લેષણ કહે છે.
પ્રશ્ન 6.
બાષ્પોત્સર્જન
ઉત્તરઃ
બાષ્પોત્સર્જનઃ વનસ્પતિ પર્ણમાં આવેલાં પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં બહાર કાઢે છે. આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે.
પ્રશ્ન 7.
સોટીમૂળ
ઉત્તરઃ
સોટીમૂળઃ વનસ્પતિના જે મૂળની રચનામાં એક મુખ્ય જાડું મૂળ અને તેના પર ઘણાં ઉપમૂળ જોવા મળે તેને સોટીમૂળ કહે છે.
પ્રશ્ન 8.
તંતુમૂળ
ઉત્તરઃ
તંતુમૂળઃ વનસ્પતિના જે મૂળની રચનામાં મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી ઘણાં બધાં પાતળાં તંતુઓ જેવાં મૂળ ઉદ્ભવેલાં જોવા મળે તેને તંતુમૂળ કહે છે.
પ્રશ્ન 9.
સમાંતર શિરાવિન્યાસ
ઉત્તરઃ
સમાંતર શિરાવિન્યાસઃ પર્ણમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય, તો આવા શિરાવિન્યાસને સમાંતર શિરાવિન્યાસ કહે છે.
પ્રશ્ન 10.
જાલાકાર શિરાવિન્યાસ
ઉત્તરઃ
જાલાકાર શિરાવિન્યાસઃ પર્ણમાં શિરાઓ જાલાકાર (જાળી જેવી) ગોઠવાયેલી હોય, તો આવા શિરાવિન્યાસને જાલાકાર શિરાવિન્યાસ કહે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગો દર્શાવો.
ઉત્તર:
પ્રશ્ન 2.
પર્ણની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો. દરેક વિશે ટૂંકમાં લખો.
ઉત્તરઃ
પર્ણના મુખ્ય બે ભાગ છે :
1. પર્ણદંડ
2. પર્ણપત્ર
1. પર્ણદંડ: પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે.
2. પર્ણપત્ર: પર્ણના લીલા અને મધ્યશિરાપહોળા ભાગને પર્ણપત્ર કહે છે. તે પર્ણનો શિરાઓ મુખ્ય ભાગ છે.
આ ઉપરાંત પર્ણની ઉપરની નસો જેવી રેખાઓને શિરા કહે છે. પર્ણની મધ્યમાં આવેલી જાડી શિરાને મધ્યશિરા કહે છે.
પ્રશ્ન ૩.
પ્રકાંડનાં સામાન્ય કાર્યો જણાવો.
ઉત્તર:
પ્રકાંડનાં સામાન્ય કાર્યો નીચે મુજબ છે :
- તે વનસ્પતિને ટટ્ટાર રહેવા માટે આધાર આપે છે.
- તે પણને સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ફેલાવે છે.
- તે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને ખનીજ ક્ષારોનું પ્રકાંડની શાખાઓઅને પર્ણો તરફ વહન કરે છે.
- તે પર્ણ દ્વારા તૈયાર થયેલા ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે.
પ્રશ્ન 4.
પર્ણનાં સામાન્ય કાર્યો જણાવો.
ઉત્તરઃ
પર્ણનાં સામાન્ય કાર્યો નીચે મુજબ છે :
- તે શ્વસનક્રિયા કરે છે.
- તે બાષ્પોત્સર્જનની ક્રિયા કરી વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે.
- તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે.
પ્રશ્ન 5.
મૂળનાં સામાન્ય કાર્યો જણાવો.
ઉત્તરઃ
મૂળનાં સામાન્ય કાર્યો નીચે મુજબ છેઃ
- તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે.
- તે જમીનમાં રહેલા પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે.
પ્રશ્ન 6.
વનસ્પતિમાં પર્ણનો રંગ શા માટે લીલો હોય છે?
