Processing math: 100%

GSEB Class 7 Maths Notes Chapter 8 રાશિઓની તુલના

This GSEB Class 7 Maths Notes Chapter 8 રાશિઓની તુલના covers all the important topics and concepts as mentioned in the chapter.

રાશિઓની તુલના Class 7 GSEB Notes

→ ગુણોત્તર વડે જુદી જુદી બાબતની સરખામણી કરી શકાય.

→ જો બે અપૂર્ણાકો સરખા હોય, તો તેમના ગુણોત્તર સમાન હોય.

→ એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે, તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય.

→ ગુણોત્તર માટે બંને માપના એકમો સરખા હોવા જોઈએ.

GSEB Class 7 Maths Notes Chapter 8 રાશિઓની તુલના

→ ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ.

→ ગુણોત્તરને GSEB Class 7 Maths Notes Chapter 8 રાશિઓની તુલના 1 સ્વરૂપે કે અંશ છેદ સ્વરૂપે દર્શાવાય છે.

→ ગુણોત્તર હંમેશાં અતિસંક્ષિપ્ત રૂપમાં જ દર્શાવાય છે.

→ ગુણોત્તર એ એક સંમેય સંખ્યા છે જેને એકમ નથી.

→ જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય, તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. પ્રમાણ દર્શાવવા : : સંકેત વપરાય છે.

→ પ્રમાણ એ બે ગુણોત્તરો વચ્ચેનો સંબંધ દર્શાવે છે.

→ પ્રમાણમાં કુલ ચાર પદ હોય છે.

→ જો ચાર સંખ્યાઓ પ્રમાણમાં હોય, તો પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર એ બીજી અને ત્રીજી સંખ્યાના ગુણાકાર કેટલો હોય છે.

→ અપૂર્ણાકનું ટકામાં રૂપાંતર કરવા માટે અપૂર્ણાંકને 100 વડે ગુણવામાં આવે છે.

→ ટકાનું અપૂર્ણાંકમાં રૂપાંતર કરવા માટે ટકાને \frac{1}{100} વડે ગુણવામાં આવે છે.

→ 100 % એટલે આખી વસ્તુ એમ સમજાય. 50 % એટલે અડધી વસ્તુ એમ સમજાય.

→ મુદ્દલ જરૂરિયાત અનુસાર જે રકમ વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે રકમને મુદ્દલ (Principle) કહે છે.

→ મુદત : જેટલા સમયગાળા માટે રકમ (મુક્લ) વ્યાજે મૂકવામાં આવે કે લેવામાં આવે તે સમયગાળાને મુદત (Time-Period) કહે છે. મુદત વર્ષ, મહિના કે દિવસોમાં હોઈ શકે.

→ વ્યાજ મુદતને અંતે મુદ્દલ ઉપરાંત ચૂકવવી પડતી કે મળતી વધારાની રકમને વ્યાજ (Interest) કહે છે.

→ વ્યાજનો દર ₹ 100ના એક વર્ષના વ્યાજને વ્યાજનો દર (Rate of Interest) કહે છે. અથવા ₹ 100નું 12 માસનું વ્યાજ અથવા ₹ 100નું 365 દિવસનું વ્યાજ વ્યાજનો દર ટકામાં (%માં) દર્શાવાય છે.

→ વ્યાજમુદ્દલઃ મુદ્દલ અને વ્યાજના સરવાળાને વ્યાજમુદ્દલ કે રાશ (Amount) કહે છે.

→ સાદું વ્યાજ = \frac{\mathrm{P} \times \mathrm{R} \times \mathrm{T}}{100}
જ્યાં, P = મુદ્દલ, R = વ્યાજનો દર, 1 = મુદત (વર્ષોમાં)

→ મૂળ કિંમતઃ કોઈ પણ વસ્તુ ખરીદતાં જે રકમ આપવી પડે તેને વસ્તુની મૂળ કિંમત (કે ખરીદ કિંમત) કહેવાય. ટૂંકમાં, તેને મૂ. કિં. લખાય છે.

GSEB Class 7 Maths Notes Chapter 8 રાશિઓની તુલના

→ પડતર કિંમતઃ વસ્તુ ખરીદ્યા પછી તેના પર થતા ખર્ચને (ખરાજાતને) મૂળ કિંમતમાં ઉમેરતાં વસ્તુની પડતર કિંમત મળે. ટૂંકમાં, તેને પ. કિં. લખાય છે.
પડતર કિંમત = મૂ. કિં.+ ખરાજાત
જો કોઈ ખર્ચ થયો ન હોય, તો વસ્તુની મૂળ કિંમત એ જ તેની પડતર કિંમત છે.

→ વેચાણકિંમતઃ કોઈ પણ વસ્તુ વેચતાં જે રકમ ઊપજે તેને તે વસ્તુની વેચાણકિંમત કહેવાય. ટૂંકમાં, તેને વેકિ. લખાય છે.

→ નફો મૂળ કિંમત (કે પડતર કિંમત) કરતાં વેચાણકિંમત વધારે હોય, તો નફો થાય. વેચાણકિંમતમાંથી મૂળ કિંમત (કે પડતર કિંમત) બાદ કરતાં નફો મળે.
નફો = વેકિ. – મૂ. કિ. અથવા નફો = વેકિ. – ૫. કિ.

→ ખોટઃ મૂળ કિંમત (કે પડતર કિંમત) કરતાં વેચાણકિંમત ઓછી હોય, તો ખોટ જાય. મૂળ કિંમત(કે પડતર કિંમત)માંથી વેચાણકિંમત બાદ કરતાં ખોટ મળે.
ખોટ = મૂ. કિં. – .કિ. અથવા ખોટ = ૫. કિ. – વે.કિ.

→ વસ્તુની વે.કિ. = મૂ. કિ. (કે ૫. કિ.) + નફો અથવા વસ્તુની વેકિં. = મૂ. કિં. (કે ૫. કિ.) – ખોટ

→ વસ્તુની મૂ. કિ. (કે પ. કિ.) = વેકિ. – નફો અથવા વસ્તુની મૂ. કિ. (કે પ. કિ.) = વેકિં. + ખોટ નફા (Profit) અને ખોટ(Loss)ની ટકામાં ગણતરીઃ

→ વેપારમાં થતો નફો કે ખોટ એ મૂળ કિંમત (પડતર કિંમત) સાથે સંબંધ ધરાવે છે.

→ નફા(કે ખોટ)ના ટકા એટલે 100 મૂળ કિંમત (કે પડતર કિંમત) પર થતો નફો (કે ખોટ)

→ નફો અને મૂળ કિંમત(પડતર કિંમત)ના ગુણોત્તરને 100 વડે ગુણવાથી ટકાવારી મળે છે.
GSEB Class 7 Maths Notes Chapter 8 રાશિઓની તુલના 2

→ ખોટ અને મૂળ કિંમત(પડતર કિંમત)ના ગુણોત્તરને 100 વડે ગુણવાથી ખોટ ટકામાં મળે છે.
GSEB Class 7 Maths Notes Chapter 8 રાશિઓની તુલના 3

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *