Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો Important Questions and Answers.
GSEB Class 7 Science Important Questions Chapter 6 ભૌતિક અને રાસાયણિક ફેરફારો
વિશેષ પ્રસ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો.
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે?
A. કોલસાની સળગવાની ક્રિયા
B. પ્રકાશસંશ્લેષણની ક્રિયા
C. ખોરાકના પાચનની ક્રિયા
D. પાણીની વરાળ થવી
ઉત્તરઃ
પાણીની વરાળ થવી
પ્રશ્ન 2.
નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે?
A. રબરને ખેંચવું
B. ચૉકનો ભૂકો કરવો
C. બરફનું પાણી થવું
D. દૂધનું દહીં થવું
ઉત્તરઃ
દૂધનું દહીં થવું
પ્રશ્ન 3.
મીણનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
A. ઊલટાવી શકાય તેવો
B. ભૌતિક ફેરફાર
C. A અને B બંને
D. ઊલટાવી ન શકાય તેવો
ઉત્તરઃ
A અને B બંને
પ્રશ્ન 4.
નીચેના પૈકી ક્યો ફેરફાર ભૌતિક ફેરફાર નથી?
A. કાગળના ટુકડા કરવા
B. લોખંડને ટીપવું
C. લોખંડનું કટાવું
D. કાગળની હોડી બનાવવી
ઉત્તરઃ
લોખંડનું કટાવું
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી?
A. કોલસાનો ભૂકો કરવો
B. કોલસાને સળગાવવો
C. દૂધનું ફાટી જવું
D. ચૂનાના પથ્થરનું વિઘટન કરવું
ઉત્તરઃ
કોલસાનો ભૂકો કરવો
પ્રશ્ન 6.
બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?
A. ઑક્સિજન
B. કાર્બન ડાયૉક્સાઇડ
C. હાઇડ્રોજન
D. નાઈટ્રોજન
ઉત્તરઃ
કાર્બન ડાયૉક્સાઇડ
પ્રશ્ન 7.
ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
A. ભૌતિક ફેરફાર
B. રાસાયણિક ફેરફાર
C. ઊલટાવી શકાય તેવો ફેરફાર
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
રાસાયણિક ફેરફાર
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
ઊલટાવી શકાય તેવા ફેરફારો મોટે ભાગે ………… ફેરફારો છે.
ઉત્તરઃ
ભોતિક
પ્રશ્ન 2.
મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવી એ …….. ફેરફાર છે.
ઉત્તરઃ
રાસાયણિક
પ્રશ્ન 3.
લોખંડની કટાવાની ક્રિયામાં ……… અને ………. જરૂરી છે.
ઉત્તરઃ
ઑક્સિજન, ભેજ
પ્રશ્ન 4.
કૉપર સલ્ફટનો રંગ ………. હોય છે.
ઉત્તરઃ
વાદળી
પ્રશ્ન 5.
લોખંડ સાથે કાર્બન, ક્રોમિયમ, નિકલ અને મૅગેનીઝ જેવી ધાતુઓ ભેળવી બનાવેલી મિશ્રધાતુ ……. છે.
ઉત્તરઃ
સ્ટેઈનલેસ સ્ટીલ
પ્રશ્ન 6.
લોખંડના કાટનું અણુસૂત્ર ………… છે.
ઉત્તરઃ
Fe2O3
પ્રશ્ન 7.
મૅગ્નેશિયમ ઑક્સાઈડ ભીના ………… લિટમસપત્રને ………… બનાવે છે.
ઉત્તરઃ
લાલ, ભૂરું
પ્રશ્ન 8.
બરફ અને ……….. ના મિશ્રણને ઠારણ મિશ્રણ કહે છે.
ઉત્તરઃ
મીઠા
પ્રશ્ન 3.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ખાંડનું પાણીમાં ઓગળવું એ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક?
ઉત્તરઃ
ભૌતિક ફેરફાર
પ્રશ્ન 2.
સફરજન કે રીંગણને કાપીને થોડા સમય રાખી મૂકતાં તેની સપાટી કથ્થાઈ રંગની જણાય છે. આ કયા ફેરફારને કારણે બને છે?
ઉત્તરઃ
રાસાયણિક ફેરફાર
પ્રશ્ન 3.
ફેરસ સલ્ફટ (આયર્ન સલ્ફટ) કયા રંગનો પદાર્થ છે?
ઉત્તરઃ
લીલા રંગનો
પ્રશ્ન 4.
લોખંડ પર જસતનું સ્તર ચડાવવાની ક્રિયાને શું કહે છે?
ઉત્તરઃ
ગેલ્વેનાઈઝેશન
પ્રશ્ન 5.
LPGનું પૂરું નામ જણાવો.
ઉત્તરઃ
લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ
પ્રશ્ન 6.
ઊલટાવી ન શકાય તેવો ફેરફાર પણ ભૌતિક ફેરફાર હોઈ શકે છે, તેનું ઉદાહરણ આપો.
ઉત્તરઃ
ઘઉંનો લોટ બનાવવો
પ્રશ્ન 7.
કયું 1600 વર્ષ જૂનું સ્થાપત્ય લોખંડનું બનેલું હોવા છતાં તેને કાટ લાગતો નથી?
ઉત્તરઃ
દિલ્લીના કુતુબમિનારની નજીક આવેલો લોહસ્તંભ
પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
કૉપરની પટ્ટીને ગરમ કરવી એ ભૌતિક ફેરફાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
ગરમીના દિવસોમાં લોખંડની કટાવાની ક્રિયા ઝડપી હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
તટસ્થીકરણની ક્રિયા ભૌતિક ફેરફાર છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
પાચનની ક્રિયા રાસાયણિક ફેરફાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
લોખંડના કાટનું અણુસૂત્ર Fe3O4 છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
કૉપર સટનું અણુસૂત્ર CuSO4 છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
ફેરસ સલ્ફટ(આયર્ન સલ્ફટ)નું દ્રાવણ વાદળી રંગનું હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
ભૌતિક ફેરફારમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
દહીં બનવાની ક્રિયા ઊલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
કૉપર સલ્ફટના દ્રાવણમાંથી તેના સ્ફટિક મેળવવા એ રાસાયણિક ફેરફાર છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં શાનો સમાવેશ થાય છે?
ઉત્તર:
પદાર્થના ભૌતિક ગુણધર્મોમાં પદાર્થના આકાર, કદ, રંગ અને અવસ્થાનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 2.
ભૌતિક ફેરફારનાં બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ
બરફનું પાણી થવું અને કાગળને વાળવો એ ભૌતિક ફેરફારનાં ઉદાહરણ છે.
પ્રશ્ન ૩.
રાસાયણિક ફેરફારનાં બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ
દીવાસળી સળગાવવી અને દૂધનું ફાટી જવું એ રાસાયણિક ફેરફારનાં ઉદાહરણ છે.
પ્રશ્ન 4.
લોખંડનું કટાવું એટલે શું?
ઉત્તર:
લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવામાંના ઑક્સિજન સાથે સંયોજાય છે અને કથ્થાઈ રંગનો લોખંડનો ઑક્સાઈડ (કોટ) બનાવે છે. આ પ્રક્રિયાને લોખંડનું કટાવું કહે છે.
પ્રશ્ન 5.
લોખંડનો કાટ એટલે શું?
ઉત્તર:
લોખંડના કટાવાની ક્રિયાને લીધે લોખંડ પર કથ્થાઈ રંગનો આયર્ન, ઑક્સાઈડનો ભૂકારૂપ પદાર્થ બને છે તે પદાર્થને લોખંડનો કાટ કહે છે.
પ્રશ્ન 6.
મૅગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર થોડી વાર ધરી રાખતાં શું થાય છે?
ઉત્તરઃ
મૅગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર થોડી વાર ધરી રાખતા તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગી ઊઠે છે અને મૅગ્નેશિયમ ઑક્સાઈડ નામનો નવો પદાર્થ ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન 7.
મૅગ્નેશિયમની પટ્ટીને મીણબત્તીની જ્યોત પર ખૂબ ગરમ કરતાં થતી રાસાયણિક પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો.
ઉત્તરઃ
પ્રશ્ન 8.
કૉપર સલ્ફટના ઍસિડિક દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડો સમય મૂકી રાખતાં બ્લેડ પર શી અસર થાય છે?
ઉત્તર:
કૉપર સલ્ફટના ઍસિડિક દ્રાવણમાં લોખંડની બ્લેડ થોડો સમય મૂકી રાખતાં બ્લેડ પર કૉપર જમા થતા તે કથ્થાઈ રંગની બને છે.
પ્રશ્ન 9.
કૉપર સલ્ફટના ઍસિડિક દ્રાવણમાં લોખંડની ખીલીઓ એકાદ કલાક સુધી મૂકી રાખતાં દ્રાવણમાં થતું રંગપરિવર્તન જણાવો.
ઉત્તર:
કૉપર સલ્ફટના ઍસિડિક દ્રાવણમાં લોખંડની ખીલીઓ એકાદ કલાક સુધી મૂકી રાખતાં વાદળી રંગનું દ્રાવણ લીલા રંગનું (આયર્ન સલ્ફટ બનવાને કારણે) બને છે.
પ્રશ્ન 10.
ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતાં થતી અસર જણાવો.
ઉત્તરઃ
ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ પસાર કરતાં રાસાયણિક પ્રક્રિયા થઈ કૅલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે. આથી દ્રાવણ દૂધિયા રંગનું બને છે.
પ્રશ્ન 11.
સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળતાં પદાર્થોનાં ચાર નામ આપો.
ઉત્તર:
સ્ફટિકમય સ્વરૂપમાં જોવા મળતાં પદાર્થો કૉપર સલ્ફટ, આયર્ન સલ્ફટ (ફેરસ સલ્ફટ), મીઠું અને ફટકડી છે.
પ્રશ્ન 12.
રસોઈના બળતણ તરીકે વપરાતા પદાર્થો લાકડું, કોલસો, કેરોસીન અને LPG પૈકી કયું બળતણ ઓછું પ્રદૂષણ પેદા કરે છે?
ઉત્તરઃ
રસોઈના બળતણ તરીકે LPG (એલપીજી) બળતણ ઓછું પ્રદૂષણ. પેદા કરે છે.
પ્રશ્ન 13.
કાર્બન ડાયૉક્સાઈડ વાયુની હાજરીની પ્રમાણભૂત કસોટી કઈ છે?
ઉત્તર:
કાર્બન ડાયૉક્સાઈડ વાયુને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કરતાં તેને દૂધિયું બનાવે છે. કાર્બન ડાયૉક્સાઇડનો આ ગુણધર્મ તેની હાજરીની પ્રમાણભૂત કેસોટી તરીકે વપરાય છે.
પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ
- ભૌતિક ફેરફાર
- રાસાયણિક ફેરફાર
- ગેલ્વેનાઈઝેશન
- સ્ફટિકીકરણ
ઉત્તરઃ
- ભૌતિક ફેરફારઃ જે ફેરફારથી વસ્તુનો આકાર, પરિમાણ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થનું નિર્માણ થતું ન હોય, તો તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે.
- રાસાયણિક ફેરફારઃ જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે.
- ગેલ્વેનાઈઝેશનઃ લોખંડ પર જસત(ઝિંક)નું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે.
- સ્ફટિકીકરણઃ પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ભૌતિક ફેરફાર એટલે શું? તેનાં બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ
ભૌતિક ફેરફારઃ જે ફેરફારથી વસ્તુનો આકાર, પરિમાણ, રંગ કે અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર થાય પણ તેમાં નવા પદાર્થનું નિર્માણ થતું ન હોય, તો તેવા ફેરફારને ભૌતિક ફેરફાર કહે છે.
બરફનું પાણી થવું અને કાગળને વાળવો એ ભૌતિક ફેરફારનાં ઉદાહરણ છે.
પ્રશ્ન 2.
રાસાયણિક ફેરફાર એટલે શું? તેનાં બે ઉદાહરણ આપો.
ઉત્તરઃ
રાસાયણિક ફેરફારઃ જે ફેરફારમાં એક અથવા એક કરતાં વધુ નવા પદાર્થો બને છે તેવા ફેરફારને રાસાયણિક ફેરફાર કહે છે.
દીવાસળી સળગાવવી અને દૂધનું ફાટી જવું એ રાસાયણિક ફેરફારનાં ઉદાહરણ છે.
પ્રશ્ન ૩.
મૅગ્નેશિયમની પટ્ટીને હવામાં સખત ગરમ કરતાં થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો. તેનું રાસાયણિક સમીકરણ આપો.
ઉત્તરઃ
મૅગ્નેશિયમની પટ્ટીને હવામાં સખત ગરમ કરતાં મૅગ્નેશિયમની પટ્ટી તેજસ્વી સફેદ પ્રકાશથી સળગી ઊઠે છે. અહીં મૅગ્નેશિયમ હવામાંના ઑક્સિજન સાથે સંયોજાઈ મૅગ્નેશિયમ ઑક્સાઈડ નામનો સફેદ ભૂકારૂપ પદાર્થ (રાખ) બનાવે છે.
તેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છેઃ
પ્રશ્ન 4.
કોપર સલ્ફટના ઍસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતાં થતી રાસાયણિકે પ્રક્રિયા સમજાવો. તેનું રાસાયણિક સમીકરણ લખો.
ઉત્તર:
કૉપર સલ્ફટના ઍસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતાં રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફટ બને છે અને કૉપર (તાંબુ) છૂટું પડે છે, જે લોખંડના ખીલા પર જમા થતાં લોખંડનો ખીલો કથ્થાઈ રંગનો બને છે. કૉપર સલ્ફટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફટ બનવાને લીધે લીલા રંગનું બને છે.
તેનું રાસાયણિક સમીકરણ નીચે મુજબ છેઃ
પ્રશ્ન 5.
ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુ પસાર કરતાં થતી. રાસાયણિક પ્રક્રિયા સમજાવો. તેનું રાસાયણિક સમીકરણ લખો.
ઉત્તરઃ
ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પસાર કરતાં કૅલ્શિયમ કાબૉનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ અને પાણી બને છે. દ્રાવણમાં કૅલ્શિયમ કાર્બોનેટના સફેદ કણો હોવાથી દ્રાવણ દૂધિયા રંગનું બને છે.
પ્રશ્ન 6.
રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તે ઉપરાંત તેની સાથે બીજી કઈ વધારાની ઘટનાઓ બને છે?
ઉત્તરઃ
રાસાયણિક ફેરફારો દરમિયાન નવા પદાર્થો ઉત્પન્ન થાય છે તે ઉપરાંત નીચેની ઘટનાઓ બને છેઃ
- ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ કે વિદ્યુત-ઊર્જા ઉત્પન્ન થાય છે કે શોષાય છે.
- વાયુઓ ઉત્પન્ન થાય છે.
- રંગપરિવર્તન થાય છે.
- ગંધમાં પરિવર્તન આવે છે.
પ્રશ્ન 7.
રાસાયણિક ફેરફારોની વિશિષ્ટતાઓ જણાવો.
ઉત્તરઃ
રાસાયણિક ફેરફારોની વિશિષ્ટતાઓ નીચે મુજબ છે :
- રાસાયણિક ફેરફારો મોટે ભાગે ઊલટાવી ન શકાય તેવા ફેરફારો છે.
- રાસાયણિક ફેરફારો દરમિયાન નવા ગુણધર્મો ધરાવતા પદાર્થો ઉત્પન્ન થાય છે.
- કેટલાક રાસાયણિક ફેરફારો દરમિયાન ઊર્જા ઉત્પન્ન થાય છે કે ઊર્જા શોષાય છે.
પ્રશ્ન 8.