ઉત્તરઃ
વનસ્પતિમાં પર્ણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે અને સ્ટાર્થરૂપે ખોરાક બનાવે છે. પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે જરૂરી હરિતદ્રવ્ય (ક્લોરોફિલ) પર્ણમાં હોય છે. હરિતદ્રવ્યનો રંગ લીલો હોય છે. આથી પર્ણનો રંગ લીલો હોય છે.
પ્રશ્ન 7.
પ્રકાંડ એ કેવી રીતે દ્વિમાર્ગી રસ્તો કહેવાય? સમજાવો.
ઉત્તર:
પ્રકાંડ મૂળે ચૂસેલા પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણને પર્ણ અને અન્ય ભાગોમાં ઉપર તરફ પહોંચાડે છે. વળી પણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા વડે જે સ્ટારૂપે ખોરાક બનાવે છે તેને પ્રકાંડ નીચે મૂળ તરફ પણ પહોંચાડે છે. આમ, પ્રકાંડમાંથી ઉપર તરફ અને નીચેની તરફ પદાર્થોનું વહન થાય છે. તેથી પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તા તરીકે વર્તે છે.
પ્રશ્ન 8.
પુંકેસરની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો. દરેક ભાગ વિશે ટૂંકમાં લખો.
ઉત્તરઃ
પુંકેસર તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. પુષ્પને એક કરતાં વધારે પુંકેસર હોય છે. તે દલપત્ર(ફૂલમણિીની અંદરની બાજુએ આવેલો ભાગ છે. તેના મુખ્ય બે ભાગ છેઃ
- પરાગાશય
- તંતુ.
પુંકેસરની ટોચ પર આવેલા કોથળી જેવા ભાગને પરાગાશય કહે છે. પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. પુંકેસરના દાંડી જેવા ભાગને તંતુ કહે છે.
પ્રશ્ન 9.
સ્ત્રીકેસરની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો. દરેક ભાગ વિશે ટૂંકમાં લખો.
ઉત્તરઃ
સ્ત્રીકેસર : તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તે દલપત્રની અંદરની બાજુએ આવેલું હોય છે. સ્ત્રીકેસરના મુખ્ય ત્રણ ભાગ છેઃ
- પરાગાસન
- પરાગવાહિની
- બીજાશય.
સ્ત્રીકેસરની ઉપરની ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે. પરાગાસનની નીચે આવેલી નળી જેવી રચનાને પરાગવાહિની કહે છે. સ્ત્રીકેસરના સૌથી નીચેના શંકુ આકારના ફૂલેલા ભાગને બીજાશય કહે છે. બીજાશયમાં મણકા જેવા નાના દાણા જેવા ભાગ જોવા મળે છે તેને અંડક (બીજાંડ) કહે છે.
પ્રશ્ન 10.
બીજાશયની રચના સમજાવો.
ઉત્તર:
બીજાશય એ સ્ત્રીકેસરનો નીચેનો ફૂલેલો ભાગ છે. તે સ્ત્રીકેસરનો અગત્યનો ભાગ છે. બીજાશયનો ઊભો અને આડો છેદ લેતાં તેમાં મણકા જેવી રચના દેખાય છે. તેને અંડક કહે છે.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
દૂધીના પ્રકાંડમાંથી પાતળી દોરી જેવી રચનાઓ નીકળે છે.
ઉત્તરઃ
- દૂધીનું પ્રકાંડ નબળું હોય છે.
- આ પ્રકાંડ કોઈ આધારને – વીંટળાઈ વૃદ્ધિ પામે છે.
- આ માટે દૂધીના પ્રકાંડમાંથી પાતળી દોરી જેવી ગૂંચળાદાર રચનાઓ નીકળે છે.
પ્રશ્ન 2.
ભરબપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે.
ઉત્તરઃ
- ઘટાદાર વૃક્ષ નીચે આપણને સૂર્યનો તડકો લાગતો નથી.
- વળી વૃક્ષનાં પર્ણો તેમની સપાટી પર આવેલાં છિદ્રોમાંથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં ઠાલવે છે.
- પરિણામે આસપાસનું વાતાવરણ ઠંડું રહે છે. તેથી ભરબપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે.
પ્રશ્ન 3.
પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે.
ઉત્તર:
- વનસ્પતિ તેના પર્ણમાં રહેલા હરિતદ્રવ્ય(ક્લૉરોફિલ)ની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંના કાર્બન ડાયૉક્સાઈડનો અને મૂળ શોધેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે.
- આમ, વનસ્પતિની ખોરાક તૈયાર કરવાની ક્રિયા પર્ણમાં થાય છે. આથી પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે.
પ્રશ્ન 4.
વનસ્પતિનાં મૂળમાં પાણી આપવાથી તેના દરેક અંગને પાણી પહોંચે છે.
ઉત્તરઃ
- વનસ્પતિનાં મૂળમાં પાણી આપવાથી મૂળ પાણીનું શોષણ કરી પ્રકાંડ તરફ મોકલે છે.
- પ્રકાંડમાં આવેલી સાંકડી નલિકાઓ (જલવાહિનીઓ) દ્વારા આ પાણી પર્ણો તરફ જાય છે. આથી વનસ્પતિનાં મૂળમાં પાણી આપવાથી ૧ તેના દરેક અંગને પાણી પહોંચે છે.
પ્રશ્ન 5.
કેટલાંક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે.
ઉત્તરઃ
- રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે.
- કીટકો પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ તેમના શરીરને ચોટે છે.
- કટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ બીજા પુષ્પના સ્ત્રીકેસર પર પડે છે. આમ, કીટકો દ્વારા પરાગનયન થાય છે. કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે.
પ્રશ્ન ૩.
તફાવત આપોઃ
(1) મૂળ અને પ્રકાંડ
(2) છોડ અને સુપ
(૩) સોટીમૂળ અને તંતુમૂળ
(4) જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ
(5) દલપત્ર અને વજપત્ર
(6) યુકેસર અને સ્ત્રીકેસર
ઉત્તરઃ
(1) મૂળ |
પ્રકાંડ |
1. તે સામાન્ય રીતે જમીનની અંદર વૃદ્ધિ પામે છે. | 1. તે સામાન્ય રીતે જમીનની બહાર વૃદ્ધિ પામે છે. |
2. તે જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે. | 2. તે મૂળે ચૂસેલા પાણી અને ખનીજ ક્ષારોનું પર્ણ તરફ વહન કરાવે છે. |
(2) છોડ |
ક્ષુપ |
1. તેની ઊંચાઈ સુપ કરતાં ઓછી હોય છે. | 1. તેની ઊંચાઈ છોડ કરતાં વધુ અને વૃક્ષ કરતાં ઓછી હોય છે. |
2. તેનું પ્રકાંડ લીલું, કૂમળું અને પાતળું હોય છે. | 2. તેનું પ્રકાંડ છોડ કરતાં જાડું, મજબૂત અને વધારે શાખાઓવાળું હોય છે. |
3. તેનું આયુષ્ય ઓછું હોય છે. | ૩. તેનું આયુષ્ય છોડ કરતાં વધુ અને વૃક્ષ કરતાં ઓછું હોય છે. |
(૩) સોટીમૂળ |
તંતુમૂળ |
1. તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે. | 1. તેમાં મુખ્ય મૂળ હોતું નથી. તેને ઘણા તંતુઓ જેવા નાનાં મૂળ હોય છે. |
2. તે જમીનમાં ખૂબ ઊંડે ઊતરે છે. | 2. તે જમીનમાં ખૂબ ઊંડા જતાં નથી. |
3. આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી. | 3. આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પત્મિ જમીનમાંથી ઉખેડી શકાય છે. |
4. દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારનાં મૂળ મૂળ હોય છે. | 4. એકદળી વનસ્પતિમાં આ પ્રકારનાં હોય છે. |
(4) જાલાકાર શિરાવિન્યાસ | સમાંતર શિરાવિન્યાસ |
1. તેમાં પર્ણની શિરાઓ જાલાકાર ગોઠવાયેલી હોય છે. | 1. તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. |
2. પર્ણને ચીરતાં તે આડુંઅવળું (વાંકુંચૂકું) ચીરાય છે. | 2. પર્ણને ચીરતાં તે સીધું ચીરાય છે. |
3. સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને જાલાકાર શિરાવિન્યાસ હોય છે. | 3. સામાન્ય રીતે એકદળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે. |
(5) દલપત્ર |
વજપત્ર |
1. તે સામાન્ય રીતે વિવિધ રંગનું હોય છે. | 1. તે લીલા રંગનું હોય છે. |
2. તે પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે. | 2. તે કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. |
3. તે વજીપત્રની અંદરની બાજુએ ઉપર હોય છે. | 3. તે દલપત્રની બહારની બાજુએ નીચે હોય છે. |
(6) પંકેસર |
સ્ત્રીકેસર |
1. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. | 1. તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. |
2. તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. | 2. તેના બીજાશયમાં અંડક (બીજાંડ) ઉત્પન્ન થાય છે. |
3. તેના મુખ્ય ભાગ પરાગાશય અને તંતુ છે. | 3. તેના મુખ્ય ભાગ પરાગાસન, પરાગવાહિની અને બીજાશય છે. |
પ્રશ્ન 4.
વર્ગીકરણ કરો:
પ્રશ્ન 1.
નીચેની વનસ્પતિઓનું છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકરણ કરો:
લીમડો, તુલસી, જાસૂદ, જામફળી, વડ, બારમાસી, મકાઈ, આંબો, કરેણ, ગુલાબ, મહેંદી, આસોપાલવ, ઘડમડી, ગલગોટો, સીતાફળ, બાજરી, બાવળ, પીપળો.
ઉત્તરઃ
છોડ તુલસી, બારમાસી, મકાઈ, ગુલાબ, ગલગોટો, બાજરી.
શુપ: જાસૂદ, જામફળી, કરેણ, મહેંદી, દાડમડી, સીતાફળ.
વૃક્ષ: લીમડો, વડ, આંબો, આસોપાલવ, બાવળ, પીપળો.
પ્રશ્ન 2.
નીચેની વનસ્પતિઓનાં મૂળના પ્રકાર અનુસાર સોટીમૂળ અને તંતુમૂળમાં વર્ગીકરણ કરોઃ
આંબો, ઘઉં, બારમાસી, મકાઈ, તુલસી, વડ, વાંસ, લીમડો, શેરડી, નારિયેળી, જાસૂદ, જુવાર.
ઉત્તરઃ
સોટીમૂળઃ આંબો, બારમાસી, તુલસી, વડ, લીમડો, જાસૂદ.
તંતુમૂળઃ ઘઉં, મકાઈ, વાંસ, શેરડી, નારિયેળી, જુવાર.
પ્રશ્ન ૩.
નીચેની વનસ્પતિઓનાં પર્ણમાં શિરાઓની ગોઠવણી અનુસાર સમાંતર શિસવિન્યાસ અને જાલાકાર શિરાવિન્યાસમાં વર્ગીકરણ કરો:
ઘઉં, તુલસી, કેળ, જાસૂદ, શેરડી, વડ, મકાઈ, લીમડો, વાંસ, ઘાસ, આંબો, પીપળો.
ઉત્તરઃ
સમાંતર શિરાવિન્યાસઃ ઘઉં, કેળ, શેરડી, મકાઈ, વાંસ, ઘાસ.
જાલાકાર શિરાવિન્યાસઃ તુલસી, જાસૂદ, વડ, લીમડો, આંબો, પીપળો.
પ્રશ્ન 5.