ઓઝોન સ્તરની અગત્ય સમજાવો.
ઉત્તરઃ
પૃથ્વીની સપાટીથી ઘણે ઊંચે ઓઝોન સ્તર આવેલું છે. સૂર્યમાંથી આવતાં અસ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વિકિરણો સજીવો માટે હાનિકારક છે. ઓઝોન સ્તર અક્સ્ટ્રાવાયોલેટ વિકિરણોને શોષી લઈ પૃથ્વી પર આવતાં અટકાવે છે. આ રીતે ઓઝોન સ્તર ઢાલ જેવું કાર્ય કરી પૃથ્વી પરના સજીવોને અસ્ટ્રાવાયોલેટ વિકિરણોની હાનિકારક અસરથી બચાવે છે.
પ્રશ્ન 2.
તફાવત આપોઃ ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર
ઉત્તર:
ભૌતિક ફેરફાર |
રાસાયણિક ફેરફાર |
1. તેમાં પદાર્થના ભૌતિક ગુણધર્મો જેવા કે પદાર્થનો આકાર, કદ, રંગ, અવસ્થામાં ફેરફાર થાય છે. | 1. તેમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. |
2. તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થાય છે. | 2. તેમાં નવા ગુણધર્મોવાળા પદાર્થો ઉત્પન્ન થતાં નથી. |
3. તે મોટા ભાગે ઊલટાવી શકાય તેવા ફેરફારો છે. | 3. તે મોટા ભાગે ઊલટાવી ન શકાય તેવા ફેરફારો છે. |
પ્રશ્ન 3.
નીચેના ફેરફારોનું ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો:
મીઠાના દ્રાવણમાંથી સ્ફટિકો મેળવવા, લોખંડનું કટાવું, લોખંડનું લોહચુંબક બનાવવું, પાણીની વરાળ થવી, કૉપર સલ્ફટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું, ફટાકડાં ફોડવાં, ગેલ્વેનાઈઝેશન, પ્રકાશસંશ્લેષણ, ખોરાકનું પાચન, મૅગ્નેશિયમ ઑક્સાઈડને પાણીમાં નાખવો, તસ્થીકરણ પ્રક્રિયા, લોખંડ પર રંગ લગાડવો.
ઉત્તર:
ભૌતિક ફેરફારઃ મીઠાના દ્રાવણમાંથી સ્ફટિકો મેળવવા, લોખંડનું લોહચુંબક બનાવવું, પાણીની વરાળ થવી, કૉપર સલ્ફટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું, ગેલ્વેનાઇઝેશન, લોખંડ પર રંગ લગાડવો.
રાસાયણિક ફેરફાર લોખંડનું કટાવું, ફટાકડાં ફોડવા, પ્રકાશસંશ્લેષણ, ખોરાકનું પાચન, મૅગ્નેશિયમ ઑક્સાઈડને પાણીમાં નાખવો, તટસ્થીકરણ પ્રક્રિયા.
પ્રશ્ન 4.
જોડકાં જોડોઃ
વિભાગ “A’ |
વિભાગ “B’ |
(1) કૉપર સલ્ફટ | (a) ધાતુ |
(2) આયર્ન સલ્ફટ | (b) કથ્થાઈ રંગ |
(3) કેલ્શિયમ કાર્બોનેટ | (c) લીલો રંગ |
(4) મૅગ્નેશિયમ | (d) પાણીમાં અદ્રાવ્ય |
(e) વાદળી રંગ |
ઉત્તરઃ
(1) → (e), (2) → (c), (3) → (d), (4) → (a).
(C) વિસ્તૃત પ્રશ્નો:
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
લોખંડને કટાતું અટકાવવાના ઉપાયો જણાવો.
ઉત્તરઃ
લોખંડને કટાતું અટકાવવાના ઉપાયો નીચે મુજબ છેઃ
- લોખંડ પર રંગ કરવાથી કે તેલ અથવા ગ્રીઝ લગાડવાથી લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી.