જોડકાં જોડોઃ
વિભાગ “A” |
વિભાગ “B” |
(1) વજપત્ર | (a) કીટકોને આકર્ષે છે. |
(2) દલપત્ર | (b) બીજાશયમાં અંડક ઉત્પન્ન કરે છે. |
(3) પુંકેસર | (c) પુષ્યનું કળી અવસ્થામાં રક્ષણ કરે છે. |
(4) સ્ત્રીકેસર | (d) પરાગરજ ઉત્પન્ન કરે છે. |
(e) ફળ ઉત્પન્ન કરે છે. |
ઉત્તર:
(1) → (c), (2) → (a), (3) → (d), (4) → (b).
(C) વિસ્તૃત પ્રશ્નો:
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ઊંચાઈની દષ્ટિએ વનસ્પતિના પ્રકારો સમજાવો.
ઉત્તરઃ
ઊંચાઈની દષ્ટિએ વનસ્પતિના મુખ્ય ત્રણ પ્રકાર છે:
1. છોડ
2. સુપ
3. વૃક્ષ
1. છોડઃ જે વનસ્પતિનું પ્રકાંડ લીલું અને કુમળું હોય તેને છોડ કહે છે. તે સામાન્ય રીતે નાના અને ઓછી ઊંચાઈના હોય છે. તેને વધારે શાખાઓ હોતી નથી. ઉદા., તુલસી, બારમાસી, ઘઉં, બાજરી, મકાઈ વગેરે.
2. સુપઃ તે છોડ કરતાં ઊંચા અને વૃક્ષ કરતાં નાના હોય છે. તેના પ્રકાંડની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે. તેનું પ્રકાંડ બદામી રંગનું હોય છે. પ્રકાંડ મજબૂત હોય છે, પરંતુ બહુ જાડું હોતું નથી. આવી વનસ્પતિને સુપ કહે છે. ઉદા., જાસૂદ, મહેંદી, કરેણ, લીંબુડી, દાડમડી વગેરે.
3. વૃક્ષ તે છોડ અને ક્ષુપ કરતાં વધુ ઊંચાઈનાં હોય છે. કેટલીક વનસ્પતિ ઘણી ઊંચી હોય છે. તેને જાડાં, ભૂખરાં અને વધુ મજબૂત પ્રકાંડ હોય છે. પ્રકાંડને જમીનથી ઘણા ઊંચે, ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે. આવી વનસ્પતિને વૃક્ષ કહે છે. ઉદા., વડ, પીપળો, લીમડો, બાવળ, આંબો, આસોપાલવ, નારિયેળી વગેરે.
પ્રશ્ન 2.
મૂળના પ્રકાર જણાવો. આકૃતિ દોરી દરેક વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તરઃ
મૂળના બે પ્રકાર છે :
1. સોટીમૂળ
2. તંતુમૂળ
1. સોટીમૂળઃ તેમાં એક મુખ્ય જાડું મૂળ અને તેના પર ઉપમૂળ જોવા મળે છે તેને સોટીમૂળ કહે છે. ઉપમૂળને પાર્થમૂળ કહે છે.
દ્વિદળી વનસ્પતિ જેવી કે તુવેર, મગ, વાલ, વટાણા તથા આંબો, લીમડો, વડ, પીપળો વગેરેમાં સોટીમૂળ હોય છે.
2. તંતુમૂળઃ તેમાં મુખ્ય મૂળ હોતું નથી. પરંતુ એક જગ્યાએથી ઘણાં બધાં પાતળાં તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલાં હોય છે તેને તંતુમૂળ કહે છે. એકદળી વનસ્પતિ જેવી કે ઘઉં, બાજરી, ડાંગર, મકાઈ તથા શેરડી, વાંસ, નાળિયેરી વગેરેમાં તંતુમૂળ જોવા મળે છે.
પ્રશ્ન 3.
પર્ણનો શિરાવિન્યાસ એટલે શું? તેના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં લખો.
ઉત્તરઃ
પર્ણની શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને પર્ણનો શિરાવિન્યાસ કહે છે.
શિરાવિન્યાસના બે પ્રકાર જોવા મળે છે:
1. સમાંતર શિરાવિન્યાસ
2. જાલાકાર શિરાવિન્યાસ.
1. સમાંતર શિરાવિન્યાસ :
પર્ણમાં શિરાઓ એકબીજાને સમાંતર ની ગોઠવાયેલી હોય, તો તેને સમાંતર શિરાવિન્યાસ કહે છે. ઘઉં, બાજરી, મકાઈ, કેળ, શેરડી, વાંસ અને ઘાસ જેવી એકદળી વનસ્પતિનાં પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે.
2. જાલાકાર શિરાવિન્યાસઃ
પર્ણમાં શિરાઓની ગોઠવણી મધ્યશિરાની બંને બાજુ જાળ સ્વરૂપે હોય, તો તેને જાલાકાર શિરાવિન્યાસ કહે છે. તુવેર, મગ, ચણા, વાલ, વટાણા, તુલસી, જાસૂદ, વડ, પીપળો, લીમડો અને આંબા જેવી દ્વિદળી વનસ્પતિનાં પણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
[આકૃતિ 7.10: જાલાકાર શિરાવિન્યાસ].
પ્રશ્ન 4.
ધતૂરાના પુષ્પની નામનિર્દેશવાળી આકૃતિ દોરી તેના ભાગો જણાવો. દરેક વિશે ટૂંકમાં લખો.
ઉત્તરઃ
પુષ્પના વિવિધ ભાગો અને દરેક વિશેની માહિતી નીચે મુજબ છે :
- વજપત્રઃ પુષ્પની બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને વજપત્ર કહે છે. વજપત્રો ભેગા મળીને વજચક્ર બને છે. તે પુષ્પનો લીલા રંગનો ભાગ છે.
કાર્ય: તે કળી અવસ્થામાં પુષ્પના અંદરના ભાગોનું રક્ષણ કરે છે. - દલપત્ર (ફૂલમણિ કે પુષ્પમણિ): વજપત્રોની અંદરના ભાગે પુષ્પાસન પર ચક્રાકારે ગોઠવાયેલી પાંદડીઓના સમૂહને દલપત્ર (ફૂલમણિ) કહે છે. તે રંગીન, આકર્ષક અને સુવાસિત હોય છે.
કાર્ય: તે કીટકોને પોતાના તરફ આકર્ષ પરાગનયન કરાવવાનું કાર્ય કરે છે. - પુંકેસર: તે દલપત્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે. તે પુષ્પનું નર પ્રજનન અંગ છે.
કાર્યઃ પુંકેસર તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન કરે છે. - સ્ત્રીકેસર તે દલપત્રની અંદરની બાજુએ આવેલો ભાગ છે. તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે.
કાર્ય: તે ફલનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.
પ્રશ્ન 2.
નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો:
પ્રશ્ન 1.
વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર:
હેતુઃ વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરવું.
સાધનો: કુમળો છોડ, કાચનો પ્યાલો, બ્લેડ.
પદાર્થો: પાણી, લાલ શાહી.
આકૃતિ:
પદ્ધતિઃ
- કાચના પ્યાલામાં \(\frac{1}{3}\) (ત્રીજો ભાગ) ભાગનું પાણી લો.
- પાણીમાં થોડાક ટીપાં લાલ શાહી ઉમેરી પાણીને લાલ રંગનું બનાવો.
- છોડના પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપી લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો.
- બીજા દિવસે છોડના ભાગોનું અવલોકન કરો. અવલોકન છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે. નિર્ણયઃ વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે.
પ્રશ્ન 2.
વનસ્પતિનાં પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
ઉત્તરઃ
હેતુઃ વનસ્પતિનાં પણ બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે તે સાબિત કરવું.
સાધનો: કૂંડામાં ઉગાડેલો છોડ, પૉલિથીનની પારદર્શક કોથળી, દોરી.
આકૃતિ:
[આકૃતિ 7.13: પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે.]
પદ્ધતિઃ
- કૂંડામાં ઉગાડેલો એક છોડ લો.