- લોખંડ પર જસત (ઝિક) કે ક્રોમિયમનું પાતળું પડ લગાડવાથી લોખંડને કાટ લાગતો અટકે છે.
- સ્ટીમરની લોખંડની પ્લેટોને કાટ લાગતો અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રીય ધાતુ જેવી કે ઝિંક અથવા મૅગ્નેશિયમનાં મોટાં ચોસલાં લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને ચોસલાને સમયાંતરે બદલવામાં આવે છે.
- લોખંડ સાથે કાર્બન, મેંગેનીઝ, ક્રોમિયમ અને નિકલ ઉમેરી તેની મિશ્રધાતુ સ્ટેઈનલેસ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાટ લાગતો નથી.
પ્રશ્ન 2.
રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં કઈ રીતે મહત્ત્વના છે તે સમજાવો.
ઉત્તરઃ
રાસાયણિક ફેરફારો આપણા જીવનમાં નીચેની રીતે મહત્ત્વના છેઃ
- રાસાયણિક ફેરફારો દ્વારા ધાતુની ખનીજમાંથી ધાતુ છૂટી પાડીએ છીએ. આમ, રાસાયણિક ફેરફારો દ્વારા ઉપયોગી ધાતુઓ મેળવી શકાય છે.
- રાસાયણિક ફેરફારો દ્વારા આપણા જીવનમાં ખૂબ ઉપયોગી પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, કૃત્રિમ રેસા, પૉલિથીન, કૃત્રિમ રબર, ડિટર્જન્ટ બનાવી શકાય છે.
- રાસાયણિક ફેરફારો વડે રોગો માટેના ઇલાજ તરીકે દવાઓ બનાવવામાં આવે છે.
- રાસાયણિક ફેરફારોના અભ્યાસ દ્વારા નવા નવા પદાર્થોની શોધ શક્ય બને છે.
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
નીચેના પૈકી ભૌતિક ગુણધર્મ કયો છે?
A. આકાર
B. રંગ
C. પદાર્થની અવસ્થા
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 2.
મૅગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતાં તે કેવા રંગની જ્યોતથી સળગે છે?
A. લાલ રંગની
B. પીળા રંગની
C. તેજસ્વી સફેદ રંગની
D. વાદળી રંગની
ઉત્તરઃ
C. તેજસ્વી સફેદ રંગની
પ્રશ્ન 3.
કૉપર સલ્ફટના ઍસિડિક દ્રાવણમાં લોખંડની ખીલી મૂકતાં થતી આ પ્રક્રિયા અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
A. વાદળી રંગનું દ્રાવણ લીલા રંગનું બને છે.
B. લોખંડની ખીલી પર કથ્થાઈ રંગનું પડ બાઝે છે.
C. આ ફેરફાર રાસાયણિક ફેરફાર છે.
D. લોખંડની ખીલીને કાટ લાગવાથી બદામી રંગની બને છે.
ઉત્તરઃ
D. લોખંડની ખીલીને કાટ લાગવાથી બદામી રંગની બને છે.
પ્રશ્ન 4.
કાટ ન લાગે તેવી મિશ્રધાતુ કઈ છે?
A. પિત્તળ
B. મૅગ્નેટાઈટ
C. સ્ટેઇનલેસ સ્ટીલ
D. પોલાદ
ઉત્તરઃ
C. સ્ટેઇનલેસ સ્ટીલ
પ્રશ્ન 5.
કોને લૂ વિટ્રિઓલ કહેવામાં આવે છે?
A. કૉપર સલ્ફટ
B. આયર્ન સલ્ફટ
C. સફ્યુરિક ઍસિડ
D. મીઠું
ઉત્તરઃ
A. કૉપર સલ્ફટ
પ્રશ્ન 6.
વિનેગરમાં કયો ઍસિડ રહેલો છે?
A. ઓઝેલિક ઍસિડ
B. ઍસિટિક ઍસિડ
C. એસ્કોર્બિક ઍસિડ
D. એમિનો ઍસિડ
ઉત્તરઃ
B. ઍસિટિક ઍસિડ