- આ છોડની એક ડાળીને પર્ણસહિત પૉલિથીનની પારદર્શક કોથળી વડે ઢાંકીને તેનું મુખ દોરી વડે બંધ કરો.
- હવે છોડના કૂંડાને સૂર્યપ્રકાશમાં મૂકો.
- થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જુઓ.
અવલોકન: પૉલિથીનની કોથળીના અંદરના ભાગમાં પાણીનાં ટીપાં જોવા મળે છે.
નિર્ણય: વનસ્પતિનાં પણ બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે.
પ્રશ્ન 3.
વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો.
ઉત્તર:
હેતુઃ વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે છે તે દર્શાવવું.
સાધનો: સફેદ ફૂલવાળો મૂળ સહિતનો કુમળો છોડ (બારમાસી), બીકર.
પદાર્થો: લાલ શાહી, પાણી.
આકૃતિ:
[આકૃતિ 7.14: મૂળ દ્વારા પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ].
પદ્ધતિઃ
- સફેદ ફૂલ આવતાં હોય તેવો મૂળ સહિતનો કુમળો બારમાસીનો છોડ લો.
- મૂળને ચોટેલી માટી પાણી વડે ધોઈ નાખો.
- એક બકરમાં પાણી લઈને તેમાં લાલ શાહીનાં થોડાં ટીપાં ઉમેરી પાણી રંગીન બનાવો.
- હવે આ બીકરમાં મૂળ ડૂબેલાં રહે તેમ તે છોડને મૂકો. બીજા દિવસે છોડમાં થયેલા ફેરફાર નોંધો.
અવલોકન: છોડના પ્રકાંડ, પણ અને ફૂલ લાલ રંગનાં જોવા મળે છે.
નિર્ણય: વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી પાણી અને ખનીજ ક્ષારોના દ્રાવણનું શોષણ કરે છે.
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
કઈ વનસ્પતિને તેના મૂળ સાથે સહેલાઈથી ઉખેડી શકાય છે?
A. તુલસી
B. જાસૂદ
C. બાજરી
D. કરણ
ઉત્તરઃ
C. બાજરી
પ્રશ્ન 2.
નીચેના પૈકી કઈ વેલા પ્રકારની વનસ્પતિ છે?
A. મગફળી
B. વાલ
C. ટામેટી
D. રીંગણી
ઉત્તરઃ
B. વાલ
પ્રશ્ન 3.
નીચેની વનસ્પતિને અનુક્રમે કયા પ્રકારના મૂળ અને તેના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હશે?
A. તંતુમૂળ, સમાંતર શિરાવિન્યાસ
B. તંતુમૂળ, જાલાકાર શિરાવિન્યાસ
C. સોટીમૂળ, સમાંતર શિરાવિન્યાસ
D. સોટીમૂળ, જાલાકાર શિરાવિન્યાસ
ઉત્તરઃ
D. સોટીમૂળ, જાલાકાર શિરાવિન્યાસ
પ્રશ્ન 4.
નીચે પુષ્પની આકૃતિ દર્શાવી છે. તેમાં તીર વડે દર્શાવેલ a, b અને c ભાગ અનુક્રમે શું દર્શાવે છે?
A. બીજાશય, પરાગાસન, દલપત્ર
B. પુંકેસર, પરાગનલિકા, વજપત્ર
C. બીજાશય, પરાગાશય, દલપત્ર
D. પરાગાસન, પરાગાશય, વજપત્ર
ઉત્તરઃ
C. બીજાશય, પરાગાશય, દલપત્ર
પ્રશ્ન 5.
કેવા પ્રકારનાં પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?
A. સીધાં ચીરાઈ શકતાં પણમાં
B. આડાંઅવળાં ચીરાઈ શકતાં પર્ણોમાં
C. દ્વિદળી બીજ ધરાવતી વનસ્પતિનાં પર્ણોમાં
D. સોટીમૂળ ધરાવતી વનસ્પતિનાં પર્ણોમાં
ઉત્તરઃ
A. સીધાં ચીરાઈ શકતાં પણમાં